________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને પ્રતિષ્ઠા સમયે સર્વ દેશોના સંઘને આવવા માટે વિહિંપત્રિકા લઈ જુદા જુદા દેશમાં માણસે મોકલી આમંત્રણ કર્યું. પિતાના સગાસંબન્ધી પૌત્રો અને સ્ત્રીઓ વગેરેને પણ આમંત્રણ કર્યું.
દેશલે યાત્રાયોગ્ય રથના જેવું નવીન દેવાલય તૈયાર કરાવ્યું અને પિષધશાલાએ જઈ આચાર્ય સિદ્ધસેન રિની પાસે તેને લઈને તેના ઉપર વાસક્ષેપ નખાવ્યો. હવે સર્વોત્તમ દિવસે શુભવાર અને શુભ નક્ષત્રે દેવાલયનું
પ્રસ્થાન કરવાને દેશલે વિચાર કર્યો. શુભ સંધપ્રચાણું દિવસે પિષધશાલામાં સર્વ સઘને એકત્ર કર્યો
અને સમરસિંહે પિતાની આજ્ઞાથી આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સાધ્વીઓ, શ્રાવક અને શ્રાવિકાઓને યથાસ્થાને બેસાડચા, દેશલ પૃથ્વી ઉપર ઢીંચણ સ્થાપીને વાસક્ષેપ નંખાવવા ગુરુના સન્મુખ બેઠા. ગુરુએ તેના કપાલમાં તિલક કર્યું અને તેના મસ્તકે વાસક્ષેપ નાંખ્યો. તથા સમરસિંહના માથે વાસક્ષેપ નાંખી “ તું સંઘપતિઓમાં અગ્રણી થા” એમ આશીષ આપી.
પિોષ સુદિ સાતમનો દિવસ સંઘનો પ્રયાણને સમય હતો ત્યારે ગૃહદેવાલયમાં રહેલી આદિનાથની પ્રતિમા લઈદેશલે દેવાલયના રથમાં
સ્થાપી અને તે રથને બે વેત અને સરખા વૃષભ જોયા. સામત રથ ઉપર બેસી હાથમાં રાશ લઈને હાંકવા લાગ્યો. તે વખતે એક સુવાસિની સ્ત્રી શ્રીફળ અને અક્ષતને ભરેલ સ્થાન હાથમાં લઇ સામી આવી અને તેણે સલશાહ અને સમરસિંહના માથે અક્ષત નાખ્યા, શ્રીફળ હાથમાં આપ્યું અને ચંદનનું તિલક કરી પુષ્પની માળા કકે પહેરાવી આશીર્વાદ આપે. હવે સામને વારિત્રાના શબ્દ સાથે દેવાલય રથ આગળ ચલાવ્યો તે વખતે તેને અનેક પ્રકારના શુભ શકુનો થયા. સંઘનો નાયક દેશલ સુખાસનમાં બેસી દેવાલયની આગળ ચાલ્યો. તેજસ્વી સમરસિંહ પણું અસ
For Private and Personal Use Only