________________
આ જાગે છે. પ્રકાશ-પ્રેરણા-કલ્યાણકારી-પરિમલ, શાંતિદાયક વગેરે શબ્દો દ્વારા પત્રો વિશેનો પ્રાથમિક સંકેત મળે છે. “શાંતિદાયક પત્રવેલી’ અને ‘તાત્વિક પત્રવેલી” નો શીર્ષક આકર્ષક અને રહસ્યમય છે. તેના પત્રો તો ઉત્તમ છે જ પણ શીર્ષકની પસંદગી વિચાર સામગ્રીનું ઊચું મૂલ્ય દર્શાવે તેવી છે. આ પત્રો એ સંયમની આરાધના આત્મવિકાસનો પંથ અને શ્રાવકોને સન્માર્ગે વળવા માટે બીજ સમાન હોઈ સહેતુક “વેલી” શીર્ષક પ્રયોજ્યું છે. આ વિશેની વધુ વિગત તાત્ત્વિક પત્રવેલી પત્રોની આરંભની વિગતોમાં જણાવી છે. ગુરૂદેવના પત્રો' એ સાચા અર્થમાં આ કલિકાળમાં સુગુરૂ નામથી સંબોધી શકાય તેવા અને નવી પેઢીને આધુનિક રીતે માર્ગદર્શન આપી ધર્માભિમુખ કરી જૈન શાસનની પ્રભાવનામાં અભિવૃદ્ધિ કરાવનાર ગુરૂદેવશ્રી ભુવનભાનુસૂરિજીનું પુણ્ય સ્મરણ થાય છે. આ. બુદ્ધિસાગરસૂરિના શીર્ષકમાં ઉપદેશનો નિર્દેશ થયો છે. પત્ર સદુપેશ' શીર્ષક વાંચતા જ શિખામણનું સ્મરણ થાય. પણ આ પત્રોની શિખામણ એ ભવભ્રમણમાંથી મુક્ત થવાનો માર્ગ બતાવે છે. સંસાર સાગરમાં અતલ તળિયે પહોંચી જવાય તેવા નિમિત્તો તો સંસારી લોકો પાસેથી મળે છે પણ આ તળિયેથી કિનારે આવીને જીવન સફળ કરવાનો માર્ગ અને શુભ નિમિત્તો ગુરૂ સિવાય કોણ આપવા સમર્થ છે? એટલે શિખામણ પ્રત્યક્ષ કે પરોક્ષ જીવાત્માને ઉપકારી છે એમ સહર્ષ સ્વીકારવું જોઈએ.
- સંપાદકશ્રીએ પત્ર સાહિત્યના અધ્યયનની સુવિધા થાય તેવા પ્રયોજનથી પત્રોનાં શીર્ષક - વિષય દર્શાવ્યો છે. મૂળ પત્ર તો પ્રસંગોચિત્ત લેખકે સહજ રીતે લખ્યો હતો તેને સંપાદક શ્રીએ - વ્યવસ્થિત રીતે ગોઠવીને સંચય કર્યો છે. પરિણામે આ પત્રો સમજવા
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org