________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે વખતે કોઈકતો આનંદના આવેશથી નૃત્ય કરવા લાગ્યા, કોઈ સ્તુતિ કરવા લાગ્યા, કેઈક તે કસ્તૂરી વગેરે લઇ વિલેપન કરવા લાગ્યા અને કેટલાક તે પુષ્પ વડે જિનની પૂજા કરવા લાગ્યા. એ પ્રમાણે ભવ્યજનોએ મહોત્સવ કર્યો. હવે દેશલ ધ્વજદંડનું સ્થાપન કરવા તૈયાર થયો. સિદ્ધસેનસૂરિને હાથનો ટેકે આપી પુત્રસહિત દેશલ ધ્વજદંડની સાથે આગળ ચાલ્યો અને પ્રાસાદના શિખર ઉપર ચઢી ગયો. ત્યાં તેણે કીર્તિની સાથે સૂત્રધાર દ્વારા દંડનું સ્થાપન કર્યું અને દંડની સાથે ધ્વજ બાંધી. તે સમયે વસ, સૌનેયા, ઘોડા, અલંકાર વગેરેનું યાચકને દાન દીધું. સહજપાલ,સાહણ સમરસિહ, સામંત અને સાગણ એ પાંચે ભાઈઓએ ધનની વૃષ્ટિ કરી.
દેશલે ત્રણ છત્ર અને બે ચામર આદિજિનના ચિત્યમાં આપ્યા. તે સિવાય સુવર્ણના દંડયુક્ત અને રૂખ્યતત્ત્વના બનેલા બીજા બે ચામર પણ આપ્યા. મનહર સ્નાત્રના કુંભ, રૂપાની આરતી અને મંગળદ આપ્યા. ત્યાર પછી બધા જિનને સ્નાત્રવિધિ કર્યો, અને ચંદનાદિવડે બીજા બધા જિનોની પૂજા કરી. ત્યાર પછી શ્રીસિદ્ધસેનસરિના ચરણને વંદન કરી તેમજ બીજ સુવિહિત સાધુને ભક્ત–પાન વડે પ્રતિલાશી પ્રાતઃકાલે પોતાના પુત્ર સહિત દેશલે પારણું કર્યું. ચારણ, ગાયક, અને ભાટને જમાડ્યા તથા જોગી, દીન, અનાથ અને દરિદ્રીઓના ભોજન માટે સત્રાકાર ખુલ્લું મૂક્યું. એ પ્રમાણે હમેશાં દાન આપતા દેશલે દશ દિવસ સુધી ઉત્સવ કર્યો. અગિયારમે દિવસે પ્રાતઃકાળે શ્રીસિદ્ધસેનસૂરિના સ્વહસ્તે પ્રભુનું કંકણ છેડાવ્યું અને સુવર્ણના મુકુટ, હાર, શ્રીકંઠ, બાજુબંધ અને કુંડલાદિ પિોતે કરાવેલા નવા અલંકાર પ્રભુને ચઢાવ્યા.
તે સિવાય બીજા પણ ભવ્ય જનોએ સુંદર ધ્વજઓ બાંધી અને જિનનું સ્નાત્ર કર્યું. સંઘમાં આવેલા પુરુષોએ પિતપોતાના
૩૩
For Private and Personal Use Only