________________
આ પત્રો ઉપરથી પત્ર લેખકોની જ્ઞાનોપાસના, ધર્મની આરાધના અને તેના પરિણામે ધર્મ દ્વારા મોક્ષ પુરૂષાર્થની સાધનાથી જે અનુભૂતિ થઈ છે તેનો વાસ્તવિક પરિચય થાય છે. કાલ્પનિક દુનિયા કરતાં વાસ્તવિક્ત દુનિયાનો અનુભવ વિશેષ પ્રભાવશાળી હોય છે.
જૈન સાધુઓ વિહાર કરીને એક ગામથી બીજે ગામ જતાં હોવાથી પોતાના શિષ્યો અને જિજ્ઞાસુ ધર્મપ્રેમી ભક્તોને માર્ગદર્શનસ્પષ્ટીકરણ કે શંકા-સમાધાન રૂપે પત્રો લખાયા છે એટલે આ પત્રો જ્ઞાનપ્રાપ્તિમાં ઉપયોગી સાધન તરીકે ગણાય છે. પત્રો દ્વારા શ્રાવકવર્ગને વ્યવહાર જીવનમાં શુદ્ધિ, શાંતિ અને માર્ગાનુસારીપણાની ઉત્તમોત્તમ ભૂમિકા પ્રાપ્ત થાય છે કે જેના વડે આરાધક આત્માઓ સ્વસ્થચિત્તે આરાધનામાં જોડાઈને સફળતા પ્રાપ્ત કરે છે.
કલાની દૃષ્ટિએ વિચારીએ તો ઉપદેશનું તત્ત્વ દોષરૂપ ગણાય છે પણ કલાનો જીવન સાથેનો સંબંધ અનિવાર્ય છે એટલે સીધા ઉપદેશને દોષરૂપ ગણવામાં આવે તો તેનાથી બહુ નુકસાન નથી પણ પરોક્ષ રીતે તો સમગ્ર સાહિત્યની સૃષ્ટિમાં ઉપદેશ રહેલો છે. ઉપદેશનું કાર્ય કરનાર કોઈ સંસારી વ્યક્તિ નથી. સાધુ પુરૂષોનું ઉદાત્ત જીવન હોવાથી એમનો ઉપદેશ અસરકારક બને છે. વ્યવહારમાં ઉપદેશ પાછળ સ્વાર્થનો સંભવ છે અહીં પરમાર્થ માટે ઉપદેશનું કાર્ય છે.
( પત્રો એ અંગત સંપત્તિ છે પણ સાંપ્રદાયિક પત્રો જ્યારે ક, પુસ્તકરૂપે પ્રગટ થાય છે ત્યારે તે અંગતતામાંથી પરિવર્તન પામીને
૨૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org