________________
' બનતા નથી. તેમાં સાહિત્ય અને કલાનો સમન્વય થવો જોઈએ. આ જેન સાહિત્યના પત્રોમાં સાહિત્ય કલા અને જીવનનો ત્રિવેણી સંગમ સધાયો છે. આ પત્રોનું પ્રયોજન સંસારી જીવોને આત્મ કલ્યાણનો રાજમાર્ગ દર્શાવવાનો હોવાથી તેમાં તત્ત્વભૂત વિચારોની સાથે ઉપદેશનું તત્ત્વ એકરૂપ થયેલું હોય છે. પત્ર દ્વારા લેખકની આંતરિક લાગણી અને ભાવસૃષ્ટિનો પરિચય થાય છે એટલે આવા પત્રો દીર્ધકાળ પર્યત વાચકવર્ગને પ્રેરક બને છે.
ગુજરાતી ભાષાના સાહિત્યમાં કવિ કલાપી, કવિ કાન્ત, મણિલાલ ન. દ્વિવેદી, પ્રો. બ. ક. ઠાકોર, રાષ્ટ્રીય શાયર અને લોકસાહિત્યના પુરસ્કર્તા શ્રી ઝવેરચંદ મેઘાણી, કવિ ખબરદાર, મહાત્મા ગાંધીજી, મહાદેવભાઈ દેસાઈ, જવાહરલાલ નેહરૂ, સરદાર પટેલ વગેરેના પત્રો પત્ર સાહિત્યનાં દૃષ્ટાંતરૂપ છે. સાહિત્યકારોના પત્રો અંગત જીવનના પ્રસંગો, સાહિત્ય વિષયક વિચારો અને કૌટુંબિક સંબંધો જેવા વિષયોને સ્પર્શે છે. ગાંધીજી, મહાદેવભાઈ દેસાઈ અને સરદાર પટેલના પત્રો રાષ્ટ્રપ્રેમ અને જનજાગૃતિની સાથે સામાજિક પરિસ્થિતિને અનુલક્ષીને સમાજના લોકોના ઉદ્ધારની ભાવના દર્શાવે છે. તદુપરાંત આઝાદીની લડત અંગેના વિચારો પણ સ્થાન પામ્યા છે. પત્રના પ્રકારની દૃષ્ટિએ વિચારીએ તો આ પત્રો રાજદ્વારી - જાહેરપત્રો તરીકે સ્થાન પામે છે. કવિ કલાપી, કવિ કાન્ત, ખબરદાર, પ્રો. બ. ક. ઠાકોરના પત્રો અંગત જીવન વિષયક, કૌટુંબિક અને સાહિત્ય વિષયોને સ્પર્શે છે. સંતોની સાધનાના પરિપાકરૂપે દિવ્યવાણી વચનામૃતો એમના પત્રોમાંથી પ્રાપ્ત થાય છે. સ્વામી વિવેકાનંદ, રમણ મહર્ષિ, અરવિંદ - ઘોષ વગેરેના પત્રો અધ્યાત્મ અને ધર્મ વિશેના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org