________________
કેવળી પ્રભુનો સાથ
આ ઉપરાંત જે કંઈ આધ્યાત્મિક જાણકારી મને મળતી હતી તે બધાંને આપી શકાય તે માટે તેઓ ઉત્સુક હતા જ. મારાં કમભાગ્યે જ્યારે આ ભાવ સાકાર કરવાનો પ્રસંગ આવ્યો છે ત્યારે તેઓ બંનેમાંથી કોઈની પ્રત્યક્ષ હાજરી નથી, કેમકે પિતાજીનો વિયોગ થયાં છવ્વીસ વર્ષ અને માતાના વિયોગના દશ વર્ષ વીતી ચૂક્યાં છે. તેમ છતાં એ અનુભવ જરૂર થાય છે કે તેઓ જ્યાં છે ત્યાંથી મને પ્રેરણાનાં પિયુષ મોકલ્યાં જ કરે છે.
આ જ રીતે મારા આ જન્મના જીવનસાથી શ્રી રજનીકાંત મહેતા તરફથી મને આધ્યાત્મિક પ્રવૃત્તિ કરવામાં ઘણી સુવિધા મળી હતી. કૃપાળુદેવના પત્રોનું વાંચન કરવાનું શરૂ કરવા માટે તેમનો સાથ અને ઉત્સાહ અનેરો હતો. અમારા ત્રીસ વર્ષના સહવાસના કાળમાં થયેલા આધ્યાત્મિક અનુભવો અમારા સહજીવનને સમૃદ્ધ કરવામાં ખૂબ મદદરૂપ થયા હતા. તેઓ પણ થયેલા અનુભવો અને સિદ્ધાંતનું લખાણ આદિ કરાવવા માટે ખૂબ ઉત્સાહી હતા; છતાં પ્રભુની આજ્ઞા વિના કંઈ કરવું નથી એવા મારા ભાવને એટલા જ પ્રેમથી અનુમોદતા હતા. તેમના હૃદયની આ વિશાળતા, આ
લખાણ કરતી વખતે મને સતત પ્રેરણા આપતી રહી છે. કેમકે એ કાળમાં થયેલા અનુભવો અને જાણવા મળેલા સિધ્ધાંતો વિશે હું મારા માતાપિતા, જીવનસાથી તથા મારી ભત્રીજી ચિ. ભારતી મ. શેઠ સાથે સહજતાથી ચર્ચા શકતી હતી તથા માણી શકતી હતી. સાથીદારના વિયોગને આજે દશ વર્ષ થયા છે, પણ તે વિશે એ ભાવ ૨મે છે કે આત્માનું આગળનું આરાધન તેમની સાથે રહી ક૨વામાં હવે દશ વર્ષ ઓછાં થઈ ગયા છે. અને દિવસે દિવસે ફરીથી શુભભાવથી મળવાનું નજીક નજીક આવતું જાય છે, આમ આ ત્રણેનો ફાળો ગ્રંથરચનાની દૃષ્ટિએ પરોક્ષ બન્યો છે, છતાં તેની મૂલ્યવત્તા જરા પણ ઓછી નથી. આ ઉપરાંત મારા સર્વ કુટુંબીજનો તરફથી પણ આધ્યાત્મિક પ્રવૃત્તિ કરવા માટે ઘણો સાથ સહકાર મળતો રહ્યો છે તે નોંધનીય છે.
આ ગ્રંથની રચનામાં આધ્યાત્મિક દૃષ્ટિએ મને પુત્રવત્ ચિ.નેહલ વોરાનો સાથ ખૂબ મદદરૂપ થયો છે. વળી, આત્મિક અને વ્યવહારિક સુવિધા મને ચિ.પ્રકાશ તથા અમી તરફથી, મુ.અજીતભાઈ અને નલીનીબેન તરફથી તથા ભા. કિશોરભાઈ તથા
xxvi