________________
ક હોવાથી લેખ જેવા બની ગયા છે. શ્રીમદ્ રાજચંદ્ર આ ભુવનભાનુસૂરિ
પૂ.પં. શ્રી ભદ્રંકર વિજયજી ગણીવર્ય, આ. રત્નસુંદરસૂરિ, પૂ. ઉપા. અભયસાગરજી, નાનચંદ્રજી સ્વામી, સહજાનંદઘન, અમૃતલાલ દોશી વગેરેના પત્રો સ્વરૂપને વસ્તુની રીતે નમૂનેદાર છે. પત્ર લેખકોની સૃષ્ટિ આધ્યાત્મિક દુનિયાની સફર હોવાની સાથે મનુષ્ય જીવનના ઘડતરમાં સદ્ગણોના સંસ્કારોની વૃદ્ધિ થાય અને તેના દ્વારા જીવનમાં પરમ શાંતિને સમાધિ મળે તેવા પ્રેરક વિચારોનો અસ્મલિત પ્રવાહપત્રો વહે છે. તેનો અવશ્ય લાભ લેવા જેવો છે. શાસ્ત્રજ્ઞાનની દુર્બોધતાનો અહીં કોઈ સ્પર્શ નથી પણ સીધી સાદી સહજ વાણીમાં વ્યક્ત થયેલા વિચારો પ્રભાવોત્પાદક બન્યા છે.
જૈન સાહિત્યના પત્રો આધ્યાત્મિક અને ધાર્મિક છે. ગુરૂશિષ્ય, ગુરૂ અને ભક્તના મૈત્રીપૂર્ણ વ્યવહારથી આધ્યાત્મિક ઉન્નતિ કરવા માટે આ પત્રો પાયાના પથ્થર સમાન કાર્ય કરવાની સાથે અંગત અને મૈત્રી પત્રોની કક્ષાના પણ બને છે. પ્રેમપત્રો ભૌતિક અને નશ્વર પ્રણયની વિભાવના કરવાની મોહનીય કર્મની પરંપરા વધારે છે પરિણામે સંસારનું ભ્રમણ પણ વધી જાય છે ત્યારે આ બધા પત્રો નિરૂપાધિક પ્રણયનો શાશ્વત માર્ગ દર્શાવીને આત્માના મોક્ષ માટે શુભ નિમિત્તરૂપ બને છે.
વિષય વૈવિધ્ય
જૈન પત્ર સાહિત્યમાં વિષય વૈવિધ્ય નોંધપાત્ર છે. પત્રમાં બે વ્યક્તિ વચ્ચે વિચાર વિનિમય થાય છે પણ જૈન સાધુઓના પત્રોમાં વિચારોના વિનિમયમાં સંયમજીવનની આરાધના અને અધ્યાત્મ પર વિશેના વિચારોનો વિશેષતઃ સમાવેશ થયો છે. જૈન દર્શનના લગભગ ૪
૧3.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org