________________
આ બધા જ વિષયોને લગતા ઓછાવત્તા પત્રો પ્રાપ્ત થાય છે. મંત્રી જ
આદિ ચાર ભાવના, ચારિત્રાચારનું પાલન, નમસ્કાર મહામંત્ર અને તેનું સ્વરૂપ, ગૂઢાર્થ અને જાપ, યોગસાધના, જ્ઞાન અને ક્રિયાનું મહત્ત્વ, તપ, ધ્યાન, નય-નિક્ષેપ, અનેકાન્તવાદ, વ્યવહારશુદ્ધિ, મૃત્યુ અંગેનું ચિંતન, સમકિત, શ્રદ્ધા, ગુરૂભક્તિ, આત્માનું સ્વરૂપવિકાસ અને મુક્તિ, શાશ્વત સુખ અને શાંતિ, દ્રવ્ય અને ભાવ ધર્મ, સાધના અને અનુષ્ઠાન, અધ્યયન, ધર્મનું સ્વરૂપ, કાયોત્સર્ગ, જનજાગૃતિ - સામાજિક ચેતના દ્વારા જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ મળે તેવા હેતુથી લખાયા છે. પ.પૂ.પં.શ્રી અભયસાગરજીએ નમસ્કાર મહામંત્ર વિશેના ૧૬૮ પત્રો લખ્યા છે અને આ વિષયનું વિશદ વિવેચન કર્યું છે. સામાન્ય રીતે પત્રો વિવિધ વિષયોને લગતા હોય છે પણ નમસ્કાર મહામંત્ર અંગેના પત્રોનું એક જ પુસ્તિકમાં પત્ર દ્વારા નિરૂપણ કરવામાં આવ્યું છે. પૂ. જંબુવિજયજી દીર્ઘકાળપર્યત વિહાર કરીને હરિદ્વાર પહોંચ્યા. ત્યાંથી સમેતશિખર ગયા તે દરમ્યાન પૂ.આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિને પત્રો લખ્યા હતાં. આ પત્રો પ્રવાસ વર્ણનને લગતા છે તે પત્રોમાંથી હરિદ્વારના જિનમંદિર અને અન્ય પ્રાકૃતિક અને સામાજિક સ્થળોમાં જેનો વિશેની રસપ્રદ વિગતો પત્રોમાંથી મળે છે. આ રીતે વિચારીએ તો એમ લાગે છે કે જૈનપત્ર સાહિત્ય માત્ર દાર્શનિક વિચારધારાને અનુસરતું નથી પણ સમાજ-શિક્ષણમાનવતા-પ્રવાસ વ્યવહાર જીવનમાં શુદ્ધિ જેવા વિષયોને પ્રાધાન્ય આપે છે એટલે આ સાહિત્ય આમ જનતાને એક નવા જ પ્રકારનાં નિર્દોષ આનંદ આપવાની સાથે ધર્મ વિષયક માહિતી આપવામાં ઉપયોગી ગણાય છે.
આ પત્રોમાં કેટલાંક પારિભાષિક શબ્દ પ્રયોગો થયા છે.
( ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org