________________
૨૭૦
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ / કળશ | ગાથા-૧, કાવ્યમ્ / ગાથા-૧ આગમરૂપ સમુદ્રમાંથી ગહન અર્થોને ગ્રહણ કરીને પોતાના આત્માને ભાવિત કરવા માટે દ્રવ્ય-ગુણપર્યાયનું સ્વરૂપ અનેક રીતે બતાવેલું છે અને તેના ભાવનથી સ્વયં તરી રહ્યા છે તથા યોગ્ય જીવોને તારવા માટે ઉત્તમ ગ્રંથોની રચના કરી છે આવા ગુરુ શ્રેષ્ઠ જહાજ સમાન છે. તેમનાં શાસ્ત્રોથી ગ્રંથકારશ્રીને જે દ્રવ્ય-ગુણ-પર્યાયની વાણી પ્રાપ્ત થઈ છે તે ગ્રંથકારશ્રીએ અત્યાર સુધી વિસ્તારી છે, તેથી તે વાણી યોગ્ય જીવોને તરવાનું પ્રબળ કારણ છે એમ સૂચિત થાય છે.
ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગ્રંથમાં જે આ વાણી ભાખી છે તે કોના માટે કહી છે ? તેથી કહે છે –
જે સુજનરૂપી મધુકર છે અને સુરતની મંજરીમાં રમણ કરવાની પ્રકૃતિવાળા છે તેમના માટે આ વાણી ભાખી છે અર્થાત્ આત્મદ્રવ્યમાં છ દ્રવ્યોના બોધને જોડનારા છે તેવા ભલા લોકોને કલ્પવૃક્ષની મંજરી જેવી પ્રસ્તુત વાણી છે. જેમ ભમરાને માલતી આદિ પુષ્પોની મંજરીમાં તો રસ ઉત્પન્ન થાય છે; પરંતુ કલ્પવૃક્ષની મંજરીમાં અત્યંત રસ ઉત્પન્ન થાય છે, તેમ આત્મદ્રવ્યના પારમાર્થિક સ્વરૂપને જાણવાના અર્થી જીવોને ભગવાનનું શાસન કલ્પવૃક્ષ જેવું દેખાય છે; કેમ કે સર્વશ્રેષ્ઠ ફળને આપનાર છે અર્થાત્ સદ્ગતિની પરંપરા દ્વારા પૂર્ણ એવા મોક્ષસુખરૂપી ફળને આપનારા છે માટે કલ્પવૃક્ષ સમાન છે અને તેમાં રહેલી મંજરીતુલ્ય પ્રસ્તુત ગ્રંથ છે તેથી આત્માર્થી જીવોને મહાકલ્યાણનું કારણ છે.
આ પ્રકારે પ્રસ્તુત ગ્રંથ કોનાથી ઉદ્ભવ્યો ? કઈ રીતે ઉદ્ભવ્યો ? અને કેવા જીવોને ઉપકાર કરનાર છે ? તે બતાવ્યા પછી પોતાના ગુરુના ઉલ્લેખપૂર્વક આશીર્વચન કહે છે.
શ્રી નયવિજય પંડિત થયા, તેમના શિષ્ય શ્રી યશોવિજય થયા, જે ભગવાનના શાસનના રહસ્યને જાણનારા છે, તેઓને પ્રસ્તુત ગ્રંથની વાણી જયને કરનારી છે અર્થાત્ અવશ્ય સદ્ગતિઓની પરંપરાની પ્રાપ્તિરૂપ યશ અને સૌભાગ્યની પ્રાપ્તિ કરાવનારી છે. આવી વાણી ભગવાનની વાણી છે, તે ચિરકાળ જય પામો એ પ્રકારનાં આશીર્વચન છે અર્થાત્ તે પ્રકારની ઇચ્છાને અભિવ્યક્ત કરનાર છે. IIII
- કાવ્ય
ગાથા :
इयमुचितपदार्थोल्लापने श्रव्यशोभा बुधजनहितहेतुर्भावनापुष्पवाटी ।
अनुदिनमित एव ध्यानपुष्पैरुदारैर्भवतु चरणपूजा जैनवाग्देवतायाः ।।१।। અન્વયાર્થ:
વિતપદાર્થોત્સાપને=ઉચિત પદાર્થોના ઉલ્લાપનમાં=પ્રસ્તુત ગ્રંથમાં બતાવેલા દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ