________________
સંપાદકીય નિવેદન...
(
વિ. સં. ૨૦૫૭નું ચાતુર્માસ પ. પૂ. આ. શ્રી કુન્દકુન્દસૂરિની નિશ્રામાં ઘોઘા તીર્થમાં કર્યુ હતું. અત્રે નવખંડા પાર્શ્વનાથ ભગવાનની ઉત્તમ આરાધનાની સાથે શ્રુતજ્ઞાન ભક્તિની પ્રવૃત્તિ ચાલી રહી હતી. ‘‘પૂછતા નર પંડિતા’’ પ્રશ્નોત્તર ગ્રંથની તૈયારી ચાલતી હતી ત્યારે આ બુદ્ધિસાગરસૂરિ સંપાદિત ‘વિચારરત્નસાર'' પુસ્તકના પ્રશ્નોત્તરોનું અધ્યયન કરતાં પુસ્તકને અંતે દેવચંદ્રજી કૃત ત્રણ પત્રો વાંચવામાં આવ્યા અને સહજ સ્ફુરણા થઈ કે આ પ્રકારના બીજા પણ પત્રો હશે. આ માહિતીની એક વિચાર તરીકે નોંધ કરીને પ્રશ્નોત્તર પુસ્તક છપાવવા આવ્યા પછી જૈન પત્ર સાહિત્ય વિશે સંશોધન ચાલુ કર્યું.
કવિરાજ દીવિજય પુસ્તકના સંશોધનમાં ચંદરાજા અને ગુણાવળીનો પત્ર કાવ્યમાં હતો. તેનું પુનઃસ્મરણ કર્યું એટલે મધ્યકાલીન સમયમાં કાવ્યરૂપે પત્રો લખાયા હતા તેની વિગતો એકત્ર કરવાનું શરૂ કર્યું. આ રીતે મારી સંશોધન પ્રવૃત્તિ ગતિશીલ બની. પછી તો પત્રોની દુનિયામાં માનસિક વિહાર ચાલુ થઈ ગયો. આ બુદ્ધિસાગરસૂરિ, પૂ. પં. શ્રી ભદ્રંકરવિજય શ્રાવક કવિ મનસુખલાલ, સીમંધરસ્વામીના પત્રો વગેરે પ્રાપ્ત થયા. પ. પૂ. ગચ્છાધિપતિ આ. શ્રી જયઘોષસૂરિ, પ. પૂ. પં. શ્રી વજસેનસૂરિ કૈલાસસાગરસૂરિ જ્ઞાન મંદિર કોબા, વિદ્વાન મુનિ શ્રી ભુવનચંદ્રજી આદિના પત્ર-સંપર્કથી પત્ર સાહિત્યનાં પુસ્તકો પ્રાપ્ત થયા એટલે તેનું અધ્યયન નિયમિત ચાલુ કર્યું. જૈન પત્ર સાહિત્ય વિશેના પુસ્તક લેખનનો વિચાર સાકાર થયો. પત્રોની વિવિધતા જોતાં એમ વિચાર આવ્યો કે આ કોઈ દિવ્યપ્રકાશ છે. અમાસનો રાક્ષસી અંધકારમાં અટવાતા ભવ્યાત્માઓને સદાકાળ દિવ્ય પ્રકાશનો માર્ગ નિહાળવાની
Jain Education International
૧
For Private & Personal Use Only
www.jainelibrary.org