________________
૨૪૪
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨] ઢાળ-૧૬ | ગાથા-૩ પર્યાયોરૂપે ઉત્પન્ન થાય છે અને પૂર્વ પૂર્વના પર્યાયોરૂપે નાશ પામે છે તેમ બતાવીને આત્મહિત માટે કયા પર્યાયને પ્રગટ કરવા અર્થે ઉદ્યમ કરવો જોઈએ ? અને કયા પર્યાયનો નાશ કરવા અર્થે યત્ન કરવો જોઈએ ? જેથી ઉપદ્રવવાળી અવસ્થાથી મુક્ત થઈને નિરુપદ્રવવાળી અવસ્થાની પ્રાપ્તિ થાય એ લક્ષ્યને સામે રાખીને જ ત્રિપદીમાંથી દ્વાદશાંગી ઉત્પન્ન થઈ છે. દ્વાદશાંગીના સારભૂત કરેમિ ભંતે' સૂત્ર છે; કેમ કે કરેમિ ભંતે સૂત્રના બળથી જ અનંતા જીવો પોતાના આત્માના શુદ્ધ દ્રવ્ય, શુદ્ધગુણો અને શુદ્ધ પર્યાયને પ્રાપ્ત કરીને મોક્ષસુખને પામ્યા. તેનો જ યથાર્થ બોધ કરવા માટે દ્રવ્ય-ગુણ-પર્યાયનું અનેક નયષ્ટિઓથી પ્રસ્તુત ગ્રંથમાં કથન કરેલ છે; તેથી પ્રસ્તુત ગ્રંથ એ જિનપ્રણીત બ્રહ્માણી છે.
આ ગ્રંથને ભલીપરિ સાંભળો તે તત્ત્વરત્નની ખાણ છે.” એમ ગ્રંથકારશ્રીએ કહ્યું તેથી એ પ્રાપ્ત થાય કે જે મહાત્મા સંસારને રૌદ્રરૂપે જાણે છે, સંસારની અવસ્થામાંથી મુક્ત થવાના અર્થી છે તેઓ તેના ઉપાયરૂપે આત્માના શુદ્ધગુણો અને શુદ્ધ પર્યાયોને પ્રગટ કરવાની આવશ્યકતા સમજે છે. તેને પ્રગટ કરવાના ઉપાયરૂપ સર્વ નયદૃષ્ટિઓ છે. પ્રસ્તુત ગ્રંથમાં બતાવેલી સર્વ નયદૃષ્ટિઓ કઈ રીતે આત્માની મધ્યસ્થ પરિણતિને અતિશય અતિશયતર કરીને ક્ષપકશ્રેણીનું કારણ છે ? તેવા પ્રકારનો બોધ થાય તે રીતે પ્રસ્તુત ગ્રંથને સાંભળવામાં આવે તો યોગમાર્ગને અનુકૂળ એવી જીવની પરિણતિરૂપ રત્ન, તસ્વરૂપ સમ્યજ્ઞાન, સમ્યગુદર્શન અને સમ્મચારિત્ર છે, તેની ખાણ=ઉત્પત્તિનું સ્થાન, પ્રસ્તુત ગ્રંથ છે. માટે દૃઢ અવધાનપૂર્વક સંસારના ઉચ્છેદનું કારણ બને તે પ્રકારના ભાવોની નિષ્પત્તિને અનુકૂળ ઉચિત દિશાનો બોધ થાય તે પ્રકારે પ્રસ્તુત ગ્રંથને જાણવા યત્ન કરવો જોઈએ. જેથી આત્મામાં ગુણરૂપી રત્નો પ્રગટ થાય. આ રત્નોના બળથી પોતાનો આત્મા ઉત્તર ઉત્તરના ભવોમાં સદ્ગતિઓની પરંપરા દ્વારા અંતે પૂર્ણ સુખમય એવી આત્માની મુક્ત અવસ્થાને પ્રાપ્ત કરે.
વળી, પ્રસ્તુત ગ્રંથ શુભમતિની માતા છે; કેમ કે જે મહાત્માને રૌદ્ર સંસારથી ઉદ્વેગ થયો છે તે મહાત્મામાં કંઈક શુભમતિ થઈ છે, તોપણ રૌદ્ર સંસારના ઉચ્છેદના કારણભૂત શુભમતિવિશેષ તેમને થઈ નથી, છતાં જો તે મહાત્મા દઢ અવધાનપૂર્વક પ્રસ્તુત ગ્રંથના પરમાર્થને જાણે તો રૌદ્ર એવા સંસારનો ઉચ્છેદ કરવા સમર્થ બને એવી શુભમતિ તે મહાત્માને પ્રગટે છે. તેથી યોગ્ય જીવમાં મોહનાશને અનુકૂળ એવી રમ્ય મતિ પ્રગટ કરનાર માતાતુલ્ય પ્રસ્તુત ગ્રંથ છે. જેમ માતા બાળકને પ્રસવન કરે છે તેમ પ્રસ્તુત ગ્રંથ તેવા મહાત્મામાં ઉત્તમ મતિને જન્મ આપે છે.
વળી, અનાદિ કાળથી આત્મામાં દુર્મતિ વર્તે છે તેથી શરીર સાથે અભેદ કરીને આત્માના પરમ શત્રુભૂત એવા શરીરને જ સંસારી જીવો પરમ મિત્ર ગણે છે અને તેના લાલનપાલન અર્થે સર્વ પાપો કરીને પોતાનું જ અહિત કરે છે. આત્મા સાથે શરીરનો અભેદ છે તેવી સ્થિર બુદ્ધિરૂપ મિથ્યાત્વ આદિની પરિણતિરૂપ જે દુર્મતિ છે તે જીવે અતિ સુઅભ્યસ્ત કરી છે, તેથી ઉપદેશાદિને સાંભળીને સંસારના ઉચ્છેદના અર્થી પણ જીવોને કોઈક એવાં નિમિત્ત પામીને દુર્મતિ ઉલ્લસિત થાય છે. આથી જ ચૌદ પૂર્વધરો પણ પ્રમાદને વશ થાય તો દુર્મતિના બળથી નિગોદમાં જાય છે. આવી દુર્મતિરૂપ વેલી, જે આત્મામાં સ્થિર થઈ છે, તે વેલીને છેદવા માટે કુહાડીતુલ્ય પ્રસ્તુત ગ્રંથની વાણી છે. માટે જે મહાત્મા પ્રસ્તુત ગ્રંથના રહસ્યને