________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતમાં જે જે પ્રસિદ્ધ શ્રાવકા હતા તે અધા સમરસિંહના અનુરાગથી સંઘ સાથે આવ્યા હતા. એમ બીન દેશના સંઘે। આવી ગયા પછી દેશલે આગળ સંઘસહિત પ્રયાણુ શરૂ કર્યું. તે બધામાં ત્રસિંહ, કૃષ્ણ, લંડુક અને હરિપાલ એ સંધના અગ્રણી હતા.
હવે સંઘના પ્રયાણુસમયે અલપખાનની રા માગવા માટે મેાટી ભેટ લઇને સમરસિંહ રાજમદિરે ગયા અને તેણે ખાનની પાસે ભેટ મૂકી રજા માગી. ખાને સ ંતુષ્ટ થઇ તેને ઘેાડા સહિત તસરિા આપી સમરસિંહે સંઘની રક્ષા માટે જમાદાર માગ્યા અને ખાને ખરેખર યમના પુત્રા જેવા મહામીર જાતિના દશ મુખ્ય જમાદારે। આપ્યા. તેએને લઇ સમરસિંહ પાછળથી સઘને મળ્યા.
સહજપાલના પુત્ર સેામસિદ્ધ સંઘની દેખરેખ રાખતા હતેા અને સમરસિંહ પણ ભેાજન અને પાગરણની જાતે સારસંભાળ રાખતા.
સિલ્લાર જાતિના ડેસવાર રજપુતેા વડે વીંટાયેલા સમરસિંહ માથે છત્ર ધારણુ કરી ઘેાડા ઉપર ચઢયા હતા, અને તેની આગળ ધનુષને ધારણ કરનારાએાની ટાળી ચાલતી હતી.
સઘના પ્રયાણુસમયે પ્રથમ શંખ વાગતા હતા અને પછી ભેરી અને તાંસાત્મા વાગતા હતા.
સ્પર્ધાપૂર્વક ચાલતા બળદેશ વડે ગાડાંએ ચાલતા હતા. અભિગ્રહ ધારી ધાર્મિક પુરુષા પગે ચાલતા હતા. એટલે માટેા સંઘ હતા કે છૂટા પડી ગયેલા કાઈ માણસ પેાતાનાં સંબન્ધીને સ્થાને પહોંચ્યા સિવાય મળી શકતા નહિ.
દરેક ગામના સંધે સંઘપતિ દેશલ અને સમરસિદ્ધ પાતપાતાના ગામની પાસે આવેલા જાણીને દહીં, દૂધ વગેરે લેખને સામા આવતા હતા અને સ્પર્ધાપૂર્ણાંક સંઘને સત્કાર કરતા હતા.
૨૬
For Private and Personal Use Only