________________
તેમ છતાં આત્માને શાંતિ મળતી નથી. જીવનના કલેશ-અહંકા૨વૈમનસ્ય દૂર થવાને બદલે વૃદ્ધિ પામે છે તો તેનું કારણ શું છે ? ધર્મ માત્ર સામાજિક આચાર-આડંબર કે વ્યવહાર જીવનમાં પ્રતિષ્ઠા મેળવવા માટે નથી પણ તાત્ત્વિક રીતે વિચારીએ તો ધર્મ એ આત્માની મૂળ સ્થિતિ અજરઅમર પદની પ્રાપ્તિ સિદ્ધાવસ્થા કે મુક્તાવસ્થા પ્રાપ્ત કરવા માટે છે એટલે આ પત્ર સાહિત્યમાં અધ્યાત્મ શબ્દ વારંવાર દશ્યમાન થાય છે તો તેનો સીધોસાદો અર્થ એ જ છે કે જે ધર્મ ક્રિયા આચારથી આત્માના જ્ઞાન-દર્શન-ચારિત્ર-વીર્ય-ઉપયોગ આદિ ગુણોનો ઉત્કર્ષ થાય અને આત્મવિકાસ - આત્માનુભૂતિનો કંઈક સંકેત મળે એવું પરિણામ ન આવે તો ધર્મનો દોષ નથી, દોષ છે વ્યક્તિનો એટલે આત્મલક્ષી બનીને ધર્માચરણ કરવામાં આવે તો જ સ્વ-૫૨નું કલ્યાણ થાય. ભાવની વિશુદ્ધિને વૃદ્ધિ માટે જ્ઞાન આવશ્યક અંગ છે.
પંડિત દેવચંદ્રજીના પત્રો સુરત નિવાસી આરાધક બહેનોને ઉદ્દેશીને લખાયા છે જ્યારે અન્ય પત્ર લેખકોએ સાધુ કે શ્રાવકને સંબોધીને પત્રો લખ્યા છે વળી કેટલાક પત્રો સાધ્વીજી મ.સા.ને ઉદ્બોધન કરીને લખાયા છે. શ્રીમદ્ રાજચંદ્રના પત્રોમાં વ્યક્તિગત સંબોધન થયું છે તેમ છતાં મુમુક્ષુ આત્મસ્વરૂપ અને અન્ય વિશેષણોનો પ્રયોગ થયો છે તેવી જ રીતે યોગનિષ્ઠ આ. બુદ્ધિસાગરસૂરિના પત્રોમાં વિશેષણોનો પ્રયોગ થયો છે. કલાની દૃષ્ટિએ વિચારીએ તો પત્ર લેખકની કલ્પનાશક્તિ, ભાષાવૈભવ અને આધ્યાત્મિક પ્રેમનું દર્શન થાય છે. સ્વભાવ દશા પ્રતિ પુરૂષાર્થ કરવાનો માર્ગ દર્શાવ્યામાં આ. બુદ્ધિસાગરસૂરિએ વ્યવહાર અને નિશ્ચય નયનો આશ્રય લઈને પત્રમાં વિચારો પ્રગટ કર્યા છે. બંને મહાત્માઓના પત્રોમાં આત્મીય
Jain Education International
ξ
For Private & Personal Use Only
www.jainelibrary.org