________________
આપવા માટેનો અનુકરણીય પુરૂષાર્થ થયો છે. આ વિચારસૃષ્ટિ છે તરફ ભક્તોનો પુરૂષાર્થ હોય તો જીવાત્મા મહાત્મા અને અંતે પરમાત્મા પદની પ્રાપ્તિ કરી શકે છે. આત્માર્થી અને ધર્મ પ્રિય વર્ગને માટે તો ઘેરબેઠાં ગંગા સમાન જ્ઞાનામૃત પાન કરવાનો મોંઘેરો અવસર છે જે ચૂકી જવાય નહિ તેનું ધ્યાન રાખવું જોઈએ. | મોહનીય કર્મના ઉદયથી પ્રેમી ને પ્રેમિકા અને એકબીજાને પત્રો હૈયે વળગાડીને એક એક શબ્દ મોતી સમાન ગણીને વિચારે છે અને ભૌતિક રીતે પ્રણયમાં મસ્ત બને છે એમ કહીએ કે પ્રણયનું અદ્વૈત સર્જાય છે તેમ પ્રભુ સાથે ભક્તોને નિરૂપાધિક પ્રેમ કરવા માટે આ પત્રોનો એક એક શબ્દ પુણ્યપંથનો રાહ ચીંધે છે જેનાથી જ્ઞાનાવરણીય કર્મનો પણ ક્ષયોપશમ થતાં સત્ય જ્ઞાનદશા જાગે છે.
જ્યાં સુધી આવી જ્ઞાનદશા જાગે નહિ ત્યાં સુધી સંસાર સાગરના અગાધ જળમાં ઝોલા ખાયા જ કરવાનાં છે. આવી સ્થિતિમાંથી બહાર નીકળવાનો માર્ગ જૈન સાહિત્યની વૈવિધ્યપૂર્ણ પત્રની દુનિયા છે. ( પત્ર લેખકોના વિચારોમાં બહુ સ્પષ્ટ રીતે હરિભદ્રસૂરિ, કળિકાળ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય યશોવિજયજી ઉપાધ્યાય, આનંદઘનજી, સિદ્ધષિગણિ વગેરેના ગ્રંથોનોના વિચારોનો પ્રભાવ પડ્યો છે તે ઉપરથી પત્ર લેખકના તલસ્પર્શી અભ્યાસનો પરિચય થાય છે.
શૈલી
જૈન સાહિત્યના પત્રોમાં વ્યવહાર જીવનના પત્રો સમાન લેખકનું નામ પ્રારંભમાં આવે છે. સંબોધન પછી તુરત જ આવો નામોલ્લેખ થયો છે. અર્વાચીન કાળમાં પત્રોને અંતે લેખકનું નામ * હોય છે તે સૌ કોઈ જાણે છે. વ્યવહારમાં પત્ર લખતી વખતે
૧૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org