________________
ક કરવાનો મોંઘેરો પ્રસંગ પ્રાપ્ત થાય છે. પૂ. કીર્તિચંદ્રવિજયજના પત્રો આ પર્યુષણ પર્વના વિચારો પોતાની આગવી શૈલીમાં લખ્યા છે. તેના દ્વારા પર્વાધિરાજ પર્યુષણની માહિતી પ્રાપ્ત થાય છે. અમરેન્દ્ર વિજયના પત્રો આધ્યાત્મિક ચિંતનના પરિપાક રૂપે લખાયા છે. તેમાં સાધક આત્માને સાધનામાં માર્ગદર્શન મળે તેવા વિચારો પ્રગટ થયા છે. પંડિત અમૃતલાલ કાલિદાસ દોશીએ ભદ્રંકરવિજયજી સાથે પત્રો દ્વારા શાસ્ત્રીય વિચારોનો વિમર્શ કર્યો હતો અને પંડિતજીએ સ્વયં સંશોધન અને ચિંતન કર્યું હતું તે વિશેના પત્રો શ્રી ચંદ્રકાન્ત દોશીએ સંકલન કરીને પ્રગટ કર્યા છે.
બીજા વિભાગમાં જૈન ધર્મના અન્ય મતવાળા પત્રોનો સંચય થયો છે. શ્રીમદ્ રાજચંદ્રના નાનામોટા પત્રોના વિચારો સત્સંગ સમાન ઉપકારક બને છે. એમના પત્રોની સંખ્યા લગભગ ૯૫૦ કરતાં પણ અધિક છે. શ્રીમદ્ભા સમર્પણશીલ શિષ્ય અને મૈસુર રાજ્યના પંપીના રાજચંદ્ર આશ્રમના આદ્યસ્થાપક સહજાનંદધનના પત્રો શ્રીમની વિચારધારાને ચરિતાર્થ કરે છે. તેની સાથે પોતે યોગ સાધક હતા તે દષ્ટિએ યૌગિક અનુભવ વાણી પત્રોમાં સંચિત થઈ છે. માનવતા અને આત્મશ્રેયના વિવિધ વિચારોનું ભાથું એમના પત્રોમાંથી મળી આવે છે. તીથલની શિબિરમાં છ પદના પ્રવચન પત્રો રાજચંદ્રની વિચારધારામાં પૂર્તિ કરે છે. આત્માનું અસ્તિત્વ આત્માની નિત્યતા કર્મનો કર્તા ભોક્તા અને મોક્ષ વિશેના વિચારો વ્યક્ત થયા છે. મુનિ રત્નસેન વિજયજીએ હિન્દી ભાષામાં જીવનની મંગલયાત્રા નામથી પત્રો લખ્યા છે. પૂ. શ્રીએ મુમુક્ષુ પ્રદીપના નામની કલ્પના કરીને ઉબોધનરૂપે પત્રો લખ્યા છે તેમાં પાંચ મહાવ્રતનું - સ્વરૂપ, મહત્ત્વ, મર્યાદાપાલન, સાચું સુખ, સમાધાન - સમન્વયની છે
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org