________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનદેવનું દૃષ્ટાંત
આ શ્લોક સાંભળીને રાજા વિચાર કરવા લાગ્યા કે, શ્લોકમાંહેના પ્રથમના ત્રણ અર્થે તો સત્ય છે, પણ “ભગી પ્રાણીઓને સર્વસ્થળે ભોગો મળી આવે છે. ” આ અર્થ ઘટી શકતો નથી. ૧૯ કેમકે, રાજા હોય તે પણ પિતાનાજ દેશમાં આદરસત્કારને પામે છે, પણ પરદેશમાં તે રાંકની પેઠે ભૂખથી ટળવળે છે. ૧૧૦ વળી રાજાની જે કૃપા થાય તો રંક પણ એકદમ રાજા બની જાય છે, માટે શ્લોકનું એ છેલ્લું વાકય બંધ બેસતું નથી. ૧૧૧ અથવા મહાકવિની રચનામાં અન્યથા કેમ હોઈ શકે ? માટે ચાલ. હું પોતે જ મારા રાજ્યને ત્યાગ કરી કેાઈ અજ્ઞાત પ્રદેશમાં ચાલ્યો જાઉં. ૧૧૪ ત્યાં જઇને જો હું ભોગવૈભવોનું પાત્ર બનીશ તે પરીક્ષા કરાયેલા રત્નની પેઠે આ વાકયને સત્ય માનીશ.” ૧૧૩ આવો મનમાં વિચાર કરી રાજાએ પોતાના રાજ્યભાર મંત્રિઓને સોંપી દીધું અને પોતે એકલો તે નગરનો ત્યાગ કરી એક ક્ષણવારમાં
તામ્રપુર ' નગર તરફ ચાલી નીકળ્યો.૧૧૪ તેણે મનમાં વિચાર કર્યો કે –“સર્વ મનુષ્ય ઉત્તમ વેષથી તથા સુંદર સ્વરૂપથી સર્વ ઠેકાણે માનસત્કારને પામે છે. ” માટે હું મારી આ પૂર્વ અવસ્થાનો સર્વથા ત્યાગ કરૂં.૧૧૫ તે પછી હેમરશે “ કામરૂપિણી ” નામની વિઘાનું સ્મરણ કર્યું અને તેના પ્રભાવથી એક ક્ષણવારમાં પિતાના શરીરને તેણે કઢીયું કરી મૂકયું. ૧૧૬ તેનું સ્વરૂપ છિન્નભિન્ન થયેલી નાસિકાવાળું, અત્યંત સ્થૂલ અધરોષ્ઠવાળું, નીકળી પડેલી બન્ને આંખવાળું, મોટા મોટા કાનવાળું, અત્યંત બીહામણું, સડી ગયેલી હાથપગની આંગળીઓવાળું, ફૂટી નીકળેલી રેલીઓમાંથી નીકળતા દુધી પરથી વ્યાપ્ત અવયવોવાળું અને બણબણ રહેલી માખીઓથી ઉભરાઈ રહેલું બની ગયું. આ રીતે તે કઢીયાના સ્વરૂપવાળે થઈ ગયો. ૧૧૭–૧૧૮
( ૧૭ )
For Private and Personal Use Only