________________
- જૈન સાહિત્યના પત્રોમાં સાધુ અને શ્રાવકોને સંબોધન કરવાની અલગ રીત જોવા મળે છે. પત્રનો વિષય : આધ્યાત્મિક, રાજકીય, ધાર્મિક, રાષ્ટ્રીય કે સાહિત્યિક કે સામાજિક હોય છે તેમ છતાં અન્ય વિષયોને લગતાં પત્રો હોય છે. પત્રને અંતે લેખકનું નામ કે સહી હોય છે પણ પત્રમાં મહત્ત્વની વાત તેમાં વ્યક્ત થયેલા વિચારોની છે.
પત્રના આંતરદેહમાં પત્ર લેખકના અનુભવો, જ્ઞાન અને અંગત માન્યતાઓનો સમાવેશ થાય છે. સાધુ-સંતોના પત્રોમાં વ્યવહારશુદ્ધિ અને આત્માના સ્વરૂપની પ્રાપ્તિ વિશેના આધ્યાત્મિક વિચારો કેટલાક શાસ્ત્રીય સંદર્ભોથી દર્શાવવામાં આવે છે. ઓછામાં ઓછા શબ્દપ્રયોગો દ્વારા અસરકારક રીતે વિચારો વ્યક્ત કરવા જોઈએ તેમ છતાં પત્રો સંક્ષિપ્ત અને વિસ્તારવાળા મળી આવે છે. વિસ્તારયુક્ત પત્રો લઘુ લેખની ગરજ સારે છે. લેખકની શૈલીમાં ગંભીરતા, પ્રવાહીતા, રસિકતા જેવા ગુણો હોવા જોઈએ. તેમાં વિશ્લેષણાત્મક રીતે તાત્ત્વિક વિચારોનું સ્પષ્ટીકરણ કરવામાં આવે. છે. તેમાંથી ચિંતનાત્મક મનનીય વિચારો પ્રાપ્ત થાય છે. પત્રલેખન એક કળા હોઈ તેમાં સ્વાભાવિકતા હોવી જોઈએ. પત્રોમાં લેખકનો અંતરઆત્મા બોલતો હોય એવી અનુભૂતિ થવી જોઈએ.
પત્ર લેખક વસ્તુને વિશિષ્ટ રીતે પત્રના આકારમાં વ્યક્ત કરે છે તેમ છતાં દીર્ધપત્રોનો પણ તેમાં સમાવેશ થયેલો છે. જૈન સાહિત્યના પત્રોમાં વ્યવહારશુદ્ધિ અને દાર્શનિક વિચારોનું વિશ્લેષણ થયેલું હોવાથી વિસ્તાર થયો છે. તેમાં તાર્કિક સુસંગતતા હોવાથી વાંચનારને જે તે વિચાર ગ્રહણ કરવામાં સરળતા રહે છે. પત્રની
ભાષા લોકભોગ્ય હોવી જોઈએ. તેમાં પારિભાષિક શબ્દપ્રયોગો -દુર્બોધ બને છે છતાં જિજ્ઞાસુ ભક્તોને માટે આવા શબ્દો બંધનરૂપ તે
(૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org