________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેસટ શ્રેષ્ઠીનું વર્ણન, નીચે જનારી પગથીએની પંક્તિથી ભૂલભૂલામણીથી ભરપૂર છે.૨૮ કેટલાએક કૌતુકી લોકો એ વાવના પગથીઆપર કંકુના થાપા કરી કરીને વાવમાં ઉતરે છે પણ ફરીથી તેજ પગથીઓ દ્વારા તે વાવમાંથી બહાર નીકળી શકતા નથી. આવી ભૂલભૂલામણું ભરેલી તે વાવ છે.)૨૯
ઊકેશ વંશનું વર્ણન હવે તે ઉપકેશ નગરમાં ઊકેશ નામનો એક ઉન્નત વંશ વિખ્યાત છે, કે જે મહેમાંહે મજબૂત સંધિ—એટલે ઘણુજ સંપસલાહથી ભરેલો, સરળ અને ધનાદિની સંપત્તિથી શૂન્ય નથી પણ આંતરિક રીતે ભરપૂર છે.-સમૃદ્ધિમાન છે. જેમ એક વંશમાં (વાંસના વૃક્ષમાં) ચેતરફ પાંદડાંઓ શોભી રહ્યાં હોય તેમ, એ ઊકેશવંશમાં ચેબાજુ પ્રસિદ્ધ એવાં અઢાર ગોત્રો શોભી રહ્યાં હતાં અને તે અઢારેમાંથી એક વિશાળ સ્થિતિવાળું શ્રેષ્ઠિાત્ર અત્યંત પ્રસિદ્ધ હતું.૩૧
વેસટ શ્રેણીનું વર્ણન તે શ્રેષ્ટિગોત્રમાં વિસટ એવા નામથી પૃથ્વીમાં પ્રખ્યાત થયેલો અને મહાન ભાગ્યસંપત્તિ તથા વૈભવવાળે શ્રેષ્ઠી ઉત્પન્ન થયો. તેણે ઉપરાઉપરી ધનદાન કરીને યાચકાનાં ગૃહાને એવા તો ભરપૂર કરી મૂકયાં કે જેથી દારિયને ત્યાં રહેવાનું સ્થાન નહિ મળવાથી તુરતજ ત્યાંથી દૂર ચાલ્યું ગયું. તેની ઉજજવળ કીર્તિ જગતમાં એટલી બધી ફેલાઈ ગઈ કે ચંદ્રના ઉદય વિના પણ રાત્રિવિકાસી કમળે સદાને માટે વિકસ્વર રહેવા લાગ્યાં. ચંદ્રમાં પિતે પણ પિતાના સર્વોત્તમ ઐશ્વર્યથી તથા નવીન સૌમ્યતાથી તે શ્રેણીની સમાનતાને પામી શકતો ન હતો. ૪૫ વળી તેણે પોતાની અઢળક સંપત્તિથી ધનદેવ-કુબેરની જ જાણે તુલના કરી હતી, માત્ર
For Private and Personal Use Only