________________
સ્પષ્ટીકરણ માટે શાસ્ત્રીય ગ્રંથોના શ્લોકો કે પંક્તિઓનો આશ્રય લેવાયો છે છે. આવા સંદર્ભો વાચકવર્ગને ખૂબ જ ઉપયોગી છે. તેનાથી વિચારોનો વિનિમય થવાની સાથે જ્ઞાનમાર્ગની ગહનતા પત્ર લેખકની વિદ્વત્તા અને લેખનશૈલીનો ખ્યાલ આવે છે.
અંગ્રેજીમાં લખાયેલા પત્રો નવી પેઢીને માટે અવશ્ય પ્રેરક નીવડે તેવા છે. પત્રગત વિચારો ગ્રહણ કરી શકાય તેવી સરળ શૈલી ગાંધીયુગના ગદ્ય જેવી છે લગભગ બધા જ પત્ર લેખકોમાં આવી શૈલી જોવા મળે છે. એક માત્ર આ. બુદ્ધિસાગરસૂરિના પત્રોમાં સરળતાની સાથે વિશ્લેષણાત્મક શૈલી - વિવેચન કે વ્યાખ્યાત્મક શૈલીનું દર્શન થાય છે. આ. શ્રી યોગનિષ્ઠ અને પ્રકાંડ પંડિત હોવાથી પત્રના વિચારોને વિશદ રીતે પ્રગટ કરવા માટે આવી શૈલીનો પ્રયોગ કર્યો છે. એક ફિલસૂફની અદાથી વિસ્તાર કરીને પત્ર લખવાની શૈલી અપનાવી છે. જો કે તેને કારણે સ્વરૂપની દૃષ્ટિએ મૂલ્યાંકન કરતાં વિસ્તાર થવાથી એક મર્યાદા ગણાય છે પણ આ મર્યાદા પત્ર વાંચન અને તેના વિચારોમાં મગ્ન થનારને કોઈ દોષરૂપ લાગતી નથી. અધ્યાત્મ જ્ઞાન અને દાર્શનિક વિચારો માટે આ બુદ્ધિસાગરની પત્ર શૈલી ઉચિત લાગે છે.
વિજ્ઞાનયુગના ભૌતિકવાદી"Materialistic Way of Life" માં જીવનના અનિષ્ઠો, હતાશા, નિરાશા, અશાંતિ, માનસિક ટેન્શન નિર્મૂળ કરવામાં, સાંસ્કૃતિક વારસાથી સંસ્કાર ઘડતર કરવા માટે અને માનસિક ચિકિત્સા માટે પત્રોની વિચાર સામગ્રી જીવનમાં નવો પ્રાણ પૂરીને તાજગી પૂર્ણ જીવન જીવવા માટે ઉપયોગી નીવડે
છે. કારણ કે તેમાં પ્રગટ થયેલા વિચારો શુષ્ક શાસ્ત્રજ્ઞાન નથી પણ જ સંયમની સાધનાને રત્નત્રયીની આરાધનાના પરિપાકરૂપે રસ
(૨૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org