________________
ભાવના રાગદ્વેષનો ત્યાગ વિશેના પત્રો આત્માને મુમુક્ષુ નામ સાર્થક કરવા અને સંયમ જીવનમાં પદાર્પણ કરવા માટે પ્રેરક નીવડે છે.
સ્થાનકવાસી સંપ્રદાયના ક્રાંતિવીર સ્વામી નાનચંદજીના પત્રો સમાજ સુધારા સ્ત્રી શિક્ષણ અને ઉદ્ધારની સાથે આધ્યાત્મિક વિકાસના વિષયોને સ્પર્શે છે. આ પત્રોના વિચારોમાં અપૂર્વ જુસ્સો નિહાળી શકાય છે. પૂ. શ્રીનો અદમ્ય ઉત્સાહ વાચર વર્ગમાં જુસ્સો પ્રગટાવવાની અનેરી શક્તિ ધરાવે છે. ગણેશ પ્રસાદ વર્ણીના પત્રો “સમાધિ મરણપુંજ' કર્મવાદ માન્યતાનું સમર્થન કરીને આત્માને સમતા દ્વારા સમાધિ મળે તે અંગેના પત્રો હિન્દી ભાષામાં પ્રગટ થયા છે.
નિહાલચંદ્રજી સોગાનીના પત્રો કાનજી સ્વામીના મતને અનુસરે છે. શ્રી સોગાની કાનજી સ્વામીના વિચારોથી પ્રભાવિત થયા હતા. વ્યવસાયમાં રોકાયેલા હોવા છતાં આત્માર્થી બનીને જીવન જીવ્યા હતા. તેના પત્રો દ્વારા પરિચય મળે છે. ચંદ્રકાન્ત પટેલના પત્રો દાદા ભગવાનની વિચારધારાને વ્યક્ત કરે છે.
ત્રીજા વિભાગના પત્રો પૂ. સાધ્વીજી મ. સા. જયાશ્રીજી અને આર્યયશાશ્રીજીને ઉદ્દેશીને લખાયા છે. તેમાં આત્માની સમાધિદશા વિશે પ્રેરક વિચારો વ્યક્ત થયા છે. આ વિક્રમસૂરિએ પૂ. વિદુષી સાધ્વીજી વિમલાશ્રીજીને ઉદ્દેશીને કેટલાંક પત્રો લખ્યા હતા તે અત્રે હસ્તપ્રતના મૂળ પત્રોને આધારે પ્રગટ કરવામાં આવ્યા છે. તેમાં કર્મવાદ, ચિત્તની સ્વસ્થતા અને સમાધિ અંગેના વિચારોનો સંચય થયો છે.
મોટાભાગના પત્ર લેખકોના પત્રો પત્રના સ્વરૂપને અનુસરે છે. તેમ છતાં પૂ. આ. શ્રી બુદ્ધિસાગરસૂરિના પત્રોમાં વિસ્તાર વધુ ને
|
(૧૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org