________________
લેખકના પુસ્તકમાં પ્રવેશદ્વાર સમાન છે. મૂળ પુસ્તકની સૂચી આપવામાં આવી છે પુસ્તકોનું અધ્યયન કરવાથી ગાગરમાં સાગર ભરવા સમાન જ્ઞાનામૃતનો આસ્વાદ માણી શકાશે. આ પત્રો અમૃતકુંભ સમાન છે પણ જો સાચી દૃષ્ટિ હોય અને ધર્મ બુદ્ધિથી વિચારીએ તો અમૃત છે બાકી તો તૃષાતુર વ્યક્તિને પાણી મળે છતાં પીએ નહિંને તરસ્યો રહીને તરફડે એવી સ્થિતિ સર્જાય તેવી પૂરી શક્યતા લાગે છે.
જૈન પત્ર સાહિત્ય ત્રણ વિભાગમાં વહેંચાયેલું છે. પ્રથમ વિભાગમાં શ્વેતાંબર સંપ્રદાયના સુપ્રસિદ્ધ મુનિભગવંતોના પત્રોનો સંચય કર્યો છે. પૂ. યોગનિષ્ઠ આ. શ્રી બુદ્ધિસાગરસૂરિ, પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરિ અને પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી ગણીવર્યના પત્રોની દુનિયામાં જીવાત્મા ખોવાઈ જાય છે પછી સહજ યાદ આવે છે કે હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં - હમ મગન ભયે ગુરૂ પત્રમેં : બિસર ગઈ દુવિધા તન મનકી, જિન વાણી કે પાન મેં... વળી તેનાથી આત્માને જે કંઈ મળ્યું અને અનુભવ્યું તે શબ્દોમાં વર્ણવી શકાય નહિ. અરૂપી આત્માની અનુભૂતિ સમાન પત્ર જગતની વિચા૨ સમૃદ્ધિ છે. એમના પત્રોનો સ્વતંત્ર અભ્યાસ થઈ શકે તેવી મહાન શક્તિ રહેલી છે. પત્રો દ્વારા આવો અભ્યાસ જ્ઞાનમાર્ગની કઠિનાઈને સરળ અને સુગ્રાહ્ય બનાવવામાં શુભ નિમિત્ત ગણાય છે. તત્ત્વજ્ઞાન વિષયક વિચારધારાને ગ્રહણ કરવા માટે અત્યંત ઉપયોગી સાધન બને તેવી આ ત્રણેની પત્રસૃષ્ટિ છે.
જૈન પત્ર સાહિત્ય માત્ર ઉપદેશાત્મકરૂપે સંયમ જીવનની કથા નથી, મોક્ષમાર્ગના મહાયાત્રાનાં પ્રેરક સંસ્મરણોનો સંચય છે. તેનાથી સંયમ યાત્રાની સફળતા વિશિષ્ટ કોટીના જીવનનો સાક્ષાત્ પરિચય
Jain Education International
દ
For Private & Personal Use Only
www.jainelibrary.org