________________
૩૮
પ્રાણલાલના જીવનમાં વજપાત થયે. અંતિમ સમયે માતાએ પોતાના બાળકોને વિદાય સંદેશ આપતા ધર્મનું ભણવા અને ધર્મમાં શ્રદ્ધા રાખવા જણાવ્યું હતું. પ્રાણને આત્મા ચિંતનમાં ગરકાવ થઈ ગયું હતું. દિવસે વીતતા હતા. વિચારમંથનમાં અટવાયેલા પ્રાણને માતૃવિયેગની કંઈક કળ વળે તે પહેલાં જ વિધાતાએ એક વધુ પ્રહાર કર્યો. શ્રી કેશવજીભાઈ પિતાની સુલક્ષણે અર્ધાગનાને વિરહ ન સહી શક્યા. હજુ તે માતાના વિયેગને છ માસ થયા હતા ત્યાં પ્રેમાળ પિતા પણ પરલેકવાસી થયા. બસ આ દ્વિધા અસરથી પ્રાણને અંતરાત્મા જાગી ઊઠશે. આ ભાગ્યવંત આત્માની વૈરાગ્ય પ્રાપ્તિ તે સહજ હતી. આ વખતે જ બા. બ્ર. પૂજ્ય શ્રી જયચંદ્રજી મહારાજનું વિ. સં. ૧૯૬ળું ચાતુર્માસ વેરાવળ થયું હતું. ગોચરીએ પધારેલા પૂજ્ય ગુરુદેવને “પ્રાણે પોતાના હાથે આહાર વહરાવ્યું. “પ્રાણ પ્રત્યે પ્રેમભરી નજરે જોઈ રહેલા ગુરુદેવને તે આજે દ્રવ્યની સાથે ભાવ આહાર પણ મળ્યું હતું. તેમણે આત્માની શાંતિ અને અન્યની શોધ માટે આમંત્રણ આપ્યું. પ્રાણને તે જોઈતું હતું તે જ આવી મળ્યું, ગુરુચરણમાં પહોંચી તેણે ધાર્મિક અભ્યાસ શરૂ કર્યો. આમ વિયોગનું દુઃખ ભૂલાવા લાગ્યું.
પ્રાણલાલના મોટાભાઈ ભીમજીભાઈ સારે એ અભ્યાસ કરી પ્રસિદ્ધ વકીલ બનેલ હતા. ધાર્મિક અભ્યાસ માટે પ્રાણલાલને બહારગામ જવા દેવાની તેમની આનાકાની પછી આખરે મામા- હીરાચંદશેઠની દરમ્યાનગીરીથી પ્રાણલાલને રજા મળી. આમ માંગરોળની નવી ન પાઠશાળામાં, બાં. બ્ર. પૂજ્ય તપસ્વીજી માણેકચંદ્રજી મહારાજના સાંનિધ્યમાં, પ્રાણલાલને ધાર્મિક અભ્યાસ આગળ વધે. આ પછી ક્રમશઃ વિ. સં. ૧૯૭૨–ધોરાજી, ૧૯૭૩-રાજકેટ, ૧૯૭૪–વેરાવળ અને ૧૫ગેડલ વગેરે સ્થળોએ, બા. બ્ર. પૂજ્ય શ્રી જયચંદ્રજી મહારાજ અને બા. બ્ર. તપસ્વીજી માણેકચંદ્રજી મહારાજના ચાતુર્માસ થયા. આ સમય દરમિયાન સાથે રહેલા પ્રાણલાલને અભ્યાસ ખૂબ જ પરિપુષ્ટ થયે, જ્ઞાન પચવા લાગ્યું. આમ તેઓ દીક્ષાના ઉમેદવાર તરીકે, શાસ્ત્રીય અભ્યાસ કરીને તૈયાર થઈ ચૂક્યા હતા. પરંતુ દીક્ષા માટે મોટાભાઈ પાસેથી આજ્ઞા મેળવવાના ઘણા પ્રયત્ન નિષ્ફળ થયા હતા. આ દરમ્યાન બગસરા શ્રી સંઘે ખૂબ જ ઉત્સાહથી કાર્ય ઉપાડી લેવાની જોરદાર રજુઆત સાથે વૈરાગી પ્રાણલાલ ભાઈની દીક્ષા બગસરામાં જ થાય તે માટે . ગુરુદેવને આગ્રહ કરતાં તે માટે સંમતિ મળી ગઈ. એ વખતે મોસાળ પક્ષના વડીલેની દરમ્યાનગીરીથી, આખરે ભીમભાઈને સમજાવવામાં સફળતા મળતાં વૈરાગી પ્રાણલાલભાઈને દીક્ષાની આજ્ઞા પણ મળી ગઈ, ૨૧ વર્ષના યુવાન વૈરાગી વીર માટે બગસરા શ્રી સંઘે ભવ્ય દીક્ષા સમારોહ યે. આમ મહાપ્રાણુ બનવાને ગ્ય બનેલા “પ્રાણ વિ. સં. ૧૯૭૬ના ફાગણ વદ ૮ ના બગસરા મુકામે દીક્ષા લઈ બા. બ્ર. પૂજય શ્રી જ્યચંદ્રજી મહારાજના શિષ્ય બન્યા.
દીક્ષા પછી યુવાન ગીરાજ બા. બ્ર. શ્રી પ્રાણલાલજી મહારાજે વિદ્યુતવેગે એવી અપૂર્વ પ્રગતિ સાધી કે, તેમણે સમાજના દરેક વર્ગના અબાલ, વૃદ્ધ, યુવાન, પ્રૌઢ વગેરેના હૃદય