________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૧.
તે શિને નૌરિ નમેજ એ કૃષમઃ શ્રિતઃ | लेभे धवल इत्याख्यां विश्वधूर्वहनक्षमः ॥१॥
નાભિ રાજાના પુત્ર શ્રી આદિજિનેશ્વર ભગવાનની હું સ્તુતિ કરું છું, કે જેમને લાંછન રૂપે આશ્રય કરીને વૃષભ (બળદે) જગતની ધુરાને વહન કરવામાં સમર્થ “ધવલ” એવી સંજ્ઞા પ્રાપ્ત કરી.' | સર્વ જિનેશ્વરમાં જેમણે એકાકીએજ રાગાદિ મહાન શત્રુઓનો પરાજય કર્યો છે અને તેથીજ જેમણે “વીર” એવું નામ પ્રાપ્ત કર્યું છે, તે શ્રી વીર ભગવાન તમારું ક૯યાણ કરે.
તે સિવાયના બીજા પણ તીર્થંકરોરૂપી સર્યો, સજજનના દરૂપી રાત્રિનો સંહાર કરનારા થાઓ, કે જેઓના હાથરૂપી કિરના સ્પર્શમાત્રથી ભવ્યરૂપી કમળપંક્તિ પ્રફુલિત થાય છે?
જેમની કૃપાથી હું જડ હોવા છતાં મતીના સ્વરૂપને પામ્યો છું. અર્થાત વિદ્વાન તરીકે પ્રસિદ્ધ થયો છું, તે મારા ગુરૂશ્રીને હું સ્તવું છું. ખરેખર તે મારા ગુરુમહારાજને મોતીની છીપના સંપુટની જ ઉપમા ઘટી શકે છે. ( કેમકે તેમના સંપર્કથી જ હું મોતી જેવો થયો છું.)
જેમની સેવાથી હંસ પક્ષી પણ શુદ્ધ પક્ષવાળે (ઉજજવળ પાંખોવાળો) થયો છે અને દૂધ તથા પાણીનું પૃથક્કરણ કરવામાં કુશળ થયો છે તે શ્રી સરસ્વતી દેવી મારા પર કૃપા કરે.
( ૩)
For Private and Personal Use Only