________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તારણે બાંધ્યો. સિદ્ધસેનસૂરિએ ગોરોચન, કેસર, કપૂર અને કસ્તુરી પ્રમુખ મહામૂલ્ય વસ્તુઓ વડે પ્રથમ ચંદનને લેપ કરી નાવ
ને પટ્ટ લખ્યા. - હવે પાણીથી ભરેલી હુંડીમાં જતિષિકની ઘટીઓ પાણીથી ભરાઈ જવાથી તળીએ બેસવા લાગી એટલે પ્રતિષ્ઠાનો સમય જાણું શીસિદ્ધસેનસૂરિ જિનમંદિરે ગયા. તે સમયે બીજા આચાર્યો પણ પ્રતિષ્ઠા કરવા માટે તેની વિધિમાં સાવધાન થઈ મુખ્ય ચિત્યને વિષે જઈ પોતપોતાના આસન પર બેઠા. સંઘપતિ દેશલ પુત્રસહિત
સ્નાન કરી વિશુદ્ધ વસ્ત્રો પહેરી લલાટમાં ચંદનનું તિલક કરી ચિત્યમાં ગયે.
તે વખતે બીજા શ્રાવકો પણ પોતપોતાના બિંબો લઈ હાજર થયા હતા. શ્રીસિદ્ધસેનસૂરિ આંગળીએ સુવર્ણની મુદ્રિકા અને હાથે કંકણ પહેરી દશાયુક્ત બે વસ્ત્ર ધારણ કરી જિનેશ્વરની સન્મુખ ઉભા હતા. રાષભદેવની દક્ષિણ બાજુએ સાહસુસહિત દેશલ અને ડાબી બાજુએ સમરસિંહ સહિત સહજપાલ જિનને સ્નાત્ર કરાવવા સજજ થઈને ઉભા હતા. સામન્ત અને સાંગણ બને ભાઇઓ ચામર ધારણું કરી જિનની પાસે ઉભા હતા. કેઈની અશુભ દષ્ટિ ન પડે તે માટે જિનના કઠે અરિષ્ટ રત્નની માલા નાંખી હતી. ત્રિલોકનું રક્ષણ કરવા સમર્થ જિનના કરને વિષે રક્ષા નિમિત્ત રાખડી બાંધી હતી. કપૂર, ચંદન, ફળ, અક્ષત, પુષ્પ, ધૂપ ઇત્યાદિ પ્રતિખાને જે જે વસ્તુઓ જોઈએ તે બધી ગોઠવી આગળ મૂકી હતી. મિંઢળ સહિત ઋદ્ધિ અને વૃદ્ધિ એ બને ઔષધી જિનને હાથે બાંધી, અને ગુરુએ દેશલાદિ શ્રાવકોને હાથને વિષે કુસુંબીસૂત્ર બાંધ્યું હતું.
આ પ્રમાણે પ્રતિષ્ઠાની બધી સામગ્રી તૈયાર થઈ એટલે સિદ્ધસેનસૂરિએ સ્નાત્રીઓ પાસે સ્નાત્રને પ્રારંભ કરાવ્યો, તીર્થ
For Private and Personal Use Only