________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનદેવનું દૃષ્ટાંત. ભળી શ્રેષ્ઠીએ કહ્યું “હે દેવ ! તે પુરુષ પુણ્યાત્માજ હોઈ શકે, કે જે પાપ કરીને તેને માટે પશ્ચાત્તાપ કરે છે, પણ પાપી પુરુષ તો પાપકર્મ કરીને, સિંહનો શિકાર કરનારાની પેઠે ઉલટો આનંદ પામે છે. માટે હે દેવ ! તમે તે પુણ્યાત્મા છે અને ધર્માચરણને માટે યોગ્ય છે, તેથી હે પ્રભો ! સુવર્ણની પેઠે દયા ધર્મને નિશ્ચય કરી તેને આશ્રય કરો.”૯૨
રાજાએ કહ્યું –“હિંસા મારામાં મારી વંશ પરંપરાથી ચાલી આવેલી છે. અને માંસભક્ષણ પણ પરંપરાથી જ આવેલું છે, જેથી અતિસ્વાદિષ્ટ અને અતિદુર્લભ તે માંસ ભક્ષણને હું કેવી રીતે ત્યાગ કરી શકું ?” શ્રેષ્ઠીએ કહ્યું – “કેઇ એક રોગ અથવા દારિત્ર્ય પિતાનામાં પોતાની વંશપરંપરાથી ઉતરી આવ્યું હોય છતાં, એવો કોઈ સુખકારી સંયોગ પ્રાપ્ત થાય ત્યારે, કયે બુદ્ધિમાન પુરુષ તે રોગને કે દારિદ્રયને ત્યાગ ન કરે ? ૯૪ જે પુરુષ પોતાના કુળકમથી આવેલી હિંસાનો ત્યાગ કરે છે તે પુણ્યશાળી છે, વળી જેના વંશમાં હિંસા કરાતી હોય તે પુરૂષ પણું શું હિંસાનો ત્યાગ ન કરી શકે ?૯૫ જે પુરુષ પોતે શુદ્ધ બુદ્ધિવાળો હોઈને પોતાના કુળક્રમથી ચાલતી આવેલી હિંસાનો ત્યાગ કરે છે તે, ધનદેવની પેઠે પ્રત્યેક જન્મમાં સમૃદ્ધિ પામે છે. તે સાંભળી રાજાએ પૂછ્યું -“હે શ્રેષ્ઠી! તે ધનદેવ કોણ હતા ?” ત્યારે શ્રષિઓમાં શ્રેષ્ઠ તે વેસટે ધનદેવની કથા કહેવા માંડી. ૭
- ધનદેવનું દૃષ્ટાંત. આ ભરતક્ષેત્રમાં વિતાઢય નામનો એક રૂપેરી પર્વત છે. તે પર્વત પૃથ્વીરૂપી સ્ત્રીને કપુરના ચૂર્ણથી ભરેલો સેંથે જાણે હોય તેવો શોભી રહ્યો છે. તેને વિસ્તાર પાંચસે લેજનને છે, તેની ઉંચાઈ પચીસ યોજન છે અને તેના બને તરફના છેડા પૂર્વ તથા પશ્ચિમ
( ૧૫ ).
For Private and Personal Use Only