________________
૪ નિદાન આધ્યાન–આગામી બેગ મળવાની ચિંતાથી આકલિત ભાવે કરવા તે નિદાન આર્તધ્યાન છે.
આધ્યાની નિશદિન ઈષ્ટ વસ્તુની અપ્રાપ્તિથી, અનિષ્ટ વસ્તુનાં સવેગથી, દુઃખ પ્રાપ્તિથી અને ભવિષ્ય કાળના ભોગોની તૃષ્ણાથી કલેશિત પરિણામવાળે રહે છે. કેઈસમય રક્ષા કરે છે, તે સમયે ઉદાસ થઈ જાય છે તે કાઈ સમયે રુચિપૂર્વક આહારપાન કરતા નથી. શેકથી ધર્મકાર્ય છોડી બેસે છે. કઈ વખત છાતી ફુટે છે. કોઈ વખત બુમરાણ મચાવે છે તો કોઈ વખત આપઘાત પણ કરી બેસે છે. રેગી થાય તે રાત દિવસ હાયય કરે છે. ભેગોની પ્રાપ્તિ માટે અંતર તલસ્યા કરે છે. અનિષ્ટસાગ દૂર કરવા માટે ચિંતાયુક્ત રહે છે. ધર્મ, અર્થ, કામ અને મેક્ષ એ ચાર પુરુષાર્થોના કાર્યોમા મન પરવત નથી.
માયાચારથી પણ તિર્યંચ આયુને બંધ થાય છે જે કાઈ કપટથી બીજાને ઠગે છે, વિશ્વાસઘાત કરે છે, કપટથી પિતાની પૂજા પ્રતિષ્ઠા કરાવે છે તે તિર્યંચ આયુષ્યને બંધ બાધે છે.
એક મુનિએ એક નગરની બહાર ચાર માસને વાગ ધારણ કર્યો હતો. વર્ષાગ પૂર્ણ થતાં બીજે દિવસે ત્યાથી વિહાર કર્યો. બીજા એક મુનિ કોઈ પાસેના ગામેથી આવી ત્યાં ઉતર્યા. ત્યારે નગરનાં નર નારીઓ ત્યાં આવી મુનિની વક્તા પૂજા ભક્તિ કરતા કહેવા લાગ્યા કે “આપે અમારા નગરની બહાર વષકાળમાં ચોગ સાધન કર્યું તેથી અમારું સ્થાન પવિત્ર થયુ.” એ આદિ. તે સમયે તે મુનિએ કહેવું જોઈતું હતું કે, “હું તે મુનિ નથી” પણ તે પિતાની પૂજા થતી જોઈ મૌન રહ્યા. કપટથી પિતાને પરિચય આપે નહિ. આ માયાના પરિણામથી તે મુનિએ પશુગિતિને બંધ કર્યો અને મરીને તે હાથી થશે ,