________________
તદ્દન સરળ છે. અમી દૃષ્ટિથી સંયમ સૃષ્ટિ, આશીર્વાદની અમીવૃષ્ટિ જ્યાં શીર્ષકો પણ ગુરૂની કૃપાને અમીદ્રષ્ટિનો પરિચય કરાવે છે.
રત્નસેનવિજયજીનું જીવન કી મંગલ યાત્રા (હીન્દી) કાનજી સ્વામીના ‘આધ્યાત્મિક પત્રો', છ પદના પવિત્ર પત્રો, શ્રીમદ્ રાયચંદ્ર ‘અધ્યાત્મપત્ર સાર’, પૂ. પં. શ્રી ભદ્રંકર વિજયજી, ચંદ્રકાત પટેલનું પત્ર નિશ્ચય. વગેરે પત્ર સાહિત્યના શીર્ષકોથી તેમાં રહેલી આત્મોન્નત્તિકા૨ક સામગ્રીનું સૂચન થાય છે.
પ.પૂ.પં.શ્રી અભયસાગરજીએ નમસ્કાર મહામંત્ર તત્ત્વ ‘ચંદ્રિકા’ નામથી પત્રોનું પુસ્તક પ્રગટ કર્યું છે તેમાં માત્ર ચૌદપૂર્વના સારરૂપ મંત્રાધિરાજનું ઊંડું ચિંતન-ગૂઢાર્થ અને રહસ્યને પ્રગટ કરતા પત્રો લખ્યા છે. મોટેભાગે પત્ર સાહિત્યમાં વિવિધ વિષયો હોય છે. અહીં તો નમસ્કાર મંત્રને કેન્દ્રમાં રાખીને પત્રો લખાયા છે તે ઉપરથી નમસ્કાર મંત્રનો વિશદ પરિચય મળે છે. પત્રનો શીર્ષક દ્વારા અધ્યાત્મ વિષયનો વિચારોનો સ્પષ્ટ ખ્યાલ આવે છે.
પત્રો સંખ્યાની દૃષ્ટિએ જેટલા ઊંચા છે તેટલા જ ગુણવત્તાની દૃષ્ટિએ પણ મહત્ત્વના છે. વિવિધ લેખકોના પત્રો એક જ પુસ્તકમાં મર્યાદિત સંખ્યામાં સમાવિષ્ટ થઈ શકે. દરેક લેખકના કેટલાંક પત્રો પસંદ કરીને બહુજનહિતાય પ્રગટ કરવામાં આવ્યા છે. અહીં સંખ્યા કરતાં ગુણવત્તાને કેન્દ્રમાં રાખી છે અમૃતનું તો બિંદુ પણ જીવનભરની તૃષા છિપાવી શકે છે તેમ આ પત્રો પણ અધ્યાત્મ માર્ગના રસિકોની જ્ઞાનપિપાસા પૂર્ણ ક૨વા સમર્થ છે. તેમાંથી પ્રાપ્ત થતી માહિતી વ્યવહા૨ જીવનમાં આચાર શુદ્ધિ અને સંયમયાત્રામાં આત્મવિકારીને પોષક બને છે.
Jain Education International
૧૯
For Private & Personal Use Only
www.jainelibrary.org