________________
આ સર્વજનહિતાય આત્મસાધનાની સામગ્રીરૂપે સાધન તરીકે સ્થાન
ધરાવે છે. આ પત્રો વ્યક્તિગત રીતે તો જ્ઞાનામૃતનું પાન કરાવે છે તેમ છતાં સૌ કોઈને એનો લાભ મળે છે. તેનાથી અપૂર્વ શ્રુતજ્ઞાન ભક્તિ થાય છે જે આત્માને કોઈને કોઈ રીતે ઉપકારક નીવડે છે. પત્ર સાહિત્ય મૂળભૂત રીતે કોઈ શિષ્ય શ્રાવક કે શ્રાવિકાને ઉદ્દેશીને પ્રસંગોચિત્ત સર્જાયું હોવા છતાં સર્વને માટે જ્ઞાનપ્રાપ્તિની સુવિધા પૂરી પાડે છે. પત્ર સાહિત્ય ધર્મપ્રેમી અને રસિક વાચકવર્ગને માટે તો કોઈ વૈજ્ઞાનિકની નવી શોધથી જે આનંદ થાય તેથી વિશેષ આનંદનો અવસર આ પત્ર સાહિત્યથી થાય છે પત્ર સાહિત્યના લેખકો ક્ષણિક સુખનાં સાધનોની શોધમાં પણ આત્માના શાશ્વત સુખના માર્ગ તરફ પ્રભુને ચરણે મસ્તક નમાવીને સમર્પણશીલતાથી જ્ઞાનભક્તિ અને ક્રિયામાં મસ્ત રહે છે. આ વિચારો ભવ્યાત્માઓને ભવભવના ફેરા ટાળવા માટે શાસ્ત્રોક્ત માર્ગ દર્શાવે છે. પરિણામે જૈન પત્ર સાહિત્યનું મૂલ્ય જિનવાણીના સંદર્ભમાં પણ ઉચ્ચકોટિનું છે.
લગભગ બધાં જ પત્રો ગુજરાતી ભાષામાં પ્રાપ્ત થાય છે. એકમાત્ર આ. વલ્લભસૂરિના પત્રો ગુજરાતી અને હિન્દી ભાષામાં લખાયેલાં છે. પંજાબના પ્રદેશના લોકોને ધર્મ જાગૃતિ માટે સ્થળને અનુરૂપ હિન્દી ભાષાનો પ્રયોગ કર્યો છે. પં. પ્રવરશ્રી ભદ્રંકર વિજયના પત્રો ગુજરાતી ભાષામાં છે અને આધ્યાત્મિક પત્રમાળામાં અંગ્રેજી ભાષામાં પત્રો લખાયેલા છે તેનો સંચય થયો છે. અર્વાચીનકાળમાં જૈન સાધુઓ અંગ્રેજી ભાષાના પણ જાણકાર છે અને નવીનતા કે પ્રભાવ માટે અંગ્રેજીનો પ્રયોગ થયો હોય તો તે સ્વાભાવિક છે.
વ્યવહારને પ્રવચનમાં પણ અંગ્રેજી શબ્દો, વાક્યો અને વાક્યાંશો પણ પર અવારનવાર પ્રયોજાય છે. પત્રગત વિચારોના સમર્થન - આધાર કે
( ૨૧
)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org