________________
પિતાના ખમીરથી જીતી લીધાં. તેમના ચહેરાની સૌમ્યતા, સ્વભાવની નમ્રતા, પ્રેમની શીતળતા, વૈરાગ્યની પ્રબળતા અને વ્યવહાર દક્ષતાથી વડીલ ગુરુજને, સ્થવીર ગુરુભાઈઓ, નવદિક્ષીતે, અનેક સંઘના ભક્તજને ઉપરાંત સંકુચિત દૃષ્ટિવાળા વિપરિત વર્ગને પણ તેમના પ્રત્યે અનન્ય આકર્ષણ થયું. તેમની ભકિત-શકિતથી ચતુર્વિધ સંઘમાં સંપ સુલેહ અને શાંતિની સરવાણીઓ ફૂટી નીકળી, દીક્ષા પછીના ત્રીજા અને અગિયારમાં વર્ષમાં ક્રમશઃ પૂ. તપસ્વીજી માણેકચંદ્રજી મહારાજ તથા પૂ. ગુરુદેવ જયચંદ્રજી મહારાજને વિયેગ થયે. એ દરમ્યાન ગુરુસેવામાં તત્પર, પૂ. પ્રાણલાલજી મહારાજ પૂરા કર્મયેગી બની, અગ્નિ પરીક્ષામાંથી પસાર થઈ, સાચું સોનું સાબિત થઈ ચૂક્યા હતા. બા. બ્ર. પૂજ્ય ગુરુદેવ જયચંદ્રજી મહારાજની ગંભીરતા તથા બા.બ્ર. પૂજ્ય તપસ્વીજી માણેકચંદ્રજી મહારાજના તપતેજની પ્રતિભા, આ બંને મહાપુરુષોના નૈસર્ગિક ગુણે તેમનામાં સમભાવે પ્રગટ થયા હતા. આત્માનું ચૈતન્ય સામિલ થવાથી તેમની વાણીમાં ધર્માચાર્યને પ્રભાવ જણાત. પ્રવચન દરમ્યાન પીરસાતા હાસ્યરસ તેમજ કરુણરસ પર તેમનું પ્રભુત્વ અજબ હતું.
વિક્રમ સંવત ૧૯૬માં પંજાબ કેસરી પૂજ્ય આચાર્ય વર શ્રી કાશીરામજી મહારાજ અન્ય સંતે સાથે સૌરાષ્ટ્રમાં પધારેલા. પૂજય શ્રી પ્રાણલાલજી મહારાજને જુનાગઢમાં તેમને સમાગમ થયો. પંજાબ કેસરી મહારાજ સાહેબની પ્રવચન માટેની નિમંત્રણ–હાકલને માન આપીને પૂજ્ય શ્રી પ્રાણલાલજી મહારાજે હજારની જનમેદની સમક્ષ સિંહનાદ જેવા બુલંદ અવાજે પ્રવચનને પ્રારંભ કર્યો. સભા જ્ઞાનરસમાં તરબળ બની ગઈ. પ્રવચન પુરૂં થયું પણ બધા મંત્રમુગ્ધ થઈ ગયા. આ સમયે પ્રસન્ન થયેલા પૂ. શ્રી પંજાબ કેસરી મહારાજ સાહેબે આશીર્વાદ ભર્યા બુલંદ અવાજે તેમને “સૌરાષ્ટ્ર કેસરી પદથી વિભૂષિત કર્યા. ઉપસ્થિત માનવ સમુદાયે, સૌરાષ્ટ્ર કેસરી પૂ. શ્રી પ્રાણલાલજી મહારાજના જયનાદ સાથે આનંદ વ્યકત કર્યો. - પૂજ્ય શ્રી જય-માણેક ગુરૂદેવના અધૂરા મનોરથ પૂર્ણ કરવા એમણે, (૧) સમન્વયવાદ (૨) લોકપકાર અને દાનધર્મની પ્રધાનતા (૩) જ્ઞાન સંસ્થા નિર્માણ–એમ રત્નત્રય જેવા ત્રણ સિદ્ધાંત અપનાવી તપ ધર્મની મહત્તા સમજાવી, તેના દ્વારા શાસન ઉન્નતિ, સમાજ ઉન્નતિ અને જ્ઞાનમાર્ગને વિકાસ આ ત્રણ હેતુઓ સિદ્ધ કરવા ઘેર તપસ્વી બા. બ્ર. પૂ. શ્રી રતિલાલજી મહારાજ, તપેદની પૂ. જગજીવનજી મહારાજ, પંડિત રત્ન બા. બ્ર. પૂ. શ્રી જયંતિલાલ મહારાજ, મધુર વ્યાખ્યાની બા.બ્ર. પૂ. શ્રી ગિરીશચંદ્રજી મહારાજ આદિ સંતને તથા અનેક સતીઓને જ્ઞાન સમૃદ્ધિ સાથે સંયમથી વિભુષિત કરી, શાસનને ચરણે ધરી, તેમની અગમ દષ્ટિએ પ્રભુ મહાવીરના પદાર્પણથી પુનિત થયેલ ભૂમિને પુનરૂદ્ધાર કરવા અનેક અજ્ઞાનીઓના અંધકાર રૂપી પાષાણુને ભેદવા અનુજ્ઞા, પ્રેરણા અને આર્શીવાદ આપી તેમને પશ્ચિમથી પૂર્વની નવી દિશા-નવી વાટ ઊઘાડી આપી. ૩૦ વર્ષ થયાં તેમનાં વિશાળ પરિવારના અંતે અને સતીજીએ ઉત્તર ભારત, પૂર્વ ભારત, પશ્ચિમ ભારત અને મધ્ય ભારતમાં અવિરત પણે વિચરી