________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વતી વડે મુનિવરેને પ્રતિભાભી પરિવાર સહિત સંઘને આદરપૂર્વક ભોજન કરાવ્યું,તથા બારોટ, ભાટચારણો અને ગાયને પણ જમાડ્યા.
આ સંઘમાં આચાર્ય, વાચનાચાર્ય, ઉપાધ્યાય ઇત્યાદિ પદસ્થ પાંચસો મુનિઓ હતા, મહારાષ્ટ્ર અને તિલંગ દેશથી સહજપાલ બારીક વસ્ત્રો લાવ્યો હતો. તેણે તે વડે ભકિતપૂર્વક તેઓને સત્કાર કર્યો. તે સિવાય બીજા બે હજાર મુનિઓને પણ અનેક પ્રકારના વા અને ઉચિત વસ્તુઓ વડે પ્રતિલાવ્યા. પ્રબંધકાર જણાવે છે કે સમરસિંહે સાતસે ચારણો, ત્રણ હજાર ભાટ અને હજાર ઉપરાંત ગાયકેને મનોવાંછિત સેનેયા, તુરગ અને વચ્ચેનું દાન કર્યું. પુષ્પની વાટિકાઓ કે જેના અરઘટ્ટ ભાંગી ગયા હતા, અવેડાએ નહોતા અને વાડ વિના વૃક્ષે ઉખડી ગયા હતા તે વાટિકાઓને માળીઓને ધન આપી પ્રભુની નિત્ય પુષ્પપૂજા માટે ખરીદી લીધી અને નવી કરાવી. જિનેન્દ્રની પૂજા કરનારા, ગાન કરનારા, સૂત્રધારે અને ભાટોને ઈચ્છિત વૃત્તિ આપીને ત્યાં તીર્થ ઉપર મૂકયા.
ત્યાર બાદ દેસલે ઉજજયન્ત તીર્થની યાત્રા કરવા માટે પ્રયાણ
કર્યું. દેવાલય આગળ ચાલ્યું અને ત્યાર પછી સંઘનું ગિરનાર દેસલ સર્વ સંઘસહિત ચાલ્યો. અને તે અમરાતરફ પ્રયાણ. વત્યાદિ પુર અને ગામને વિષે પોતાના અદ્ભુત
કાર્યો વડે જિનશાસનની પ્રભાવના કરતો ઉજજયન્તગિરિ પહોંચ્યો.
તે વખતે ત્યાં જૂનાગઢમાં મહીપાલદેવ નામે રાજા હતો, તે જૂનાગઢની પાસે સંઘસહિત દેશલ અને સમરસિંહને આવેલા જાણી તેના ગુણોથી આકર્ષાઈને સંઘપતિ દેશલ અને સમરસિંહની સામે આવ્યું. સમરસિંહ અને મહીપાલદેવ પરસ્પર પ્રેમપૂર્વક ભેટચા
૫
For Private and Personal Use Only