________________
થાય છે. યુગવીર આચાર્ય વલ્લભસૂરિના પત્રો સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક વિષયોને સ્પર્શે છે. તેના દ્વારા સામાજિક ઉત્કર્ષ અને આધ્યાત્મિક વિકાસ અંગેના વિચારો વ્યક્ત થયા છે. વળી તેમાં સમાજ સુધારક તરીકેની એમની પ્રબળ માનવૃત્તિ સ્પષ્ટ રીતે સમજી શકાય છે. પૂ. આત્મારામજીના પત્રો વિશ્વધર્મ પરિષદ, ચિકાગો (અમેરિકા)માં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરવા અંગેના અંગ્રેજી ભાષામાં છે. તે અનુવાદ સાથે પ્રગટ કરવામાં આવ્યા છે. તે ઉપરથી આત્મારામજીના વ્યક્તિત્વની વિશિષ્ટતા જણાઈ આવે છે.
સાગરનું ઝવેરાત' એ શીર્ષક પૂ. ઝવેરસાગરજીગુરૂ અને આનંદસાગરસૂરિ શિષ્યનો સંદર્ભ દર્શાવે છે. આ પુસ્તકમાં સાગરાનંદસૂરીશ્વરજીના ગુરૂદેવશ્રી ઝવેરસાગરજી ઉપર અન્ય મહાત્માઓએ પત્રો લખ્યા હતા તે ઉપરથી પૂ. શ્રીના જીવન વિશેના લાક્ષણિક પરિચય પ્રાપ્ત થાય છે. આ પત્રો સાથે સામ્ય ધરાવતું અન્ય પુસ્તક “યશોધર્મ પરિમલ” છે જેમાં પૂ. આ. ધર્મસૂરિના વિદ્વાન સાહિત્ય કલારત્ન શિષ્ય યશોવિજયજીના જીવનનો પત્રો દ્વારા પરિચય થાય છે. આ પત્રો એ જીવનચરિત્ર લેખકો માટેની આધારભૂત દસ્તાવેજી વિગતો પૂરી પાડે છે. યશોધર્મ પરિમલ એ યશોદેવસૂરિના જીવનની ગુણ ગાથાની સાથે સંયમની આરાધના અને માનવતાવાદી જીવનશૈલીનું અનુસરણ કરે છે.
પ. પૂ. ભદ્રંકરવિજયજી ગણિવર્યના નામની સાથે નમસ્કાર મહામંત્ર એકરૂપ થયો છે. એમનું નામ સાંભળતાં જ નમસ્કાર મહામંત્રની સાધના, પ્રભાવ અને જાપનો મહિમા પ્રગટ થાય છે. એમના લગભગ ૫૦૦ પત્રો ૧૦ પુસ્તકોમાં વહેંચાયેલા છે. આ પત્રો વિષય વૈવિધ્યયુક્ત હોવાની સાથે માહિતી પ્રધાન અને આરાધક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org