________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ પ્રમાણે અહર્નિશ પ્રયાણ કરત સંઘ સેરીસા તીર્થે આવી
પહેર્યો. જ્યાં પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા સેસિા તીર્થ કાયોત્સર્ગ અવસ્થામાં વિરાજમાન છે. તે પ્રતિમાને
પહેલા સૂત્રધારે દેવના આદેશથી આંખે પાટા બાંધી એક રાત્રિમાં ઘડીને તૈયાર કરી હતી અને નાગેન્દ્રગથ્વીય દેવેન્દ્રસરિએ તેની પ્રતિષ્ઠા કરી હતી. જેઓ પોતાની મન્નશક્તિથી સમેતશિખરથી વિશ તીર્થંકરની પ્રતિમાઓ લાવ્યા હતા કે જેમાંની ગણુ પ્રતિમાઓ અત્યારે કાન્તિપુરીમાં વિરાજમાન છે, તે દેવેન્દ્રસૂરિએ આ પ્રભાવિક તીર્થની સ્થાપના કરી હતી. દેસલશાહે ત્યાં સ્નાત્ર અને મહાપૂજદિ ઉત્સવ કરીને આરતી કરી અને દરેક મનુખ્યના ભોજન માટે સત્રાકાર ખુલ્લું મૂક્યું. ત્યાં અષ્ટાહિકોત્સવ કરીને સંઘે આગળ પ્રયાણ કર્યું અને ક્ષેત્રપુર (સરખેજ) થઈને સંઘ ધોળકા પહોંચ્યા. ત્યાંથી પ્રયાણ કરી દરેક ગામ અને નગરને વિષે ચિત્યપરિપાટી કરતો સંઘ અનુક્રમે પીપરાળી ગામ પહોંચ્યો
અને ત્યાંથી શત્રુંજયગિરિને જોઈને અત્યંત હનિમગ્ન થયો. તે દિવસે દેશલે લાપશી કરી ચતુર્વિધ સંઘસહિત સમરસિંહને આગળ કરી શત્રુંજયગિરિની મહોત્સવ પૂર્વક પૂજા કરી. તે વખતે ગિરિરાજના દર્શનના આનંદથી પરવશ થયેલા દેશલે અને સમરસિંહે અગણિત યાચકને પુષ્કળ દાન આપ્યું. ત્યાંથી બીજા દિવસે તીર્થરાજના દર્શન કરવાની ઉત્કંઠાથી શીઘ્ર પ્રયાણ કરીને શત્રુંજયની પાસે વસ્તુપાલની શ્રી લલિતાદેવીએ કરાવેલા સરોવરને કાંઠે સંઘે પડાવ નાંખે. અને તેની ચારે બાજુ ઉજજવલ તંબુઓ અને રાવકીગા નંખાઈ ગઈ.
દેશલે આવતી કાલે શત્રુંજય ઉપર ચઢવાનો વિચાર સહપાલ અને સાહણ કર્યો. તે સમયે એક માણસ વધામણી પાવન સંધસહિત લઈને આવ્યે કે, દેવગિરિ-દોલતાબાદથી
સહજપાલ અને ખંભાતથી સાહશુપાલ સંઘસહિત આવેલા છે. સંઘ ઉપરની
આગમન
For Private and Personal Use Only