________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રબન્ધકાર અહિં જણાવે છે કે આખા નગરમાં એ કઈ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર કે યવન નહતો કે સમરસિંહના ગુણોથી ખેંચાઈને અહિં સામે ન આવ્યો હેય.
સંઘપતિએ દરેક નગરવાસીનું તાંબૂલ અને વસાદિક વડે આદરપૂર્વક સન્માન કર્યું. ' હવે દેશલે શુભ મુહૂર્તે નગરમાં પ્રવેશ કરવાનો પ્રારંભ કર્યો. ત્યારે સંઘના બધા જ સુંદર વસ્ત્રો પહેરી સંઘપતિની સામે ગયા. સમરસિંહ વગેરે સંઘના અગ્રણે ઘોડા ઉપર ચઢયા અને દેશલ ખાનની પાલખીમાં બેસી પાટણ ભણી ચાલશે. દેવાલય આગળ ચાલ્યું અને તેની ચારે બાજુ સિદ્ધસેનસૂરિ પ્રમુખ મુનિવરે અને ઉપાસકે પણ ચાલ્યા.
સંઘપતિ દેશલ અને સમરસિંહને આવતા જોઇને પાટણની સમસ્ત જનતા હર્ષ સહિત તેને જેવાને એકઠી થઈ. ઘરેઘરે કુંકુમની ગંહળી, તરણે, પૂર્ણ કલશ અને ધ્વજાઓ વડે તે પુર સુશોભિત થયેલું હતું. એમ ઉત્સાહપૂર્વક દેશલે સમરસિંહ સહિત પિતાના ઘરે પ્રવેશ કર્યો.
પ્રથમ કપદયક્ષ સહિત જિનને ઉતારીને ઘર દેવાલયને વિષે સ્થાપ્યા. ત્યાર પછી આસન ઉપર બેઠેલા સમરસિંહ સહિત દેશનું નગરવાસીઓએ ચૂંછનક કરી વંદન કર્યું. સમરસિંહે પણ વસ્ત્ર અને તાંબૂલ આપવા વડે નગરવાસીજનને સત્કાર કર્યો.
ત્યાર પછી સહજપાલાદિ પુત્રએ વિનયપૂર્વક પોતાના પિતા દેશલના પગ દૂધ વડે ધોયા. ત્રીજે દિવસે દેવય કરાવ્યું. તે વખતે ઈચ્છાપૂર્વક પકવાનાદિ વડે સાધુઓને પ્રતિલાશી, નગરવાસી પાંચ હજાર માણસને ભક્તિપૂર્વક જમાડ્યા અને બીજા દરેક લોકોને માટે સત્રાગાર ખુલ્લું મૂકયું. દેશલે તીર્થોદ્ધારને વિષે સત્યાવીશ લાખ ને સિત્તેર હજાર રૂપીયાનો ચય કર્યો.
For Private and Personal Use Only