________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વશરાજિ, પશુપક્ષીઓ અને પાણીના ઝરણ વડે શત્રુંજય પર્વત કુદરતી સૌન્દર્યથી ભરપૂર હશે. ' દેશલે સંઘસહિત શત્રુંજયતીર્થ ઉપર ચઢી પ્રથમ પ્રવેશમાં જેનો ઉદ્ધાર પિતેજ કરાવેલો હતો તે ભગવાન આદિનાથની માતાને જોયા અને તેની પૂજા કરીને તે શાંતિનાથના ચિત્યમાં ગયો. ત્યાં પૂજા કરી ત્યાંથી આદિનાથાદિ જિનના મંદિરે જઈ ત્યાં પૂજા કરી પોતે જેને ઉદ્ધાર કરેલ છે એવા કપર્દિ યક્ષની મૂર્તિના દર્શન કરવા સઘસહિત ગયો. ત્યાં ઉભા રહી ફરફરતી વાવાળા અષભદેવના ચેત્યને જોઇ પિતાને કૃતાર્થ માનવા લાગ્યો. તે ચિત્યને એક દષ્ટિવડે અવલોકન કરતા તેણે આદિજિનના ચિત્યના સિંહદ્વારે જઈ ભગવાન યુગાદિ દેવને જોઈને હર્ષવડે પુષ્કળ ધનની વૃષ્ટિ કરી. હવે તે ચિત્યના મધ્ય ભાગમાં પ્રવેશ કરીને પોતે કરાવેલ આદિનાથને વંદન કરવાને ઉત્સુક ચિત્તવાળો દેશલ ભૂમિ ઉપર પડી પ્રણામ કરતો યુગાદિનાથની સમીપ આવ્યો અને ભક્તિથી આરિજિનને ભેટી પડશે. ત્યારપછી આરિજિનની લેપ્યમૂર્તિને પુષ્પથી પૂછ પ્રદક્ષિણા કરતાં તેણે અગણિત અહંત બિંબેની પૂજા કરી, - ત્યાર પછી કુતીસહિત પાંડાની પાંચ મૂર્તિને પૂછ રાયણની નીચે રહેલા યુગાદિ ભગવાનના પગલાને અને પિતે કરાવેલી લોકોને આશ્ચર્યકારક એવી મસૂરની મૂર્તિને જોઈને મેતી, મણિ અને સ્વર્ણની વૃષ્ટિ કરી.
દેશલશાહે ત્યાં મહોત્સવ કરી યાચકેને વસ્ત્રાદિક આપ્યા અને બાવીશ તીર્થકરોને પૂછ તેની સર્વગત પ્રદક્ષિણા કરી. ત્યાર બાદ મસ્તક ભૂમિ ઉપર સ્થાપી આરિજિનને પ્રણામ કરી પોતાના સ્થાને પુત્રસહિત આવ્યું, અને પ્રતિષ્ઠાવિધિ કરવા તત્પર થયો. તેણે પિતાના બીજા પુત્ર હોવા છતાં પણ સમરસિંહને પ્રતિષ્ઠાવિધિ કરવાનો આદેશ કર્યો અને તે પિતાનો આદેશ મેળવી અત્યંત આનંદિત થયા.
For Private and Personal Use Only