________________
અનેરી ક્ષણો ઉપલબ્ધ થઈ છે.પૂ. ગુરૂ ભગવંતોની સંયમની આરાધના શ્રુતજ્ઞાનોપાસના અને આત્મસાધનાના પરિપાક રૂપે આ પત્ર સાહિત્યની પ્રસાદી સર્વ સાધારણ જનતાને માટે અમૂલ્ય ભેટ છે. જેનો દિન પ્રતિદિન બુદ્ધિપૂર્વકનો ઉપયોગ કરવામાં આવે તો જ્ઞાનદષ્ટિ - વિવેકચક્ષુનો પ્રકાશ થતાં આત્માને પોતાની ઉન્નતિનો સાચોમાર્ગ હાથવેંતમાં મળી જાય છે.
પત્ર લેખન એ ગદ્ય રચનાનો એક વિશિષ્ટ પ્રકાર છે. વ્યવહારના પત્રો કરતાં અનોખી શૈલીમાં વિદ્વાનો, લેખકો, કવિઓ, સંતો, મહાત્માઓ, સાધુઓ, રાજકીય નેતાઓ વગેરે પત્રો લખતાં હોય છે. સામાન્ય રીતે લેખકો પત્ર લખવામાં આળસુ હોય છે અને અન્યના પત્રો સાચવવામાં બેદરકાર હોય છે પણ કેટલાક લેખકોને આ વિધાન લાગુ પડતું નથી.
જીવનના સંઘર્ષો, મનોમંથનો, સાહિત્યિક વિષયોને સ્પર્શતાં પત્રો પ્રાપ્ત થાય છે. જૈન સાહિત્યમાં પ્રભુ, ભક્તિ અને દાર્શનિક વિચારોની અભિવ્યક્તિવાળા પત્રો ઉપલબ્ધ થાય છે.
-
પત્ર લેખન એ સાહિત્યનો કોઈ ચોક્કસ ગદ્ય પ્રકાર નથી, એનો કોઈ નિશ્ચિત આકાર નથી. કોઈ સાહિત્યકાર કે મહાત્મા - સંત પુરૂષ વર્ગના લોકો એમના અનુયાયીઓ મિત્રોને પત્રો લખે તેને સાહિત્યમાં સ્થાન આપવામાં આવે છે. તેમાં સાહિત્યની દ્રષ્ટિ મહત્ત્વની છે. પત્ર લેખનની કળા ગદ્ય શૈલીનો અનોખો નમૂનો છે. વિવિધ પ્રકારના પત્રોના અભ્યાસને આધારે પત્ર સ્વરૂપનાં કેટલાંક લક્ષણો નીચે પ્રમાણે તારવવામાં આવે છે.
સંબોધન : સ્નેહી મિત્ર, પ્રિય વિદ્વાન જેવાં સંબોધનો ઉપરાંત
Jain Education International
૨
For Private & Personal Use Only
www.jainelibrary.org