________________
હે ગરુદેવ ! આપ મુકિતને માર્ગ પ્રકટ કરવામાં એક અનેખા પ્રમુખ (ઉત્કૃષ્ટ) દીપક છે. કારણ કે દ્રવ્ય દીપકમાં તે વાટ હોય છે, જેથી ધુમાડો પેદા થાય છે. તથા તે દીપક અલ્પ સમય સુધી જ બળે છે. અને દ્રવ્ય અંધકારને જ દૂર કરી શકે છે, પરંતુ ભાવદીપકરૂપ આપ બત્તી (વાટ) અને ધુમાડાથી રહિત છે. હંમેશને માટે પ્રજવલિત રહેનાર છે અને મિથ્યાત્વરૂપ ભાવ અંધકારને નાશ કરનાર છે. આવા ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબને હું ભાવ પૂર્વક વંદના કરું છું. મેં પ
જેવી રીતે સૂર્યોદય થવાથી કમળ ખીલી ઊઠે છે. અર્થાત વિકસિત થઈ જાય છે. તેવી જ રીતે આપનાં દર્શનથી બધાં મનુષ્ય પ્રસન્ન થઈ જાય છે. આમાં પણ એટલી વિશેષતા છે કે, સૂર્યમંડલ તે તાપથી તપેલ હોય છે. જ્યારે આપનું મુખ સૌમ્ય શીતલ અને નિર્વિકાર છે. આવા ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબને હું ભક્તિપૂર્વક વંદના કરું છું. ૬
જેનું મુખ હંમેશાં કુપા અને પ્રસન્નતાપૂર્ણ છે. જેનાં નેત્રોમાંથી જાણે અમૃતની વૃષ્ટિ થઈ રહી છે. જેનું હૃદય સરલ અને શુદ્ધ છે અને જેમની વાણુને પ્રવાહ તે જાણે અમૃતને સ્ત્રોત (ઝરણું) જ વહી રહ્યો હોય એવે છે, આવા આ ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબને ભકિતપૂર્વક વંદના કરું છું. જે ૭
નનુ તિ નિત મજે ” એમ માનું છું કે સમ્યજ્ઞાન દર્શન ચારિત્રરૂપ રત્નત્રયની ઉત્કૃષ્ટ આરાધના કરવાથી આપ એકાવતારી બની ગયા છે. એટલું જ નહિ, પરંતુ તીર્થકર નામ ગોત્ર બાંધવાના વીસ બોલની ઉત્કૃષ્ટ ભકિતપૂર્વક આરાધના કરવાથી તીર્થકર નામ ગોત્ર પણ તમે બાંધ્યું હોય અને તેથી જ આપ ભવ્ય પ્રાણીઓને માટે શરણભૂત (શરણરૂપ) બની ગયા છે. આવા ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબને હું ભકિતપૂર્વક વંદના કરું છું. તે
સૌરાષ્ટ્ર કેસરી પૂજ્ય શ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબના ગુણરૂપી ફૂલને ચૂંટી અને તેમની ઉજજવલ યશકીર્તિથી (સુગંધિત) દેરામાં પરેવી મરુધર મુનિ વીર પુત્ર શ્રી “ઘેવરચંદ્રજીએ” સર્વ સુખોને આપનાર ગુણમાળા ગુંથી છે. બનાવી છે.) આ ગુણમાળાને જે વ્યક્તિ સદા કંઠમાં ધારણ કરે છે. અર્થાત્ આ ગુણાષ્ટકને કંઠસ્થ કરે છે તેને તરત જ શીઘ્રતાથી મેક્ષરૂપી લક્ષ્મી પ્રાપ્ત થાય છે. જે ૧ છે
મરુધર મુનિશ્રી વીર પુત્ર ઘેવરચંદ્રજી મહારાજ સાહેબે પ્રાણસમા ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબનું આ ગુણાષ્ટક બનાવ્યું છે. આ ગુણાષ્ટકને જે વ્યકિત ભાવપુર્વક વાંચે છે, અથવા બીજાને સંભળાવે છે તે નિશ્ચય શિવ (કલ્યાણ-મેક્ષ)ને પ્રાપ્ત કરી ત્યે છે