________________
પ્રાક્કથન
ભગવંત એટલે કે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુસાધ્વીજી કેવી રીતે સહાય કરી આપણા પર નિર્વ્યાજ ઉપકાર કરે છે તેનો ચિતાર “શ્રી કેવળી પ્રભુનો સાથ, ભાગ-૨” માં મૂકવા ધારણા રાખી છે. પ્રભુકૃપા બળ ઔર છે.
અત્યાર સુધીનાં ચિત્રણ પરથી એ તો સ્પષ્ટ રીતે સમજાયું હશે કે આ બધી તૈયારી અને લખાણ કરવામાં સહુથી મોટો અને બળવાન ઉપકાર તો શ્રી રાજપ્રભુનો જ છે. તેમણે જે દિવ્યવાણી પ્રકાશિત કરવા ધારી હતી, તેને સાકાર કરવા પ્રભુએ મને નિમિત્ત બનાવી જણાય છે. બાકી, આ બધું લખાણ આદિ કરવું એ તો સાવ મારા ગજા બહારની જ વાત છે. તેમની આવી અલૌકિક કૃપાને કારણે જ મને વારંવાર જરૂરિયાતના સમયે માર્ગદર્શન અને જાણકારી મળતાં રહ્યા છે. મને વિશ્વાસ છે કે
આ પછીનાં ભાગનાં લખાણમાં પણ મને પ્રભુ આવી જ સહાય કરશે. અહીં પહેલા ભાગમાં વ્યક્ત થયેલી કેટલીક રહસ્યમય વાતો એટલા ઊંચા પ્રકારની છે કે જે મને
રાજપ્રભુ પાસેથી મળેલી છે, અને તેમની સહાયથી જ લખી શકાઈ છે, માટે આ ગ્રંથનું કર્તાપણું રાખવાની મને કોઈ ભાવના કે અભિલાષા નથી જ. તે ગ્રંથના સાચા કર્તા અને પ્રણેતા છે શ્રી રાજપ્રભુ. હું તો નિમિત્ત માત્ર છું. રાજપ્રભુના ઉપકારનો અતિ અતિ વિનમ્રભાવે આભાર માની, તેમને અહોભાવ અને પૂજ્યભાવથી કોટિ કોટિ વંદન કરું છું.
શ્રી રાજપ્રભુના કલ્યાણભાવથી પ્રભાવિત થયેલાં મારાં માતાપિતા સ્વ. સુશીલાબેન શેઠ તથા સ્વ. ભોગીલાલ ગિ. શેઠનો મારા ઉપરનો ઉપકાર કંઈ નાનોસૂનો નથી. મને જન્મતાંની સાથે નિયમિતપણે વૈરાગ્યભરિત કાવ્યો, પદો, તથા તીર્થંકર પ્રભુની સ્તુતિ આદિ તેઓ સંભળાવતાં હતાં, અને એ દ્વારા મારા જીવને ધર્મસન્મુખ ક૨વાનો ભવ્ય પુરુષાર્થ પણ તેમણે કર્યો હતો. મને તેમના નિર્મળ પ્રેમથી નવડાવી જગતની સર્વ કસોટીઓમાં ટકવા માટેના વીર્યનું દાન પણ તેમણે આપ્યું હતું. થીસીસ લખવાના કાળ દરમ્યાન વ્યવહારિક અને આધ્યાત્મિક સુવિધાઆ આપવામાં તેઓએ લેશ પણ પાછીપાની કરી ન હતી. તેમજ રાજપ્રભુનાં જીવનને તથા કવનને જાણવા, સમજવા તથા અનુભવવા માટે યોગ્ય સાથ પણ આપ્યો હતો.
XXV