________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવે સમરસિંહે મીઠાઈ, પકવાન અને બીજી પ્રતિષ્ઠાવિધિમાં
ઉપયોગી સેંકડે ઔષધીઓ એકઠી કરવા માંડી. પ્રતિષ્ઠાવિધાન. આ પ્રતિષ્ઠાને ઉત્સવ જેવા સેરઠ અને
વાળાકથી હજારો માણસો આવ્યા હતા. આજે માઘ માસના શુક્લ પક્ષની સાતમ અને ગુરૂવાર હતો. દેશલે ચતુર્વિધ સંઘને યાત્રા કરવા માટે એકઠા કર્યો અને સિદ્ધસૂરિ પ્રમુખ આચાર્યોની સાથે સમરસિંહ અને દેશલશાહ પાણી લેવા માટે કુંડ તરફ ગયા. સમરસિંહે દિકપાલ અને કુંડના અધિપતિદેવ તથા ગૃહાદિની વિધિપૂર્વક પૂજા કરીને શ્રીસિરિતારા મત્રિત પાણી વડે ઘડાઓ ભય અને તેને સુવાસિની સ્ત્રીના માથે મૂકી તે સંઘસહિત રાષભદેવના ચિત્યે આવ્યો. તેણે યોગ્ય સ્થાને તે પાણીના ઘડા મૂકાવી તે સ્ત્રીઓ પાસે સેંકડે ઓષધીના મૂળ વટાવવાનો પ્રારંભ કર્યો. સિદ્ધસૂરિએ તે બધી સ્ત્રીઓના મસ્તક ઉપર વાસક્ષેપ નાંખે. સ્ત્રીઓ મંગલગીતને ગાવાપૂર્વક તે ઔષધીઓનું ચૂર્ણ વાટતી હતી. સમરસિંહે તે બધાને નાના પ્રકારના પદકુલો આપ્યા. પછી તેણે સેંકડો ઔષધીઓનું ચૂર્ણ શરાવમાં નાંખ્યું.
હવે જિનાલયની ચારે દિશાએ નવ નવ વેદિકા તૈયાર કરાવી અને તે વેદિકાની ચારે બાજુએ થવાંકુંરે-જવારા મૂક્યા. દેવના સન્મુખ રંગમંડપના મધ્ય ભાગમાં નન્દાવર્ત પટ્ટ મૂકવા માટે એક હાથ ઉંચી ચાર ખુણવાળી વિશાલ વેદિકા કરાવી. તેના ઉપર વાર થાંભલાવાળે, ઉપરના ભાગમાં સુન્નર્ણના કલાચુત, વિવિધ વ તથા કેળના સ્તંભ વડે સુશોભિત મંડપ કરાવ્યો અને તેની પાસે મારભદેવના મુખ્ય ચિત્યને ધ્વજદંડ સુતાર પાસે તૈયાર કરી પ્રતિષ્ઠા કરવા માટે સ્થાપિત કર્યો. મુખ્ય ચિત્યની આસપાસના ચિત્યની પ્રતિષ્ઠા કરવા માટે સુંદર ઉંચી વાલુકાયુક્ત અને સમૂળ ડાભસહિત વિશાલ વેદિકાએ કરાવી, બારણે આંબાના પાનના
૩૦
For Private and Personal Use Only