________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૧
સમુદ્રમાં સ્થિતિ કરી રહ્યા છે. ૯ તેની ઉપરના ભાગમાં પૃથ્વીથી દશ યોજન સુધી જઈને આસપાસ બન્ને બાજુ દશ દશ થાજનના વિસ્તારવાળી બે શ્રેણીઓ આવી રહેલી છે. ૧૦૦ વળી તે પર્વત ઉપર રત્નમય એવું ઉત્તમ સિદ્ધાયતન વિરાજે છે, કે જે શાશ્વતી પ્રતિમાઓથી યુક્ત હોઈને એ પર્વતના મુકુટ જેવું શોભી રહ્યું છે. ૧૧ અને ત્યાં સિદ્ધદેવની સ્ત્રીઓનાં ગીતશ્રવણથી આકર્ષાયલા ચિત્તવાળા અને તેથી જ સ્થિર થયેલાં નેત્રોવાળા ખેચરે, મનુષ્યાતિના હેવા છતાં દેવ જેવા જણાય છે. હવે એ પર્વતની દક્ષિણ તરફની શ્રેણિમાં “સ્વણુપુર' નામનું શ્રેષ્ઠ નગર આવેલું છે, કે જેને જોઈને દેવતાઓ પોતાની અલકા નગરીમાં રહેવા માટે પણ નિરસુક બન્યા છે. ૧૦૩ એ નગરમાં પિતાની કીર્તિ અને પ્રતાપ વડે ચંદ્ર તથા સૂર્યનો પરાજ્ય કરનાર “હેમરથ” નામનો ખેચર રાજા રાજ્ય કરતો હતો. ૧૦૪ તે રાજાની કાંતિ સ્વાભાવિક રીતેજ પ્રદીપ્ત હાઇને અનેક વિદ્યાઓ વડે વિશેષ તેજસ્વી જણાતી હતી અને તે પોતે પણ પાશાથી જેમ સિહ અજેય છે તેમ, શત્રુઓથી અજેય હતો.૧૦૫ એ રાજાને “હેમમાલા”નામની સતી શિરોમણિ સ્ત્રી હતી. તેણે પોતાના નિર્મળ ચારિત્ર્યના ગુણથી પોતાના પતિના ચિત્તને આનંદ પમાડતી હતી.૧૦૬ એક દિવસે રાજા હેમરથ રાત્રે નગર ચર્ચા જોવા માટે નગરમાં ફરતો હતો. તેવામાં કોઈ એક સ્થળે તેણે આ શ્લોક સાંભળ્યો–૧૦૭ - सर्वत्र धवला हंसा मयूराश्चित्रिताः पुनः ।
सर्वत्र जन्ममरणे भोगाः सर्वत्र भोगनाम् ॥ १०८ ॥
હંસે સર્વ સ્થળે ધોળા હોય છે, મયુરો સર્વ સ્થળે રંગબેરંગી હોય છે, જન્મ તથા મરણ પણું સર્વ સ્થળે હોય છે અને ભેગી પ્રાણીઓને સર્વસ્થળે ભેગો આવી મળે છે. ૧૦૮
( ૧૬ )
For Private and Personal Use Only