________________
આત્માઓને સાચો રાહ ચીંધે છે. તદુપરાંત સંયમ જીવનની સુવાસનો અનેરો ઉત્સાહ પ્રગટ થયો છે. પત્ર સંખ્યા અને ગુણવત્તાની દષ્ટિએ પ્રથમ કક્ષાનું સ્થાન ધરાવે છે. આ ભુવનભાનુસૂરિના પત્રો સમસ્ત જૈન સમાજને અધ્યાત્મમાર્ગ અને જીવનમાં ઉપયોગી પાથેય અર્પણ કરે છે. આ પત્રો ઉપરથી પૂ. શ્રી ગુરૂદેવના વ્યક્તિત્વની સાથે એમના શાસ્ત્રજ્ઞાન અને અનુભવસિદ્ધ વાણીનો લ્હાવો મળે છે.
આ. માનતુંગસૂરિના પત્રો “પરમાત્માને વિનંતી"અને ભક્તિના ઉદ્દેશથી લખાયા છે. આત્મા પરમાત્માપદ પ્રાપ્ત કરે તે અંગેના વિવિધ વિચારોનો સંચય થયો છે. આ રત્નસુંદરસૂરિનું “પ્રેમસભર પત્રમાળા'' પુસ્તક શૈલીના નવીનતાની સાથે પ્રણયની મીમાંસા દ્વારા શુદ્ધપ્રેમ અને આત્મસ્વરૂપને પામવા માટે વિશુદ્ધ વિચારોનું પ્રતિપાદન કરે છે. પ્રેમ-દયા-મૈત્રી-સંપ-સહકાર જેવા ગુણોથી જીવનની સફળતા થાય છે. આ પત્રો યુવાનો તેમજ વડીલોને માટે અનન્યપ્રેરક બને તેવા છે. આ રાજયશસૂરિના પત્રો દીવાળીના પર્વથી પર્યુષણ પર્વ સુધીના ધાર્મિક પર્વો જે લોકોત્તર છે તેની આરાધનાને સ્પર્શે છે. પૂ. શ્રી શીર્ષક યોજનાથી આ પત્રોની સામગ્રી તરફ આકર્ષણ ઉદભવે છે.
પૂ. જંબુવિજયજીના પત્રો “હિમાલયની પદયાત્રા” નામથી પ્રગટ થયા છે. તેમાં એક જૈન સાધુનો પરિષદો ઉપસર્ગો સહન કરીને હિમાલય-હરિદ્વારના વિસ્તારના જેનો વિશેની માહિતીની સાથે પ્રકૃત્તિ સ્થળોની રમણીય કથાનો અપૂર્વ આનંદ માણી શકાય તેમ છે. તેમાં સાંપ્રદાયિકતા નથી પણ પૂ. શ્રીનો પ્રચંડ પુરૂષાર્થ અને વિહારમાં પણ ચોકસાઈપૂર્વક માહિતી સભર પત્રો દ્વારા જૈનજૈનેત્તર વર્ગને પ્રવાસની રમ્ય કથા તરીકે ઓસ્વાદ કરવા યોગ્ય છે અને ઘેર બેઠા ગંગા સમાન હિમાલયની પદયાત્રા, ભાવયાત્રા
૧૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org