________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાજનની અમારિ માટે યાચના,
અને હું સમર્થ રાજા ! તમારી પ્રસન્ન દષ્ટિરૂપ કૃષ્ટિથી સિંચાઈને અમારા મનરૂપી પૃથ્વી રોમાંચને બહાને ખરેખર અંકુરિત થઈ છે. ૬૦-૬૧એટલું જ નહિ પણ હે રાજ ! આપના અનુગ્રહ અને પ્રિયભાષણરૂપ અમૃતપાનથી આંતરિકરીતે તૃપ્ત થયેલું મારું ભાગ્ય હવે ફળ-ફૂલવાળું થયું છે–કૃતાર્થ થયું છે એમ મને જણાય છે.” એ પ્રમાણે ચતુરાઈ ભરેલી વાતચીત કરવામાં રાજા અને શ્રેષ્ઠી રોકાયા હતા તેવામાં છડીદારે એકદમ આવીને નમન કરી રાજને આ પ્રમાણે જણાવ્યું કે
મહાજનની અમારિ માટે યાચના “હે દેવ ! સર્વ મહાજન એકઠું મળીને સિંહદ્વારમાં (દરબારગઢમાં પ્રવેશ કરવાના મુખ્ય દરવાજામાં) આવ્યું છે, અને મારી મારફત આપને વિનંતિ કરે છે કે, કે૪ “આ નગરમાં ઋષભસ્વામીનું એક ઉત્તમ દેરાસર છે, તેની બાજુ ફરતી બાવન દેહેરીરીઓથી તે શોભી રહ્યું છે. કેપ એ દેરાસરમાં મૂળનાયકજીની જ્યારે આરતી થાય છે ત્યારે, ફરતી બાવન દેહેરીઓમાં પણ તેજ પ્રમાણે થાય છે. કે પ્રત્યેક વર્ષના ત્રણસેં ને સાઠે દિવસે શ્રાવકે તે દેરાસરમાં નિત્ય અઠાઈ ઓચ્છવો કર્યા કરે છે. કે તેના શુકનાસ ઉપર મુખ પહેળું કરીને બેઠેલા સિંહ, જાણે કેાઈ પાપી મનુષ્યને આવતો જોઈ તેને મારવા માટે તૈયાર થયા હોય તેવા દેખાય છે. ૬૮ તેના આગળના ભાગમાં ઉગે અને વિશાળ એક રંગમંડપ તૈયાર કરવામાં આવ્યો છે કે જે પુણ્યલક્ષ્મીની પુત્રીના સ્વયંવર માટેજ જાણે તૈયાર કર્યો હોય તેવો દેખાય છે. એ દેરાસરના શિખર ઉપર ઉપરાઉપરી સુવર્ણકળશ સ્થાપવામાં આવ્યા છે, કે જેઓ પુણ્યલક્ષ્મીની પધરામણના ઉત્સવ નિમિત્તે સ્થાપી મૂકેલા
( ૧૧ )
For Private and Personal Use Only