________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમરસિંહ ખરેખર દાનવીર હતો. એક વખતે કઈ ગયાએ તેની પ્રશંસાનું એક ધ્રુવપદ કહ્યું એટલે તેને એક હજાર ટૂંક આપી દીધા. ત્યાર પછી કુતુબુદ્દીનની ગાદીએ ગ્યાસુદ્દીન આવ્યો. તેણે પણું સમરસિંહનું સન્માન કરી બાદશાહની પેઠે પ્રેમપૂર્વક પુત્ર તરીકે તેને સ્વીકાર કર્યો. સમરસિહની લાગવગ ઘણી જ વધી ગઈ. પાંદેશના વીરવલ્લભ નામના રાજાને બાદશાહે કેદ કર્યો હતો. તેને સમરસિંહે છોડાવી પિતાના દેશમાં પુનઃ ગાદીએ બેસાડયો. તેથી તેમને “રાજ સંસ્થાપનાચાર્ય' એવું બિરુદ મળ્યું.
બાદશાહનું ફરમાન મેળવી ધર્મવીર સમરસિંહે જિનની જન્મભૂમિ મથુરા અને હસ્તિનાપુરમાં જિનપ્રભસૂરિ સાથે સંઘપતિ થઈને સંઘ સાથે જઈ તીર્થયાત્રા કરી.
- હવે તિલંગ દેશમાં ગ્યાસુદિન બાદશાહને પુત્ર ઉલ્લખાન સુબા તરિકે હતું, તેની પાસે સમરસિંહ ગયે. અને તેણે પણ સમરસિંહને પિતાને ભાઈ ગણ તિલંગના અધિપતિ તરિકે નિમ્યો. તેણે તુર્કીને હાથે કેદ પકડાયેલા અગીયાર લાખ માણસોને છેડાવ્યા. અનેક રાજા, રાણું અને વેપારીઓ ઉપર સમરસિંહે ઘણે ઉપકાર કર્યો. સર્વ દેશથી આવેલા શ્રાવકોને કુટુંબ સહિત તિલંગ દેશમાં વસાવી ઉરંગલપુરમાં જિનાલય કરાવી જૈન શાસનરૂપી સામ્રાજ્ય એકછત્ર કર્યું. સમરસિંહે તિલંગને સ્વામી થઈને તેણે પોતાના પૂર્વજોને દીપાવ્યા અને જિનશાસનમાં તે એક ચક્રવર્તી જેવા થયું. તેણે ન્યાયપૂર્વક તિલંગદેશનું રક્ષણ કર્યું અને કલિયુગમાં કૃતયુગને અવતાર કરીને તે સ્વર્ગમાં ગયો.
હવે પ્રબન્કાર પ્રબન્ધની સમાપ્તિ કરતાં છેવટે જણાવે છે કે “૧૩૯૩ માં વર્ષે સિદ્ધસૂરિના શિષ્ય આચાર્ય કળસરિએ કાંજરોટપુરમાં રહીને આ પ્રબન્ધની રચના કરી છે.”
૪૩
For Private and Personal Use Only