________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨/ ઢાળ-૧૦ | ગાથા-૨
વળી, જેઓને વિસ્તારરુચિ સમ્યક્તને પ્રાપ્ત કરવાની ઉત્કટ ઇચ્છા હોય તેઓ વિસ્તારરુચિ સમ્યગ્દષ્ટિ એવા ગીતાર્થ મુનિ પ્રત્યે અવશ્ય રાગવાળા હોય છે અને તેવા જીવોને યોગ્યતાથી દ્રવ્યસમ્યક્ત હોય છે. જેમ વ્યાવસ્તવરૂપ ચારિત્રના કારણપણાથી દ્રવ્યસ્તવરૂપ શ્રાવકની પૂજા છે તેમ ભાવસમ્યવના કારણપણારૂપે દ્રવ્યસમ્યક્ત તેવા મહાત્મામાં છે. જેને ભાવસમ્યક્ત પ્રત્યે અત્યંત રુચિ છે અને ભાવસમ્યક્તવાળા મહાત્મા પ્રત્યે અત્યંત રાગ છે, તેવા દ્રવ્યસમ્યક્તવાળા મહાત્મા અને ભાવસભ્યત્વવાળા મહાત્મા એ બે પ્રકારના સમ્યક્તવાળા જીવો દાનાદિક જે કાંઈ થોડી ક્રિયાઓ કરે છે તે સર્વ સફળ થાય છે. માટે પોતાની દાનાદિક ક્રિયા મોક્ષનું કારણ બને તે રીતે સફળ કરવા અર્થે બે પ્રકારમાંથી સ્વશક્તિ અનુસાર ભાવસમ્યક્તને કે દ્રવ્યસમ્યક્તને અવશ્ય ધારણ કરવું જોઈએ. આથી જ છઠ્ઠી વિંશિકાની વીશમી ગાથામાં કહ્યું છે કે, જે જીવોને ભાવસમ્યક્ત કે દ્રવ્યસમ્યક્ત પ્રાપ્ત થયું છે, તેઓની જ દાનાદિક ક્રિયાઓ સફળ છે અને સમ્યગ્દષ્ટિની દાનાદિક ક્રિયા પરાકાષ્ઠાને પામીને મોક્ષમાર્ગમાં વિશ્રાંત થાય છે. તેથી એ ફલિત થાય કે, સમ્યગ્દષ્ટિ જીવો ભગવાનના વચનના સૂક્ષ્મતત્ત્વને જાણનારા છે તેથી તેઓની ક્રિયા વીતરાગ થવાના વ્યાપારવાળી છે. આ ક્રિયાઓ જ્યારે પરાકાષ્ઠાને પ્રાપ્ત કરે છે ત્યારે ક્ષપકશ્રેણીને પામીને વીતરાગતામાં વિશ્રાંત થાય છે માટે મોક્ષફળવાળી છે. જેઓને ભાવસમ્યક્ત કે દ્રવ્યસમ્યક્ત પ્રાપ્ત થયું નથી તેઓની સર્વ ક્રિયા વિતરાગગામી નહીં હોવાથી બુદ્ધિના અંધાપારૂપ જાણવી. આથી જ તેઓ બાહ્ય ક્રિયાઓ કરીને એવા પરિણામ ધારણ કરે છે કે “અમે મોક્ષમાર્ગને આરંભીએ છીએ” વસ્તુત: તે ક્રિયાઓ વીતરાગભાવને અનુકૂળ. કઈ રીતે બને ? તેનો કોઈ બોધ ન હોવાથી તે ક્રિયાઓ બુદ્ધિના અંધાપારૂપ બને છે. આથી જ ગ્રંથકારશ્રી કહે છે કે સમ્યક્ત વગરના જે સાધુઓ અગીતાર્થ છે અને જેઓ અગીતાર્થને નિશ્ચિત છે તેઓ પોતપોતાના અભિનિવેશથી હઠમાર્ગમાં પડ્યા છે=ભાવપ્રાણ વગરની બાહ્ય ક્રિયાઓ કરીને “આ ક્રિયાઓ દ્વારા અમે મોક્ષમાર્ગમાં પડ્યા છીએ” એવા અભિનિવેશથી હઠમાર્ગમાં પડ્યા છે, તે સર્વ જાતિઅંધ સમાન જાણવા.
જેમ જાતિઅંધ પુરુષ “આ વસ્ત્ર લાલ છે, કાળું છે' ઇત્યાદિ જાણતો નથી તેમ આવા સાધુઓ પોતે જે ક્રિયા કરે છે તે “મોક્ષને અનુકૂળ છે કે મોક્ષને પ્રતિકૂળ છે તેના રહસ્યને જાણતા નથી, માત્ર બાહ્ય આચારોના બળથી પોતે કંઈક કલ્યાણને પ્રાપ્ત કરશે એવો ભ્રમ પ્રાપ્ત કરે છે. આ સાધુઓ “આ ક્રિયા મારું ભલું કરવાનું કારણ છે તેમ જાણીને ક્રિયાઓ કરે છે, તોપણ તે ક્રિયાથી પોતાની મિથ્યારુચિની જ પુષ્ટિ કરે છે, તેથી બાહ્ય સુંદર ક્રિયા દ્વારા પણ તેઓનું “ભલું થતું નથી. આને સામે રાખીને શાસ્ત્રમાં કહેવાયું છે કે, “સુંદર બુદ્ધિથી કરાયેલું તેઓનું અનુષ્ઠાન બહુ પણ સુંદર થતું નથી'; કેમ કે, તત્ત્વને જાણવાની ઉપેક્ષા કરીને પોતાના મંદ બોધમાં “પોતે તત્ત્વને જાણે છે” એવો ભ્રમ ધારણ કરીને પોતાની વિપરીત રુચિને દઢ કરે છે. માટે “સમ્યક્ત વગર સર્વ ક્રિયાઓ નિષ્ફળ છે તેમ જાણીને સમ્યક્તપ્રાપ્તિમાં પ્રબળ કારણભૂત દ્રવ્ય, ગુણ અને પર્યાયના ભેદનું જ્ઞાન કરીને નિર્મળ એવા સમ્યક્તને તમે આદરો” એ પ્રકારનો હિતોપદેશ ગ્રંથકારશ્રી આપે છે, જેથી સમ્યક્તમાં ઉદ્યમ કરીને યોગ્ય જીવો થોડી પણ દાનાદિક ક્રિયાઓ સફળ કરી શકે. II૧૦/શા