Page #1
--------------------------------------------------------------------------
________________
ન્યાયાચાર્ય-ન્યાયવિશારદ-શ્રીમદ્ યશોવિજયજી મહારાજા વિરચિત
સ્વોપજ્ઞટળા સહિત
દ્રવ્યગુણપર્યાયનો રાસ.
શબ્દશઃ વિવેચન
ભાગ-૨
| વિવેચક: પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા
//
Page #2
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨
શબ્દશઃ વિવેચન
*ગ્રંથકાર ટબાકર્તા *
ન્યાયાચાર્ય-ન્યાયવિશારદ-શ્રીમદ્ યશોવિજયજી મહારાજા
* દિવ્યકૃપા *
વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક સ્વ. પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા તેઓશ્રીના શિષ્યરત્ન ષગ્દર્શનવેત્તા, પ્રાવચનિકપ્રતિભાધારક સ્વ. ૫. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા
ૐ આશીર્વાદદાતા
વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક સ્વ. પ. પૂ. આચાર્યદેવેશ
શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય વર્તમાન શ્રુતમર્મજ્ઞાતા વિદ્વાન ૫. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા
• વિવેચનકાર -
પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા
* સંકલનકારિકા * પારૂલ હેમંતભાઈ પરીખ
પ્રકાશક *
તાથ
‘શ્રુતદેવતા ભવન’, ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭.
Page #3
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ શબ્દશઃ વિવેચન
વિવેચનકાર + પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા
વીર સં. ર૫૩૯ : વિ. સં. ૨૦૬૯
જમ
આવૃત્તિ: પ્રથમ 1 નકલ : ૫૦૦
મૂલ્ય : રૂ. ૨૦૦-૦૦
આર્થિક સહયોગ કર, પૂજ્ય માતુશ્રી સ્વ. વિમળાબેન તથા પૂજ્ય પિતાશ્રી સ્વ. રમણલાલ ભોગીલાલ ગાંધીની પુણ્યસ્મૃતિમાં,
પ્રજ્ઞાલોકના ટ્રસ્ટીઓ શ્રી ઉત્તમભાઈ રમણલાલ ગાંધી અને
ગીતાબેન ઉત્તમભાઈ ગાંધી
: મુખ્ય પ્રાપ્તિસ્થાન :
જાતથOcક
૧૫૯/
મૃતદેવતા ભવન, ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફતેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭.
Email : gitarthganga@yahoo.co.in, gitarthganga@gmail.com
Visit us online : gitarthganga.wordpress.com
* મુદ્રક *
સર્વોદય ઓફસેટ ૧૩, ગજાનંદ એસ્ટેટ, ઇદગાહ પોલીસ ચોકી પાસે, પ્રેમ દરવાજા, અમદાવાદ-૧૯. ફોનઃ ૨૨૧૭૪૫૧૯
-
સર્વ હક્ક ગીતાર્થ ગંગા ટ્રસ્ટને આધીન છે.
Page #4
--------------------------------------------------------------------------
________________
પડદનવિશારદ પ્રવચનિકપ્રભાવક “ સ્વ.૫.પૂ. મુનિવર શ્રી મોહજિતવિજયજી મહારાજા મેં
Page #5
--------------------------------------------------------------------------
Page #6
--------------------------------------------------------------------------
________________
વર્તમાનશ્રુતમર્મજ્ઞાતા ધર્મતીર્થરક્ષક આ પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા
Page #7
--------------------------------------------------------------------------
Page #8
--------------------------------------------------------------------------
________________
* જન્મ -
વિ.સં. ૧૯૯૫, પહ• માગસર સુદ-૨
| દીક્ષા -
વિ.સં. ૨૦૧૮, પોષ વદ-૧૨ વડી દીક્ષા ? A
તા. ૨-૨-૧૯૬૨
તા. ૨૩-૧૧-૧૯૩૮
શુક્રવાર
બુધવાર
પંજાબકેસરી પ.પૂ. આ.ભ. શ્રીમદ્વિજય વલ્લભસૂરીશ્વરજી મ. સા.ના
e આજ્ઞાવર્તિની પ.પૂ. સા. શ્રી વિનયશ્રીજી મ. સા.ના શિષ્યા. પ.પૂ. સા. શ્રી કમલપ્રભાશ્રીજી મ. સા.ના શિષ્યા તથા સંસારી પક્ષે અમારા બહેન પ.પૂ. સા. શ્રી ભદ્રયશાશ્રીજી મ. સા.ના ૧૨ વર્ષીતપ, માસક્ષમણ, શ્રેણીતપ તથા આજીવન જ્ઞાનપાંચમતપ, પોષ દશમીતપ, નવપદજીની ઓળી આદિ
અનેકવિધ વિશિષ્ટ તપશ્ચર્યાઓની અનુમોદનાર્થે... શાંતિલાલ રમણલાલ ગાંધી એ ઉત્તમભાઈ રમણલાલ ગાંધી - કિશોરભાઈ રમણલાલ ગાંધી
Page #9
--------------------------------------------------------------------------
Page #10
--------------------------------------------------------------------------
________________
વર્તમાનશ્રુતમર્મજ્ઞાતા ધર્મતીર્થરક્ષક આ પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા
Page #11
--------------------------------------------------------------------------
Page #12
--------------------------------------------------------------------------
________________
પ્રાપ્તિસ્થાન -
જ અમદાવાદ : ગીતાર્થ ગંગા શ્રુતદેવતા ભવન', ૫, જેન મર્ચન્ટ સોસાયટી, ફતેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭.
(૦૭૯) ૨૬૬૦૪૯૧૧, ૩૨૪૫૭૪૧૦ Email : gitarthganga@yahoo.co.in
gitarthganga@gmail.com
જ વડોદરા: શ્રી સૌરીનભાઈ દિનેશચંદ્ર શાહ ‘દર્શન', ઈ-૬૯, લીસાપાર્ક સોસાયટી, વિભાગ-૨, રામેશ્વર સર્કલ, સુભાનપુરા, હાઈટેન્શન રોડ, વડોદરા-૩૯૦૦૨૩.
(૦૨૬૫) ર૩૯૧૭૯૬ (મો.) ૯૮૨૫૨૧૨૯૯૭ Email : saurin 108@yahoo.in
મુંબઈ: શ્રી લલિતભાઈ ધરમશી ૩૦૨, ચંદનબાળા એપાર્ટમેન્ટ, સર્વોદય પાર્શ્વનાથનગર, જૈન દેરાસરની પાછળ, જવાહરલાલ નહેરૂ રોડ, મુલુંડ (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૮૦. 8 (૦૨૨) ૨૫૬૮૦૦૧૪, ૨૫૬૮૯૦૩૦
(મો) ૯૨૨૨૩૧૧૧૭ Email : lalitent5@gmail.com
શ્રી હિમાંશુભાઈ એન. શેઠ એ-૨,૪૧, અશોક સમ્રાટ, ત્રીજે માળે, દફતરી રોડ, ગૌશાળા લેન, બીના જવેલર્સની ઉપર, મલાડ (ઈ.) મુંબઈ-૪૦૦૦૯૭. : (૦૨૨) ૩૨૪૩૮૪૩૪
(મો.) ૯૩૨૨૨૭૪૮૫૧ Email : divyaratna_108@yahoo.co.in
સુરતઃ ડૉ. પ્રફુલભાઈ જે. શેઠ ડી-૧, અર્પણ એપાર્ટમેન્ટ, બાબુનિવાસની ગલી, ટીમલીયાવાડ, સુરત-૩૯૫૦૦૧. : (૦૨૬૧) ૩૨૨૮૭૨૩
જામનગર : શ્રી ઉદયભાઈ શાહ clo. મહાવીર અગરબત્તી વર્ક્સ, c-૭, સુપર માર્કેટ, જયશ્રી ટોકીઝની સામે, જામનગર-૩૬૧૦૦૧.
: (૦૨૮૮) ૨૭૭૮૫૧૩ (મો.) ૯૭૨૩૯૯૩૯૦ Email : karan.u.shah@hotmail.com
+ BANGALORE : Shri Vimalchandji Clo. J. Nemkumar & Co. Kundan Market, D. S. Lane, Chickpet Cross, Bangalore-560053. 1 (080) (O) 22875262 (R) 22259925
(Mo) 9448959925. Email : amitvgadiya@gmail.com
રાજકોટઃ શ્રી કમલેશભાઈ દામાણી “જિનાજ્ઞા”, ૨૭, કરણપરા, રાજકોટ-૩૬૦૦૦૧. 8 (૦૨૮૧) ૨૨૩૩૧૨૦
(મો.) ૯૪૨૭૧૭૮૦૧૩ Email: shree_veer@hotmail.com
Page #13
--------------------------------------------------------------------------
________________
છે. પ્રકાશકીય છે.
સુજ્ઞ વાચકો ! પ્રણામ....
અંધકારમાં ટૉર્ચ વગર અથડાતી વ્યક્તિ દયાપાત્ર છે, તો તેનાથી પણ ટૉર્ચ કઈ રીતે વાપરવી તે ન જાણનાર વ્યક્તિ વધુ દયાપાત્ર છે.
કારણ? તે વ્યક્તિ પાસે સાધન હોવા છતાં પણ તેની જરૂરી જાણકારીના અભાવે તેનો ઉપયોગ નહીં કરી શકે.
તેવી જ રીતે. અંધકારભર્યા સંસારમાં જિનશાસનની પ્રાપ્તિ વગર ભટક્તો જીવ ચોક્કસ દયાપાત્ર છે, પરંતુ જિનશાસનની પ્રાપ્તિ બાદ પણ જો જીવ તેનાં રહસ્યજ્ઞાન વગરનો જ રહો, તો તે વધારે દયાપાત્ર છે;
કેમ કે દુઃખમય અને પાપમય સંસારમાંથી છૂટવા માત્ર જિનશાસન પ્રાપ્તિ પર્યાપ્ત નથી, પરંતુ તેની પ્રાપ્તિ બાદ શાસનનાં ઊંડાણભર્યા રહસ્યોના જ્ઞાન દ્વારા શાસન પ્રત્યે અતૂટ બહુમાન અને સાધનામાર્ગનો દઢ સંકલ્પ જરૂરી છે. અન્યથા ભાગ્યે દીધેલ જિનશાસનનો લાભ તે વ્યક્તિ પૂર્ણતયા ઉઠાવી નહીં શકે.
અમને ગૌરવ છે કે, જિનશાસનનાં આ જ રહસ્યોને ગીતાર્થગંગા સંસ્થા દ્વારા ૧૦૮ મુખ્ય અને અવાંતર ૧૦,૦૦૦ વિષયોના માધ્યમે ઉજાગર કરાવવા અમે ભાગ્યશાળી થયા છીએ.
અહીં દરેક વિષય સંબંધી ભિન્ન-ભિન્ન શાસ્ત્રોમાં વેરાયેલાં રહસ્યમય શાસ્ત્રવચનોનું એકત્રીકરણ થાય છે. ત્યારબાદ તેમાં દેખાતા વિરોધાભાસોના નિરાકરણ સાથે પરસ્પર સંદર્ભ જોડવા દ્વારા તેમાં છુપાયેલાં રહસ્યોનો આવિષ્કાર કરવામાં આવે છે.
જો કે, આ રહસ્યો અસામાન્ય શક્તિશાળી સિવાયના લોકોને સીધાં પચતાં નથી, કેમ કે તે દુર્ગમ જિનશાસનના નિચોડરૂપ હોવાથી અતિ દુર્ગમ છે. તેથી અમારી સંસ્થાના માર્ગદર્શક પપૂ. આ.ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મ. સા.એ પ્રસ્તુત રહસ્યોને વ્યાખ્યાનો સ્વરૂપે સુગમ શૈલીમાં, શાસ્ત્રીય અને આધુનિક દરેક પરિપ્રેક્ષ્યમાં પીરસ્યાં છે અને પીરસશે. જેમાંથી એક ધર્મતીર્થ વિષયક પ્રવચનોનો અધીશ પ્રગટ થયેલ છે.
અલબત્ત, આ શૈલીની સુગમતાજન્ય લંબાણને કારણે અમુક વિષય સુધી વિવેચનની મર્યાદા બંધાઈ જાય છે, માટે શ્રીસંઘને પૂર્ણ લાભ મળે તે હેતુથી ત્યારબાદના વિષયો સંબંધી અખૂટ રહસ્યગર્ભિત શાસ્ત્રવચનોનો પરસ્પર અનુસંધાન સાથે સંગ્રહ પ્રગટ કરવામાં આવશે, જેને આજની ભાષા Encyclopedia (વિશ્વકોષ) કહે છે.
Page #14
--------------------------------------------------------------------------
________________
તેમાં તે તે વિષય સંબંધી દૂરનો સંબંધ ધરાવતાં શાસ્ત્રવચનો પણ તે વિષયક રહસ્યજ્ઞાનમાં ઉપયોગી હોવાને કારણે સંગૃહીત થશે અને આ સંગ્રહરૂપ બીજ દ્વારા ભવિષ્યમાં સમગ્ર શ્રી સંઘને શાસનનાં રહસ્યજ્ઞાનની પ્રાપ્તિમાં તૈયાર સામગ્રી પૂરી પડશે.
વિજ્ઞાનેવ વિનાનાસિ વિMનરિઝમ' એ ઉક્તિ અનુસાર વિદ્વાનો દ્વારા થતું આ વિદ્રહ્મોગ્ય અને અશ્રુતપૂર્વ કાર્ય ઘણા પુરુષાર્થ ઉપરાંત પુષ્કળ સામ્રગી અને સમય પણ માંગે છે.
બીજી બાજુ, શ્રી સંઘ તરફથી સ્વ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મ. સા., પ.પૂ. આ.ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મ. સા.નાં પ્રવચનો અને પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતા કૃત શાસ્ત્રનાં વિવેચનો શાસનનાં રહસ્યો સુધી પહોંચવાની કડી સ્વરૂપ હોવાથી પ્રસિદ્ધ કરવાની માંગણીઓ પણ વારંવાર આવે છે.
જો કે, આ પ્રવૃત્તિ સંસ્થાના મૂળ લક્ષ્યથી સહેજ ફંટાય છે, છતાં વચગાળાના સમયમાં, મૂળ કાર્યને જરા પણ અટકાવ્યા વગર પ્રસ્તુત કાર્યને સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારીએ છીએ. તેના અન્વયે પ્રસ્તુત પુસ્તક પ્રકાશિત કરતાં આનંદ અનુભવાય છે.
ઉપરોક્ત દરેક કાર્યોને શ્રીસંઘ ખોબે-ખોબે સહર્ષ વધાવશે, અનુમોદશે અને સહાયક થશે તેવી અભિલાષા સહ...
“શ્રુતદેવતા ભવન', ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭.
ગીતાર્થ ગંગાનું ટ્રીગણ
અને શ્રુતભક્તો
Page #15
--------------------------------------------------------------------------
________________
ગીતાર્થ ગંગાનાં પ્રકાશનો
પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા
(મોટા પંડિત મ. સા.)ના પ્રવચનનાં પુસ્તકો ૧. આશ્રવ અને અનુબંધ ૨. પુદગલ વોસિરાવવાની ક્રિયા ૩. ચારિત્રાચાર
પ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા
(પંડિત મ. સા.) કુત, સંપાદિત અને પ્રવચનનાં પુસ્તકો ૧. શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો ૨. શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો (હિન્દી આવૃત્તિ) ૩. યોગદષ્ટિસમુચ્ચય ૪. કર્મવાદ કર્ણિકા પ. કર્મવાદ કર્ણિકા (હિન્દી આવૃત્તિ) ૬. સદ્ગતિ તમારા હાથમાં ! ૭. દર્શનાચાર ૮, શાસન સ્થાપના ૯. શાસન સ્થાપના (હિન્દી આવૃત્તિ) ૧૦. અનેકાંતવાદ ૧૧. પ્રસ્નોત્તરી ૧૨. પ્રશ્નોત્તરી (હિનદી આવૃત્તિ) ૧૩. ચિત્તવૃત્તિ ૧૪. ચિત્તવૃત્તિ (હિન્દી આવૃત્તિ) ૧૫. ચાલો, મોક્ષનું સાચું સ્વરૂપ સમજીએ ૧૬. મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૭. ભાગવતી પ્રવજ્યા પરિચય ૧૮. ભાવધર્મ ભાગ-૧ (પ્રણિધાન). ૧૯. ભાવધર્મ ભાગ-૨ (પ્રવૃત્તિ, વિજય, સિદ્ધિ, વિનિયોગ)
Page #16
--------------------------------------------------------------------------
________________
૨૦. લોકોત્તર દાનધર્મ “અનુકંપા” ૨૧. કુદરતી આફતમાં જૈનનું કર્તવ્ય ૨૨. ધર્મરક્ષા પ્રવચન શ્રેણી ભાગ-૧ ૨૩. જૈનશાસન સ્વતંત્ર ધર્મ કે સંપ્રદાય? ૨૪. જિનશાસન સ્વતંત્ર ધર્મ યા સંપ્રદાય ? (હિન્દી આવૃત્તિ) રપ. Is Jaina Order Independent Religion or Denomination? (અંગ્રેજી આવૃત્તિ) 29. Status of religion in modern Nation State theory (zialy zifa) ૨૭. ગૃહજિનાલય મહામંગલકારી ૨૮. શ્રી ઉપધાન માર્ગોપદેશિકા
સંપાદ - પ. પૂ. પંન્યાસ શ્રી નિરંતરFIRની માગ સાવ १. पाक्षिक अतिचार
ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત અન્ય પુસ્તકોની યાદી
૧. શ્રી સમેતશિખરજીની સંવેદના ૨. શ્રી નવપદ આરાધના વિધિ ૩. સ્વતંત્ર ભારતમાં ધર્મ પરતંત્ર !!!! ૪. સ્વતંત્ર ભારત મેં ધર્મ પરતંત્ર ! (હિન્દી આવૃત્તિ). 4. Right to Freedom of Religion !!!!! ૬. ‘રક્ષાધર્મ” અભિયાન ૭. “Rakshadharma'Abhiyaan ૮. સેવો પાસ સંખેસરો ૯. સેવો પાસ સંખેસરો (હિન્દી આવૃતિ)
સંકલનકર્તા: જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા: જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા: ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા ; ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તાઃ ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા: જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા ઃ જ્યોતિષભાઈ શાહ
Page #17
--------------------------------------------------------------------------
________________
ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત
વિવેચનનાં ગ્રંથો nhanhmi
m iminen વિવેચનકાર :- પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા
૧. યોગવિંશિકા શબ્દશઃ વિવેચન ૨. અધ્યાત્મઉપનિષત પ્રકરણ શબ્દશઃ વિવેચન ૩. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪. અધ્યાત્મમત પરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પૂર્વાર્ધ ૭. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉત્તરાર્ધ ૮. આરાધક-વિરાધક ચતુર્ભગી શબ્દશઃ વિવેચન ૯. સમ્યક્ત્વ ષટ્રસ્થાન ચઉપઈ શબ્દશઃ વિવેચન ૧૦. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૨. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૩. કૂપદષ્ટાંત વિશદીકરણ શબ્દશઃ વિવેચન ૧૪. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ (સૂત્ર ૧-૨) ૧૫. સૂત્રના પરિણામદર્શક યત્નલેશ ભાગ-૧ ૧૬. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ (સૂત્ર ૩-૪-૫) ૧૭. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૮. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૯, પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૨૦. દાનહાર્જિશિકા-૧ શબ્દશઃ વિવેચન ૨૧. મિત્રાધાવિંશિકા-૨૧ શબ્દશઃ વિવેચન ૨૨, યોગશતક શબ્દશઃ વિવેચન ૨૩. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૨૪. યોગભેદદ્વાત્રિશિકા-૧૮ શબ્દશઃ વિવેચન ૨૫. યોગવિવેકદ્વાબિંશિકા-૧૯ શબ્દશઃ વિવેચન ૨૬. સાધુસમસ્યદ્વાચિંશિકા-૬ શબ્દશઃ વિવેચન ૨૭. ભિક્ષુદ્રાવિંશિકા-૨૭ શબ્દશઃ વિવેચન ૨૮. દીક્ષાદ્વાચિંશિકા-૨૮ શબ્દશઃ વિવેચન ૨૯. યોગદષ્ટિની સઝાય શબ્દશઃ વિવેચન ૩૦, કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાલિંશિકા-૩૦ શબ્દશઃ વિવેચન ૩૧. પાતંજલયોગલક્ષણવિચારદ્વાબિંશિકા-૧૧ શબ્દશઃ વિવેચના ૩૨, જ્ઞાનસાર શબ્દશઃ વિવેચન ૩૩. સંથારા પોરિસી સૂત્રનો ભાવાનુવાદ અને હિંસાષ્ટક શબ્દશઃ વિવેચન ૩૪. જિનમહત્વતાવિંશિકા-૪ શબ્દશઃ વિવેચન ૩પ. સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા-૧પ શબ્દશઃ વિવેચન ૩૬. યોગલક્ષણદ્વાચિંશિકા-૧૦ શબ્દશઃ વિવેચના ૩૭. મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા-૧૩ શબ્દશઃ વિવેચન ૩૮. અપુનબંધકદ્વાચિંશિકા-૧૪ શબ્દશઃ વિવેચન
Page #18
--------------------------------------------------------------------------
________________
૩૯. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪૦. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૧. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૨. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૩. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૪. યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ શબદશઃ વિવેચન ૪૫. દૈવપુષકારદ્વાચિંશિકા-૧૭ શબ્દશઃ વિવેચન ૪૬. તારાદિત્રયદ્વાચિંશિકા-૨૨ શબ્દશઃ વિવેચન ૪૭. કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા-૨૩ શબ્દશઃ વિવેચન ૪૮. સદ્દષ્ટિદ્વાઢિશિકા-૨૪ શબ્દશઃ વિવેચન ૪૯. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫૦. માર્ગદ્વાચિંશિકા-૩ શબ્દશઃ વિવેચના ૫૧. દેશનાદ્વાચિંશિકા-૨ શબ્દશઃ વિવેચન પર. જિનભક્તિદ્વાિિશકા-૫ શબ્દશઃ વિવેચન ૫૩. યોગાવતારદ્વાિિશકા-૨૦ શબ્દશઃ વિવેચન ૫૪. યોગમાહાભ્યાસિંશિકા-૨૬ શબ્દશઃ વિવેચન પપ. સર્જનસ્તુતિહાસિઁશિકા-૩૨ શબ્દશઃ વિવેચન પ. પૂર્વસેવાદ્વાચિંશિકા-૧૨ શબ્દશઃ વિવેચન. પ૭. ઈશાનુગ્રહવિચારદ્વાિિશકા-૧૬ શબ્દશઃ વિવેચન ૫૮. ક્લેશતાનોપાયદ્વાત્રિશિકા-૨૫ શબ્દશઃ વિવેચન પ૯. વિનયહાáિશિકા-૨૯ શબ્દશઃ વિવેચન ૬૦. શ્રી સીમંધરસ્વામીને વિનંતીરૂપ ૧૨૫ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ૬૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૪ ઉર. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬૩. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૧૪. ગુરુતત્વવિનિશ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૬૫. ગુરતત્વવિનિશ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૬૬. મુક્તિદ્વાબિંશિકા-૩૧ શબદશઃ વિવેચન ૧૭. યોગસાર પ્રકરણ શબ્દશઃ વિવેચન ૬૮. શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૬૯. શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૭૦. તત્વાર્થાધિગમસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૭૧. ષોડશક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૭૨. પ્રતિક્રમણ હેતુગર્ભિત સ્વાધ્યાય શબ્દશઃ વિવેચન ૭૩. કથાત્કાત્રિશિકા-૯ શબ્દશઃ વિવેચન ૭૪. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૭૫. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૫ ૭૬. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૭૭. નવતત્વ પ્રકરણ શબ્દશઃ વિવેચન ૭૮. ૧૫૦ ગાથાનું હૂંડીનું સ્તવન શબ્દશઃ વિવેચન ૭૯. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૫ ૮૦. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૮૧. ષોડશક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૮૨. અમૃતવેલની મોટી સઝાય અને નિશ્ચય-વ્યવહાર ગર્ભિત શ્રી શાંતિજિન સ્તવન તથા
શ્રી સીમંધરસ્વામી સ્તવન શબ્દશઃ વિવેચન
Page #19
--------------------------------------------------------------------------
________________
૮૩. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૭ ૮૪. આનંદઘન ચોવીશી શબ્દશઃ વિવેચન ૮૫. પક્ઝીસૂત્ર (પાક્ષિકસૂત્ર) શબ્દશઃ વિવેચન
૬. ધર્મપરીક્ષા પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૮૭. ઉપદેશરહસ્ય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૮૮. ઉપદેશરહસ્ય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૮૯. ઉપદેશરહસ્ય શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૯૦. પાતંજલ યોગસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૯૧. પાતંજલ યોગસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૨. ધર્મબિંદુ પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૯૩. ધર્મબિંદુ પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૯૪. ધર્મબિંદુ પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૫. યોગબિંદુ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૯૬. યોગબિંદુ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૭. યોગબિંદુ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૯૮. દ્રવ્યગુણપર્યાયનો રાસ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૯૯. વાદદ્વાત્રિશિકા-૮ શબ્દશઃ વિવેચના ૧૦૦. ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૦૧, ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૦૨. ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૧૦૩. સકલાહ-સ્તોત્ર અને અજિતશાંતિ સ્તવન શબ્દશઃ વિવેચન ૧૦૪. પગામસિજ્જા શબ્દશઃ વિવેચન ૧૦૫. સખ્યત્ત્વના સડસઠ બોલ સ્વાધ્યાય શબ્દશઃ વિવેચન , ૧૦૬. ધર્મવ્યવસ્થાદ્વાચિંશિકા-૭ શબ્દશઃ વિવેચન ૧૦૭. દેવસિઅ રાઈઅ પ્રતિક્રમણ સૂત્ર શબ્દશઃ વિવેચન ૧૦૮, સંમતિતર્ક પ્રકરણ શ્લોક સ્પર્શી ટીકા પ્રાયઃ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૦૯, સંમતિતર્ક પ્રકરણ શ્લોકસ્પર્શી ટીકા પ્રાયઃ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૧૦. વૈરાગ્યકાલતા પ્રથમ સ્તબક શબ્દશઃ વિવેચન ૧૧૧. શાંતસુધારસ શબ્દશઃ વિવેચન ૧૧૨. બારભાવના શબ્દશઃ વિવેચન ૧૧૩, ભાષારહસ્ય પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૧૪. ભાષારહસ્ય પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૧૫. ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૧૧૬. ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૫ ૧૧૭, વીતરાગ સ્તોત્ર પ્રાયઃ શબ્દશઃ વિવેચન ૧૧૮. દ્રવ્યગુણપર્યાયનો રાસ શબ્દશઃ વિવેચન ભાગ-૨
ગીતાર્થ ગંગા અંતર્ગત ગંગોત્રી ગ્રંથમાળા દ્વારા પ્રકાશિત ગ્રંથો
૧. ધર્મતીર્થ ભાગ-૧
૨. ધર્મતીર્થ ભાગ-૨
Page #20
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-રની
સંકલના
દ્રવ્યાનુયોગના ચિતવનથી મહાત્માઓ ક્ષપકશ્રેણી માંડીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે અને દ્રવ્યાનુયોગના પદાર્થોના રાગથી જ સંયમની સર્વ ક્રિયાઓ સફળ છે તેથી જેઓમાં દ્રવ્યાનુયોગના સૂક્ષ્મ પદાર્થોને જાણવાની શક્તિ નથી તેવા માષતુસ આદિ મુનિઓમાં દ્રવ્યાનુયોગ પ્રત્યે અત્યંત રાગ હતો તેથી જ તેમની ચારિત્રની ક્રિયા પણ મોહનો નાશ કરીને દ્રવ્યાનુયોગના સૂક્ષ્મ ભાવોની પ્રાપ્તિનું કારણ બની માટે ગ્રંથકારશ્રીએ દ્રવ્યાનુયોગનો યોગ્ય જીવોને બોધ કરાવવા અર્થે દ્રવ્યગુણપર્યાયના રાસની રચના કરેલ છે અને તે દ્રવ્ય, ગુણ અને પર્યાય કઈ રીતે પરસ્પર ભિન્ન છે ? કઈ રીતે પરસ્પર અભિન્ન છે? વળી, તેને જોનારી નદૃષ્ટિઓ કઈ રીતે પ્રવર્તે છે ? પ્રમાણદૃષ્ટિ કઈ રીતે પ્રવર્તે છે ? તેને આશ્રયીને સપ્તભંગી કઈ રીતે પ્રવર્તે છે ? તે સર્વનો બોધ પૂર્વની ઢાળોમાં કરાવ્યો. વળી, પ્રાસંગિક દ્રવ્યાનુયોગના વિષયમાં જ દિગંબરો જે કાંઈ કહે છે તેમાંથી પણ યુક્તિસંગત યથાર્થ બોધ કરાવવા અર્થે તેના મતાનુસાર જ સર્વ પદાર્થો પૂર્વની ઢાળમાં બતાવ્યા અને કયા કયા સ્થાનોમાં તેઓના કથનો સ્યાદ્વાદની મર્યાદાના પોષક છે ? અને કયા કયા સ્થાનોમાં તેઓના કથનો સ્યાદ્વાદની મર્યાદાના ભંજક છે ? તેનો પણ કંઈક બોધ પૂર્વની ઢાળોમાં બતાવેલ છે.
ઢાળ-૯માં ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યને આશ્રયીને દ્રવ્ય, ગુણ, પર્યાયની સંગતિ બતાવી. તેથી એ પ્રાપ્ત થાય કે દ્રવ્યાસ્તિકનયથી દ્રવ્ય, ગુણ, પર્યાયનો અભેદ છે અને પર્યાયાસ્તિકનયથી દ્રવ્ય, ગુણ, પર્યાયનો પરસ્પર ભેદ છે તેથી પદાર્થ કઈ રીતે ભિન્ન છે ? કઈ રીતે અભિન્ન છે ? કઈ રીતે દરેક પદાર્થ ઉત્પાદવ્યયધ્રૌવ્ય ત્રણ લક્ષણવાળા છે ? તેનો યથાર્થ બોધ કરવાથી જ તત્ત્વને જોવાની નિર્મળ દૃષ્ટિરૂપ સમ્યગ્દર્શન પ્રગટે છે જે સમ્યગ્દર્શન વિસ્તારરુચિ સમ્યગ્દર્શન છે અને વિસ્તારરુચિ સમ્યગ્દર્શનના ઉપાયરૂપે છ દ્રવ્યોની વિચારણા અતિઆવશ્યક છે તેથી ઢાળ-૧૦માં છ દ્રવ્યોની વિચારણા સર્વજ્ઞના વચનાનુસાર કઈ રીતે છે ? તેની સ્પષ્ટતા કરેલ છે અને છ દ્રવ્ય અંતર્ગત કાળદ્રવ્યવિષયક દિગંબરની માન્યતા અને શ્વેતાંબરની માન્યતા વચ્ચે શું ભેદ છે ? અને કાળદ્રવ્યને ઔપચારિક દ્રવ્ય સ્વીકારવામાં યુક્તિ અનુસાર અને શાસ્ત્ર વચનાનુસાર વિસ્તારથી વિચારણા ઢાળ-૧૦માં કરેલ છે.
વળી, દિગંબરો ગુણના ભેદો કઈ રીતે સ્વીકારે છે ? તેની વિચારણા ઢાળ-૧૧માં ગાથા-૪ સુધી કરેલ છે. વળી, સ્વભાવને ગુણથી જુદા કહીને દિગંબરો સ્વભાવના ભેદો કઈ રીતે પાડે છે ? અને તેમાંથી ૧૧ સામાન્ય સ્વભાવોની વિસ્તારથી ચર્ચા ઢાળ-૧૧ની ગાથા-પથી માંડીને ગાથા-૧૨ સુધી કરેલ છે.
Page #21
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | સંકલના ત્યારબાદ ઢાળ-૧૨માં દિગંબરો ૧૦ વિશેષ સ્વભાવો કઈ રીતે માને છે ? તેની વિસ્તારથી ચર્ચા કરેલ છે. વળી આ ૨૧ સ્વભાવોનો નયપ્રમાણ દ્વારા બોધ ક૨વાથી વિસ્તારરુચિ જ્ઞાન થાય છે તેમ ઢાળ-૧૨ની અંતિમ ગાથા-૧૪માં બતાવીને પોતાને પણ તે સ્વભાવો સંમત છે તેમ ગ્રંથકારશ્રીએ સ્થાપન કરેલ છે.
ર
વળી, ઢાળ-૧૩માં દ્રવ્યગુણપર્યાયની વિચારણા અંતર્ગત જે ૨૧ સ્વભાવોનું વર્ણન છે તેનો નયથી બોધ કરાવવા અર્થે ગ્રંથકારશ્રીએ પ્રયત્ન કરેલ છે જેથી કઈ કઈ નયદૃષ્ટિથી કયા સ્વભાવનો સ્વીકાર થાય છે ? તેનો પારમાર્થિક બોધ થાય છે અને ઢાળ-૧૩ની ગાથા-૧૭માં દ્રવ્ય, ગુણ, પર્યાયથી સ્વભાવ પૃથક્ નથી પરંતુ ગુણ, પર્યાયમાં જ અંતર્ભાવ પામે છે તેની સ્પષ્ટતા ઉત્તરાધ્યયનની સાક્ષીથી ગ્રંથકારશ્રીએ કરેલ છે તેથી દ્રવ્ય, ગુણ, પર્યાયથી પૃથક્ સ્વભાવ સ્વીકારવાથી જિનશાસનની પ્રક્રિયાનો કઈ રીતે ભંગ થાય છે ? તેની સ્પષ્ટતા પણ ગ્રંથકારશ્રીએ કરેલ છે તેથી દિગંબરોએ સ્વીકારેલા ૨૧ સ્વભાવોને યથાયોગ્ય દ્રવ્ય, ગુણ, પર્યાયમાં જ અંતર્ભાવ કરવા ઉચિત છે.
વળી, ઢાળ-૧૪માં પર્યાયના ભેદો વ્યંજનપર્યાય અને અર્થપર્યાય સ્વરૂપ છે, જેની વિચારણા ‘સમ્મતિ’ ગ્રંથ અનુસાર કઈ રીતે સંગત છે ? તેની વિસ્તારથી ચર્ચા ઢાળ-૧૪માં કરેલ છે. વળી, કેવળજ્ઞાનાદિ શુદ્ધ ગુણવ્યંજનપર્યાય દિગંબરો સ્વીકારે છે પરંતુ કેવલીમાં અર્થપર્યાય નથી તેમ સ્વીકારે છે જે ઉચિત નથી તેમ ગ્રંથકારશ્રીએ ઢાળ-૧૪ની ગાથા-૭માં યુક્તિથી સ્થાપન કરેલ છે.
વળી, શુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય અને અર્થપર્યાયવિષયક દિગંબર મત અને સ્વમતમાં ક્યાં ક્યાં ભેદ પડે છે ? અને દિગંબરનું તે વચન આગમની સાક્ષીથી કઈ રીતે અસંગત છે ? તેની વિસ્તૃત ચર્ચા પ્રસ્તુત ઢાળમાં ગ્રંથકારશ્રીએ કરેલ છે.
વળી, દિગંબર ગુણના વિકારોને ગુણના પર્યાય માને છે અને દ્રવ્યના વિકારોને દ્રવ્યના પર્યાય માને છે તે વચન કઈ રીતે યુક્ત નથી તેની વિચારણા પણ પ્રસ્તુત ઢાળમાં કરેલ છે.
આ રીતે ઢાળ-૧૪ સુધી દ્રવ્ય, ગુણ, પર્યાયનું વિસ્તૃત સ્વરૂપ સર્વજ્ઞના વચનાનુસાર જે આગમો છે અને પૂર્વાચાર્યોના જે સત્શાસ્ત્રો છે તેને અનુસાર ગ્રંથકારશ્રીએ બતાવેલ છે અને તે સર્વ કથન દ્વારા કઈ રીતે આત્મહિત સાધવું જોઈએ ? તેને બતાવવા અર્થે ઢાળ-૧૪ને અંતે દુહાઓ આપેલ છે જેનાથી દ્રવ્ય, ગુણ, પર્યાયનો બોધ કઈ રીતે સંસારસાગરથી તરવામાં ઉપકારક છે ? તેનો મર્મસ્પર્શી બોધ થાય છે.
મોક્ષમાર્ગ એ જ્ઞાનપૂર્વકની ચારિત્રની આચરણા છે અને તે જ્ઞાન માત્ર ચારિત્રના આચારને બતાવના૨ હોય તેટલું જ આવશ્યક છે તેવો કોઈકને ભ્રમ થાય તો “દ્રવ્ય, ગુણ, પર્યાયનું જ્ઞાન ચારિત્રને ઉપકારક નથી તેમ ભાષે માટે તે જ્ઞાન માત્ર વસ્તુના બોધ સ્વરૂપ છે, ચારિત્રની વૃદ્ધિનું અંગ નથી” તેવા ભ્રમના નિવારણ અર્થે દ્રવ્યગુણપર્યાયનું જ્ઞાન પણ ચારિત્રમાં કઈ રીતે ઉપકારક છે ? અને તેના
Page #22
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨/ સંકલના જ્ઞાન વગરનું ચારિત્ર નિસાર છે અને ચારિત્રરહિત, તત્ત્વને સ્પર્શનારું જ્ઞાન પણ અંશથી કલ્યાણનું કારણ છે તેમ બતાવેલ છે માટે જ્ઞાનમાં આળસ કરવો ઉચિત નથી તે બતાવવા અર્થે અનેક પ્રકારના પ્રયત્નો ઢાળ-૧૫માં કરેલ છે. વળી, ચારિત્રની પ્રાપ્તિ પછી પણ જે જ્ઞાનની વૃદ્ધિ “પુરૂરવરદિ... સૂત્રમાં ‘મુત્તરંવદ્ગો' દ્વારા કહેલ છે તે દ્રવ્યાનુયોગના સૂક્ષ્મબોધથી જ થાય છે અને તે સૂક્ષ્મબોધ જ ક્ષપકશ્રેણીની પ્રાપ્તિનું કારણ બને છે તેની સ્પષ્ટતા ઢાળ-૧૫થી થાય છે.
વળી, ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગ્રંથ ગુજરાતી ભાષામાં લખ્યો છે તેથી કોઈ વિચારકને પ્રશ્ન થાય કે સંસ્કૃત ભાષાને છોડીને પ્રાકૃત ભાષામાં પ્રસ્તુત ગ્રંથ કેમ લખ્યો છે ? તેથી તેની સ્પષ્ટતા શાસ્ત્રવચન અને યુક્તિથી ઢાળ-૧૬માં કરેલ છે.
વળી, પ્રાકૃત ભાષા તે તે કાળમાં જુદા જુદા પ્રકારની હતી તેથી જે કાળમાં જે લોકભોગ્ય ભાષા હોય તે જ પ્રાકૃત ભાષા કહેવાય એ નિયમાનુસાર સરળ ગુજરાતી ભાષામાં ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગ્રંથ રચેલ છે તેને જ બતાવવા અર્થે ઢાળ-૧૯માં સંસ્કૃત ભાષાને છોડીને પ્રાકૃત ભાષામાં કરાયેલી વાણી સમ્યગ્દષ્ટિ જીવને સાકર જેવી લાગે છે તેમ કહેલ છે. વળી, પ્રસ્તુત ઢાળમાં ગ્રંથકારશ્રીએ ભગવાનની જે વાણી નિબદ્ધ કરી છે તે કઈ રીતે ભગવાનની સાથે સમાપત્તિ દ્વારા ગુણશ્રેણીની પ્રાપ્તિનું કારણ છે ? તેની સ્પષ્ટતા કરેલ છે.
વળી, ઢાળ-૧૭માં ગ્રંથકારશ્રીએ પૂ.આ. શ્રી હીરસૂરીશ્વરજી મ.સા.થી માંડીને પોતાની ગુરુપરંપરાનું સ્મરણ કરેલ છે અને તેઓના ઉપકારોને યાદ કર્યા છે. વળી, અંતે દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસની વાણી કઈ રીતે સંસારસાગરને તરવાનું એક કારણ છે ? તેની સ્પષ્ટતા કરેલ છે.
‘દ્રવ્યગુણપર્યાયનો રાસ' ગ્રંથનું વિવરણ કરવામાં છદ્મસ્થતાને કારણે અનાભોગથી ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ કાંઈ પણ લખાયું હોય, તે બદલ ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડ.
- પ્રવીણચંદ્ર ખીમજી મોતા,
વિ. સં. ૨૦૬૯, પોષ સુદ-૫, તા. ૧૬-૧-૨૦૧૩, બુધવાર, ૩૦૨, વિમલવિહાર, સરસવતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. ફોન: ૦૭૯-૩ર૪૪૭૦૧૪
Page #23
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨/ પ્રાસ્તાવિક
દવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ના શબ્દશઃ વિવેચનની સંકલના વેળાએ
19 પ્રાસ્તાવિક Isly.
અરિહંત પરમાત્મા સકલ જીવોના આત્મહિત અર્થે જે મોક્ષમાર્ગની પ્રરૂપણા કરે છે તેના પાયામાં ત્રિપદી છે અને તે દ્રવ્યાનુયોગ સ્વરૂપ જ છે. આ ત્રિપદીના જ વિશેષ બોધ અર્થે ગણધર ભગવંતોએ આગમમાં દ્રવ્યાનુયોગ ઉતાર્યો છે. આગમનો બોધ જનસામાન્યને સરળ બને તે માટે પૂર્વાચાર્યોએ સન્શાસ્ત્રોની રચના કરી, જે પૈકીનો પૂ. મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી દ્વારા રચાયેલ દ્રવ્યગુણપર્યાયનો રાસ' ગ્રંથ સાધક જીવોને માટે ઘણો ઉપકારક બન્યો છે તેનું જ શબ્દશઃ વિવરણ પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતા દ્વારા કરવામાં આવ્યું એટલે પ્રસ્તુત કાળમાં સોનામાં સુગંધ ભળવા જેવી ઘટના બની ગઈ. ગ્રંથનું કદ વધી ન જાય તે માટે તેને બે ભાગમાં વહેંચી નાખવામાં આવ્યો છે.
પૂર્વે પ્રસ્તુત ગ્રંથના ઢાળ-૧થી ૯નું વિવરણ ભાગ-૧માં સમાવવામાં આવ્યું હતું, જેમાં દ્રવ્ય, ગુણ અને પર્યાયના સ્વરૂપનો વિસ્તૃત બોધ કરાવવામાં આવ્યો છે. દ્રવ્ય, ગુણ, પર્યાયના કથંચિત્ ભેદભેદનું પણ અનુભવ, યુક્તિ અને શાસ્ત્ર વચનાનુસાર પૂર્વમાં સ્થાપન કરવામાં આવ્યું.
હવે પ્રસ્તુત ગ્રંથના ઢાળ-૧૦થી ૧૭નું વિવરણ ભાગ-૨ રૂપે પ્રકાશિત કરવામાં આવી રહ્યો છે, જેમાં દિગંબર મતાનુસાર અને શ્વેતાંબર મતાનુસાર દ્રવ્યોના, ગુણના અને પર્યાયના ભેદો બતાવવામાં આવ્યા છે. દિગંબરો દ્રવ્ય, ગુણ અને પર્યાયથી ભિન્ન એવા સ્વભાવોને પણ સ્વીકારે છે અને તેના ભેદો બતાવીને ગ્રંથકારશ્રીએ યુક્તિથી સ્થાપન કરેલ છે કે સ્વભાવ એ ગુણ અને પર્યાયમાં જ અંતર્ભાવ પામે છે.
આ સર્વનો બોધ કર્યા પછી ગુણશ્રેણીમાં ચડી રહેલા સાધકને પ્રસ્તુત પદાર્થનું ચિંતવન કરવાથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે તેમ ગ્રંથકારશ્રીએ જણાવેલ છે.
શુક્લધ્યાનરૂપી આત્મમંદિરમાં દ્રવ્યાનુયોગરૂપી મૂર્તિના ધ્યાનરૂપી આલંબનથી જીવ સિદ્ધશિલારૂપી કળશને પ્રાપ્ત કરે છે અને અનંત કાળ સુધી અવ્યાબાધ સુખનો સ્વામી બની રહે છે. આવી આત્મહિતકારી વાણી સાંભળવા અને શબ્દરૂપે આકાર આપવામાં હું કાંઈક સહભાગી બની શકી એ જ મારા આત્મહિતને કરનારું બની ગયું છે ! શુક્લધ્યાન તો દૂર રહો !, શબ્દોથી તો તેનો આકાર માનસપટ પર ઝીલી શકી છું એ જ મારે માટે ધન્ય પ્રસંગ છે. ભવાંતરમાં એવા જ શુદ્ધ પરિણામો દ્વારા ગુણશ્રેણીની પ્રાપ્તિ કરીને અંતે મોક્ષરૂપી લક્ષ્યને પામવા અર્થે યથાયોગ્ય યત્ન કરી શકું તેવા શુભ નિમિત્તો મળે એવી અભિલાષા રાખું છું.
Page #24
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | પ્રાસ્તાવિક
આત્મકલ્યાણકારી વાણીને સંસારસાગરમાં અથડાતા, ભટકતા મુજ જેવા જીવ સુધી પહોંચાડનાર એવા શ્રી અરિહંત પરમાત્માથી શરૂ કરીને શ્રી ગણધર ભગવંતો, પૂર્વાચાર્યશ્રીઓ, મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવર્ય, ઉપકારી ગુરુભગવંતો, પં શ્રી પ્રવીણભાઈ મોતા, પં.શ્રી જિતેન્દ્રભાઈ શાહ, વડીલો, કુટુંબીજનો અને વિશેષરૂપે મારા પતિ શ્રી હેમંતભાઈ એ સર્વનો ઉપકાર પ્રસ્તુત પળે સ્મરણ કરીને સર્વને પ્રણામ કરું છું.
તત્ત્વજિજ્ઞાસુ સાધકો પણ પ્રસ્તુત ગ્રંથના વાંચન, શ્રવણ, મનન, ચિંતન દ્વારા ગુણશ્રેણીની પ્રાપ્તિને અનુકૂળ આત્મપરિણતિ દ્વારા ક્રમે કરીને મોક્ષલક્ષ્મીને પ્રાપ્ત કરી શકે એ જ અભ્યર્થના સહ.
છદ્મસ્થપણામાં જિનેશ્વર પરમાત્માની વાણીથી વિપરીત કે ગ્રંથકારશ્રીના આશયથી વિરુદ્ધ કાંઈ લખાયું હોય તેનું ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડં.
- પારૂલ હેમંતભાઈ પરીખ
વિ. સં. ૨૦૬૯, પોષ સુદ-૧, તા. ૧૭-૧-૨૦૧૩, ગુરુવાર ૨૧, તેજપાળ સોસાયટી, ફતેહનગર બસસ્ટેન્ડ પાસે, પાલડી, અમદાવાદ-૭. ફોનઃ ૯૪ર૭૮૦૩૨પ
ધા
Page #25
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ / અનુક્રમણિકા
અનુક્રમણિકા
પાના નં.
૧-૫
-૮
૮-૧૧
૧૧-૧૩
૧૩-૧૬
૧૬-૧૯
( ગાથા ન. |
_ વિષય
ઢાળ-૧૦ ૧-૨ | દ્રવ્ય, ગુણ, પર્યાયના ભેદનું વિસ્તારથી નિરૂપણ.
૩.| છ દ્રવ્યોનું સ્વરૂપ. ૪. ધર્માસ્તિકાયનું લક્ષણ.
અધર્માસ્તિકાયનું લક્ષણ. ધર્માસ્તિકાય દ્રવ્યના સ્વીકારનું પ્રમાણ. | અધર્માસ્તિકાય દ્રવ્યના સ્વીકારનું પ્રમાણ. આકાશાસ્તિકાયનું લક્ષણ.
લોક-અલોકનો ભેદ. ૧૦. કાળનું લક્ષણ અને દ્રવ્યના પર્યાયરૂપે કાળનો સ્વીકાર. ૧૧ થી ૧૯. કાળને સ્વતંત્ર દ્રવ્ય સ્વીકારનાર દિગંબર મતનું નિરાકરણ. ૨૦. પુદ્ગલ અને જીવદ્રવ્યનું સ્વરૂપ. ઢાળ-૧૦નું યોજનનું સ્વરૂપ.
ઢાળ-૧૧ ૧-૨. ગુણના સામાન્ય ભેદો. . ૩-૪. ગુણના વિશેષ ભેદો.
૫. ગુણ કરતા સ્વભાવને ભિન્ન સ્વીકારવાની દિગંબરની યુક્તિ. ૫ થી ૧૨.| ૧૧ સ્વભાવના સામાન્ય ભેદો.
૨૦-૨૨ ૨૨-૨૫ ૨૫-૨૭ ૨૭-૪૮
૪૯-૫૧
પર
પ૩-૩૨
૬૩-૭૦ ૭૦-૭ર ૭૦-૧૦૦
ઢળ-૧૨
૧૦૩-૧૨૫
૧ થી ૧૧. ચેતનદ્રવ્યના સામાન્ય અને વિશેષ સ્વભાવોનું સ્વરૂપ. ૧૨ થી ૧૪.| ૧૧ સામાન્ય અને ૧૦ વિશેષ સ્વભાવનું છ દ્રવ્યોમાં યોજના |
ઢાળ-૧૧-૧૨ નું યોજનનું સ્વરૂપ.
૧૨૫-૧૩૦
૧૩૧
Page #26
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨/ અનુક્રમણિકા
| ગાથા નં.
વિષય
પાના નં.
ઢળ-૧૩
૧૭.
૧ થી ૧૯. સ્વભાવોમાં નયોનું યોજન.
૧૩૨-૧૬૧ દિગંબરો દ્રવ્ય, ગુણ, પર્યાયથી સ્વભાવનો ભેદ સ્વીકારે છે ૧૬૧-૧૬૭
તેનું યુક્તિથી નિરાકરણ. ૧૮. દિગંબરના મતાનુસાર કહેલા સ્વભાવના ભેદનો ગુણમાં અંતર્ભાવ. ૧૯૭-૧૩૮ ઢાળ-૧૩ નું યોજનનું સ્વરૂપ.
૧૯૮-૧૯૯ ઢાળ-૧૪ પર્યાયના બે ભેદો.
૧૭૦ વ્યંજનપર્યાય અને અર્થપર્યાયનું સ્વરૂપ.
૧૭૧-૧૭૨ ૩-૪ | વ્યંજનપર્યાયના ભેદો.
૧૭૩-૧૭૪ અર્થપર્યાયના ભેદો.
૧૭૪-૧૭પ સમ્મતિ અનુસાર વ્યંજનપર્યાય અને અર્થપર્યાયનું સ્વરૂપ. ૧૭૧-૧૭૭ કેવળજ્ઞાનાદિમાં અર્થપર્યાય નહીં સ્વીકારનાર દિગંબરનું નિરાકરણ. ૧૭૭-૧૭૯ પુદ્ગલદ્રવ્યના શુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય અને
૧૭૯-૧૮૦ અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાયનું સ્વરૂપ. ૯-૧૦. ધર્માસ્તિકાયાદિમાં અર્થપર્યાય નહીં સ્વીકારનાર દિગંબરનું
૧૮૧-૧૮૪ નિરાકરણ. ૧૧. આકૃતિને પર્યાયરૂપે સ્વીકાર છે તેમ સંયોગને પણ પર્યાયરૂપે ૧૮૪-૧૮૫
સ્વીકારવાની યુક્તિ ૧૨. સંખ્યાદિને પણ પર્યાયરૂપે સ્વીકારવાની યુક્તિ
૧૮૫-૧૮૭ ૧૩-૧૪.
શુદ્ધ, અશુદ્ધ પર્યાયવિષયક અનેકાંતની મર્યાદાનું સ્પષ્ટીકરણ ૧૮૭-૧૯૧ ૧૫-૧૬. “નયચક્ર' અનુસાર બીજી રીતે ચાર પ્રકારના પર્યાયનું સ્વરૂપ ૧૯૨-૧૯૫ ૧૭-૧૮. દ્રવ્યના વિકારો જેમ પર્યાયો છે તેમ ગુણના વિકારો પણ ૧૯૫-૧૯૮
પર્યાયો છે તે પ્રકારની દિગંબરોની યુક્તિનું નિરાકરણ - ૧૯. દ્રવ્ય, ગુણ, પર્યાયના ચિતવનનું ફળ
૧૯૮-૧૯૯ ઢાળ-૧૪ નું યોજનનું સ્વરૂપ.
૧૯૯-૨૦૦
Page #27
--------------------------------------------------------------------------
________________
.
ગાથા નં.
વિષય
દુહા
૧.| ગુરુવચન, શ્રુતવચન અને અનુભવના બળથી દ્રવ્યાનુયોગના ચિંતવનથી પરમપદની પ્રાપ્તિ
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | અનુક્રમણિકા
પાના નં.
૨. બાલ, મધ્યમ અને ઉત્તમ પુરુષના ભેદનું સ્વરૂપ ૩-૪. જ્ઞાનરહિત ક્રિયા અને ક્રિયારહિત જ્ઞાન વચ્ચેનો ભેદ. ૫-૬. ક્રિયાકૃત અને જ્ઞાનકૃત કર્મક્ષયનો ભેદ. જ્ઞાન એ જીવનો અપ્રતિપાતી ગુણ. ૭-૮.| જ્ઞાનનું માહાત્મ્ય.
દુહાઓનું આત્મકલ્યાણ અર્થે યોજન.
ઢાળ-૧૫
૧. જ્ઞાનપૂર્વકની ક્રિયાવાળા મહાત્માનું સ્વરૂપ. ૨.| સંવિજ્ઞપાક્ષિકનું સ્વરૂપ.
૩ થી ૯.| જ્ઞાનરહિત ક્રિયા કરનારાનું સ્વરૂપ.
૧૦.| જ્ઞાનીના વચનનું મહત્ત્વ. ૧૧. ઇચ્છાયોગનું સ્વરૂપ.
૧૨-૧૩.| શ્રાવકને જ્ઞાન પ્રધાન અને મુનિને જ્ઞાન-ક્રિયા પ્રધાન.
ઢાળ ૧૬
૧-૨. સંસ્કૃત ભાષાને છોડીને પ્રાકૃત ભાષામાં મિથ્યાદ્દષ્ટિનો વ્યામોહ અને સમ્યગ્દષ્ટિનો વિવેક.
૩ થી ૭. ગ્રંથકારશ્રીએ ‘દ્રવ્ય, ગુણ, પર્યાયનો રાસ'ની જે રચના કરી છે તેનું પારમાર્થિક મહત્ત્વ.
ઢાળ-૧૬ નું યોજનનું સ્વરૂપ.
ઢાળ-૧૭
૧ થી ૧૧.| પ.પૂ.શ્રી હીરસૂરીશ્વરજી મ.સા.થી શરૂ કરીને ગ્રંથકારશ્રી સુધીની પાટપરંપરાનું વર્ણન અને તેઓના ઉપકારનું સ્મરણ.
કળશ
દ્રવ્ય, ગુણ, પર્યાયના વર્ણનનું માહાત્મ્ય.
કાવ્યમૂ
૨૦૧-૨૦૨
૨૦૨-૨૦૩
૨૦૩-૨૦૧૬
૨૦૯-૨૦૯
૨૦૯-૨૧૩
૨૧૩
૨૧૪-૨૧૫
૨૧૫-૨૧૭
૨૧૭-૨૨૯
૨૨૯-૨૩૦
૨૩૦-૨૩૨
૨૩૨-૨૩૭૬
૨૩૭-૨૪૨
૨૪૨-૨૫૬
૨૫૬
૨૫૭-૨૭૭
૨૬૮-૨૦૦
૨૭૦-૨૭૧
Page #28
--------------------------------------------------------------------------
________________
કે શ્રી ગઈ નમઃ | ॐ ही श्री शंखेश्वरपार्श्वनाथाय नमः ।
જે નમઃ |
ન્યાયાચાર્ય-ન્યાયવિશારદ-શ્રીમદ્ યશોવિજયજી મહારાજા વિરચિત
વોપાટબા સહિતી દ્રવ્યગુણપર્યાયનો રાસ
શબ્દશઃ વિવેચન
ભાગ-૨
K ઢાળ-૧૦
ગાથા :
ભિન્ન, અભિન્ન, તિવિહ, તિય લક્ષણો, ભાસિઓ ઈમ મઈ રે અત્ય;
ભેદ દ્રવ્ય, ગુણ, પજવના હવઈ, ભાષી જઈ પરમF. I/૧૦/૧ાા ગાથાર્થ :
ઈમ=બીજી ઢાળથી નવમી ઢાળ સુધી વર્ણન કર્યું એમ, ભિન્ન, અભિન્ન, ત્રિવિધ, ત્રણ લક્ષણવાળો અર્થ મેં ભાસિયો=બીજી ઢાળની બીજી ગાથામાં કહ્યો (અને તેનો અત્યાર સુધી વિસ્તાર કર્યો છે,) હવઈ હવે, દ્રવ્ય-ગુણ-પર્યાયના પરમાર્થથી જે ભેદ છે તે ભાષીજÚ=કહીએ છીએ. II૧૦/૧ાા. ટબો:
ભિન, અભિષ, ત્રિવિધ, ત્રિલક્ષણ એક અર્થ છઈએહવું જે પહેલાં દ્વારરૂપ કહિઉં હતું, તે મર્દા વિસ્તારીનઈ-એટલઈ-ઢાલે કહિઉં. હવઈ-દ્રવ્ય, ગુણ, પર્યાયના જે પરમાર્થ ભેદ છઈ, તે વિસ્તારી ભાષિઈ છઈ. ll૧૦/૧
Page #29
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ ગાથા-૧-૨
ટબાર્થ:
‘ભિન્ન, અભિન્ન, ત્રિવિધ, ત્રણ લક્ષણવાળો એક અર્થ છે' એવું જે પહેલા દ્વારરૂપ કહ્યું હતું=બીજી ઢાળની બીજી ગાથામાં ગ્રંથકારશ્રીએ કહ્યું હતું, તે મેં=ગ્રંથકારશ્રીએ, વિસ્તારીને આટલી ઢાળમાં કહ્યું. હવે દ્રવ્ય-ગુણ-પર્યાયના જે પરમાર્થથી ભેદ છે તે વિસ્તારથી ભાષિઈ છઈ=ગ્રંથકારશ્રી કહે છે. ૧૦/૧ ભાવાર્થ:
ગ્રંથકારશ્રીએ દ્રવ્યગુણપર્યાયનો રાસ લખવાની પ્રતિજ્ઞા કરેલ ત્યારપછી પહેલી ઢાળમાં દ્રવ્યાનુયોગના વિષયભૂત દ્રવ્ય-ગુણ-પર્યાયનું માહાત્મ બતાવ્યું. ત્યારપછી બીજી ઢાળમાં દ્રવ્ય શું છે? ગુણ શું છે? અને પર્યાય શું છે ? તેને બીજી ઢાળની ગાથા-૧ અને ગાથા-રના પૂર્વાર્ધથી કહ્યું અને બીજી ઢાળની ગાથા-રના ઉત્તરાર્ધમાં કહ્યું કે એક પદાર્થ દ્રવ્ય-ગુણ-પર્યાયની અપેક્ષાએ ભિન્ન છે, અભિન્ન છે, ત્રિવિધ છે અને ત્રણ લક્ષણવાળો છે. ત્યારપછી દ્રવ્ય, ગુણ, પર્યાય કઈ રીતે ભિન્ન છે ?, કઈ રીતે અભિન્ન છે ?, કઈ રીતે ત્રિવિધ છે ? અને ઉત્પાદવ્યયધ્રૌવ્યરૂપ ત્રણ લક્ષણવાળો કઈ રીતે છે ? તેનું અત્યાર સુધી ગ્રંથકારશ્રીએ વિસ્તારથી વર્ણન કર્યું. હવે દ્રવ્ય-ગુણ-પર્યાયનો જે પરમાર્થથી ભેદ છે તેને વિસ્તારથી કહેવાની પ્રતિજ્ઞા કરે છે, જેથી શ્રોતાને બીજી ઢાળ સુધીના પદાર્થ સાથે, આગળમાં કહેવાશે તે પદાર્થનો પરસ્પર સંલગ્નરૂપે બોધ થાય.II૧૦/૧
ગાથા -
સમકિત સૂઈ રે ઈણિ પરિ આદરો, સમકિત વિણ સવિ ધંધ; સમકિત વિણ જે રે હઠ મારગિ પડિઆ, તે સવિ જાતિ રે અંધ.
સમકિત સૂવું રે ઈણિ પરિ આદરો. એ આંચલી. ll૧૦/શા ગાથાર્થ :
ઈણિ પરિ=ગ્રંથકારશ્રીએ અત્યાર સુધી દ્રવ્ય-ગુણ-પર્યાયનું સ્વરૂપ વિસ્તારથી બતાવ્યું અને હવે પછી બતાવશે એ પ્રમાણે, સૂઈ સમકિત આદરો વિસ્તારરુચિસમ્યક્ત આદરો. સમકિત વિના સર્વ ધંધ=બધી ક્રિયા નકામી છે. સમકિત વગર જે હઠમાર્ગે પડ્યા=પોતપોતાની રુચિ અનુસાર ભગવાનના વચનને ગ્રહણ કરીને વર્તનારા જે હઠમા પડ્યા, તે સર્વે જાતિઅંધ છે=આત્મકલ્યાણના માર્ગમાં અનાદિથી અંધ હોવાથી માર્ગગામી નથી. ઈણિ પરિ સૂઈ સમકિત આદરો. ll૧૦/રા
Page #30
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-૨ ટબો:
એણી પરિંદ્રવ્ય, ગુણ, પર્યાય પરમાર્થ વિચારીનઈ, વિસ્તાર-રુચિ સમકિત આદરો. તાદેશ ધારણાશક્તિ ન હોઈ, અનઈ-એ વિચાર ભાવથી સહઈ, જ્ઞાનવંતનો રાગી હોઈ, તેહનઈ-પણિ યોગ્યતાઈ-વ્યસમકિત હોઈ. એ ૨ પ્રકાર સમકિતવંતની દાનદયાદિક જે થોડીઈં ક્રિયા, તે સર્વ સફલ હોઈ. उक्तं च विंशिकायाम
दाणाइया उ एयम्मि चेव सुद्धा उ हुंति किरियाओ ।
एयाओ वि हु जम्हा, मुक्खफलाओ पराओ य ।।६/२० ।। એ સમકિત વિના સર્વ ક્રિયા ધંધરૂપ જાણવી. સમકિત વિના જે અગીતાર્થ તથા અગીતાર્થનિશ્ચિત સ્વ-સ્વાભિનિર્વાઈ હઠમાર્ગ પડિઆ છઇં, તે સર્વ જાતિ અંધ સરખા જાણવા. તે-“ભલું જાણી કરશું, તે પણિ-ભલું ન હોઈ.
सुंदरबुद्धीइ कयं, बहुअं पि ण सुंदरं होइ । () - તે માર્ટિ-ભદ્રવ્ય-ગુણ-પર્યાય ભેદ પરિજ્ઞાનઈ કરીનઈ સૂવું સમકિત આદરો.” એ હિતોપદેશ. I૧૦/રા ટબાર્થ:
એણી પરિ=ગ્રંથકારશ્રીએ અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે, દ્રવ્ય-ગુણ-પર્યાયનો પરમાર્થ વિચારીને વિસ્તારરુચિ સમ્યક્ત આદરો–ભગવાનના વચનના મર્મને સ્પર્શે અને તેના કારણે વિસ્તાર પામતી રુચિ થાય તેવા સમ્યક્તને આદરો. તેવા પ્રકારની ધારણાશક્તિ ન હોય=ગ્રંથકારશ્રીએ અત્યાર સુધી જે વર્ણન કર્યું તેના પરમાર્થને ગ્રહણ કરીને તે પ્રકારે તે ભાવોને ધારણ કરી શકે તેવી શક્તિ ન હોય, અને એ વિચાર ભાવથી શ્રદ્ધા કરીએ=“ક્યારે મારામાં તેવી વિશેષ શક્તિ પ્રગટે જેથી હું વિસ્તારરુચિ સમ્યક્તને પામું ?” એ વિચાર ભાવથી શ્રદ્ધા કરીએ, અને જ્ઞાનવંતનો રાગી થાય=વિસ્તારરુચિ સખ્યત્વવાળા ગીતાર્થ જે જ્ઞાનવંત છે તેઓનો રાગી થાય. તેને પણ યોગ્યતાએ=વિસ્તારરુચિ સભ્યત્વરૂપ ભાવસભ્યત્ત્વના કારણપણાએ, દ્રવ્યસમ્યક્ત થાય. એ બે પ્રકારના=વિસ્તારરુચિરૂપ ભાવસમ્યક્ત અને સંક્ષેપરુચિરૂપ દ્રવ્યસમ્યક્ત-એ બે પ્રકારના, સમકિતવાળા જીવની દાવદયાદિક જે થોડી ક્રિયા, તે સર્વ સફળ થાય.
૪ વિંશિકા અને વિંશિકામાં કહેવાયું છે. વેવં આ હોતે છતે જ=સમકિત હોતે છતે જ, હાફિયા ૩ વિકરિયાસો સુદ્ધાં ૩ ફુતિ દાનાદિક ક્રિયાઓ શુદ્ધ
Page #31
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨/ ઢાળ-૧૦ | ગાથા-૨ થાય છે. પ્રયાગો વિ દુનષ્ઠા, પરાગો ચ=જે કારણથી પરા એવી આ જ, મુqના મોક્ષફળવાળી છે. (વિંશતિવિંશિકા૬, ગાથા-૨૦)
એ સમકિત વિના=પૂર્વમાં વર્ણન કર્યું એ બે પ્રકારના સમકિત વગર, સર્વ ક્રિયા ધંધરૂપ જાણવી=બુદ્ધિના અંધાપારૂપ જાણવી. સમકિત વગર જે અગીતાર્થ અને અગીતાલિશ્રિત જીવો, સ્વસ્વ અભિનિવેશથી હઠમાર્ગે પડ્યા છે, તે સર્વ જાતિઅંધ સરખા જાણવા.
કેમ ધર્માનુષ્ઠાન કરવા છતાં તેઓ જાતિઅંધ જેવા છે ? તેથી કહે છે –
તેઓ ‘ભલુ જાણીને કરે="આ ધર્મની ક્રિયાઓ મારા કલ્યાણનું કારણ છે' તેમ જાણીને કરે છે, તે પણ–તે ક્રિયાથી પણ, ‘ભલું થાય નહીં.
૩ =અને કહેવાયું છે –
સુંદરવુદ્ધી ક્યે સુંદર બુદ્ધિથી કરાયેલી= મારે સ્વકલ્યાણ કરવું છે એવી સુંદર બુદ્ધિથી નિષ ભિક્ષાચર્યાદિ ક્રિયા કરાયેલી, વહુર્ગ ઉપ જ સુંદર હો બહુ પણ સુંદર થતી નથી=મોટાભાગની ક્રિયા નિષ્ફળ જાય છે. ()
તે માટે સમકિત વગર સર્વ ક્રિયાઓ નિષ્ફળ છે તે માટે, દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદના પરિજ્ઞાનને કરીને=ગ્રંથકારશ્રી આગળમાં જે કહેશે તે દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદના પરિજ્ઞાનને કરીને, સૂવું સમકિત આદરો સુંદર એવા વિસ્તારરૂચિ સખ્યત્વનો સ્વીકાર કરો, એ પ્રકારનો હિતોપદેશ છે. ૧૦/રા ભાવાર્થ -
ગ્રંથકારશ્રીએ નવમી ઢાળ સુધી દ્રવ્ય, ગુણ અને પર્યાયનું કંઈક સ્વરૂપ બતાવ્યું. પ્રથમ ઢાળમાં સ્વયં જ ગ્રંથકારશ્રીએ કહેલ કે, દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદના ચિંતવનથી શુક્લધ્યાનનો પ્રથમ પાયો પ્રાપ્ત થાય છે અને દ્રવ્ય-ગુણ-પર્યાયના અભેદના ચિંતવનથી શુક્લધ્યાનનો બીજો પાયો પ્રાપ્ત થાય છે. તેનાથી ફલિત થાય કે, શુક્લધ્યાનના બંને પાયા વીતરાગ થવાને અનુકૂળ મહાપથના પ્રયાણસ્વરૂપ છે અને તે પથને પ્રાપ્ત કરવાના અર્થીએ દ્રવ્ય-ગુણ-પર્યાયનો પરમાર્થ શું છે ? જેથી તેના ચિંતવનથી ક્ષપકશ્રેણી પ્રગટે છે તે રીતે જાણવા યત્ન કરવો જોઈએ. આ રીતે જે મહાત્મા દ્રવ્ય-ગુણ-પર્યાયના પરમાર્થને વિચારે છે તેઓ ભગવાનના શાસનના રહસ્યને પામનારા એવા વિસ્તારરુચિ સમ્યક્તને પ્રાપ્ત કરે છે, જેના બળથી મોક્ષમાર્ગની સર્વ ઉચિત દિશાઓનું સમ્યગુ અવલોકન કરીને ક્ષપકશ્રેણીને અનુકૂળ શક્તિનો સંચય કરે છે, આથી જ વિસ્તારરૂચિ સમ્યક્ત ગીતાર્થને જ હોય છે અને તે ભાવસમ્યક્તરૂપ છે એમ શાસ્ત્રમાં કહેલ છે. વળી, આ સર્વ સાંભળીને કોઈ મહાત્માને વિચાર આવે કે, ક્ષપકશ્રેણીને અનુકૂળ રહસ્યને દેખાડે તે રીતે દ્રવ્ય-ગુણપર્યાયના પરમાર્થને પોતે જોઈ શકે અને તેને માટે આવશ્યક શાસ્ત્રનો બોધ પોતે વિસ્તારથી કરી શકે તેવી ધારણાશક્તિ પોતાનામાં નથી તો તેણે શું કરવું જોઈએ ? તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે –
તેવા મહાત્માએ વિસ્તારરુચિ સમ્યક્ત થવાના પરિણામને ભાવથી ધારણ કરવા જોઈએ અર્થાતુ પોતાની શક્તિને ગોપવ્યા વગર વિશેષ વિશેષ પ્રકારે જિનવચનના રહસ્યની પ્રાપ્તિ થાય તે પ્રકારે સદા ઉદ્યમ કરવો જોઈએ, તો જ વિસ્તારરુચિ સમ્યક્તની પ્રાપ્તિની ભાવથી શ્રદ્ધા થઈ શકે.
Page #32
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨/ ઢાળ-૧૦ | ગાથા-૨
વળી, જેઓને વિસ્તારરુચિ સમ્યક્તને પ્રાપ્ત કરવાની ઉત્કટ ઇચ્છા હોય તેઓ વિસ્તારરુચિ સમ્યગ્દષ્ટિ એવા ગીતાર્થ મુનિ પ્રત્યે અવશ્ય રાગવાળા હોય છે અને તેવા જીવોને યોગ્યતાથી દ્રવ્યસમ્યક્ત હોય છે. જેમ વ્યાવસ્તવરૂપ ચારિત્રના કારણપણાથી દ્રવ્યસ્તવરૂપ શ્રાવકની પૂજા છે તેમ ભાવસમ્યવના કારણપણારૂપે દ્રવ્યસમ્યક્ત તેવા મહાત્મામાં છે. જેને ભાવસમ્યક્ત પ્રત્યે અત્યંત રુચિ છે અને ભાવસમ્યક્તવાળા મહાત્મા પ્રત્યે અત્યંત રાગ છે, તેવા દ્રવ્યસમ્યક્તવાળા મહાત્મા અને ભાવસભ્યત્વવાળા મહાત્મા એ બે પ્રકારના સમ્યક્તવાળા જીવો દાનાદિક જે કાંઈ થોડી ક્રિયાઓ કરે છે તે સર્વ સફળ થાય છે. માટે પોતાની દાનાદિક ક્રિયા મોક્ષનું કારણ બને તે રીતે સફળ કરવા અર્થે બે પ્રકારમાંથી સ્વશક્તિ અનુસાર ભાવસમ્યક્તને કે દ્રવ્યસમ્યક્તને અવશ્ય ધારણ કરવું જોઈએ. આથી જ છઠ્ઠી વિંશિકાની વીશમી ગાથામાં કહ્યું છે કે, જે જીવોને ભાવસમ્યક્ત કે દ્રવ્યસમ્યક્ત પ્રાપ્ત થયું છે, તેઓની જ દાનાદિક ક્રિયાઓ સફળ છે અને સમ્યગ્દષ્ટિની દાનાદિક ક્રિયા પરાકાષ્ઠાને પામીને મોક્ષમાર્ગમાં વિશ્રાંત થાય છે. તેથી એ ફલિત થાય કે, સમ્યગ્દષ્ટિ જીવો ભગવાનના વચનના સૂક્ષ્મતત્ત્વને જાણનારા છે તેથી તેઓની ક્રિયા વીતરાગ થવાના વ્યાપારવાળી છે. આ ક્રિયાઓ જ્યારે પરાકાષ્ઠાને પ્રાપ્ત કરે છે ત્યારે ક્ષપકશ્રેણીને પામીને વીતરાગતામાં વિશ્રાંત થાય છે માટે મોક્ષફળવાળી છે. જેઓને ભાવસમ્યક્ત કે દ્રવ્યસમ્યક્ત પ્રાપ્ત થયું નથી તેઓની સર્વ ક્રિયા વિતરાગગામી નહીં હોવાથી બુદ્ધિના અંધાપારૂપ જાણવી. આથી જ તેઓ બાહ્ય ક્રિયાઓ કરીને એવા પરિણામ ધારણ કરે છે કે “અમે મોક્ષમાર્ગને આરંભીએ છીએ” વસ્તુત: તે ક્રિયાઓ વીતરાગભાવને અનુકૂળ. કઈ રીતે બને ? તેનો કોઈ બોધ ન હોવાથી તે ક્રિયાઓ બુદ્ધિના અંધાપારૂપ બને છે. આથી જ ગ્રંથકારશ્રી કહે છે કે સમ્યક્ત વગરના જે સાધુઓ અગીતાર્થ છે અને જેઓ અગીતાર્થને નિશ્ચિત છે તેઓ પોતપોતાના અભિનિવેશથી હઠમાર્ગમાં પડ્યા છે=ભાવપ્રાણ વગરની બાહ્ય ક્રિયાઓ કરીને “આ ક્રિયાઓ દ્વારા અમે મોક્ષમાર્ગમાં પડ્યા છીએ” એવા અભિનિવેશથી હઠમાર્ગમાં પડ્યા છે, તે સર્વ જાતિઅંધ સમાન જાણવા.
જેમ જાતિઅંધ પુરુષ “આ વસ્ત્ર લાલ છે, કાળું છે' ઇત્યાદિ જાણતો નથી તેમ આવા સાધુઓ પોતે જે ક્રિયા કરે છે તે “મોક્ષને અનુકૂળ છે કે મોક્ષને પ્રતિકૂળ છે તેના રહસ્યને જાણતા નથી, માત્ર બાહ્ય આચારોના બળથી પોતે કંઈક કલ્યાણને પ્રાપ્ત કરશે એવો ભ્રમ પ્રાપ્ત કરે છે. આ સાધુઓ “આ ક્રિયા મારું ભલું કરવાનું કારણ છે તેમ જાણીને ક્રિયાઓ કરે છે, તોપણ તે ક્રિયાથી પોતાની મિથ્યારુચિની જ પુષ્ટિ કરે છે, તેથી બાહ્ય સુંદર ક્રિયા દ્વારા પણ તેઓનું “ભલું થતું નથી. આને સામે રાખીને શાસ્ત્રમાં કહેવાયું છે કે, “સુંદર બુદ્ધિથી કરાયેલું તેઓનું અનુષ્ઠાન બહુ પણ સુંદર થતું નથી'; કેમ કે, તત્ત્વને જાણવાની ઉપેક્ષા કરીને પોતાના મંદ બોધમાં “પોતે તત્ત્વને જાણે છે” એવો ભ્રમ ધારણ કરીને પોતાની વિપરીત રુચિને દઢ કરે છે. માટે “સમ્યક્ત વગર સર્વ ક્રિયાઓ નિષ્ફળ છે તેમ જાણીને સમ્યક્તપ્રાપ્તિમાં પ્રબળ કારણભૂત દ્રવ્ય, ગુણ અને પર્યાયના ભેદનું જ્ઞાન કરીને નિર્મળ એવા સમ્યક્તને તમે આદરો” એ પ્રકારનો હિતોપદેશ ગ્રંથકારશ્રી આપે છે, જેથી સમ્યક્તમાં ઉદ્યમ કરીને યોગ્ય જીવો થોડી પણ દાનાદિક ક્રિયાઓ સફળ કરી શકે. II૧૦/શા
Page #33
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨/ ઢાળ-૧૦ | ગાથા-૩
અવતરણિકા :
ગ્રંથકારશ્રીએ ગાથા-૧માં પ્રતિજ્ઞા કરેલ કે હવે દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદને કહેવાશે. ત્યારપછી ગાથા-રમાં કહ્યું કે, દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદભેદના યથાર્થ પરિજ્ઞાનથી સમ્યક્તની પ્રાપ્તિ થાય છે. તેથી સખ્યત્ત્વની પ્રાપ્તિ અર્થે ઉપકારક એવા દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદને બતાવવા અર્થે ભગવાનના વચનાનુસાર દ્રવ્યો કેટલાં છે? તે પ્રથમ બતાવે છે – ગાથા :
ધર્મ, અધર્મ હ ગગન, સમય વલી, પુદગલ, જીવ જ એહ;
ષટ દ્રવ્ય કહિયાં રે શ્રી નિનશાનં, જાસ ન આદિન છે. સમ0 II૧૦/૩ ગાથાર્થ -
ધર્મ, અધર્મ, ગગન=આકાશ, સમય કાળ, પુદ્ગલ અને જીવ-એ છ જ દ્રવ્ય શ્રી જિનશાસનમાં કહ્યાં છે, જેની આદિ નથી અને છેદ નથી=અંત નથી. II૧૦/BIT.
હ” પાદપૂર્તિ અર્થે પ્રયોજાયેલ છે. ટબો:
ધર્મ કo ધર્માસ્તિકાય, અધર્મ કo અધર્માસ્તિકાય, ગગન કo આકાશાસ્તિકાય, સમય ક. કાલદ્રવ્ય-અદ્ધા સમય “હનું બીજું નામ પુદ્ગલ ક પુદગલાસ્તિકાય, જીવ ક, જીવાસ્તિકાય-એહ ષ દ્રવ્ય જિનશાસનનઈં વિષë કહિયાં, જેહનો-દ્રવ્યજતિ તથા પર્યાયપ્રવાહઈ આદિ તથા છેહ ક0 અંત નથી. એહ મળે કાલ વર્જીનઈ ૫ અસ્તિકાય કહિઈ. “કસ્તય: પ્રવેશ: હૈ યન્ત શાન્તિ” ત્તિ વ્યુત્પત્તેિરા કાલદ્રવ્યનઈં અસ્તિકાય ન કહિઈ. જે માટઈં-સ્નેહન પ્રદેશસંઘાત નથી; એક સમય બીજા સમયનઈ ન મિલર્જી, તે વતી. ઈમ બીજ પણિ.
“धर्माधर्माकाशान्येकैकमतः परं त्रिकमनन्तम् । कालं विनाऽस्तिकाया जीवमृते चाप्यकर्तृणि ।।२१४ ।।”
ઈત્યાદિ-સાધર્ષ, વૈધર્ષ પ્રશમરત્યાદિ મહાગ્રંથથી જાણવું. I/૧૦/all ટબાર્થ :
ધર્મ કહેતાં ધમસ્તિકાય, અધર્મ કહેતાં અધર્માસ્તિકાય, ગગન કહેતાં આકાશાસ્તિકાય, સમય કહેતાં કાળદ્રવ્ય-જેનું બીજું નામ અદ્ધાસમય છે, પુગલ કહેતાં પુદગલાસ્તિકાય, જીવ કહેતાં જીવાસ્તિકાયએ છ જ દ્રવ્ય જિનશાસનમાં કહેવાયાં છે. જેનો=જે છ દ્રવ્યનો, દ્રવ્યજાતિથી અને પર્યાયપ્રવાહથી આદિ તથા છે કહેતાં અંત નથી. એમણે=એ છ દ્રવ્યમાં, કાળને છોડીને પાંચ અસ્તિકાય કહ્યા છે;
Page #34
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાનો રાણા ભાગ-૨/ ઢાળ-૧૦ | ગાથા-૩ કેમ કે “અસ્તિઓ પ્રદેશો-તેનાથી બોલાવાય છે એ પ્રમાણે વ્યુત્પત્તિ છે. કાળદ્રવ્યને અસ્તિકાય ન કહેવાય, જે માટે તેને કાળદ્રવ્યને, પ્રદેશસંઘાત નથી.
કેમ પ્રદેશસંઘાત નથી ? તેથી કહે છે –
એક સમયે બીજા સમયને મળતો નથી તે વતી=વર્તમાનની ક્ષણ નાશ થાય છે પછી બીજી ક્ષણ ઉત્પન્ન થાય છે, તેથી બે ક્ષણો પરસ્પર અવ્યવધાનથી પૂર્વ-ઉત્તર ભાવવાળી હોવા છતાં એકબીજાને સ્પર્શનો સંશ્લેષ નથી તેથી, એમ બીજાં પણિ=પૂર્વમાં ગાથાનુસાર પાંચ દ્રવ્યોનું સ્વરૂપ બતાવ્યું એમ બીજા પણ.
થયÍવાશાધર્મ, અધર્મ, આકાશ એકેક છે. અત: પરં ત્રિશમનન્તઆથી બીજા ત્રણ અનંત છેઃકાળ-યુગલ અને જીવ અનંત છે. શાહ્ન વિના મતિવાયકાળ વિના અસ્તિકાયો=પાંચ દ્રવ્યો અસ્તિકાયો છે. નીવમૃત વાણાિ =વળી, જીવ વગર અકર્તા છે=જીવ કર્તા છે અને બીજાં દ્રવ્યો અકર્તા છે. ર૧૪ (પ્રશમરતિ પ્રકરણ, શ્લોક-૨૧૪)
ઇત્યાદિ ઉપર્યુક્ત ગાથામાં બતાવ્યું એ વગેરે, સાધચ્ચે-વધર્મ==ણ દ્રવ્યો એકેક છે એ રૂપ સાધર્મ અને (૧) ત્રણ દ્રવ્યો એકેક છે તથા બીજાં ત્રણ દ્રવ્યો અનંત છે એ રૂપ વૈધર્મ અને (૨) કાળ વિના અન્ય દ્રવ્યો અસ્તિકાય છે એ રૂપ કાળ તથા અન્ય દ્રવ્યો વચ્ચેનું વૈધર્મ અને (૩) જીવ વગર અન્ય દ્રવ્યો અકર્તા છે એ રૂપ જીવ અને અન્ય દ્રવ્યો વચ્ચેનું વૈધર્મ, પ્રશમરતિ આદિ મહાગ્રંથોમાંથી જાણવું. II૧૦/૩ ભાવાર્થ
જિનવચનાનુસાર દ્રવ્યો કેટલાં છે ? તેનો બોધ કરાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે –
ભગવાનના શાસનમાં છ દ્રવ્યો કહ્યાં છે. તેમાંથી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુલાસ્તિકાય અને જીવાસ્તિકાય એ પાંચ અસ્તિકાયરૂપ છે અને કાળદ્રવ્ય, જેનું બીજું નામ અદ્ધાસમય છે તે અસ્તિકાયસ્વરૂપ નથી.
વસ્તુતઃ કાળદ્રવ્ય ધર્માસ્તિકાય આદિની જેમ સ્વતંત્ર દ્રવ્ય નથી પરંતુ જીવ, અજીવના પર્યાયસ્વરૂપ છે; છતાં ઉપચારથી તેને દ્રવ્યરૂપે સ્વીકારેલ છે તેમ સ્વયં ગ્રંથકારશ્રી આગળમાં કહેશે. આમ છતાં પ્રસ્તુતમાં જિનવચનાનુસાર તત્ત્વના ભાવન અર્થે છ દ્રવ્યોનો વિચાર કરી રહ્યા છે, તેથી દ્રવ્યોના ચિંતવનમાં ઉપકારક એવા કાળને અહીં દ્રવ્યરૂપે કહેલ છે.
કાળને છોડીને પાંચ દ્રવ્યો અસ્તિકાય કેમ છે? તે સ્પષ્ટ કરતાં કહે છે –
અસ્તિ શબ્દનો અર્થ પ્રદેશો થાય છે અને પ્રદેશોથી ધર્મ આદિ દ્રવ્યોને બોલાવાય છે અર્થાતુ ધર્મ નામનું દ્રવ્ય પ્રદેશના સમૂહરૂપ છે, તે પ્રકારે બોલાવાય છે તેથી ધર્માસ્તિકાય કહેવાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે ધર્મ નામનું દ્રવ્ય સંખ્યાથી એક હોવા છતાં પ્રદેશના સમૂહરૂપ છે; પરંતુ કાળની જેમ એક પ્રદેશરૂપ નથી અને કાળ નામનું દ્રવ્ય પ્રદેશના સંઘાતરૂપ નથી; કેમ કે પ્રતિક્ષણ સમય પસાર થાય છે તેથી વર્તમાનનો
Page #35
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨/ ઢાળ-૧૦ | ગાથા-૩-૪ સમય નાશ પામે ત્યારે ઉત્તરનો સમય ઉત્પન્ન થાય છે. તેથી કાળનો બે સમયનો સમૂહ કે અનેક સમયોનો સમૂહ ક્યારેય પ્રાપ્ત થતો નથી, જ્યારે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોમાં અનેક પ્રદેશોનો સમૂહ પ્રાપ્ત થાય છે. આ રીતે છ દ્રવ્યો બતાવ્યા પછી ગ્રંથકારશ્રી કહે છે કે, તે છ દ્રવ્યો દ્રવ્યજાતિથી અને પર્યાયના પ્રવાહથી આદિ અને અંત વગરનાં છે. તેથી એ પ્રાપ્ત થાય કે ધર્માસ્તિકાય દ્રવ્યરૂપે જેમ શાશ્વત છે તેમ ધર્માસ્તિકાયમાં પ્રતિક્ષણ નવા નવા પર્યાયોનો પ્રવાહ ચાલે છે, તે પ્રવાહ પણ અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેવાનો. આ રીતે અધર્માસ્તિકાયાદિ દ્રવ્યોમાં પણ જાણવું. વળી, છએ દ્રવ્યોમાં કઈ રીતે સાધર્મ છે અને કઈ રીતે વૈધર્મ છે ? તે ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગાથામાં સામાન્યથી બતાવ્યું અર્થાતુ ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્યો અસ્તિકાયરૂપે સાધર્મ્સવાળાં છે અને કાળદ્રવ્ય અસ્તિકાયરૂપે નથી માટે વૈધર્મવાળું છે, એ રીતે બીજા પણ સાધર્મ-વૈધર્મ “પ્રશમરતિ આદિ મહાગ્રંથથી જાણવા તેમ બતાવીને તેની ગાથા બતાવી, તે પ્રમાણે ધર્માસ્તિકાયાદિ ત્રણ દ્રવ્યો સંખ્યાથી એક છે તેથી સંખ્યારૂપે તેઓનું સાધર્મ છે. જીવ, પુદ્ગલ અને કાળ સંખ્યાથી અનંત છે તે રૂપે તે ત્રણમાં પણ અનંત સંખ્યાથી સાધર્મે છે. ધર્માસ્તિકાયાદિ ત્રણ દ્રવ્યોમાં અને જીવ, પુદ્ગલ, કાળરૂપ ત્રણ દ્રવ્યોમાં પરસ્પર સંખ્યાથી વૈધર્મ છે; કેમ કે ત્રણ એકેક છે અને અન્ય ત્રણ અનંત છે.
વળી, કાળ વગર પાંચ દ્રવ્યો અસ્તિકાયરૂપે છે તેથી કાળ અને અન્ય પાંચ દ્રવ્યોનું અસ્તિકાયરૂપ અને અસ્તિકાયના અભાવરૂપ વૈધર્યુ છે.
વળી, જીવને છોડીને પાંચ દ્રવ્યો અકર્તા છે તેથી જીવમાં કર્તુત્વ અને અન્યમાં અકર્તુત્વરૂપ વૈધર્મ છે તથા જીવ સિવાયનાં પાંચ દ્રવ્યોમાં અકર્તુત્વરૂપ સાધર્મ છે. તેથી એ પ્રાપ્ત થાય કે, જીવ સ્વપ્રયત્નથી તે તે ભાવો કરે છે, જ્યારે અન્ય દ્રવ્યો પ્રતિક્ષણ અન્ય અન્ય પર્યાયરૂપે પરિણમન પામે છે, આથી પુદ્ગલોમાંથી સ્કંધો બને છે તોપણ તેઓમાં કર્તુત્વભાવ નથી; જ્યારે જીવ સ્વવીર્યના પ્રયત્નપૂર્વક પુદ્ગલના ભાવોને કરે છે, મોહના ભાવોને કરે છે અને યોગમાર્ગની પ્રવૃત્તિ કરે છે ત્યારે મોહના ઉમૂલનપૂર્વક પોતાના શુદ્ધ સ્વભાવને પ્રગટ કરવા યત્ન કરે છે તે સર્વ, જીવનો કર્તુત્વસ્વભાવ છે આવો કર્તૃત્વ સ્વભાવ અન્ય દ્રવ્યોમાં નથી. II૧૦/all અવતરણિકા :
તિહાં-ધુરિ-ધર્માસ્તિકાય લક્ષણ કહઈ છૐ – અવતરણિકાર્ય :
તેમાં છ દ્રવ્યોમાં પહેલું ધમસ્તિકાય છે. તેનું લક્ષણ કહે છે –
ગાથા -
ગતિ પરિણામી રે પુગલ-જીવનઈ, ઝષનઈ જલ જિમ હોઈ; તાસ અપેક્ષા રે કારણ લોકમાં, ધરમ દ્રવ્ય ગઈ રે સોઈ. સમe II૧૦/૪
Page #36
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨/ ઢાળ-૧૦ | ગાથા-૪ ગાથાર્થ :
માછલાને જલ જેમ અપેક્ષાકારણ હોય તેમ ગતિપરિણામી એવા જીવ-પુદ્ગલને થાય. લોકમાં તેનું અપેક્ષાકારણ તે ધર્મદ્રવ્ય સોઈ રેકતે ધર્મદ્રવ્ય જાણવું. ll૧૦/ના રબો :
ગતિપરિણામી ઈ-પુદ્ગલ, જીવદ્રવ્ય, લોક ક ચતુર્દશારવાત્મક આકાશખંડ, તેહમાંહિ છ$; તેહનું જે-અપેક્ષાકારણ=પરિણામવ્યાપારરહિત અધિકરણરૂપ ઉદાસીન કારણ, જિમ-ગમનાગમનાદિ ક્રિયાપરિણત ઝષ ક0 મત્સ્ય, તેહનઈં જળ અપેક્ષાકારણ છઈં; તે ધર્મદ્રવ્ય કo ધર્માસ્તિકાઘદ્રવ્ય જાણવું. ___ "स्थले झषक्रिया व्याकुलतया चेष्टाहेत्विच्छाभावादेव न भवति, न तु जलाभावादिति गत्यपेक्षाकारणे मानाभावः" इति चेत्, न, अन्वयव्यतिरेकाभ्यां लोकसिद्धव्यवहारादेव तद्धेतुत्वसिद्धेः; अन्यथा, अन्त्यकारणेनेतराखिलकारणान्यथासिद्धिप्रसङ्गाद्, इति दिग् । ।।१०/४॥ બાર્થઃ
ગતિપરિણામી જે પુદગલ, જીદ્રવ્ય લોકમાં કહેતાં ચતુર્દશાન્ધાત્મક આકાશખંડ, તેમાં છે. તેનું જે અપેક્ષાકારણ=પરિણામવ્યાપારરહિત અધિકરણરૂપ ઉદાસીનકારણ છે. જેમ ગમન-આગમવાદિ ક્રિયાપરિણત ઝષ કહેતાં માછલી, તેને જળ અપેક્ષાકારણ છે, તે ધર્મદ્રવ્ય કહેતાં ધમસ્તિકાયદ્રવ્ય જાણવું.
વ્યાવુતયા=વ્યાકુળપણાને કારણે, રાત્રિછામાવાવ=ચેષ્ટામાં હેતુ એવી ઈચ્છાના અભાવથી જ, ફરિયા=માછલીની ક્રિયા=માછલીની ગમનક્રિયા, સ્થળે જ મવતિ=સ્થળમાં થતી નથી. ન તુ નનામાવ=પરંતુ જલના અભાવથી નહીં, તિ અત્યકારો એથી ગતિના અપેક્ષાકારણમાં માછલીની ગમતની ક્રિયામાં જલરૂપ અપેક્ષાકારણમાં, નાનામાવા=માનનો અભાવ છે.
રૂતિ એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે – 7=એમ ન કહેવું. અન્ય વ્યતિરેગ્યાં = (કેમ કે) અવયવ્યતિરેક દ્વારા=જળ હોય તો માછલીની ક્રિયા થાય છે અને જળ ન હોય તો માછલીની ક્રિયા થતી નથી એ રૂપ અવયવ્યતિરેક દ્વારા, નોસિદ્ધવ્યવહાર=લોકસિદ્ધ વ્યવહારથી જ, તહેતુત્વસિદ્ધ =તેના હેતુત્વની સિદ્ધિ છે=માછલીની ગમનક્રિયામાં જળવા હેતુત્વની સિદ્ધિ છે. માથા=અવ્યથા=લોકસિદ્ધ વ્યવહાર હોવા છતાં તર્કના બળથી માછલીના ગમનમાં જળ હેતુ નથી તેમ સ્વીકારવામાં આવે તો, જ્યારપાનેતરાહિતારાચથસિદ્ધિસદ્ગા=અન્ય કારણ દ્વારા ઈતર અખિલ કારણોની અવ્યથા સિદ્ધિનો પ્રસંગ છે. ફરિ વિષ્ણુએ પ્રમાણે દિશાસૂચન છે. ૧૦/૪મા ભાવાર્થ:
જીવ અને પુદ્ગલ ગતિપરિણામવાળા પદાર્થો છે અને અલોકાકાશરૂપ આકાશના દેશથી અન્ય દેશમાં
Page #37
--------------------------------------------------------------------------
________________
૧૦
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-૪ લોક રહેલા છે. વળી જીવ અને પુદ્ગલ દ્રવ્યો ચૌદ રજુઆત્મક આકાશના દેશમાં રહેલા છે. અને તે દેશમાં જીવ અને પુદ્ગલ ગતિપરિણામી થાય છે ત્યારે ધર્માસ્તિકાયનું અવલંબન લઈને ગમન કરે છે. તેથી જીવ અને પુદ્ગલની ગમનક્રિયામાં ધર્માસ્તિકાયની અપેક્ષા છે માટે ધર્માસ્તિકાયને ગમનક્રિયાનું અપેક્ષાકારણ કહેવાય છે. હવે અપેક્ષાકારણનો અર્થ ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે – પરિણામવ્યાપારરહિત અધિકરણરૂપ જે ઉદાસીનકારણ, તે અપેક્ષાકારણ કહેવાય.
જેમ, પાણીમાં રહેલી માછલી જળરૂપ અધિકરણનું અવલંબન લઈને ગમન કરે છે તે વખતે જલ માછલીના ગમનને અનુકૂળ કોઈ પ્રકારના પરિણામવ્યાપારવાળું નથી; પરંતુ જળરૂપ અધિકરણ ન હોય તો માછલી ગમન કરી શકે નહીં અને જળરૂપ અધિકરણ હોય તો માછલી ગમન કરે છે. તેથી માછલીની ગમન પ્રવૃત્તિ પ્રત્યે જળ ઉદાસીનકારણ છે પરંતુ માછલીના ગમન પ્રત્યે જળ કોઈ પ્રકારનો વ્યાપાર કરતું નથી.
તેમ, જીવ સ્વપ્રયત્નથી કે કર્માદિ અન્ય નિમિત્તોના પ્રયત્નથી ગમનક્રિયા કરે છે ત્યારે ધર્માસ્તિકાય દ્રવ્યનું અવલંબન લઈને જીવની ગમનચેષ્ટા થાય છે અને તે વખતે ધર્માસ્તિકાય દ્રવ્ય જીવની ગમનક્રિયા પ્રત્યે કોઈ પ્રકારના પરિણામવ્યાપારને કરતું નથી છતાં ધર્માસ્તિકાયનું અવલંબન ન હોય તો જીવ ગમન કરી શકતો નથી. આથી જ ઊર્ધ્વગમનના સ્વભાવવાળા સિદ્ધના જીવો પણ સિદ્ધશિલા ઉપર જઈને સ્થિર થાય છે; કેમ કે ગમનના આલંબનરૂપ ધર્માસ્તિકાય દ્રવ્ય ત્યારપછી નથી. જેમ, જળમાંથી બહાર રહેલી માછલી ગમનના આલંબનરૂપ જલદ્રવ્યના અભાવને કારણે ગમનક્રિયા કરી શકતી નથી.
વળી, જેમ, ધર્માસ્તિકાયના આલંબનથી જીવદ્રવ્ય ગમનક્રિયા કરે છે તેમ પુદ્ગલદ્રવ્ય પણ જ્યારે જ્યારે સ્વતઃ ગતિપરિણામવાળું થાય છે ત્યારે ત્યારે ધર્માસ્તિકાયનું અવલંબન લઈને ગતિ કરે છે. આથી એકેક આકાશપ્રદેશ ઉપર અનંતા પરમાણુઓ આદિ પુદ્ગલો સ્થિતિપરિણામવાળા રહેલા છે તેમાંથી જે પરમાણુ આદિમાં ગતિનો પરિણામ પ્રગટ થાય છે તે પરમાણુ આદિ પુદ્ગલ ધર્માસ્તિકાયનું અવલંબન લઈને ક્ષેત્રાંતરગમન કરે છે અને જે પુદ્ગલો ગમનપરિણામવાળા નથી તેઓ ધર્માસ્તિકાયનું અવલંબન લેતા નથી.
આ રીતે ગતિપરિણામમાં અપેક્ષાકારણ ધર્માસ્તિકાય છે તેમ માછલીના દૃષ્ટાંતથી ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું. ત્યાં કોઈ શંકા કરે છે કે, માછલી જળની બહાર રહેલી હોય ત્યારે પાણીના અભાવને કારણે તે વ્યાકુળ હોય છે; કેમ કે પાણીના બળથી જ તેની જીવનપ્રક્રિયા સ્વસ્થ રહે છે અને વ્યાકુળ હોવાને કારણે જ માછલીને ગમનના કા૨ણીભૂત ઇચ્છાનો અભાવ છે તેથી ગમન કરતી નથી પરંતુ જલના અભાવને કારણે સ્થળ પર રહેલી માછલી ગમન કરતી નથી એમ કહી શકાય નહીં, તેથી ગતિમાં અપેક્ષાકારણને સ્વીકા૨વાનું કોઈ પ્રમાણ નથી અર્થાત્ જેમ માછલીને જળની અપેક્ષા નથી તેમ જીવ અને પુદ્ગલને પણ ગમન ક૨વામાં ધર્માસ્તિકાયની અપેક્ષા નથી. આ પ્રકારે પૂર્વપક્ષી શંકા કરે છે. તેને ગ્રંથકારશ્રી કહે છે—
પૂર્વપક્ષીનું આ કથન બરાબર નથી; કેમ કે લોકસિદ્ધવ્યવહારથી જ નક્કી થાય છે કે જ્યારે જ્યારે
Page #38
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-૪-૫ પાણીનું અવલંબન મળે છે ત્યારે ત્યારે માછલી પોતાની ઇચ્છા અનુસાર ગમન-આગમન કરે છે અને પાણીના અવલંબન વગર માછલી ગમન કરતી નથી તેથી લોકસિદ્ધવ્યવહારનો અપલોડ કરી શકાય નહીં. માટે માછલીના ગમન પ્રત્યે જળ આલંબનરૂપ અપેક્ષાકારણ છે તેમ લોકસિદ્ધવ્યવહારથી સ્વીકારવું જોઈએ અને જો માછલીના ગમન પ્રત્યે જળ આલંબન છે તેમ લોકમાં સિદ્ધ હોવા છતાં ન સ્વીકારવામાં આવે તો તેની જેમ ઘટાદિ કાર્યો પ્રત્યે અન્ય કારણ સ્વીકારીને અન્ય સર્વ કારણને અન્યથાસિદ્ધરૂપે સ્વીકારવાનો પ્રસંગ આવે.
આશય એ છે કે નિશ્ચયનય બાહ્ય નિમિત્તકારણને કારણ સ્વીકારતો નથી, પરંતુ ઉપાદાનકારણ જ તે તે કાર્યરૂપે પરિણમન પામે છે તેમ સ્વીકારે છે, તેથી ગમનને અનુકૂળ એવી ઇચ્છા જ ગમન પ્રત્યે કારણ છે. આથી જળમાં રહેલી માછલી પણ ગમનને અનુકૂળ ઇચ્છાવાળી થાય છે ત્યારે તે ઇચ્છાથી સ્વત: ગમન કરે છે અને સ્થલમાં રહેલી માછલી જળના અભાવને કારણે વ્યાકુળ હોવાથી તે વ્યાકુળતાને કારણે જ તેને ગમનની ઇચ્છા થતી નથી, પરંતુ તે વ્યાકુળતાને દૂર કરવાની ઇચ્છા વર્તે છે અને ઉપાય નહીં હોવાથી વ્યાકુળતાની અભિવ્યક્તિરૂપ જ ચેષ્ટા કરે છે એમ નિશ્ચયનય સ્વીકારે છે, જ્યારે વ્યવહારનય નિમિત્તકારણને પણ સ્વીકારે છે, પરંતુ નિશ્ચયની જેમ તથા પરિણત પૂર્વેક્ષણનું ઉપાદાનકારણ જ ઉત્તરક્ષણ પ્રત્યે માત્ર કારણ છે તેમ સ્વીકારતો નથી. વળી વ્યવહારનય જેમ નિશ્ચયનયને અભિમત અંતરંગ કારણને સ્વીકારે છે તેમ બહિરંગ એવા નિમિત્તકારણને પણ સ્વીકારે છે; આમ છતાં વ્યવહારનયનો અપલોપ કરવામાં આવે તો નિશ્ચયનયનું અવલંબન લઈને ઘટનિષ્પત્તિ પ્રત્યે તથા પરિણત એવી ઘટની પૂર્વેક્ષણ જ કારણ છે અર્થાત્ કુશુલઅવસ્થા જે ઘટ અવસ્થાનું કારણ છે તેમ સ્વીકારીને વ્યવહારનયને અભિમત દંડ, ચક્ર, ચીવર, કપાલ આદિ અન્ય સર્વ નિમિત્તકારણોને અન્યથાસિદ્ધ સ્વીકારવાં પડે.
વસ્તુત: નિશ્ચયનયની દૃષ્ટિથી કશુલઅવસ્થાપરિણત માટી જ ઘટ પ્રત્યે કારણ છે દંડ, ચક્ર, કુલાલ આદિ અન્યથાસિદ્ધ છે તોપણ વ્યવહારનય કાર્યનો અર્થી જે જે કારણોમાં પ્રવૃત્તિ કરે છે તે સર્વ કારણોને તે કાર્ય પ્રત્યે કારણ સ્વીકારે છે તેથી ઘટ પ્રત્યે વ્યવહારનયથી દંડ, ચક્ર કુલાલાદિ પણ કારણ છે અને નિશ્ચયનયને સંમત કુશૂલાવસ્થા પરિણત એવી માટી પણ કારણ છે તેમ જળમાં માછલીની ગમનક્રિયા પ્રત્યે માછલીની ગમનની ઇચ્છા હેતુ છે ત્યારે ગમનના આલંબનરૂપ જળ પણ કારણ છે તેમ સ્વીકારવું જોઈએ અને તે દૃષ્ટાંતના બળથી જીવ અને પુગલની ગતિપરિણતિથી ઉત્પન્ન થયેલી ગમનક્રિયા પ્રત્યે અતીન્દ્રિય એવું ધર્માસ્તિકાયદ્રવ્ય પણ અપેક્ષાકારણ છે. ll૧૦/૪ અવતરણિકા -
ઈમ હિવઈ અધર્માસ્તિકાયનું લક્ષણ કહઈ છૐ – અવતરણિતાર્થ -
એમ હવે અધમસ્તિકાનું લક્ષણ કહે છે –
Page #39
--------------------------------------------------------------------------
________________
૧૨
દ્રવ્યગણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦| ગાથા-૫
ગાથા -
થિતિ પરિણામી રે પુદગલ-જીવની, થિતિનો હેતુ અધર્મ;
સવિ સાધારણ ગતિ, થિતિ-હેતુતા, દોઈ દ્રવ્યનો રે ધર્મ. સમe II૧૦/પા ગાથાર્થ -
સ્થિતિપરિણામી એવા જીવની અને પુદ્ગલની સ્થિતિનો હેતુ અધર્મ છે અધર્માસ્તિકાય છે. સવિસાધારણ=જીવ અને પુદગલ-સર્વસાધારણ, ગતિની અને સ્થિતિની હેતુતા બે દ્રવ્યનો= ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય-બે દ્રવ્યનો, ધર્મ છે. ૧૦/પા. ટબો:આ સ્થિતિ પરિણામી પુદ્ગલ, જીવ-દ્રવ્ય, તેહોની સ્થિતિનો હેતુ કહિઈ-અપેક્ષાકારણ, જે દ્રવ્ય તે-અધર્માસ્તિકાય જાણોં. (“અહો યાત્તિdળો” તિ વરના I) ગતિ, રિથતિપરિણત સકલદ્રવ્યનું જે એક એક દ્રવ્ય લાઘવઈ કારણ સિદ્ધ હોઈ, તે એ ૨ દ્રવ્ય જાણવાં. તેણઈ કરી ઝષાદિ ગત્યપેક્ષાકારણ-જલાદિ-દ્રવ્યનઈ વિષઈ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યલક્ષણની અતિવ્યાપ્તિ ન હોઈ. ૧૦/પા ટબાર્થ :
સ્થિતિપરિણામી જે પુદ્ગલદ્રવ્ય અને જીવદ્રવ્ય, તેઓની સ્થિતિનો હેતુ કહેતાં અપેક્ષાકારણ, જે દ્રવ્ય, તે અધમસ્તિકાય જાણવો. ગતિસ્થિતિપરિણત સકલ દ્રવ્યનું જે એકેક દ્રવ્ય લાઘવથી કારણ સિદ્ધ થાય=ગતિપરિણત પ્રત્યે એક દ્રવ્ય ધમસ્તિકાય અને સ્થિતિ પરિણત પ્રત્યે એક દ્રવ્ય અધમસ્તિકાય લાઘવથી કારણ સિદ્ધ થાય, તે એ બે દ્રવ્ય જાણવાં ધર્માસ્તિકાય અને અધમસ્તિકાયરૂપ બે દ્રવ્ય જાણવાં. તેથી કરી માછલી આદિના ગતિના અપેક્ષાકારણ જલાદિ દ્રવ્યના વિષયમાં ધમસ્તિકાયાદિ દ્રવ્યલક્ષણની અતિવ્યાપ્તિ થાય નહીં. II૧૦/પા ભાવાર્થ
ગાથાના પૂર્વાર્ધથી ગ્રંથકારશ્રી અધર્માસ્તિકાયનું લક્ષણ બતાવે છે –
પુદ્ગલ અને જીવ-બે દ્રવ્ય ગતિપરિણામવાળાં હોય છે. તેઓ સતત ગતિપરિણામવાળા રહેતા નથી પરંતુ ક્યારેક કોઈક આકાશ પ્રત્યે પુદ્ગલ સ્થિર થાય છે ત્યારે તે પુગલો સ્થિતિ પરિણામવાળા બને છે અને જીવ પણ ગમનચેષ્ટાથી નિવૃત્ત થઈને સ્થિર થાય છે, તે સ્થિતિ પરિણામ છે. વળી, યોગીઓ મનને સ્થિર કરવા યત્ન કરે છે ત્યારે તેઓ કોઈક ઉચિત પદાર્થને અવલંબીને સ્થિર થવા યત્ન કરે છે તે વખતે યોગીનો આત્મા અબાસ્તિકાયનું અવલંબન લે છે. આ રીતે જીવો અને પુદ્ગલો અધર્માસ્તિકાયનું અવલંબન લઈને સ્થિરપરિણામવાળા બને છે. તેથી તેઓની સ્થિતિ પ્રત્યે અધર્માસ્તિકાય અપેક્ષાકારણ છે.
Page #40
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-પ-૬.
આ રીતે ગ્રંથકારશ્રીએ ગાથા-૪ અને ગાથા-પ દ્વારા ધર્માસ્તિકાયનું અને અધર્માસ્તિકાયનું લક્ષણ કર્યું. ત્યાં પ્રશ્ન થાય કે, પાણીમાં માછલી ગતિ કરે છે ત્યારે ગતિમાં અપેક્ષાકારણ જલ થાય છે અને માછલી પાણીમાં સ્થિર થવા યત્ન કરે છે ત્યારે એ જળ જ તેની સ્થિતિમાં પણ કારણ બને છે. તેથી માછલી આદિની ગતિનું અપેક્ષાકારણ જલાદિ દ્રવ્યમાં પણ ધર્માસ્તિકાયના અને અધર્માસ્તિકાયના લક્ષણની અતિવ્યાપ્તિ થાય છે; કેમ કે ગતિમાં અપેક્ષાકારણ તે ધર્માસ્તિકાય અને સ્થિતિમાં અપેક્ષાકારણ તે અધર્માસ્તિકાય-એમ સ્વીકારીએ, તો જલાદિ પણ માછલી આદિને આશ્રયીને ગતિમાં અને સ્થિતિમાં અપેક્ષાકારણ બને છે. તે દોષના નિવારણ અર્થે ગાથાના ઉત્તરાર્ધથી ગ્રંથકારશ્રી કહે છે –
સર્વ જીવ-પુદ્ગલ દ્રવ્યની સાધારણ ગતિની હેતુતા જે દ્રવ્યમાં હોય તે ધર્માસ્તિકાય દ્રવ્ય છે અને સર્વ જીવ-પુદ્ગલ દ્રવ્યની સાધારણ સ્થિતિની હેતુતા જે દ્રવ્યમાં હોય તે અધર્માસ્તિકાય દ્રવ્ય છે. આવું લક્ષણ કરવાથી જલાદિ સર્વ જીવ-પુદ્ગલને ગતિમાં કે સ્થિતિમાં અપેક્ષાકારણ બનતા નથી પરંતુ માછલી આદિ કેટલાક જીવોને જ ગતિમાં કે સ્થિતિમાં અપેક્ષાકારણ બને છે. માટે જલાદિમાં ધર્માસ્તિકાયના અને અધર્માસ્તિકાયના લક્ષણની અતિવ્યાપ્તિ નથી.
આનાથી એ પ્રાપ્ત થાય છે, માછલી આદિને ગતિમાં જેમ ધર્માસ્તિકાયની સહાયતાની અપેક્ષા છે તેમ જલાદિની પણ અપેક્ષા છે. જેમ છદ્મસ્થને ચક્ષુ આદિ ઇન્દ્રિયથી બોધ કરવામાં આવ્યાઘાતવાળી ઇન્દ્રિયની અપેક્ષા છે છતાં નબળી ચક્ષુવાળાને ચશ્માંની પણ અપેક્ષા રહે છે તેમ માછલીને તથા પ્રકારની દેહરચનાને કારણે ગતિમાં ધર્માસ્તિકાયથી અતિરિક્ત જલની પણ અપેક્ષા રહે છે અને સ્થિતિમાં પણ જલાદિની અપેક્ષા રહે છે. આથી જ જલમાં માછલી સ્વસ્થતાથી સ્થિર પણ રહી શકે છે અને જલના અભાવમાં સતત તરફડાટ કરે છે. II૧૦/પા. અવતરણિકા :
ધર્માસ્તિકા દ્રવ્યનઈ વિષઈં પ્રમાણ કહઈ છઈ – અવતરણિકાર્ચ -
ધમસ્તિકાય દ્રવ્યને વિશે પ્રમાણ કહે છે –
ગાથા -
સહજ ઊર્ધ્વગતિગામી મુક્તનઈ, વિના ધર્મ પ્રતિબંધ ગગનિ અનંતઈ રે કહિંઈ નવિ કલઈ, ફિરવા રસનો રે ધંધ.
સમe II૧૦/.
Page #41
--------------------------------------------------------------------------
________________
૧૪
ગાથાર્થ -
સહજ ઊર્ધ્વગતિગામી એવા મુક્ત જીવને ધર્મના પ્રતિબંધ વિના=ધર્માસ્તિકાયના ગતિમાં સહાયકનો નિયમ સ્વીકાર્યા વગર, અનંત ગગનમાં કહિઈં=ક્યારેય, ફરવાના રસનો ધંધો ટળે નહીં. ||૧૦/૬II
ટબો ઃ
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-૬
જો-ગતિનઈ વિષઈં ધર્માસ્તિકાય દ્રવ્યનો પ્રતિબંધ ૪૦ નિયમ ન હોઈ, તો સહજ ઊર્ધ્વગતિગામી, જે-મુક્ત કહિઈં સિદ્ધ, તેહનઈં-એક સમયઈં લોકાગ્ર જાઈ” એહવઈં સ્વભાવ-અનંત ગગન જતાં હજી લગઈં ફિરવાના રસનો ધંધ ન ટલઈ, જે માટઈં અનંતોકાકાશપ્રમાણ અોકાકાશ છઈં. લોકાકાશનઈં ગતિહેતુપણું છઈ, તે માટઈં- અોકઈં સિદ્ધની ગતિ ન હોઈ ઈમ તો-ન કહિઉં જાઈ. તે માટઈં ધર્માસ્તિકાય વિના લોકાકાશવ્યવસ્થા જ ન હોઈ.
“धर्मास्तिकायविशिष्टाकाश एवं हि लोकाकाशः, तस्य च गतिहेतुत्वे घटादावपि दण्डविशिष्टाकाशत्वेनैव हेतुता स्याद्” इति न किञ्चिदेतत् । "
બીજું-અન્ય સ્વભાવપણઈં કલ્પિત આકાશનઈં સ્વભાવાંતરકલ્પન, તે અયુક્ત છઈ, તે માટઈં-ગતિનિયામક ધર્માસ્તિકાય દ્રવ્ય અવશ્ય માનવું. ||૧૦|૬||
ઢબાર્થઃ
જો ગતિને વિષે ધર્માસ્તિકાય દ્રવ્યનો પ્રતિબંધ કહેતાં નિયમ, ન હોય તો, સહજ ઊર્ધ્વગામી જે મુક્ત કહેતાં સિદ્ધના જીવો, તેને ‘એક સમયમાં લોકાગ્ર જાય' એવા સ્વભાવે-અનંત ગગનમાં જતાં હજુ સુધી (=ધર્માસ્તિકાય દ્રવ્ય વિના) ફિરવાના રસનો ધંધ=ફરવાના રસની પ્રવૃત્તિ, ટળે નહીં.
કેમ ટળે નહીં ? તેથી કહે છે –
જે માટે, અનંત લોકાકાશપ્રમાણ અલોકાકાશ છે. લોકાકાશને ગતિહેતુપણું છે=ધર્માસ્તિકાય ગતિનો હેતુ નથી પરંતુ લોકાકાશનું ગતિનું હેતુપણું છે તે માટે “અલોકમાં સિદ્ધની ગતિ થતી નથી”એમ તો કહી શકાય નહીં. તે માટે—લોકાકાશના અભાવને કારણે અલોકમાં સિદ્ધની ગતિ નથી એમ કહેવા માટે, ધર્માસ્તિકાય વગર લોકાકાશની વ્યવસ્થા જ ન થાય એમ માનવું જોઈએ.
અહીં પૂર્વપક્ષી કહે કે ધર્માસ્તિકાય લોકવ્યવસ્થાનો નિયામક છે તેમ અમે સ્વીકારીએ છીએ પરંતુ ધર્માસ્તિકાય ગતિનો હેતુ નથી, પણ ધર્માસ્તિકાયવિશિષ્ટ આકાશ જ ગતિનો હેતુ છે તેમ સ્વીકારી શકાશે. તે શંકા કરીને તેનું નિરાકરણ કરે છે
-
થર્માસ્તિાવિશિષ્ટાશ વ દિ નોાળાશ =ધર્માસ્તિકાયવિશિષ્ટ આકાશ જ લોકાકાશ છે, તસ્ય T=અને તેનું=ધર્માસ્તિકાયવિશિષ્ટ લોકાકાશનું, પતિદેતુત્વ=ગતિહેતુપણું હોતે છતે, ઘટાવાવપિ=ઘટાદિમાં
Page #42
--------------------------------------------------------------------------
________________
૧૫
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-૬ પણ, વિશિષ્ટ રત્વેને હેતતા ચા–દંડવિશિષ્ટઆકાશપણાથી જ આકાશની હેતતા થાય અર્થાત્ દંડની હેતતા ન થાય, પરંતુ દંડવિશિષ્ટઆકાશની જ હેતુતા થાય, (જે કોઈને સંમત નથી) તિ=એથી, તિઆ–ધમસ્તિકાયવિશિષ્ટ લોકાકાશને ગતિનો હેતુ સ્વીકાર્યો છે, જે વિશ્વિઅર્થ વગરનું છે.
બીજું=ધમસ્તિકાથવિશિષ્ટ આકાશને જ ગતિ હેતુ સ્વીકારવામાં બીજો દોષ બતાવે છે. અન્યસ્વભાવપણે કલ્પિત આકાશનેeગતિમાં સહાય કરવાથી અન્ય એવા અવગાહનસ્વભાવપણાથી કલ્પિત આકાશમાં, સ્વભાવાંતરનું કલ્પન=અવગાહનસ્વભાવથી અવ્ય એવા ધર્માસ્તિકાયવિશિષ્ટ લોકાકાશને ગતિમાં સહાયકસ્વભાવરૂપ અન્ય સ્વભાવનું કલ્પન, તે અયુક્ત છે, તે માટે, ગતિનિયામક ધર્માસ્તિકાય દ્રવ્ય અવશ્ય માનવું જોઈએ. ૧૦/૬ ભાવાર્થ -
સિદ્ધના જીવોનું ઊર્ધ્વગમન ઊર્ધ્વગતિગામી સ્વભાવને કારણે થાય છે પરંતુ જીવના પ્રયત્નથી સિદ્ધના જીવો સિદ્ધશિલા પર જતા નથી તેમ શાસ્ત્ર કહે છે. આ વચન પ્રમાણે સિદ્ધના જીવોની ઊર્ધ્વગમનની પ્રવૃત્તિ છે છતાં જો જીવની અને પુદ્ગલની ગતિનું નિયમન કરનાર ધર્માસ્તિકાય દ્રવ્ય ન સ્વીકારવામાં આવે તો સિદ્ધના જીવોની ઊર્ધ્વગમનની પ્રવૃત્તિ ક્યારેય બંધ થઈ શકે નહીં; કેમ કે સિદ્ધના જીવો ઊર્ધ્વગમન સ્વભાવને કારણે એક સમયમાં લોકાગ્રે જાય છે. તે સ્વભાવે લોકાકાશ કરતાં અનંતગુણા અલોકાકાશમાં તેઓની ફરવાની ક્રિયા ક્યારેય બંધ થઈ શકે નહીં, તેથી સિદ્ધના જીવોની ગતિ ઊર્ધ્વમાં જઈને અટકે છે માટે તેનું નિયમન કરનાર ગતિનિયામક ધર્માસ્તિકાયનો અલોકાકાશમાં અભાવ અવશ્ય સ્વીકારવો જોઈએ.
અહીં પૂર્વપક્ષી કહે કે ધર્માસ્તિકાયને ગતિનો હેતુ ન સ્વીકારીએ અને લોકાકાશનું ગતિeતુપણું છે તેમ માનીએ તો અલોકાકાશમાં સિદ્ધની ગતિ થાય નહીં. તેને ગ્રંથકારશ્રી કહે છે કે ગતિના હેતુ તરીકે લોકાકાશને સ્વીકારવા માટે ધર્માસ્તિકાયને સ્વીકાર્યા વગર લોકાકાશની વ્યવસ્થા થઈ શકે નહીં, તેથી લોકાકાશને ગતિeતુ સ્વીકારવા માટે પણ ધર્માસ્તિકાયને અવશ્ય સ્વીકારવું પડે.
અહીં પૂર્વપક્ષી કહે કે, ધર્માસ્તિકાયને અમે સ્વીકારીશું પરંતુ ગતિનો હેતુ લોકાકાશ છે, ધર્માસ્તિકાય નથી; કેમ કે ધર્માસ્તિકાયવિશિષ્ટ એવું આકાશ એ લોકાકાશ છે અને તે ગતિનું નિયામક છે તેમ સ્વીકારવાથી સિદ્ધના જીવોની ગતિનો હેતુ ધર્માસ્તિકાય છે તેમ સ્વીકારવાની આવશ્યકતા રહેશે નહીં. તેને ગ્રંથકારશ્રી કહે છે કે આ રીતે ધર્માસ્તિકાયવિશિષ્ટ લોકાકાશને ગતિ હેતુ સ્વીકારવામાં આવે તો, ઘટાદિ કાર્ય પ્રત્યે દંડાદિવિશિષ્ટ આકાશને જ હેતુ સ્વીકારવો પડે.
આશય એ છે કે, જે આકાશમાં દંડાદિ ઘટનિષ્પત્તિના વ્યાપારવાળા હોય છે તે આકાશમાં જ ઘટ ઉત્પન્ન થાય છે, અન્યત્ર ઘટ ઉત્પન્ન થતો નથી તેથી તે પ્રકારના વ્યાપારવાળા એવા દંડાદિથી વિશિષ્ટ એવા આકાશને ઘટનો હેતુ કહેવો એ વ્યવહારથી બાધક છે તેમ ધર્માસ્તિકાયવિશિષ્ટ લોકાકાશને ગતિનો હેતુ કહેવો તે વ્યવહારથી બાધક છે; કેમ કે કાર્યનો અર્થી જે કારણમાં પ્રવૃત્તિ કરે તે કાર્ય પ્રતિ તે કારણોને હેતુરૂપે સ્વીકારવાં તે સર્વસંમત વ્યવહાર છે માટે ઘટનો અર્થી કુંભાર દંડાદિમાં યત્ન કરે છે તેથી ઘટ પ્રત્યે
Page #43
--------------------------------------------------------------------------
________________
૧૬
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-૬-૭ દંડાદિને જ હેતુ કહેવા જોઈએ, દંડવિશિષ્ટ આકાશને હેતુ કહી શકાય નહીં તેમ જીવની અને પુદ્ગલની ગતિ પ્રત્યે ધર્માસ્તિકાયને જ હેતુ કહેવો જોઈએ, ધર્માસ્તિકાયવિશિષ્ટ આકાશને હેતુ કહી શકાય નહીં.
વળી, બીજી પણ યુક્તિ બતાવે છે – છપ્રસ્થને ઇન્દ્રિયથી આકાશ દેખાતું નથી પરંતુ પદાર્થોને અવગાહન આપનાર કોઈક વસ્તુ છે, તે સ્વભાવથી આકાશદ્રવ્યની કલ્પના કરાય છે અને તે આકાશની ફરી ગતિeતરૂપ સ્વભાવથી પણ કલ્પના કરવી તે અયુક્ત છે, પરંતુ જેમ અવગાહના સ્વભાવથી “નહીં દેખાતો આકાશ છે” એમ મનાય છે તેમ જીવની અને પુદ્ગલની ગતિના હેતુપણાથી ધર્માસ્તિકાય છે તેમ માનવું ઉચિત છે. II૧૦/કા અવતરણિકા -
હવઈ-અધર્માસ્તિકાયનઈં વિષ પ્રમાણ દેખાડઈ છઈ – અવતરણિયાર્થ:
હવે અધમસ્તિકાયના વિષયમાં પ્રમાણ બતાવે છે –
ગાથા :
જો થિતિહેતુ અધર્મ ન ભાષિઈ, તો નિત્યથિતિ કોઈ છાણિ;
ગતિ વિન હોવઈ રે પુગલ-જંતુની, સંભાલો બિન વાણિ. સમ ||૧૦|ગા. ગાથાર્થ :
જે સ્થિતિનો હેતુ, અધર્મ-અધર્માસ્તિકાય, ન સ્વીકારીએ, તો કોઈ ઠાણિ કોઈક સ્થાને, ગતિ વિન=ગતિ વિના, પુદ્ગલ-જંતુની=પુદ્ગલની અને જીવની, નિત્યસ્થિતિ હોવઈં રે પ્રાપ્ત થાય. જિનવાણિ સંભાલો=અધર્માસ્તિકાયને સ્થિતિનો હેતુ સ્વીકારનાર જિનવાણીને તમે યાદ કરો. ll૧૦/૭
બો -
જ-સર્વ જીવ-પુદ્ગલ સાધારણ રિસ્થતિહેતુ અધર્માસ્તિકાય દ્રવ્ય ન કહિઈ, હિંદુ“ધર્માસ્તિકાયાભાવપ્રયુક્તગત્યભાવઈં અલોકઈં સ્થિત્વભાવ”ઈમ કહિઈં-ત અલોકાકાશØ કોઈક સ્થાન ગતિ વિના પુગલ, જીવ-દ્રવ્યની નિત્ય સ્થિતિ પામી ઈઈ. બીજે ગતિ,રિસ્થતિ સ્વતંત્ર પર્યાવરૂપ છ6, જિમ-ગુરુત્વ, લઘુત્વ એકનઈં એકાભાવરૂપ કહતાં, વિશેષગ્રાહક પ્રમાણ નથી. તે માટઈં-કાર્યભેદઈ અપેક્ષાકારણ દ્રવ્યભેદ અવશ્ય માનવો. ધર્માસ્તિકાયાભાવરૂપ કહતાં-ધર્માસ્તિકાયાભાવપ્રયુક્તગત્યભાવઈં રિતિભાવ કહી, અધર્માસ્તિકાય અપલપિઈ, તો-અધર્માસ્તિકાયાભાવ પ્રયુક્તસ્થિતિભાવઈંગત્યભાવ કહી ધર્માસ્તિકાયનો પણિ અપલાપ થાઈ. નિરંતરગતિસ્વભાવ દ્રવ્ય ને કીધું જેઈઈ, તો
Page #44
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-૭ નિરંતર સ્થિતિસ્વભાવ પણિ કિમ કીજઈ ? તે માર્ટિ-શ્રી નિનવાજીનો પરમાર્થ સંભાલીનઈ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય-એ ૨ દ્રવ્ય અસંકીર્ણસ્વભાવ માંનવાં. ૧૦/કશા ટબાર્થ -
જો સર્વ જીવતી અને સર્વ પુગલની સાધારણ સ્થિતિનો હેતુ અધમસ્તિકાય દ્રવ્ય ન કહીએ, પરંતુ “ધમસ્તિકાયના અભાવથી પ્રયુક્ત ગતિના અભાવે અલોકાકાશમાં સ્થિતિનો અભાવ છે'=જીવ અને પુદ્ગલ દ્રવ્યની સ્થિતિનો અભાવ છે, એમ કહીએ તો અલોકાકાશમાં કોઈક સ્થાનમાં ગતિ વગર પગલ અને જીવદ્રવ્યની નિત્યસ્થિતિ પ્રાપ્ત થવી જોઈએ પરંતુ અલોકાકાશમાં આવતી અને પુદ્ગલની નિત્યસ્થિતિ શાસ્ત્રસંમત નથી માટે જિનવચનાનુસાર અધમસ્તિકાયને સ્થિતિનો હેતુ માનવો જોઈએ.
બી=બીજી યુક્તિ બતાવે છે – ગતિ અને સ્થિતિ-સ્વતંત્ર પર્યાયરૂપ છે=જીવમાં અને પગલમાં થતી ગતિ અને સ્થિતિ જીવતો અને પુદગલનો સ્વતંત્ર પર્યાય છે. જેમ ગુરુત્વ અને લઘુત્ર બે સ્વતંત્ર પર્યાય છે. એકને=ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય-એ બેમાંથી એકને, એકના અભાવરૂપ કહેતાં= ધર્માસ્તિકાય એ અધર્માસ્તિકાયના અભાવરૂપ છે અથવા અધમસ્તિકાય એ ધર્માસ્તિકાયના અભાવરૂપ છે એમ કહેતાં, વિશેષગ્રાહક પ્રમાણ નથી=તે બેમાંથી કોને કોના અભાવરૂપ કહેવું તે રૂપ વિશેષની ગ્રાહક એવી કોઈ યુક્તિ નથી. તે માટે=ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય-બેને અન્યના અભાવરૂપે કહી શકાય નહીં તે માટે, કાર્યના ભેદથી જીવમાં અને પુદ્ગલમાં થતા ગતિપર્યાય અને સ્થિતિ પર્યાયરૂપ કાર્યના ભેદથી, અપેક્ષાકારણરૂપ દ્રવ્યનો ભેદગતિમાં અપેક્ષાકારણ અને સ્થિતિમાં અપેક્ષાકારણ એવા બે દ્રવ્યનો ભેદ, અવશ્ય માનવો.
પૂર્વમાં કહ્યું કે, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ બેમાંથી એકના અભાવરૂપ અન્યને કહેવામાં વિશેષગ્રાહક પ્રમાણ નથી. હવે યુક્તિથી પણ એકના અભાવરૂપ અન્યને સ્વીકારી ન શકાય, તે બતાવવા અર્થે કહે છે –
ધમસ્તિકાયના અભાવરૂપ કહેતાં=ધર્માસ્તિકાયના અભાવરૂપ અધર્માસ્તિકાય છે એમ કહેતાં, ધર્માસ્તિકાયના અભાવથી પ્રયુક્ત ગતિના અભાવને સ્થિતિનો ભાવ કહીને, અધર્માસ્તિકાયનો અપલાપ કરવામાં આવે તો, અધમસ્તિકાયના અભાવથી પ્રયુક્ત સ્થિતિના ભાવને સ્વીકારીને ગતિનો અભાવ કહી=જીવતી અને પુદગલની ગતિનો અભાવ સ્વીકારીને, ધર્માસ્તિકાયનો પણ અપલોપ થાય.
પૂર્વમાં કહેલ કે, જો ધર્માસ્તિકાય દ્રવ્ય ન હોય તો, અલોકાકાશમાં કોઈક સ્થાનમાં જીવની અને પુલની નિત્યસ્થિતિ માનવી જોઈએ. ત્યાં પૂર્વપક્ષી કહે કે, અમે અલોકાકાશમાં કોઈ સ્થાનમાં જીવ અને પુદ્ગલ નિત્યસ્થિતિસ્વભાવવાળા છે તેમ સ્વીકારી લઈશું. તેને ગ્રંથકારશ્રી દોષ આપતાં કહે છે –
લોકાકાશમાં નિરંતર ગતિ સ્વભાવવાળું દ્રવ્ય સ્વીકાર્યું નથી તો નિરંતર સ્થિતિસ્વભાવવાળું દ્રવ્ય પણ કેવી રીતે સ્વીકારી શકાય ? અર્થાત્ જો લોકાકાશમાં નિત્ય ગતિ સ્વભાવવાળું દ્રવ્ય પ્રાપ્ત થતું
Page #45
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ / ઢાળ-૧૦ / ગાથા-૭ હોય તો, ધમસ્તિકાયના અભાવને કારણે અલોકાકાશમાં કોઈક સ્થાને નિરંતર સ્થિતિ સ્વભાવવાળું દ્રવ્ય છે તેમ સ્વીકારી શકાય પરંતુ જેમ નિત્ય ગતિ સ્વભાવવાળું દ્રવ્ય અહીં પ્રાપ્ત થતું નથી તેમ નિત્યસ્થિતિસ્વભાવવાળું દ્રવ્ય અલોકાકાશમાં છે એમ સ્વીકારી શકાય નહીં. તે માટે શ્રી જિનવાણીનો પરમાર્થ સ્મરણ કરીને ધર્માસ્તિકાય, અધમસ્તિકાય-એ બે દ્રવ્ય અસંકીર્ણ સ્વભાવવાળાં જીવ અને કર્મોની જેમ સંકીર્ણ સ્વભાવવાળાં નહીં પરંતુ સિદ્ધના જીવો અને તે સ્થાનમાં રહેલા કર્મોની જેમ અસંકીર્ણ સ્વભાવવાળાં, માનવાં. ૧૦/૭ ભાવાર્થ :
અધર્માસ્તિકાયને ધર્માસ્તિકાય કરતાં સ્વતંત્ર સ્વીકારવા માટે યુક્તિ દેખાડે છે – સર્વ જીવની અને સર્વ પુદ્ગલની સાધારણ સ્થિતિનો હેતુ એવો અધર્માસ્તિકાય ન સ્વીકારવામાં આવે અને એમ કહેવામાં આવે કે ધર્માસ્તિકાયના અભાવને કારણે અલોકમાં જીવની અને પુદ્ગલની ગતિનો અભાવ છે તેથી અલોકાકાશમાં જીવ અને પુદ્ગલ જતા નથી અને લોકાકાશમાં ધર્માસ્તિકાય દ્રવ્ય છે, અધર્માસ્તિકાય દ્રવ્ય નથી તેથી લોકમાં ધર્માસ્તિકાયના અવલંબનથી જીવ અને પુદ્ગલ ગતિ કરે છે તથા જે વખતે જીવ અને પુદ્ગલ ધર્માસ્તિકાયનું અવલંબન લેતા નથી તે વખતે જીવ અને પુગલ સ્થિર પરિણામવાળા થાય છે. આમ સ્વીકારીને અધર્માસ્તિકાયને સ્વીકાર્યા વગર વ્યવસ્થાની સંગતિ કરવામાં આવે તો, ગ્રંથકારશ્રી કહે છે કે અલોકાકાશમાં કોઈક સ્થાનમાં ગતિ વગર જીવની અને પુદ્ગલની નિત્યસ્થિતિ પ્રાપ્ત થવી જોઈએ; કેમ કે સ્થિતિમાં અધર્માસ્તિકાય હેતુ નથી તેમ પૂર્વપક્ષી સ્વીકારે છે અને અલોકમાં ધર્માસ્તિકાયનો અભાવ છે તેથી લોકમાંથી કોઈ પુદ્ગલ કે જીવ ત્યાં જઈ શકે નહીં તોપણ સ્થિતિમાં કોઈ દ્રવ્યની અપેક્ષા ન હોય તો જીવ અને પુદ્ગલ અલોકાકાશમાં નિત્ય રહે છે તેમ માનવાની આપત્તિ આવે, માટે જિનવચનાનુસાર ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય બે સ્વતંત્ર દ્રવ્યને ગતિના અને સ્થિતિના હેતુ સ્વીકારવા જોઈએ.
વળી, લોકનું નિયામક ધર્માસ્તિકાય દ્રવ્ય છે અને તે ગતિમાં સહાયક છે, તેના આલંબનના અભાવમાં જીવની અને પુદ્ગલની અલોકમાં ગતિ થતી નથી પરંતુ લોકમાં જ ગતિ થાય છે, તેમ સ્વીકારવું ઉચિત નથી, તેમાં યુક્તિ બતાવે છે –
ગતિ અને સ્થિતિ એ જીવના અને પુદ્ગલના સ્વતંત્ર પર્યાય છે. જેમ પુદ્ગલમાં ગુરુત્વપર્યાય અને લઘુત્વપર્યાય સ્વતંત્ર છે તેથી ગુરુત્વના અભાવમાં લઘુત્વ છે કે લધુત્વના અભાવમાં ગુરુત્વ છે તે પ્રમાણે સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી, માટે ગુરુત્વ અને લઘુત્વ-બે ધર્મ સ્વીકારાય છે તે રીતે જીવના અને પુદ્ગલના ગતિપર્યાયને અને સ્થિતિ પર્યાયને સ્વીકારવા જોઈએ. જીવમાં અને પુદ્ગલમાં ગતિરૂપ અને સ્થિતિરૂપ બે કાર્યો સ્વીકારવામાં આવે તો તે બંને કાર્યના અપેક્ષાકારણરૂપ એક એક દ્રવ્યને અવશ્ય માનવું પડે, તેથી ગતિનું અપેક્ષાકારણ ભિન્ન દ્રવ્ય છે અને સ્થિતિનું અપેક્ષાકારણ ભિન્ન દ્રવ્ય છે તેમ સ્વીકારવું
પડે.
Page #46
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-૭
વળી, ધર્માસ્તિકાયને સ્વીકારીને અધર્માસ્તિકાયનો અપલોપ કરવામાં આવે અને કહેવામાં આવે છે, જીવ અને પુદ્ગલ ધર્માસ્તિકાયનું આલંબન લેતા નથી ત્યારે સ્થિતિ પરિણામ પ્રાપ્ત કરે છે અને ધર્માસ્તિકાયનું આલંબન લે છે ત્યારે ગતિપરિણામને પ્રાપ્ત કરે છે તો તેની જેમ એમ પણ કહી શકાય કે અધર્માસ્તિકાય લોકનું અને અલોકનું નિયામક છે તથા જીવ અને પુદ્ગલ અધર્માસ્તિકાયનું આલંબન લે છે ત્યારે સ્થિતિ પરિણામવાળા થાય છે અને અધર્માસ્તિકાયનું આલંબન લેતા નથી ત્યારે ગતિપરિણામવાળા થાય છે. જો આમ સ્વીકારીએ તો, તે રીતે જ ધર્માસ્તિકાયનો અપલાપ પણ થઈ શકે. જ્યારે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય-બેમાંથી કોને સ્વીકારીને કોનો અપલાપ કરી શકાય ? તેનું વિશેષગ્રાહક પ્રમાણ ન હોય ત્યારે ગતિપર્યાયની પ્રાપ્તિમાં અપેક્ષાકારણ ધર્માસ્તિકાય છે અને સ્થિતિ પર્યાયની પ્રાપ્તિમાં અપેક્ષાકારણ અધર્માસ્તિકાય છે તેમ બંને દ્રવ્ય સ્વીકારવાં પડે. માટે ભગવાનની વાણી અનુસાર ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય-બંને દ્રવ્યને પ્રમાણભૂત સ્વીકારવાં જોઈએ.
વળી, ટબામાં પ્રથમ કહેલ કે, સર્વ જીવની અને સર્વ પુદ્ગલની સ્થિતિનો હેતુ અધર્માસ્તિકાય દ્રવ્ય ન સ્વીકારીએ અને ધર્માસ્તિકાયના અભાવને કારણે અલોકમાં જીવની અને પુદ્ગલની સ્થિતિ નથી તેમ કહીએ તો અલોકાકાશમાં કોઈક સ્થાને જીવની અને પુલની નિત્યસ્થિતિ પ્રાપ્ત થવી જોઈએ. ત્યાં પૂર્વપક્ષી કહે કે, અમે અલોકાકાશમાં કોઈક સ્થાનમાં જીવની અને પુદ્ગલની નિત્યસ્થિતિ સ્વીકારી લઈશું જેથી અધર્માસ્તિકાય દ્રવ્યને સ્વીકાર્યા વગર વ્યવસ્થાની સંગતિ થશે અને તેમ સ્વીકારવાથી એક દ્રવ્યની ઓછી કલ્પના થવાથી લાઘવની પ્રાપ્તિ છે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
લોકાકાશમાં ધર્માસ્તિકાયના બળથી જીવ અને પુદ્ગલ ગતિ કરે છે છતાં તે જીવ અને પુદ્ગલમાંથી નિરંતર ગતિસ્વભાવવાળું દ્રવ્ય કોઈ નથી પરંતુ તે દ્રવ્ય જ ક્યારેક ગતિપરિણામવાળાં થાય છે અને તે જ દ્રવ્ય અન્ય સમયે સ્થિતિ પરિણામવાળાં થાય છે તેથી નિત્ય ગતિ સ્વભાવવાળા દ્રવ્યની જેમ પ્રાપ્તિ નથી તેમ નિરંતર સ્થિતિસ્વભાવવાળાં દ્રવ્ય પણ કેવી રીતે સ્વીકારી શકાય ? અર્થાત્ નિરંતર સ્થિતિસ્વભાવવાળાં દ્રવ્યો અલોકાકાશમાં છે તેમ સ્વીકારીને પણ અધર્માસ્તિકાયનો અપલાપ કરવો ઉચિત નથી પરંતુ ગતિ સ્વભાવ પ્રત્યે ધર્માસ્તિકાય કારણ છે અને સ્થિતિસ્વભાવ પ્રત્યે અધર્માસ્તિકાય કારણ છે એ પ્રકારની ભગવાનની વાણીનો પરમાર્થ સાંભળીને ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય બે દ્રવ્યો છે અને તેઓ પરસ્પર અસંકીર્ણ સ્વભાવવાળાં છે સંસારી જીવો જેમ દેહ સાથે અને કર્મ સાથે સંકીર્ણ સ્વભાવવાળા છે તેવા સ્વભાવવાળા નહીં પરંતુ એક આકાશપ્રદેશ પર રહેલા હોવા છતાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય પરસ્પર અસંકીર્ણ સ્વભાવવાળાં છે, તેમ માનવું જોઈએ. જેમ સિદ્ધના જીવો સિદ્ધશિલાના સ્થાને રહેલા છે ત્યાં અનંતી કર્મણવર્ગણાઓ તે જ આકાશપ્રદેશ પર રહેલી છે છતાં ત્યાં સિદ્ધના જીવો અને તે અનંતી કાર્મણવર્ગણાઓ પરસ્પર અસંકીર્ણ સ્વભાવાળી છે તેમ એક આકાશમાં રહેલા ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય બે દ્રવ્યો પરસ્પર અસંકીર્ણ સ્વભાવવાળાં માનવા જોઈએ. ll૧૦/ગા
Page #47
--------------------------------------------------------------------------
________________
૨૦
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ટાળ-૧૦ | ગાથા-૮ અવતરણિકા :
હવઈ આકાશદ્રવ્યનું લક્ષણ કહઈ છઈ – અવતરણિકાર્ય :
હવે આકાશદ્રવ્યનું લક્ષણ કહે છે – ગાથા :
સર્વ દ્રવ્યનઈં રે જે દિઈ સર્વદા, સાધારણ અવકાશ;
લોક, અલોક પ્રકારઈ ભાષિઉં, તેહ દ્રવ્ય આકાશ. સમ ||૧૦|ઢા ગાથાર્થઃ
જે સર્વ દ્રવ્યને સર્વદા સાધારણ અવકાશ આપે છે તે આકાશદ્રવ્ય-લોક, અલોક-પ્રકારે ભાખિયું છે સર્વજ્ઞાએ કહ્યું છે. ll૧૦૮ બો -
સર્વદ્રવ્યનઈં જે સર્વદા સાધારણ અવકાશ દિઈ, તે અનુગત એક આકાશાસ્તિકાય સધાર કહિઈ. “દાણી, નેદ પક્ષીઓ ઈત્યાદિ વ્યવહાર જ થર્દેશભેદે હુઈ, દેશી અનુગત આકાશ જ પર્યવસન હોઈ. __ “तत्तद्देशोर्ध्वभागावच्छिन्नमूर्तीभावादिना तद्व्यवहारोपपत्तिः” इति वर्द्धमानायुक्तं नानवद्यम्, तस्या-भावादिनिष्ठत्वेनानुभूयमानद्रव्याधारांशापलापप्रसङ्गात्, तावदप्रतिसंधानेऽपि लोकव्यवहारेणाऽऽकाशदेशं प्रतिसंधायोक्तव्यवहाराच्च ।
તેહ આકાશ-લોક અલોક દઈ દ્વિવિધ ભાષિઉં. यत् सूत्रम् -
વદે ગણે પણ, તો ય મનોકાય .” (ભગવતીસૂત્ર, સૂત્ર-૧૨૧) I/૧૦/૮ ટબાર્થ:
સર્વ દ્રવ્યને જે સર્વદા સાધારણ અવકાશ આપે છે તે અનુગત=સર્વ દ્રવ્યના અવકાશમાં અનુગત, એક આકાશાસ્તિકાય સર્વ આધાર કહેવાય છે.
આકાશને આધારરૂપે સ્વીકારવામાં અનુભવ અનુસાર યુક્તિ બતાવે છે. ‘અહીં પક્ષી છે, અહીં પક્ષી નથી'=ઉપર ઊડતા પક્ષીને જોઈને પ્રતીતિ થાય છે કે “આ ક્ષેત્રમાં પક્ષી છે. આ ક્ષેત્રમાં પક્ષી નથી, ઈત્યાદિ વ્યવહાર જ જે દેશના ભેદથી થાય છે, તે દેશથી અનુગતતેવા દેશના સર્વવિભાગોથી અનુગત, એવો આકાશ જ પર્યવસત્ર થાય છે.
Page #48
--------------------------------------------------------------------------
________________
૨૧
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨/ ઢાળ-૧૦ | ગાથા-૮
drદેશોÁપાવચ્છિન્નમૂત્તપાદિના="તે તે દેશના ઉદ્ઘભાગથી અવછિન્ન મૂર્ત અભાવાદિથી=જે ઉપરના સ્થાનમાં પક્ષી છે અને જે ઉપરના સ્થાનમાં પક્ષી નથી ત્યાં તે તે ભૂતલના ઉદ્ઘભાગથી યુક્ત એવા મૂર્તદ્રવ્યનો અભાવ અર્થાત્ ભૂતલ જેવા મૂર્તદ્રવ્યનો અભાવ છે ઈત્યાદિ દ્વારા તક્રયવહારોપત્તિ =તેના વ્યવહારની ઉપપત્તિ છે"=‘આ ભાગમાં પક્ષી છે, આ ભાગમાં પક્ષી નથી' એ પ્રકારના વ્યવહારની ઉપપત્તિ છે, તિ વર્તમાનાથુરું નાનવદ્ય=એ પ્રમાણે વર્ધમાનાદિ તાર્કિકો વડે કહેવાયેલું અનવદ્ય તથી નિર્દોષ નથી અર્થાત્ દોષવાળું છે; તસ્થ=કેમ કે તેને=વર્ધમાન ઉપાધ્યાયે આકાશને સ્વીકાર્યા વગર ભૂતલને અવલંબીને “અહીં પક્ષી છે, અહીં પક્ષી નથી' એ પ્રકારનો વ્યવહાર સંગત કર્યો તેને, અમાવાલિનિષ્ઠત્વેનાનુભૂયમાનદ્રવ્યથારશાપના પ્રસાન્નિ અભાવાદિ નિષ્ઠપણાથી અનુભૂયમાન દ્રવ્યના આધારસંશના અપલાપનો પ્રસંગ છે, તાતિસંથાપિ= અને તેટલા અપ્રતિસંધાનમાં પણ=વર્ધમાન ઉપાધ્યાયે કહ્યું કે “આ ભૂતલના ઉપરના ભાગમાં પક્ષી છે અને આ ભૂતલના ઉપરના ભાગમાં પક્ષી નથી' તેટલા અપ્રતિસંધાનમાં પણ, નોવેરાવાળ= લોકવ્યવહારથી, ગાવાશશ પ્રતિસંથાવો વ્યવહાર આકાશ દેશનું પ્રતિસંધાન કરીને ઉક્ત વ્યવહાર થાય છે.
તે આકાશ-લોક, અલોક-ભેદથી બે પ્રકારનું કહેવાયું છે=આગમમાં કહેવાયું છે, =જે=આકાશના બે ભેદને કહેનારું જે, સૂત્રસૂત્ર છે –
વદે મારે પUNIQ=બે પ્રકારનો આકાશ કહેવાયો છે. નોકરિ અત્નોમાસે =લોકાકાશ અને અલોકાકાશ.” (ભગવતીસૂત્ર, સૂત્ર-૧૨૧) ૧૦/૮ ભાવાર્થ
આકાશને છોડીને સર્વ દ્રવ્યોને રહેવાનું જે સ્થાન આપે તે આકાશદ્રવ્ય છે. સર્વ દ્રવ્યો આકાશના એક દેશમાં રહેલાં છે તેથી આકાશથી અન્ય એવાં સર્વ દ્રવ્યોના અવગાહનવાળું આકાશ લોકાકાશ કહેવાય છે, અને જ્યાં અન્ય દ્રવ્યો નથી, માત્ર આકાશદ્રવ્ય જ છે તે અલોકાકાશ કહેવાય છે. આમ છતાં આકાશ એક અખંડ દ્રવ્ય છે પરંતુ લોકાકાશ અન્ય છે અને અલોકાકાશ અન્ય છે તેમ બે જુદા પદાર્થો નથી. વળી, ભૂતલ પણ ઘટને રહેવાનું સ્થાન આપે છે તોપણ ભૂતલ સર્વ દ્રવ્યોને અવકાશ આપતું નથી, તેથી હંમેશાં સર્વદ્રવ્યસાધારણ એવું જે અવકાશ છે તેને જે આપે તે આકાશ છે એ પ્રકારનું આકાશનું લક્ષણ છે. માટે સર્વ દ્રવ્યોમાં અનુગત એવું આકાશાસ્તિકાયદ્રવ્ય સર્વદ્રવ્યનો આધાર છે.
આકાશાસ્તિકાયેદ્રવ્ય છે તેને સ્વીકારવા માટે ગ્રંથકારશ્રી યુક્તિ આપે છે –
ઉપર કોઈ પક્ષી ઊડતું હોય તેને જોઈને કહેવાય છે કે “આ સ્થાનમાં પક્ષી છે, આ સ્થાનમાં પક્ષી નથી” તેથી પક્ષીનો આધાર આકાશદ્રવ્ય છે અને પક્ષીના અભાવનો આધાર પણ આકાશદ્રવ્ય છે. જેમ ભૂતલમાં
આ સ્થાનમાં ઘટ છે અને આ સ્થાનમાં ઘટ નથી' એમ કહેવાય છે ત્યારે ઘટનો આધારસ્થાન ભૂતલનો અન્ય ભાગ છે અને ઘટના અભાવનો આધાર ભૂતલનો અન્ય ભાગ છે તેમ પક્ષીનો આધાર આકાશનું અન્ય સ્થાન છે અને પક્ષીના અભાવનો આધાર આકાશનું અન્ય સ્થાન છે તેમ સ્વીકારવું જોઈએ.
આ રીતે ગ્રંથકારશ્રીએ યુક્તિથી આકાશની સિદ્ધિ કરી. ત્યાં ન્યાયદર્શનના વર્ધમાન ઉપાધ્યાય કહે છે
Page #49
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨
ઢાળ-૧૦ | ગાથા-૮-૯ ‘આકાશ નામનું દ્રવ્ય નથી પરંતુ દેખાતા ભૂતલના ઊર્ધ્વના તે દેશમાં મૂર્તદ્રવ્યનો અભાવ છે અર્થાત્ જેમ ભૂતલ મૂર્તદ્રવ્ય છે તેમ ઉપરમાં કોઈ મૂર્તદ્રવ્ય નથી, તેના દ્વારા ‘અહીં પક્ષી છે, અને અહીં પક્ષી નથી’ એમ વ્યવહાર થાય છે. અર્થાત્ નીચેની જમીનને અવલંબીને ‘આ ઊર્ધ્યસ્થાનમાં પક્ષી છે અને નીચેની જમીનને અવલંબીને ‘આ ઊર્ધ્વસ્થાનમાં પક્ષી નથી' એ પ્રકારનો વ્યવહાર સંગત થાય છે. માટે નહીં દેખાતા એવા આકાશદ્રવ્યની કલ્પના કરવી ઉચિત નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે -
૨૨
વર્ધમાન ઉપાધ્યાયનું આ કથન યુક્ત નથી; કેમ કે અભાવ પણ કોઈક વસ્તુનો પર્યાય છે તેથી ઉપ૨ના તે ક્ષેત્રમાં પક્ષીનો અભાવ અનુભૂયમાન છે તે સ્વરૂપે તે અભાવનો આધા૨ દ્રવ્યાંશ છે અને ઉપરમાં પક્ષીનો ભાવ દેખાય છે તેના આધારરૂપે અનુભૂયમાન આધાર દ્રવ્યાંશ છે તેના અપલાપનો પ્રસંગ આવે. તેથી એ પ્રાપ્ત થાય કે, જેમ ભૂતલમાં ઘટ હોય તો ઘટદ્રવ્યનો આધાર ભૂતલ દ્રવ્યાંશ છે અને ઘટાભાવનો આધાર અન્ય ભૂતલ દ્રવ્યાંશ છે તેમ ઉપર દેખાતા પક્ષીમાં પણ પક્ષીદ્રવ્યનો આધાર આકાશદ્રવ્યાંશ છે અને પક્ષીના અભાવનો આધાર અન્ય આકાશદ્રવ્યાંશ છે તેના અપલાપનો પ્રસંગ વર્ધમાનાચાર્યને થાય. આટલા કથનથી પણ નૈયાયિકને સંતોષ ન થાય. તેથી ગ્રંથકારશ્રી યુક્તિ આપે છે -
આકાશમાં પક્ષી જોઈને જે પ્રકારે તાર્કિક એવા વર્ધમાનાચાર્યે ભૂતલનું પ્રતિસંધાન કરીને તે ભૂતલના ઊર્ધ્વસ્થાનમાં મૂર્તદ્રવ્યના અભાવ દ્વારા પક્ષીના ક્ષેત્રની સંગતિ કરી અને અન્ય નીચેના ભૂતલના પ્રતિસંધાન દ્વારા મૂર્તદ્રવ્યના અભાવ દ્વારા પક્ષીના અભાવના ક્ષેત્રની સંગતિ કરી તે પ્રકારનું પ્રતિસંધાન કર્યા વગર પણ લોકવ્યવહારથી આકાશદ્રવ્યનું પ્રતિસંધાન કરીને ‘અહીં પક્ષી છે, અહીં પક્ષી નથી’ તેવો વ્યવહાર સ્પષ્ટ દેખાય છે. તેથી નક્કી થાય છે કે, ભૂતલના પ્રતિસંધાનપૂર્વક કરાયેલો વ્યવહાર કેવલ પોતાના સ્વમતને સ્થાપન કરવાવાળો નથી; કેમ કે નીચેના ભૂતલના પ્રતિસંધાન વગર સામાન્યથી સર્વ લોકમાં એ પ્રકારનો વ્યવહાર થાય છે કે ‘આ આકાશમાં પક્ષી છે, આ આકાશમાં પક્ષી નથી' માટે પક્ષીને અવકાશ આપનાર આકાશદ્રવ્ય સ્વીકારવું જોઈએ અને જેમ તે આકાશદ્રવ્ય પક્ષીને અવકાશ આપે છે તેમ સર્વ દ્રવ્યોને અવકાશ આપે છે - એ પ્રમાણે શાસ્ત્રવચનથી સ્વીકારવું જોઈએ. આથી જ શાસ્ત્રમાં બે પ્રકારનું આકાશ કહેવાયું છે-લોકાકાશ અને અલોકાકાશ. અર્થાત્ જે આકાશમાં અન્ય દ્રવ્યો રહેલાં છે તેનાથી વિભક્ત એવો આકાશનો દેશ તે લોકાકાશ છે અને જે દેશમાં અન્ય કોઈ દ્રવ્ય રહેલું નથી તેવો આકાશનો દેશ અલોકાકાશ છે. ll૧૦/૮
અવતરણિકા :
પૂર્વની ગાથામાં કહ્યું કે, આકાશદ્રવ્યલોક, અલોક એમ બે પ્રકારે આગમમાં કહ્યું છે. તેથી હવે એક આકાશદ્રવ્યનો લોક-અલોકરૂપ વિભાગ કઈ અપેક્ષાએ છે ? તે સ્પષ્ટ કરે છે
ગાથા:
ધર્માદિકસ્યું રે સંયુત લોક છઈં, તાસ વિયોગ અલોક;
તે નિરવધિ છઈં રે અવધિ અભાવનઈં, વલગી લાગઈ રે ફોક.
સમ॰ II૧૦/૯॥
Page #50
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-૯ ગાથાર્થ :
ધર્માસ્તિકાયાદિથી સંયુક્ત લોક છે. તેના વિયોગથી ધર્માસ્તિકાયાદિના વિયોગથી, અલોક છે. તે=આલોક, નિરવધિ =અંત વગરનો છે.
અહીં પ્રશ્ન થાય કે અલોકાકાશને સાવધિ માનીએ તો શું વાંધો ? તેથી કહે છે –
અભાવને વળગેલી અવધિ ફોક લાગે અવધિ હંમેશાં અવધિની મર્યાદા પછી અભાવને બતાવનાર છે અને તે અભાવનો આધાર કોઈ ન હોય તો શશશૃંગ જેવો અભાવ લાગે, તેથી તે અવધિ પણ ફોક લાગે. II૧૦/ રબો -
ધર્માસ્તિકાયાદિકર્યું સંયુત જે આકાશ તે લોક થઈ. તે-ધર્માસ્તિકાયાદિકનો જિહાં વિગ છઈ, તે અલકાકાશ કહિઈં. -અલકાકાશ નિરવધિ છઇં, પતાવતા-સ્નેહન છેહ નથી.
કઈક ઈમ કહસ્ય -“જિમ લોકનઈ પાસઈ અલકનો છેહ છÉ, તિમ આગઈ પણિ હુસ્થઈ.” તેહનઈં કહિઈં જે-જલક તો ભાવરૂપ છઈ, ર્ત-અવધિ ઘટઈ, પણિઆગઈ કેવલ અભાવનઈં અલકાવધિપણું કિમ ઘટઈ? શશશૃંગ કુણનું અવધિ હોઈ? અનઈંજે ભાવરૂપેં અંત માનિઈં, તો તે અવ્યદ્રવ્યરૂપ નથી. આકાશદેશસ્વરૂપનઈં તો તદંતપણું કહતાં-વદદ્યાઘાત હોઈ.” તે માટઈં-અલકાકાશ અનંત જાણવ8. I/૧૦/૯IL ટબાર્થ :
ધમસ્તિકાય સાથે સંયુક્ત જે આકાશ તે લોક છે લોકાકાશ છે. તે ધર્માસ્તિકાયાદિનો જ્યાં વિયોગ છે તે અલોકાકાશ કહેવાય છે. તે અલોકાકાશ નિરવધિ છે=આટલું-એ પ્રકારે, તેનો છેદ નથી તેની છેલ્લી સીમા નથી.
કોઈક એમ કહેશે જે-જેમ લોકની પાસે અલોકનો છેદ છે=આલોકનો અંત છે, તેમ આગળ થશે'ઋતેને કહીએ જે-લોક તો ભાવરૂપે છે, તે અવધિ ઘટે=આલોકાકાશના અભાવની અવધિ ઘટે. પણ આગળ=અલોકાકાશને પેલે છેડે, કેવળ અભાવને અલોકનું અવધિપણું કેમ ઘટે ?–અલોકના અવધિપણે કોઈ પદાર્થ હોય તો ઘટે પણ અલોકના અવધિપણે કોઈ પદાર્થ ન હોય તો ઘટે નહીં. - કેમ ઘટે નહીં ? તે સ્પષ્ટ કરે છે –
‘શશશંગ કોનું અવધિ થાય ? અર્થાત કોઈનું અવધિ થાય નહીં અને જો ભાવરૂપે અંત માનીએ અલોકાકાશનો આગળમાં ભાવરૂપે અંત માનીએ, તો તે અવ્યદ્રવ્યરૂપ નથી-આકાશથી
Page #51
--------------------------------------------------------------------------
________________
૨૪
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ટાળ-૧૦ | ગાથા-૯ અન્ય સ્વરૂપ નથી. અને આકાશના દેશ સ્વરૂપ જ આકાશનો અંત માનીએ તો તેનું અંતપણું કહેતાં વખતોવ્યાઘાત થાય.' તે માટે અલોકાકાશને અનંત જાણવું અંત વગરનું જાણવું. ll૧૦/લા ભાવાર્થ -
પૂર્વગાથામાં કહ્યું કે, લોક અને અલોક-એ રીતે આકાશદ્રવ્ય બે પ્રકારનું છે. તેથી લોકાકાશ શું છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
ધર્માસ્તિકાયાદિ અન્ય દ્રવ્યોથી યુક્ત એવો જે આકાશદ્રવ્યનો દેશ તે લોકાકાશ છે અને જે સ્થાનમાં ધર્માસ્તિકાયાદિ અન્ય દ્રવ્યો નથી માત્ર આકાશ છે એવો આકાશદ્રવ્યનો દેશ તે અલોકાકાશ છે.
અહીં પ્રશ્ન થાય કે, લોક પછી અલોકાકાશ શરૂ થાય છે, તેનો અંત ક્યાં છે ? તેથી કહે છે –
અલોકાકાશને અવધિ નથી અર્થાતું લોકાકાશથી માંડીને ઉત્તર ઉત્તરમાં સર્વત્ર અલોકાકાશ છે પરંતુ આટલા સુધી અલોકાકાશ છે, પછી નથી તેવી મર્યાદા અલોકાકાશની નથી.
અહીં કોઈ પ્રશ્ન કરે કે જેમ લોકાકાશની મર્યાદા પૂરી થાય છે અને તેના પછીના સ્થાને અલોકાકાશનો અંત પ્રાપ્ત થાય છે અર્થાત્ “આગળના અલોકાકાશની અપેક્ષાએ અહીં અલોકાકાશનો અંત પ્રાપ્ત થાય છે તેમ આગળ પણ કોઈક સ્થાને અલોકાકાશનો અંત પ્રાપ્ત થવો જોઈએ અને તેમ સ્વીકારીએ તો અલોકાકાશ નિરવધિ છે તેમ કહી શકાય નહીં. તેને ગ્રંથકારશ્રી કહે છે –
લોકાકાશ તો ભાવરૂપ છે તેથી તે અલોકાકાશની અવધિરૂપે ઘટે અર્થાતુ લોકાકાશમાં અલોકાકાશનો અભાવ છે માટે ત્યાં સુધી અલોકાકાશની અવધિ છે તેમ કહી શકાય, પરંતુ આગળમાં અન્ય કોઈ દ્રવ્ય નથી તેથી કેવળ અભાવને અલોકની અવધિ કહી શકાય નહીં અર્થાત્ જો આગળમાં અલોકાકાશનો અભાવ સ્વીકારવો હોય તો તે અભાવનો આધાર કોઈ દ્રવ્ય સ્વીકારવું પડે. જેમ લોકાકાશ પાંચ દ્રવ્યના સમૂહરૂપ છે તેમાં અલોકાકાશનો અભાવ છે માટે ત્યાં અલોકની અવધિ પ્રાપ્ત થાય છે તે રીતે લોકાકાશ પછીના અલોકાકાશને સ્વીકાર્યા પછી તેના ઉત્તરમાં અન્ય કોઈ દ્રવ્ય હોય તો તેમાં અલોકાકાશનો અભાવ છે તેમ કહી શકાય; પરંતુ આગળમાં કોઈ દ્રવ્ય નથી તેથી તે દ્રવ્યના પર્યાયરૂ૫ અલોકાકાશનો અભાવ નહીં હોવાથી અલોકાકાશ નિરવધિ છે તેમ સ્વીકારવું જોઈએ.
વળી, અલોકાકાશનો અંત ભાવરૂપે માનીએ તો ત્યાં અન્ય કોઈ દ્રવ્ય નથી તેથી આકાશના ભાવરૂપે જ અલોકાકાશનો અભાવ છે-તેમ પ્રાપ્ત થાય અને આકાશના દેશરૂપ જ અલોકાકાશનો અંત છે-તેમ કહીએ તો પરસ્પર વચનનો વિરોધ થાય. જેમ કોઈ કહે કે, “મારી મા વંધ્યા છે'-તે વચન માતા સ્વીકાર્યા પછી વંધ્યા કહેવું-તે વિરોધી છે તેમ, અલોકાકાશના અમુક ભાગ પછી આકાશદ્રવ્યના ભાવને સ્વીકારીને તે આકાશદ્રવ્યમાં અલોકાકાશનો અભાવ છે તેમ કહેવું વિરોધી છે; કેમ કે જો આગળ પણ આકાશદ્રવ્ય હોય તો ત્યાં અલોકાકાશની અવધિ પૂરી થાય છે તેમ કહી શકાય નહીં, માટે અલોકાકાશને અનંત જાણવું.
તેથી એ ફલિત થાય છે, જેમ કાળ, ભૂત પણ અનાદિનો છે, માટે પ્રારંભ વગરનો છે અને ભવિષ્ય પણ સદા રહેનારો છે, માટે અંત વગરનો છે છતાં કેવળજ્ઞાની ભૂત-ભવિષ્યને પૂર્ણ જુએ છે તોપણ તેનો
Page #52
--------------------------------------------------------------------------
________________
૨૫
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-૯-૧૦ પ્રથમ સમય કયો અને અંતિમ સમય ક્યો-તે જોતા નથી, તેમ લોકાકાશના પછીથી પ્રારંભ થયેલા અલોકાકાશને સર્વ દિશામાં અંત વગરનો કેવળજ્ઞાની જુએ છે અર્થાત્ પૂર્ણ જુએ છે પણ અંત જોતા નથી, માટે અલોકાકાશ અંત વગરનો છે. II૧૦/લા અવતરણિકા -
ધર્માસ્તિકાયના, અધમસ્તિકાયના અને આકાશાસ્તિકાયનાં લક્ષણ બતાવ્યા પછી હવે કાળદ્રવ્યનું લક્ષણ બતાવે છે અને કાળ પરમાર્થથી દ્રવ્ય નથી, ઉપચારથી દ્રવ્ય છે તેની સ્પષ્ટતા ગાથા-૧૦થી ગાથા-૧૯ સુધી કરે છે – ગાથા -
વર્તણ લક્ષણ સર્વ દ્રવ્યહ તણો પજવ, દ્રવ્ય ન કાલ; દ્રવ્ય અનંતની રે દ્રવ્ય અભેદથી, સત્તરાધ્યયનઈ રે ભાલ. સમe II૧૦/૧ના
ગાથાર્થ :
સર્વ દ્રવ્યનો વર્તનાલક્ષણ પર્યાય કાળ છે, કાળદ્રવ્ય નથી. દ્રવ્યના અભેદથી જીવાદિ દ્રવ્યોના અભેદથી, દ્રવ્ય અનંતની ઉત્તરાધ્યયનની ભાળ છેઃકાળ અનંત છે એમ ઉત્તરાધ્યયનનું કથન છે. II૧૦/૧૦II
રબો : -
કાલ તે પરમાર્થથી દ્રવ્ય નહીં. તો થું? સર્વ દ્રવ્યનો વર્તાલક્ષણ પર્યાય જ કઈં. તે પર્યાયનઈં વિષઈં અનાદિકાલીન દ્રવ્યોપચાર અનુસરીનઈં કાલદ્રવ્ય કહીઈં. ગત સ્વપર્યાયઈ દ્વવાર્ભદથી અનંતકાલદ્રવ્યની ભાલ સત્તરાધ્યયનઈ છÚ. તથા ૪ સૂર
“धम्मो अधम्मो आगासं, दव्वं इक्किक्कमाहियं । ગતા ય વ્યળિ, છાનો પુગંતવો માર૮/૮ાા” एतदुपजीव्यान्यत्राप्युक्तम् - “ધર્માધારાનો મત: પરં ત્રિર્મનન્તમ્ ” કૃતિ (પ્રતિ પ્રવરVI, જ્ઞો-૨૨૪) :
તે માર્ટિ-જીવાજીવ દ્રવ્ય, જે અનન્ત થઈ, તેહના-વર્તનાપર્યાય ભણી જ કાલદ્રવ્ય સૂત્રઈ અનંત કહ્યાં જાણવાં. ./૧૦/૧૦થી બાર્ચ - કાળ-તે પરમાર્થથી દ્રવ્ય નથી, તો શું છે? તેથી કહે છે – સર્વ દ્રવ્યનો વર્તતાલક્ષણ પર્યાય જ છે સર્વ દ્રવ્ય પ્રતિસમય એક અવસ્થામાંથી અન્ય અવસ્થાને
Page #53
--------------------------------------------------------------------------
________________
૨૬
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-૧૦ પ્રાપ્ત કરે છે તે પર્યાય જ કાળ છે. તે પર્યાયના વિષયમાં સર્વ દ્રવ્યમાં વર્તતા વર્તનારૂપ પર્યાયવા વિષયમાં, અનાદિકાલીન દ્રવ્યઉપચારનું અનુસરણ કરીને કાળદ્રવ્ય કહેવાય છે. આથી જ અનંત દ્રવ્યોના વર્તનાપર્યાયમાં દ્રવ્યનો ઉપચાર કરીને કાળને દ્રવ્ય કહેવાય છે આથી જ, પર્યાયના લક્ષણમાં દ્રવ્યનો અભેદ કરવાથી=સર્વ દ્રવ્યમાં વર્તતા વર્તનાપર્યાયમાં દ્રવ્યનો અભેદ કરવાથી, અનંત કાળદ્રવ્યની ભાલ-અનંત કાળદ્રવ્યનું કથન ઉત્તરાધ્યયનમાં છે.
તથા ૪ સૂત્ર—અને તે રીતે સૂત્ર છેઃઉત્તરાધ્યયનનું સૂત્ર છે –
“ધો ધબ્બો મા વ્યંધર્મ, અધર્મ અને આકાશ દ્રવ્ય વિક્રમાદિયં એક એક આહિત છે કથિત છે. શાનો પુત્રનંતવો કાળ, પુદ્ગલ અને જીવો, તાળ વ્યાણ અનંત દ્રવ્યો (કહેવાયા) છે.” (ઉત્તરાધ્યયનસૂત્ર, અધ્યયન-૨૮, સૂત્ર-૮)
પતલુપની =આનું ઉપજીવ્યઆનું અનુસરણ કરીને, અન્યત્રાળુ=અન્યત્ર પણ કહેવાયું છે –
ઘર્માથર્નાવાશાવકધર્મ, અધર્મ અને આકાશ એકેક મનાય છે. અત: પર ત્રિવમન=આનાથી પર એવી ત્રિક અનંત છે ધર્માદિથી પર એવી ત્રિક અનંત છે. (પ્રશમરતિ પ્રકરણ, શ્લોક-૨૧૪)
તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે.
તે માટે=જીવાદિ દ્રવ્યના વર્તના પર્યાયમાં દ્રવ્યનો અભેદ કરીને કાળદ્રવ્યને ઉત્તરાધ્યયનમાં અનંત કહેલ છે તે માટે, જીવ અને અજીવદ્રવ્ય, જે અનંત છે તેના વર્તનાપર્યાય ભણી જ=વર્તનાપર્યાયને આશ્રયીને જ, કાળદ્રવ્ય સૂત્રમાં અનંત કહ્યા જાણવા. ૧૦/૧૦ના ભાવાર્થ :
જગતમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણ એકેક દ્રવ્ય છે, જ્યારે પુદ્ગલ અને જીવ અનંત દ્રવ્ય છે. વળી, તે સર્વ દ્રવ્યો પ્રતિક્ષણ એક અવસ્થામાંથી સદશ કે વિસદશ એવી બીજી અવસ્થામાં જાય છે તેથી તે સર્વ દ્રવ્યમાં પ્રતિક્ષણ પરિવર્તનશીલતારૂપ વર્તનાપર્યાય છે તે કાળ છે. સર્વ દ્રવ્યોમાં વર્તતા વર્તનાપર્યાયમાં અનાદિકાળથી દ્રવ્યનો ઉપચાર કરીને શાસ્ત્રમાં કાળને દ્રવ્ય કહેલ છે; કેમ કે જગતમાં થતાં કાર્યો પ્રત્યે જેમ અન્ય કારણ છે તેમ કાળ પણ કારણ છે અને કાળનું કારણ બતાવવું હોય તો કાળની નિષ્પત્તિને અનુકૂળ અન્ય દ્રવ્યોથી ભિન્ન કાળદ્રવ્ય છે તે બતાવવા અર્થે જ ઉપચારથી કાળને દ્રવ્ય કહેલ છે.
તેથી ફલિત થાય કે, પ્રતિનિયત કાર્ય પ્રત્યે કારણસામગ્રીના બળથી પ્રયત્ન કરનાર પુરુષ યત્ન કરે છે તોપણ બીજી ક્ષણમાં તે પ્રતિનિયત કાર્ય થતું નથી, કાંઈક વિલંબથી થાય છે. જેમ ઘટનો અર્થી ઘટના ઉપાદાનકારણરૂપ અને નિમિત્તકારણરૂપ સામગ્રીને ગ્રહણ કરીને યત્ન કરે છે ત્યારે તે યત્નની બીજી ક્ષણમાં જ ઘટરૂપ કાર્ય થતું નથી પરંતુ કાંઈક વિલંબથી ઘટરૂપ કાર્ય થાય છે. તે બતાવવા માટે ઘટપ્રાપ્તિ સુધી માટીમાં વર્તતી પ્રતિક્ષણની વર્તનાની સંખ્યાને ગ્રહણ કરીને એટલા કાળ પછી ઘટ થાય છે તેમ કહેવાય છે. તેથી ઘટનિષ્પત્તિ પ્રત્યે કાળ પણ કારણ છે, માત્ર અન્ય કારણો નથી. તેથી ઘટની પ્રાપ્તિ
Page #54
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-૧૦-૧૧
૨૭
વિલંબથી થાય છે એમ કહેવાય છે. આ પ્રકારે સર્વ કાર્યો પ્રત્યે કાળને કારણ બતાવવા અર્થે ઉપચારથી કાળને દ્રવ્ય તરીકે સ્વીકાર્યું છે અને તેમાં ઉત્તરાધ્યયનસૂત્રની સાક્ષી આપે છે. ત્યાં ઉત્તરાધ્યયનસૂત્રમાં કાળને અનંત દ્રવ્ય કહ્યું છે તે ઉપચારથી જ છે, પરંતુ ધર્માસ્તિકાયની જેમ સ્વતંત્ર દ્રવ્ય નથી એ પ્રકારનો ઉત્તરાધ્યયનનો અર્થ છે એમ અન્ય ગ્રંથોથી ગ્રંથકારશ્રીએ નિર્ણય કરેલો છે. તેથી કાળને ઉપચારથી દ્રવ્ય સ્થાપન કરવા માટે આગળ પણ ગ્રંથકારશ્રી અનેક યુક્તિઓ બતાવે છે.
આ કથનથી શું ફલિત થાય ? તે બતાવવા માટે કહે છે
જગતમાં જીવ અને અજીવ-બે દ્રવ્યો સંખ્યાથી અનંત છે અને તે સર્વ દ્રવ્યો દ્રવ્યપર્યાયસ્વરૂપ છે. વળી, પર્યાય પ્રતિક્ષણ અન્ય-અન્ય ભાવે પરિવર્તન પામે છે તેથી તે દ્રવ્યોમાં વર્તના નામનો પર્યાય છે. તે વર્તનાપર્યાયને આશ્રયીને સૂત્રમાં કાળદ્રવ્યને અનંતા કહ્યા છે એમ જાણવું. II૧૦/૧૦/
અવતરણિકા :
કંઠથી પણિ સૂત્રઈં-જીવાજીવથી અભિન્ન કાલ કહિઉં છઈં, તે દેખાડઈં છઈ . અવતરણિકાર્ય :
કંઠથી પણ=સાક્ષાત્ શબ્દોથી પણ, સૂત્રમાં=આગમમાં, જીવ-અજીવથી અભિન્ન=જીવ-અજીવના પર્યાયરૂપ કાલ કહ્યું છે, તે દેખાડે છે
ગાથા:
જીવ અજીવ જ સમય તે કહિઓ, તિણિ કેમ જુદો રે તેહ ? । એક વખાણઈં રે ઈસ્યુ આચારય, ધરતા શ્રુતમતિરેહ. સમ૦ ||૧૦/૧૧॥
ગાથાર્થ ઃ
સમયમાં=શાસ્ત્રમાં, તે=કાળદ્રવ્ય, જીવ-અજીવ જ કહ્યો છે, તિણિ=તેથી, તેહ=કાળદ્રવ્ય, જુદો કેમ થાય ? અર્થાત્ જુદો ન થાય. એક આચારય=એક આચાર્ય, શ્રુતમતિરેખાને ધારણ કરતા=જિનવચનાનુસાર શુભમતિની રેખાને ધારણ કરતા, ઈસ્યું વખાણઈં રે=‘કાળ જીવઅજીવરૂપ છે' એ પ્રમાણે કહે છે. II૧૦/૧૧||
ટબો ઃ
સમયઈં ક॰ સૂત્રઈં, તે=કાલ, જીવ-અજીવ રૂપ જ કહિઉં છઈ, તેણઈ કારણઈ જુર્દા=ભિન્નદ્રવ્યરૂપ, કિમ કહિઈં ? તથા ચોń નીવામિનાવિસૂત્રે
“વિમય મંતે ! જાતો ત્તિ પબુવ્વરૂ ? ગોયમા ! નીવા ચેવ અનીવા જેવ” ત્તિ ।
એક આચાર્ય ઈમ કાલરીૢવ્ય વખાણઈં છઈ, સ્યું કરતા ? સિદ્ધાંતપાઠ અનુસારઈં શુભમતિની રેખા ધરતા. ૧૦/૧૧/
Page #55
--------------------------------------------------------------------------
________________
૮
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-૧૧-૧૦
ટબાર્થ -
સમયમાં કહેતાં સૂત્રમાં, તે કાલદ્રવ્ય, જીવ-અજીવરૂપ જ કહ્યું છે. તે કારણે જુદા–જીવ-અજીવથી ભિન્ન, દ્રવ્યરૂપ કેમ કહેવાય ? અર્થાત જીવ-અજીવથી જુદા એવા અજીવરૂપ કાળદ્રવ્ય ભિન્નરૂપ સ્વીકારી શકાય નહીં.
અને તે રીતે=જીવ-અજીવસ્વરૂપ કાળદ્રવ્ય છે તે રીતે, “જીવાભિગમ” સૂત્રમાં કહ્યું છે –
બંતે !=હે ભગવંત!, વિમર્થ ‘ાતોત્તિ પવુષ્યરૂં ?="આ કાળ' એ પ્રમાણે શું કહેવાય છે? તેનો ઉત્તર આપતાં ભગવાન કહે છે – જોયમાં !="હે ગૌતમ !, નવા વેવ નીવા વેવ ત્તિ=જીવ અને અજીવ જ કાળ છે”=જીવના અને અજીવના પર્યાયસ્વરૂપ જ કાળ છે.
એક આચાર્યે એ પ્રમાણે= જીવાભિગમાદિમાં કહ્યું છે એ પ્રમાણે, કાળદ્રવ્ય વખાણ્યું છે. શું કરતાં વખાણ્યું છે ? તેથી ગાથાના અંતિમ પાદથી કહે છે – સિદ્ધાંતપાઠને અનુસાર શ્રુતમતિને અનુસાર, શુભમતિની રેખાને ધારણ કરતાં કાળદ્રવ્ય વખાણ્યું છે. I૧૦/૧૧] . ભાવાર્થ:
જીવાભિગમ' આદિ સૂત્રમાં ગૌતમસ્વામી વિરપ્રભુને પૃચ્છા કરે છે કે “હે ભગવંત ! આ કાળ શું કહેવાય ?' તેનો ઉત્તર આપતાં ભગવાને કહ્યું છે કે “હે ગૌતમ ! આ કાળ જીવ-અજીવસ્વરૂપ જ છે'. ‘જીવાભિગમના તે વચનને અનુસરીને અનુભવ અનુસાર પદાર્થને જોનારી શુભમતિવાળા એક આચાર્યએ કાળદ્રવ્યને જીવઅજીવના પર્યાયસ્વરૂપે જ વખાણ્યું છે. તેથી (૧) જીવ અને (૨) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાયરૂપ અજીવ - એ બેથી પૃથગુ એવું સ્વતંત્ર કાળદ્રવ્ય કઈ રીતે કહી શકાય? અર્થાત્ કહી શકાય નહીં. માટે જિનવચનાનુસાર એક જીવદ્રવ્ય અને ચાર અજીવદ્રવ્ય એમ કુલ પાંચ દ્રવ્યો છે તેમ સ્વીકારવું જોઈએ, પરંતુ તે પાંચ દ્રવ્યથી અતિરિક્ત કાળદ્રવ્ય છે તેમ સ્વીકારવું ઉચિત નથી. II૧૦/૧૧ાા અવતરણિકા -
સૂત્રને અવલંબીને એક આચાર્ય પાંચ દ્રવ્યથી અતિરિક્ત કાળદ્રવ્ય નથી' એમ કહે છે તેમ ' ગાથા-૧૧માં સ્થાપન કર્યું. હવે તેના વિષયમાં બીજા આચાર્ય શું કહે છે? તે ગ્રંથકારશ્રી બતાવે
છે –
ગાથા :
બીજા ભાષઈ રે જોઈ ચક્રનઈ, ચારઈ જે થિતિ તાસ; કાલ અપેક્ષા રે કારણ દ્રવ્ય છઈ, ષટની મજાવભાસ. સમe II૧૦/૧શા
Page #56
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-૧૨
ગાથાર્ચ -
બીજા બીજા આચાર્ય, જ્યોતિષચના ચારથી જે સ્થિતિ છે=ગમનથી ભાવોની પરિણતિ છે, તાસ=તેનું, અપેક્ષાકારણ કાળદ્રવ્ય છે - એમ ભાષÚ=એમ બોલે છે.
તેમાં યુક્તિ આપે છે –
ષટની છની, ભગવઈ ભાસ="ભગવતી'ની ભાષા છે. ૧૦/૧ ટબો:
બીજ આચાર્ય, ઈમ ભાષઈં કઈંજે જ્યોતિચ્ચક્રનઈં ચારઈ પરત્વ-અપરત્વ, નવ-પુરાણાદિ ભાવસ્થિતિ છઈ, તેહનું અપેક્ષાકારણ મનુષ્યલોકમાં કાલદ્રવ્ય છઈ. અર્થનઈ વિષઈ સૂર્યદિપના કદ્રવ્યથારક્ષેત્રપ્રમાણ જ કલ્પવું ઘટë. તે માટઈં-એહવું કાલદ્રવ્ય કહિશું, તો જ શ્રી ભગવતી સૂત્રમાંહિં-“ ને અંતે ! રડ્યા પછUત્તા ? mયમાં ! છેલ્વી TWITT-ધમ્મત્યિ નવ અદ્ધરમણ (ભગવતીસૂત્ર, સૂત્ર-૭૩૪) એ વચન છઈ, તેહનું નિરુપયરિત વ્યાખ્યાન ઘટઈં. અનઈં વર્તનાપર્યાયનું સાધારણાર્પક્ષ દ્રવ્ય ન કહીશું, તોગતિસ્થિત્યવગાહના સાધારણાપેક્ષાકારણપણઈ ધર્માધર્માકાશાસ્તિકાય સિદ્ધ થયા, તિહાં પણિ અનાશ્વાસ આવઈ. અનઈં એ અર્થ યુક્તિગ્રાહ્ય છઈ, તે માટÚ કેવલ આજ્ઞાગ્રાહ્ય કહી, પણિ કિમ સંતોષ ધરાઈ ? I/૧૦/૧રા. ટબાઈ -
બીજા આચાર્ય એમ કહે છે-જે, જ્યોતિષચક્રમાં ચારથી=જ્યોતિષચક્રના વિમાનોના ગમનથી, પરત્વ-અપરત્વ, લવ-પુરાણાદિ ભાવોની સ્થિતિ છે તેનું અપેક્ષાકારણ મનુષ્યલોકમાં કાળદ્રવ્ય છે. અર્થને વિષે-અઢીદ્વીપસ્વરૂપ પદાર્થના વિષયમાં, સૂર્યની ક્રિયાના ઉપલાયક એવા દ્રવ્યચારરૂપ ક્ષેત્રપ્રમાણ જ કલ્પવું ઘટે. તે માટે એવું કાળદ્રવ્ય કહીએ=અઢીદ્વીપપ્રમાણ કાળદ્રવ્ય સ્વીકારીએ, તો જ,
શ્રી ભગવતી સૂત્રમાં –
i અંતે !="હે ભગવંત ! પત્તા =કેટલાં દ્રવ્યો કહેવાયાં છે ?” (ભગવાન ઉત્તર આપે છે –). જોયમા !="હે ગૌતમ ! છવ્વા પત્તા=૭ (દ્રવ્યો) કહેવાયાં છે. ધર્માસ્થિ નાવ અદ્ધાસમ= ધર્માસ્તિકાય યાવત્ અદ્ધાસમય.” (ભગવતીસૂત્ર, સૂત્ર-૭૩૪) એ વચન છે તેનું નિરુપચરિત વ્યાખ્યાન ઘટેaઉપચાર વગર છ દ્રવ્યનો સ્વીકાર થાય. અત્રે વર્તવાપર્યાયનું સાધારણ અપેક્ષાકારણ એવું દ્રવ્ય ન કહીએ=સર્વ દ્રવ્યોમાં જે વર્તવાપર્યાય છે તે સર્વ વર્તવાપર્યાયનું સાધારણ એવું નિમિત્તકારણ ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્યથી પૃથફ કાળ નામનું દ્રવ્ય ન કહીએ, તો ગતિ, સ્થિતિ, અવગાહનાનું સાધારણ એવું અપેક્ષાકારણ પણ ધર્માસ્તિકાય, અધમસ્તિકાય અને આકાશાસ્તિકાય સિદ્ધ થયા તેમાં પણ અનાશ્વાસ આવે=જેમ કાળદ્રવ્ય નથી તેમ ધમસ્તિકાયાદિ પણ નથી એ પ્રકારનો અનાયાસ થાય. એ
Page #57
--------------------------------------------------------------------------
________________
૩૦
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ટાળ-૧૦ | ગાથા-૧૨ અર્થ=ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોની જેમ કાળદ્રવ્યરૂપ અર્થ, યુક્તિગ્રાહ્ય છે, તે માટે કેવળ આશાગ્રાહ્ય કહી પણ કેમ સંતોષ ધરાય?= જીવાભિગમાદિમાં કાળને જીવ-અજીવનો પર્યાય કહ્યો છે તે રૂપ આજ્ઞાગ્રાહ્ય કહીને સ્વતંત્ર કાળદ્રવ્યનો અપલાપ કરવામાં આવે તો પણ કેમ સંતોષ થાય? એમ બીજા આચાર્ય કહે છે. I/૧૦/૧રા ભાવાર્થ
કાળદ્રવ્ય વિષયક બીજા આચાર્યો કહે છે કે અઢીદ્વીપમાં જ્યોતિષનાં વિમાનો ચક્રગતિથી પરિભ્રમણ કરે છે તેને આશ્રયીને પદાર્થમાં થતા પરત્વ-અપરત્વ, નવું-પુરાણું આદિ ભાવોની સ્થિતિ છે. જેમ જ્યોતિષચક્રમાંથી સૂર્ય-ચંદ્રનું એક ચક્ર પરિભ્રમણ પૂર્ણ થાય તેને એક અહોરાત્ર કહેવાય. તેને આશ્રયીને જે પહેલો જન્મેલો હોય તે પર કહેવાય અને જે પાછળથી જન્મેલો હોય તે અપર કહેવાય. તે રીતે જે ઘટ પહેલાં નિષ્પન્ન થયેલો હોય તે પુરાણો કહેવાય અને પાછળથી થયેલો હોય તે નવો ઘટ કહેવાય. આ પ્રકારની પદાર્થના ભાવોની સ્થિતિ છે. તે નવા-પુરાણા આદિ પદાર્થોના ભાવોની સ્થિતિ જ્યોતિષચક્રના ચારને આશ્રયીને દિવસ આદિની ગણનાથી થાય છે અને પદાર્થમાં પરત્વ-અપરત્વ, નવું-પુરાણું આદિ ભાવોની સ્થિતિ છે તેનું અપેક્ષાકારણ કાળદ્રવ્ય મનુષ્યલોકમાં છે તેમ અન્ય આચાર્ય કહે છે.
અહીં પ્રશ્ન થાય કે, સૂર્ય-ચંદ્રને આશ્રયીને કાળદ્રવ્ય મનુષ્યલોકમાં કેમ સ્વીકાર્યું ? તેથી કહે છે –
અર્થના વિષયમાં=પદાર્થના વિષયમાં, સૂર્યની ક્રિયાના ઉપનાયક-સૂર્યની ક્રિયાના બળથી નિર્ણય કરાતો, દ્રવ્યનો ચાર-જીવમાં અને પુદ્ગલમાં થતાં પરિવર્તન, એને અનુકૂળ ક્ષેત્રપ્રમાણ કલ્પવું ઘટે, તે માટે અન્ય આચાર્યો મનુષ્યલોકમાં કાળદ્રવ્ય કહે છે. અન્ય ક્ષેત્રમાં કાળદ્રવ્ય સ્વીકારતા નથી; કેમ કે અન્ય ક્ષેત્રમાં સૂર્ય-ચંદ્ર અવસ્થિત છે, પરંતુ તે સૂર્ય-ચંદ્ર ક્રિયાશીલ નથી તેથી તેને આશ્રયીને દ્રવ્યનું પરિવર્તન કહેનાર તે ક્ષેત્ર બને નહીં, માટે અઢીદ્વીપમાં જ કાળદ્રવ્ય છે. વળી, જીવમાં અને પુદ્ગલમાં થતા નવા-પુરાણા વિભાગોના કે પરત્વ-અપરત્વ ભાવના અપેક્ષાકારણરૂપે કાળદ્રવ્યને સ્વતંત્ર દ્રવ્ય સ્વીકારવા માટે અન્ય આચાર્ય કહે છે કે કાળદ્રવ્યને છઠું દ્રવ્ય સ્વીકારીએ તો જ “શ્રી ભગવતીસૂત્રમાં છ દ્રવ્યો કહ્યા છે તે વચનનું નિરૂપચરિત વ્યાખ્યાન થઈ શકે અને પાંચ દ્રવ્યો સ્વીકારીએ તો, અન્ય આચાર્યો જેમ કાળદ્રવ્યને જીવઅજીવના પર્યાયરૂપે સ્વીકારીને કાળદ્રવ્યને ઉપચરિત સ્વીકારે છે તેમ માનવું પડે.
વળી, કાળદ્રવ્યને નિરુપચરિત સ્વીકારવા માટે અન્ય આચાર્ય યુક્તિ આપે છે –
જેમ, ગતિનું સાધારણ અપેક્ષાકારણ ધર્માસ્તિકાય છે, સ્થિતિનું સાધારણ અપેક્ષાકારણ અધર્માસ્તિકાય છે અને અવગાહનાનું સાધારણ અપેક્ષાકારણ આકાશાસ્તિકાય છે તેમ જીવમાં અને ધર્માસ્તિકાયાદિ અજીવોમાં પરિવર્તન પામતા પર્યાયોમાં વર્તતા વર્તનાપર્યાયનું સાધારણ અપેક્ષાકારણ કાળદ્રવ્ય સ્વીકારવું જોઈએ. જો અન્ય આચાર્ય માને છે તેમ વર્તનાપર્યાયનું સાધારણ અપેક્ષાકારણ કાળદ્રવ્ય ન માનીએ તો ધર્માસ્તિકાયાદિમાં પણ અનાશ્વાસ થાય અર્થાત્ જેમ કાળ સ્વતંત્ર દ્રવ્ય નથી તેમ ધર્માસ્તિકાયાદિ પણ સ્વતંત્ર દ્રવ્ય નથી, પરંતુ જીવ અને પુદ્ગલ બે દ્રવ્યો જ છે, એમ માનવાનો પ્રસંગ આવે.
Page #58
--------------------------------------------------------------------------
________________
૩૧
દ્રવ્યગણપર્યાયનો રાસ ભાગ-૨/ ઢાળ-૧૦ | ગાથા-૧૨-૧૩
વળી, પોતાના કથનનું સમર્થન કરવા અર્થે અન્ય આચાર્ય કહે છે કે, ધર્માસ્તિકાયાદિની જેમ વર્તના પર્યાયનું સાધારણ અપેક્ષાકારણ કાળદ્રવ્ય છે તેમ યુક્તિથી સિદ્ધ થતું હોય છતાં કેવળ આજ્ઞા ગ્રાહ્ય છે કાળ સ્વતંત્ર દ્રવ્ય નથી પરંતુ જીવ-અજીવના પર્યાયસ્વરૂપ છે એ પ્રકારે આજ્ઞા ગ્રાહ્ય છે, એમ કહીએ તો કેમ સંતોષ થાય ? અર્થાત્ સંતોષ થાય નહીં; કેમ કે શ્રી ભગવતીસૂત્રના વચનથી કાળદ્રવ્ય છે અને વર્તનાપર્યાયના સાધારણ અપેક્ષાકારણરૂપ કાળદ્રવ્ય છે તેમ યુક્તિથી સ્વીકારી શકાય છે છતાં આજ્ઞા ગ્રાહ્ય કહીને તેનો અપલાપ કરવો ઉચિત નથી – એ પ્રકારનો બીજા આચાર્યનો મત છે. ૧૦/૧દા અવતરણિકા :
ગાથા-૧૧માં અને ગાથા-૧૨માં કાળદ્રવ્યના સ્વીકારના વિષયમાં બે મત બતાવ્યા. એક મત ‘જીવાભિગમસૂત્ર અનુસાર જીવ-અજવસ્વરૂપ કાળ છે. બીજા મતથી “ભગવતીસૂત્ર' અનુસાર
જ્યોતિષચક્રના ચારને આશ્રયીને પરત્વ-અપરત્વ આદિ ભાવોનું અપેક્ષાકારણ કાળદ્રવ્ય છે. તે બંને મતો કઈ અપેક્ષાએ છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – ગાથા :
ઘર્મસંઘરી રે એ દોઈ મત કહિયાં, તસ્વારથમાં રે જાણિ;
અનપેક્ષિત દ્રવ્યાર્થિકનઈ મતે, બીજું તાસ વષાણિ. સમ૦ II૧૦/૧all ગાથાર્થ :- તત્ત્વાર્થમાં રે જાણિકતત્વાર્થ સૂત્રમાં પહેલા બે મતોને કહ્યા છે, ધર્મસંગ્રહણીમાં એ બે મત કહ્યા છે. બીજું=બીજો મતઃકાળને દ્રવ્યરૂપે સ્વીકારનાર બીજો મત, તાસ વખાણિ તેના વ્યાખ્યાનથી, અનપેક્ષિતદ્રવ્યનયના મતે છે. II૧૦/૧all ટબો:
એ બે મત ઘર્મસંહ ગ્રન્થમાંહિ શ્રી કિરિ કહિયા થઈ. તથા ૪ તથા– जं वत्तणाइरूवो, कालो दव्वस्स चेव पज्जाओ । સો વેવ તતો થો, તિરસ વન નો તો સારરા રૂતિ | તત્વાર્થસૂત્રઈ પણિ એ ૨. મત કહિયાં છઈ. “ઝાનશ્વેત્યે -૩૮" રૂતિ વાના. બીજું મત તે-તત્ત્વાર્થનઈં વ્યાખ્યાનઈં-અનપેક્ષિતદ્ભવ્યાર્થિકનયનઈં મતઈ કહિઉં છઇં, સ્કૂલ લોકવ્યવહારસિદ્ધ એ કાલઢવ અપેક્ષારહિત જાણવું. અન્યથા વર્તનાપેક્ષાકારણપણë
કાલદ્રવ્ય સાવિઈ, તો પૂર્વાપરાદિવ્યવહારવિલક્ષણપરત્વાપરત્વાદિનિયામકપણઈ દિગુઢવ પણિ સિદ્ધ થાઈ, અનઈં--
Page #59
--------------------------------------------------------------------------
________________
૨૨
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-૧૩ “आकाशमवगाहाय, तदनन्या दिगन्यथा । તાવળેવનુરાત્તામ્યાં વાચકુહૃતમ્ II૧૬-રા”
એ સિદ્ધસેનનિવાવરકૃત નિશ્વયાન્રિશાર્થ વિચારી, “આકાશથી જ દિક્કાર્ય સિદ્ધ હોઈ ઈમ માંનિઈ, તેં કાલદ્રવ્ય-કાર્ય પણિ કથંચિત્ તેહથી જ ઉપપન્ન હોઈ. તમા–“જ્ઞાનક્વે ५-३८" इति सूत्रम्-अनपेक्षितद्रव्यार्थिकनयेनैव इति सूक्ष्मदृष्ट्या विभावनीयम्. ।।१०/१३|| ટબાર્ચ -
એ બે મત=ગાથા-૧૧માં અને ગાથા-૧રમાં કાળવિષયક જે બે મત કહ્યા એ બે મત, ‘ધર્મસંગ્રહણી' ગ્રંથમાં શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ.સા.એ કહ્યા છે. તથા ર=અને તે પ્રમાણે-તે બે મત કહ્યા છે તે પ્રમાણે, તથા તેની ગાથા છે=ધર્મસંગ્રહણી'ની ગાથા છે.
ગં=જે કારણથી, વ્યસ્સ વેવદ્રવ્યનો જ=ધર્માસ્તિકાયાદિ દ્રવ્યનો જ, વત્તારૂરૂવો વર્તનાદિ રૂપ, વાસ્તો પન્નાનો કાળ પર્યાય છે. તot સો વેવ=તે કારણથી તે જ દ્રવ્યનો વર્તનાદિ રૂપ કાળપર્યાય જ, ધHો=ધર્મ છે=કાળનો ધર્મ છે.
=અથવા તમતાંતર સૂચક છે), ન વાત તોઇ=જે કાળનો લોકમાં, નો-હેમંતાદિ ધર્મ (પ્રસિદ્ધ છે. તે કાળનો ધર્મ છે.) (ધર્મસંગ્રહણી ગાથા-૩૨).
તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે.
તત્વાર્થસૂત્રમાં પણ એ બે મત કહ્યા છે; કેમ કે તિ ૦ ૨૮ રૂતિ વર્ષના—અને કાળદ્રવ્ય છે એમ એક આચાર્ય કહે છે પ-૩૮. એ પ્રમાણે તત્વાર્થનું વચન છે.
બીજો મત, તે તત્વાર્થના વ્યાખ્યાનમાં, અનપેક્ષિતદ્રવ્યાર્થિકનયના મતે કહ્યું છે-સ્થૂલ લોકવ્યવહારસિદ્ધ એ કાળદ્રવ્ય અપેક્ષારહિત જાણવું=દ્રવ્ય છે એ પ્રકારની અપેક્ષારહિત જીવ-અજીવતા પર્યાયરૂપ જ છે એ પ્રમાણે જાણવું. અન્યથા કાળને જીવ-અજીવતા પર્યાયરૂપે ન સ્વીકારીને વર્તતાના અપેક્ષાકારણપણે જો કાળદ્રવ્યની સિદ્ધિ કરીએ તો, પૂર્વ-અપર આદિ દિશાના વ્યવહારની સિદ્ધિ માટે વિલક્ષણ=અન્ય દ્રવ્યથી વિલક્ષણ, પરત્વ-અપરત્વ આદિ નિયામકપણે દિશાદ્રવ્ય પણ સિદ્ધ થાય. અને જો,
ગવારનવIહાય આકાશને અવગાહન કરીને, તેના વિકાન્યથા–તેનાથી અનન્ય એવી દિગુ અન્યથા છે=દિ પૃથર્ દ્રવ્ય નથી. તો પ=તે બંને પણ= નિશ્ચયબત્રીસી'ની ગાથા-૨૪માં બતાવેલા ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયતે બંને પણ, આ રીતે=જે રીતે દિમ્ આકાશથી અનન્ય થઈને સ્વતંત્રરૂપે ઉચ્છેદ થાય છે એ રીતે, અનુષ્ઠા=અનુચ્છેદ થવાથી આકાશમાં અંતર્ભાવ નહીં થવાને કારણે પૃથફ સિદ્ધ થવાથી, તામ્યાં વા=અથવા તે બંનેથી=ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય-તે બંનેથી, કચલુ હતઅન્ય એવું (આકાશ) કહેવાયું છે. ૧૯-૨પા (દ્વાત્રિશદ્વાáિશિકા-૧૯, શ્લોક-૨૫).
એ સિદ્ધસેનદિવાકરસૂરિકૃત 'નિશ્ચયાવિંશિકાનો અર્થ વિચારીને, “આકાશથી જ દિકાર્ય સિદ્ધ હોય' એમ માનીએ, તો કાળદ્રવ્યનું કાર્ય પણ=કાળદ્રવ્યનું વર્તનારૂપ કાર્ય પણ, કથંચિત
Page #60
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-૧૩ તેનાથી જ આકાશદ્રવ્યથી જ, ઉપપન થાય.
તમા–તેથી=જેમ આકાશથી અતિરિક્ત દિશાની સિદ્ધિ નથી તેમ પાંચ દ્રવ્યથી અતિરિક્ત કાળદ્રવ્યની સિદ્ધિ નથી તેથી, “વાઘેચે II-૨૮ાા” (તત્વાર્થાધિગમ સૂત્ર, અધ્યાય-૫, શ્લોક-૩૮) રૂતિ સૂરએ પ્રમાણેનું સૂત્ર, નક્ષતદ્રવ્યર્થનનેવ=અનપેક્ષિત દ્રવ્યાર્થિકનયથી જ છે=સ્વતંત્ર દ્રવ્ય સ્વીકાર્યા વગર ઉપચારથી સ્વીકારાયેલા દ્રવ્યાર્થિકનયથી જ છે. રતિ સૂક્યા વિભાવનીયએ પ્રમાણે સૂક્ષ્મ દૃષ્ટિથી વિભાવન કરવું જોઈએ. ૧૦/૧૩મા ભાવાર્થ :
ગાથા-૧૧માં જીવ-અજીવના પર્યાયરૂપ કાળદ્રવ્ય છે તેમ સ્થાપન કર્યું અને ગાથા-૧રમાં અઢીદ્વીપપ્રમાણ કાળદ્રવ્ય છે તેમ અન્ય આચાર્યના મતે કહ્યું તે બંને મતો તત્ત્વાર્થસૂત્રમાં બતાવાયા છે; કેમ કે તત્ત્વાર્થકારે ચાર અજીવદ્રવ્યો છે અને જીવ એ પાંચમું દ્રવ્ય છે એમ બતાવ્યા પછી અન્ય એક આચાર્યના મતે “કાળ છે” તેમ કહેલું છે. વળી શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ.સા.એ “ધર્મસંગ્રહણી'માં તે બે મતો બતાવ્યા. વળી, આ બીજો મત તત્ત્વાર્થકારે જે બતાવ્યો છે, તે વ્યાખ્યાનથી વિચારીએ તો અનપેક્ષિતદ્રવ્યાર્થિકનયના મતે બતાવ્યો છે વર્તનાના અપેક્ષાકારણ એવા દ્રવ્યને સ્વીકારીને કહ્યો નથી, પરંતુ કોઈ દ્રવ્યની અપેક્ષા વગર ઉપચારથી દ્રવ્યને સ્વીકારનાર જે નયષ્ટિ છે તેને આશ્રયીને કહ્યો છે.
અહીં પ્રશ્ન થાય કે, દ્રવ્યના સ્વીકારની અપેક્ષા ન હોય તેવા દ્રવ્યને માનવાનું પ્રયોજન શું છે? તેથી ગ્રંથકારશ્રી કહે છે –
સ્થૂલ લોકના વ્યવહારથી સિદ્ધ એવું એ કાળ છે તેથી તેને દ્રવ્યની અપેક્ષારહિત જાણવું અર્થાતુ લોકમાં ઋતુ આદિ પરિવર્તનનું કારણ કાળ છે એ પ્રકારે પ્રસિદ્ધ છે તેની સંગતિ કરવા અર્થે કાળદ્રવ્ય સ્વીકાર્યું છે, પરંતુ સ્વતંત્ર દ્રવ્યરૂપે સ્વીકારની અપેક્ષા રહિત જાણવું.
અહીં પ્રશ્ન થાય કે, જેમ જીવની અને પુદ્ગલની ગતિમાં સહાયક એવું અપેક્ષાકારણ ધર્માસ્તિકાય સ્વતંત્ર દ્રવ્ય સ્વીકારાય છે તેમ જીવાદિ પાંચ દ્રવ્યોમાં જે પરિવર્તન થાય છે તેનું અપેક્ષાકારણ એવું કાળદ્રવ્ય સ્વીકારીએ તો શું વાંધો ? તેથી ગ્રંથકારશ્રી કહે છે –
જીવાદિ દ્રવ્યોમાં પ્રતિક્ષણ નવી નવી વર્તના થાય છે તેનું અપેક્ષાકારણ ધર્માસ્તિકાયાદિની જેમ કાળદ્રવ્ય સ્વીકારીએ તો “આ પૂર્વ દિશા છે”, “આ પશ્ચિમ દિશા છે' એ પ્રકારનો વ્યવહાર કરવા માટે “ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોથી વિલક્ષણ દિગુ દ્રવ્ય પણ માનવું પડે, જે પરત્વ-અપરત્વ આદિ પર્યાયનું નિયામક છે અર્થાત્ “આ વસ્તુ આ ક્ષેત્રથી પર છે,” “આ વસ્તુ આ ક્ષેત્રથી અપર છે, તેથી તે વસ્તુમાં રહેલા પરત્વઅપરત્વાદિના નિયામક દિગુ દ્રવ્યની પણ સિદ્ધિ થાય અને શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજીના “નિશ્ચયદ્વત્રિશિકાના અર્થનો વિચાર કરીને જો ‘આકાશથી જ દિશાના કાર્યની સિદ્ધિ થાય છે તેમ માનીએ તો કાળદ્રવ્યનું જે વર્તનારૂપ કાર્ય છે તે પણ તેનાથી જ=આકાશથી જ, ઉપપન્ન થાય છે=સંગત થાય છે. તે આ રીતે –
Page #61
--------------------------------------------------------------------------
________________
૩૪.
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-૧૩ અમદાવાદથી મુંબઈ પર છે અને સુરત અપર છે તેનો નિર્ણય કરવા માટે મુંબઈમાં પરત્વપર્યાય અને સુરતમાં અપરત્વપર્યાય સ્વીકારવો પડે અને તે વ્યવહારને સ્વીકારવા માટે પરદિશા-અપરદિશારૂપ દિશા દ્રવ્યને સ્વીકારવું પડે એમ કેટલાક માને છે તેનું નિવારણ કરતાં કહે છે – શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજીએ કહ્યું છે કે દિશાનું કાર્ય આકાશથી જ સિદ્ધ થાય છે; કેમ કે અમદાવાદ અમુક આકાશક્ષેત્રમાં રહેલું છે તેનાથી દૂરના આકાશક્ષેત્રમાં મુંબઈ રહેલું છે અને નજીકના આકાશક્ષેત્રમાં સુરત રહેલું છે તેથી અમદાવાદની અપેક્ષાએ મુંબઈમાં જે પરત્વ છે તે આકાશદ્રવ્યને આશ્રયીને સંગત થઈ શકે છે અને સુરતમાં જે અપરત્વ છે તે પણ આકાશદ્રવ્યને આશ્રયીને સંગત થઈ શકે છે. માટે આકાશદ્રવ્યથી અતિરિક્ત દિશા દ્રવ્ય માનવાની જરૂર નથી.
તેમ એક આકાશપ્રદેશમાં રહેલા પરમાણુ મંદગતિથી બીજા આકાશપ્રદેશમાં જાય ત્યારે તે ગમનની અવધિને એક સમય કહેવાય છે તેથી આકાશને આશ્રયીને જે એક સમયની પ્રાપ્તિ થઈ. આ જ કાળની અવધિ દરેક વસ્તુમાં ન નવા ભાવો રૂપ વર્તન કરે છે, તેથી તે આકાશક્ષેત્રના બળથી નક્કી કરાયેલા સમયની સંખ્યાના બળથી “આટલી સંખ્યાના સમય પ્રમાણ એક દિવસ છે' ઇત્યાદિ નક્કી થાય છે. માટે બધા પદાર્થોમાં વર્તતા વર્તનાપર્યાયના અપેક્ષિતકારણરૂપે કાળદ્રવ્યને સ્વીકારવાની આવશ્યકતા નથી, પરંતુ આકાશથી જ તેની સંગતિ થાય છે, માટે કાળને સ્વીકારનાર તત્ત્વાર્થસૂત્રનો જે એક મત છે તે અનપેક્ષિત દ્રવ્યાર્થિકનયથી જ છે એ પ્રમાણે સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારવું અર્થાત્ કાળદ્રવ્ય સ્વતંત્ર દ્રવ્ય છે તેમ ન માનવું પરંતુ લોકવ્યવહારની સંગતિ કરવા અર્થે ઉપચારથી કાળને સ્વીકાર્યું છે તેમ માનવું જોઈએ.
ટબામાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે, “ધર્મસંગ્રહણી'માં શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ.સા.એ કાળવિષયક બે મતો બતાવ્યા છે તે ગાથાનો અર્થ આ પ્રમાણે છે –
ધર્મસંગ્રહણીમાં ગાથા-૩રની અવતરણિકામાં કહ્યું કે, “હવે કાળ ધર્મ કહેવાય છે તેથી કાળ ધર્મ બતાવતાં કહ્યું કે, ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્યો છે તેમાં પ્રતિક્ષણ નવા નવા પર્યાયરૂપે જે વર્તના છે તે વર્તનાદિરૂપ પર્યાય ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્યોનો છે અને તે પર્યાયને કારણે જ પદાર્થો સતત નવા નવા ભાવરૂપે વર્તે છે. તેને સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રીએ ત્યાં કહ્યું કે, ધર્માસ્તિકાયાદિમાં રહેલો વર્તનાપર્યાય પદાર્થને સતત પ્રેરણા કરે છે કે “તું નવા નવા ભાવરૂપે વર્ત પરંતુ બેસી રહીશ નહીં' એ પ્રકારનો પદાર્થમાં રહેલો વર્તનાનો પરિણામ છે તે કાળનો ધર્મ છે. તે કાળનો ધર્મ ધર્માસ્તિકાયાદિ વસ્તુથી અતિરિક્ત કોઈ કાળ નામનો પદાર્થ નથી કે જે પ્રત્યક્ષથી પ્રાપ્ત થાય, તેથી ધર્માસ્તિકાયાદિના પર્યાયરૂપ જ કાળ છે. આ પ્રમાણે અર્થ કર્યા પછી ‘ધર્મસંગ્રહણીની ગાથામાં ‘વાથી અન્ય મત બતાવતાં કહે છે કે લોકમાં જે હેમંતાદિ ઋતુઓ પ્રસિદ્ધ છે તે કાળનો ધર્મ છે. તેથી એ પ્રાપ્ત થાય કે કાળ નામનો કોઈ સ્વતંત્ર પદાર્થ નથી પરંતુ તે તે કાળે તે તે ઋતુ આવે છે, તે કાળનો ધર્મ છે. આમ કહીને લોકવ્યવહાર અનુસાર કાળને દ્રવ્યરૂપે સ્વીકાર્યું છે.
Page #62
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-૧૩-૧૪
зч વળી, ગ્રંથકારશ્રીએ શ્રી સિદ્ધસેનદિવાકસૂરિજીની નિશ્ચયદ્વાર્નાિશિકાનો શ્લોક બતાવીને કહ્યું કે, તે મતાનુસાર આકાશથી જ દિગૂ કાર્ય સિદ્ધ થાય છે તેમ માનીએ તો, કાળદ્રવ્યનું કાર્ય કથંચિત્ આકાશથી જ ઉપપન્ન માનવું જોઈએ. ત્યાં શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજીની નિશ્ચયદ્રાવિંશિકા'ની ગાથા-૨૫નો અર્થ આ પ્રમાણે છે –
આકાશને અવગાહન કરીને આકાશથી અનન્ય દિગુ છે તેથી દિગુ દ્રવ્ય આકાશથી પૃથગુરૂપે અન્યથા છે–પૃથગુરૂપે સિદ્ધ થતું નથી. તેથી એ પ્રાપ્ત થાય કે, દિશાનો વ્યવહાર “આ પૂર્વ દિશા છે, આ પશ્ચિમ દિશા છે' ઇત્યાદિ કરવા અર્થે છે અને તે આકાશદ્રવ્યના જ તે તે ભાગને આશ્રયીને થઈ શકે છે. તેથી આકાશથી અન્ય કોઈ દિશા નથી માટે ભગવાનના શાસનમાં “દિશા” નામનું દ્રવ્ય સ્વીકાર્યું નથી અને જેઓ આકાશ કરતાં દિશાને અન્ય માને છે તેવો ન્યાયદર્શનનો મત અન્યથા છેઃદિશાનું સ્વતંત્ર કાર્ય સિદ્ધ નહીં થવાથી દિશાને સ્વતંત્ર સ્વીકારવામાં અપ્રમાણરૂપ છે.
અહીં પ્રશ્ન થાય કે, “નિશ્ચયઢાત્રિશિકા'ની ગાથા-૨પના પૂર્વાર્ધમાં જેમ આકાશથી દિશાને અન્યથા સિદ્ધ કરી, તેમ ગાથા-૨૪માં બતાવેલ ગતિમાં સહાયક એવા ધર્માસ્તિકાયને અને સ્થિતિમાં સહાયક અધર્માસ્તિકાયને સ્વીકાર્યા, તે બેના કાર્યને પણ આકાશના કાર્યથી સ્વીકારીને તે બેને આકાશથી પૃથગુ ન સ્વીકારીએ તો શું વાંધો ? અથવા ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય દ્રવ્યથી આકાશને સ્વતંત્ર ન સ્વીકારીએ તો શું વાંધો ? તેથી અત્રે ગાથાના ઉત્તરાર્ધથી શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી કહે છે –
આ રીતે=જે રીતે આકાશ દ્વારા દિશાનું કાર્ય બતાવીને દિગૂનો સ્વતંત્રરૂપે ઉચ્છેદ કર્યો એ રીતે, ધર્માસ્તિકાયનો અને અધર્માસ્તિકાયનો અનુચ્છેદ હોવાથી આકાશથી તે બેને સ્વતંત્ર માનવા પડે અર્થાત્ ધર્માસ્તિકાયનું કાર્ય ગતિમાં સહાયક થવાનું છે અને અધર્માસ્તિકાયનું કાર્ય સ્થિતિમાં સહાયક થવાનું છે, તે કાર્ય અવગાહન આપવાના સ્વભાવવાળા આકાશથી સિદ્ધ થાય છે તેમ કહી શકાય નહીં.” જ્યારે “આ પૂર્વ દિશા છે, આ પશ્ચિમ દિશા છે” વગેરે દિગુનું કાર્ય તો આકાશથી જ થઈ શકે છે. માટે દિશાનો જેમ આકાશમાં અંતર્ભાવ થઈ જાય છે તેમ ધર્માસ્તિકાયનાં અને અધર્માસ્તિકાયનાં કાર્યો આકાશથી સિદ્ધ થઈ શકે નહીં. તેથી તે બેને આકાશથી સ્વતંત્ર સ્વીકારવાં જોઈએ.
વળી, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય-તે બેથી અવગાહના આપવાનું કાર્ય સિદ્ધ થઈ શકે નહીં. તેથી અવગાહના આપનાર દ્રવ્યરૂપે આકાશને તે બેથી અન્ય સ્વીકારવું જોઈએ. II૧૦/૧૩ અવતરણિકા -
હવઈ કાલઢબાધિકારઈ દિગંબરપ્રક્રિયા ઉપન્યસઈ કઈ – અવતરણિકાર્ચ -
હવે કાલદ્રવ્યના અધિકારમાં=પ્રસ્તુત ગ્રંથમાં કાલદ્રવ્યનો અધિકાર ચાલે છે તેમાં, દિગંબરની પ્રક્રિયાનો ઉપચાસ કરે છે –
Page #63
--------------------------------------------------------------------------
________________
૩૬
દવ્યગણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-૧૪
ગાથા :
“મંદગતિ અણુ યાવત સંચરઈ, નહપદેશ ઈક કોર;
તેહ સમયનો રે ભાજન કાલાણું', ઈમ ભાષઈ કોઈ ઓર. સમe I૧૦/૧૪ ગાથાર્થ :
“ઠોર મંદગતિથી અત્યંત મંદગતિથી, અણુ એક નાભપ્રદેશ ચાવત સંચરઈં=જેટલી અવધિમાં સંચરણ કરે, તે સમયનો ભાજન કાલાણુ છે” એમ કોઈ ઓર ભાષે છેઃદિગંબર કહે છે. II૧૦/૧૪ll ટબો:
એકનભપ્રદેશનઈ ઠર મંદગતિ, અણુ કહિઈ=પરમાણ, જેતલઈ સંચરઈં, તે પર્યાય સમય કહિઈ. તદનુરૂપ તે-૫ () કાલ-પર્યાય-સમયનો ભાજન કાલાણ કહિઈ. તે એકેક આકાશપ્રદેશÓ એકેક, ઈમ કરતાં લોકાકાશ પ્રદેશ પ્રમાણ કાલાણ હોઈએ ઈમ કઈ ર ક જેનાભાસ-દિગંબર ભાષઈ છÚ. 3 જ વ્યસંપ્રદે
રચાઇi રાણી રુવ, તે વાત્તાજૂ માંડ્યાન પારરા I/૧૦/૧૪માં ટબાર્થ -
એક આકાશપ્રદેશમાં ઠોર મંદગતિ=અત્યંત મંદગતિથી, અણુ કહેતાં પરમાણુ, જેટલાથી સંચરે=જેટલા કાળથી સંચરે, તે પર્યાયને સમય કહેવાય. તદનુરૂપ તે-પ (તેહ પણ ભાસે છે) કાલપર્યાયરૂપ સમયનો ભાજલ કાલાણ કહેવાય છે. તે એકેક આકાશપ્રદેશે એકેક એકેક કાલાણ, છે. એમ કરતાં લોકાકાશ પ્રદેશપ્રમાણ કાલાણ થાય. એમ કોઈ ઓર કહેતા જેવાભાસ દિગંબર ભાખે છે.
૩ ૨ દ્રવ્ય =અને દ્રવ્યસંગ્રહમાં અર્થાત દિગંબરના ગ્રંથસ્વરૂપ દ્રવ્યસંગ્રહમાં, કહેવાયું છે –
રયા રાણી =રત્નના રાશિની જેમ, તે વાત્તાપૂ તે કાલાણ, અસંઉલ્લાનિ અસંખ્ય દ્રવ્યો છે. અરરા. II૧૦/૧૪ ભાવાર્થ :
ચૌદ રાજલોકમાં પરમાણુઓ રહેલા છે તેમાંથી કોઈ આકાશપ્રદેશ પર રહેલો પરમાણુ અત્યંત મંદગતિ પરિણામવાળો થાય ત્યારે તે પરમાણુ જે આકાશપ્રદેશ પર રહેલો હોય તેના નજીકના એક આકાશપ્રદેશ પર સંચરણ પામે છે. તે સંચરણ જેટલા કાળમાં થાય તે પર્યાયને “સમય” કહેવાય છે અને તેને અનુરૂપ મંદગતિવાળો પરમાણુ નજીકના આકાશપ્રદેશમાં જાય તેને અનુરૂપ, તે કાળપર્યાયરૂપ સમયનું
Page #64
--------------------------------------------------------------------------
________________
૩૭
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-૧૪-૧૫ ભાજન “કાલાણુ' કહેવાય છે એમ દિગંબર કહે છે. તેથી એ પ્રાપ્ત થાય કે પરમાણુની મંદગતિથી નિર્ણય કરાયેલો એવો જે કાળપર્યાય, તે કાળપર્યાયનું ભાજન શ્વેતાંબર મતાનુસાર ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો છે પરંતુ કાળદ્રવ્ય નથી, જ્યારે દિગંબર પ્રક્રિયા અનુસાર મંદગતિવાળા પરમાણુના સંચરણથી નિર્ણય કરાયેલો સમયરૂપ કાળપર્યાય કાલાણુનો છે, ધર્માસ્તિકાયાદિનો નહીં. તે કાલાણુઓ ચૌદ રાજલોકના એકેક આકાશપ્રદેશ ઉપર રત્નના ઢગલાની જેમ પરસ્પર અસંબદ્ધ રહેલા છે. તેથી ચૌદ રાજલોકમાં જેટલા આકાશપ્રદેશ છે તેટલા અરૂપી એવા કાળના અણુઓ છે. પ્રત્યેક કાળનો પર્યાય સમય છે અને તે સમય ધર્માસ્તિકાયાદિમાં વર્તન થવાનું અપેક્ષાકારણ છે એમ દિગંબર કહે છે. આમાં ગ્રંથકારશ્રી દિગંબરોના ગ્રંથની સાક્ષી આપે છે.
દ્રવ્યસંગ્રહમાં કહ્યું છે કે, ચૌદ રાજલોકના એકેક આકાશપ્રદેશ ઉપર એકેક એમ અસંખ્ય કાલાણુઓ રહેલા છે. કાલાણુઓ ધર્માસ્તિકાયાદિની જેમ અખંડ દ્રવ્યરૂપ નહીં હોવાથી અને સ્કંધની જેમ એકમેક પણ થયેલા નહીં હોવાથી રત્નના ઢગલાની જેમ રહેલા છે. II૧૦/૧૪ના અવતરણિકા:
ગાથા-૧૪માં દિગંબર મતાનુસાર પાંચ અસ્તિકાયથી અતિરિક્ત કાળદ્રવ્ય છે તેમ ગ્રંથકારશ્રીએ બતાવ્યું અને તે મત ગંથકારશ્રીને અભિમત નથી છતાં તે મતને જ પુષ્ટ કરે તેવાં વચનો યોગશાસ્ત્રના અંતર શ્લોકમાં પ્રાપ્ત થાય છે તે બતાવીને “યોગશાસ્ત્રનું તાત્પર્ય શું છે ? તે સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે –
ગાથા :
યોગશાસ્ત્રના રે અંતર શ્લોકમાં, એ પણિ મત છઈ રે ઈ;
લોકપ્રદેશે રે અણુઆ જુઆ, મુખ્ય કાલ તિહાં દિ. સમo II૧૦/૧પII ગાથાર્થ -
યોગશાસ્ત્ર” ના અંતરશ્લોકમાં એ પણ મત=દિગંબરે કહ્યો એ પણ મત, ઈષ્ટ છે. કેમ ઇષ્ટ છે ? તે શ્લોકના ઉત્તરાર્ધથી બતાવે છે –
લોકપ્રદેશમાં જુદા જુદા અણુઓ=કાલાણુઓ, ત્યાં=“યોગશાસ્ત્રમાં, મુખ્ય કાળ બતાવાયું છે=કહેવાયું છે. ll૧૦/૧પIL -- ટબો -
એ દિગમ્બર મત પણિ-યોગશાસ્ત્રના અંતરઊંકમાંહિ ઢઈષ્ટ છઈ, જે માર્ટિ-તે શ્લોકમળે-લોકપ્રદેશઈ જુજુઆ કાલ અણુઅ, તે મુખ્યકાલ કહિઓ છઈ. તથા ૨ તત્પs :
Page #65
--------------------------------------------------------------------------
________________
૨૮
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-૧૫-૧૬ “નોવેશપ્રસ્થા, fમના.. વાનાવસ્તુ છે !
બવાનાં રિવર્તાવ મુક્ય: lઃ સ ૩તે II” (યોગશાસ્ત્ર પ્રકાશ-૧, ગ્લૅક-૧૬ ટીકા) ત્તિ /૧૦/૧પાઈ ટબાર્થ -
એ દિગંબરમત પણ “યોગશાસ્ત્રના અંતરશ્લોકમાં ઈષ્ટ છે=સ્વીકૃત છે, જે માટે તે શ્લોકમાં= યોગશાસ્ત્રના અંતશ્લોકમાં, જુદા જુદા કાલ અણુઓ તે, મુખ્ય કાળ કહેવાયો છે. તથા ર=અને તે રીતે=દિગંબરના મતને પુષ્ટ કરે તે રીતે, તા: તેનો='યોગશાસ્ત્ર'નો, પાઠ છે –
માવાનાં પરિવર્તા=ભાવોના પરિવર્તન માટે ધમસ્તિકાયાદિ દ્રવ્યોમાં ભાવોના પરિવર્તન માટે, જે નોવેશપ્રવેશથા મિના વાતાવતું=જે લોકાકાશપ્રદેશમાં રહેલા ભિન્ન કાલાણુઓ છે, તે મુ:
નઃ ૩=તે મુખ્ય કાળ કહેવાય છે. ll૧૦/૧૫ ભાવાર્થ :
ગાથા-૧૪માં દિગંબર મતાનુસાર રત્નના ઢગલા જેવા કાલાણુઓ ચૌદ રાજલોકપ્રમાણ છે તેમ ગ્રંથકારશ્રીએ બતાવ્યું. તેવો જ મત પૂ. શ્રી હેમચંદ્રાચાર્યજીએ યોગશાસ્ત્રના અંતરશ્લોકમાં બતાવ્યો છે. શ્લોકનું કથન આ પ્રમાણે છે –
ચૌદ રાજલોકરૂપ જે લોક છે, તેના દરેક આકાશપ્રદેશ ઉપર જુદા જુદા કાલાણુઓ રહેલા છે તે મુખ્યકાળ કહેવાય છે. વળી, તે કાળદ્રવ્ય ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોમાં કે જીવ-પુદ્ગલ દ્રવ્યોમાં જે પરિવર્તન થાય છે તે પરિવર્તન પ્રત્યે અપેક્ષાકારણ છે અને તે મુખ્યકાળ છે. તેથી સ્થૂલથી કાલાણુઓ સર્વ આકાશપ્રદેશમાં છે તેમ સિદ્ધ થાય છે. છતાં યોગશાસ્ત્રના પ્રસ્તુત શ્લોક્નો અર્થ કઈ રીતે કરવો ? તે સ્વયં ગ્રંથકારશ્રી જ આગળ બતાવશે. ll૧૦/૧પમાં અવતરણિકા :
ગાથા-૧૪માં દિગંબર મતાનુસાર રત્નના ઢગલા જેવા કાલાણુઓ ચૌદ રાજલોકમાં દરેક આકાશપ્રદેશ ઉપર રહેલા છે તેમ સ્થાપન કર્યું અને તે મતની પુષ્ટિ કરે એવું યોગશાસ્ત્રના અંતરશ્લોકનું વચન ગ્રંથકારશ્રીએ ગાથા-૧૫માં બતાવ્યું. હવે રત્નના ઢગલાની જેમ રહેલા, પરસ્પર એકસ્વરૂપે નહીં રહેલા એવા કાલાણુઓમાં ઊર્ધ્વતાપ્રચય છે અને તિર્યપ્રચય નથી તેમ દિગંબરો કહે છે, તે સ્પષ્ટ કરે છે –
ગાથા :
પ્રચયઊર્ધ્વતા રે એહનો સંભવઈ, પૂર્વ-અપર પર્યાય; તિર્યક્રપ્રચય ઘટઈ નહીં બંધનો, વિણ પ્રદેશ સમુદાય. સમ૦ II૧૦/૧છા
Page #66
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨/ ઢાળ-૧૦ | ગાથા-૧૬ ગાથાર્થ :
પૂર્વ-અપરપર્યાયરૂપ ઊર્ધ્વતાપ્રચય એહનો કાલાણુ દ્રવ્યનો, સંભવે છે. ખંધનો સ્કંધનો, પ્રદેશના સમુદાય વગર=પરમાણુઓથી બનેલા સ્કંધમાં જેમ પ્રદેશનો સમુદાય છે તેવા પ્રકારના કાલાણુના પ્રદેશના સમુદાય વગર, તિર્યક્ટચય ઘટે નહીં અસંખ્યાત કાલાણુઓમાં પુગલના સ્કંધની જેમ તિર્યકપ્રચય ઘટે નહીં (એ પ્રમાણે દિગંબર કહે છે.) I/૧૦/૧૬ll ટબો:
એહ કાલાણ દ્રવ્યનો, ઊર્ધ્વતાપ્રચય સંભવઈં, જે માટઈં, મૃદદ્રવ્યનઈં સ્થાસ, કોશ, કુશૂલાદિ પૂર્વાપરપર્યાય છઈ, તિમ એહનઈં સમય, આવલિ પ્રમુખ પૂર્વાપરપર્યાય છઇં, પણિ બંધ પ્રદેશસમુદાય એહનઈં નથી તે ભણી, ધર્માસ્તિકાયાદિકની પરિ તિર્થપ્રચય નથી તે માટઈં જ, કાલદ્રવ્ય અસ્તિકાય ન કહિઈ. પરમાણુપુદ્ગલની પરિ તિર્થપ્રચયયોગ્યતા પણિ નથી, તે માટઈ, ઉપચારઈ પણિ કાલદ્રવ્યનઈ અસ્તિકાપણું ન કહવાઈં. ૧૦/૧કા ટબાર્થ :
એહ કાલાણુ દ્રવ્યનોગાથા-૧૪માં જે કાલાણ દિગંબરોએ બતાવ્યા એ કાલાણુ દ્રવ્યનો, ઊર્ધ્વતાપ્રચય સંભવે છે.
કેમ સંભવે છે ? તેથી કહે છે –
જે માટે, જેમ ખૂદ્રવ્યને સ્થાસ, કોશ, કુશલાદિ પૂર્વ-અપર પર્યાય છે=માટીમાંથી કુંભાર ઘડો બનાવે છે ત્યારે તે માટીદ્રવ્યને પૂર્વમાં સ્થાસપર્યાય પ્રાપ્ત થાય છે, પછી કોશ પર્યાય, પછી કુશૂલાદિ પર્યાય પ્રાપ્ત થાય છે-એ રૂપ પૂર્વઅપર પર્યાય છે, તેમ એને=કાલાણુરૂપ દ્રવ્યને, સમય, આવલિકા વિગેરે પૂર્વઅપર પર્યાય છે; પરંતુ અંધતો પ્રદેશ સમુદાય એહવે કાલાણુઓને, નથી. તે ભણી તેથી, ધમસ્તિકાયાદિની પરિં તિર્યફપ્રચય નથી=ધર્માસ્તિકાયાદિમાં જેમ તિર્થફપ્રચય છે તેમ કાળમાં તિર્યપ્રચય નથી. તે માટે જ=કાળમાં તિર્યપ્રચય નથી તે માટે જ, કાળદ્રવ્યને અસ્તિકાય ન કહેવાય.
અહીં પ્રશ્ન થાય કે, લોકમાં પરમાણુઓ પરસ્પર સ્કંધ વગરની અવસ્થામાં રહેલા છે તેમાં પણ તિર્યકુપ્રચય નથી; છતાં પુદ્ગલાસ્તિકાયમાં પરમાણુઓનો સંગ્રહ છે તેથી પરમાણુરૂપ પુદ્ગલને પણ અસ્તિકાય કહેવાય છે તેમ કાલાણુના સમુદાયને પણ અસ્તિકાય કેમ ન કહી શકાય ? તેથી કહે છે
પરમાણુ યુગલની જેમ તિર્થફપ્રચયની યોગ્યતા પણ નથી કાલાણુના સમુદાયમાં તિર્લફપ્રચયની યોગ્યતા પણ નથી, તે માટે ઉપચારથી પણ=જેમ પરમાણુમાં તિર્લફપ્રચયની યોગ્યતાને કારણે ઉપચારથી અસ્તિકાય કહેવાય છે તેમ ઉપચારથી પણ, કાળદ્રવ્યને અસ્તિકાયપણું ન કહેવાય, એમ દિગંબરો કહે છે. I૧૦/૧૬il
Page #67
--------------------------------------------------------------------------
________________
૪૦
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-૧૬ ભાવાર્થ :
વળી, દિગંબરો ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોની જેમ અરૂપી એવા કાળદ્રવ્યને સ્વીકારે છે અને ચૌદ રાજલોકના દરેક આકાશપ્રદેશ ઉપર એક એક કાલાણ રહેલા છે તેમ કહે છે. તેઓ કહે છે કે તે કાલાણુમાં ઊર્ધ્વતાપ્રચય સંભવે છે પરંતુ તિર્યકુપ્રચય નથી.
કઈ રીતે ઊર્ધ્વતાપ્રચય સંભવે છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે –
જેમ, માટીમાંથી કુંભાર ઘડો બનાવે છે ત્યારે તે માટીદ્રવ્ય પ્રથમ સ્થાસથાળી આકારે હોય છે, પછી કોશ આકારે થાય છે, પછી કુશૂલાદિ આકારે થાય છે અને અંતે ઘટ આકારે થાય છે. તેથી તે માટીમાંથી
સ્થાસથી માંડીને ઘટ સુધીના પર્યાયો ઉત્તર ઉત્તરની ક્ષણમાં ક્રમસર થાય છે. તે ક્રમસર થતા પર્યાયો ઊર્ધ્વતાપ્રચયરૂપ છે અર્થાતું પ્રથમ ક્ષણમાં પ્રથમ પર્યાય છે, બીજી ક્ષણમાં બીજો પર્યાય છે એ પ્રમાણે તે પર્યાયોનો પ્રચય ઊર્ધ્વતાસ્વરૂપ છે તેમ ચૌદ રાજલોકમાં દરેક આકાશપ્રદેશ ઉપર રહેલા કાલાણુઓમાં પણ સમય, આવલિકા, મુહૂર્ત, દિવસ, રાત, માસ, વર્ષ વગેરે ક્રમસર થનારા પર્યાયો છે; કેમ કે દરેક કાલાણમાં પહેલો સમયપર્યાય પ્રગટે છે, ધીમે ધીમે તે વૃદ્ધિ પામીને આવલિકારૂપે થાય છે અને તે પર્યાય મુહૂર્ત, દિવસ, રાત વિગેરરૂપે ક્રમસર થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે, ચૌદ રાજલોકમાં જે કાલાણુઓ છે તે દરેક કાલાણુઓમાં સમય આદિના ક્રમથી પર્યાયોનો પ્રચય ઉત્તર ઉત્તર થાય છે તેથી ઊર્ધ્વતાપ્રચય એ કાલાણુમાં સંભવે છે.
વળી, દિગંબરો કહે છે કે જેમ સ્કંધમાં પ્રદેશનો સમુદાય એકબીજા સાથે એકવાક્યતાથી જોડાયેલો છે તેવો કાલાણમાં પરસ્પર કોઈ સંબંધ નથી, પરંતુ દરેક કાલાણુઓ સ્વતંત્ર રહેલા છે. તેથી ધર્માસ્તિકાય આદિ પાંચે દ્રવ્યોમાં તિર્યકુપ્રચય પ્રાપ્ત થાય છે અર્થાત્ ભિન્ન ભિન્ન પ્રદેશો પરસ્પર સંલગ્ન થઈને એક દ્રવ્યરૂપે પ્રતીત થાય છે તેવો તિર્યકુપ્રચય કાલાણમાં નથી. માટે કાલાણુને અસ્તિકાય કહેવાતું નથી અને ધર્માસ્તિકાય આદિ દ્રવ્યો અનેક પ્રદેશના સમુદાયરૂપ એક દ્રવ્ય હોવાથી તેઓમાં તિર્ય) એવા પ્રદેશોનો એક સમુદાયરૂપ પ્રચય છે.
વળી, જેમ કાલાણુમાં તિર્યક એવા પ્રદેશોનો સમુદાય નથી પરંતુ દરેક કાલાણુ પૃથફ છે તેમ પરમાણુદ્રવ્ય પણ પરસ્પર પૃથગુરૂપે રહેલા છે. તેથી સ્કંધથી પૃથગુ એવા પરમાણુમાં પણ તિર્યપ્રચયની પ્રાપ્તિ નથી, તોપણ પરમાણુપુદ્ગલોમાંથી સ્કંધો બને છે ત્યારે તેમાં તિર્યકુપ્રચયની પ્રાપ્તિ છે, માટે પરમાણુપુગલમાં તિર્યકુપ્રચયની યોગ્યતા છે તેથી પરમાણુદ્રવ્યનો પણ પુદ્ગલાસ્તિકાયમાં અંતર્ભાવ કરેલ છે; કેમ કે તિર્યકુપ્રચયની યોગ્યતાને કારણે પરમાણુમાં ઉપચારથી અસ્તિકાયનો વ્યવહાર થઈ શકે છે; પરંતુ કાલાણુઓમાં સ્કંધ થવાની યોગ્યતા નથી, તેથી તેઓ સદા પરસ્પર પૃથગુરૂપે જ ચૌદ રાજલોકમાં રહેલા છે. માટે ઉપચારથી પણ કાળદ્રવ્યને અસ્તિકાય કહેવાય નહીં.
આ પ્રકારે દિગંબરો ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોની જેમ કાલાણુને પૃથફ સ્વીકારીને કાલાણુમાં ઊર્ધ્વતાપ્રચયનું સ્થાપન કરે છે અને તિર્યપ્રચયના અભાવને કારણે કાળ અસ્તિકાય નથી તેમ સ્થાપન કરે છે તથા દ્રવ્યની સંખ્યાથી લોકાકાશના પ્રદેશ પ્રમાણ અસંખ્યાત દ્રવ્યરૂપ કાલાણને સ્વીકારે છે અને તે કાલાણુઓના સમયે, આવલિકા વગેરે પર્યાયો સ્વીકારીને દિવસ, રાત, માસ આદિની સંગતિ કરે છે. I૧૦/૧છા
Page #68
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો સસ ભાગ-૨/ ઢાળ-૧૦ | ગાથા-૧૭ અવતરણિકા :
એ દિગમ્બર પક્ષ પ્રતિબંદીઈ દૂષઈ છઈ – અવતરણિકાર્ય :
એઆeગાથા-૧૪થી ૧૬ સુધી બતાવ્યો તે આ, દિગંબરપક્ષ પ્રતિબંદીઈ દૂષઈ છઈ=પ્રતિબંદથી દૂષણ આપે છે તેમ સ્વીકારવામાં તેને શું આપત્તિ આવશે ? તે આપત્તિરૂપ પ્રતિબંદથી તેના મતને દૂષણ આપે છે – ગાથા :
ઈમ અણુગતિની રે લઈ હેતુલા, ધર્મદ્રવ્ય અણુ થાઈ;
સાધારણતા રે લઈ એકની, સમય બંધ પણિ થાઈ. સમe II૧૦/૧૭ના ગાથાર્થ -
ઈમ આ રીતે=પૂર્વમાં દિગંબરે કહ્યું કે, મંદઅણુગતિના કાર્યના હેતુ એવા પર્યાયરૂપ તે સમયનું ભાજન દ્રવ્યકાલાણુ છે એ રીતે, અણુની ગતિની હત્તા લઈને=મંદગતિવાળા પરમાણુની ગતિના નિમિતકારણરૂપ હેતતા લઈને, ધર્મદ્રવ્ય અણુ થાઈ ધર્મદ્રવ્ય પણ કાલાણુની જેમ ચૌદ રાજલોકમાં અણપ્રમાણ રહેલો છે તેમ થવો જોઈએ. સાધારણતા લઈને જીવ-અજીવ અને પરમાણુ આદિ સાધારણતાની ગતિeતુતાને લઈને, એકની=ધર્માસ્તિકાયમાં એક અખંડ દ્રવ્યની, કલ્પના કરીએ, તો સમય બંધ પણ થાય=કાલાણુઓમાં સમયોના સમુદાયરૂપ સ્કંધ પણ થાય સર્વ જીવ-અજીવદ્રવ્યસાધારણ વર્તના હેતુતાગુણને લઈને સમય અર્થાત્ કાળદ્રવ્યરૂપ સમય સ્કંધ પણ થાય. ll૧૦/૧૭ll બો -
ઈમ જ મંદાણુગતિકાર્ય હેતુપર્યાયસનથભાજનદ્રવ્ય સમય અણ કલ્પિૌં , મંદાગ્રગતિëતુતારૂપ ગુણભાજન ધર્માસ્તિકાય પણિ સિદ્ધ હોઈ. ઈમ અધર્માસ્તિકાયાધણનો પણિ પ્રસંગ થાઈ. અનઈ જો સર્વસાધારણગતિëતુતાદિક લેઈ, ધર્માસ્તિકાયાદિ એક જ સ્કલ્પરૂપ દ્રવ્ય કલ્પિઈ, દેશ, પ્રદેશ કલ્પના તેહની વ્યવહારનુરોધઈ પછઈ કરી, તો સર્વજીવાજીવઢવ્યસાધારણવર્તનાહંતુતાગુણ લેઈનઈ કાલદ્રવ્ય પણિ લોકપ્રમાણે એક કલ્પિઉં જોઈઈ. ધર્માસ્તિકાથાદિકનઈં અધિકારઈ સાધારણગતિહેતુતાઘુપસ્થિતિ જ કલ્પક થઈ, અનઈં “કાલઢવકલ્પક તૈ-મંદાઝવર્તવાહેતુત્વપસ્થિતિ જ છઈએ એ કલ્પનાઈ તો અભિનિર્વશ વિના બીજું કોઈ કારણ નથી. [૧૦/૧૭
Page #69
--------------------------------------------------------------------------
________________
૪૨
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-૧૭ બાર્થઃ
એમ જો=ગાથા-૧૪માં દિગંબરે સ્થાપન કર્યું કે મંદગતિમાં અણુના સંચરણને આશ્રયીને સમયનું ભાજનદ્રવ્ય કાલ છે એમ જો, અણુની મંદ ગતિરૂપ કાર્ય, એ કાર્યના હેતુપર્યાયરૂપ જે સમય, તેનું ભાજનદ્રવ્ય સમય=કા, અણુ કલ્પના કરીએ=દિગંબરોએ ચૌદ રાજલોકમાં અણપ્રમાણ રત્નના ઢગલારૂપે કાળદ્રવ્યની કલ્પના કરી એમ કલ્પના કરીએ, તો અણુની મંદગતિની હેતુતારૂપ ગુણનું ભાજન એવું ધમસ્તિકાય પણ સિદ્ધ થાય=એક અખંડ દ્રવ્યરૂપે ધમસ્તિકાયને બદલે રત્નના ઢગલા જેવા ધર્માસ્તિકાય પણ અણુરૂપે સિદ્ધ થાય. એમ-એમ સ્વીકારીએ તો, અધમસ્તિકાય આદિ અણુઓનો પણ અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય આદિનો પણ, અણુનો પ્રસંગ પ્રાપ્ત થાય.
આ પ્રકારે દિગંબરને પ્રતિબંદી દૂષણ ગ્રંથકારશ્રીએ આપ્યું. તેનું નિરાકરણ કરવા માટે તે શું કહે ? તે બતાવીને તેમાં પણ દોષ બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે –
અને જો, દિગંબર કહે કે, સર્વસાધારણ ગતિ હેતુતાદિક લઈને=મંદગતિવાળા અણુમાત્ર નહીં પરંતુ મંદગતિવાળા અને તીવ્રગતિવાળા જીવો તથા પુગલો તે સર્વતી સાધારણ ગતિની હેતુતાદિકને લઈને, ધમસ્તિકાય આદિને એક જ સ્કંધરૂપ દ્રવ્ય કલ્પના કરે=કાલાણુની જેમ પરમાણુ નહીં પરંતુ એક જ સ્કંધરૂપ દ્રવ્યની દિગંબર કલ્પના કરે, અને તે એક જ સ્કંધરૂપ દ્રવ્યના દેશ, પ્રદેશની કલ્પના વ્યવહારના અનુરોધથી પાછળથી દિગંબર કરે તો, સર્વ જીવ-અજીવદ્રવ્યસાધારણ વર્તવાહેતતા ગુણને લઈને=જીવ-અજીવ સર્વ દ્રવ્યની વર્તવાનો હેતુ કાળ હોવાથી સર્વ જીવ-અજીવદ્રવ્યસાધારણ વર્તનાના નિમિતકારણરૂપ ગુણને લઈને, કાળદ્રવ્યને પણ લોકપ્રમાણ એક કલ્પવું જોઈએ=દિગંબરે ધર્માસ્તિકાયાદિની જેમ કાળદ્રવ્યને પણ લોકપ્રમાણ એક અખંડ દ્રવ્ય કલ્પવું જોઈએ.
ધમસ્તિકાયાદિના અધિકારે, સાધારણ ગતિeતુતાદિની ઉપસ્થિતિ જકજીવ-પુદ્ગલ સાધારણ ગતિeતાદિની ઉપસ્થિતિ જ, કલ્પક છે=ધમસ્તિકાયાદિને એક અખંડ દ્રવ્ય સ્વીકારવામાં કલ્પક છે, અને “કાળદ્રવ્યનો કલ્પક તે-નંદાણુવનાહતતાની ઉપસ્થિતિ જ છે=સર્વ જીવ-અજવસાધારણ વર્તવાહેતુતાની ઉપસ્થિતિ કાળદ્રવ્યનો કલ્પક નથી પરંતુ મંદાણુવર્તના હેતુત્વની જ ઉપસ્થિતિ છે, એ પ્રકારની કલ્પનામાંએ પ્રકારની દિગંબરની કલ્પનામાં, તો અભિનિવેશ વિના=સ્વમતના વિચાર્યા વગર પક્ષપાતના અભિનિવેશ વિના, બીજું કોઈ કારણ નથી યુક્તિ કે આગમવચન પ્રમાણ નથી. II૧૦/૧૭શા
ભાવાર્થ :
ગાથા-૧૪માં બતાવ્યું એ પ્રમાણે પરમાણુ જ્યારે મંદગતિથી આકાશપ્રદેશમાં સંચરણ કરતો હોય ત્યારે નજીકના આકાશપ્રદેશમાં સંચરણને માટે જેટલો અવધિ પ્રાપ્ત થાય તે અવધિને દિગંબરો સમય સ્વીકારે છે અને શ્વેતાંબર મત “તત્ત્વાર્થ સૂત્ર' અનુસાર તેને સમય સ્વીકારે છે પરંતુ તે સમયદ્રવ્યનું ભાજનદ્રવ્ય
Page #70
--------------------------------------------------------------------------
________________
૪૩
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-૧૭ દિગંબરો કાલાણુને કહે છે, જ્યારે શ્વેતાંબર સંપ્રદાય દિગંબરોની જેમ કાળ નામનું સ્વતંત્ર દ્રવ્ય સ્વીકારતા નથી પરંતુ પરમાણુની ગતિની અવધિથી નિર્મીત કરાયેલા એક સમયમાં દરેક પદાર્થોને આશ્રયીને વર્તના થાય છે, એમ શ્વેતાંબર સંપ્રદાય સ્વીકારે છે.
હવે જો મંદગતિવાળા અણુની ગતિરૂપ જે કાર્ય, તેનો હેતુ એવો પર્યાયરૂપ સમય, તેનું ભાજનદ્રવ્ય કાળદ્રવ્ય છે અર્થાત્ ધર્માસ્તિકાયાદિથી અતિરિક્ત કાળદ્રવ્ય છે અને તે કાળદ્રવ્ય અણુપ્રમાણ સર્વ લોકાકાશમાં રહેલું છે તેમ દિગંબરો કલ્પના કરે છે તેમ સ્વીકારીએ તો, મંદગતિવાળા પરમાણુની અન્ય આકાશપ્રદેશ પર થતી ગતિમાં હેતુ ધર્માસ્તિકાયદ્રવ્ય છે, તેથી તે હેતુતારૂપ ગુણનું ભાજન ધર્માસ્તિકાય છે. તેથી તે ધર્માસ્તિકાય પણ કાલાણુની જેમ જ અણપ્રમાણ ચૌદ રાજલોકમાં રહેલા છે તે દિગંબરના મત અનુસાર સિદ્ધ થાય. જો આમ સ્વીકારી લઈએ તો અધર્માસ્તિકાયને અને આકાશાસ્તિકાયને પણ અણુપ્રમાણ સ્વીકારીને કહેવું જોઈએ કે, ધર્માસ્તિકાયના અણુઓ ચૌદ રાજલોકમાં રહેલા છે, અધર્માસ્તિકાયના અણુઓ ચૌદ રાજલોકમાં રહેલા છે અને આકાશાસ્તિકાયના અણુઓ ચૌદ રાજલોકમાં અને અલોકમાં રહેલા છે; પરંતુ તેમ દિગંબરો સ્વીકારતા નથી. તેથી આ પ્રકારના પ્રતિબંદી દૂષણ આપીને ગ્રંથકારશ્રી કહે છે કે જેમ દિગંબરો કાળને અપ્રમાણ સ્વીકારે છે તેમ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોને પણ અણુપ્રમાણ સ્વીકારવા જોઈએ અને જો દિગંબરો ધર્માસ્તિકાયાદિ ત્રણ દ્રવ્યોને એક અખંડ દ્રવ્ય માને, તો તેને કાલદ્રવ્યને પણ ચૌદરાજલોકપ્રમાણ એક અખંડ દ્રવ્ય માનવાની આપત્તિ આવે.
આ દોષના નિવારણ માટે દિગંબરો કહે કે, ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો માત્ર મંદગતિવાળા પરમાણુની ગતિ આદિમાં હેત નથી પરંતુ જીવ-પુદ્ગલસર્વસાધારણ ગતિના હેતુતાદિવાળા છે. માટે ધર્માસ્તિકાયાદિને સ્કંધરૂપે જ માનવા પડે; કેમ કે અસંખ્યાત પ્રદેશ ઉપર રહેલા જીવને કે પુદ્ગલને સ્થાનાંતર કરવા માટે ધર્માસ્તિકાય અણુપ્રમાણ હોય તો તે ગતિ સહાયક બની શકે નહીં, પરંતુ અખંડ દ્રવ્ય હોય તો પોતાના સ્થાનમાં રહેલા જીવને કે પુદ્ગલને અન્ય સ્થાનમાં જવા માટે તે ધર્માસ્તિકાયનો સ્કંધ કારણ બની શકે. માટે ધર્માસ્તિકાયને એક અખંડ દ્રવ્ય જ માનવું પડે, ત્યારપછી વ્યવહારને અનુસાર તેના દેશ, પ્રદેશની કલ્પના કરી શકાય. માટે “કાળને અણુપ્રમાણ સ્વીકારવા છતાં ધર્માસ્તિકાયાદિને અણુપ્રમાણ સ્વીકારવાની અમને આપત્તિ આવશે નહીં” એમ દિગંબરો કહે તો ગ્રંથકારશ્રી કહે છે –
જેમ કાલાણુઓ સમયપર્યાયનું ભાન છે તેમ દિગંબર મતાનુસાર ચૌદ રાજલોકમાં રહેલા કાલાણુઓ જીવ, અજીવ આદિ પાંચે દ્રવ્યસાધારણમાં પ્રતિક્ષણ થતી વર્તનાના હેતુ છેઃનિમિત્તકારણ છે અને તે નિમિત્તકારણગુણને લઈને કાળદ્રવ્યને પણ એક અખંડ દ્રવ્ય કલ્પવું જોઈએ; કેમ કે જેમ અસંખ્યાત પ્રદેશ પ્રમાણ એવા જીવને કે પુદ્ગલના સ્કંધને ગતિમાં સહાય કરવા માટે ધર્માસ્તિકાયનો એક અણુ કારણ સ્વીકારી શકાય નહીં માટે ધર્માસ્તિકાયને અખંડ દ્રવ્ય દિગંબરો સ્વીકારે છે, તે રીતે અસંખ્યાત પ્રદેશપ્રમાણ એવા ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોમાં થતી વર્તના પ્રત્યે નિમિત્તકારણ એક કાલાણુ થઈ શકે નહીં, માટે તે કાલાણુઓને પણ ધર્માસ્તિકાયની જેમ એક અખંડ દ્રવ્યરૂપે દિગંબરોએ કલ્પવાં જોઈએ.
Page #71
--------------------------------------------------------------------------
________________
૪૪
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-૧૭-૧૮ આ પ્રકારે ગ્રંથકારશ્રીએ પ્રતિબંદી ઉત્તર આપ્યો તે પ્રમાણે જો દિગંબર ધર્માસ્તિકાયાદિને અખંડ દ્રવ્ય સ્વીકારે તો કાળને પણ અખંડ દ્રવ્ય સ્વીકારવું જોઈએ અથવા પૂર્વમાં પ્રતિબંદી ઉત્તર આપ્યો તે પ્રમાણે જો દિગંબર કાળને અણુપ્રમાણ સ્વીકારે તો ધર્માસ્તિકાયાદિને પણ અણુપ્રમાણ સ્વીકારવા જોઈએ. આ બંને પ્રકારના પ્રતિબંદી દૂષણના પરિહાર અર્થે દિગંબરો શું કહે છે? તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે –
ધર્માસ્તિકાયાદિના અધિકારથી જીવ-પુદ્ગલસાધારણ ગતિeતુતાની ઉપસ્થિતિ થાય છે પરંતુ મંદગતિવાળા પરમાણુની ગતિમાત્રની ઉપસ્થિતિ થતી નથી માટે ધર્માસ્તિકાયને અખંડ દ્રવ્ય જ કલ્પવું જોઈએ અને કાળદ્રવ્યની કલ્પના માટે મંદગતિથી અન્ય આકાશમાં જતા પરમાણુની જ ઉપસ્થિતિ થાય છે માટે કાળદ્રવ્યને અણુપ્રમાણ જ કલ્પવો જોઈએ.' એમ દિગંબરો કહે છે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
આ પ્રકારની કલ્પનામાં દિગંબરના અભિનિવેશ સિવાય બીજું કોઈ કારણ નથી; કેમ કે જેમ ધર્માસ્તિકાય જીવન અને પુદ્ગલને ગતિમાં સહાય કરે છે તેને આશ્રયીને તેને અખંડ દ્રવ્ય કહ્યું, તેમ ધર્માસ્તિકાયાદિ સર્વ દ્રવ્યોમાં પ્રતિસમય નવા નવા ભાવરૂપે વર્તના થાય છે તેમાં હેતુ જો કાલાણુ છે એમ દિગંબર સ્વીકારે તો, કાલાણુ દ્રવ્યનો કલ્પક મંદગતિવાળા અણુની વર્તમાના હેતુપણાની સ્થિતિ કારણ છે તેમ કહેવામાં દિગંબરની સ્વકલ્પના જ અભિનિવેશવાળી છે, તેમ માનવું પડે; કેમ કે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યને અંધ માનવામાં જે યુક્તિ છે તે યુક્તિ કાલાણુને પણ સ્કંધ માનવામાં વિદ્યમાન હોવા છતાં તેને સ્વીકાર્યા વગર સ્વકલ્પના અનુસાર કાલાણુને અણુપ્રમાણ સ્થાપન કરવું તે વિચારકને માટે ઉચિત નથી એ પ્રકારનો ગ્રંથકારશ્રીનો આશય છે. I/૧૦/૧ણી અવતરણિકા -
ગાથા-૧૭માં કાળને દ્રવ્યરૂપે સ્વીકારનાર દિગંબરને પ્રતિબદી દૂષણ બતાવી તે દૂષણના પરિહારરૂપે દિગંબરો શું કહી શકે? તે બતાવીને કાળને ઉપચારથી દ્રવ્ય સ્વીકારવું ઉચિત છે, તે બતાવે છે – ગાથા -
અપ્રદેશતારે અનાસરી, જે અણ કહિંઈ રે તેહ
તો પર્યાયવચનથી જોડિઈ, ઉપચારઈ સવિ એહ. સમ0 I૧૦/૧૮li ગાથાર્થ :
સૂત્રને અનુસરીને અપ્રદેશતા છે એમ જો તેહ કાળ, અણુ કહીએ અણુપરિમાણ છે પરંતુ સ્કંધપરિમાણ નથી એમ કહીએ, તો પર્યાયવચનથી કાળને જીવ-અજીવના પર્યાયરૂપ કહેનારા વચનથી, જોડવું જોઈએ.
અહીં પ્રશ્ન થાય કે, કાળને દ્રવ્ય કહેનારાં વચન છે અને લોકાકાશપ્રમાણ કહેનારાં પણ વચન છે એમ પૂર્વમાં ગ્રંથકારશ્રીએ ગાથા-૧૨ અને ૧૫માં બતાવેલ. તેથી કાળને ઉપચારથી દ્રવ્ય કેમ સ્વીકારી શકાય ? તેથી કહે છે –
Page #72
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-૧૮
૪૫ એહ સવિ કાળને દ્રવ્ય કહેનારાં અને લોકાકાશ પ્રદેશપ્રમાણ કહેનારાં એ સર્વ વચન, ઉપચારથી કહેનારાં છે. II૧૦-૧૮II ટબો:
હવઈ, ઈમ કહસ્ય, જે, “સૂત્ર કાલ અપ્રદેશ કહિ છઈ, તેહનઈં અનુસાઈં કાલાણ કહિઈં,” તો સર્વઈ જીવાજીવપર્યાયરૂપ જ કાલ કહિઓ છઈ, તેહમાંહઈં વિધ ભયથી દ્રવ્યકાલ પણિ કિમ કહો છ ? તે માટૐ કાલનઈં દ્રવ્યત્વવચન તથા લોકાકાશપ્રદેશપ્રમાણ અણુવચન-એ સર્વ ઉપચારઈં જેડિઈ. મુખ્યવૃત્તિ તે પર્યાયરૂપ કાલ જ સૂત્રસંમત છઈ. ગત સ્વ-“રાષેત્યે .” (તત્વાર્થસૂત્ર, અ૦ ૫, સૂ૦ ૩૮) ઈહાં - વચનઈં સર્વસમ્મતત્વાભાવ સૂચિ6. /૧૦/૧૮ ટબાર્થ :
હવે જો એમ કહેશો=એમ દિગંબર કહે, જે સૂત્રમાં કાળ અપ્રદેશી કહ્યા છે તેને અનુસરીને કાળને અણુ કહીએ છીએ અર્થાત્ સ્કંધ અમે કહેતા નથી પરંતુ અણુ કહીએ છીએ, તો તેને ગ્રંથકારશ્રી કહે છે –
સર્વત્ર=આગમમાં સર્વત્ર, જીવ-અજીવ પર્યાયરૂપ જ કાળ કહ્યો છે તેના વિરોધના ભયથી= આગમના વિરોધના ભયથી, દ્રવ્યકાળ પણ કેમ કહો છો ?=આગમના વિરોધના ભયથી કાળને સ્કંધરૂપે નહીં સ્વીકારવાને બદલે દિગંબરો કાળને અણુરૂપે કહેતા હોય તો, દિગંબરોએ આગમના વિરોધના ભયથી દ્રવ્યકાળ પણ ન કહેવો જોઈએ.
તે માટે=આગમના વિરોધના ભયથી દ્રવ્યકાળ ન સ્વીકારવો જોઈએ તે માટે, કાળને કહેનારું દ્રવ્યત્વ વચન અને લોકાકાશ પ્રદેશપ્રમાણ અણુવચન-એ સર્વ ઉપચારથી જોડવું જોઈએ=કાળદ્રવ્ય નથી પરંતુ ઉપચારથી જ કાળને દ્રવ્યરૂપે કે લોકાકાશ પ્રદેશપ્રમાણરૂપે જોડવા જોઈએ. મુખ્યવૃત્તિએ તે કાળ, પર્યાયરૂપ કાળ જ સૂત્રસંમત છે. ગત વ=આથી જ=કાળ પર્યાયરૂપે જ સંમત છે આથી જ, તન્વેન્ચે “અને કાળ=કાળદ્રવ્ય છે. એ પ્રમાણે એક આચાર્ય કહે છે.” (તત્વાર્થસૂત્ર, અધ્યાય-૫, શ્લોક-૩૮) અહીં તત્વાર્થસૂત્રના વચનમાં, “ઘ' એ વચનથી સર્વ સમ્મતત્વનો અભાવ સૂચવ્યો છે. I૧૦/૧૮II ભાવાર્થ :
ગાથા-૧૭માં ગ્રંથકારશ્રીએ કહ્યું કે, મંદાણુ ગતિના કાર્યરૂપે સ્વીકારીને કાળને અણુપરિમાણરૂપે દિગંબરો સ્વીકારતા હોય તો ધર્માસ્તિકાય આદિને પણ અણુપરિમાણ માનવા જોઈએ અને જો ધર્માસ્તિકાયાદિને એક સ્કંધરૂપે સ્વીકારતા હોય તો દિગંબરોએ કાળને પણ એક સ્કંધરૂપ ચૌદ રાજલોકપ્રમાણ સ્વીકારવો
Page #73
--------------------------------------------------------------------------
________________
૪૬
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-૧૮-૧૯ જોઈએ. ત્યાં કોઈ દિગંબર કહે કે, સૂત્રમાં કાળને અપ્રદેશી કહ્યો છે, માટે અમે કાળના અણુઓને સ્વીકારીએ છીએ, કાળને સ્કંધરૂપે સ્વીકારતા નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે – જો સૂત્રને અનુસરીને પોતાને આવતી આપત્તિના નિવારણ અર્થે દિગંબરો કાલાણુઓ સ્વીકારે તો સૂત્રમાં સર્વત્ર કાળને જીવ-અજીવના પર્યાયરૂપ જ કહ્યો છે અર્થાત્ જીવ-અજીવમાં જે પ્રતિસમય વર્તના થાય છે તે રૂપ જ કાળ છે તેમ સૂત્રમાં કહ્યું છે, તે સૂત્રના ભયથી દિગંબરોએ દ્રવ્યકાળ પણ સ્વીકારવો જોઈએ નહીં, પરંતુ એમ જ કહેવું જોઈએ કે, જગતમાં વર્તતા પાંચ અસ્તિકાયના પર્યાયરૂપ જ કાળ છે, તે પર્યાયથી અતિરિક્ત કોઈ કાળદ્રવ્ય નથી. સૂત્રના બળથી જો દિગંબરો પાંચ અસ્તિકાયના પર્યાયરૂપ કાળને સ્વીકારે તો કાળને દ્રવ્યરૂપે કહેનારાં જે વચનો પ્રાપ્ત થાય છે અને લોકાકાશપ્રમાણ કાળને અણુરૂપે સ્વીકારનાર જે વચન પ્રાપ્ત થાય છે તે સર્વ વચનને ઉપચારથી જોડવાં જોઈએ.
આશય એ છે કે, ગાથા-૧રમાં કોઈક આચાર્યનો મત બતાવતાં કહ્યું કે, “ભગવતીસૂત્રના બળથી કેટલાક આચાર્યો અઢીદ્વીપપ્રમાણ કાળદ્રવ્ય સ્વીકારે છે. વળી, ગાથા-૧૫માં કહ્યું કે ‘યોગશાસ્ત્રના અંતરશ્લોકોમાં ચૌદ રાજલોકપ્રમાણ કાલાણુઓ છે, તે બંને વચનો દિગંબરોએ ઉપચારથી જોડવાં જોઈએ; કેમ કે મુખ્ય વૃત્તિથી તો=પદાર્થને સ્વીકારનાર દૃષ્ટિથી તો કાળ પર્યાયરૂપ જ સૂત્રસંમત છે માટે મુખ્યવૃત્તિથી તો, કાળને દ્રવ્યરૂપે સ્વીકારી શકાય નહીં, ઉપચારવૃત્તિથી જ કાળને દ્રવ્યરૂપે સ્વીકારી શકાય.
કાળને મુખ્યવૃત્તિથી દ્રવ્યરૂપે ન સ્વીકારી શકાય અને ઉપચારવૃત્તિથી જ કાળને દ્રવ્યરૂપે સ્વીકારી શકાય, તેને પુષ્ટિ આપવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે –
‘તત્ત્વાર્થસૂત્રમાં “એક આચાર્ય કાળને દ્રવ્ય છે એમ કહે છે” એ સ્થાનમાં એક આચાર્યનું વચન બધાને સમ્મત નથી તે બતાવે છે. માટે બધાને સમ્મત હોય તો જ કાળને દ્રવ્યરૂપે સ્વીકારી શકાય અને એક આચાર્ય કાળને દ્રવ્ય કહે છે તેની સંગતિ ઉપચારથી જ કરવી યોગ્ય છે. માટે કાળને દ્રવ્યરૂપે સ્વીકારનાર દિગંબરનું વચન સ્વકલ્પનામાત્રરૂપ છે. I૧૦/૧૮II અવતરણિકા -
ઉપચાર પ્રકાર જ દેખાડઈ છઈ – અવતરણિયાર્થ:
ઉપચારના પ્રકારને જ દેખાડે છે – ભાવાર્થ -
જેમ ‘iTયાં પોષ:' એ પ્રયોગમાં “ગંગા” શબ્દનો અર્થ પાણીનો પ્રવાહ થાય છે છતાં પાણીના પ્રવાહમાં ગાયના વાડારૂપ ઘોષની સંગતિ થાય નહીં, તેથી ત્યાં “ગંગાનો અર્થ લક્ષણાથી=ઉપચારથી, ગંગાનું તીર” થાય છે; તેમ કાળદ્રવ્યરૂપે સૂત્રસંમત નહીં હોવાથી જીવ-અજીવના પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર
Page #74
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-૧૯
૪૭
કરીને=જેમ ગંગાના તીરમાં ‘ગંગા’ પદનો ઉપચાર કર્યો તેમ જીવ-અજીવના પર્યાયમાં કાળનો ઉપચાર
કરીને, તેને દ્રવ્ય કઈ રીતે કહી શકાય? તે પ્રકાર હવે બતાવે છે
ગાથા:
પર્યાયિં જિમ ભાષિઉ દ્રવ્યનો, સંખ્યારથ ઉપચાર;
અપ્રદેશતા રે યોજનકારણઈં, તિમ અણુતાનો રે સાર. સમ૦ II૧૦/૧૯]
ગાથાર્થ ઃ
જેમ પર્યાયના વિષે દ્રવ્યનો ઉપચાર સંખ્યારથ=સંખ્યા માટે અર્થાત્ ‘છ’ સંખ્યાની પૂર્તિ માટે ભાષિઉ=‘ભગવતીસૂત્ર'માં કહ્યો છે, તેમ અપ્રદેશતાના યોજનને કારણે=સૂત્રમાં કાળને અપ્રદેશતા કહી છે તેના યોજનને કારણે, અણુતાનો સાર=લોકાકાશ પ્રદેશપ્રમાણ કાલાણુ છે તે લોકાકાશમાં રહેલા અણુમાં ઉપચારરૂપે કહ્યા છે-એ પ્રકારનો સાર છે=તાત્પર્ય છે. II૧૦/૧૯૫
ટબો ઃ
“ષદેવ દ્રવ્યાળિ” એ સંખ્યા પૂરણનઈં અર્થઈં, જિમ પર્યાયરૂપ કાલનઈં વિષઈં દ્રવ્યપણાનો ઉપચાર મળવત્પાદિકનઈં વિષઈ કરીઈં છઈં, તિમ સૂત્રર્ફે કાલઢવ્યનઈં અપ્રદેશતા કહી છઈ, તથા કાલપરમાણુ પણિ કહિયા છઈં, તે યોજનનઈં કાર્જિ લોકાકાશપ્રદેશસ્થ પુદ્ગલાણૢનઈં વિષઈં જ થોળશાસ્ત્રના અંતરશ્લોકમાં કાલાણુનો ઉપચાર કરિઓ જાણવો.
44
" "मुख्यः कालः' इत्यस्य चानादिकालीनाप्रदेशत्वव्यवहारनियामकोपचारविषयः इत्यर्थः, अत एव मनुष्यक्षेत्रमात्रवृत्तिकालद्रव्यं ये वर्णयन्ति तेषामपि मनुष्यक्षेत्रावच्छिन्नाकाशादौ कालद्रव्योपचार एव शरणम्” કૃતિ વિમાત્રનેતત્ ।| |/૧૦/૧૯||
ટબાર્થ :
‘છ જ દ્રવ્યો છે' એ સંખ્યાના પૂરણને અર્થે જેમ પર્યાયરૂપ કાળને વિષે=જીવ-અજીવના પર્યાયરૂપ કાળને વિષે, દ્રવ્યપણાનો ઉપચાર ભગવતીસૂત્ર આદિને વિષે કર્યો છે, તેમ સૂત્રમાં કાળદ્રવ્યને અપ્રદેશતા કહી છે અને કાળપરમાણુ પણ કહ્યો છે તે યોજન માટે લોકાકાશ પ્રદેશમાં રહેલા પુદ્ગલના અણુના વિષયમાં જ ‘યોગશાસ્ત્ર'ના અંતરશ્લોકમાં કાલાણુનો ઉપચાર કરેલો જાણવો.
==અને, ‘મુલ્યે: વ્યાલઃ' કૃતિ=‘મુખ્ય કાળ’ એ પ્રકારના અસ્ય=આનું=‘યોગશાસ્ત્ર’ના અંતરશ્લોકના ચોથા પદમાં કહેલા વચનનું, અનાવિાતીનાપ્રવેશત્વવ્યવહારનિયામોપચારવિષયઃ=અનાદિકાલીન અપ્રદેશત્વના વ્યવહારનો નિયામક ઉપચારનો વિષય છે, હત્યર્થઃ=એ પ્રકારનો અર્થ છે. ગત વ=આથી જ=મુખ્ય કાળ કહેનાર વચન પણ ઉપચારના વિષયવાળું છે આથી જ, મનુષ્યક્ષેત્રમાત્રવૃત્તિાતદ્રવ્ય જે વળત્તિ= મનુષ્યક્ષેત્રમાત્રવૃત્તિ એવા કાળદ્રવ્યનું જેઓ વર્ણન કરે છે. તેષામવિ=તેઓને પણ, મનુષ્યક્ષેત્રાવચ્છિન્ના
Page #75
--------------------------------------------------------------------------
________________
૪૮
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-૧૯ વાતો મનુષ્યક્ષેત્રઅવચ્છિન્ન આકાશાદિમાં, ત્રિદ્રવ્યોપચાર પત્ર સરકાળદ્રવ્યનો ઉપચાર જ શરણ છે, રૂતિ વિનાત્ર =એ પ્રકારે આ દિશામાત્ર છેઃકાળદ્રવ્યને ઉપચારરૂપ સ્વીકારનાર વચનનું દિશામાત્ર કથન છે અર્થાત્ પ્રસ્તુતમાં ઘણું વક્તવ્ય છે. ૧૦/૧૯ ભાવાર્થ -
શાસ્ત્રમાં પદ્રવ્યની વિચારણાનાં વચનો ઉપલબ્ધ થાય છે, કેમ કે પાંચ કારણોને અંતર્ગત કાળને પણ કારણરૂપે કહેવામાં આવે છે અને કાર્યકારણભાવની વ્યવસ્થામાં કાળ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. આથી જ જીવનો જ્યારે કાળ પાકે છે ત્યારે જ યોગમાર્ગની પ્રાપ્તિ થાય છે ઇત્યાદિ શાસ્ત્રવચનો પ્રસિદ્ધ છે. તેથી કાળદ્રવ્યરૂપે સંમત નહીં હોવા છતાં કાળને કારણરૂપે બોધ કરાવતી વખતે તે વસ્તુ છે' તેવી ઉપસ્થિતિ આવશ્યક છે. તેથી તે તે ક્ષણપર્યાયમાં દ્રવ્યનો ઉપચાર કરીને યોગમાર્ગનો કાળ પાક્યો છે તે બતાવવા કાળને કારણે સ્વીકારાય છે ત્યાં અન્ય સર્વ કારણોની જેમ કાળ પણ એક કારણ છે તેમ બતાવાય છે, માટે પાંચ દ્રવ્યથી અતિરિક્ત છઠ્ઠા કાળદ્રવ્યને સ્વીકાર્યું છે અને તે છ દ્રવ્યની સંખ્યાની પૂર્તિ માટે જીવઅજીવના પર્યાયરૂપ કાળદ્રવ્યમાં દ્રવ્યનો ઉપચાર કરીને ભગવતીસૂત્ર” આદિ ગ્રંથોમાં જેમ કાળની વિચારણા કરી છે તેમ સૂત્રમાં જે ધર્માસ્તિકાયાદિ અનેક પ્રદેશવાળાં દ્રવ્યો છે તેવું કાળદ્રવ્ય નથી, એ બતાવવા માટે કાળદ્રવ્યની અપ્રદેશતા કહી છે. કાલપરમાણુઓ પણ સૂત્રમાં કહ્યા છે તેના યોજના માટે તે કાળને અપ્રદેશ કહેનારા વચનના યોજના માટે, “યોગશાસ્ત્રના અંતરશ્લોકોમાં ચૌદરાજલોકવર્તી જે પરમાણુઓ રહેલા છે તેમાં કાલાણુનો ઉપચાર કર્યો છે. તેથી ધર્માસ્તિકાયાદિની જેમ કાળદ્રવ્યરૂપે સંમત નથી.
વળી, ગ્રંથકારશ્રીએ ગાથા-૧૫માં કહેલ તે પ્રમાણે કાળને લોકાકાશ પ્રદેશ પ્રમાણ સ્વીકારનાર ‘યોગશાસ્ત્રના અંતરશ્લોકના ચોથા પાદમાં સ્પષ્ટ કહેલ છે કે, “તે મુખ્ય કાળ છે તેથી કોઈને ભ્રમ થાય કે અસંખ્યાત લોકાકાશ પ્રદેશપ્રમાણ કાલાણુઓ છે તેને આશ્રયીને મુખ્ય કાળ' એ પ્રમાણે પૂજ્ય શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજાએ સ્વીકારેલ છે તે વચનાનુસાર દિગંબરનો મત સિદ્ધ થાય છે; કેમ કે “મુખ્ય કાળ” કહેવાથી તે “ઉપચરિત કાળ નથી એમ પ્રાપ્ત થાય છે. તે કથનના તાત્પર્યને સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે –
“મુખ્ય કાળ' એ પ્રકારનું યોગશાસ્ત્રનું વચન અનાદિકાલીન અપ્રદેશના વ્યવહારનો નિયામક ઉપચારનો વિષય છે. તેથી એ પ્રાપ્ત થાય છે, ધર્માસ્તિકાયાદિના જેમ અસંખ્યાત પ્રદેશો છે તેમ કાળના પ્રદેશો નથી પરંતુ કાળ વર્તમાનમાં એક સમયરૂપ છે, ભૂતના અનંતા સમયોરૂપ હતો અને ભવિષ્યના અનંતા સમયોરૂપ થશે, તે સર્વ એક સ્કંધરૂપ નહીં હોવાથી પ્રદેશરૂપ નથી. તે બતાવવા માટે લોકાકાશમાં વર્તતા પરમાણુઓમાં ઉપચાર કરીને અસંખ્યાત કાલાણુઓ કહ્યા છે. તેથી પરમાણુનો મંદગતિથી નજીકના આકાશપ્રદેશમાં સંચાર થાય તેની અવધિથી નક્કી કરાયેલો વર્તમાનનો સમય છે અને તેવા ભૂતકાળના અનંતા સમયો થયા, જે વર્તમાનમાં નથી અને ભવિષ્યના પણ અનંતા સમયો થશે, જે વર્તમાનમાં નથી, તેથી અનંતા સમયપ્રમાણ કાળ છે. તે અપ્રદેશરૂપ છે તે બતાવવા માટે “યોગશાસ્ત્ર'માં લોકાકાશમાં રહેલા પરમાણુઓમાં તે કાળનો ઉપચાર કર્યો છે, જેથી તે ત્રણ કાલના સમયોરૂપ કાલાણુઓ પરસ્પર સંલગ્ન એક સ્કંધરૂપ નથી એવો નિર્ણય થાય.
Page #76
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-૧૯-૨૦
૪૯ વળી, “મુખ્ય કાળ” શબ્દથી ઉપચરિત જ કાળનો સ્વીકાર છે તેથી જેઓ અઢીદ્વીપપ્રમાણ કાળદ્રવ્યને સ્વીકારે છે, તેઓએ પણ અઢીદ્વીપ ક્ષેત્રથી અવચ્છિન્ન જે આકાશાદિ દ્રવ્ય છે તેમાં જ કાળદ્રવ્યનો ઉપચાર સ્વીકારીને સંગતિ કરવી પડે, તે સિવાય અન્ય કોઈ માર્ગ નથી. II૧૦/૧લા અવતરણિકા -
હવઈ મુગલ-જીવ દ્રવ્ય સંક્ષેપઈં કહઈ છઈ – અવતરણિકાW:
હવે પુદ્ગલ અને જીવદ્રવ્યને સંક્ષેપથી કહે છે – ભાવાર્થ :
પૂર્વમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળદ્રવ્યનું સ્વરૂપ બતાવ્યું. વળી, કાળદ્રવ્ય વિષયક શાસ્ત્રમાં ભિન્ન ભિન્ન વચનો છે તેની અને દિગંબરના પણ અન્ય પ્રકારના વચનની વિસ્તારથી સ્પષ્ટતા કરી. હવે છ દ્રવ્ય અંતર્ગત પુદ્ગલદ્રવ્યને અને જીવદ્રવ્યને સંપથી પ્રસ્તુત ગાથામાં કહે છે – ગાથા -
વર્ણ, ગંધ, રસ, ફાસાદિક ગુણે, લષિઈ પુદ્ગલ ભેદ;
સહજ ચેતના રે ગુણ વલિ જાણિઈ, જીવ અરૂપ, અવેદ. સમo II૧૦/૨૦II ગાથાર્થ :
વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આદિ ગુણથી પુદગલનો ભેદ લહીએ અન્ય દ્રવ્યોથી પુદગલ દ્રવ્યનો ભેદ લઈએ. વળી, સહજ ચેતના ગુણથી જાણીએ=જીવદ્રવ્યનો અન્યથી ભેદ જાણીએ. જીવ અરૂપ=રૂપ વગરનો, અને અવેદવાળો છેઃવેદન વગરનો છે શાતા-અશાતારૂપ સુખ-દુઃખ અને મોહના વેદન વગરનો છે. II૧૦/૨૦I. ટબો :
વર્ણ, ગંધ, રસ, સ્પર્શાદિક ગુણે પુદગલ દ્રવ્યો અન્ય દ્રવ્યથી ભેદ લખિઈ, અનઈ જીવ દ્રવ્ય સહજચેતના ગુણ છઈ, તે લક્ષણઈ જ સર્વ અચેતન દ્રવ્યથી ભિન્ન છઈ. વ્યવહારઈ રૂપ, વેદ સહિત, પણિ નિશ્ચયથી રૂપરહિત, વેદરહિત છô.
૩ - - अरसमरूवमगंधं, अव्वत्तं चेदणागुणमसदं । ના અત્તિ હિં, નીવદિસંહા III (સમયસાર ગાથા-૪૯) I/૧૦/૨૦IL
Page #77
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧ | ગાથા-૨૦
ટબાર્થ -
વર્ણ, ગંધ, રસ, સ્પશદિક ગુણથી પુદગલ દ્રવ્યનો અન્ય દ્રવ્યથી ભેદ લઈએ=ભેદ જાણીએ અને જીવદ્રવ્ય સહજ ચેતના ગુણવાળું છે, તે લક્ષણથી જ સર્વ અચેતન દ્રવ્યથી ધમસ્તિકાયાદિ સર્વ અચેતન દ્રવ્યથી, ભિન્ન છે. વ્યવહારથી વ્યવહારનયને આશ્રયીતે, સંસારી જીવો રૂપ અને વેદનવાળા છે સંસારી જીવો રૂપવાળા અને શાતા-અશાતારૂપ સુખ-દુખના વેદનસહિત છે પરંતુ નિશ્ચયથી શુદ્ધ દ્રવ્યને જોનાર નિશ્ચયની દૃષ્ટિથી, રૂપરહિત=સંસારી જીવો રૂપરહિત છે, અને વેદરહિત છે=મોહના પરિણામરૂપ કે શાતા-અશાતાના વેદનારહિત છે.
અને તેમાં “ઉત્તરથી સાક્ષી બતાવે છે–નિશ્ચયનયથી આત્મા રૂપરહિત અને વેદરહિત છે તેમાં 'સાક્ષી બતાવે છે –
રસમવયં અરસ, અરૂપ, અગંધ, વ્રત્ત વેળાપુ=અવ્યક્ત અર્થાત્ મોહાદિ ભાવોથી અવ્યક્ત એવી ચેતનાગુણવાળું, અસદું નથી પણ નાગ=અશબ્દસ્વરૂપ (અ) અલિંગથી ગ્રહણ થાય તેવું (જીવદ્રવ્ય) જાણ. નીવદિસંતાનં=(વળી, તે) જીવ અનિર્દિષ્ટ સંસ્થાનવાળું છે-અનિયત સંસ્થાનવાળું છે અર્થાત્ “અનિયંસ્થ' સંસ્થાનવાળું છે. (સમયસાર મૂળ ગાથા-૪૯) I/૧૦/૨૦|| ભાવાર્થ :પુદ્ગલ દ્રવ્યનો અન્ય દ્રવ્યથી કઈ રીતે ભેદ છે? તે બતાવતાં કહે છે
“વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, વળી, પુરણ-ગલન આદિ ગુણો વડે કરીને પુદ્ગલદ્રવ્ય અન્ય દ્રવ્યો કરતાં જુદું પ્રાપ્ત થાય છે.” તેથી પાંચ ઇન્દ્રિયોથી ગ્રહણ થતા ભાવોનો આધાર પુદ્ગલદ્રવ્ય છે તેમ નક્કી થાય છે. જ્યારે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો અરૂપી હોવાથી વર્ણ, ગંધાદિ ભાવોથી રહિત છે. વળી, જીવદ્રવ્યમાં સહજ ચેતના ગુણ છે કોઈનાથી જન્ય નથી પરંતુ અનાદિ સહજ સિદ્ધ ચેતનાવાળું જીવદ્રવ્ય છે, તેથી તે સર્વ અચેતન દ્રવ્યોથી ભિન્ન છે. વળી, તે જીવદ્રવ્યથી જીવનું શરીર પણ ભિન્ન છે. આમ છતાં વ્યવહારનયથી તે દેહ સાથે સંબંધવાળું હોવાથી રૂપવાળું પણ છે અને વેદવાળું પણ છે=મોહાદિ ભાવોનું વેદન કરનારું હોવાથી અશુદ્ધ નિશ્ચયનયથી વેદવાળું પણ છે.
વળી, સંસારી જીવો શુદ્ધ નિશ્ચયનયથી શરીરથી ભિન્ન છે અને કર્મથી તિરોહિત સ્વરૂપવાળા હોવા છતાં પોતાના મૂળ સ્વરૂપમાં રહેલા છે, તેથી રૂપરહિત છે અને મોહના વેદન વગરના છે.
સંસારી જીવો નિશ્ચયનયથી રૂપરહિત છે અને વેદનારહિત છે તેમાં સાક્ષી આપે છે –
જીવદ્રવ્ય અરસવાળું છે રસ વગરનું છે, અરૂપ છે=રૂપ વગરનું છે, અગંધ છેeગંધ વગરનું છે. વળી, કોઈ ઇન્દ્રિયથી કે મનથી ગ્રહણ થાય તેવું નથી, માટે અવ્યક્ત છે; કેમ કે કેવળજ્ઞાનનો વિષય છે. જો કે, સંસારી જીવોને પણ પોતાનું જ્ઞાન સ્વસંવેદનરૂપ છે તોપણ પોતાનામાં રહેલું અને જ્ઞાનાવરણીયકર્મથી આવરાયેલું કેવળજ્ઞાન કોઈ છદ્મસ્થ જીવ વ્યક્તરૂપે જોઈ શકતો નથી તેથી નિશ્ચયનયને અભિમત એવું આત્માનું સ્વરૂપ છદ્મસ્થને અવ્યક્ત છે.
Page #78
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-૨૦-૨૧
૫૧
આત્મા ચેતના ગુણવાળો છે. આત્મા કોઈ શબ્દથી વાચ્ય નથી માટે અશબ્દ છે; કેમ કે શુદ્ધ આત્માનું સ્વરૂપ કોઈ શબ્દથી બતાવી શકાતું નથી માટે અશબ્દ છે. વળી, કોઈ લિંગથી આત્માનું ગ્રહણ થઈ શકતું નથી તેથી લિંગથી ગ્રહણ ન થાય તેવું આત્માનું સ્વરૂપ છે. વળી, આત્મા અનિર્દિષ્ટ સંસ્થાનવાળો છે. ||૧૦/૨૦
અવતરણિકા :
દસમી ઢાળના કથનનું નિગમન કરતાં કહે છે
ગાથા:
ઈમ એ ભાષ્યા રે સંખેપĚ કરી, દ્રવ્યતણા ખટ ભેદ;
વિસ્તારŪ તે રે જાણી શ્રુતથી, સુનસ લહો ગત ખેદ. સમ૦ ||૧૦/૨૧/
ગાથાર્થ =
ઈમ=આ પ્રમાણે=પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રમાણે, સંખેપઈં=સંક્ષેપથી કરી, આ દ્રવ્યતણા છ ભેદ ભાખ્યા=ગ્રંથકારશ્રીએ કહ્યા. શ્રુતથી વિસ્તારપૂર્વક જાણી, ગતખેદવાળા સુજશને પ્રાપ્ત કરો=પ્રવચનદક્ષતાનો સુયશ પ્રાપ્ત કરો. ૧૦/૨૧૩I
ઢબો ઃ
ઈમ એ દ્રવ્યતણાસંક્ષેપઈં ષટ્ ભેદ ભાષા છઈ. વિસ્તારÖ શ્રુત કહિઈં=સિદ્ધાંત, તેહ થકી જાણીનઈં, ખેદરહિત થકા પ્રવચન દક્ષપણાનો સુયશ ૪૦ સુબ્બલ તે પામ્યું. ||૧૦/૨૧||
ટબાર્થ :
આ પ્રમાણે=પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રમાણે, સંક્ષેપથી દ્રવ્યના આ છ ભેદો ગ્રંથકારશ્રીએ કહ્યા છે. વિસ્તારથી શ્રુત કહેતાં સિદ્ધાંતથી તે ભેદો જાણો.
ખેદરહિત થઈને પ્રવચનદક્ષપણાનો, સુયશ કહેતાં સુબોલ, તેને પામો. ૧૦/૨૧।।
ભાવાર્થ:
દ્રવ્યાનુયોગના પરમાર્થને જાણીને દ્રવ્યાનુયોગથી આત્માને વાસિત કરવા માટે ષટ્દ્રવ્યોની વિચારણા અત્યંત આવશ્યક છે જેનાથી જૈનશાસનના પરમાર્થનો સૂક્ષ્મ બોધ થાય છે. આ બોધ કરાવવા અર્થે ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ઢાળમાં તે છ દ્રવ્યોના ભેદો સંક્ષેપથી કહ્યા છે. જેના પરમાર્થને જાણીને આત્માર્થી જીવોને ઉદ્દેશીને ગ્રંથકારશ્રી કહે છે કે, છ દ્રવ્યોનો સૂક્ષ્મ બોધ ક૨વા માટે પ્રમાદરૂપ આળસનો ત્યાગ કરીને શાસ્ત્રવચનથી તેના વિસ્તારને તમે જાણો, જેનાથી ખેદરહિત ભગવાનના વચનની દક્ષતાનો સુયશ તમે પામો અર્થાત્ ભગવાનના વચનના પારમાર્થિક બોધને પ્રાપ્ત કરીને તેના દ્વારા આત્માને ભાવિત કરીને શીઘ્ર
Page #79
--------------------------------------------------------------------------
________________
પર
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ગાથા-૨૧ | ઢાળ-૧૦નું આત્મકલ્યાણમાં યોજનનું સ્વરૂપ
સંસારનો ઉચ્છેદ કરવા માટે સમર્થ બનો અને યોગ્ય જીવોને ભગવાનના વચનના પરમાર્થનો બોધ કરાવી શકે એવા સુયશને તમે પ્રાપ્ત કરો, જેથી સ્વપરના કલ્યાણની પરંપરાની પ્રાપ્તિ થાય. II૧૦/૨૧॥
પ્રસ્તુત ઢાળનું આત્મકલ્યાણમાં યોજનનું સ્વરૂપ :
દ્રવ્ય, ગુણ અને પર્યાયના ભેદ જે પ્રકારે ભગવાને કહ્યા છે એ પ્રકારે જ ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ઢાળમાં બતાવેલ છે તેથી તેના બોધથી વિસ્તારરુચિ સમ્યક્ત્વ પ્રગટે છે. સમ્યક્ત્વ હંમેશાં સમ્યક્ પ્રવૃત્તિ કરાવીને હિતાનુકૂળ યત્ન કરાવે છે તેથી જે મહાત્માને વિસ્તારરુચિ સમ્યક્ત્વ પ્રગટે તે મહાત્મા દ્રવ્ય, ગુણ અને પર્યાયનો જે પરસ્પર ભેદ છે તેના સૂક્ષ્મ-સૂક્ષ્મતર ભાવોને જોડીને ક્ષપકશ્રેણીના પ્રથમ પાયાને અનુકૂળ શક્તિનો સંચય કરે છે; કેમ કે જીવ જિનવચનના તત્ત્વનો સૂક્ષ્મ બોધ કરે છે ત્યારે તેના તે પ્રકારના બોધને અનુકૂળ વ્યાપારથી મિથ્યાત્વ વિદ્યમાન હોય તો અવશ્ય નાશ પામે છે, મિથ્યાત્વ નાશ થયેલું હોય તો સૂક્ષ્મસૂક્ષ્મતર બોધ થવાથી સમ્યક્ત્વ નિર્મળ-નિર્મળતર થાય છે અને જેમ જેમ શ્રુતજ્ઞાનનો સમ્યગ્ ઉપયોગ જીવમાં વર્તે છે તેમ તેમ આત્મામાંથી અવિરતિ, પ્રમાદ, કષાયરૂપ ભાવમળ સતત ક્ષીણ-ક્ષીણતર થાય છે, જેના બળથી સુખપૂર્વક ક્ષપકશ્રેણીને અનુકૂળ શક્તિનો સંચય થાય છે.
છ દ્રવ્યોના યથાર્થ ચિંતવનથી ક્ષપકશ્રેણીને અનુકૂળ વીર્યનો સંચય થાય છે, તેથી છ દ્રવ્યો કેવાં છે ? તેનાં લક્ષણો શું છે ? તેનું સ્વરૂપ પ્રસ્તુત ઢાળની ગાથા-૩ થી ગાથા-૨૦ સુધી ગ્રંથકારશ્રીએ બતાવેલ છે. કાળદ્રવ્યના વિષયમાં દિગંબર-શ્વેતાંબર મતમાં વિવાદ છે તેથી દિગંબર મતાનુસાર કાળદ્રવ્યની શું માન્યતા છે ? તે બતાવીને શ્વેતાંબર મતાનુસાર કાળદ્રવ્યને સ્વતંત્ર દ્રવ્યરૂપે કેમ સ્વીકાર્યું નથી અને ઉપચારથી જ કાળદ્રવ્યને સ્વીકાર્યું છે ? તેની સ્પષ્ટતા શાસ્ત્રવચન, યુક્તિ અને અનુભવ અનુસાર ગ્રંથકારશ્રીએ કરેલ છે; જેનાથી શાસ્ત્રનું અવલંબન લઈને સૂક્ષ્મ પદાર્થો અનુભવ અનુસા૨ જોડવાની મહાપ્રજ્ઞા પ્રગટે છે. આ પ્રજ્ઞાના બળથી જ સ્વયં સૂક્ષ્મ પદાર્થોનો બોધ થાય છે અને તે બોધથી જ ધર્મધ્યાન તથા શુક્લધ્યાનની પ્રાપ્તિ સુલભ બને છે. તેથી પ્રસ્તુત ઢાળમાં બતાવેલાં છ દ્રવ્યોનું સ્વરૂપ અને કાળવિષયક સૂક્ષ્મ ચર્ચા જે બુદ્ધિમાન પુરુષ યથાર્થ જાણીને તેનાથી અનુભવ અનુસાર છ દ્રવ્યનું ચિંતવન ક૨વાની શક્તિનો સંચય કરે છે, તે મહાત્મા તે છ દ્રવ્યોની ઉચિત વિચારણાથી સંસા૨પરિભ્રમણશક્તિનો સતત ઉચ્છેદ કરે છે. આથી જ પ્રથમ ઢાળમાં કહેલ છે કે ભિક્ષાશુદ્ધિ આદિ સંબંધી ચરણક૨ણાનુયોગ નાનો યોગ છે જ્યારે દ્રવ્યાનુયોગ એ મોટો યોગ છે. તેથી જે સાધુ દ્રવ્યાનુયોગના મર્મને જાણીને છ દ્રવ્યોના ૫૨માર્થને સ્પર્શે તે રીતે તેનું ભાવન કરી શકે છે, તેઓને તેવા પ્રકારના સંયમમાં ભિક્ષાદિ દોષોની પ્રાપ્તિ હશે, તોપણ દ્રવ્યાનુયોગના ભાવનના બળથી સંયમની શુદ્ધિને પ્રાપ્ત કરશે. આ રીતે પ્રસ્તુત ઢાળ સંયમની વૃદ્ધિમાં અત્યંત ઉપકારક છે.
Page #80
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧ / ગાથા-૧
All ઢાળ-૧૧
પૂર્વની ઢાળ સાથેનું જોડાણ -
ગ્રંથકારશ્રીએ દ્રવ્ય-ગુણ-પર્યાયનું સ્વરૂપ બતાવવાનો પ્રયત્ન કર્યો. ત્યાં દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદભેદની વિચારણા અનેક દૃષ્ટિથી બતાવ્યા પછી દસમી ઢાળમાં છ દ્રવ્યોની વિચારણા કરી. હવે ગુણ-પર્યાયની વિચારણા કરવા અર્થે પ્રથમ ગુણનું સ્વરૂપ દિગંબરની પ્રક્રિયા અનુસાર બતાવે છે, જે શ્વેતાંબરની પ્રક્રિયા અનુસાર પણ સંગત છે, તેથી ગ્રંથકારશ્રીને તેમાં વિરોધ નથી; છતાં કોઈક સ્થાને વિરોધ પણ છે, તે ગ્રંથકારશ્રી સ્વયં આગળ બતાવશે. ગાથા :
હવઈ ભેદ ગુણના ભાષી જઈ, તિહાં અસ્તિતા કહિઈ જી; સદુપતા, વસ્તુતા જાતિ, વ્યક્તિરૂપતા લહિઈ જી, દ્રવ્યભાવ દ્રવ્યત્વ, પ્રમાણઈ, પરિચ્છધ જે રૂપ જી;
પ્રમેયત્વ, આણાગમ સૂષિમ, અગુરુલઘુત્વસ્વરૂપ છે. ll૧૧/૧TI ગાથાર્થ :
હવે ગુણના ભેદ ભાખે છે. ત્યાં=ગુણના ભેદમાં, અસ્તિતા સરૂપતા કહેવાય છે. વસ્તુતા જાતિ અને વ્યક્તિરૂપતા પ્રાપ્ત કરે છે. દ્રવ્યનો ભાવ એ દ્રવ્યત્વ ગુણ છે. પ્રમાણથી પરિચ્છેદ્ય જે સ્વરૂપ તે પ્રમેયત્વ છે. અગુરુલઘુત્વસ્વરૂપ સૂમ આજ્ઞાગ્રાહ્ય ગુણ છે. II૧૧/૧|| બો -
એતલેઢાળે કરી દ્રવ્યના ભેદ કહિયા, હિવ ગુણના ભેદ સમાનતંત્રપ્રક્રિયાઈ, કહિઈ છઈ.
તિહાં અસ્તિત્વગુણ તે કહિઈં, જેહથી સદરૂપતાનો વ્યવહાર થાઈ. ૧.
વસ્તુત્વગુણ તે કહિઈ, જેહથી જતિ-વ્યક્તિરૂપપણું જાણિઈં. જિમ ઘટ તે જ સામાન્યથી જાતિરૂપ છઈ, વિશેષથી તdવ્યક્તિરૂપ થઈ. ગત વ-અવગ્રહઈ સામાન્યરૂપ સર્વત્ર ભાસઈ છઈ, અપાઈ વિશેષ રૂપ ભાઈ છÉ, પૂર્ણાપથગઈં સંપૂર્ણ વસ્તુગ્રહ થાઈ છઈ. ૨.
દ્રવ્યભાવ જે ગુણપર્યાયાધારતાભિવ્યષ્ય જાતિવિશેષ તે દ્રવ્યત્વ. “એ અતિરૂપ માટિઈં ગુણ ન હોઈ.” એહવી તૈયાયિકાદિવાસનાઈ આશંકા ન કરવી. જે માટઈં “સમુવો ગુરુ, નભુવઃ પર્યાયાઃ” એહવી જ જૈનશાસ્ત્ર વ્યવસ્થા છઈ.
Page #81
--------------------------------------------------------------------------
________________
પ૪
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧, ગાથા-૧ "द्रव्यत्वं चेद् गुणः स्यात्, रूपादिवदुत्कर्षापकर्षभागि स्यात्" इति तु कुचोद्यम्, एकत्वादिसङ्ख्यायां परमतेऽपि व्यभिचारेण, तथाव्याप्त्यभावादेव निरसनीयम् । 3.
પ્રમાણઈ પરિચ્છેદ્ય જે રૂપ પ્રમાવિષયત્વ તે પ્રમેયત્વ કહિઈં. તે પણિ કથંચિત અનુગત સર્વ સાધારણ ગુણ છÚ. પરંપરા સંબંધ પ્રમાત્વજ્ઞાનઈં પણિ પ્રમેયવ્યવહાર થાઈ થઈ. તે માટિ પ્રમેયત્વગુણ સ્વરૂપથી અનુગત થઈ. ૪.
અગુરુલઘુત્વગુણ, સૂક્ષ્મ આજ્ઞાગ્રાહ્ય છઈ. "सूक्ष्मं जिनोदितं तत्त्वं, हेतुभिर्नेव हन्यते ।। आज्ञासिद्धं तु तद् ग्राह्यं, नान्यथावादिनो जिनाः" ।।१।।
“મારુયુપર્યાયા: સૂક્ષ્મ અવાજનો રા: ” ૫. I/૧૧/૧il ટબાર્થ :
આટલી ઢાળ સુધી દ્રવ્યતા પાંચ ભેદ કહ્યા. હવે ગુણના ભેદ સમાનતંત્રની પ્રક્રિયાથી શ્વેતાંબર તંત્રને સમાન એવા દિગંબર તંત્રની પ્રક્રિયાથી, અમે કહીએ છીએ.
ત્યાં=ગુણના ભેદના કથનમાં, અસ્તિત્વ ગુણ કહેવાય, જેનાથી સદરૂપતાનો વ્યવહાર થાય= “આ વસ્તુ સદ્દરૂપ છે માટે તેમાં સદરૂપતા છે" એ પ્રકારનો વ્યવહાર થાય. (૧)
વસ્તુત્વ ગુણ કહેવાય, જેનાથી જાતિ અને વ્યક્તિરૂપપણું જણાય. જેમ ઘટ, તે જ સામાન્યથી જાતિરૂપ=સર્વ ઘટોમાં ઘટ એ પ્રકારની સામાન્યથી જાતિ છે. તેથી જાતિ દ્વારા વસ્તુત્વ ગુણ જણાય છે. વિશેષથી તે તે વ્યક્તિરૂપ છે, તે વસ્તુત્વગુણથી જણાય છે. ગત પર્વ=આથી જ=વસ્તુત્વ ગુણ જાતિને અને તે તે વ્યક્તિને બતાવે છે આથી જ, અવગ્રહથી સામાન્યરૂપ સર્વત્ર ભાસે છે–સામાન્યથી જાતિ ભાસે છે અને અપાયથી વિશેષરૂપ ભાસે છે અર્થાત્ તે તે વ્યક્તિરૂપ વિશેષથી જણાય છે. પૂર્ણ ઉપયોગથી=અવગ્રહ-ઈહા-અપાયરૂપ પૂર્ણ ઉપયોગથી, સંપૂર્ણ વસ્તુ ગ્રહણ થાય છે સામાન્ય જાતિથી દ્રવ્યનું અને વિશેષથી પર્યાયનું ગ્રહણ થતું હોવાથી સંપૂર્ણ વસ્તુનું ગ્રહણ થાય છે. (૨).
દ્રવ્યનો ભાવ જે ગુણપર્યાયના આધારતાથી અભિવ્યંગ્ય જાતિવિશેષ છે તે દ્રવ્યત્વ છે=દ્રવ્યત્વગુણ છે. એ જાતિરૂપ છે=દ્રવ્યત્વ એ જાતિરૂપ છે, માટે ગુણ ત થાય એવી તૈયાયિકાદિની વાસનાથી આશંકા ન કરવી.
કેમ આશંકા ન કરવી ? તેથી કહે છે –
જે માટે, સમુવો =સહભાવી ગુણો છે, મુવઃ પર્યાયાક્રમભાવી પર્યાયો છે એવી જ જેનશાસ્ત્ર વ્યવસ્થા છે. “દ્રવ્યત્વે ચે : ચા–દ્રવ્યત્વ જો ગુણ હોય તો, રૂપવિત=રૂપાદિની જેમ વર્ષાપક્રમ ચા–ઉત્કર્ષ-અપકર્ષભાગિ થવું જોઈએ=પાદિ ગુણો જેમ ઉત્કર્ષ-અપકર્ષવાળા છે તેમ દ્રવ્યત્વગુણ પણ ઉત્કર્ષ-અપકર્ષવાળો થવો જોઈએ.” રૂતિ તુ ઘોદાએ પ્રમાણે કુશંકા ન કરવી જોઈએ=તૈયાયિક કુશંકા ન કરવી.
Page #82
--------------------------------------------------------------------------
________________
પપ
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧ ગાથા-૧
ત્વતિસાવાં પરમૉપિ મિચારેબા, તળાવ્યામાવાવ નિરસનીય કેમ કે પરમતમાં પણ એકતાદિ સંખ્યામાં વ્યભિચાર હોવાના કારણે તે પ્રકારની વ્યાપ્તિનો અભાવ હોવાથી જ તિરસનીય છે=કેમ કે તૈયાયિકાદિ પરમતમાં પણ એકત્યાદિ સંખ્યા ગુણરૂપ હોવા છતાં “જે જે ગુણ હોય તે તે ઉત્કર્ષ-અપકર્ષવાળા હોય' તે પ્રકારની વ્યાપ્તિના અભાવથી, તૈયાયિકાદિની કુશંકાનો પરિહાર કરવો જોઈએ. (૩)
પ્રમાણથી પરિચ્છેદ્ય જે રૂપ યથાર્થ જ્ઞાનથી જણાતું પદાર્થનું જે સ્વરૂપ, તે પ્રમાવિષયત્વ છે અને તે=પ્રમાવિષયત્વ, પ્રમેયત્વ કહેવાય=પ્રમેયત્વ ગુણ છે. તે પણ=પ્રમેયત્વ ગુણ પણ, કથંચિત્ અનુગત સર્વસાધારણ ગુણ છે કથંચિત્ સર્વદ્રવ્ય-સર્વપર્યાય સાધારણ ગુણ છે અર્થાત્ કથંચિત્ તે તે પદાર્થમાં વિશ્રાંત ગુણ છે અને કથંચિત્ અનુગત સર્વદ્રવ્ય-સર્વપર્યાય સાધારણ ગુણ છે.
અહીં પ્રશ્ન થાય કે, પ્રમેયત્વ ગુણ કેમ સર્વદ્રવ્ય-સર્વપર્યાય સાધારણ ગુણ છે, માત્ર છબસ્થને દેખાતા પદાર્થમાં વિશ્રાંત નથી ? તેમાં યુક્તિ આપે છે –
પરંપરા સંબંધથી પ્રમાત્વજ્ઞાનથી પણ પ્રમેયવ્યવહાર થાય છે, તે માટે પ્રમેયત્વ ગુણ સ્વરૂપથી અનુગત છે=સર્વ દ્રવ્યમાં અને સર્વ પર્યાયમાં પ્રમેયત્વગુણ સ્વરૂપથી અનુગત છે. (૪)
અગુરુલઘુત્વ ગુણ સૂક્ષ્મ, આંજ્ઞાગ્રાહ્ય છે=જગતનાં સર્વ દ્રવ્યોમાં અગુરુલઘુત્વ ગુણ છે તે છદ્મસ્થનો વિષય નથી પરંતુ કેવળજ્ઞાનનો વિષય છે માટે ભગવાનના વચનરૂપ આજ્ઞાથી ગ્રાહ્ય છે.
તેમાં સાક્ષી બતાવે છે –
નિનોતિ સૂક્ષ્મ તત્ત્વ=જિન વડે કહેવાયેલું સૂક્ષ્મ તત્વ, હેતુર્નેિવ હન્યતે હેતુઓથી હણાતું નથી જ. માસિદ્ધ તુ તત્ પ્રાર્ધાવળી, આજ્ઞાસિદ્ધ એવું તે-જિનવચનથી સિદ્ધ એવું તે અર્થાત સૂક્ષ્મતત્ત્વ, ગ્રાહ્ય છે. નાથાવાવનો નિના =કેમ કે જિનો અન્યથાવાદી નથી. IIII
અગુરુત્તયુપર્યાયાઃ સૂક્ષ્મ વાળોરા =અગુરુલઘુપર્યાયો સૂક્ષ્મ, અવાણીના વિષય છે-વાણીના વિષયરૂપ નથી. (માટે આજ્ઞાગ્રાહ્ય છે એમ અત્રય છે.) (૫) II૧૧/૧૫ ભાવાર્થ :
આગલી ઢાળમાં ગ્રંથકારશ્રીએ દ્રવ્યના ભેદો બતાવ્યા. હવે દિગંબરની પ્રક્રિયા અનુસાર ગુણના ભેદ બતાવે છે. દિગંબરની પ્રક્રિયા શ્વેતાંબરની પ્રક્રિયા અનુસાર જ છે તેથી ગ્રંથકારશ્રીને તેમાં કોઈ વિરોધ નથી; છતાં કોઈક સ્થાનમાં તેઓની સ્કૂલના ગ્રંથકારશ્રી સ્વયં જ આગળ બતાવશે.
પ્રસ્તુત ગાથામાં ગ્રંથકારશ્રીએ પાંચ ગુણો બતાવ્યા છે : (૧) અસ્તિત્વગુણ, (૨) વસ્તુત્વગુણ, (૩) દ્રવ્યત્વગુણ, (૪) પ્રમેયત્વગુણ અને (૫) અગુરુલઘુત્વગુણ.
(૧) અસ્તિત્વગુણ- કોઈપણ વસ્તુમાં જે ધર્મ સદા પ્રાપ્ત થતો હોય તેને તે વસ્તુનો ગુણ કહેવાય છે. જેમ જગતવર્તી ધર્માસ્તિકાયાદિ સર્વ દ્રવ્યો ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત છે તેથી તે સર્વ દ્રવ્યોમાં સફપતા છે; કેમ કે “ઉત્પાવ્યયોવ્યયુ સ” એ પ્રમાણે “સતુનું લક્ષણ છે. તેથી સર્વ દ્રવ્યોમાં સટ્ટપતાનો વ્યવહાર
Page #83
--------------------------------------------------------------------------
________________
પક
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧, ગાથા-૧ થાય છે. તેનાથી નક્કી થાય છે કે તેમાં અસ્તિત્વગુણ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે ધર્માસ્તિકાયાદિ પદાર્થો અસ્તિરૂપે છે અને તેમાં વર્તતો ભાવ અસ્તિત્વ છે.
(૨) વસ્તુત્વગુણ - દરેક પદાર્થો વસ્તુસ્વરૂપ છે તેથી તેમનામાં વસ્તુત્વગુણ છે. વસ્તુત્વગુણ દરેક વસ્તુઅનુગત હોવાથી જાતિરૂપ છે અને તે તે વસ્તુમાં વિશ્રાંત હોવાથી, તે તે વ્યક્તિરૂપ છે. આથી જ, ઘટરૂ૫ વસ્તુને જોઈને “આ વસ્તુ છે તેવો બોધ થાય છે ત્યારે તે વસ્તુમાં રહેલો વસ્તુત્વગુણ તે વ્યક્તિમાં વિશ્રાંત જણાય છે અને તેવો વસ્તુત્વગુણ દરેક વસ્તુમાં સદશ હોવાથી વસ્તુત્વ જાતિ સર્વ વસ્તુઓમાં સાધારણ છે તેથી વસ્તૃત્વગુણ સર્વવસ્તુ સાધારણ પણ છે અને તે તે વ્યક્તિમાં વિશ્રાંત પણ છે.
અહીં પ્રશ્ન થાય કે, વસ્તૃત્વગુણ સર્વ વસ્તુમાં છે તેમ સ્વીકારી શકાય; પરંતુ પુરોવર્તી કોઈ વસ્તુમાં તે વસ્તુત્વગુણ વિશ્રાંત છે તેમ કેમ કહી શકાય ? તેથી બતાવે છે –
ચક્ષુથી કોઈ વસ્તુનો બોધ થાય છે ત્યારે પ્રથમ અવગ્રહરૂપ બોધ થાય છે, પછી ઈહા થાય છે અને ત્યારપછી અપાય થાય છે ત્યારે પુરોવર્તી વસ્તુમાં રહેલ વસ્તુત્વ, કોઈ વિશેષતા વગર સામાન્યથી જણાય છે, તેથી અવગ્રહકાળમાં વસ્તુત્વનો સામાન્ય બોધ હોય છે, ઈહાકાળમાં તેનો નિર્ણય કરવા માટે ઊહ ચાલે છે, અપાયકાળમાં પુરોવર્તી વસ્તુમાં રહેલો વસ્તુત્વગુણ વિશેષરૂપે દેખાય છે અને પૂર્ણ ઉપયોગમાં સંપૂર્ણ વસ્તુનું ગ્રહણ થાય છે. તેથી વસ્તુત્વગુણ સર્વ વસ્તુસાધારણ પણ છે અને તે તે વ્યક્તિવિશ્રાંત પણ છે; કેમ કે અવગ્રહકાળમાં વસ્તુનું સામાન્યગ્રહણ થાય છે તેથી સર્વ વસ્તગત વસ્તુત્વગુણનું જ્ઞાન થયું અને અપાયકાળમાં પુરોવર્સી દેખાતી વસ્તુમાં વર્તતા વસ્તુત્વગુણનું જ્ઞાન થયું. માટે વસ્તુત્વગુણ જાતિરૂપ પણ છે અને વ્યક્તિરૂપ પણ છે અર્થાત્ સર્વ વસ્તુગત વસ્તુત્વગુણ જણાય ત્યારે જાતિરૂપે વસ્તુત્વગુણ દેખાય છે અને તે તે વસ્તુમાં રહેલા વસ્તુત્વગુણનો બોધ થાય છે ત્યારે તે તે વ્યક્તિરૂપે વસ્તુત્વગુણ જણાય છે.
(૩) દ્રવ્યત્વગુણ:- ગુણપર્યાયની આધારતા દ્રવ્યમાં છે. તે આધારતાથી અભિવ્યંગ્ય એવી જાતિવિશેષ તે દ્રવ્યત્વ છે, માટે દ્રવ્યત્વ એ દ્રવ્યનો ગુણ છે. આ દ્રવ્યત્વગુણ સર્વ દ્રવ્યોમાં સાધારણરૂપ પણ છે અને તે તે દ્રવ્યોમાં વિશ્રાંત પણ છે, આથી જ પુરોવર્તી ઘટને જોઈને પ્રામાણિક વિચારક કહી શકે છે કે “આ દ્રવ્ય છે માટે તેમાં દ્રવ્યત્વ છે અને સર્વ દ્રવ્યમાં દ્રવ્યત્વ છે'.
અહીં નૈયાયિક કહે કે, દ્રવ્યત્વ એ જાતિરૂપ છે માટે ગુણ નથી. નયાયિક પુદ્ગલદ્રવ્યમાં રૂપાદિ ગુણોને સ્વીકારે છે, ચેતનદ્રવ્યમાં ચેતનાગુણ સ્વીકારે છે; પરંતુ દ્રવ્યમાં રહેલા દ્રવ્યત્વને જાતિરૂપે સ્વીકારતો હોવા છતાં ગુણરૂપે સ્વીકારતો નથી, તેથી તેને ગ્રંથકારશ્રી કહે છે –
નૈયાયિકાદિની વાસનાથી દ્રવ્યત્વગુણ નથી એવી આશંકા કરવી નહીં; કેમ કે જૈનશાસ્ત્રની વ્યવસ્થા અનુસાર ગુણો સહભાવી છે અને પર્યાયો ક્રમભાવી છે તેથી ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોમાં સદા દ્રવ્યત્વગુણ રહેનાર છે માટે દ્રવ્યત્વને જૈનશાસનની પ્રક્રિયા અનુસાર ગુણ કહેવામાં કોઈ દોષ નથી.
અહીં નૈયાયિક કહે કે, દ્રવ્યત્વ જો ગુણ હોય તો પુદ્ગલમાં જેમ રૂપાદિ ગુણો ઉત્કર્ષ-અપકર્ષવાળા થાય છે તેમ દ્રવ્યમાં રહેલું દ્રવ્યત્વ પણ ઉત્કર્ષ-અપકર્ષવાળું થવું જોઈએ.
Page #84
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧ | ગાથા-૧
૫૭
આશય એ છે કે પુદ્ગલમાં વર્તતું શ્વેતાદિ રૂપ ક્યારેક ઉત્કર્ષને પામે છે તો ક્યારેક અપકર્ષને પામે છે, જે પ્રત્યક્ષથી દેખાય છે તેમ દ્રવ્યમાં વર્તતું દ્રવ્યત્વ ઉત્કર્ષ-અપકર્ષ પામતું દેખાતું નથી માટે દ્રવ્યત્વને ગુણ કહી શકાય નહીં; પરંતુ સર્વ દ્રવ્યમાં અનુગત એવી ગુણથી અતિરિક્ત દ્રવ્યત્વજાતિ સ્વીકારવી જોઈએ એમ નૈયાયિક કહે છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
નૈયાયિક પણ એકત્વ, દ્વિત્વ આદિ સંખ્યાને વસ્તુમાં રહેલા ગુણરૂપે સ્વીકારે છે; આમ છતાં જેમ વસ્તુમાં ૨હેલો એકત્વગુણ રૂપની જેમ હાનિ-વૃદ્ધિ પામતો નથી તેમ દ્રવ્યમાં રહેલો દ્રવ્યત્વગુણ પણ હાનિવૃદ્ધિ પામતો નથી-એમ સ્વીકારી શકાય છે, માટે જે ગુણ હોય તે ઉત્કર્ષ-અપકર્ષવાળા જ હોય તેવી વ્યાપ્તિ નથી; પરંતુ કેટલાક ગુણ ઉત્કર્ષ-અપકર્ષ પામે છે અને કેટલાક ગુણ સદા અવસ્થિત હોય છે. આથી જ ‘આ એક વસ્તુ છે' એવી બુદ્ધિનો નિયામક એકત્વગુણ સદા તે વસ્તુમાં ૨હેલો છે તેમ દ્રવ્યત્વગુણ પણ સર્વ દ્રવ્યોમાં સદા રહેલો છે, પરંતુ હાનિવૃદ્ધિ પામતો નથી.
(૪) પ્રમેયત્વગુણ :- પ્રમાણથી પરિચ્છેદ્ય એવું વસ્તુનું જે સ્વરૂપ છે તે પ્રમાનું વિષયપણું છેયથાર્થ જ્ઞાનનું વિષયપણું છે, અને તે જ્ઞેય પદાર્થમાં વર્તતો પ્રમેયત્વગુણ છે. વળી, આ પ્રમેયત્વગુણ તે તે પ્રમેય વ્યક્તિમાં વિશ્રાંત છે. જેમ કોઈને ઘટનું જ્ઞાન થાય ત્યારે જ્ઞાનના વિષયભૂત ઘટ પ્રમેય બને છે અને તેમાં પ્રમેયત્વગુણ રહેલો છે તેમ કથંચિત્ સર્વ પ્રમેય અનુગત એવું પ્રમેયત્વ સાધારણ ગુણ છે અને સર્વ પ્રમેય સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાયો છે; કેમ કે કેવલીને કેવલજ્ઞાનથી સર્વ દ્રવ્યો અને સર્વ પર્યાયો પ્રત્યક્ષથી જણાય છે તેથી કેવલીના જ્ઞાનભૂત પ્રમાનું વિષયપણું સર્વ દ્રવ્યોમાં અને સર્વ પર્યાયોમાં છે તેથી સર્વ દ્રવ્યો અને સર્વ પર્યાયો અનુગત પ્રમેયત્વગુણ સાધારણ છે.
અહીં પ્રશ્ન થાય કે, પ્રમેયત્વગુણને તે તે પ્રમેયમાત્રમાં વિશ્રાંત ન સ્વીકારતાં ‘કથંચિત્ સર્વ પ્રમેય અનુગત સાધારણ ગુણ છે' તેમ કેમ કહ્યું ? તેથી કહે છે -
પરંપરા સંબંધથી પ્રમાત્વજ્ઞાનથી પણ પ્રમેયત્વનો વ્યવહાર થાય છે માટે પ્રમેયત્વગુણ સ્વરૂપથી સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાય અનુગત છે.
આશય એ છે કે, કેવલીને સર્વ દ્રવ્યનું અને સર્વ પર્યાયનું યથાર્થ જ્ઞાન થાય છે તેથી કેવલીનું જ્ઞાન પ્રમારૂપ છે અને કેવલીના જ્ઞાનમાં પ્રમાત્વધર્મ છે. કેવલીના જ્ઞાનમાં રહેલા પ્રમાત્વનું જ્ઞાન પરંપરા સંબંધથી છદ્મસ્થ એવા આપણને થાય છે અને તે પ્રમાત્વજ્ઞાનનો વિષય સર્વ પ્રમેય છે–તે પ્રમાત્વજ્ઞાનનો વિષય સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાય છે, તેથી સર્વ દ્રવ્યમાં અને સર્વ પર્યાયમાં પણ પ્રમેયનો વ્યવહાર થાય છે. માટે સર્વ દ્રવ્યમાં અને સર્વ પર્યાયમાં રહેલો પ્રમેયત્વગુણ પ્રમેયત્વ સ્વરૂપે સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાયમાં અનુગત છે.
અહીં ‘પરંપરા સંબંધથી' એમ કહેવાથી એ પ્રાપ્ત થાય કે, કેવલીમાં સર્વ પ્રમેયવિષયક પ્રમાજ્ઞાન છે અને તેમાં પ્રમાત્વ ધર્મ રહેલો છે. છદ્મસ્થને શાસ્ત્રવચન દ્વારા જ્ઞાન થાય છે કે, ‘કેવલીમાં સર્વદ્રવ્યવિષયક અને સર્વપર્યાયવિષયક પ્રમાજ્ઞાન છે', તેથી શાસ્ત્રના સંબંધ દ્વારા કેવલીમાં રહેલા પ્રમાત્વનું જ્ઞાન આપણને
Page #85
--------------------------------------------------------------------------
________________
પ૮
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧ / ગાથા-૧-૨ થાય છે. આ પ્રમાત્વ સર્વ પ્રમરૂપ જ્ઞાનમાં છે, તેથી તે જ્ઞાનના વિષયભૂત પ્રમેય પણ સર્વ દ્રવ્યો અને સર્વ પર્યાયો છે એ પ્રકારનો વ્યવહાર થાય છે. આથી કેવલીમાં વર્તતા પ્રમાત્વનું જ્ઞાન છદ્મસ્થને શાસ્ત્ર દ્વારા થવાથી છબસ્થને પણ અપ્રત્યક્ષ એવા પરમાણુ આદિમાં પણ પ્રમેયત્વ ગુણનું જ્ઞાન થાય છે. તેથી જેમ ચક્ષુથી દેખાતા ઘટને જોઈને ઘટમાં પ્રમેયપણાનો વ્યવહાર થાય છે તેમ કેવલીમાં વર્તતા પ્રમાત્વનું પોતાને જ્ઞાન થવાથી તે જ્ઞાનના વિષયભૂત સર્વ પ્રમેયમાં પ્રમેયત્વનો વ્યવહાર થાય છે, માટે રૂપી-અરૂપી એવા સર્વ દ્રવ્યમાં અને સર્વ પર્યાયોમાં પ્રમેયત્વગુણ અનુગત છે.
(૫) અગુરુલઘુત્વગુણ - વળી, સર્વ દ્રવ્યોમાં અગુરુલઘુત્વગુણ છે અને તે સૂક્ષ્મ છે, તેથી છાના જ્ઞાનનો વિષય નથી; પરંતુ ભગવાનનાં વચનોનાં બળથી જ ગ્રાહ્ય છે. જેમ નિગોદના એક શરીરમાં અનંત જીવો છે તે છબસ્થના જ્ઞાનનો વિષય નથી; પરંતુ કેવલી કેવળજ્ઞાનથી પ્રત્યક્ષથી જોઈ શકે છે કે ચૌદ રાજલોકમાં નિગોદના અસંખ્ય ગોળાઓ છે, નિગોદના પ્રત્યેક ગોળાઓમાં અસંખ્યાતાં શરીરો છે અને પ્રત્યેક શરીરમાં સિદ્ધના જીવો કરતાં અનંતગુણા જીવો છે. તે રીતે કેવલી ધર્માસ્તિકાયાદિ સર્વ દ્રવ્યોમાં અગુરુલઘુત્વગુણને જોનાર છે, જે વાણીનો વિષય નથી પરંતુ ભગવાનના વચનથી જ ગ્રાહ્ય છે. ll૧૧/૧ ગાથા -
પ્રદેશત, અવિભાગી પુલ, પેરભાવ જે વ્યાપિઉ જી; ચેતનતા અનુભૂતિ, અચેતનભાવ, અનનુભવ થાપિઓ જી, મૂરતતા રૂપાદિકસંગતિ, અમૂર્તતા તદભાવો જી;
દસ સામાન્ય ગુણા, પ્રત્યેકઈ, આઠ-આઠ એ ભાવો જી. I૧૧/શા ગાથાર્થ -
અવિભાગી પુગલદ્રવ્ય પરમાણુદ્રવ્ય, જે ક્ષેત્રભાવમાં વ્યાપ્યું છે=જેટલા ક્ષેત્રમાં વ્યાપ્યું છે, તે પ્રદેશત્વગુણ છે તેટલું ક્ષેત્રવ્યાપિપણું પ્રદેશત્વ છે. ચેતનતાઃચેતનતાગુણ, અનુભવરૂપ ગુણ છે. અચેતનભાવ=અચેતનતાગણ, અનનુભવ થાપ્યો છે—શાસ્ત્રકારોએ કહ્યો છે. મૂર્તતા=મૂર્તતાગણ, રૂપાદિકની સંગતિ છે. અમૂર્તતા=અમૂર્તતા ગુણ, તેનો અભાવ છે=રૂપાદિકનો અભાવ છે. દસ સામાન્યગુણો=ગાથા-૧માં બતાવેલ પાંચ અને પ્રસ્તુત ગાથામાં બતાવેલ પાંચ કુલ મળી દસ સામાન્યગુણો, પ્રત્યેકમાં=ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોમાં, આઠ-આઠ ગુણો છે, એ ભાવો =એમ વિચારો. ૧૧/રા. ટબો :
અવિભાગી પુદ્ગલ યાવતું ક્ષેત્રઈ રહઈ, તાવતું ક્ષેત્રવ્યાપીપણું, તે પ્રદેશત્વગુણ ૬.
Page #86
--------------------------------------------------------------------------
________________
Че
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧ | ગાથા-૨
ચેતનત્વ તે આત્માનો અનુભવરૂપ ગુણ કહિઈ, જેહથી ‘ ં મુલવું:દ્ઘાતિ ચેતને' એ વ્યવહાર થાઈ છઈ. જેહથી જાતિ, વૃદ્ધિ, ભગ્ન-ક્ષત-સંગ્રહણાદિ, જીવનધર્મ હોઈ છઈ. ૭.
એહથી વિપરીત અચેતનત્વ અજીવમાત્રનો ગુણ છઈં. ૮. મૂર્તતાગુણ રૂપાદિસંનિવેશાભિવ્યઙગ્ય પુદ્દગલાવ્યમાત્ર વૃત્તિ છઈં. ૯. અમૂર્તતાગુણ મૂર્તત્વાભાવ સમનિયત છઈં, ૧૦.
66
“ अचेतनत्वामूर्तत्वयोश्चेतनत्वमूर्तत्वाभावरूपत्वान्न गुणत्वम्” इति नाशङ्कनीयम्, अचेतनामूर्तद्रव्यवृत्तिकार्यजनकतावच्छेदकत्वेन, व्यवहारविशेषनियामकत्वेन च, तयोरपि पृथग्गुणत्वात्, नञः पर्युदासार्थकत्वात्, नञ्पदवाच्यतायाश्च ‘अनुष्णाशीतस्पर्शः' इत्यादौ व्यभिचारेण, परेषामप्यभावत्वानियामकत्वाद्, " भावान्तरमभावो हि, कयाचित्तु व्यपेक्षया" इति नयाश्रयणेन दोषाभावाच्च इति ॥
એ ૧૦ સામાન્યગુણ છઈં. મૂર્તત્વ-અમૂર્તત્વ, ચેતનત્વ-અચેતનત્વ પરસ્પર પરિહારઈં રહઈ; તે માટઈં પ્રત્યેકઈં એક એક ટ્રવ્યનઈં વિષઈ ૮-૮ પામિઈં. ઈમ ભાા=વિચારી ો. ।।૧૧/૨૦
ટબાર્થ ઃ
અવિભાગી પુદ્ગલ=પરમાણુ, જેટલા ક્ષેત્રમાં રહે, તેટલા ક્ષેત્રવ્યાપીપણું, તે પ્રદેશત્વગુણ છે= ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોનો પ્રદેશત્વગુણ છે. (૬)
ચેતનત્વ તે આત્માનો અનુભવરૂપ=જ્ઞાનના વેદનરૂપ, ગુણ કહેવાય છે. અહં સુચવુ લાતિ ચેતયે=‘હું સુખ-દુઃખાદિનું વેદન કરું છું' એ વ્યવહાર થાય છે. જેનાથી=જે ચેતનધર્મથી, જાતિ=નવા ભવનો જન્મ, વૃદ્ધિ=જન્મ્યા પછી શરીરની વૃદ્ધિ, ભગ્ન-ક્ષત-સંરોહણાદિ, જીવનધર્મ થાય છે. (૭)
એનાથી વિપરીત અચેતનત્વ અજીવમાત્રનો ગુણ છે. (૮)
મૂર્તતાગુણ રૂપાદિ સંનિવેશથી અભિવ્યંગ્ય રૂપ-રસ-ગંધ-સ્પર્શના સમુદાયથી અભિવ્યંગ્ય, પુદ્ગલદ્રવ્યમાત્ર વૃત્તિ છે=પુદ્ગલદ્રવ્યમાત્ર વૃત્તિ એ મૂર્તતાગુણ છે. (૯)
અમૂર્તતાગુણ મૂર્તતાઅભાવ સમતિયત છે. (૧૦)
“અચેતનત્વામૂર્તત્વો:=અચેતનત્વનું અને અમૂર્તત્વનું, ચેતનત્વમૂર્તત્વામાવરૂપ~ાત્ ચેતનત્વનું અને મૂર્તતાનું અભાવરૂપપણું હોવાથી, મુત્વ=ગુણપણું નથી.” કૃતિ નાશનીય=એ પ્રમાણે શંકા ન કરવી. ચેતનામૂર્તદ્રવ્યવૃત્તિળાર્યનન તાવછેવત્વેન=કેમ કે અચેતન અને અમૂર્તદ્રવ્યવૃત્તિ એવા કાર્યની જનકતાના અવચ્છેદકપણાથી, વ્યવજ્ઞાવિશેષનિયામત્તેન ==અને વ્યવહારવિશેષના નિયામકપણાથી=‘આ અચેતન છે, આ અમૂર્ત છે’ એવા લોકપ્રસિદ્ધ વ્યવહારવિશેષના નિયામકપણાથી, તયોરપિ પૃથમુળત્ત્તાત્=એ
Page #87
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧ / ગાથા-૨ બેનું પણ પૃથગ્રગુણપણું છેઃચેતનત્વ અને મૂર્તત્વનું તો પૃથગ્રગુણપણું છે પરંતુ અચેતનત્વ અને અમૂર્તત્વનું પણ ચેતતત્વ અને મૂર્તત્વ કરતાં પૃથગુણપણું છે.
અહીં પ્રશ્ન થાય કે અચેતનમાં અને અમૂર્તત્વમાં રહેલ “અ” શબ્દ અભાવનો વાચક છે અને ‘અભાવ ગુણ હોઈ શકે નહીં, તેથી અચેતનત્વ અને અમૂર્તત્વને ગુણ કઈ રીતે કહી શકાય? તેમાં હેતુ કહે છે –
ન = નવું=ન' પદનું=અચેતતત્વમાં અને અમૂર્તત્વમાં રહેલ “અ' શબ્દનું પર્ફકાસાર્થરુત્વા= પથુદાસાર્થકપણું છે=પ્રસજ્યપ્રતિધાર્થકપણું નથી પરંતુ પથુદાસાર્થકપણું છે. નવાતાવાડ્યુ=અને ‘ત' પદવાણ્યતાનું, અનુષ્કાશીતસ્પર્શ ત્યારે મારેT='અનુગ્ગાશીતસ્પર્શ' ઇત્યાદિમાં વ્યભિચાર હોવાથી=અભાવઅર્થક “અ પદ નથી પરંતુ વિપરીત ગુણાર્થક ‘અ પદ છે તેથી ‘અનુણાશીતસ્પર્શ ઈત્યાદિમાં અભાવ અર્થ સ્વીકારમાં વ્યભિચાર હોવાથી, પરેષામમાવત્વનિથાનત્વ=પર એવા તૈયાયિકને પણ અભાવત્વનું અલિયામકત્વ હોવાથી=ન' પદનું અભાવત્વની સાથે નિયત વ્યાતિપણું નહીં હોવાથી, “યાત્તિ વ્યવેક્ષા=વળી કોઈક વ્યપેક્ષાથી કોઈક અપેક્ષાથી, ભાવાત્તરમાવો દિ=ભાવાત્તર ખરેખર અભાવ છે", તિ નયાશ્રયોન તોષામાવી =એ પ્રમાણેના નયના આશ્રયથી દોષનો અભાવ છે.
ત્તિ’ શબ્દ અચેતતત્વને અને અમૂર્તત્વને ગુણરૂપે સ્થાપતના કથનથી સમાપ્તિ અર્થ છે.
એ દસ સામાન્યગુણ છે=ગાથા-૧ અને પ્રસ્તુત ગાથામાં બતાવ્યા એ સર્વ સામાન્યગુણ છે. મૂર્ત-અમૂર્તત્વ અને ચેતનત્વ-અચેતતત્વ પરસ્પર પરિહારથી રહે છે, તે માટે પ્રત્યેકને આશ્રયીને અર્થાત્ જગતમાં જીવ, અજીવ જે સર્વ દ્રવ્યો છે તે સર્વ દ્રવ્યોને આશ્રયીને, એક એક દ્રવ્યોને વિશે ૮-૮ ગુણ થાય છે એ પ્રમાણે ભાવો=વિચારી લ્યો. ll૧૧/રા ભાવાર્થ :
ગાથા-૧માં દ્રવ્યોના પાંચ ગુણો બતાવ્યા, તે પાંચે ગુણો સર્વ દ્રવ્યોમાં સદા ઉપલબ્ધ હોય છે જ્યારે પ્રસ્તુત ગાથામાં અન્ય પાંચ ગુણો – પ્રદેશત્વ, મૂર્તત્વ, અમૂર્તત્વ, ચેતનત્વ અને અચેતનત્વ બતાવ્યા તેમાંથી મૂર્તદ્રવ્યોમાં મૂર્તિત્વગુણ હોય છે અને અમૂર્તદ્રવ્યોમાં અમૂર્તત્વગુણ હોય છે. વળી, ચેતનદ્રવ્યોમાં ચેતનત્વગુણ હોય છે અને અચેતનદ્રવ્યોમાં અચેતનત્વગુણ હોય છે. તેથી પ્રસ્તુત ગાથામાં બતાવેલા પાંચ ગુણોમાંથી પ્રદેશત્વ, મૂર્તત્વ-અમૂર્તત્વમાંથી એક અને ચેતનત્વ-અચેતનત્વમાંથી એક, એમ ત્રણ ગુણો પ્રત્યેક દ્રવ્યોમાં અવશ્ય મળે છે. તેથી દરેક દ્રવ્યોમાં કુલ આઠ ગુણો અવશ્ય પ્રાપ્ત થાય છે. હવે પાંચ ગુણો ક્રમસર ગ્રંથકારશ્રી બતાવે છે –
(૯) પ્રદેશત્વગુણ - પુદ્ગલદ્રવ્ય સ્કંધરૂપ પણ હોય છે અને પરમાણુરૂપ હોય છે. જ્યારે પુદ્ગલદ્રવ્ય પરમાણુરૂપે હોય ત્યારે તેના વિભાગ થાય નહીં, તેથી અવિભાગી એવું પુદ્ગલદ્રવ્યરૂ૫ પરમાણુ જેટલા ક્ષેત્રમાં અવગાહીને રહે તેટલા ક્ષેત્રનું વ્યાપીપણું તે દ્રવ્યનું પ્રદેશપણું છે. વળી જીવના પ્રદેશો કેવલી સમુદ્યાત વખતે સંકોચાયેલા નથી હોતા પરંતુ જીવદ્રવ્ય પોતાના સર્વ પ્રદેશોથી ચૌદ રાજલોક પ્રમાણ ક્ષેત્રમાં અવગાહીને રહી શકે તેટલા ક્ષેત્રમાં વ્યાપ્ત હોય છે. તે વખતે જીવદ્રવ્ય સાથે એક ક્ષેત્રમાં રહેલો
Page #88
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ / ઢાળ-૧૧ / ગાથા-૨ પરમાણુ જેટલા ક્ષેત્રમાં વ્યાપીને જીવદ્રવ્ય સાથે સંબંધવાળો છે તેટલો જીવદ્રવ્યનો અંશ, તેને પ્રદેશ કહેવાય, જે જીવદ્રવ્યમાં રહેલો પ્રદેશત્વગુણ છે. આવા અસંખ્યાત પ્રદેશપ્રમાણ જીવદ્રવ્ય હોવાથી તે જીવના સર્વ પ્રદેશમાં પ્રદેશત્વગુણ રહેલો છે.
(૭) ચેતનત્વગુણ:- વળી, ચેતનદ્રવ્યમાં ચેતનવગુણ છે. દરેક જીવોને પોતાના જ્ઞાનનો અનુભવ છે, તે અનુભવવિશેષ ચેતનત્વગુણ છે. વળી, દરેક ચેતનદ્રવ્યને “હું સુખી છું, હું દુઃખી છું, હું કષાયવાળો છું, હું શેયને જાણનારો છું.” ઇત્યાદિરૂપે વેદના થાય છે તેના અનુભવવાળો જીવ છે અને તે અનુભવવિશેષ ચેતનવગુણ છે. આત્મામાં ચેતનવગુણ છે આથી જ કર્મના વશથી એક ભવમાંથી અન્ય ભવમાં જીવ જન્મ છે, જમ્યા પછી વૃદ્ધિ પામે છે અને તેના દેહમાં કોઈ ભાગ ભગ્ન થયો હોય કે કોઈ ભાગ ક્ષત થયો હોય તો તેનું સંરોહણ થાય છે-તે સર્વ જીવનધર્મ ચેતનત્વગુણને કારણે થાય છે.
(૮) અચેતનત્વગુણ -ચેતનત્વથી વિપરીત અચેતનત્વગુણ છે, જે ધર્માસ્તિકાયાદિ ચારે દ્રવ્યોમાં વર્તે છે. આથી ધર્માસ્તિકાયાદિને કે પુદ્ગલને કોઈપણ પ્રકારના જ્ઞાનનું કે સુખ-દુઃખાદિનું વેદન નથી.
(૯) મૂર્તત્વગુણ - મૂર્તત્વગુણ રૂપ, રસ, ગંધ, સ્પર્શના સમુદાયથી અભિવ્યંગ્ય છે. જેમ શરાવમાં=માટીમાં, રહેલી ગંધ જલથી અભિવ્યંગ્ય છે. વળી, આ મૂર્તિત્વગુણ પુદ્ગલદ્રવ્યમાત્ર વૃત્તિ છે.
(૧૦) અમૂર્તત્વગુણ:- પુદ્ગલ સિવાય અન્ય સર્વ દ્રવ્યોમાં અમૂર્તત્વગુણ છે, જે અમૂર્તત્વગુણ મૂર્તત્વગુણના અભાવ સાથે સમનિયત છે. તેથી એ પ્રાપ્ત થાય કે અમૂર્ત એવાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવોમાં મૂર્તિત્વનો અભાવ પણ છે અને અમૂર્તત્વગુણ છે તે બંને સમનિયત છે.
અહીં નૈયાયિક શંકા કરે છે કે અચેતનત્વ અને અમૂર્તત્વ એ ચેતનત્વ અને મૂર્તિત્વના અભાવરૂપ છે માટે અચેતનત્વ અને અમૂર્તત્વને ગુણ કહી શકાય નહીં, પરંતુ મૂર્તિત્વગુણનો અને ચેતનવગુણનો અભાવ છે, તેમ કહી શકાય. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – - અચેતનદ્રવ્યવૃત્તિ કે અમૂર્તદ્રવ્યવૃત્તિ જે કાર્ય થાય છે, તે કાર્યની જનકતા તે દ્રવ્યમાં છે. તેનું અવચ્છેદક અચેતનત્વ અને અમૂર્તત્વ છે તેથી અચેતનત્વ અને અમૂર્તત્વને ચેતનત્વના અભાવરૂપ અને મૂર્તત્વના અભાવરૂપ સ્વીકારી શકાય નહીં, પરંતુ સ્વતંત્ર ગુણરૂપે જ સ્વીકારવા જોઈએ. જેમ અચેતન એવા માટી આદિના પુદ્ગલોમાં ઘટારિરૂપ કાર્ય થાય છે અને અચેતન એવા ધર્માસ્તિકાયાદિ દ્રવ્યમાં જીવ અને પુદ્ગલના ગમનાદિથી તે તે કાર્યો થાય છે તે સર્વ કાર્યની જનકતા તે અચેતન માટી આદિ સર્વ દ્રવ્યમાં વર્તે છે અને તે કાર્યની જનકતાનો અવચ્છેદક તેમાં રહેલો અચેતનત્વ ગુણ છે. આથી જ જે માટીના પુદ્ગલો જે જે વખતે ઘટ કે અન્ય અન્ય સ્વરૂપે થાય છે તે સર્વ કાર્યોની જનકતાનો અવચ્છેદક અચેતનત્વગુણ છે. વળી ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોમાં પણ જે કાર્યો થાય છે તે સર્વ કાર્યોનો અવચ્છેદક અચેતનવગુણ છે; કેમ કે તે સર્વ કાર્યો ક્યારેય પણ ચેતનદ્રવ્યમાં થતાં નથી.
વળી, અમૂર્તદ્રવ્યમાં જેટલાં કાર્યો થાય છે, તે સર્વ કાર્યોની જનકતાનો અવચ્છેદક અમૂર્તત્વગુણ છે
Page #89
--------------------------------------------------------------------------
________________
૨
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧, ગાથા-૨ તેથી અમૂર્તદ્રવ્યમાં વર્તતા કાર્યના અવચ્છેદસ્વરૂપે અમૂર્તત્વગુણને સ્વીકારવો જોઈએ. આથી જ અમૂર્તમાં થતાં કાર્યો ક્યારેય મૂર્તત્વગુણથી અવચ્છેદ્ય હોતાં નથી. જેમ અમૂર્ત એવા જીવમાં કે ધર્માસ્તિકાયાદિમાં જે જે કાર્યો થાય છે તે સર્વ કાર્યનો અવચ્છેદક ધર્મ અમૂર્તત્વગુણ છે, પરંતુ મૂર્તત્વગુણ નથી.
વળી, “આ દ્રવ્યો ચેતન નથી, અચેતન છે; મૂર્ત નથી, અમૂર્ત છે' એ પ્રકારના વ્યવહારવિશેષના નિયામકપણાથી પણ અચેતનત્વને અને અમૂર્તત્વને પૃથફ ગુણરૂપે સ્વીકારવા જોઈએ; કેમ કે તે પદાર્થમાં રહેલા ગુણથી જ તે દ્રવ્ય અન્ય કરતાં જુદું જણાય છે. જેમ, ચેતનદ્રવ્ય તેમાં રહેલા ચેતનત્વગુણથી જ અચેતનદ્રવ્ય કરતાં જુદું જણાય છે તેમ અચેતનદ્રવ્ય પણ તેમાં રહેલા અચેતનત્વગુણથી જ ચેતન કરતાં જુદું જણાય છે. આ
અહીં નૈયાયિક કહે કે, અચેતનત્વમાં અને અમૂર્તત્વમાં “અ” શબ્દ અભાવનો વાચક છે, તેથી ચેતનમાં રહેલા ચેતનત્વગુણનો અભાવ અચેતન પદાર્થમાં છે અને મૂર્તદ્રવ્યમાં રહેલા મૂર્તત્વગુણનો અભાવ અમૂર્ત પદાર્થમાં છે એમ સ્વીકારી શકાશે. આ સ્વીકારવાથી અચેતનત્વને અને અમૂર્તત્વને સ્વતંત્ર ગુણ સ્વીકારવાની આપત્તિ આવશે નહીં. તેને ગ્રંથકારશ્રી કહે છે –
અચેતનત્વ અને અમૂર્તત્વમાં રહેલ “નગ' પદ પર્યદાસ અર્થમાં છે, પ્રસજ્યપ્રતિષેધ અર્થમાં નથી. જેમ ઘટ નથી' એમ કહીએ ત્યારે ઘટ છે” એ પ્રકારના પ્રસંગની પ્રતિષેધ થાય છે. તેથી તે સ્થાનમાં પ્રસજ્યનો પ્રતિષેધ પ્રાપ્ત થાય છે, પણ “અચેતન છે' એમ કહેવામાં આવે ત્યારે ચેતનના અભાવની પ્રાપ્તિ થતી નથી, પરંતુ વિદ્યમાન એવા જડ પદાર્થમાં ચેતનત્વ ગુણનો નિષેધ કરીને તેનાથી વિપરીત ગુણના સ્વીકારની પ્રાપ્તિ છે તેથી અચેતનત્વ કહેવાથી ચેતનત્વ ગુણના પર્યદાસની પ્રાપ્તિ થાય છે અને તેનાથી વિપરીત ગુણની સિદ્ધિ થાય છે.
વળી, નૈયાયિકના વચન અનુસાર જ અચેતનત્વને અને અમૂર્તત્વને ગુણરૂપે સ્વીકારવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે –
“અનુષ્ણ-અશીતસ્પર્શ નૈયાયિક પણ સ્વીકારે છે. તેથી તૈયાયિક પણ અનુષ્ણ સ્પર્શમાં રહેલ “અ” અને અશીત સ્પર્શમાં રહેલ “અને અભાવના નિયામક સ્વીકારતો નથી, પરંતુ ભાવાત્મક પદાર્થને સ્વીકારે છે. તેથી જ “અનુષ્ણ-અશીત સ્પર્શ'રૂપ ગુણ જેમ તૈયાયિક સ્વીકારે છે તેમ અચેતનત્વ અને અમૂર્તત્વગુણને પણ તૈયાયિકે સ્વીકારવો જોઈએ. તેથી કોઈક અપેક્ષાથી ભાવાન્તરરૂપ અભાવ છે એમ સ્વીકારાય છે. માટે એ નયના આશ્રયણથી દોષ નથી.
આશય એ છે કે, કોઈક સ્થાનમાં અભાવ ભાવાત્તરરૂપ નથી એમ પ્રાપ્ત થાય છે તે નદૃષ્ટિ છે અને કોઈક સ્થાનમાં અભાવ એ ભાવાન્તરરૂપ પ્રાપ્ત થાય છે એ ન દૃષ્ટિ છે. આથી જ “ઘટ નથી' તેમ કહીએ ત્યારે “ઘટ’ ભાવાત્તરરૂપે પ્રાપ્ત થતો નથી અને અચેતન કહીએ ત્યારે ચેતનત્વ ગુણથી અન્ય એવા અચેતનત્વ ગુણરૂપ ભાવાન્તરની પ્રાપ્તિ થાય છે. તેથી ભાવાન્તરરૂપ અભાવ છે એ પ્રકારના નયની દૃષ્ટિને સ્વીકારીને અમૂર્તત્વ અને અચેતનત્વ ગુણ કહ્યા, તેમાં દોષની પ્રાપ્તિ નથી. II૧૧/શા
Page #90
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧ગાથા-૩ અવતરણિકા:
પૂર્વમાં બે ગાથા દ્વારા સર્વ દ્રવ્યોને આશ્રયીને દસ સામાન્ય ગુણો બતાવ્યા. હવે તે તે દ્રવ્યોમાં વર્તતા વિશેષગુણને બતાવે છે – ગાથા :
જ્ઞાન, દષ્ટિ, સુખ, વીર્ય; ફરસ, રસ, ગંધ, વર્ણ એ જાણો જી, ગતિ-થિતિ-અવગાહન-વર્તના-હેતુભાવ મનિ આણો જી; ચેતનતાદિક ચ્યારઈ ભેલાવિ, વિશેષગુણ એ સોલઈ જી,
ષટ પુદ્ગલ-આતમનઈ તીનહ, અન્ય દ્રવ્યનઈ ટોલઈ જી. II૧૧/all ગાથાર્થ :
જ્ઞાન, દષ્ટિ=દર્શન, સુખ અને વીર્ય (એ આત્માના ગુણો) જાણો. ફરસ=સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ (એ પુગલના ગુણો) જાણો. ગતિ હેતુભાવ, થિતિહેતુભાવ, અવગાહન હેતભાવ અને વર્તનાહતભાવ (ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળના ગુણો) મનમાં આણો.
ચેતનતાદિક ચાર ભેળવવાથી=ચેતનતા-અચેતનતા-મૂર્તતા અને અમૂર્તતા એ ચારને પૂર્વના બાર સાથે ભેળવવાથી, એ સોળ વિશેષગુણ જાણવા. છ પુગલના અને છ આત્માના અને ત્રણ અન્ય દ્રવ્યના ટોળાના જાણવા. ll૧૧/II ટબો -
જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય એ જ આત્માના સ્પર્શ, રસ, ગંધ, વર્ણ એ ૪ પુદગલના વિશેષગુણ, શુદ્ધ દ્રવ્યઈ અવિકૃત રૂપ એ અવશિષ્ટ રહઈ, તિમાર્ટિ એ ગુણ કહિયા. વિકૃત સ્વરૂપ તે પર્યાયમાં ભલઈ. એ વિશેષ જાણોં. ૮. ગતિહેતુતા ૧, સ્થિતિહેતુતા ૨, અવગાહનાહેતતા ૩, વર્તનાહેતતા ૪ એ ૪-ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાલ દ્રવ્યના પ્રત્યેકિં વિશેષગુણ. ૧૨ ગુણમાં ચેતનત્વ, અચેતનત્વ, મૂર્તત્વ, અમૂર્તત્વ એ ૪ ગુણ ભેલિઈ તિવારઈ ૧૬ વિશેષગુણ થાઈ. તે મળે પુદ્ગલ દ્રવ્યનઈં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, મૂર્તત્વ, અચેતનત્વ એ ૬ હોઈં. આત્મદ્રવ્યનઈં જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, અમૂર્તત્વ, ચેતનત્વ એ છ હહૈં, બીજા દ્રવ્યનઈં ઢલઈ= સમુદાયઈં ૩ ગુણ હોઈ, એક, નિજગુણ ૨. અર્ચતત્વ અમૂર્તત્વ, ઈમ ફલાવીનઈ ધારવું. ૧૧/all
Page #91
--------------------------------------------------------------------------
________________
ઉજ
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨] ઢાળ-૧૧ગાથા-૩ ટબાર્થ :
જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય એ ચાર આત્માના (વિશેષગુણ છે.) સ્પર્શ, રસ, ગંધ, વર્ણ એ ચાર પુદ્ગલના વિશેષગુણ છે. શુદ્ધ દ્રવ્યમાં અવિકૃતરૂપે એ અવશિષ્ટ રહે છે આત્માના ચાર ગુણ અને પુદ્ગલના ચાર ગુણ અવશિષ્ટ રહે છે, તે માટે એ ગુણ કહ્યા. વિકૃત સ્વરૂપ તે પર્યાયમાં ભળે છે, એ વિશેષ જાણવો=ગુણ અને પર્યાયનો ભેદ જાણવો. આઠ ચાર આત્માના અને ચાર પુદ્ગલના એમ આઠ, વિશેષગુણ છે. ગતિeતુતા-૧, સ્થિતિeતુતા-૨, અવગાહના હેતુતા-૩, વર્તવાહેતતા-૪ : એ ચાર ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, અને કાળ એ ચાર પ્રત્યેકના વિશેષગુણ છે. ૧૨ ગુણમાં=એ બાર ગુણમાં, ચેતતત્વ, અચેતતત્વ, મૂર્તત્વ અને અમૂર્તત્વ એ ચાર ગુણ ભેળવીએ તે વખતે ૧૬ વિશેષગુણ થાય. તે મધ્યેeતે ૧૬ ગુણોની મધ્યમાં, પુદ્ગલ દ્રવ્યને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, મૂર્તત્વ અને અચેતતત્વ એ ૬ હોય=એ છ વિશેષગુણો હોય. આત્મદ્રવ્ય જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, અમૂર્તત્વ અને ચેતનત્વ એ ૬ હોય=એ છ વિશેષગુણો હોય. બીજા દ્રવ્યના ટોળામાં=સમુદાયમાં, ત્રણ ગુણ હોય=એક વિજગુણ હોય, બીજો અચેતતત્વ ગુણ હોય અને ત્રીજો અમૂર્તત્વગુણ હોય, એમ ફલાવીને ધારવું. I/૧૧/૩ ભાવાર્થ -
આત્માના વિશેષગુણો આત્મામાં જ પ્રાપ્ત થાય છે, અન્યમાં નહીં. તેથી પૂર્વના દસ ગુણો કરતાં આત્માના જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય એ ચાર ગુણો વિશેષ છે. જ્યારે પૂર્વની બે ગાથામાં બતાવેલા ગુણો અચંદ્રવ્યસાધારણ હોવાથી આત્માના વિશેષગુણો નથી.
વળી, પુદ્ગલના સ્પર્શ, રસ, ગંધ, વર્ણ એ ચાર ગુણો પુદ્ગલમાં જ પ્રાપ્ત થાય છે, અન્ય કોઈ દ્રવ્યમાં પ્રાપ્ત થતા નથી. તેથી આ ચાર ગુણો પુદ્ગલના જ વિશેષગુણો છે.
અહીં પ્રશ્ન થાય કે, આત્મામાં જ્ઞાન, દર્શન આદિને ગુણ કેમ કહ્યા? પર્યાય કેમ ન કહ્યા? તેથી કહે છે –
શુદ્ધ એવા આત્મદ્રવ્યમાં અને શુદ્ધ એવા પુદ્ગલદ્રવ્યમાં અવિકૃત રીતે એ ચાર ગુણો સદા અવશિષ્ટ રહે છે તેથી એ ચાર-ચાર ગુણોને કહ્યા છે. વળી, આત્માનું વિકૃત સ્વરૂપ અને પુદ્ગલનું વિકૃત સ્વરૂપ તે પર્યાયમાં ભળે છે તેથી આત્માની પરિવર્તન પામતી જ્ઞાનાદિની પરિણતિ એ પર્યાયમાં ભળે છે અને પુદ્ગલના પરિવર્તન પામતા રૂપાદિ ભાવો પર્યાયમાં ભળે છે. આથી જ પુદ્ગલમાં વર્તતું સફેદ રૂપ ઘડીક રક્ત બને છે અને ઘડીક શ્યામ બને છે તેથી તે રક્ત, શ્યામ વગેરે ગુણ નથી, પર્યાય છે.
વળી, ધર્માસ્તિકાયાદિમાં પોતપોતાના ગતિeતુતાદિ ગુણો છે તે ચાર દ્રવ્યને આશ્રયીને ચાર છે. તેથી કુલ બાર વિશેષગુણો પ્રાપ્ત થયા. વળી, ચેતનત્વ, અચેતનત્વ, મૂર્તત્વ અને અમૂર્તત્વ એ ચાર વિશેષગુણો છે. આથી સર્વ ચેતનદ્રવ્યમાં ચેતનત્વગુણ રહે છે અને સર્વ અચેતનદ્રવ્યમાં અચેતનત્વગુણ રહે છે. મૂર્તિ એવા પુદ્ગલદ્રવ્યમાં મૂર્તત્વગુણ રહે છે અને સર્વ અમૂર્તદ્રવ્યોમાં અમૂર્તત્વગુણ રહે છે. તે અપેક્ષાએ મૂર્તત્વ
Page #92
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧ | ગાથા-૩-૪
અને અમૂર્તત્વગુણ પણ વિશેષ પ્રાપ્તિ થઈ.
૬૫
તેથી પૂર્વના બાર સાથે ચાર વિશેષગુણો ભેળવવાથી સોળ વિશેષગુણોની
હવે તે સોળ ગુણોનો તે તે દ્રવ્યોમાં વિભાગ બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે
પુદ્ગલદ્રવ્યમાં વર્ણાદિ ચાર અને મૂર્તત્વ અને અચેતનત્વ એ બે મળી કુલ છ વિશેષગુણો પ્રાપ્ત થાય છે. તેમાં વર્ણાદિ ચાર અને મૂર્તત્વ એક મળી કુલ પાંચ ગુણો માત્ર પુદ્ગલમાં જ રહે છે અને અચેતનત્વ ગુણ ધર્માસ્તિકાયાદિસાધારણ હોવા છતાં જીવથી ભિન્ન એવા સર્વ અચેતનમાં રહેલા હોવાથી અચેતન દ્રવ્યનો વિશેષગુણ છે અને તે વિશેષગુણ પુદ્ગલમાત્રમાં વર્તે છે.
વળી, આત્મદ્રવ્યમાં જ્ઞાનાદિ ચાર અને ચેતનત્વ એક મળી કુલ પાંચ ગુણો માત્ર આત્મદ્રવ્યમાં છે તેથી આત્માનો વિશેષગુણ છે. વળી, અમૂર્તત્વગુણ ધર્માસ્તિકાયાદિસાધારણ હોવા છતાં પુદ્ગલથી ભિન્ન એવાં સર્વ દ્રવ્યોમાં વર્તે છે, તેથી વિશેષગુણ છે. વળી, અમૂર્તત્વગુણ ચેતનદ્રવ્ય અને ધર્માસ્તિકાયાદિ સાધારણ છે. બાકી, ધર્માસ્તિકાયાદિ ચાર દ્રવ્યોમાં પોતપોતાના ગતિહેતુતાદિ ગુણ છે. વળી, અચેતનત્વ અને અમૂર્તત્વ એ ગુણો ધર્માસ્તિકાયાદિ ચારે દ્રવ્યોમાં છે તોપણ અચેતનત્વગુણ જીવદ્રવ્ય સિવાયના અચેતન દ્રવ્યમાં રહેનાર હોવાથી વિશેષગુણ છે અને અમૂર્તત્વગુણ ધર્માસ્તિકાયાદિ ચારે દ્રવ્યો અને જીવદ્રવ્યમાં રહેનાર હોવા છતાં મૂર્ત એવા પુદ્ગલ સિવાયના ધર્માસ્તિકાયાદિ દ્રવ્યમાં વર્તે છે માટે વિશેષગુણ છે. II૧૧/૩/ અવતરણિકા :
ચેતનત્વાદિ ચાર (૪), સામાન્યગુણમાંહિં પણિ કહિયા, અનઈં વિશેષગુણમાંહિં પણિ કહિયા, તિહાં સ્યું કારણ ? તે કહઈં છઈ -
અવતરણિકાર્ય -
ચેતનત્વાદિ ચાર સામાન્યગુણમાં પણ કહ્યા=ગાથા-૨માં બતાવેલા સામાન્યગુણમાં પણ કહ્યા, અને વિશેષગુણમાં પણ કહ્યા=ગાથા-૩માં બતાવેલ વિશેષગુણમાં પણ કહ્યા, ત્યાં શું કારણ ? તે કહે છે–તે ગાથા-૪માં કહે છે
ગાથા:
ચેતનતાદિક ચ્યાર સ્વજાતિ, ગુણ સામાન્ય કહાઈ જી, વિશેષ ગુણ પરજાતિ અપેક્ષા, ગ્રહતાં ચિત્તિ સુહાĚ જી; વિશેષ ગુણ છઈં સૂત્રŪ ભાષિઆ, બહુસ્વભાવ આધારો જી, અર્થ તેહ કિમ ગણિઆ જાઈં, એહ થૂલ વ્યવહારો જી. II૧૧/૪]
ગાથાર્થઃ
ચેતનતાદિક ચાર=ચેતનત્વ અચેતનત્વ-અને મૂર્તત્વ-અમૂર્તત્વ એ ચાર, સ્વજાતિગુણ સામાન્ય
Page #93
--------------------------------------------------------------------------
________________
ઉક
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧ / ગાથા-૪ કહેવાય છેઃચેતનવ સર્વ ચેતનમાં સામાન્યગુણ છે, મૂર્તત્વ સર્વ મૂર્તમાં સામાન્યગુણ છે, અચેતનત્વ સર્વ અચેતનમાં સામાન્યગુણ છે અને અમૂર્તત્વ સર્વ અમૂર્તમાં સામાન્યગુણ છે. તેથી સ્વજાતિની અપેક્ષાએ સામાન્ય કહેવાય છે. પરજાતિની અપેક્ષાએ=ચેતનત્વને અચેતનવજાતિની અપેક્ષાએ, વિશેષગુણ ગ્રહણ કરતા ચિત્તમાં સોહાય છે. (તેથી ચેતનતાદિક ચારેય વિશેષગુણો પણ છે.)
અહીં પ્રશ્ન થાય કે સૂત્રમાં તો વિશેષગુણ ઘણા કહ્યા છે, જ્યારે ગ્રંથકારશ્રીએ વિશેષગુણો સોળ જ કેમ બતાવ્યા? તેથી કહે છે –
સૂત્રમાં કહેવાયેલા વિશેષગુણ બહુ સ્વભાવના આધારવાળા છે. તે અર્થ-સૂત્રમાં બહુ સ્વભાવવાળા વિશેષગુણ કહ્યા છે તે અર્થ, કેમ ગણિઆ જાય ? =ગણી શકાય નહીં. તેથી એ સ્થૂલવ્યવહારથી છેકગાથા-૩માં જે સોળ વિશેષગુણો બતાવ્યા એ ભૂલવ્યવહારથી છે. I/૧૧/II ટબો :
ચેતનત્વાદિ ૪ સ્વાત્યપેક્ષાઈ અનુગત વ્યવહાર કરઈ જઈ, તે માટઈં સામાન્યગુણ કહિઈં. પરજાતિની અપેક્ષાઈ ચેતનત્વાદિક-અર્ચતત્વાદિક દ્રવ્યથી સ્વાશ્રયવ્યાવૃતિ કરશું કહ્યું, તે માર્ટિ વિશેષ ગુણ કહિઈ. “પરીપરસામાન્ય સમાવિશેષUત્વનેષા” તિ ભાવઃ |
“જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, એ જ આત્મવિશેષગુણ. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ એ ૪ પુદગલ વિષગુણ”. એ જે કહિઉં, તે સ્થૂલ વ્યવહારશું જાણવું. જે માર્ટિ-અટ્ટો સિદ્ધપુન:, ત્રિશત્ સિલિગુડ, પશુપાત્તવારા, પુર્લા (TT:) અના:” ઈત્યાદિ સૂત્રાર્થવિચારણાઈ વિશેષગુણ અનંતા થાઈ, તે છદ્મસ્થ કિમ ગણી સકઈં ?
तस्माद्-"धर्मास्तिकायादीनां गतिस्थित्यवगाहनावर्त्तनाहेतुत्वोपयोगग्रहणाख्याः षडेव, अस्तित्वादयः सामान्यगुणास्तु विवक्षयाऽपरिमिताः" इत्येव न्याय्यम्, “षण्णां लक्षणवतां लक्षणानि षडेव" इति हि को શ્રી ? नाणं च दंसणं चेव, चरित्तं च तवो तहा । वीरियं उवओगो य, एयं जीवस्स लक्खणं ।।१।। (नवतत्त्व प्रकरण, गाथा-५) सबंधयार उज्जोअ, पभा छायातवे हि य । વસ્થા ય રસ સા, પુનામાં નવરdi Iરા (નવતત્ત્વ પ્રવરણ, માથા-૨)
Page #94
--------------------------------------------------------------------------
________________
૬૭
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧ | ગાથા-૪
इत्यादि तु-स्वभावविभावलक्षणयोरन्योन्यनान्तरीयकत्वप्रतिपादनाय" इत्यादि पण्डितैर्विचारणीयम् ।।
||૧૧/૪||
ટબાર્થ:
ચેતનત્વાદિ ચાર સ્વજાતિની અપેક્ષાએ=ચેતનમાં ચેતનત્વજાતિ, અચેતનમાં અચેતતત્વજાતિ, મૂર્તમાં મૂર્તત્વજાતિ અને અમૂર્તમાં અમૂર્તત્વજાતિની અપેક્ષાએ; અનુગત વ્યવહાર કરાય છે=બધા ચેતનમાં ચેતનત્વગુણ સમાન છે ઇત્યાદિરૂપ અનુગત વ્યવહાર કરાય છે, તે માટે સામાન્યગુણ કહેવાય છે. પરજાતિની અપેક્ષાએ=ચેતનમાં અચેતનત્વજાતિ આદિ પરજાતિની અપેક્ષાએ, અચેતનત્વાદિક દ્રવ્યથી સ્વઆશ્રયવ્યાવૃત્તિ કરે છે–ચેતનત્વાદિ જાતિના આશ્રયની અચેતનત્યાદિ જાતિથી વ્યાવૃત્તિ કરે છે. તે માટે વિશેષગુણ કહેવાય=ચેતનત્વાદિ ચાર ગુણો વિશેષગુણ કહેવાય.
પરાપરસામાન્યવત્=પર-અપર સામાન્યની જેમ, સામાન્યવિશેષ શુળત્વમેષામ્=સામાન્યવિશેષપણું આમનું છે=ચેતનત્વાદિ ચાર ગુણોનું છે. કૃતિ ભાવઃ=એ પ્રકારનો ભાવ છે=ચેતનત્યાદિ ચારને સામાન્યગુણ પણ કહ્યા અને વિશેષગુણ પણ કહ્યા એ કથનનો ભાવ છે.
જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય એ ચાર આત્માના વિશેષગુણ છે. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ એ ચાર પુદ્ગલના વિશેષગુણ છે એ જે કહ્યું=એ જે ગાથા-૩માં કહ્યું, તે સ્થૂલ વ્યવહારથી જાણવું=સ્થૂલ વ્યવહારથી વિભાગ કરનારી દૃષ્ટિથી જાણવું. જે માટે “અલ્ટો સિદ્ધJ:=આઠ સિદ્ધના ગુણો, ત્રિશત્ સિદ્ધાવિમુળા:=એકત્રીસ સિદ્ધના આદિમાં ગુણો, મુળનાયઃ=એગુણ કાલકાદિ=એકગુણ શ્યામ આદિ, પુત્તાના (મુળ:) અનન્તાઃ=પુદ્ગલના ગુણો અનંત છે” ઇત્યાદિ સૂત્રાર્થની વિચારણાથી વિશેષગુણો અનંતા થાય. તે છદ્મસ્થ કેમ ગણી શકે ? અર્થાત્ ગણી શકે નહીં.
* સિદ્ધના આદિમાં ગુણો—સિદ્ધાદિગુણો, એ પ્રકારે સમાસ છે. તેથી સિદ્ધઅવસ્થાની પ્રાપ્તિ વખતે જ પ્રગટ થતા ૩૧ ગુણો છે એ પ્રકારનો અર્થ છે.
તસ્મા તે કારણથી=જીવ-પુદ્ગલાદિમાં અનંત ગુણો છે તે કારણથી, “ધર્માસ્તિાયાવીનાં= ધર્માસ્તિકાયાદિતા, તિસ્થિત્યવાદનાવર્તનાદેતુત્વોપયો પ્રદ્દળાવ્યા: પહેવ=ગતિ-સ્થિતિ-અવગાહના અને વર્તનાહેતુત્વ, ઉપયોગ અને ગ્રહણ નામના છ જ (ગુણો છે)=ધર્માસ્તિકાયમાં ગતિહેતુત્વ, અધર્માસ્તિકાયમાં સ્થિતિહેતુત્વ, આકાશાસ્તિકાયમાં અવગાહનાહેતુત્વ, કાળમાં વર્તનાહેતુત્વ, જીવનો ઉપયોગ અને પુદ્ગલનો ગ્રહણરૂપ એક-એક ગુણ જ છે. અસ્તિત્વાવ: સામાન્યનુાસ્તુ=વળી, અસ્તિત્વ આદિ સામાન્યગુણો, વિવક્ષવાડપરિમિતાઃ=વિવક્ષાથી અપરિમિત છે.” ત્યેવ ન્યાવ્ય=એ જ ન્યાય્ય છે.
કેમ એ ન્યાય્ય છે ? એથી કહે છે –
"વાં નક્ષળવતાં=લક્ષણવાળા એવા છના=પોતપોતાના લક્ષણવાળા એવા ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્યતા, ક્ષળાનિ પહેવ=લક્ષણો છ જ છે”, કૃતિ ત્તિ જો ન ઋષીત ?=એ પ્રમાણે ખરેખર કોણ અર્થાત્ કોણ બુદ્ધિમાન, શ્રદ્ધા ન કરે ?
Page #95
--------------------------------------------------------------------------
________________
ઉ૮
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧, ગાથા-૪ નાનું જ વંસમાં વેવ, ચરિત્ત તવો તદા વીરિયં ૩વો =જ્ઞાન અને દર્શન અને ચરિત્ર અને તપ અને વીર્ય અને ઉપયોગ, ઈર્ષ નીવર્સ નવ એ જીવનું લક્ષણ છે. ll૧૫ (નવતત્વ પ્રકરણ, ગાથા-૫)
ધયાર૩ોડા=શબ્દ-અંધકાર-ઉદ્યોત, 1 ઘા છાતવે ફ્રિ અને પ્રભા-છાયા-આતપ (દિ' પાદપૂર્તિ અર્થે છે) વળriધરસ/સા=વર્ણ-રસ-ગંધ-સ્પર્શ, અજ્ઞાળ તુ નવુ એ પુદ્ગલોનું લક્ષણ છે. રા(નવતત્વ પ્રકરણ, ગાથા-૧૨)
રૂતિ તુ ઇત્યાદિ વળી, સ્વમાવવિભાવનક્ષયોઃ=સ્વભાવવિભાવ લક્ષણનું, ગોચનાન્તરીયત્વપ્રતિપાદિના=અન્યોન્ય તાતરીકપણાના પ્રતિપાદન માટે છે. ફુચા િષિૉર્વિવારથ=ઈત્યાદિ પંડિતો વડે વિચારવાયોગ્ય છે. ll૧૧/૪ ભાવાર્થ
ચેતનત્વ ગુણ સર્વ ચેતન દ્રવ્યમાં અનુગત વ્યવહાર કરાવે છે, અચેતનત્વ ગુણ સર્વ અચેતનદ્રવ્યમાં અનુગત વ્યવહાર કરાવે છે, મૂર્તત્વગુણ સર્વ મૂર્તદ્રવ્યમાં અનુગત વ્યવહાર કરાવે છે અને અમૂર્તત્વગુણ સર્વ અમૂર્તદ્રવ્યમાં અનુગત વ્યવહાર કરાવે છે તે દૃષ્ટિથી તે સામાન્યગુણ કહેવાય; કેમ કે અનુગત બુદ્ધિનું જે કારણ છે તે સામાન્ય છે. વળી, આ ચેતનત્વ આદિ ચાર ગુણો પરજાતિની અપેક્ષાએ સ્વઆશ્રયની વ્યાવૃત્તિ કરાવે છે તેથી ચેતનત્વ ગુણ અચેતન દ્રવ્યથી ચેતન દ્રવ્યની વ્યાવૃત્તિ કરાવે છે અર્થાત્ ભેદનો બોધ કરાવે છે માટે તે દૃષ્ટિથી ચેતનત્વ વિશેષગુણ છે અને અચેતનત્વ ગુણ ચેતન દ્રવ્યથી અચેતન દ્રવ્યની વ્યાવૃત્તિ કરાવે છે માટે તે દૃષ્ટિથી અચેતનત્વ વિશેષગુણ છે. વળી, મૂર્તત્વગુણ અમૂર્તદ્રવ્યથી મૂર્તદ્રવ્યની વ્યાવૃત્તિ કરાવે છે માટે તે દૃષ્ટિથી મૂર્તિત્વ વિશેષગુણ છે અને અમૂર્તત્વગુણ મૂર્તદ્રવ્યથી અમૂર્તદ્રવ્યની વ્યાવૃત્તિ કરાવે છે માટે તે દૃષ્ટિથી અમૂર્તત્વ વિશેષગુણ છે. આ કથનને દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે –
જેમ પર-અપર સામાન્ય કોઈક અપેક્ષાએ સામાન્ય હોય છે, કોઈક અપેક્ષાએ વિશેષ હોય છે તે રીતે ચેતનતાદિ ચાર કોઈક અપેક્ષાએ સામાન્યગુણ છે અને કોઈક અપેક્ષાએ વિશેષગુણ છે. જેમ મૃત્ત્વ જાતિ પુદ્ગલત્વ જાતિની અપેક્ષાએ અપરસામાન્ય છે અને ઘટત્વ જાતિની અપેક્ષાએ પરસામાન્ય છે, તેથી પરસામાન્યની અપેક્ષાએ સામાન્ય કહેવાય અને અપરસામાન્યની અપેક્ષાએ વિશેષ કહેવાય. આ રીતે બધા ચેતનમાં વર્તતી ચેતનવજાતિને પણ સામાન્યરૂપે ગ્રહણ કરીને સામાન્યગુણ પણ કહેલ છે અને વિશેષરૂપે ગ્રહણ કરીને વિશેષગુણ પણ કહેલ છે.
વળી, દિગંબરો આત્માના જ્ઞાન, દર્શન, સુખ અને વીર્યરૂપ ચાર વિશેષગુણો સ્વીકારે છે અને પુદ્ગલના સ્પર્શ, રસ, ગંધ, વર્ણરૂપ ચાર વિશેષગુણો સ્વીકારે છે તે કથન સ્કૂલ વ્યવહારથી કહી શકાય. વાસ્તવિક રીતે વિચારીએ તો સિદ્ધના આઠ કર્મના ક્ષયથી આઠ ગુણો શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે અને આવશ્યકનિયુક્તિમાં અપેક્ષાએ સિદ્ધના એકત્રીસ ગુણો બતાવ્યા છે જ્યારે સૂક્ષ્મતાથી વિચારીએ તો આત્મામાં શેયના અનંતપણાને કારણે સિદ્ધના અનંત ગુણો પણ છે. વળી, પુદ્ગલમાં એકગુણકાલાદિ અનંત ગુણો છે. આ રીતે જીવમાં અને પુદ્ગલમાં અનંતા વિશેષગુણો પ્રાપ્ત થાય છે, તે બધા છબસ્થ ગણી શકે નહીં, તેથી એમ જ કહેવું જોઈએ કે ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્યોમાં જે તેનું લક્ષણ છે તે લક્ષણરૂપ એક-એક ગુણ છે. જેમ, ધર્માસ્તિકાયમાં
Page #96
--------------------------------------------------------------------------
________________
ઉલ
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨) ઢાળ-૧૧, ગાથાગતિતત્વ લક્ષણ છે, તે તેનો ગુણ છે. અધર્માસ્તિકાયમાં સ્થિતિહેતુત્વ લક્ષણ છે, તે તેનો ગુણ છે. આકાશાસ્તિકાયમાં અવગાહનાહેતુત્વ લક્ષણ છે, તે તેનો ગુણ છે. કાળમાં વર્તનાહેતુત્વ લક્ષણ છે, તે તેનો ગુણ છે. જીવમાં ઉપયોગ લક્ષણ છે, તે તેનો ગુણ છે અર્થાત્ જ્ઞાન-દર્શનરૂપ ઉપયોગ ગુણ છે. પુદ્ગલમાં ગ્રહણ લક્ષણ છે અર્થાત્ જીવથી ગ્રહણ થાય છે તે લક્ષણ છે, તે તેનો ગુણ છે. આમ છતાં દિગંબરો જીવદ્રવ્યમાં ચાર ગુણ અને પુદ્ગલદ્રવ્યમાં ચાર ગુણ કહે છે તે ચાર-ચાર ગુણો અસ્તિત્વાદિ સામાન્યગુણોનું ગ્રહણ કરવામાં આવે તો વિવક્ષાથી અપરિમિત થઈ શકે છે માટે જીવના ચાર જ ગુણો છે અને પુદ્ગલના ચાર જ ગુણો છે એમ કહેવું ઉચિત નથી. તેથી છ દ્રવ્યોનાં જે છ લક્ષણો છે, તે છ જ ગુણો છે તેવી શ્રદ્ધા કરવી જોઈએ, જેથી તે ગુણોથી તે દ્રવ્યનો અન્યથી ભિન્નરૂપે બોધ થાય.
જેમ તૈયાયિકદર્શન અનુમાન માટે પંચાવયવી વાક્ય માને છે જ્યારે પૂ. શ્રી ભદ્રબાહુસ્વામીએ દશાવયવી વાક્ય સ્વીકાર્યું છે. આ દશાવયવી વાક્ય ઉચિત નથી એમ ન્યાયદર્શનવાળા કહે છે. તેનો ઉત્તર આપતાં પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ સાહેબે કહેલ છે કે, પ્રાજ્ઞ માટે વાદમાં હેતુ એક અવયવ જ બોધ કરાવવા માટે સમર્થ છે તેથી પંચાવયવીવાક્ય પણ આવશ્યક નથી. કોઈ પ્રાજ્ઞને દષ્ટાંતાદિ પાંચ અવયવની અપેક્ષા છે તેથી તૈયાયિક જે પંચાવયવી વાક્ય સ્વીકારે છે તે સંગત છે; પરંતુ તેનાથી પણ અલ્પ બુદ્ધિવાળા જીવને અનુમાનમાં દશ અવયવ બતાવવા આવશ્યક છે. તેમ દિગંબરો જીવના અને પુદ્ગલના જે ચાર ચાર વિશેષગુણો કહે છે, તે સ્થાનમાં પણ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોના જે લક્ષણરૂપ એકએક ગુણ છે, તે ગુણથી તેનો બોધ થઈ શકે છે તેથી જીવનો પણ ઉપયોગ એક ગુણ છે અને પુદ્ગલનો પણ ગ્રહણ એક ગુણ છે તેમ સ્વીકારવું જોઈએ, જેનાથી તે દ્રવ્યનો અન્ય દ્રવ્ય કરતાં પૃથગુરૂપે બોધ થાય. વળી, અસ્તિત્વાદિ સામાન્યગુણોની વિવક્ષા કરવામાં આવે તો જીવમાં અને પુદ્ગલમાં અપરિમિત ગુણો પ્રાપ્ત થાય, પરંતુ દિગંબરો જે દશ સામાન્યગુણો કહે છે અને જીવ-પુદ્ગલના ચાર વિશેષગુણો કહે છે, તે સ્કૂલ વ્યવહારથી સ્વીકારી શકાય, પણ જેટલા ગુણો જીવના અને પુદ્ગલના છે તે સર્વનું કથન કરવું હોય તો અનંત ગુણો છે એમ જ કહેવું જોઈએ. આથી જ આગમમાં સ્કૂલ વ્યવહારથી સિદ્ધના આઠ ગુણો કહ્યા છે, અપેક્ષાએ એકત્રીસ ગુણો પણ કહ્યા છે અને અપેક્ષાએ અનંત ગુણો કહ્યા છે.
અહીં પ્રશ્ન થાય કે, જો ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોનાં છ લક્ષણરૂપ એક-એક જ વિશેષગુણ ગ્રહણ કરવો ઉચિત હોય તો જીવનો ઉપયોગગુણ જ કહેવો જોઈએ અને પુદ્ગલનો ગ્રહણગુણ જ કહેવો જોઈએ, પરંતુ નવતત્ત્વ પ્રકરણમાં જીવના લક્ષણને કહેનારી અને પુદ્ગલના લક્ષણને કહેનારી ગાથામાં તો, જીવનમાં અનેક લક્ષણો બતાવ્યાં છે અને પુદ્ગલનાં પણ અનેક લક્ષણો બતાવ્યાં છે, તેથી જીવનું ઉપયોગ જ લક્ષણ અને પુદ્ગલનું ગ્રહણ જ લક્ષણ સ્વીકારવું કઈ રીતે ઉચિત ગણાય ? તેથી ગ્રંથકારશ્રી કહે છે –
નવતત્ત્વ પ્રકરણની ગાથામાં બતાવેલાં તે લક્ષણો સ્વભાવ-વિભાવ લક્ષણનું અન્યોન્ય નાન્તરીયકત્વના અવિનાભાવિત્વના પ્રતિપાદન માટે છે ઇત્યાદિ પંડિતોએ વિચારવું જોઈએ.
આશય એ છે કે, શુદ્ધ આત્માનો જે સ્વભાવ હોય તેને સામે રાખીને જીવનો વિચાર કરીએ તો જીવનો ઉપયોગસ્વભાવ છે અને સંસારીઅવસ્થામાં જે સંસારી જીવો દેખાય છે તેનો વિચાર કરીએ તો, સંસારી
Page #97
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧ | ગાથા-૪-૫ જીવોમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય દેખાય છે. આ જ્ઞાન, દર્શનાદિ ગુણો ક્ષયોપશમભાવરૂપ હોવાથી જીવના વિભાવરૂપ લક્ષણ છે જ્યારે સિદ્ધ અવસ્થામાં ક્ષાયિકભાવનું વીર્ય ક્ષાયિકભાવરૂપે વર્તે છે તે સ્વભાવરૂપ લક્ષણ છે, તે બન્ને અવિનાભાવિરૂપે જીવમાં રહેનારા છે તે બતાવવા માટે આ પ્રકારે જીવનાં લક્ષણો બતાવ્યાં છે. તેથી બોધ થાય કે, સંસારી જીવોને જે જ્ઞાન, દર્શનાદિ ભાવો ઉપલબ્ધ થઈ રહ્યા છે, તે વિભાવસ્વરૂપ છે અને તે જ ભાવો સિદ્ધ અવસ્થામાં ક્ષાયિકરૂપે સ્વભાવસ્વરૂપ થશે.
9.
વળી, પુદ્ગલમાં પણ દરેક પુદ્ગલમાં વર્ણ, ૨સ, ગંધ, સ્પર્શ સ્વભાવરૂપે રહેલા છે; કેમ કે દરેક પરમાણુમાં આ ચાર ભાવો સદા વર્તે છે અને તે પુદ્ગલોમાંથી કંધો બને છે ત્યારે સ્કંધ અવસ્થામાં તે પુદ્ગલોના શબ્દ, અંધકાર આદિ ભાવોની પ્રાપ્તિ થાય છે, જે ભાવો પરમાણુમાં નથી તેથી તે ભાવો વિભાવરૂપ છે જ્યારે પુદ્ગલમાં રહેલા વર્ણ, ગંધાદિ સ્વભાવરૂપ ગુણો છે. વળી, તે બન્ને=સ્વભાવગુણો અને વિભાવગુણો, પરસ્પર અવિનાભાવી રહેનારા છે; કેમ કે જ્યારે કંધોમાં શબ્દ, અંધકાર આદિ ભાવો થાય છે, ત્યારે સ્વભાવભૂત વર્ણાદિ ભાવો પણ અવશ્ય રહે છે અને જ્યારે પરમાણુઓ છુટા પડે છે ત્યારે શબ્દાદિ ભાવો નહીં હોવા છતાં તે પરમાણુ જ્યારે ધરૂપ થશે ત્યારે ફરી તે શબ્દાદિ ભાવો થશે. તેથી પુદ્ગલમાં શબ્દાદિ ભાવો વિભાવરૂપ હોવા છતાં પુદ્ગલના રૂપાદિ સ્વભાવભૂત ભાવો સાથે પરસ્પર અવિનાભાવીરૂપે રહેલા છે તે બતાવવા માટે જીવનું અને પુદ્ગલનું એક એક લક્ષણ ગ્રહણ ન કરતાં, ‘નવતત્ત્વ પ્રકરણ’ની ગાંથામાં અનેક લક્ષણો બતાવ્યાં છે, જ્યારે દિગંબરોએ દસ સામાન્યગુણો અને જીવપુદ્ગલના ચાર-ચાર વિશેષગુણો બતાવ્યા, તે સ્થાનમાં ‘નવતત્ત્વ પ્રકરણ’ગ્રંથની જેમ વિવક્ષા નહીં હોવાથી તે વિભાગ ઉચિત નથી છતાં સ્કૂલ વ્યવહારથી તે સ્વીકારવામાં કોઈ વિરોધ નથી એ પ્રકારનો ગ્રંથકારશ્રીનો આશય છે. II૧૧/૪
અવતરણિકા :
પૂર્વમાં દિગંબર મતાનુસાર સામાન્યગુણો અને વિશેષગુણો કયા કયા છે ? તે બતાવ્યા અને તે વિષયમાં સ્યાદ્વાદની મર્યાદા અનુસાર શું સ્વીકારવું ઉચિત છે ? તે ગ્રંથકારશ્રીએ ગાથા-૪માં કહ્યું.
હવે સામાન્યગુણને અને વિશેષગુણને કહ્યા પછી દિગંબરો સ્વભાવના ભેદો બતાવે છે એ બતાવતા પૂર્વે ગુણથી સ્વભાવને કઈ રીતે જુદા કહી શકાય ? તેની સ્પષ્ટતા કરે છે
-
ગાથા:
ધર્મ અપેક્ષાઈ ઈહાં અલગા, સ્વભાવ ગુણથી ભાખ્યાં જી, નિજ નિજ રૂપમુખ્યતા લેઈ, ગુણ સ્વભાવ કરી દાખ્યા જી; અસ્તિસ્વભાવ તિહાં નિજ રૂપÛ, ભાવરૂપતા દેખો જી,
પર અભાવ પરિનિજ ભાવğ, પણિ અરથ અનુભવી લેખો જી. II૧૧/૫/
Page #98
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧ | ગાથા-૫
ગાથાર્થ :
અહીં દિગંબરના ગ્રંથોમાં, ધર્મની અપેક્ષાએ ગુણથી સ્વભાવ અલગા ભાખ્યા છે. પોતપોતાના રૂપની મુખ્યતા લઈને સ્વભાવ ગુણ કરીને દેખાડ્યા છે. ત્યાં સ્વભાવના વિષયમાં, અસિસ્વભાવમાં નિજ રૂપથી ભાવરૂપતા જુઓ. પરના અભાવની જેમ નિજના ભાવ પણ અર્થના અનુભવથી લેખોજી=સ્વીકારોજી. II૧૧/પII
રબો :
અનુવૃત્તિ-વ્યાવૃત્તિ સંબંધઈ ધર્મમાત્રની વિવક્ષા કરીનઈ ઈહાં સ્વભાવ ગુણથી અલગા પંડિર્ત ભાષા, નિજ નિજ ક આપ-આપણા રૂપની મુખ્યતા લેઈ. અનુવૃતિ સંબંધ માત્ર અનુસરીનઈં સ્વભાવ છઈ, તે જ ગુણ કરી દાખ્યા–દેખાડ્યા.
તે માટિ ગુણવિભાગ કહીનઈ, સ્વભાવવિભાગ કહિઈ છઈ– તિહાં પ્રથમ અસ્તિસ્વભાવ તે નિજરૂપઈં=સ્વ-દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવસ્વરૂપઈ, ભાવરૂપતા દેખો. જિમ પર અભાવઈં નાસ્તિત્વસ્વભાવ અનુભવિ છૐ, તિમ નિજભાવઈ અંસ્તિત્વસ્વભાવ પણિ અનુભવિઈ કઈં; તે માટિ અસ્તિસ્વભાવ લેખઈં છd. /૧૧/પા. ટબાર્થ -
અનુવૃત્તિ-વ્યાવૃત્તિ સંબંધથી ધર્મમાત્રની વિવક્ષા કરીને પદાર્થમાં વર્તતા ધર્મમાત્રની વિરક્ષા કરીને, અહીં=દિગંબર મતાનુસાર, સ્વભાવને ગુણથી અલગા=જુદા, પંડિતે ભાગા=પ્રસ્તુત ગ્રંથમાં ગ્રંથકારશ્રીએ કહ્યા છે.
નિજ નિજ કહેતાં પોતપોતાના રૂપની મુખ્યતા લઈને અતુવૃત્તિ સંબંધમાત્રને અનુસરીને=પદાર્થમાં વર્તતા અનુવૃત્તિધર્મને અનુસરીને, સ્વભાવ છે તે જ ગુણ કરીને દેખાડ્યા છે.
તે માટે–પરમાર્થથી ગુણ અને સ્વભાવનો ભેદ નહીં હોવા છતાં વિવક્ષાથી ગુણથી સ્વભાવનો ભેદ છે તે માટે, ગુણવિભાગ કહીને હવે સ્વભાવવિભાગ કહીએ છીએ.
ત્યાં=સ્વભાવવિભાગમાં, ‘અસ્તિ'સ્વભાવ તે છે, જે નિજરૂપથી અર્થાત્ સ્વદ્રવ્ય-સ્વક્ષેત્ર-સ્વકાલસ્વભાવ સ્વરૂપે ભાવરૂપ છે તે જુઓ=પદાર્થમાં વર્તતી ભાવરૂપતા છે તે “અસ્તિત્વ સ્વભાવ જુઓ, જેમ પરના અભાવથી=પરસ્વરૂપના અભાવથી, પદાર્થમાં નાસ્તિત્વ સ્વભાવ અનુભવીએ છીએ તેમ નિજ ભાવથી “અસ્તિત્વ સ્વભાવ પણ અનુભવીએ છીએ, તે માટે–તેથી, અસ્તિત્વસ્વભાવ લેખાઈ છઈ=અસ્તિત્વસ્વભાવ પણ ઉચિત છે. II૧૧/૫
અસ્તિસ્વભાવ અસ્તિ એ પ્રકારનો સ્વભાવ, અસ્તિત્વસ્વભાવ અસ્તિત્વરૂપ સ્વભાવ, તેથી અર્થભેદ નથી.
Page #99
--------------------------------------------------------------------------
________________
૭
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧, ગાથા-પ-૬ ભાવાર્થ -
દરેક વસ્તુ દ્રવ્યરૂપ અને પર્યાયરૂપ છે અને પર્યાયથી અતિરિક્ત ગુણ નથી છતાં યાવતું દ્રવ્યભાવી ગુણ છે અને અયાવતું દ્રવ્યભાવી પર્યાય છે એવી વિરક્ષા કરીને પર્યાયથી અતિરિક્ત ગુણ છે તેમ પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું. પ્રસ્તુત ઢાળમાં પૂર્વમાં સામાન્યગુણ અને વિશેષગુણ બતાવ્યા પછી હવે સ્વભાવના ભેદો બતાવે છે, પરંતુ તે પહેલાં ગ્રંથકારશ્રી સ્પષ્ટતા કરે છે કે ગુણથી સ્વભાવ અલગ નથી છતાં પદાર્થમાં અનુવૃત્તિ સ્વભાવથી ધર્મ રહે છે અને વ્યાવૃત્તિ સ્વભાવથી ધર્મ રહે છે, તે ધર્મમાત્રની વિવફા કરીને તેને સ્વભાવ કહેલ છે, તેથી ગુણથી સ્વભાવને જુદા પાડ્યા છે. જેમ, ઘટમાં ઘટવધર્મ અનુવૃત્તિરૂપે છે અને પટત્વધર્મ વ્યાવૃત્તિરૂપે છે, તે બંને ધર્મો ઘટરૂપ વસ્તુના ધર્મો છે. તેની વિવક્ષા કરીને તેને સ્વભાવ કહેલ છે અને તે સ્વભાવને ગુણથી પંડિત પુરુષોએ જુદા કહ્યા છે. જુદા કેમ કહ્યા છે તે બતાવતાં કહે છે –
પોતપોતાના રૂપની મુખ્યતાને લઈને અનુવૃત્તિ સબંધમાત્રને અનુસરીને જે સ્વભાવ છે તેને જ ગુણ કરીને દેખાડ્યા છે.
જેમ, ચેતનરૂપ દ્રવ્યમાં ચેતનત્વ અનુવૃત્તિ સંબંધમાત્રથી રહે છે, તેથી અનુવૃત્તિ સંબંધ માત્રથી રહેનારા સ્વભાવને ચેતનનો ગુણ કહે છે. તે ચેતનદ્રવ્યમાં અનુવૃત્તિરૂપે અસ્તિત્વધર્મ છે અને વ્યાવૃત્તિરૂપે નાસ્તિત્વધર્મ છે, તે ધર્મમાત્રની વિવક્ષા કરીને અસ્તિત્વધર્મ અને નાસ્તિત્વધર્મ કહે છે. તેથી પૂર્વમાં ગુણવિભાગ કહીને હવે ગ્રંથકારશ્રી દિગંબર મતને સ્વીકારીને સ્વભાવવિભાગ કહે છે.
(૧) અસ્તિસ્વભાવ:- પ્રથમ અસ્તિસ્વભાવ બતાવે છે – પદાર્થ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ, સ્વભાવ સ્વરૂપે રહેલ છે, તેથી તે સ્વરૂપથી પદાર્થમાં ભાવરૂપતા છે, જે વસ્તુનો અસ્તિસ્વભાવ છે. જેમ વિવલિત ઘટ પોતાના પરમાણુ દ્રવ્યરૂપે વિદ્યમાન છે, પોતાના નિયત ક્ષેત્રમાં વિદ્યમાન છે, સ્વકાળમાં વિદ્યમાન છે અને પોતાનામાં વર્તતા રૂપાદિ ભાવરૂપે સ્વભાવમાં વિદ્યમાન છે તેથી સ્વદ્રવ્યાદિ રૂપે ઘટમાં જે ભાવ દેખાય છે, તે ઘટના અસ્તિત્વસ્વભાવ છે.
જેમ પરના અભાવથી નાસ્તિત્વસ્વભાવ અનુભવાય છે. અર્થાત્ વિવક્ષિત ઘટ અન્ય મૃરૂપે નથી, વિવક્ષિત ક્ષેત્રને છોડીને અન્ય ક્ષેત્રમાં નથી, વિવલિત કાળને છોડીને અન્ય કાળમાં નથી અને તે ઘટમાં વર્તતા ભાવોને છોડીને અન્ય ભાવમાં નથી એ પ્રકારે અનુભવ અનુસાર પ્રતીત થાય છે, તે રીતે નિજભાવથી=પોતાના દ્રવ્યક્ષેત્રકાળભાવરૂપ નિજભાવથી, ઘટમાં અસ્તિત્વસ્વભાવ પણ અનુભવાય છે, તેથી દરેક પદાર્થોમાં અસ્તિસ્વભાવ સ્વીકારાય છે. ૧૧/પા અવતરણિકા :
ગાથા-પમાં ગુણોથી સ્વભાવનો ભેદ બતાવીને અસ્તિત્વસ્વભાવનું સ્વરૂપ બતાવ્યું. હવે અસ્તિત્વસ્વભાવ ન સ્વીકારવામાં આવે તો શું દોષ આવે ? તે બતાવીને અવ્ય પણ સ્વભાવ બતાવે
Page #100
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧ | ગાથા-૬
ગાથા :
નહીં તો, સકલશૂન્યતા હોવઈ, નાસ્તિભાવ પરભાવઈ જી, પરભાઈ પણિ સત્તા કહતાં, એક રૂપ સવિ પાવઈ જી; સત્તા જેમ અસત્તા ન ફરઈ, વ્યંજક અમિલન વાશથી જી,
છતો શરાવગંધ નવિ ભાસઈ, જિમ વિણ નીર ફરસથી જી. I૧૧/કા ગાથાર્થઃ
નહીં તો=વસ્તુમાં અસ્તિત્વસ્વભાવ ન સ્વીકારવામાં આવે તો, પરભાવથી નાસ્તિભાવ છે (માટે માત્ર નાસ્તિભાવ સ્વીકારવામાં આવે તો,) સકલ શૂન્યતા થાય. પરભાવની પણ સત્તા કહેતાં=પદાર્થમાં પરભાવનો નાસ્તિભાવ છે તે ન સ્વીકારીએ અને પરભાવની પણ પદાર્થમાં સત્તા કહીએ તો, સર્વ વસ્તુ એક રૂપ પાવે=સર્વ વસ્તુ સ્વરૂપની પણ સત્તાવાળી છે અને પરરૂપની પણ સત્તાવાળી છે માટે સર્વ વસ્તુ એક રૂપને પ્રાપ્ત કરે.
સત્તાની જેમ અસતા સ્કરણ થતી નથી=વસ્તુમાં સ્વરૂપની સત્તા છે અને પરરૂપની અસત્તા છે છતાં વસ્તુને જેવાથી સત્તાનું સ્કરણ થાય છે અને અસત્તાનું સ્કરણ થતું નથી. તે વ્યંજકના અમિલનના વશથી છે= વસ્તુમાં અસત્તાનો અભાવ છે માટે સ્કુરણ થતું નથી' તેમ નથી પરંતુ અસતાના વ્યંજકની પ્રાપ્તિના વશકી છે. જેમ વિધમાન શરાવગંધ પાણીના સ્પર્શ વગર ભાસતી નથી તેમ પદાર્થમાં રહેલી અસત્તા વ્યંજકના મળ્યા વગર ભાસતી નથી) એમ અન્વય છે. II૧૧/૬ll ટબો -
જે, અસ્તિસ્વભાવ ન માંનિઈં, તો પરભાવાપેક્ષાઈ જિમ નાસ્તિતા, તિમ સ્વભાવાપેક્ષાઈ પણિ નાસ્તિતા થતાં, સકલશૂન્યતા થાઈ. તે માટિ, સ્વદ્રવ્યાઘપેક્ષાર્થે અસ્તિસ્વભાવ સર્વથા માનવેં. ૧.
પરભાવઈ-પઢવાઘપેક્ષાઈ નાસ્તિસ્વભાવ કહિઈં. પરભાવશું પણિ સત્તાઅસ્તિસ્વભાવ કહતાં સર્વ સર્વસ્વરૂપઈ અસ્તિ થયું; તિવારિ જગ એકરૂપ થાઈ. તે તો સકલશાસ્ત્રવ્યવહાર વિરૂદ્ધ થઈ. તે માટિ પરાપેક્ષાઈ નાસ્તિસ્વભાવ છઈ. ૨.
સત્તા તે સ્વભાવૐ વસ્તુમાંહિં જણાઈ છઈ, તેમાર્ટિ સત્ય છઈ. અસતા તે સ્વજ્ઞાનઈં પરમુખનિરીક્ષણ કરાઈ છ, તેમા8િ કલ્પનાજ્ઞાનવિષયપણઈ અસત્ય છઈ.” એહવું બૌદ્ધ મત થઈ, તે ખંડવાનઈં કહઈ જઈ –
સત્તાની પરિ તત્કાલ અસત્તા જે નથી સ્ફરતી, તે વ્યંજક અણમિલ્યાના વશથી,
Page #101
--------------------------------------------------------------------------
________________
૭૪
* દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧, ગાથા-૬ પણિ તુચ્છપણા થકી નહીં; જિમ, છર્તાઈં શરાવ ગંધ નીરસ્પર્શ વિના જણાઈ નહીં, પતાવતા અસત્ય નહીં. કેટલાઈક વસ્તુના ગુણ સ્વભાવઈ જ જણાઈ છઈ, કેટલાઈક પ્રતિનિયતવંજકવ્યંગ્ય છઈ, એ વસ્તુવૈચિત્ર છÚ. પણિ, એકઈની તુચ્છતા કહિંઈ, તો ઘણો વ્યવહાર વિલોપાઈ. ૩ વાસ્મમર્માણાદિસ્થાવર –
"ते हुंति परावेक्खा, वंजयमुहदंसिणो त्ति ण य तुच्छा । વિમM વિત્ત, સરવપૂરકથા III” (ભાષારહસ્ય પ્રકરણ, ગાથા-૩૦) રૂત્તિ ૧૧/કાઈ ટબાર્થ:
જો અસ્તિસ્વભાવ ન માનીએ તો=દરેક પદાર્થોમાં અતિ સ્વભાવ ન માનીએ તો, પરભાવતી અપેક્ષાએ જેમ તાતિભાવ =દરેક પદાર્થમાં અન્ય પદાર્થની અપેક્ષાએ જેમ નાસ્તિભાવ છે, તેમ સ્વભાવની અપેક્ષાએ પણ નાસ્તિતા થતાં, સકલ શૂન્યતા થાય તે વસ્તુ સર્વથા શૂન્યતાની પ્રાપ્તિ કરે. તે માટે અસ્તિસ્વભાવ માવ્યા વગર પદાર્થની જ અપ્રાપ્તિ થાય તે માટે, સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ અસ્તિસ્વભાવ સર્વથા માનવો જોઈએ=સર્વ પ્રકારે સ્વીકારવો જોઈએ. ૧.
પરભાવથી=પરવ્યાદિની અપેક્ષાએ, નાસ્તિસ્વભાવ કહેવાય છે=દરેક દ્રવ્યોમાં અવ્ય દ્રવ્યોની અપેક્ષાએ નાસ્તિસ્વભાવ કહેવાય છે. પરભાવની અપેક્ષાએ પણ, સત્તા=અસ્તિસ્વભાવ, કહેવામાં આવે–પરદ્રવ્યના ભાવની અપેક્ષાએ દરેક દ્રવ્યોનો અતિ સ્વભાવ સ્વીકારવામાં આવે, તો સર્વ વસ્તુ સર્વ રૂપે અતિ થયું=સર્વ વસ્તુ પોતાના રૂપે પણ અસ્તિ થયું અને પરરૂપે પણ અસ્તિ થયું, તે વખતે જગત એક રૂપ થાય=જગતના સર્વ પદાર્થોનો પરસ્પર જે ભેદ દેખાય છે તે સંગત થાય નહીં. તે તો=જગતના સર્વ પદાર્થોને એક રૂપે સ્વીકારીએ તો, સકલ શાસ્ત્રી અને વ્યવહારની વિરુદ્ધ છે=સર્વ શાસ્ત્રની વિરુદ્ધ છે અને લોકપ્રતીત વ્યવહારની પણ વિરુદ્ધ છે. તે માટે=જગત એક રૂપ સ્વીકારી શકાય નહીં તે માટે, પરની અપેક્ષાએ નાસ્તિસ્વભાવ છે=દરેક પદાર્થમાં અન્ય પદાર્થની અપેક્ષાએ નાસ્તિસ્વભાવ વિદ્યમાન છે. ૨.
‘સતા’ તે સ્વભાવથી વસ્તુમાં જણાય છે, તે માટે-તેથી, સત્ય છે. અસત્તા=અન્ય સ્વરૂપની અસતા, તે સ્વજ્ઞાનમાં અસતાના જ્ઞાનમાં, પમુખનિરીક્ષણ કરે છે=જેની અસત્તાનું જ્ઞાન કરવું છે તેના જ્ઞાનનું નિરીક્ષણ કરે છે. તે માટે તે કારણથી, કલ્પનાજ્ઞાનનું વિષયપણું હોવાથી=પદાર્થમાં વાસ્તવિક અસતા નહીં હોવા છતાં પરપદાર્થની અસત્તા છે' એ પ્રમાણેના કલ્પનાજ્ઞાનનું વિષયપણું હોવાથી, અસત્ય છે=અસતા મિથ્યા છે, એ પ્રકારનો બૌદ્ધ મત છે. તે ખંડવાને કહે છે–તેનું ખંડન કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે –
સત્તાની પરિ=સત્તાની જેમ, તત્કાલ=વસ્તુના જોવાના કાળમાં, અસતા જે સ્ફણ થતી નથી=જ્ઞાનનો વિષય થતી નથી, તે વ્યંજકતા અણમિલ્યાના વશથી છે અસતાનો બોધ કરાવનાર એવી પરવતુરૂપ વ્યંજકની અનુપસ્થિતિના વશથી છે, પરંતુ તુચ્છપણા થકી નથી=બૌદ્ધ અસત્તાને શશશૃંગ જેવી
Page #102
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧ | ગાથા-૬
૭૫
તુચ્છ માને છે તેના વશથી નથી. જેમ શરાવમાં ગંધ વિદ્યમાન હોવા છતાં પાણીના સ્પર્શ વિના જણાય નહીં એટલા માત્રથી અસત્ય નથી=સરાવમાં ગંધ અવિદ્યમાન નથી. કેટલાક વસ્તુના ગુણ સ્વભાવથી જ જણાય છે અને કેટલાક વસ્તુના ગુણો પ્રતિનિયત ભંજકથી વ્યંગ્ય છે. એ વસ્તુનું વૈચિત્ર્ય છે, પરંતુ એકની તુચ્છતા કહીએ=અસત્તા પ્રતિનિયત વ્યંજકથી વ્યંગ્ય છે માટે તે તુચ્છ છે એમ કહીએ, તો ઘણો વ્યવહાર વિલોપાય=ઘણા વ્યવહારો લોકમાં પ્રતીત છે તે સર્વનો અપલાપ
થાય.
૩૦ ચ અસ્મામિ: ભાષારહસ્યપ્રરત્ને=અને ‘ભાષારહસ્ય પ્રકરણ'માં અમારા વડે કહેવાયું
છે
તે—તે=કેટલાક ભાવો, પરાવેલવા કુંતિ=પરની અપેક્ષાએ થાય છે. વંનયમુસિળો ત્તિ ળ ય તુચ્છા—વ્યંજકમુખને જોનારા છે એથી તુચ્છ નથી જ=પરરૂપ વ્યંજકના મુખને જોઈને તે ભાવોનો બોધ થાય છે તેટલા માત્રથી તે ભાવો શશશૃંગ જેવા તુચ્છ નથી જ. સરાવપૂરધાળું=સરાવની અને કપૂરની ગંધનું, વિટ્ટમિળ વેવિનં=આ પ્રકારે વૈચિત્ર્ય જોવાયું છે. ।।૧।। (ભાષારહસ્ય પ્રકરણ, ગાથા-૩૦)
‘કૃતિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. ।।૧૧/૬/
ભાવાર્થ:
(૧) અસ્તિસ્વભાવના સ્વીકારની યુક્તિ -
દરેક પદાર્થોમાં અસ્તિત્વસ્વભાવ છે તેથી ‘આ પદાર્થ છે' તેવી પ્રતીતિ થાય છે. જો પદાર્થનો અસ્તિત્વસ્વભાવ ન માનીએ તો દરેક પદાર્થમાં અન્ય પદાર્થના ભાવની અપેક્ષાએ નાસ્તિતાની પ્રતીતિ થાય છે તેમ તેના પોતાના સ્વભાવની અપેક્ષાએ પણ નાસ્તિતાની પ્રતીતિ થવી જોઈએ. જો આમ સ્વીકારીએ તો વિદ્યમાન પદાર્થ પરસ્વરૂપે પણ નથી અને સ્વસ્વરૂપે પણ નથી એમ સ્વીકારવા દ્વારા સકલ શૂન્યતાની પ્રાપ્તિ થાય. જેમ શશશૃંગ ઘટ-પટાદિ સ્વરૂપે પણ નથી અને શશશૃંગ સ્વરૂપે પણ નથી માટે સર્વથા અવિદ્યમાન છે તેમ પદાર્થમાં અસ્તિસ્વભાવ ન માનીએ તો પદાર્થ સર્વથા અવિદ્યમાન છે એમ માનવું પડે. વસ્તુતઃ શશશૃંગ સર્વથા અવિદ્યમાન છે જ્યારે દેખાતો પદાર્થ પોતાના અસ્તિત્વસ્વભાવથી પ્રતીત થાય છે. માટે દરેક દ્રવ્યોમાં સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવની અપેક્ષાએ અસ્તિત્વસ્વભાવ સર્વથા છે=કોઈરૂપે પણ નથી એમ નહીં પરંતુ સર્વથા છે, એમ માનવું જોઈએ.
(૨) નાસ્તિસ્વભાવના સ્વીકારની યુક્તિ :
વળી, દરેક પદાર્થો ૫૨દ્રવ્યાદિની અપેક્ષાએ નાસ્તિસ્વભાવવાળા છે. જેમ વિવક્ષિત ઘટ અન્ય ઘટની મૃદ્રવ્યની અપેક્ષાએ નાસ્તિસ્વભાવવાળો છે, વિવક્ષિત ક્ષેત્રમાં હોવા છતાં અન્ય ક્ષેત્રની અપેક્ષાએ નાસ્તિસ્વભાવવાળો છે, વિવક્ષિત કાળમાં હોવા છતાં અન્ય કાળની અપેક્ષાએ નાસ્તિસ્વભાવવાળો છે અને વિવક્ષિત ભાવો યુક્ત હોવા છતાં અન્ય ભાવોની અપેક્ષાએ નાસ્તિસ્વભાવવાળો છે. હવે જો તે ઘટને
Page #103
--------------------------------------------------------------------------
________________
૭૬
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧| ગાથા-૬ પરભાવની અપેક્ષાએ પણ અસ્તિસ્વભાવવાળો કહીએ તો તે ઘટ અન્ય મૃદ્દવ્ય સ્વરૂપે પણ છે એમ માનવું પડે અને તેમ સ્વીકારીએ તો સર્વ દ્રવ્યોને સર્વ સ્વરૂપથી અસ્તિત્વ પ્રાપ્ત થાય. જેમ વિવક્ષિત ઘટ વિવક્ષિત મૃદુસ્વરૂપ છે અને અન્ય મૃદુસ્વરૂપ પણ છે એમ કહીએ તો, વિવલિત ઘટ વિવક્ષિત સ્વરૂપે છે અને અન્ય સર્વ સ્વરૂપે પણ છે એમ પ્રાપ્ત થાય. જો આમ સ્વીકારીએ તો બધાં શાસ્ત્રોનો વિરોધ પ્રાપ્ત થાય અને બધા અનુભવસિદ્ધ વ્યવહારનો પણ વિરોધ પ્રાપ્ત થાય; કેમ કે બધાં શાસ્ત્રો ઉપાસ્ય-ઉપાસકના ભેદને માને છે, સંસાર-મોક્ષનો ભેદ માને છે તે સંગત થાય નહીં અને “આ મારું છે', “આ તારું છે' એ પ્રકારનો જે અનુભવસિદ્ધ વ્યવહાર છે તેનો પણ વિરોધ પ્રાપ્ત થાય. માટે સર્વ પદાર્થોમાં પરની અપેક્ષાએ નાસ્તિસ્વભાવ છે એમ માનવું પડે.
અહીં બૌદ્ધ દર્શનવાદી કહે કે, સત્તા વસ્તુમાં સ્વભાવથી જણાય છે; કેમ કે ઘટને જોઈને ઘટની સત્તાની પ્રતીતિ છે, તેથી સત્તા સત્ય છે અને અસત્તા પોતાના જ્ઞાનમાં પરમુખને જોનારી છે, તે માટે કલ્પનાજ્ઞાનનું વિષયપણું હોવાથી તે અસત્ય છે. જેમ ઘટને જોઈને ઘટની સત્તા દેખાય છે તેમ પટના અભાવની સત્તા દેખાતી નથી, પરંતુ પટની ઉપસ્થિતિ થાય તો પટ નથી” એવા કલ્પનાજ્ઞાનના વિષયરૂપે ઘટમાં પટની અસત્તા જણાય છે, માટે ઘટમાં પટની અસત્તા કાલ્પનિક છે, વાસ્તવિક નથી. આ પ્રકારનો બૌદ્ધ મત ઉચિત નથી એ બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે –
વસ્તુને જોતાંની સાથે જેમ વસ્તુની સત્તા જણાય છે તેમ અન્ય સ્વરૂપે વસ્તુની અસત્તા જણાતી નથી તેનું કારણ તે અસત્તાનો વ્યંજક પ્રાપ્ત નહીં થતો હોવાથી અસત્તા જણાતી નથી, પરંતુ અસત્તા શશશૃંગની જેમ તુચ્છ છે માટે જણાતી નથી એમ જે બૌદ્ધ કહે છે તે ઉચિત નથી. આ કથનને જ દૃષ્ટાંતથી સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
જેમ શરાવમાં ગંધ છે છતાં પાણીના સ્પર્શ વગર ગંધ જણાતી નથી એટલા માત્રથી “શરાવમાં ગંધ નથી' એમ કહી શકાય નહીં. તે રીતે જેમ દેખાતા ઘટમાં ઘટની સત્તા દેખાય છે તેમ વ્યંજકની અપ્રાપ્તિને કારણે=પટની ઉપસ્થિતિરૂપ વ્યંજકની અપ્રાપ્તિને કારણે, ઘટમાં પટની અસત્તા જણાતી નથી તોપણ જ્યારે પટની ઉપસ્થિતિરૂપ વ્યંજક પ્રાપ્ત થાય છે ત્યારે ઘટને જોઈને ઘટમાં પટની અસત્તા જણાય છે.
આ કથનથી શું ફલિત થાય છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
વસ્તુના કેટલાક ગુણો સ્વભાવથી જણાય છે, જેમ ઘટને જોઈને ઘટની સત્તા ઘટના સ્વભાવથી જણાય છે. જ્યારે વસ્તુમાં રહેલા કેટલાક ગુણો પ્રતિનિયત વ્યંજકથી જણાય છે, જેમ સરાવમાં રહેલ ગંધ પાણીના સ્પર્શરૂપ વ્યંજકથી જણાય છે, તેમાં કારણ તે વસ્તુનો તેવો વિચિત્ર સ્વભાવ છે. જેમ ઘટરૂપ વસ્તુની સત્તા વ્યંજક વગર જણાય છે એ રૂપ વિચિત્રતા ઘટમાં છે અને સરાવમાં રહેલી ગંધ પાણીના સ્પર્શરૂપ વ્યંજકથી જણાય છે એ રૂપ વિચિત્રતા સરાવની ગંધમાં રહેલી છે તેમ ઘટમાં રહેલી સત્તા વ્યંજક વગર જણાય છે એ પ્રકારે સત્તામાં વિચિત્રતા છે અને ઘટમાં રહેલી પટની અસત્તા તેના વ્યંજક એવા પટની ઉપસ્થિતિથી જણાય છે એ પ્રકારે અસત્તામાં વિચિત્રતા છે, પરંતુ અસત્તાની તુચ્છતા કહીએ તો
Page #104
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧ | ગાથા-૬-૭
અર્થાત્ અસત્તા તુચ્છ છે એમ કહીએ તો, ઘણો વ્યવહાર વિલોપ થાય અર્થાત્ કોઈ પુરુષને જોઈને કહેવામાં આવે કે ‘આ પુરુષ તે નથી=આ પુરુષ દેવદત્ત નથી' એ પ્રકારનો વ્યવહાર સર્વ લોકો સ્વીકારે છે તેનો લોપ થાય અને જો દેવદત્તની અસત્તા તે પુરુષમાં ન હોય તો તે પુરુષને જોઈને કરાયેલો વ્યવહાર અપ્રમાણભૂત છે તેમ માનવું પડે જે અનુભવ વિરુદ્ધ છે, તેથી પ્રામાણિક વ્યવહાર અનુસાર પદાર્થની કલ્પના કરવી જોઈએ. II૧૧/II
અવતરણિકા :
ગાથા-પથી સ્વભાવના ભેદો બતાવવાના શરૂ કર્યા. તેમાં અત્યાર સુધી અસ્તિસ્વભાવ અને નાસ્તિસ્વભાવ પદાર્થમાં છે તે બતાવ્યું. હવે પદાર્થમાં નિત્ય સ્વભાવ અને અનિત્ય સ્વભાવ કઈ રીતે છે ? તે બતાવતાં કહે છે
ગાથા:
-
નિજ નાના પર્યાયઈં “તેહ જ દ્રવ્ય એહ” ઈમ કહિŪ જી, નિત્ય સ્વભાવ અનિત્ય સ્વભાવŪ, ૫જ્જયપરિણતિ લહીĚ જી; છતી વસ્તુનઈં રૂપાંતરથી નાશÛ, દ્વિવિધા ભાસઈં જી, વિશેષનઈં સામાન્યરૂપથી, થૂલત્યંતર નાશŪ જી. ll૧૧/૭ના
600
ગાથાર્થ -
પોતાના જુદા જુદા પર્યાયમાં ‘આ તેહ જ દ્રવ્ય છે’ એમ કહેવાય છે તે નિત્ય સ્વભાવ છે. અનિત્ય સ્વભાવ પર્યાયપરિણતિ લહીએ છીએ તે છે. છતી વસ્તુને રૂપાંતરથી નાશ=કોઈરૂપે વિધમાન વસ્તુનો અન્ય રૂપથી નાશ, થાય છે તેથી દ્વિવિધા ભાસે છે=નિત્ય અને અનિત્ય એમ બે પ્રકારે ભાસે છે. વિશેષમાં સામાન્યરૂપથી=અન્વયરૂપથી, નિત્યતા છે. સ્થૂલ અર્થાતરમાં નાશ અનિત્યતા છે. II૧૧/૭||
ટબો ઃ
નિજ ક૦ આપણા, જે ક્રમભાવી નાના પર્યાય શ્યામત્વ રક્તત્વાદિક, તે ભેદક છઈં, તઈં હુતઈં પણિ “એ દ્રવ્ય તેહ જ, જે, પૂર્વિ અનુભવિઉં હુતું” એ જ્ઞાન, જેહથી થાઈ છઈ, તે નિત્યસ્વભાવ કહિઈં.
“तद्भावाव्ययं नित्यम् ५.३०” इति सूत्रम्, “प्रध्वंसाप्रतियोगित्वं नित्यत्वम्" इत्यस्याप्यत्रैव पर्यवसानम्, केनचिद् रूपेणैव तल्लक्षणव्यवस्थिते: ३.
અનિત્ય સ્વભાવ પર્યાય પરિણતિ લહિઈં. જેણઈં રૂપઈં ઉત્પાદ વ્યય છઈં, તેણઈં અનિત્ય સ્વભાવ છઈ. છતી વસ્તુનઈં રૂપાંતરથી=પર્યાવિશેષથી નાશ છઈ, તેણઈં
Page #105
--------------------------------------------------------------------------
________________
૭૮
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧ / ગાથા-૭ કરી એ દ્વિવિધા-“આ રૂપઈ નિત્ય, આ રૂપઈ અનિત્ય” એ વૈચિત્રી ભાસઈ છઈ. વિશેષનઈં સામાન્યરૂપથી અન્વથઈં નિત્યતા, જિમ, ઘટ નાશÉ પણિ, મૃદુદ્ધાતુવૃતિ. તથા સામાન્યનઈં મૃદાદિકનઈં પણિ પૂલાર્થાન્તર ઘટાદિક નાશઈ અનિત્યતા, “દરૂપેn મૃનદા” કૃતિ પ્રતોઃ I I૧૧/૭ી ટબાર્થ :
નિજ કહેતાં પોતાના, જે ક્રમભાવી જુદા જુદા પર્યાય =શ્યામત્વ-રક્તવાદિ જુદા જુદા પર્યાય, તે ભેદક છે. તે હોતે છતે પણ=જુદા જુદા પર્યાય ભેદક હોવા છતાં પણ, ‘એ દ્રવ્ય તે જ છે જે પૂર્વમાં અનુભવ્યું છે એ જ્ઞાન જેહથી થાય છે=તે પદાર્થના જે સ્વભાવને આશ્રયીને થાય છે, તે નિત્ય સ્વભાવ કહીએ.
તે નિત્ય સ્વભાવ કેમ છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે –
તHવાશ્રયં તે ભાવમાં અવ્યય વસ્તુના જુદા જુદા ભાવોમાં અવ્યયરૂપ ભાવ, નિત્યં નિત્ય છે. (તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૫, શ્લોક-૩૦).
ત્તિ સૂત્રએ પ્રકારનું સૂત્ર છે=તત્વાર્થનું સૂત્ર છે. વળી, નૈયાયિકો કહે છે કે –
“પદ્ધસાપ્રતિયોગિતં નિત્યત્વ"=પ્રધ્વસનું અપ્રતિયોગીપણું નિત્યત્વ છે'='તાશનું અપ્રતિયોગીપણું નિત્યત્વ છે. ત્યપ તે પ્રકારના આનો પણ=dયાયિકના લક્ષણનો પણ, અત્રેવ પર્યવસાનઆમાં જ પર્યવસાન છે='તત્વાર્થસૂત્ર'ના લક્ષણમાં જ પર્યવસાન છે, નરપેળેવ તનક્ષMવ્યવસ્થિતે =કેમ કે કોઈક સ્વરૂપથી જ તે લક્ષણની વ્યવસ્થિતિ છે=સર્વ સ્વરૂપે પ્રધ્વસઅપ્રતિયોગિતરૂપ લક્ષણ કોઈ વસ્તુમાં નથી પરંતુ કોઈક સ્વરૂપે પ્રધ્વંસઅપ્રતિયોગિત્વરૂપ લક્ષણ દરેક વસ્તુમાં છે. ૩.
અનિત્ય સ્વભાવ પર્યાયપરિણતિને પ્રાપ્ત કરે છે. જે રૂપથી જે અનિત્યરૂપથી, ઉત્પાદ-વ્યય છે, તે સ્વરૂપે અનિત્ય સ્વભાવ છે.
આ રીતે નિત્ય અને અનિત્ય સ્વભાવ બતાવ્યા પછી એક જ વસ્તુમાં નિત્ય-અનિત્ય સ્વભાવ કઈ રીતે છે ? તે બતાવવા કહે છે –
વિદ્યમાન વસ્તુમાં રૂપાંતરથી પર્યાયવિશેષથી, નાશ થાય છે તેથી કરીને આ આ વસ્તુ, દ્વિવિધા=આ રૂપે નિત્ય અને આ રૂપે અનિત્ય' એ પ્રકારના વૈચિત્ર્યવાળી દ્વિવિધા, ભાસે છે.
એક જ વસ્તુ નિત્ય-અનિત્ય કઈ અપેક્ષાએ છે? તે બતાવ્યા પછી વિશેષથી સ્પષ્ટ કરતાં કહે છે –
વિશેષમાં=ભિન્ન ભિન્ન પર્યાયરૂપ વિશેષમાં, સામાન્યરૂપથી અવયને કારણે નિત્યતા છેeતે વસ્તુમાં નિત્યતા છે. જેમ, ઘટના તાપમાં પણ મૃદદ્રવ્ય અનુવૃત્તિ છે, માટે મૃમાં નિત્યતા છે અને સામાન્ય એવા મૃદાદિકમાં પણ સ્થૂલ અથતર ઘટાદિના વાશેઃસ્થૂલથી અથતરરૂપ ઘટાદિતા નાશમાં,
Page #106
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧ | ગાથા-૭ અનિત્યતા છે; કેમ કે “પટરૂપે પૃના ”=ાટરૂપે મૃ૬ નાશ પામ્યું, કૃતિ પ્રતીતે =એ પ્રકારની પ્રતીતિ છે. ૧૧/૭ના ભાવાર્થ:(૩) નિત્ય સ્વભાવ :
પદાર્થમાં નિત્ય સ્વભાવ કઈ અપેક્ષાએ છે ? તે દૃષ્ટ અનુભવ અનુસાર બતાવે છે –
જેમ કોઈ એક વસ્તુમાં ક્રમસર જુદા જુદા પર્યાયો થતા હોય તે સર્વ પર્યાયમાં ‘તે જ આ દ્રવ્ય છે એ પ્રકારની પ્રતીતિ થાય છે, એ પ્રતીતિ બતાવે છે કે પદાર્થમાં નિત્ય સ્વભાવ છે. જેમ, કુંભાર શ્યામ ઘટને ભઠ્ઠીમાં તપાવીને રક્તરૂપે કરે છે ત્યારે તે ઘડામાં શ્યામત્વ અને રક્તત્વ પર્યાયો ભેદક હોવા છતાં “આ તે જ ઘડો છે, જે પૂર્વમાં મેં અનુભવેલો એ પ્રકારનું જ્ઞાન થાય છે. તેનાથી એ પ્રાપ્ત થાય છે કે શ્યામત્વ અને રક્તત્વ પર્યાયમાં અનુગત પણ દ્રવ્ય છે, જેમાં નિત્ય સ્વભાવ રહેલો છે.
આ કથનને જ તત્ત્વાર્થ સૂત્રની સંમતિથી બતાવે છે – તત્ત્વાર્થસૂત્રકારશ્રીએ “તદ્માવાશ્રયં નિત્યં’ એ પ્રકારે નિત્યનું લક્ષણ કહ્યું છે. તેથી સ્પષ્ટ થાય છે કે જુદા જુદા ભાવો રૂપે પરિણમન પામતી વસ્તુમાં પણ કોઈક ભાવનો વ્યય થતો નથી; પરંતુ તે ભાવ અવસ્થિત રહે છે તે નિત્ય છે. આવું નિત્યનું લક્ષણ કરેલું હોવાથી ‘અપ્રગ્યુત સ્થિર એકસ્વભાવવાળું નિત્ય” એ પ્રકારનું નિયાયિકનું લક્ષણ સંગત નથી તેમ ફલિત થાય છે; કેમ કે ક્રમભાવી જુદા જુદા પર્યાયોમાં અનુગત ભાવ જ નિત્ય છે પરંતુ ક્યારેય નાશ ન પામતું હોય કે ક્યારેય ઉત્પન્ન ન થતું હોય એવું નિત્ય જગતમાં ક્યાંય નથી, કેવળ કલ્પનાથી જ તેની ઉપસ્થિતિ થાય છે. આથી જ તૈયાયિક “અપ્રચુત અનુત્પન્ન સ્થિર એકસ્વભાવવાળું નિત્ય છે એમ કહ્યા પછી નિત્યનું લક્ષણ કરે છે કે “જે પ્રધ્વસનું અપ્રતિયોગી હોય તેમાં રહેલું પ્રધ્વંસઅપ્રતિયોગિત્વ નિત્યત્વ છે. તેના વચનાનુસાર એ પ્રાપ્ત થાય છે, જે વસ્તુનો ક્યારેય નાશ થવાનો ન હોય તે પ્રધ્વંસનો અપ્રતિયોગી છે અને જેનો નાશ થાય છે તે પ્રધ્વસનો પ્રતિયોગી છે. જેમ આકાશનો ક્યારેય નાશ થવાનો નથી માટે આકાશ પ્રધ્વંસનો અપ્રતિયોગી છે અને ઘટાદિનો નાશ થાય છે માટે ઘટાદિ પ્રધ્વસનો પ્રતિયોગી છે. પ્રધ્વસના અપ્રતિયોગી એવા આકાશમાં પ્રધ્વસનું અપ્રતિયોગિત્વરૂપ નિત્યત્વ છે એમ જે નૈયાયિક કહે છે તે લક્ષણ પણ તત્ત્વાર્થકારશ્રીના નિત્યના લક્ષણમાં પર્યવસાન પામે છે, પરંતુ તૈયાયિકના નિત્યના લક્ષણમાં પર્યવસાન પામતું નથી; કેમ કે દરેક પદાર્થોમાં પ્રધ્વસનું અપ્રતિયોગિત્વ કોઈક સ્વરૂપે જ રહેલું છે, સર્વ સ્વરૂપે રહેલું નથી. આથી જ આકાશ પણ સર્વથા નિત્ય નથી, પરંતુ આકાશમાં વર્તતા ક્રમભાવી પર્યાયોમાં આકાશરૂપે જે આકાશનો અવ્યય છે તે સ્વરૂપે જ આકાશ નિત્ય છે; પરંતુ કોઈ સ્વરૂપે પરાવર્તન ન જ પામતું હોય તેવું નિત્યપણું આકાશમાં પણ નથી. (૪) અનિત્ય સ્વભાવ :
વળી, દરેક પદાર્થમાં પર્યાયની પરિણતિથી અનિત્ય સ્વભાવ પ્રાપ્ત થાય છે, પરંતુ દ્રવ્યની પરિણતિથી અનિત્ય સ્વભાવ પ્રાપ્ત થતો નથી.
Page #107
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧ | ગાથા-૭-૮ પર્યાયની પરિણતિથી પદાર્થમાં અનિત્ય સ્વભાવ કેમ છે ? તે સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે– પદાર્થમાં જે સ્વરૂપે ઉત્પાદ-વ્યય છે તે સ્વરૂપે પદાર્થમાં અનિત્ય સ્વભાવ છે. જેમ માટીમાંથી ઘડો થાય છે ત્યારે પિંડ અવસ્થાનો વ્યય અને ઘટ અવસ્થાનો ઉત્પાદ થાય છે, તેથી માટીમાં અનિત્ય સ્વભાવ છે એવી પ્રતીતિ થાય છે.
૮૦
વળી, અનિત્ય સ્વભાવ ઉત્પાદ-વ્યયરૂપ છે, ધ્રૌવ્યરૂપ નથી તે બતાવતાં કહે છે દ્રવ્યથી છતી વસ્તુ પર્યાયવિશેષરૂપ રૂપાંતરથી નાશ થાય છે, તેથી કરીને પદાર્થમાં નિત્ય સ્વભાવ અને અનિત્ય સ્વભાવ ભાસે છે અર્થાત્ ‘પદાર્થ આ રૂપે નિત્ય છે અને આ રૂપે અનિત્ય છે' એ રૂપ વૈચિત્ર્ય ભાસે છે. આથી જ પિંડ અવસ્થાથી ઘટ અવસ્થાના પ્રાપ્તિકાળમાં માટીરૂપે પુરોવર્સી દ્રવ્ય નિત્ય જણાય છે અને પિંડ અવસ્થાનાં નાશપૂર્વક ઘટ અવસ્થાને આશ્રયીને અનિત્ય જણાય છે. આ રીતે એક જ વસ્તુમાં નિત્ય સ્વભાવ અને અનિત્ય સ્વભાવ વિચિત્રરૂપે ભાસે છે.
--
વળી, કઈ રીતે યિતા છે અને કઈ રીતે અનિત્યતા છે ? તે સ્પષ્ટ કરવા અર્થે યુક્તિ બતાવે છે વિશેષમાં સામાન્યરૂપથી અન્વયને કારણે નિત્યતા છે. જેમ ઘટનાશમાં પણ મૃદ્રવ્યની અનુવૃત્તિ છે અર્થાત્ ઘટનાશરૂપ વિશેષમાં પણ ઘટકાળમાં જે મૃદ્રવ્ય હતું તે જ મૃદ્રવ્ય ઠીકરામાં પણ છે માટે સામાન્યરૂપ મૃદ્રવ્યના અન્વયને કારણે નિત્ય સ્વભાવ ભાસે છે. તે સામાન્ય એવા મૃદાદિમાં પણ સ્થૂલ એવા અર્થાંતર ઘટાદિ નાશને આશ્રયીને અનિત્યતા છે અર્થાત્ ઘટકાળમાં જે માટી છે એ જ માટી ઠીકરાકાળમાં પણ છે, તેથી માટી સામાન્યરૂપે છે તેમાં પણ સ્થૂળ અર્થાંત૨રૂપ ઘટાદિનો નાશ પ્રાપ્ત થયો, તેથી ઠીકરા અવસ્થા દેખાય છે તેને જોઈને તેમાં અનિત્યતા દેખાય છે; કેમ કે ઘટરૂપે માટી નાશ પામી એ પ્રકારની પ્રતીતિ છે.
—
અહીં સ્થૂળ અર્થાતર ઘટાદિનાશ કહેવાથી એ પ્રાપ્ત થાય કે, માટી જ્યારે ઘટરૂપે હતી ત્યારે પણ પૂર્વ પૂર્વ ક્ષણનો ઘટ ઉત્તર ઉત્તર ક્ષણમાં નાશ પામે છે તે સૂક્ષ્મ અર્થાંતર હતું, તેથી સૂક્ષ્મબુદ્ધિથી જોનારને જ પ્રતિક્ષણ નાશ પામતા ઘટની પ્રતીતિ થાય છે, જ્યારે સ્થૂલ દૃષ્ટિથી જોવામાં આવે ત્યારે ઘટનો નાશ થાય તે સ્થૂલ અર્થાંતર નાશ છે, જેને આશ્રયીને અનિત્યતાની પ્રતીતિ સર્વ વિચારકને થાય છે. સૂક્ષ્મબુદ્ધિથી જોનારને તો ઘટ અવસ્થિત રહ્યો ત્યારે પણ માટીમાં પ્રતિક્ષણ નાશ પામતા ઘટને જોઈને અનિત્યતાની પ્રતીતિ થાય છે. II૧૧/૭/
-
અવતરણિકા :
પદાર્થ કથંચિત્ નિત્ય સ્વભાવવાળો છે અને કથંચિત્ અનિત્ય સ્વભાવવાળો છે તેમ ગાથા-૭માં બતાવ્યું. હવે જો પદાર્થને નિત્ય ન સ્વીકારવામાં આવે તો શું દોષ આવે ? અને અનિત્ય ન સ્વીકારવામાં આવે તો શું દોષ આવે ? તે બતાવીને પદાર્થ નિત્ય-અનિત્ય સ્વભાવરૂપ છે તે દૃઢ કરવા અર્થે કહે છે
Page #108
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧, ગાથા-૮
ગાથા :
જો નિત્યતા ન છઈ તો, અન્વય વિના ન કારય હોવઈ જી, કારયકાલે અછતું કારણ, પરિણતિરૂપ વિગોવાઈ જી; અનિત્યતા જ નહીં સર્વથા, અર્થક્રિયા તો ન ઘટઈ જી,
દલનિં કારણરૂપ પરિણતિ, અનુત્પન્ન તો વિઘટઈ જી. I૧૧/૮ ગાથાર્થ :
જો નિયતા નથી=દેખાતા પદાર્થમાં નિયતા નથી, તો અન્વય વગર નિત્યકારૂપ અન્વય વગર, કાર્ય થાય નહીં.
કેમ નિત્યતા વગર કાર્ય થાય નહીં ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
કાર્યકાળમાં કારણ અછતું છે=જો પદાર્થને નિત્ય ન સ્વીકારવામાં આવે અને એકાંતે અનિત્ય સ્વીકારવામાં આવે તો નિત્યતા નહીં હોવાને કારણે ઉત્તરના કાર્યકાળમાં પૂર્વાણનું કારણ અછતું છે, તેથી પરિણતિરૂપ વિગોપન થાય છે=કારણની પરિણતિરૂપ કાર્ય છે તેનો અપલાપ - થાય છે.
જો સર્વથા અનિયતા નથી તો અર્થક્રિયા ઘટે નહીં *દરેક પદાર્થો કોઈક સ્વરૂપે થવારૂપ અર્થક્રિયા કરે છે તે ઘટે નહીં. જેમ માટી જ ઘટરૂપે થાય છે ત્યારે તે પ્રકારની કોઈક ક્રિયા * માટીમાં થાય છે તે ઘટે નહીં.
કેમ અર્થક્રિયા ઘટે નહીં ? તેથી કહે છે –
દલની કાર્યરૂપ પરિણતિ સ્વીકારીએ તો અનુત્પન્ન વિઘટઈ=સર્વથા અનુયાપણું ઘટે નહીં. ll૧૧/૮ ટબો:
જ નિત્યતા નથી અનઈ એકાંત ક્ષણિક જ સ્વલક્ષણ છઈ તો, કારણના અન્વય વિના કાર્ય ન નીપજë. જે માર્ટિ કારણક્ષણ કાર્યક્ષણોત્પત્તિકાલઈ નિર્દેતુકનાશ અનુભવતો અછતો કઈં, તે કાર્યક્ષણપરિણતિ કિમ કરઈ? અછતઈં કારણક્ષણ કાર્યક્ષણ કરશું, તો ચિરનષ્ટકારણથી અથવા અનુત્પન્ન કારણથી કાર્ય નીપનું જઈઈ. ઈમ તો, કાર્યકારણભાવની વિડંબના થાઈ. “અવ્યવહિત જ કારણક્ષણ કાર્યક્ષણ કરઈં” ઈમ કહિઈ, તઈ, રૂપાલોકમનસ્કારાદિકનઈં વિષઈ ઉપાદાન, આલોકાદિકનઈં વિષ નિમિત્ત, એ વ્યવસ્થા કિમ ઘટઈ? જે માટØ અન્વથ વિના શક્તિમાત્રઈ ઉપાદાનતા નિમિતમાંહિં પણિ કહી સકાઈ, તે માટઈં ઉપાદાન તે અન્વથી માનવું, અવકિપણું તે જ નિત્ય સ્વભાવ.
Page #109
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨/ ઢાળ-૧૧ | ગાથા-૮ હિવઈ જ, સર્વથા નિત્યસ્વભાવ માનિઈં, અનઈં અનિત્ય સ્વભાવ સર્વથા ન માનિઈં તો અર્થ-ક્રિયા ન ઘટઈં. જે માટૐ દલનઈ કારણનઈ, કાર્યરૂપતાપરિણતિ કથંચિત, ઉત્પન્નપણું જ આવ્યું, સર્વથા અનુત્પનપણું વિઘટિઉં. અનઈં જો ઈમ કહિ$ “કારણ તે નિત્ય જ, તદુવૃતિ કાર્ય તે અનિત્ય જ,તો, કાર્યકારણનઈ અભેદ સંબંધ કિમ ઘટઈં ? ભેદ સંબંધ માનિઈ, તો તત્સંબંધાત્તરાદિગર્વષણાઈ અનવસ્થા થાઈ. તે માટિ કથંચિત્ અનિત્યસ્વભાવ પણિ માન. ૪. I/૧૧/૮ ટબાર્થ:
જો નિત્યતા નથી અને એકાંત ક્ષણિક જ સ્વલક્ષણ વસ્તુ છે તો કારણના અવય વગર કાર્યકાળમાં કારણની અનુવૃત્તિ વગર, કાર્ય નીપજે નહીં.
કેમ કાર્ય નીપજે નહીં ? તેથી કહે છે –
જે માટે, કારણક્ષણ કાર્યક્ષણની ઉત્પત્તિકાળમાં વિહેતુક વાશ અનુભવતો અછતો છે=કોઈ હેતુ વગર સ્વતઃ લાશને અનુભવતો એવો કારણક્ષણ કાર્યક્ષણની ઉત્પત્તિકાળમાં અછતો છે, તે કારણક્ષણ કાર્યક્ષણની પરિણતિને કેમ કરે ? અર્થાત ન કરે અને જો અછતો કારણક્ષણ કાર્યકાળમાં અછતો કારણક્ષણ, કાર્યક્ષણ કરે, તો ચિરનષ્ટ કારણથી કાર્ય નીપજવું જોઈએ અથવા અનુત્પન્ન કારણથી કાર્ય નીપજવું જોઈએ. અને એમ સ્વીકારીએ તો=ચિરનષ્ટ પામેલ કારણથી કાર્ય થાય છે અથવા અનુત્પન્ન કારણથી કાર્ય થાય છે એમ સ્વીકારીએ તો, કાર્યકારણભાવની વિડંબના થાય અર્થાત્ “આ બે વચ્ચે કાર્યકારણભાવ છે' એમ સ્વીકારી ન શકાય.
અહીં બૌદ્ધ કહે કે, ચિરનષ્ટ કારણથી કે અનુત્પન્ન કારણથી કાર્ય થતું નથી, પરંતુ અવ્યવહિત કારણક્ષણ જ કાર્યક્ષણને કરે છે માટે કાર્યકારણભાવ સ્વીકારી શકાશે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
અવ્યવહિત જ કારણક્ષણ કાર્યક્ષણને કરે છે એમ કહીએ તો, રૂપાલોકમનસ્કારાદિના વિષયમાં ઉપાદાત=રૂપના જ્ઞાનમાં મનસ્કારાદિ ઉપાદાત=રૂપના આલોકમાં અર્થાત્ રૂપના જ્ઞાનમાં ઉપાદાન મનસ્કાર છે, અને આલોકાદિના વિષયમાં નિમિત્ત=રૂપના જ્ઞાનમાં આલોકરૂપ પ્રકાશને અને ચક્ષ ઇન્દ્રિયને નિમિત્ત, સ્વીકારી એ વ્યવસ્થા કેમ ઘટે? અર્થાત્ ઘટે નહીં.
કેમ ન ઘટે ? તેથી કહે છે –
જે માટે, અવય વગર=રૂપના જ્ઞાનમાં મનસ્કાર કરનાર આત્માના અવય વગર, શક્તિમાત્રથી ઉપાદાનતા સ્વીકારીએ તો, લિમિત્તમાં પણ કહી શકાય=લિમિતરૂપ પ્રકાશમાં પણ રૂ૫ના જ્ઞાનની શક્તિરૂપ ઉપાદાનતા છે એમ કહી શકાય. (અને બૌદ્ધ દર્શાવાદી પ્રકાશમાં કે ચક્ષમાં રૂપના જ્ઞાનની શક્તિરૂપ ઉપાદાનતા સ્વીકારતા નથી, પરંતુ મનસ્કારમાં જ રૂપના જ્ઞાનની શક્તિરૂપ ઉપાદાનતા સ્વીકારે છે.) તે માટે, ઉપાદાન તે અત્યથી માનવું=રૂપજ્ઞાનનું ઉપાદાન એવો મતસ્કારપરિણત આત્મા જે પૂર્વમાં બોધને અનુકૂળ મનોવ્યાપારરૂપ હતો તે જ મનસ્કારપરિણત આત્મા રૂપના જ્ઞાન સ્વરૂપે
Page #110
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧ / ગાથા-૮
૩
પરિણમન પામ્યો તેમ માનવું, ઉચિત છે માટે ઉપાદાન એવો મનસ્કાર પરિણત આત્મા રૂપના જ્ઞાનકાળમાં અન્વયી છે એમ માનવું જોઈએ અને અન્વયીપણું તે જ નિત્યસ્વભાવ છે.
હવે જો સર્વથા નિત્યસ્વભાવ જ માનીએ=પદાર્થનો એકાંત નિત્યસ્વભાવ જ માનીએ અને અનિત્ય સ્વભાવ સર્વથા ન માનીએ=પદાર્થમાં કોઈ અપેક્ષાએ અનિત્ય સ્વભાવ નથી એમ માનીએ, તો અર્થક્રિયા ઘટે નહીં=દરેક પદાર્થો કોઈક અર્થને અનુકૂળ ક્રિયા કરે છે જે અનુભવથી દેખાય છે તે ઘટે નહીં.
કેમ ઘટે નહીં ? તેથી કહે છે
-
જે માટે, દલને=ઉપાદાનકારણરૂપ દલને, કાર્યરૂપતા પરિણતિ (સ્વીકારીએ તો અર્થક્રિયા ઘટે અને તેમ સ્વીકારીએ તો) કથંચિત્ ઉત્પન્નપણું જ આવ્યું, સર્વથા અનુત્પન્નપણું વિઘટીયું=ઘટે નહીં, અને જો એમ કહીએ કે, ‘કારણ તે નિત્ય જ છે અને તેમાં વૃત્તિ કાર્ય તે અનિત્ય જ છે’=‘કારણ એવા પરમાણુ નિત્ય જ છે અને તેમાં વૃત્તિ એવા ક્યણુકાદિ અનિત્ય જ છે' તો કાર્યકારણનો અભેદ સંબંધ કેમ ઘટે ?=કારણ જ કાર્યરૂપે પરિણમન પામે છે તો કાર્યકારણનો અભેદ સંબંધ ઘટે પરંતુ કારણ નિત્ય જ છે અને કારણમાં રહેનારું કાર્ય અનિત્ય જ છે એમ માનીએ તો કાર્યકારણનો અભેદ સંબંધ ઘટે નહીં. ભેદસંબંધ માનીએ તો તેના સંબંધાંતરાદિની ગવેષણાથી=કાર્ય અને કારણનો ભેદ સંબંધ માનો તો તે સંબંધનો કારણની સાથે અને કાર્યની સાથે ભેદ છે કે અભેદ છે ? એ પ્રકારે સંબંધાંતરની ગવેષણાથી, ત્યાં પણ ભેદ સંબંધ માનીએ તો અનવસ્થા થાય. તે માટે પદાર્થનો કથંચિત્ અનિત્ય સ્વભાવ પણ માનવો જોઈએ. ૪. ૧૧/૮ા
ભાવાર્થ:
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે દરેક પદાર્થોમાં નિત્ય સ્વભાવ છે અને અનિત્ય સ્વભાવ પણ છે; આમ છતાં કેટલાક દર્શનકારો પદાર્થનો નિત્ય સ્વભાવ જ સ્વીકારે છે અને કેટલાક દર્શનકારો પદાર્થનો અનિત્ય સ્વભાવ જ સ્વીકારે છે. તે દર્શનકારો એવું માને છે કે, જો પદાર્થમાં નિત્ય સ્વભાવ હોય તો પદાર્થમાં અનિત્ય સ્વભાવ છે તેમ કહી શકાય નહીં અને જો પદાર્થમાં અનિત્ય સ્વભાવ હોય તો પદાર્થમાં નિત્ય સ્વભાવ છે તેમ કહી શકાય નહીં; કેમ કે નિત્ય સ્વભાવ અને અનિત્ય સ્વભાવ છાયા અને આતપની જેમ પરસ્પર વિરોધી છે. તેથી જ્યાં છાયા હોય ત્યાં આતપ છે તેમ કહી શકાય નહીં અને જ્યાં આતપ છે ત્યાં છાયા છે એમ કહી શકાય નહીં. માટે પદાર્થમાં નિત્યતા પણ છે અને અનિત્યતા પણ છે એમ જે સ્યાદ્વાદી કહે છે તે ઉચિત નથી. એ પ્રકારની એકાંતદર્શનની માન્યતાના નિરાકરણ અર્થે ગ્રંથકારશ્રી બૌદ્ધદર્શનની માન્યતા બતાવે છે -
-
પદાર્થમાં નિત્યતા નથી; કેમ કે પદાર્થમાં પરિવર્તન સ્પષ્ટ દેખાય છે. માટે દરેક પદાર્થો એકાંત ક્ષણિક સ્વલક્ષણરૂપ છે અર્થાત્ દરેક પદાર્થોનું સ્વસ્વરૂપ છે કે, એક ક્ષણ રહેવું અને બીજી ક્ષણમાં નાશ પામવું, આથી જ જગતમાં પરિવર્તન થતી અવસ્થા સદા દેખાય છે' આમ બૌદ્ધ કહે તેને ગ્રંથકારશ્રી કહે છે –
Page #111
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧, ગાથા-૮ જો પદાર્થ ક્ષણિક જ હોય અને પદાર્થમાં નિત્યતા સર્વથા ન હોય તો, કારણના અન્વય વગર કાર્ય નિષ્પન્ન થાય નહીં અર્થાત્ પૂર્વેક્ષણવાળો પદાર્થ નાશ પામે અને ઉત્તરક્ષણવાળો પદાર્થ ઉત્પન્ન થાય, તે બે વચ્ચે અનુગત કારણ સ્થિર ન હોય તો કાર્ય નિષ્પન્ન થાય નહીં; કેમ કે દ્રવ્ય જ પૂર્વભાવને છોડીને ઉત્તરભાવને પામે છે એમ સ્વીકારીએ તો પૂર્વ અને ઉત્તર અવસ્થામાં અન્વયી દ્રવ્ય જ કાર્યરૂપે થાય છે એમ સ્વીકારી શકાય, પરંતુ કારણ નાશ પામે અને કાર્ય ઉત્પન્ન થાય તે બેની વચ્ચે અનુગત દ્રવ્ય ન સ્વીકારવામાં આવે તો કારણક્ષણથી કાર્યક્ષણની ઉત્પત્તિકાળમાં કારણક્ષણ નિહેતુક નાશને અનુભવતો અછતો છે, તે કાર્યક્ષણ પરિણતિ કેમ કરે ? અર્થાત્ અવિદ્યમાન એવી કારણક્ષણ કાર્યક્ષણની પરિણતિ કરી ન શકે.
આશય એ છે કે, બૌદ્ધ મતાનુસાર પૂર્વની કારણક્ષણ કોઈ હેતુ વગર સ્વતઃ નાશ પામે છે અને ઉત્તરક્ષણમાં જે કાર્ય થાય છે તે વખતે કારણક્ષણ અવિદ્યમાન હોય છે, તેથી અવિદ્યમાન એવી કારણક્ષણ કાર્યક્ષણની પરિણતિને કરી શકે નહીં. જો બૌદ્ધ કહે કે, કાર્યકાળમાં અવિદ્યમાન પણ કારણક્ષણ કાર્યક્ષણને કરે છે તો ઘણા કાળ પહેલાં નાશ થયેલી કારણક્ષણથી પણ કાર્ય થવું જોઈએ; કેમ કે કાર્યક્ષણકાળમાં પૂર્વની કારણક્ષણ પણ વિદ્યમાન નથી અને ઘણા કાળ પહેલાની કારણક્ષણ પણ વિદ્યમાન નથી; છતાં જો પૂર્વની કારણક્ષણ પણ અવિદ્યમાન હોવા છતાં કાર્ય કરે છે તો અવિદ્યમાન એવી તેની પૂર્વની કારણક્ષણો પણ તે કાર્ય કરે તેમ માનવાની આપત્તિ આવે. છે. વળી, “અથવાથી ગ્રંથકારશ્રી અન્ય દોષ પણ કહે છે –
કાર્યક્ષણમાં અવિદ્યમાન એવી પૂર્વની કારણક્ષણથી કાર્ય થતું હોય તો અનુત્પન્ન કારણથી પણ કાર્ય થવું જોઈએ; કેમ કે કાર્યક્ષણમાં જે કારણ ક્યારેય ઉત્પન્ન થયું નથી તે પણ અવિદ્યમાન છે અને પૂર્વની કારણક્ષણો પણ અવિદ્યમાન છે, તેથી અવિદ્યમાન એવા અનુત્પન્ન કારણથી પણ કાર્ય થાય છે, તેમ માનવાની આપત્તિ આવે. જો આમ સ્વીકારીએ તો કાર્યકારણભાવની વિડંબના થાય. કાર્ય સાથે કારણનો કોઈ સંબંધ નથી તેથી કારણથી કાર્ય થાય છે તેમ સ્વીકારી શકાય નહીં; છતાં માનવાની આપત્તિ આવે. માટે એમ જ માનવું પડે કે દ્રવ્ય પૂર્વનો પરિણામ ત્યાગ કરીને ઉત્તરના પરિણામને પામે છે તે વખતે પૂર્વના પરિણામમાં વિદ્યમાન દ્રવ્ય જ ઉત્તરના પરિણામમાં અન્વયરૂપે છે. જો આમ સ્વીકારીએ તો, પદાર્થ તે તે પરિણામની અપેક્ષાએ ક્ષણિક છે અને પદાર્થમાં વર્તતા દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે માટે પદાર્થમાં જેમ અનિત્ય સ્વભાવ છે, તેમ નિત્ય સ્વભાવ પણ માનવો જોઈએ.
અહીં બૌદ્ધ કહે કે, ચિરકાળનષ્ટ કારણક્ષણ કે અનુત્પન્ન કારણક્ષણ કાર્ય કરતી નથી, પરંતુ અવ્યવહિત કારણક્ષણ જ કાર્યક્ષણને કરે છે. તેથી દરેક પદાર્થો ક્ષણિક હોવા છતાં પૂર્વની ક્ષણ ઉત્તરની ક્ષણ પ્રત્યે ઉપાદાનકારણ છે, પરંતુ પદાર્થમાં નિત્યતા નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે –
રૂપના આલોકના વિષયમાં=જ્ઞાનના વિષયમાં, મનસ્કાર ઉપાદાન છે=ઉપાદાનકારણ છે, અને આલોકાદિક પ્રકાશ અને ચક્ષુ, નિમિત્ત=નિમિત્તકારણ, છે એ વ્યવસ્થા કેમ ઘટે ? અર્થાત્ ઘટે નહીં.
આશય એ છે કે, બૌદ્ધ દર્શનવાદી ઘટના રૂપના જ્ઞાન પ્રત્યે જ્ઞાન કરનારના મનસ્કારાદિને ઉપાદાનકારણ
Page #112
--------------------------------------------------------------------------
________________
૮૫
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧, ગાથા-૮ કહે છે અને આલોકનેત્રપ્રકાશને અને ચક્ષને, નિમિત્તકારણ કહે છે. તેથી એ પ્રાપ્ત થાય કે, જોનાર પુરુષ ઘટ-પટાદિના રૂપનું જ્ઞાન કરે છે તે જ્ઞાન થવાની પૂર્વે તે પુરુષનો બોધને અનુકૂળ જે મનોવ્યાપાર છે તે મનસ્કાર છે. તે મનસ્કારક્ષણ નાશ પામે છે અને ઉત્તરક્ષણમાં રૂપનું જ્ઞાન પ્રગટ થાય છે તે વખતે તે મનસ્કારક્ષણ રૂપના જ્ઞાન પ્રત્યે ઉપાદાન છે તેમ સ્વીકારીને અન્વયી એવા પુરુષને બૌદ્ધ દર્શનવાદી સ્વીકારતો નથી. તે કહે છે કે, મનસ્કારક્ષણ નાશ પામે છે તે ઉત્તરમાં રૂપની જ્ઞાનક્ષણને ઉત્પન્ન કરે છે તેથી મનસ્કારક્ષણ ઉપાદાન છે અને જ્ઞાનક્ષણ એ ઉપાદેય છે એમ પ્રાપ્ત થાય. તે વખતે રૂપના જ્ઞાનકાળમાં વિદ્યમાન પ્રકાશ અને ચક્ષુ એ રૂપના જ્ઞાન પ્રત્યે ઉપાદાન નથી પરંતુ નિમિત્તકારણ છે એ પ્રમાણે બૌદ્ધ મતાનુસાર પ્રાપ્ત થાય, છતાં આ પ્રકારની વ્યવસ્થા બૌદ્ધ મતાનુસાર ઘટે નહીં.
કેમ ઘટે નહીં ? તેમાં ગ્રંથકારશ્રી યુક્તિ બતાવે છે –
ઉપાદાનકારણથી થતા કાર્યમાં અન્વયી ન હોય અને ઉપાદાનકારણમાં કાર્યની શક્તિમાત્ર સ્વીકારીએ તો, ઉપાદાનતા નિમિત્તકારણમાં પણ કહી શકાય=નિમિત્તકારણમાં પણ કાર્ય કરવાની શક્તિ છે તેમ કહી શકાય. માટે રૂપના જ્ઞાન પ્રત્યે મનસ્કાર ઉપાદાન છે અને પ્રકાશ અને ચક્ષુ ઉપાદાન નથી તેમ કહી શકાય નહીં, પરંતુ આલોકમાં રૂપના જ્ઞાનની શક્તિ સ્વીકારીએ અને ચક્ષુમાં રૂપના જ્ઞાનની શક્તિ સ્વીકારીએ તો, રૂપના જ્ઞાન પ્રત્યે આલોક ઉપાદાન છે અથવા રૂપના જ્ઞાન પ્રત્યે ચક્ષુ ઉપાદાન છે તેમ પણ કહી શકાય; કેમ કે રૂપજ્ઞાનક્ષણમાં જેમ મનસ્કારક્ષણ નાશ પામે છે તેમ પૂર્વની આલોકક્ષણ પણ રૂપજ્ઞાનક્ષણમાં નાશ પામે છે અને પૂર્વની ચıક્ષણ પણ રૂપજ્ઞાનક્ષણમાં નાશ પામે છે. વળી, અવ્યવહિત કારણક્ષણ કાર્ય કરે છે એ નિયમ અનુસાર રૂપના જ્ઞાનની અવ્યવહિતકારણક્ષણ આલોક પણ છે અને ચક્ષુ પણ છે તેથી એ બન્નેને પણ રૂપજ્ઞાન પ્રત્યે ઉપાદાનકારણ છે એમ માની શકાય. જો એમ કહેવામાં આવે કે, મનસ્કારના ઉપયોગવાળો આત્મા રૂપજ્ઞાનકાળમાં અન્વયીરૂપે છે અને આલોકક્ષણ અને ચક્ષુક્ષણ જે પૂર્વની છે તેનો અન્વયી રૂપના જ્ઞાનમાં નથી. માટે રૂપનું જ્ઞાન કરનાર પુરુષનો પૂર્વનો મનસ્કારરૂપ ઉપયોગવાળો આત્મા રૂપના જ્ઞાનમાં અન્વયી છે, તેથી મનસ્કારક્ષણ રૂપના જ્ઞાન પ્રત્યે ઉપાદાનકારણ છે તથા પ્રકાશક્ષણ અને ચક્ષુષણ રૂપના જ્ઞાનમાં અન્વયી નહીં હોવાથી=પ્રકાશક્ષણ અને ચક્ષુક્ષણ મનસ્કારરૂપ ઉપયોગવાળા આત્માની જેમ આધાર નહીં હોવાથી, રૂપના જ્ઞાનમાં નિમિત્તમાત્ર છે, તેમ સ્વીકારીએ તો, રૂપના જ્ઞાનમાં મનસ્કાર ઉપાદાનકારણ છે અને આલોક=પ્રકાશ, “નિમિત્તકારણ છે” તે વ્યવસ્થા સંગત થાય. માટે ઉપાદાનકારણને અન્વયી માનવું જોઈએ અર્થાત્ રૂપના જ્ઞાનને અભિમુખ એવી મનસ્કારક્ષણ અને રૂપની જ્ઞાનક્ષણ વચ્ચે અન્વયી એવા આત્માને માનવો જોઈએ. અન્વયીપણું તે જ નિત્ય સ્વભાવ છે માટે આત્મા દ્રવ્યરૂપે નિત્ય છે તેથી આત્મામાં નિત્ય સ્વભાવ છે.
હવે જો નૈયાયિકાદિ સર્વથા નિત્ય સ્વભાવ માને છે તેમ માનીએ અને અનિત્ય સ્વભાવ ન માનીએ તો તે પદાર્થમાં અર્થક્રિયા ઘટે નહીં. જેમ તૈયાયિક પરમાણુમાં સર્વથા નિત્ય સ્વભાવ માને છે તેમ માનીએ અને પરમાણુમાં અનિત્ય સ્વભાવ સર્વથા નથી તેમ માનીએ તો, પરમાણુ આદિમાં હયણુકાદિ અર્થરૂપે થવાની ક્રિયારૂપ અર્થક્રિયા થાય છે તે ક્રિયા ઘટે નહીં.
Page #113
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧ ગાથા-૮
કેમ ઘટે નહીં ? તેથી કહે છે
ચણુકનું કારણ એવું જે પરમાણુરૂપ દલ છે તેની કાર્યરૂપતાની પરિણતિ છે=ચણુકાદિરૂપે પરિણતિ છે, તેમ સ્વીકારીએ તો પરમાણુમાં દ્વચણુકરૂપ અર્થને કરનારી ક્રિયા ઘટે અને તેમ સ્વીકારીએ તો કથંચિત્ ઉત્પન્નપણું જ આવેતે પરમાણુઓ પરમાણુભાવને છોડીને ચણુભાવરૂપે ઉત્પન્ન થયા અને તે પરમાણુભાવરૂપે રહેલું દ્રવ્ય તે દ્રચણુકભાવમાં અનુગત છે તેમ પ્રાપ્ત થાય. જો આમ સ્વીકારીએ તો પરમાણુ સર્વથા નિત્ય છે એમ સ્વીકારી શકાય નહીં, પરંતુ કથંચિત્ નિત્ય સ્વભાવવાળો છે તેમ સિદ્ધ થાય જ્યારે નૈયાયિક કહે છે કે, પરમાણુ આદિમાં સર્વથા અનિત્યપણું છે, તે વિઘટન પામે છે. જો નૈયાયિક એમ કહે કે, કારણ તે નિત્ય જ છે અને તવૃત્તિ કાર્ય તે અનિત્ય જ છે અર્થાત્ બે ભિન્ન પરમાણુરૂપ કારણ નિત્ય જ છે અને તે બે પરમાણુઓમાં દ્રચણુકરૂપ કાર્ય ઉત્પન્ન થયું તે અનિત્ય જ છે, તેથી કારણ એવા પરમાણુને નિત્ય સ્વીકારી શકાશે અને કાર્ય એવા ચણુકને અનિત્ય જ સ્વીકારી શકાશે. તેથી પરમાણુમાં એકાંત નિત્ય સ્વભાવ છે અને હ્રચણુકમાં એકાંત અનિત્ય સ્વભાવ છે તેમ સ્વીકા૨વામાં વિરોધ નથી, એ પ્રમાણે નૈયાયિક કહે તો, ગ્રંથકારશ્રી કહે છે –
ટક
કાર્ય અને કારણ વચ્ચે અભેદ સંબંધ કેવી રીતે ઘટે ? અર્થાત્ ઘટે નહીં. આશય એ છે કે, પરમાણુભાવરૂપે રહેલ દ્રવ્યમાં જ ૫૨માણુભાવનો નાશ થાય છે અને ચણુકભાવ પ્રગટ થાય છે તેમ સ્વીકા૨વામાં આવે તો પરમાણુભાવમાં વિદ્યમાન એવું કારણ જ ચણુકભાવરૂપે પરિણમન પામ્યું એમ સિદ્ધ થાય. તેથી પરમાણુભાવથી અભિન્ન એવું દ્રવ્ય જ હ્રચણુકરૂપે થયું માટે પરમાણુરૂપ કારણ અને દ્વચણુકરૂપ કાર્ય વચ્ચે અભેદ સંબંધ સંગત થાય અને તેમ સ્વીકારીએ તો, પદાર્થ દ્રવ્યરૂપે નિત્ય સ્વભાવવાળો છે અને પર્યાયરૂપે અનિત્ય સ્વભાવવાળો છે એમ સિદ્ધ થાય.
અહીં નૈયાયિક કહે કે, કાર્ય અને કા૨ણ વચ્ચે અભેદ સંબંધ નથી પરંતુ ભેદ સંબંધ જ છે તેથી બે ભિન્ન પરમાણુરૂપ કારણો નિત્ય જ છે અને તેમાં સમવાય સંબંધથી ચણુકરૂપ કાર્ય ઉત્પન્ન થયું છે તે અનિત્યસ્વભાવવાળું છે તેથી નિત્ય અન્ય બે વસ્તુ છે અને અનિત્ય અન્ય વસ્તુ છે અર્થાત્ નિત્ય બે ભિન્ન પરમાણુઓ છે અને અનિત્ય તે બે પરમાણુમાં સમવાય સંબંધથી રહેલો દ્વચણુક છે તેથી બે પરમાણુઓ અને હ્રચણુક વચ્ચે અનુગત કોઈ ધ્રુવ દ્રવ્ય નથી જેથી સ્યાદ્વાદી બે પરમાણુઓ જ ચણકરૂપે પરિણમન પામ્યા એમ કહીને દ્રવ્યને ધ્રુવ કહે છે અને ૫૨માણુભાવનો નાશ થયો અને હ્રચણુકભાવ ઉત્પન્ન થયો તેમ કહીને કાર્યકારણભાવ વચ્ચે અભેદ સંબંધ છે એમ જે કહે છે તે સંગત નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે
-
જો નૈયાયિક બે પરમાણુને એકાંત નિત્ય સ્વીકારે છે અને તે બે પ૨માણુથી અતિરિક્ત તે બે પરમાણુમાં ચણુક ઉત્પન્ન થાય છે તથા તે દ્વચણુક ભિન્ન એવા સમવાય સંબંધથી પરમાણુમાં રહેલો છે તેમ માને તો, તે બે પરમાણુ વચ્ચે સમવાયરૂપ સંબંધ કયા સંબંધથી ૨હેલો છે ? અને ચણુક સાથે કયા સંબંધથી રહેલો છે ? તે પ્રકા૨ના સંબંધાંતરની ગવેષણા કરવી પડે; કેમ કે બે પરમાણુમાં ચણુકને રાખવા માટે તે બે પરમાણુ અને ચણુકથી ભિન્ન એવો સંબંધ જો નૈયાયિક સ્વીકારે તો, તે સમવાયને બે પરમાણુમાં રાખવા માટે અને હ્રચણુકમાં રાખવા માટે નવા સંબંધની કલ્પના નૈયાયિકને ક૨વી પડે. વળી, જે નવો સંબંધ
Page #114
--------------------------------------------------------------------------
________________
૮૭
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧ ગાથા-૮-૯ નૈયાયિક કલ્પના કરે તે સંબંધને પણ રાખવા માટે નવા સંબંધની કલ્પના કરવી પડે, તેથી ભેદ સંબંધ સ્વીકારવામાં અનવસ્થા દોષની પ્રાપ્તિ થાય. માટે કાર્યકારણ વચ્ચે અભેદ જ સંબંધ સ્વીકારવો ઉચિત છે અને તેમ સ્વીકારવું હોય તો પરમાણુ અવસ્થાનો ત્યાગ થાય છે અને ચણુક અવસ્થાની પ્રાપ્તિ થાય છે ત્યારે પરમાણુભાવરૂપે રહેલા બે પરમાણુની સાથે અભેદ એવું જે દ્રવ્ય એ જ કચણુકભાવરૂપે પ્રાપ્ત થયું. માટે ચણુકભાવનું કારણ એવું જે દ્રવ્ય તે ઉપાદાનકારણ છે અને કચણુકરૂપે જે કાર્ય છે, તે બે વચ્ચે અભેદ સંબંધ છે અર્થાતુ ઉપાદાનકારણ જ કાર્યરૂપે પરિણમન પામે છે માટે કાર્યકારણ વચ્ચે અભેદ સંબંધ છે અને તેમ સ્વીકારીએ તો કથંચિત્ અનિત્ય સ્વભાવ પણ માનવો પડે અર્થાત્ પરમાણુમાં કથંચિત્ અનિત્ય સ્વભાવ પણ માનવો પડે. માટે અનુભવ અનુસાર સર્વ પદાર્થોમાં કથંચિત્ નિત્ય સ્વભાવ છે અને કથંચિત્ અનિત્ય સ્વભાવ છે એમ માનવું ઉચિત છે. ફક્ત દ્રવ્યાવચ્છેદથી નિત્ય સ્વભાવ છે અને પર્યાયાવચ્છેદથી અનિત્ય સ્વભાવ છે, તેથી “એક સ્થાનમાં છાયા-આતપ રહી શકે નહીં તેમ નિત્ય-અનિત્ય સ્વભાવ રહી શકે નહીં” એમ કહેવું અનુભવવિરુદ્ધ છે; કેમ કે છાયા-આપનું દૃષ્ટાંત અસંગત છે. I૧૧/૮ અવતરણિકા -
ગાથા-પથી દ્રવ્યોના સ્વભાવો બતાવવાનો પ્રારંભ કર્યો અને કહ્યું કે, જગતમાં વર્તતાં દ્રવ્યોમાં અસ્તિસ્વભાવ અને તાતિસ્વભાવ છે. ત્યારપછી અસ્તિસ્વભાવ અને નાસ્તિસ્વભાવ કઈ રીતે છે? તેની સંગતિ ગાથા-૬માં કરી. ત્યારપછી પદાર્થમાં વિત્ય સ્વભાવ અને અનિત્ય સ્વભાવ કઈ રીતે છે? તે બતાવ્યું અને તેની સંગતિ ગાથા-૮માં કરી. હવે એકસ્વભાવ અને અનેકસ્વભાવ પદાર્થોમાં છે અને તે કઈ રીતે છે? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
ગાથા :
સ્વભાવનઈ એકાધારત્વઈ, એક સ્વભાવ વિલાસો જી, અનેક દ્રવ્યપ્રવાહ એહનઈ, અનેક સ્વભાવ પ્રકાશો જી; વિણ એકતા વિશેષ ન લહિઈ, સામાન્યનઈં અભાવઈ જી,
અનેકત્વ વિણ સત્તા ન ઘટઈ, તિમ જ વિશેષ અભાવિ જી. II૧૧/લા ગાથાર્થ :
સ્વભાવના એક આધારત્વને કારણે એકસ્વભાવ વિલાસો જી=પદાર્થોમાં એકસ્વભાવ વિલાસ પામે છે અને અનેક દ્રવ્યના પ્રવાહ છે=એક દ્રવ્યમાં આદિષ્ટ દ્રવ્યરૂપ અનેક દ્રવ્યોનો પ્રવાહ છે, એહનઈ=એને કારણે, અનેક સ્વભાવ પ્રકાશો જી=પદાર્થમાં અનેક સ્વભાવ પ્રકાશી રહ્યા છે. - પદાર્થમાં એકસ્વભાવ અને અનેક સ્વભાવ પરસ્પર વિરોધી નથી, તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
વિણ એકતા=એક આધારસ્વરૂપ એકતા વગર, સામાન્યનો અભાવ થવાથી અનેક સ્વભાવના એક આધારસ્વરૂપ સામાન્યનો અભાવ થવાથી, વિશેષ ન લહિÚ=વિશેષ પ્રાપ્ત થાય નહીં.
Page #115
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧, ગાથા-૯ - તિમ જ તેમ જ, અનેકત્વ વિણ એક એવા આધારદ્રવ્યમાં અનેક સ્વભાવ વિના, વિશેષના અભાવથી, સતા ન ઘટે સામાન્યરૂપ સત્તા ઘટે નહીં. (માટે પદાર્થમાં એક-અનેક સ્વભાવ માનવો જોઈએ.) I/૧૧/ ટબો :
સ્વભાવ જે સહભાવી ધર્મ, તેહનઈ આધારત્વઈ, એકસ્વભાવ જિમ-રૂપ, રસ, ગંધ, સ્પર્શન આધાર ઘટાદિ એક કહિઈં. નાનાધર્માધારત્વઈ એકસ્વભાવતા નાનાક્ષણાનુગતત્વઈ નિત્યસ્વભાવતા એ વિશેષ જાણોં. ૫.
મૃદાદિક દ્રવ્યનો રસ્થાસ, કોશ, કુશૂલાદિક અનેક દ્રવ્ય પ્રવાહ છઈ, તેણઈં અનેક સ્વભાવ પ્રકાશÚ. પર્યાયપણિ આદિષ્ટદ્રવ્ય કરિઈ, તિવારઈ આકાશાદિ દ્રવ્યમાંહિં પણિ ઘટાકાશાદિભેદઈ એ (અર્નકત્વ) સ્વભાવ દુર્લભ નહીં.
એકસ્વભાવ વિના, સામાવ્યાભાવઈ વિશેષ ન પામિઈ. વિશેષાભાવઈ અર્નક સ્વભાવ વિના સત્તા પણિ ન ઘટઈ, તે માર્ટિ એકાનેક ૨. સ્વભાવ માથા ઈઈ. ૬. I/૧૧/૯ી. ટબાર્થ:
સ્વભાવ=જે સહભાવી ધર્મ, તેના આધારસ્વરૂપ એકસ્વભાવ (પદાર્થમાં વિલાસ પામે છે.) જેમ, રૂપ, રસ, ગંધ, સ્પર્શતો આધાર ઘટાદિ એક કહેવાય છે, પદાર્થમાં નાના ધર્મોના આધારત્વથી એક કાળમાં અનેક ધર્મોના આધારત્વથી, એકસ્વભાવતા છે. અનેક ક્ષણોમાં અનુગત એવા દ્રવ્યમાં રહેલી અનુગતતા એ નિત્ય સ્વભાવતા છે. એ વિશેષ જાણવો એ પ્રકારે એકસ્વભાવતા અને નિત્યસ્વભાવતાનો ભેદ જાણવો.
મૃદાદિ દ્રવ્યનો સ્થાસ, કોશ, કુશૂલાદિક અનેક દ્રવ્યોનો પ્રવાહ છે તેને કારણે અનેક સ્વભાવ પ્રકાશે છે–પદાર્થ અનેક સ્વભાવરૂપે જણાય છે.
અહીં પ્રશ્ન થાય કે, મૃદાદિ દ્રવ્યના સ્થાસ, કોશ, કશૂલાદિ પર્યાયો છે તેને દ્રવ્યનો પ્રવાહ કેમ કહી શકાય ? અર્થાત્ પર્યાયનો પ્રવાહ કહી શકાય પરંતુ દ્રવ્યનો પ્રવાહ કહી શકાય નહીં. તેના સમાધાન રૂપે કહે છે –
પર્યાય પણ આદિષ્ટ દ્રવ્ય કરીએ=જેમ જીવદ્રવ્યનો મનુષ્યપર્યાય આદિષ્ટ દ્રવ્ય કરીએ તેમ આકાશદ્રવ્યનો પણ ઘટાકાશ આદિ આદિષ્ટ દ્રવ્ય કરીએ, તે વારે–ત્યારે, આકાશાદિ દ્રવ્યમાં પણ ઘટાકાશાદિ ભેદથી તે સ્વભાવ દુર્લભ નથી=અનેક દ્રવ્યનો પ્રવાહ સ્વીકારવો તે સ્વભાવ દુર્લભ નથી. ૫.
પૂર્વમાં એકસ્વભાવ અને અનેક સ્વભાવ છે તેમ સ્થાપન કર્યું. હવે એક જ પદાર્થમાં એકસ્વભાવ અને અનેક સ્વભાવ પરસ્પર અવિરુદ્ધ સ્વીકારવા તે યુક્તિયુક્ત છે, તે બતાવતાં કહે છે –
Page #116
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨/ ઢાળ-૧૧, ગાથા-૯
એકસ્વભાવ વગર=સહભાવી એવા અનેક ધર્મોના આધારરૂપ એકસ્વભાવ વગર, સામાન્યનો અભાવ થવાથી=સહભાવી એવા અનેક ધર્મોનો એક આધાર એવા સામાન્યનો અભાવ થવાથી, વિશેષ પામે નહીં અનેક દ્રવ્યોના પ્રવાહઆત્મક અનેક સ્વભાવરૂપ વિશેષ પ્રાપ્ત થાય નહીં અને વિશેષના અભાવથી અનેક પર્યાયરૂપ વિશેષના અભાવથી, અનેક સ્વભાવ વગર સત્તા પણ ઘટે નહીં એક પદાર્થમાં અનેક સ્વભાવ ન સ્વીકારવામાં આવે તો તે પદાર્થની સત્તા પણ ઘટે નહીં, તે માટે=અનેક સ્વભાવ સ્વીકાર્યા વગર એકસ્વભાવરૂપ સત્તા ન ઘટે તે માટે, એક, અનેક-બે સ્વભાવ માનવા જોઈએ=દરેક પદાર્થોમાં કોઈક દૃષ્ટિથી એકસ્વભાવ છે અને કોઈક દૃષ્ટિથી અનેક સ્વભાવ છે એમ માનવું જોઈએ. ૬. I૧૧/૯ ભાવાર્થ :(૫) એકસ્વભાવ :- દરેક પદાર્થોમાં સહભાવી ધર્મો રહેલા છે. જેમ, સંસારી આત્મામાં જ્ઞાન, વીર્ય, સુખ-દુ:ખમાંથી કોઈ એક, ક્રોધાદિ કષાયોમાંથી કોઈ એક કષાયનો પરિણામ ઇત્યાદિ એક કાળમાં વર્તે છે. તે સહભાવી ધર્મો છે. તે સહભાવી ધર્મોનો આધાર આત્મા છે તેથી સ્વભાવનો સહભાવી ધર્મરૂપ સ્વભાવનો, એક આધારસ્વરૂપ સ્વભાવ તે આત્મામાં વિલાસ પામે છે.
આ કથનને ટબામાં દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે –
ઘટાદિ દ્રવ્યમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ એક કાળમાં રહે છે. તે ચારનો આધાર એક ઘટદ્રવ્ય છે તેથી અનેક સહભાવી ધર્મોના આધારરૂપ એકસ્વભાવ ઘટાદિમાં વિલાસ પામે છે.
અહીં પ્રશ્ન થાય કે, એક આધારત્વરૂપ એકસ્વભાવ અને નિત્યસ્વભાવ એ બેમાં શો ભેદ છે ? તેથી કહે છે –
અનેક ધર્મોની આધારકારૂપ એકસ્વભાવતા છે એકકાળમાં સહભાવી એવા અનેક ધર્મોની આધારનારૂપ એકસ્વભાવતા વસ્તુમાં છે જ્યારે અનેકક્ષણમાં વર્તતી અનુગતતા તે નિત્યસ્વભાવતા છે=એક વસ્તુ અનેકક્ષણઅનુગત છે માટે નિત્ય છે. તેથી એકસ્વભાવતા અને નિત્યસ્વભાવતાનો ભેદ છે.
આ રીતે દરેક પદાર્થોમાં એકસ્વભાવતા છે તેની સ્પષ્ટતા કરી અને નિત્યસ્વભાવતા સાથે એકસ્વભાવતાનો ભેદ બતાવ્યો, જેથી પૂર્વમાં નિત્ય-અનિત્ય સ્વભાવ બતાવ્યો તેની સાથે વિરોધનો પરિહાર થાય છે. (૬) અનેક સ્વભાવ :
હવે પદાર્થોમાં અનેક સ્વભાવ કઈ અપેક્ષાએ છે ? તે બતાવે છે –
મૃદાદિ દ્રવ્યનો સ્થાસ, કોશ, કુશૂલાદિ અનેક દ્રવ્યનો પ્રવાહ છે તે અપેક્ષાએ મૃદાદિ દ્રવ્યમાં અનેક સ્વભાવ પ્રકાશે છે.
અહીં પ્રશ્ન થાય કે મૃદાદિના સ્થાસ, કોશ, કુશૂલાદિ પર્યાય છે તેને દ્રવ્ય કઈ રીતે કહી શકાય ? તેથી
Page #117
--------------------------------------------------------------------------
________________
GO
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧, ગાથા-૯
તેની સ્પષ્ટતા કરતાં ટબામાં કહે છે –
પર્યાય પણ આદિષ્ટ દ્રવ્ય કરાય છે અને તેમ કરવાથી આકાશાદિ દ્રવ્યમાં પણ ઘટાકાશાદિ ભેદથી અનેક દ્રવ્યનો પ્રવાહ પ્રાપ્ત થાય છે. તેથી અનેક સ્વભાવ આકાશાદિમાં દુર્લભ નથી.
આશય એ છે કે, માટી ઘટરૂપે થાય છે ત્યારે માટી જ પ્રથમ સ્થાસ અવસ્થામાં, પછી કોશ અવસ્થામાં, પછી કુશૂલ અવસ્થામાં અને અંતે ઘટ અવસ્થારૂપે થાય છે, માટે સ્થાન આદિ માટીદ્રવ્યના પર્યાયો છે. માટીની સ્થાન અવસ્થા તેમાં વર્તતા રૂપ, રસ, ગંધ આદિ પર્યાયોનો આધાર હોવાથી દ્રવ્ય કહેવાય છે અને તે આદિષ્ટ દ્રવ્ય છે; કેમ કે તે વખતે સ્થાઅવસ્થારૂપ માટીમાં જે રૂપાદિ પર્યાયો છે તેનો આધાર સ્થાસદ્રવ્ય છે. તે રીતે કોશઅવસ્થા પણ તે કાળમાં વર્તતા રૂપાદિ પર્યાયોનો આધાર છે. આ રીતે મૃદાદિ દ્રવ્યના અનેક દ્રવ્યરૂપ પર્યાય પ્રાપ્ત થાય છે, તે અપેક્ષાએ પદાર્થ અનેક સ્વભાવવાળો છે. આનાથી એ પ્રાપ્ત થાય કે, સ્થાન અવસ્થામાં અનેક સહભાવી ધર્મો છે, જેનો આધાર સ્થાસઅવસ્થાવાળી માટી છે, માટે તેમાં એક આધારત્વ ધર્મ છે; પરંતુ તે સ્થાસઅવસ્થાવાળી માટી જ પૂર્વમાં મૃદ્દરૂપે હતી, પછી કોશરૂપે થઈ, પછી કુશૂલરૂપે થઈ તે સર્વ અવસ્થા પણ તે રૂપાદિ ધર્મનો આધાર હોવાથી આદિષ્ટ દ્રવ્ય બને અને તે આદિષ્ટ દ્રવ્યોનો પ્રવાહ એક વસ્તુમાં પ્રાપ્ત થયો, તેથી તે દ્રવ્યના પ્રવાહની અપેક્ષાએ તે દ્રવ્યમાં અનેક સ્વભાવ પ્રકાશે છે. જેમ, મનુષ્યના આત્મદ્રવ્યમાં બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થારૂપ અનેક દ્રવ્યોનો પ્રવાહ વર્તે છે; કેમ કે બાલ્યાવસ્થા પણ અનેક ધર્મોનો આધાર હોવાથી આદિષ્ટ દ્રવ્ય છે. મનુષ્યની બાલ્યાવસ્થામાં કષાયનો ઉપયોગ, જ્ઞાનનો ઉપયોગ, વીર્યનું પ્રવર્તન, સુખનો અનુભવ આદિ અનેક પર્યાયો વર્તે છે અને તે સર્વ પર્યાયોનો આધાર બાલ્યાવસ્થા છે, તેથી બાલ્યાવસ્થા આદિષ્ટ દ્રવ્ય છે. તે રીતે યુવાવસ્થામાં અને વૃદ્ધાવસ્થામાં પણ અનેક પર્યાયો પ્રાપ્ત થાય છે, માટે યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા પણ આદિષ્ટ દ્રવ્ય છે. આ રીતે મનુષ્યભવમાં અનેક દ્રવ્યોનો પ્રવાહ પ્રાપ્ત થાય છે તેથી મનુષ્યમાં અનેક સ્વભાવ પ્રકાશે છે
વળી, જેમ મૃદાદિમાં કે મનુષ્યમાં અનેક દ્રવ્યોનો પ્રવાહ પ્રાપ્ત થાય છે તેમ આકાશદ્રવ્યમાં પણ ઘટાકાસાદિના ભેદથી અનેક સ્વભાવ દુર્લભ નથી. તેથી એ પ્રાપ્ત થાય કે વર્તમાનમાં આકાશના કોઈક એક દેશમાં ઘટ રહેલ હોય તે આકાશનો એક દેશ ઘટાકાશ કહેવાય. વળી, કોઈ અન્ય દેશમાં પટ રહેલો હોય તો તે આકાશનો એક દેશ પટાકાશ કહેવાય. તે રીતે આકાશના અનેક દેશોની પ્રાપ્તિ હોવાથી આકાશમાં અનેક સ્વભાવ સંગત થાય છે; કેમ કે એક જ આકાશમાં ઘટાકાશ, પટાકાશ આદિ અનેક ભેદોની પ્રાપ્તિ છે. વળી, તે ઘટાકાશવાળો દેશ પણ તે આકાશદેશમાં વર્તતા આકાશત્વ, અરૂપીપણું, અચેતનત્વ આદિ અનેક ધર્મોનો આધાર હોવાથી દ્રવ્યરૂપ છે અને તેવાં અનેક દ્રવ્યોનો પ્રવાહ આકાશમાં પ્રાપ્ત થાય છે તે અપેક્ષાએ આકાશમાં અનેક સ્વભાવ પ્રકાશે છે.
પદાર્થમાં એકસ્વભાવ અને અનેકસ્વભાવ છે તેમ અત્યાર સુધી સ્થાપન કર્યું. ત્યાં કોઈને પ્રશ્ન થાય કે, વસ્તુનો એકસ્વભાવ છે એમ કહ્યા પછી વસ્તુ અનેકસ્વભાવવાળી છે એમ કેમ કહી શકાય ? અને વસ્તુ અનેકસ્વભાવવાળી છે એમ કહ્યા પછી વસ્તુ એકસ્વભાવવાળી છે એમ કેમ કહી શકાય ? તેના નિવારણ
Page #118
--------------------------------------------------------------------------
________________
૯૧
દ્રવ્યગણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧ | ગાથા-૯-૧૦ અર્થે એકસ્વભાવ વગર અનેકસ્વભાવ ન સંભવે અને અનેકસ્વભાવ વગર એકસ્વભાવ પણ ન સંભવે તે બતાવવા ગ્રંથકારશ્રી અર્થે કહે છે –
એકસ્વભાવ વગર સામાન્યભાવરૂપ એકસ્વભાવ વગર, વિશેષ પ્રાપ્ત થાય નહીં. આશય એ છે કે અનેક સહભાવી ધર્મોની આધારતારૂપ એકસ્વભાવ વગર વિશેષની પ્રાપ્તિ થાય નહીં–તે સામાન્યમાં વર્તતા અનેક ધર્મોરૂપ વિશેષની પ્રાપ્તિ થાય નહીં, કેમ કે આધારરૂપ સામાન્ય વગર વિશેષ પ્રાપ્ત ન થાય. જેમ ઘટરૂપ એક આધારમાં રૂપ, રસ, સ્પર્શ, ગંધરૂપ જે વિશેષ પ્રાપ્ત થાય છે તે એકસ્વભાવવાળા એક આધાર વગર પ્રાપ્ત થઈ શકે નહીં. જો એક આધાર વગર અનેક વિશેષની પ્રાપ્તિ છે તેમ સ્વીકારીએ તો, ઘટપટાદિ પૃથક પ્રાપ્ત થાય છે તેમ રૂપ, રસ, સ્પર્શાદિની પણ પૃથક પ્રાપ્તિ થવી જોઈએ; પરંતુ એક આધારરૂપ ઘટમાં રૂપાદિ ચારેયની પ્રાપ્તિ થાય છે અને સંપૂર્ણ ઘટમાં તે ચારેય વ્યાપીને પ્રાપ્ત થાય છે તે રીતે થઈ શકે નહીં.
વળી, વિશેષભાવરૂપ અનેકસ્વભાવ વગર સત્તા પણ ઘટે નહીં એક વસ્તુમાં અનેક દ્રવ્યના પ્રવાહરૂ૫ જો વિશેષભાવ ન હોય અર્થાત્ તે વિશેષભાવરૂપ અનેકસ્વભાવ ન હોય, તો તે વસ્તુની સત્તા પણ ઘટે નહીં; કેમ કે કોઈ વિશેષભાવના સ્પર્શ વગરની માત્ર સત્તા ક્યાંય ઉપલબ્ધ નથી અને જે સત્તા દેખાય છે તે સર્વ અનેક વિશેષભાવોના પ્રવાહરૂપ જ દેખાય છે. આથી જ મનુષ્યની સત્તા બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા આદિ અનેકસ્વભાવથી યુક્ત પ્રાપ્ત થાય છે. માટે અનેકસ્વભાવનો અપલાપ કરીએ તો એકસ્વભાવરૂપ સત્તાનો પણ અપલોપ થાય, માટે પદાર્થમાં એક-અનેક બંને સ્વભાવો માનવા જોઈએ. II૧૧/લા અવતરણિકા -
એકસ્વભાવનું અને અનેકસ્વભાવનું વર્ણન કરીને અત્યાર સુધી કુલ છ સ્વભાવો બતાવ્યા. હવે ભેદસ્વભાવને અને અભેદસ્વભાવને બતાવવા કહે છે –
ગાથા -
ગુણ-ગુણિનઈ સંજ્ઞા, સંખ્યાદિક ભેદઈ, ભેદભાવો જી, અભેદવૃત્તિ સુલક્ષણ ધારી હોઈ, અભેદ સ્વભાવો જી; ભેદ વિના એકત્વ સર્વનિ તેણું, વ્યવહાર વિરોધો જી,
વિણ અભેદ કિમ નિરાધારનો, ગુણ-પજવનો બોધો જી. I/૧૧/૧ના ગાથાર્થ :
ગુણ-ગુણીનો સંજ્ઞાના ભેદથી, સંખ્યાદિના ભેદથી ભેદસ્વભાવ છે. સુલક્ષણધારી એવી અભેદ વૃત્તિ હોવાથી અભેદસ્વભાવ છે. ભેદ વગર સર્વનું એકત્વ થાય દ્રવ્ય, ગુણ અને પર્યાયત્રણેયનું એકત્વ થાય. તેણેeતેનાથી, વ્યવહારનો વિરોધ છે. અભેદ વગર નિરાધાર એવા ગુણપર્યાયનો બોધ કેમ થાય ? અર્થાત્ થાય નહીં. ll૧૧/૧૦||
Page #119
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧
ગુણ-ગુણિનઈં, પર્યાય-પર્યાયિનઈં, કારક-કારકિનઈ, સંજ્ઞા, સંખ્યા, લક્ષણાદિક ભેદઈં કરી ભેદ સ્વભાવ જાણો. અભેદની જે વૃત્તિ, તે લક્ષણવંત અભેદસ્વભાવ જાણો.
૯૨
ઢબો ઃ
ભેદસ્વભાવ ન માનિઈં, તો સર્વ દ્રવ્ય, ગુણ, પર્યાયનઈં એકપણું હોઈ. તેણઈં કરી-“વું દ્રવ્યમ્, અવં મુળ:, ગવ પર્યાવ:", એ વ્યવહારો વિરોધ હોઈ, અનઈં અભેદ સ્વભાવ ન કહિઈં, તો નિરાધાર ગુણ-પર્યાયનો બોધ ન થયો જોઈઈ. આધારાધેયનો અભેદ વિના બીજો સંબંધ જ ન ઘટઈં. ૭.૮
૧
अत्र प्रवचनसारगाथा
पविभत्तपदेसत्तं पुधत्तमिदि सासणं हि वीरस्स ।
अण्णत्तमतब्भावो ण तब्भवं भवदि कथमेगं ।। २.१४ । । इति || ११ / १० ॥
ગાથા ૧૦
ટબાર્થ =
ગુણ-ગુણીનો, પર્યાય-પર્યાયીનો, કારક-કારકીનો સંજ્ઞાભેદ કરીને ભેદસ્વભાવ જાણવો. વળી, સંખ્યા, લક્ષણાદિકથી ભેદસ્વભાવ જાણવો. અભેદની જે વૃત્તિ=દ્રવ્ય-ગુણ-પર્યાયના અભેદની જે વૃત્તિ, તે લક્ષણવાળો અભેદસ્વભાવ જાણવો.
આ રીતે દ્રવ્ય-ગુણ-પર્યાયનો ભેદસ્વભાવ અને અભેદસ્વભાવ બતાવ્યા પછી સર્વ પદાર્થોમાં ભેદસ્વભાવ અને અભેદસ્વભાવ સ્વીકારવા માટેની યુક્તિ બતાવે છે
ભેદસ્વભાવ ન માનીએ તો=દ્રવ્યગુણપર્યાયનો પરસ્પર ભેદસ્વભાવ ન માનીએ તો, સર્વદ્રવ્ય, સર્વગુણ, સર્વપર્યાયનું એકપણું પ્રાપ્ત થાય. તેણે કરી–તેમ સ્વીકારીએ તો, ફવું દ્રવ્ય=‘આ દ્રવ્ય છે’ અયં મુળઃ=‘આ ગુણ છે,' એવં પર્યાયઃ=‘આ પર્યાય છે,' એ પ્રકારના વ્યવહારનો વિરોધ થાય=એ પ્રકારના અનુભવસિદ્ધ વ્યવહારનો વિરોધ થાય, અને અભેદસ્વભાવ ન સ્વીકારીએ તો નિરાધાર એવા ગુણ-પર્યાયનો બોધ થવો ન જોઈએ; કેમ કે આધાર-આધેયનો અભેદ વગર બીજો સંબંધ જ ઘટે નહીં. ૭.૮.
ગન્ન=આમાં=ભેદ-અભેદસ્વભાવમાં, પ્રવચનસાત્રાથા=‘પ્રવચનસાર’ની ગાથા છે. ‘પ્રવચનસાર'ની ગાથાનો અર્થ આ પ્રમાણે
પવિમત્તવુંસાં પ્રવિમપ્રવેશત્વ=પ્રવિભક્તપ્રદેશપણું, પુષત્ત=પૃથö=પૃથક્ક્સ છે (માટે ગુણ-ગુણીનું ઘટપટની જેમ પ્રવિભક્ત પ્રદેશત્વરૂપ પૃથક્ત્વ નથી.), અળત્તમતન્માવા=અન્યત્વે અતમાવઃ=અતદ્ભાવ અન્યત્વ છે. (માટે ગુણ-ગુણીને અન્યત્વરૂપ ભેદ છે. । તમવું=ન તમવું=ન તમવ=તે રૂપ નથી=ગુણ-ગુણીરૂપ જ નથી એથી, થમેમાં મર્ ?–થમે મતિ=કેવી રીતે એક થાય ? અર્થાત્ ગુણ-ગુણીનું એકપણું ન થાય.
-
Page #120
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧
ગાથા-૧૦
વિત્તિ વીરસ્ય સાસળં=તિ ફ્રિ વીરસ્ય શાસનં=એ જ વીરનું શાસન છે. (પ્રવચનસારોદ્ધાર-૨/૧૪)
‘કૃતિ’ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. ।।૨/૧૪ ||૧૧|૧૦||
૯૩
ભાવાર્થ:
વળી, દરેક પદાર્થોમાં ભેદસ્વભાવ છે અને અભેદસ્વભાવ પણ છે, તે બતાવવા માટે ગ્રંથકારશ્રી કહે
છે
(૭) ભેદસ્વભાવ :
કોઈપણ પદાર્થને ગ્રહણ કરીને વિચારીએ તો પદાર્થમાં ગુણો રહેલા છે અને તે ગુણોનો આધાર તે પદાર્થ છે, જે ગુણી છે. જેમ આત્મદ્રવ્યમાં જ્ઞાન, વીર્ય આદિ ગુણો છે અને તે ગુણોનો આધાર ગુણી એવો આત્મા છે, તેથી ગુણ-ગુણીરૂપ પદાર્થ હોવાથી પદાર્થમાં ભેદસ્વભાવ જાણવો.
વળી, દરેક પદાર્થમાં પર્યાયો વર્તે છે અર્થાત્ પ્રતિક્ષણ નવા નવા ભાવો વર્તે છે અને તે પર્યાયોનો આધાર પર્યાયી છે જે દ્રવ્યસ્વરૂપ છે. જેમ આત્મદ્રવ્યરૂપ પર્યાયીમાં પ્રતિક્ષણ પરિવર્તન પામતા ભાવો દેખાય છે તેથી પર્યાય અને પર્યાયના આધારભૂત પર્યાયી તે બે વચ્ચે ભેદસ્વભાવ છે; કેમ કે પર્યાય શબ્દથી પર્યાયી વાચ્ય નથી અને પર્યાયી શબ્દથી પર્યાય વાચ્ય નથી, માટે પર્યાય-પર્યાયી શબ્દથી વાચ્ય બે વસ્તુ છે તેથી ભેદસ્વભાવ છે.
વળી, આત્માદિ દરેક પદાર્થોમાં કારકો વર્તે છે અને પદાર્થ કારકી છે; જેમ, આત્મા કારકી છે અને આત્મામાં છ કારકો વર્તે છે. આ રીતે દરેક પદાર્થો કારક-કારકીભાવરૂપે દેખાય છે. કા૨ક શબ્દથી કારકી વાચ્ય નથી અને કારકી શબ્દથી કારક વાચ્ય નથી, તેથી ભેદસ્વભાવ દરેક પદાર્થમાં પ્રાપ્ત થાય છે. અને આ ગુણ-ગુણી આદિનો જે ભેદ પ્રાપ્ત થયો તે સંજ્ઞાના ભેદથી ભેદની પ્રાપ્તિ છે; કેમ કે ગુણી દ્રવ્ય છે અને તેમાં ગુણો વર્તે છે. તે બન્નેને કહેનારા વાચક શબ્દો જુદા છે, તેથી સંજ્ઞાના ભેદથી ભેદસ્વભાવની પ્રાપ્તિ થઈ.
વળી, દ્રવ્ય એક છે અને ગુણ-પર્યાય અનેક છે એ રીતે સંખ્યાનો ભેદ પ્રાપ્ત થાય છે. તેથી સંખ્યાના ભેદથી તેઓનો પરસ્પર ભેદ છે. માટે દેખાતી વસ્તુમાં ભેદસ્વભાવ જાણવો.
વળી, દ્રવ્યનું લક્ષણ જુદું છે, ગુણોનું લક્ષણ જુદું છે અને પર્યાયનું લક્ષણ જુદું છે, તેથી લક્ષણના ભેદથી વસ્તુમાં ભેદસ્વભાવ છે.
વળી, ગુણ, પર્યાય આધેય છે અને દ્રવ્ય આધાર છે તેથી પણ ગુણ, પર્યાય અને દ્રવ્ય વચ્ચે ભેદસ્વભાવ છે.
(૮) અભેદસ્વભાવ :
વળી, દ્રવ્ય, ગુણ અને પર્યાય વચ્ચે અભેદ વૃત્તિ છે=એક સ્થાનમાં પરસ્પર વ્યાપીને રહેલા છે, તે
Page #121
--------------------------------------------------------------------------
________________
જ
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧, ગાથા-૧૦ લક્ષણવાળો અભેદસ્વભાવ જાણવો અર્થાત્ સન્મુખ દેખાતી વસ્તુમાં “આ ભાગ દ્રવ્ય છે', “આ ભાગ ગુણ છે', “આ ભાગ પર્યાય છે' એવો ભેદ પ્રાપ્ત થતો નથી; પરંતુ જે દ્રવ્યરૂપે છે એ જ દ્રવ્યને વ્યાપીને ગુણ અને પર્યાય વર્તે છે તેથી અભેદસ્વભાવ છે.
વળી, એક જ વસ્તુમાં ભેદ અને અભેદ કઈ રીતે વર્તે છે ? તે સ્પષ્ટ કરવા અર્થે યુક્તિ બતાવે છે –
પદાર્થમાં ભેદસ્વભાવ ન માનો તો સર્વ વસ્તુમાં દ્રવ્ય, ગુણ અને પર્યાયનું એકપણું પ્રાપ્ત થાય અને એકપણું સ્વીકારીએ તો “આ દ્રવ્ય છે', “આ ગુણ છે', “આ પર્યાય છે એ પ્રકારના અનુભવસિદ્ધ વ્યવહારનો વિરોધ થાય છે.
જેમ “મારો આત્મા દ્રવ્ય છે', “મારા આત્માના જ્ઞાનાદિ ગુણો છે', “મારા આત્માના મનુષ્યાદિ પર્યાય છે એ પ્રમાણે ત્રણ વસ્તુને આશ્રયીને જે વ્યવહાર થાય છે, તે વ્યવહારનો વિરોધ થાય; કેમ કે અનુભવાતો પોતાનો આત્મા ભેદસ્વભાવ વગરનો હોવાથી “આ દ્રવ્ય છે, “આ ગુણ છે,’ ‘આ પર્યાય છે' એ ત્રણ પ્રકારની પ્રતીતિ પોતાનામાં સંગત થાય નહીં.
વળી, અભેદસ્વભાવ ન માનીએ તો=દ્રવ્યમાં વર્તતા ગુણનો અને દ્રવ્યમાં વર્તતા પર્યાયોનો પરસ્પર અભેદસ્વભાવ ન માનીએ તો, દ્રવ્યમાં પ્રતીત થતા એવા ગુણ-પર્યાયનો બોધ થાય નહીં.
કેમ બોધ થાય નહીં ? તેથી કહે છે – આધાર-આધેયનો અભેદ વગર બીજો સંબંધ ઘટતો નથી.
આશય એ છે કે, આત્મારૂપ દ્રવ્ય આધાર છે અને આત્માના જ્ઞાનાદિ ગુણ અને આત્માના મનુષ્યાદિ પર્યાય આધેય છે. આધેય એવા જ્ઞાનાદિ ગુણને અને મનુષ્યાદિ પર્યાયને આત્મામાં રાખવા માટે તે ત્રણથી અતિરિક્ત કોઈ સંબંધ નથી તે અનુભવસિદ્ધ છે. આધાર એવા આત્માને વ્યાપીને જ આત્માના જ્ઞાનાદિ ગુણ રહેલા છે અને મનુષ્યાદિ પર્યાય રહેલા છે, તેથી આધાર એવા આત્મદ્રવ્ય અને આધેય એવા ગુણપર્યાય વચ્ચે કથંચિત્ એકત્વભાવરૂપ અભેદસ્વભાવ છે.
વળી, દ્રવ્ય-ગુણ-પર્યાયનો કથંચિત્ ભેદસ્વભાવ છે અને કથંચિત્ અભેદસ્વભાવ છે તે બતાવવા અર્થે પ્રવચનસારની સાક્ષી બતાવે છે.
પ્રવચનસારની ગાથા ૨/૧૪ના પૂર્વાર્ધ અનુસાર એ પ્રાપ્ત થાય કે, પ્રવિભક્ત પ્રદેશપણું પૃથપણું છે અર્થાત્ દ્રવ્ય, ગુણ અને પર્યાયના પ્રદેશો પ્રવિભક્ત નથી પરંતુ જે દ્રવ્ય છે તે જ ગુણસ્વરૂપ અને પર્યાયસ્વરૂપ દેખાય છે, માટે દ્રવ્ય, ગુણ અને પર્યાયનો ભેદ નથી પરંતુ અભેદ છે. જેમ, ઘટના પ્રદેશો જુદા છે અને પટના પ્રદેશો જુદા છે, તેથી ઘટ અને પટનું પૃથકપણું છે તેમ દ્રવ્ય, ગુણ અને પર્યાય વચ્ચે પ્રવિભક્ત પ્રદેશપણું નથી, માટે દ્રવ્ય, ગુણ અને પર્યાય વચ્ચે અભેદસ્વભાવ છે.
વળી, પ્રવચનસારની ગાથાના ઉત્તરાર્ધ અનુસાર એ પ્રાપ્ત થાય કે, “અતભાવ અન્યત્વ છે અર્થાત્ ‘તે સ્વરૂપ ન હોય તે અદ્ભાવ કહેવાય. તેથી તેનું એકત્વ કેમ કહી શકાય? અર્થાત્ કહી શકાય નહીં.”
Page #122
--------------------------------------------------------------------------
________________
૯૫
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧ | ગાથા-૧૦-૧૧ તે પ્રમાણે વિચારીએ તો દ્રવ્ય એ ગુણરૂપ નથી પરંતુ ગુણ એ દ્રવ્યના અતાવરૂપ છે. વળી, પર્યાય એ દ્રવ્યરૂપ નથી પરંતુ દ્રવ્યના અતર્ભાવરૂપ છે, તેથી દ્રવ્ય, ગુણ અને પર્યાય વચ્ચે અન્યત્વરૂપ ભેદ છે માટે દ્રવ્ય, ગુણ અને પર્યાયનો ભેદસ્વભાવ છે. જો દ્રવ્ય, ગુણ અને પર્યાયનો ભેદસ્વભાવ ન હોય તો ‘દ્રવ્ય જ ગુણ છે', “દ્રવ્ય જ પર્યાય છે' તેમ એકાંત વચન કહેવાનો પ્રસંગ આવે. વસ્તુતઃ “દ્રવ્ય' શબ્દથી ગુણની અને પર્યાયની ઉપસ્થિતિ થતી નથી. “ગુણ' શબ્દથી ગુણની ઉપસ્થિતિ થવા છતાં દ્રવ્યની અને પર્યાયની ઉપસ્થિતિ થતી નથી. પર્યાય’ શબ્દથી પર્યાયની ઉપસ્થિતિ થવા છતાં દ્રવ્યની અને ગુણની ઉપસ્થિતિ થતી નથી. તેથી દ્રવ્ય, ગુણ અને પર્યાય એ ત્રણે વચ્ચે ભેદસ્વભાવ છે. II૧૧/૧ના અવતરણિકા -
વળી, પદાર્થમાં ભવ્ય સ્વભાવ અને અભવ્ય સ્વભાવ છે તે બતાવવા અર્થે કહે છે – ગાથા :
શક્તિ અવસ્થિત નિજ રૂપાન્તર, ભવનિ ભવ્ય રવભાવો જી, સિહું કાલિં મિલતા પરભાવુિં, અભવન અભવ્ય સ્વભાવો જી; શૂન્યભાવ વિણ ભવ્ય સ્વભાવિ, કટ કાર્યનઈ યોગઈ જી,
અભવ્યભાવ વિણ દ્રવ્યાન્તરતા, થાઈ દ્રવ્ય સંયોગઈ જી. II૧૧/૧૧II ગાથાર્થ :
અવસ્થિત એવા દ્રવ્યની નિજ રૂપાન્તર ભવનિ=પોતાના રૂપાંતર થવાની શક્તિ અર્થાત્ યોગ્યતા, તે ભવ્ય સ્વભાવ છે. ત્રિહું કાલિં મિલતા==ણે કાળમાં ભેગા થતા, પરભાવના અભવન= જીવદ્રવ્ય અજીવદ્રવ્યરૂપે ન થાય કે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યરૂપે ન થાય તે રૂપ અભવન સ્વભાવ=તે અભવ્ય સ્વભાવ છે.
ભવ્યસ્વભાવ અને અભવ્ય સ્વભાવ એક જ વસ્તુમાં સ્વીકારવાની યુક્તિ બતાવે છે –
ભવ્યસ્વભાવ વગર ખોટા કાર્યના યોગે–દેખાતાં કાર્યો કાલ્પનિક છે એના કારણે, શૂન્યભાવ પ્રાપ્ત થાય=વસ્તુનો અભાવ પ્રાપ્ત થાય. અભવ્ય સ્વભાવ વગર=દરેક વસ્તુમાં અન્ય દ્રવ્યરૂપે થવાના અભવ્યસ્વભાવ વગર, દ્રવ્યાંતરના સંયોગથી દ્રવ્યાંતરતા થાય=તે દ્રવ્ય અન્ય દ્રવ્યરૂપે થાય. II૧૧/૧૧II રબો -
અર્વક કાર્યકરણશક્તિક જે અવસ્થિત દ્રવ્ય છÉ, તેહનઈં ક્રમિક વિષાક્તરાવિર્ભાવઈ અભિવ્યંગ્ય ભવ્ય સ્વભાવ કહિઈં. વિહું કાલિ પર દ્રવ્યમાંહિ ભિલતાં પણિ પરસ્વભાવઈં ન પરિણમવું, તે અભવ્યસ્વભાવ કહિઈં.
Page #123
--------------------------------------------------------------------------
________________
૯૬
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧ | ગાથા-૧૧
अन्नोन्नं पविसंता देता ओगासमण्णमण्णस्स ।
मेलंता विय णिच्चं सगसगभावं ण विजर्हति ।। १ ।। ()
ન
ભવ્ય સ્વભાવ વિના, ખોટા કાર્યનઈં યોગઈ શૂન્યપણું થાઈં. પરભાવઈ ન હોઈ અનઈં સ્વભાવઈ ન હોઈ, તિવારે ન હોઈ જ. અનઈ અભવ્ય સ્વભાવ ન માનિઈ, તો, દ્રવ્યનઈં સંયોગઈં દ્રવ્યાંતરપણું થવું જોઈઈ. જે માટેિ ધર્માધર્માદિકનઈ, જીવપુદ્દગલાદિકનઈં એકાવગાહનાવગાઢકારણઈં કાર્યસંકર, અભવ્વસ્વભાવઈ જ ન થાઈ. તત્તઢવ્યનઈં તત્તત્કાર્યહેતુતાકલ્પન પણિ અભવ્યત્વસ્વભાવગર્ભ જ છઈં.
“आत्मादेः स्ववृत्त्यनन्तकार्यजननशक्तिर्भव्यता, तत्तत्सहकारिसमवधानेन तत्तत्कार्योपधायकताशक्तिश्च તથામવ્યતા, તથામન્યતર્યવાનતિપ્રસાઃ” કૃતિ તુ દૃમિદ્રાચાર્યાઃ । ૯.૧૦, I/૧૧/૧૧/ ટબાર્થ:
અનેક કાર્યકરણ શક્તિક, જે અવસ્થિત દ્રવ્ય છે=જગતવર્તી સર્વ દ્રવ્યો પોતાનામાં થતાં અનેક કાર્યો કરવાની શક્તિવાળાં છે તે સ્વરૂપે જે અવસ્થિત દ્રવ્યો છે, તેમાં ક્રમિક વિશેષાન્તરના આવિર્ભાવથી અભિવ્યંગ્ય એવો ભવ્ય સ્વભાવ કહેવાય છે અર્થાત્ તે ભવ્ય સ્વભાવને કારણે જ તે તે રૂપે વિશેષાંતર ભાવોની પ્રાપ્તિ થાય છે તેથી તે વિશેષાંતર ભાવોથી અભિવ્યંગ્ય એવો ભવ્યસ્વભાવ છે. ત્રણે કાળમાં પરદ્રવ્યમાં ભળવા છતાં પણ પરસ્વભાવે ન પરિણમવું=પરસ્વભાવે ન થવું, તે અભવ્યસ્વભાવ કહેવાય છે.
અભવ્ય સ્વભાવને સ્પષ્ટ કરવા અર્થે ઉદાહરણ બતાવે છે.
અન્નોમાં પવિસંતા=અન્યોન્ય પ્રવેશ પામતા જીવ-પુદ્ગલ આદિ દ્રવ્યો અન્યોન્ય પ્રવેશ પામતા, ઓળાસમ,મળસ્ક વેંતા=અન્યોન્યને અવકાશને આપતા=પોતે રહેલા હોય તે સ્થાનમાં અન્યોન્યને અવકાશ આપતા, નિરૂં મેર્જાતા વિવ=નિત્ય ભેળા થવા છતાં પણ, સસામાનું ન વિન ંતિ=સગસગભાવને અર્થાત્ પોતપોતાના ભાવને, છોડતા નથી. ।।૧।। (તે અભવ્ય સ્વભાવ છે.)
એક વસ્તુમાં ભવ્ય સ્વભાવ અને અભવ્ય સ્વભાવ સ્વીકારવાની યુક્તિ બતાવે છે.
ભવ્યસ્વભાવ વગર=દરેક દ્રવ્યોમાં તે તે પર્યાયરૂપે થવાના ભવ્ય સ્વભાવ વગર, ખોટા કાર્યના યોગે=પરિણમન પામતા પર્યાયરૂપ ખોટાં કાર્યોના યોગે, શૂન્યપણું થાય.
કેમ શૂન્યપણું થાય ? તેથી કહે છે
પરભાવ પણ ન હોય અને સ્વભાવ પણ ન હોય=અન્યરૂપે થવાના ભાવ પણ ન હોય અને પોતાનામાં થતા તે તે ભાવરૂપે થવાનો સ્વભાવ પણ ન હોય, તિવારે=કોઈપણ પ્રકારનો ભાવ ન હોય તે વખતે, ન હોય જ=શૂન્યપણું જ પ્રાપ્ત થાય=કોઈ સ્વભાવ ન હોય માટે શૂન્યપણું જ પ્રાપ્ત
Page #124
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ / ઢાળ-૧૧ / ગાથા-૧૧
થાય. અને અભવ્ય સ્વભાવ ન માનીએ તો, દ્રવ્યના સંયોગમાં દ્રવ્યાંતરપણું થવું જોઈએ.
કેમ દ્રવ્યાંતરપણું થવું જોઈએ ? તેથી કહે છે –
જે માટે ધમધમદિકને ધમસ્તિકાય-અધમસ્તિકાયાદિકને જીવ-પગલાદિકને એક અવગાહતાવગાઢને કારણે કાર્યનું સંકર-એક ક્ષેત્રમાં રહેલાં દરેક દ્રવ્યોમાં થતાં કાર્યોનું પરસ્પર એકપણારૂપ સંકર, અભવ્ય સ્વભાવને કારણે જ ન થાય=થતું નથી. તે તે દ્રવ્યને–તે તે દ્રવ્યમાં, તે તે કાર્યની હેતુતાનું કલ્પના પણ અભવ્યત્વસ્વભાવગર્ભ જ છે=અભવ્ય સ્વભાવને કારણે જ સંભવ છે. I૯/૧૦
આત્મા આત્માદિ વસ્તુની સ્વવૃનન્તરાર્થનનનp:સ્વવૃત્તિ અનન્તકાર્યના જનનની શક્તિ પોતાનામાં ક્રમસર થતાં અનંતાં કાર્યોને નિષ્પન્ન કરવાની શક્તિ, વ્યતા=ભવ્યતા છે. તત્તત્સદરિસમવધાન ર=અને તે તે સહકારીના સમવધાનથી, તત્તર્યોપથાયતાશp:=તે તે કાર્યની ઉપધાયકતા શક્તિને તે કાર્યને પ્રગટ કરવાની શક્તિ, તથાપવ્યતા તથાભવ્યતા છે, તથાતિયા વિ અતિપ્રસ: તથાભવ્યતાને કારણે જ અનતિપ્રસંગ છે જે વસ્તુમાં જે કાર્ય થતું નથી તે કાર્ય થવાનો અનતિપ્રસંગ છે.” રિ તુ હરિદાવા એ પ્રકારે હરિભદ્રાચાર્ય (કહે છે.) ૯.૧૦. II૧૧/૧૧] ભાવાર્થ -
જગતવર્તી દરેક વસ્તુમાં કોઈક અપેક્ષાએ ભવ્યત્વસ્વભાવ છે અને કોઈક અપેક્ષાએ અભવ્યત્વસ્વભાવ છે, તે સ્પષ્ટ કરે છે. તેમાં કઈ રીતે દરેક વસ્તુમાં ભવ્યત્વસ્વભાવ છે ? તે બતાવતાં કહે છે –
દરેક દ્રવ્ય અવસ્થિત છે અર્થાતુ ક્યારેય પણ તે દ્રવ્ય નાશ પામતું નથી. તે તે દ્રવ્યમાં જે જે પર્યાય પ્રગટ થાય છે તેના પૂર્વે તે તે પર્યાયરૂપે કાર્ય કરવાની શક્તિ વિદ્યમાન છે તેને ભવ્યત્વસ્વભાવ કહેવાય છે. આ ભવ્યત્વસ્વભાવ તે દ્રવ્યમાં ક્રમસર થતા વિશેષ વિશેષ પર્યાયના આવિર્ભાવથી અભિવ્યંજિત થાય છે. જેમ સરાવમાં ગંધ વિદ્યમાન છે અને જળ નાખવાથી તે ગંધ અભિવ્યક્ત થાય છે તેમ દરેક પદાર્થોનો તે તે ભાવરૂપે થવાનો સ્વભાવ વિદ્યમાન છે, તેથી ક્રમસર તે તે ભાવો આવિર્ભાવ પામે છે. તે આવિર્ભાવને જોઈને બોધ થાય છે કે આ દ્રવ્યમાં આ ભાવ થવાની યોગ્યતા છે. જેમ સંસારી જીવ નર-નારકાદિ પર્યાયરૂપે સતત પરિવર્તન પામે છે. તેથી નક્કી થાય છે કે સંસારી જીવોમાં તે પ્રકારે થવાયોગ્ય સ્વભાવ છે. વળી, ત્રણે કાળમાં પરદ્રવ્ય સાથે એક ક્ષેત્રમાં ભેગા થાય તોપણ પરસ્વભાવે પરિવર્તન ન પામે તે અભવ્યસ્વભાવ છે. આથી જ, સંસારી જીવરૂપ દ્રવ્ય કર્મના અને દેહના પુદ્ગલો સાથે એક ક્ષેત્રમાં અણુતણુની જેમ રહેલા હોવા છતાં પુદ્ગલરૂપે પરિવર્તન પામતું નથી અને પુગલરૂપ દ્રવ્ય પણ ચેતનરૂપ બનતું નથી. તેનું કારણ જીવનો પુદ્ગલરૂપે નહીં થવાનો સ્વભાવ છે, પુદ્ગલનો જવરૂપે નહીં થવાનો સ્વભાવ છે જે અભવ્યસ્વભાવ છે.
અભવ્યસ્વભાવને સ્પષ્ટ કરવા અર્થે ઉદાહરણ આપે છે -
ધર્માસ્તિકાયાદિ પાંચે દ્રવ્યો એક જ સ્થાનમાં રહેલાં છે તેથી તેઓના પ્રદેશો અન્યોન્ય પ્રવેશ પામે છે અને દરેક દ્રવ્યો અન્યોન્યને અવકાશ પણ આપે છે. આથી જ, જ્યાં ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો છે તે દ્રવ્યો
Page #125
--------------------------------------------------------------------------
________________
૯૮
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧ગાથા-૧૧ જીવને પણ ત્યાં રહેવા અવકાશ આપે છે અને પુદ્ગલને પણ રહેવા અવકાશ આપે છે. વળી, જીવ-પુદ્ગલ આદિ દ્રવ્યો નિત્ય મળતાં હોય છે છતાં પોતપોતાના ભાવને છોડતા નથી. જેમ જે આકાશ ઉપર પોતાનો આત્મા છે તે આકાશથી અન્ય આકાશમાં રહેલા પરમાણુ આદિ પુદ્ગલો જીવના અવગાહનવાળા આકાશમાં આવે છે ત્યારે જીવને મળતા જ હોય છે તોપણ બંનેમાંથી એકપણ પોતપોતાના ભાવનો ત્યાગ કરતા નથી. આથી જ ધર્માસ્તિકાય દ્રવ્ય અધર્માસ્તિકાય બનતું નથી કે આકાશાસ્તિકાય પણ બનતું નથી અને જીવ પણ ક્યારેય અજીવરૂપ બનતો નથી કે પુદ્ગલરૂપ બનતો નથી અર્થાત્ તે તે અસ્તિકાયો પોતપોતાના સ્વભાવને છોડતા નથી. આ રીતે તે પાંચે અસ્તિકાયોનો અન્ય અસ્તિકાયરૂપે નહીં થવાના સ્વભાવરૂપ અભવ્ય સ્વભાવ છે.
દરેક પદાર્થોમાં ભવ્યસ્વભાવ અને અભવ્ય સ્વભાવ ભિન્નધર્મવચ્છેદથી છે તેથી નિત્યાનિત્ય સ્વભાવની જેમ વિરોધ નથી, તે બતાવવા અર્થે કહે છે –
જો પદાર્થમાં ભવ્યસ્વભાવ ન માનીએ તો તે પદાર્થ કોઈરૂપે થવાના સ્વભાવવાળો નથી તેમ પ્રાપ્ત થાય. કોઈરૂપે થવાનો સ્વભાવ ન હોય તો પદાર્થમાં દેખાતાં કાર્યો કાલ્પનિક છે, વાસ્તવિક નથી તેમ માનવું પડે; કેમ કે તે તે કાર્યરૂપે થવાનો વસ્તુનો સ્વભાવ નથી તેથી દેખાતાં કાર્યો તેમાં નથી, ફક્ત ઊંઘમાં દેખાતા હાથીઘોડા જેવાં કાલ્પનિક છે. જેમ, સાંખ્યદર્શનકાર આત્માને કૂટનિત્ય માને છે, તેથી તેમના મતે આત્માનો કોઈ સ્વરૂપે થવાનો સ્વભાવ નથી. જો આવો સ્વભાવ ન હોય તો પોતાના આત્મામાં જે ભિન્ન ભિન્ન કાર્યો દેખાય છે અર્થાતુ ક્યારેક સુખ, ક્યારેક દુ:ખ, ક્યારેક જ્ઞાન, ક્યારેક અજ્ઞાન રૂપ જે ભિન્ન કાર્યો દેખાય છે તે સર્વ ખોટાં કાર્યો છે તેમ માનવું પડે અને તેમ સ્વીકારીએ તો આત્માનું શૂન્યપણું પ્રાપ્ત થાય અથવા જુદા જુદા ભવ્ય સ્વભાવ વગરનાં સર્વ દ્રવ્યોનું શૂન્યપણું પ્રાપ્ત થાય.
ભવ્ય સ્વભાવ ન સ્વીકારીએ તો દ્રવ્યોનો શુન્ય સ્વભાવ કેમ પ્રાપ્ત થાય? તેમાં યુક્તિ બતાવે છે –
દરેક દ્રવ્ય સ્વભાવરૂપે ન હોય અને પરભાવરૂપે ન હોય તો તે દ્રવ્ય નથી તેમ જ માનવું પડે. આશય એ છે કે દ્રવ્યમાં પરભાવરૂપે થવાનો સ્વભાવ નથી તેથી તે પરભાવરૂપે થતું નથી અને પોતાનામાં થતાં જે કાર્યો છે તે કાર્યો ખોટાં હોવાથી તે રૂપે પણ થવાનો સ્વભાવ નથી. જે વસ્તુમાં કોઈ સ્વભાવ ન હોય તે શૂન્ય છે.
જેમ શશશૃંગમાં જીવરૂપે પણ થવાનો સ્વભાવ નથી કે કોઈ અન્યરૂપે પણ થવાનો સ્વભાવ નથી, માટે શશશૃંગ જગતમાં નથી તેમ આત્મદ્રવ્ય પોતાનામાં થતા તે તે ભાવારૂપે થવાના સ્વભાવવાળું પણ ન હોય અને પુદ્ગલાદિરૂપ થવાના સ્વભાવવાળું પણ ન હોય તો તેનામાં કોઈ સ્વભાવ નથી. જેમાં કોઈ સ્વભાવ ન હોય તેવી કોઈ વસ્તુ જગતમાં નથી, તેથી તે શૂન્ય છે તેમ માનવું પડે. આથી જ સતુનું લક્ષણ ઉત્પાદવ્યય-ધ્રૌવ્ય છે. તેથી નક્કી થાય છે કે દરેક દ્રવ્ય તે તે પર્યાયરૂપે ઉત્પન્ન થાય છે અને તે તે પર્યાયરૂપે ઉત્પન્ન થાય છે ત્યારે પૂર્વ પૂર્વનો પર્યાય નાશ પામે છે અને તે તે દ્રવ્યરૂપે નિત્ય છે. નિત્યરૂપ દ્રવ્યમાં તે તે પર્યાયરૂપે થવાનો સ્વભાવ છે માટે સત્ છે.
Page #126
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧ | ગાથા-૧૧
વળી, દરેક દ્રવ્યોમાં માત્ર ભવ્યસ્વભાવ માનવામાં આવે અને અભિવ્ય સ્વભાવ ન માનવામાં આવે તો એક ક્ષેત્રમાં રહેલાં ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો અન્ય દ્રવ્યના સંયોગને કારણે દ્રવ્યાંતરને પ્રાપ્ત કરે. જો આમ સ્વીકારીએ તો ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય બધા એક અવગાહનમાં હોવાને કારણે=એક સ્થાનમાં રહેલા હોવાને કારણે, કાર્યનું સંકર થાય અર્થાત્ જીવદ્રવ્ય પુદ્ગલરૂપ થાય, તેથી જીવદ્રવ્ય પુદ્ગલનું કાર્ય કરે, જીવદ્રવ્ય ધર્માસ્તિકાય થાય તેથી જીવદ્રવ્ય ધર્માસ્તિકાયનું કાર્ય કરે, જીવદ્રવ્ય અધર્માસ્તિકાય થાય તેથી જીવદ્રવ્ય અધર્માસ્તિકાયનું કાર્ય કરે એમ કાર્યનું સંકર થાય. તે રીતે દરેક દ્રવ્યો એકબીજારૂપે થવાથી “આ જીવદ્રવ્યનું કાર્ય છે,” “આ ધર્માસ્તિકાયનું કાર્ય છે એ રૂપ પ્રતિનિયત કાર્યનો વિભાગ પ્રાપ્ત થાય છે, તે પ્રાપ્ત થાય નહીં, પરંતુ બધાનાં કાર્યો પરસ્પર એકબીજા સ્વરૂપે પ્રાપ્ત થાય, તેથી અભવ્યસ્વભાવ સ્વીકારવો જોઈએ. તેના કારણે પાંચે મૂળ દ્રવ્યો પરસ્પર અન્ય દ્રવ્યરૂપે ક્યારેય પ્રાપ્ત થતાં નથી એટલું જ નહીં, પણ એક પુદ્ગલ પણ અન્ય પુદ્ગલરૂપે થતું નથી અને એક જીવ પણ અન્ય જીવરૂપે થતો નથી. આથી જ, મોક્ષમાં જનારા જીવો શુદ્ધ દ્રવ્યમાં વિલય પામતા નથી પરંતુ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે તેનું કારણ દરેક દ્રવ્યોનો અન્યરૂપે નહીં થવાનો સ્વભાવ છે. અભવ્યસ્વભાવ માનવાથી કાર્ય સંકર ન થાય એટલું જ નહીં પણ તે તે દ્રવ્ય તે તે પ્રતિનિયત કાર્યના હેતુ છે એ પ્રકારની વ્યવહારમાં જે કલ્પના થાય છે, તેથી પણ દ્રવ્યમાં અભવ્ય સ્વભાવ રહેલો છે. જેમ, માટીદ્રવ્યમાં ઘટરૂપ કાર્યની હેતુતા છે એ પ્રકારનો વ્યવહાર પ્રવર્તે છે, તેથી ઘટનો અર્થી માટીમાં યત્ન કરે છે તેમાં પણ માટીમાં પટવ આદિ રૂપે નહીં થવાનો સ્વભાવ ગર્ભમાં છે. આથી જ માટીમાંથી ઘડો થશે, પટ નહીં થાય એવો નિર્ણય કરીને ઘટનો અર્થી માટીમાં યત્ન કરે છે અને પટનો અર્થ “તંતુથી પટ થશે, ઘટ નહીં થાય' એવો નિર્ણય કરીને તંતુમાં યત્ન કરે છે. તેથી તંતુમાં ઘટ થવાના અભવ્યત્વસ્વભાવથી યુક્ત પટ થવાનો સ્વભાવ છે માટે પટરૂપ કાર્યની હેતુતા તંતુમાં છે તેવી કલ્પના થાય.
વળી, આત્માના ભવ્યસ્વભાવના વિષયમાં આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાનું વચન છે, જેના બળથી પ્રાપ્ત થાય છે, તે તે કાર્યની હેતતા રૂપ ભવ્યત્વસ્વભાવની કલ્પના તે તે દ્રવ્યમાં થાય છે. ગાથાનો અર્થ આ પ્રમાણે છે –
આત્માદિ પદાર્થોમાં પોતાનામાં વર્તતા અનંતકાર્યની જનનશક્તિ તે ભવ્યતા છે. તેથી એ પ્રાપ્ત થાય કે, આત્મદ્રવ્ય અનાદિનું છે અને તે દ્રવ્યમાં પ્રતિક્ષણ જે નવા નવા પર્યાયરૂપ કાર્યો થાય છે તે અનંત કાર્યોની જનનશક્તિ તે આત્મદ્રવ્યમાં છે તે શક્તિ જ ભવ્યતા છે અર્થાત્ આત્માનો ભવ્યસ્વભાવ છે. આત્મામાં રહેલી છે તે કાર્યને નિષ્પન્ન કરવાની યોગ્યતા તે તે સહકારીના સમવધાનથી તે તે કાર્યને ઉત્પન્ન કરે તેવી શક્તિ તે તથાભવ્યતા છે. તેથી એ પ્રાપ્ત થાય છે, આત્મામાં જે જે કાર્ય થાય છે તે સર્વ કાર્યો પ્રત્યે તે જીવનો પુરુષકાર, તે જીવનું તથા પ્રકારનું કર્મ, તથા પ્રકારની ભવિતવ્યતા તે સહકારી કારણો છે. તે સહકારી કારણોની પ્રાપ્તિના બળથી આત્મામાં રહેલી જે કાર્ય કરવાની શક્તિ તે તથાભવ્યતા છે અને તેવી
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૦૦
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧ ગાથા-૧૧-૧૨ તથાભવ્યતા સ્વીકારી આથી જ, આત્મા ક્યારેય પણ પુદ્ગલરૂપ થતો નથી કે ધર્માસ્તિકાયાદિરૂપ થતો નથી; કેમ કે જેમ આત્મા સંસારીઅવસ્થામાં તે તે ભવોમાં તે તે ભાવરૂપે થાય છે તેમ કોઈક વખતે ધર્માસ્તિકાયાદિરૂપે થાય કે પુદ્ગલરૂપે થાય તેવી તથાભવ્યતા આત્મામાં નથી. માટે તથાભવ્યતાને કારણે જ આત્માનો પુદ્ગલરૂપે થવાનો કે ધર્માસ્તિકાયાદિરૂપ થવાનો અતિપ્રસંગ આવતો નથી, કેમ કે આત્મામાં તે તે પ્રકારના કોઈ સહકારીના સમવધાનથી પુદ્ગલરૂપે થવાની કે ધર્માસ્તિકાયાદિરૂપ થવાની શક્તિ નથી. આથી જ આત્મા ક્યારેય પુદ્ગલરૂપે કે ધર્માસ્તિકાયાદિરૂપે થતો નથી. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ.સા.ના વચનમાં જે “આત્માદિ શબ્દ છે તેમાં આદિ’ શબ્દથી ધર્માસ્તિકાયાદિ અન્ય ચાર દ્રવ્યોનું ગ્રહણ છે તેથી તેમની પણ તથાભવ્યતા તેવી જ છે કે તેઓ ક્યારેય અન્ય દ્રવ્યરૂપ બને નહીં અર્થાતુ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો જીવરૂપે ન બને. તેથી દરેક દ્રવ્યમાં રહેલી તથાભવ્યતાને કારણે જ અન્ય દ્રવ્યરૂપે થવાનો અતિપ્રસંગ આવતો નથી.
આથી એ ફલિત થયું કે, આત્માદિ દ્રવ્યો ધર્માસ્તિકાયાદિરૂપ થવાના અભવ્યત્વસ્વભાવગર્ભ આત્મામાં થનારાં તે તે કાર્યો અર્થે હેતુ છે અર્થાત્ આત્મામાં જે જે ભાવો થાય છે તે તે ભાવોમાં આત્મદ્રવ્ય હેતુ છે. આથી આત્મદ્રવ્ય મનુષ્ય, દેવ આદિ ભાવરૂપે થાય છે તેમ ક્યારેય ધર્માસ્તિકાય કે પુગલાસ્તિકાય આદિરૂપે થતું નથી. I૧૧/૧૧ાા અવતરણિકા:
અત્યાર સુધી ધમસ્તિકાયાદિ પાંચે દ્રવ્યોના દસ સ્વભાવો બતાવ્યા. હવે અવશેષ અગિયારમો સ્વભાવ બતાવે છે –
પરમભાવ પારિણામિકભાવ, પ્રધાનતાઈ લીજ જા. એ વિણ મુખ્યરૂપ કિમ દ્રવ્યઈ, પ્રસિદ્ધ રીતિ દીજઈ જી? એ સામાન્ય સ્વભાવ ઈગ્યારહ, સકલ દ્રવ્યનઈ ધારો જી, આગમ અર્થ વિચારીનઈ જગિ, સુનસવાદ વિસ્તારો જી. II૧૧/૧૨
ગાથાર્થ
પરમભાવ એ પારિણામિકભાવ છે. તેને પ્રધાનતાથી લેવો જોઈએ. એ વગર=પરમભાવ ન સ્વીકારવામાં આવે તો, દ્રવ્યનું પ્રસિદ્ધ એવું મુખ્યરૂપ કઈ રીતે દેવાય ? અર્થાત્ કઈ રીતે બોલાવાય ?
એ સામાન્ય ૧૧ સ્વભાવ અત્યાર સુધી વર્ણન કર્યા એ સામાન્ય ૧૧ સ્વભાવ, સર્વ દ્રવ્યને વિષે ધારો. આગમના અર્થને વિચારીને જગતમાં સુજસના વાદને વિસ્તારો. ૧૧/૧ર/
Page #128
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગણપર્યાયનો રાસ ભાગ-૨/ ઢાળ-૧૧ | ગાથા-૧૨
૧૦૧
ટબો:
સ્વલક્ષણીભૂત પારિણામિકભાવ પ્રધાનતાઈ પરમભાવ સ્વભાવ કહિઈ. જિમ જ્ઞાનસ્વરૂપ આત્મા.
એ પરમભાવ સ્વભાવ ન કહિÉ, તો દ્રવ્યનઈં વિષઈં પ્રસિદ્ધ રૂપ કિમ દીજઈ? અનંતધર્માત્મક વસ્તુનઈ એક ધર્મપુરસ્કાર બલાવિશું, તેહજ પરમભાવનું લક્ષણ. ૧૧.
એ ૧૧ સામાન્ય સ્વભાવ સર્વ દ્રવ્યનઈં ધારવા.
એહવા આગમ અર્થ વિચારીનઈ જગમાંહિ સુરા વિસ્તારો. f/૧૧/૧૨ ટબાર્થ:
સ્વલક્ષણીભૂત પરિણામિકભાવ=દરેક દ્રવ્યના અન્ય દ્રવ્યથી ભિન્ન સ્વરૂપનો બોધ કરાવનાર એવો સ્વલક્ષણીભૂત પારિણામિકભાવ, પ્રધાનતાની અપેક્ષાએ=પદાર્થમાં રહેલા અન્ય ધર્મોથી તે ધર્મની પ્રધાનતાની અપેક્ષાએ, પરમભાવ સ્વભાવ કહેવાય. જેમ જ્ઞાનસ્વરૂપ આત્મા છે.
એ પરમભાવ સ્વભાવ ન કહીએ તો, દ્રવ્યના વિષયમાં પ્રસિદ્ધ એવું સ્વરૂપ કેમ દેવાય ?= અનંતધર્માત્મક વસ્તુને એક ધર્મપૂર્વક કઈ રીતે બોલાવાય? અર્થાત એક ધર્મપૂર્વક બોલાવાય છે, તે જ પરમભાવનું લક્ષણ.
એ ૧૧ સામાન્ય સ્વભાવ સર્વ દ્રવ્યના ધારવા=સર્વ દ્રવ્યતા સ્વીકાર કરવા. આવા આગમનો અર્થ વિચારીને, જગતમાં સુયશનો વિસ્તાર કો=તે અર્થને જાણનારા મહાત્મા સુંદર બોધવાળા છે એ પ્રકારના સુંદર યશનો વિસ્તાર જગતમાં કરો. ૧૧/૧૨ ભાવાર્થ :
ગ્રંથકારશ્રીએ પૂર્વમાં દરેક દ્રવ્યના દસ સ્વભાવોનું વર્ણન કર્યું. હવે સર્વ દ્રવ્યમાં પરમભાવરૂપ પારિણામિકસ્વભાવ છે તે સ્પષ્ટ કરે છે –
પરમભાવ સ્વભાવ એટલે તે તે દ્રવ્યનો સ્વલક્ષણીભૂત પારિણામિકભાવ છે, જેનાથી અન્ય દ્રવ્ય કરતાં તે દ્રવ્યના ભિન્નપણાનો બોધ થાય છે. જેમ આત્મા જ્ઞાનસ્વરૂપ છે, તે આત્માનો સ્વલક્ષણીભૂત પરિણામિકભાવ છે અર્થાત્ આત્માનો દ્રવ્યત્વસ્વભાવ છે, પદાર્થ–સ્વભાવ છે તે પણ આત્માના પરિણામિકભાવો જ છે તોપણ તે આત્માના સ્વલક્ષણભૂત પરિણામિકભાવ નથી; કેમ કે દ્રવ્યત્વસ્વભાવથી કે પદાર્થ–સ્વભાવથી આત્મા અન્ય દ્રવ્ય કરતાં પૃથફ છે તેવી પ્રતીતિ થતી નથી, જ્યારે જ્ઞાન એ આત્માનો સ્વલક્ષણભૂત પારિણામિકસ્વભાવ છે, માટે આત્મામાં જ્ઞાનસ્વરૂપ પરમભાવસ્વભાવ છે. વળી, ધર્માસ્તિકાયમાં જીવપુદ્ગલને ગતિમાં સહાય કરવા સ્વરૂપ પરમભાવસ્વભાવ છે. અધર્માસ્તિકાયમાં જીવ-પુદ્ગલને સ્થિતિમાં સહાય કરવા સ્વરૂપ પરમભાવસ્વભાવ છે. આકાશાસ્તિકાયમાં જીવ-પુદ્ગલને અવગાહનાદાનધર્મરૂપ પરમભાવસ્વભાવ છે અને પુદ્ગલદ્રવ્યમાં પૂરણ-ગલનસ્વરૂપ પરમભાવ સ્વભાવ છે.
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૦૨
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ટાળ-૧૧ | ગાથા-૧૨ સર્વ દ્રવ્યમાં પરમભાવ સ્વભાવ ન સ્વીકારીએ તો શું દોષ આવે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
જો દરેક દ્રવ્યમાં પરમભાવસ્વભાવ ન સ્વીકારીએ તો, દરેક દ્રવ્ય અનંતધર્માત્મક હોવા છતાં કોઈ એક ધર્મથી તે વસ્તુને બતાવવામાં આવે છે તે બતાવી શકાય નહીં. જેમ ધર્માસ્તિકાયમાં ગતિસહાયકતારૂપ પરમભાવસ્વભાવ ન સ્વીકારીએ તો, તેમાં દ્રવ્યત્વ, જડત્વ આદિ સ્વભાવે છે, છતાં અન્ય દ્રવ્યોથી તેને પૃથગુ બોધ કરાવવા અર્થે ગતિસહાયક સ્વભાવથી ન કહેવામાં આવે તો તેનું કથન થઈ શકે નહીં. તેથી અનંતધર્માત્મક વસ્તુને કોઈ ચોક્કસ ધર્મથી બોલાવવા માટે જે સ્વભાવ ઉપયોગી છે તે જ પરમભાવ સ્વભાવ છે.
આ રીતે અત્યાર સુધી વર્ણન કર્યા એ ૧૧ સામાન્ય સ્વભાવ સર્વ દ્રવ્યોના જાણવા. તેથી એ પ્રાપ્ત થાય કે, વિશેષ સર્વ સ્વભાવો સર્વ દ્રવ્યોમાં પ્રાપ્ત થતા નથી, પરંતુ આ ૧૧ સ્વભાવો સર્વ દ્રવ્યોમાં સામાન્યથી પ્રાપ્ત થાય છે.
વળી, ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ઢાળમાં જે અર્થ બતાવ્યો, તેનો આગમથી અર્થ વિચારીને જે મહાત્મા જાણે છે તે જિનવચનાનુસાર છ દ્રવ્યોની ઉચિત વિચારણા શાસ્ત્રવચન, યુક્તિ અને સ્વાનુભવ અનુસાર કરી શકે છે અને તેના બળથી તે મહાત્મા ગતવર્તી ભાવોના યથાર્થ સ્વરૂપને જાણનારા થવાથી સમ્યજ્ઞાનવાળા બને છે. સમ્યજ્ઞાન સમ્યફચિ કરાવીને સદા સ્વહિતમાં જ પ્રવૃત્તિ કરાવે છે, જેથી તે મહાત્મા સુખપૂર્વક સંસારના વિસ્તારને પામી શકે છે, તેથી તેવા મહાત્માનો જગતમાં સુયશ પ્રસરે છે. અર્થાત્ તે મહાત્માનો મનુષ્યભવ સફળ છે કે જેઓ ભગવાનના વચનના યથાર્થ પરમાર્થને જાણીને અવશ્ય કલ્યાણની પરંપરાની પ્રાપ્તિ કરશે. આથી બુદ્ધિમાન પુરુષે આગમનો અર્થ યથાર્થ વિચારીને પોતાનો સુયશ જગતમાં વિસ્તારવો જોઈએ. ll૧૧/૧૨
Page #130
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૨ | ગાથા-૧
ઢાળ-૧૨
અવતરણિકા :
હિવઈ, આગલી ઢાળે ચેતન દ્રવ્યનું સ્વરૂપ વર્ણવઈ છઈ, તે જાણોજી -
અવતરણિકાર્ય :
૧૦૩
હવે ૧૨મી ઢાળમાં ચેતનદ્રવ્યનું સ્વરૂપ વર્ણવે છે. તે=તેનું સ્વરૂપ, જાણોજી=આગલી ઢાળથી જાણવું –
ભાવાર્થ:
પૂર્વની ઢાળમાં છ દ્રવ્યોના સામાન્ય સ્વભાવો ૧૧ છે તેનું વર્ણન કર્યું. હવે તે છએ દ્રવ્યોમાં મુખ્ય ચેતનદ્રવ્ય છે અને ચેતનદ્રવ્યના પ્રયોજન અર્થે સર્વ પ્રકારની હિતાહિતની પ્રવૃત્તિની વ્યવસ્થા છે, તેથી ચેતનદ્રવ્યનું વાસ્તવિક સ્વરૂપ શું છે ? તેનો બોધ કરાવવા અર્થે તેને સ્વીકારવાની યુક્તિ બતાવે છે
ગાથા:
જી હો ચેતનભાવ તે ચેતના, લાલા ઉલટ અચેતનભાવ; જી હો ચેતનતા વિણ જીવનઈં, લાલા થાઈં કર્મ અભાવ. ચતુરનર ધારો અર્થ વિચાર. ૧૨/૧॥
ગાથાર્થઃ
ચેતનભાવ તે ચેતના છે. તેનાથી ઊલટો અચેતનભાવ છે=જીવમાં ચેતનભાવથી ઊલટો અચેતનભાવ છે. ચેતનતા વગર જીવને કર્મનો અભાવ થાય.
ચતુર નર=પદાર્થને યથાર્થ જોવાની તીક્ષ્ણ પ્રજ્ઞાવાળા નર, અર્થનો વિચાર ધારો. ।।૧૨/૧/
* અત્રે આખી ઢાળમાં દરેક ગાથામાં ‘જી હો' અને ‘લાલા' શબ્દનો પ્રયોગ થયેલો છે. તે માત્ર ગાથાને રાગમાં દોહરાવવા અર્થે પ્રયોજાયેલ લાગે છે, ક્યાંય કોઈ વિશેષ અર્થ ઉપસ્થિત થતો નથી તેથી અત્રે ગાથાર્થમાં એ બે શબ્દોને છોડીને અર્થ કરેલ છે. વળી, “ચતુર નર ધારો અર્થ વિચાર” દરેક ગાથાના અંતે લખેલ છે પરંતુ તેનો પણ અર્થ અત્રે પ્રસ્તુતમાં માત્ર પ્રથમ ગાથાને અંતે જ અમે મૂકેલ છે.
જ
ટબો ઃ
જેહથી ચેતનપણાનો વ્યવહાર થાઈ, તે ચેતન સ્વભાવ, તેહથી ઊલો તે અચેતન સ્વભાવ. જો જીવનઈં ચેતનસ્વભાવ ન કહિઈં, તો રાગ-દ્વેષચેતનારૂપકારણ વિના જ્ઞાનાવરણાદિ કર્મનો અભાવ થાઈં.
Page #131
--------------------------------------------------------------------------
________________
- ૧૪
દ્રવ્યગણપર્યાયનો રાસ ભાગ-૨T ઢાળ-૧૨ / ગાથા-૧
થત કમ્ - स्नेहाभ्यक्तशरीरस्य रेणुना श्लिष्यते यथा गात्रम् । .
રાષિવનની શર્મવન્યો વિત્યેવમ્ II (પ્રીમતિ પ્રવર, કન્નોવા-૧૬) નિ ૧૨/૧૫ ટબાર્થ:-
, જેહથી ચેતનપણાનો વ્યવહાર થાય છે=આ ચેતન છે' એ પ્રકારનો વ્યવહાર થાય છે, તે ચેતન સ્વભાવ છે. તેનાથી ઊલટો ચેતન સ્વભાવથી ઊલટો, તે અચેતન સ્વભાવ છે જીવમાં અચેતન સ્વભાવ છે–અજ્ઞાનસ્વભાવ છે. જો જીવતો ચેતન સ્વભાવ ન સ્વીકારીએ તો રાગ-દ્વેષચેતનારૂપ કારણ વગર રાગની અને દ્વેષની પરિણતિરૂપ ચેતનાસ્વરૂપ કારણ વગર, જ્ઞાનાવરણાદિ કર્મનો અભાવ થાય.
ચત =જે કારણથી કહેવાયું છે –
નેહાપ્યારીરી ત્રિસ્નેહથી સિચાયેલા શરીરવાળા જીવનું ગાત્ર, યથા રેણુના કિન્નધ્યતે=જે પ્રમાણે રેણુથી શ્લેષ પામે છે, એ રીતે, રવિન્દ્રનચ રાગ-દ્વેષથી ક્લિન એવા જીવને, ફર્મવન્યો ભવત્તિ કર્મબંધ થાય છે. ૧in (પ્રશમરતિ પ્રકરણ, શ્લોક-૫૫)
તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. ૧૨/૧૫ ભાવાર્થ - ; સંસારી જીવોને જોઈને “આ ચેતન છે' એવો સર્વલોકસિદ્ધ વ્યવહાર છે. વળી, સંસારી જીવોમાં ઘણા પ્રકારના જ્ઞાનનો અભાવ બધાને પ્રત્યક્ષથી છે, તેથી સંસારી જીવમાં અચેતન સ્વભાવ પણ છે.
આ રીતે પ્રથમ અનુભવ અનુસાર જીવમાં ચેતન સ્વભાવ અને અચેતન સ્વભાવ બતાવ્યા પછી જીવનો ચેતન સ્વભાવ સ્વીકારવાની યુક્તિ બતાવે છે –
જો જીવનો ચેતન સ્વભાવ ન સ્વીકારીએ તો રાગ-દ્વેષના પરિણામરૂ૫ ચેતના બધાને અનુભવથી { દેખાય છે તેનો અપલાપ થાય અને માનવું પડે કે રાગ-દ્વેષના પરિણામરૂપ ચેતના વાસ્તવિક નથી,
ભ્રમાત્મક છે. રાગ-દ્વેષની પરિણતિરૂપ ચેતના ન હોય તો જ્ઞાનાવરણીયાદિ કર્મનો અભાવ પ્રાપ્ત થાય; કેમ કે રાગાદિ પરિણત ચેતનાને કારણે જ જ્ઞાનાવરણીયાદિ કર્મનો બંધ થાય છે અને જ્ઞાનાવરણીયાદિ કર્મનો અભાવ સ્વીકારીએ તો જગતવર્તી જીવોમાં જે વિચિત્રતા દેખાય છે તે સંગત થાય નહીં અને જ્ઞાનાવરણીયાદિ કર્મના નાશ માટે ઉપદેશ આદિની જે કાંઈ પ્રવૃત્તિ છે તે સર્વનો પણ અપલાપ થાય, માટે જીવનો ચેતન સ્વભાવ અવશ્ય માનવો જોઈએ. આથી જ પ્રશમરતિ પ્રકરણમાં કહેવાયું છે કે ચીકાશવાળા પદાર્થવાળું શરીર હોય અને રજકણો ઊડે તો તે શરીર ઉપર તે રજ ચોંટે છે તેમ રાગ-દ્વેષની પરિણતિવાળા જ્ઞાનરૂપ પરિણામથી આત્મા ઉપર કર્મમલ ચોંટે છે. પરંતુ વીતરાગમાં રાગ-દ્વેષનો અભાવ હોવાથી યોગને કારણે કર્મપુદ્ગલોનો આત્મા સાથે સંગ થવા છતાં બીજી ક્ષણમાં તે કર્મો આત્માથી છૂટા પડી જાય છે. I/૧૨/૧
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૦૫
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૨ / ગાથા-૨ અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે સંસારી જીવોનો ચેતન સ્વભાવ છે અને અચેતન સ્વભાવ પણ છે એ પ્રકારનો અર્થ ચતુર નાર ધારો. ત્યાં પ્રશ્ન થાય કે આત્માનો ચેતન સ્વભાવ છે તેમ કહી શકાય, પરંતુ સંસારી જીવોનો અચેતન સ્વભાવ કેમ કહી શકાય ? તેથી કહે છે – ગાથા :
જી હો જો ચેતનતા સર્વથા, લાલા વિના અચેતનભાવ; જી હો ધ્યાન-ધ્યેય, ગુરુ-શિષ્યની, લાલા સી ખપ શુદ્ધ સ્વભાવ?
ચતુo II૧૨/શા
અચેતનભાવ વગર જે સર્વથા ચેતનતા હોય તો ધ્યાન-ધ્યેયની, ગુરુ-શિષ્યની શુદ્ધ સ્વભાવવાળા જીવને શી ખપ ? શો ખપ હોય ? II૧ર/રા. ટો :
જ જીવનઈ સર્વથા ચેતન સ્વભાવ કહિઈ, અચેતન સ્વભાવ ન કહિઈ, તો અચેતન કર્મનો કર્મદ્રવ્યપશ્લેષજનિતચેતનાવિકાર વિના શુદ્ધ સિદ્ધ સદાપણું થાઈ. તિવારઈ ધ્યાન-ધ્યેય, ગુરુ-શિષ્યની શી ખપ થાઈ? સર્વ શાસ્ત્રવ્યવહાર ઈમ ક થઈ જાઈં. શુદ્ધનઈં અવિદ્યાનિવૃતઈં પણિ સ્ય ઉપકાર થાઈ?તે માટઈં-“નવUT થવા ?” રૂતિ વ અચેતન આત્મા ઈમ પણિ કથંચિત કહિÓ. I/૧૨/ ટબાર્થ :
જો જીવતે સર્વથા ચેતન સ્વભાવ કહીએ અને અચેતન સ્વભાવ ન કહીએ, તો અચેતન કર્મનો કર્મદ્રવ્યના ઉપશ્લેષજનિત ચેતનનો વિકાર, તેના વગર તે ચેતનાના વિકાર વગર, શુદ્ધ સિદ્ધસદશપણું થાય. તે વખતે તેમ સ્વીકારીએ તો, ધ્યાન-ધ્યેય=ધ્યાનની ક્રિયા અને ધ્યેય એવા પરમાત્મા, ગુરુશિષ્ય તેનો શો ખપ થાય? અર્થાત્ કોઈ ખપ થાય નહીં. ઇમ=એમ સ્વીકારીએ તો=શુદ્ધ નિશ્ચયનયની એકાંત દષ્ટિથી ધ્યાન-ધ્યેય, ગુરુ-શિષ્યનો ખપ નથી એમ સ્વીકારીએ તો, સર્વ શાસ્ત્રવ્યવહાર ફોક થઈ જાય. વળી, શુદ્ધ એવો આત્મા હોય તો અવિદ્યાની નિવૃત્તિથી પણ તેનો શો ઉપકાર થાય ? અર્થાત્ કોઈ ઉપકાર થાય નહીં. તે માટે=સર્વ શાસ્ત્રવ્યવહાર અને ધ્યાન-ધ્યેય, ગુરુ-શિષ્ય આદિ સર્વ વસ્તુ સંગત છે અને અવિધાની નિવૃત્તિથી સંસારી જીવોને ઉપકાર થાય છે તે માટે, અલવણવાળી રાબ છે' એની જેમ ‘અચેતન આત્મા’ એમ પણ કથંચિત્ કહીએ. ll૧૨/રા
Page #133
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૨ | ગાથા-૨
ભાવાર્થ:
સંસારી જીવમાં ચેતનતા સ્વભાવ છે માટે સંસારી જીવ કર્મ બાંધે છે એમ ગાથા-૧માં સ્થાપન કર્યું. તેથી કોઈને ભ્રમ થાય કે, સંસારી જીવનો માત્ર ચેતન સ્વભાવ જ છે, અચેતન સ્વભાવ નથી. તે ભ્રમને દૂર ક૨વા અર્થે કહે છે
૧૦૬
જો સંસારી જીવમાં સર્વથા ચેતન સ્વભાવ કહીએ અને અચેતન સ્વભાવ નથી એમ કહીએ તો, આત્મા સાથે કથંચિત્ એકમેક થયેલાં અનેકવિધ કર્મોના ઉપશ્લેષને કારણે ચેતના રાગાદિ વિકારવાળી થાય છે તે વિકારવાળી સંભવે નહીં; કેમ કે જેમ સિદ્ધના જીવો પૂર્ણ ચેતન સ્વભાવવાળા છે તેથી તેમના આત્મામાં કર્મદ્રવ્યના ઉપશ્લેષથી જનિત ચેતનાનો વિકાર થતો નથી તેમ સંસારી જીવોમાં પણ વિકારો થવા જોઈએ નહીં અર્થાત્ જેમ હોવાથી સિદ્ધના જીવો સર્વથા ચેતનસ્વભાવવાળા તેમનામાં અચેતનતાના વિકારને પામનારી ચેતના નથી તેમ સંસારી જીવોની ચેતના પણ અચેતનતાના વિકારને પામનારી બને નહીં. તેથી સંસારી જીવોને શુદ્ધ એવા સિદ્ધ સદશપણું પ્રાપ્ત થાય.
અહીં શુદ્ધ નિશ્ચયનયની એકાંતદૃષ્ટિને ગ્રહણ કરીને કોઈ કહે કે સંસારી જીવો એક ક્ષેત્રમાં અણુતણુની જેમ કર્મની સાથે રહેલા હોવા છતાં કર્મદ્રવ્ય જીવ થતું નથી અને જીવદ્રવ્ય કર્મ થતું નથી; કેમ કે “મિયો યુરું પવાર્થાનાં અસંમત્ત્વમયિા” એ પ્રકારનું શાસ્ત્રવચન છે=૫રસ્પર મળેલા જીવદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્ય એકબીજામાં સંક્રમ થતાં નથી એ પ્રકારનો ચમત્કારી સ્વભાવ બંને દ્રવ્યોમાં છે આ પ્રકારનું શાસ્ત્રવચન છે. તેથી આત્મા સર્વથા ચેતન સ્વભાવવાળો છે, અચેતન એવા કર્મનો વિકાર આત્મામાં સંભવતો નથી, કેવળ ભ્રમને કા૨ણે જ ‘હું કર્મથી લેપાયેલો છું' તેવો બોધ સંસારી જીવોને થાય છે.
આ પ્રકારની શુદ્ધ નિશ્ચયનયની એકાંત દૃષ્ટિનું નિરાકરણ કરવા અર્થે ગ્રંથકારશ્રી વ્યવહારનયની દૃષ્ટિ કહે છે .
શુદ્ધ નિશ્ચયનયની એકાંત દૃષ્ટિ સ્વીકારીને સંસારી જીવોનું સ્વરૂપ સિદ્ધસદશ સ્વીકારવામાં આવે તો “પરમાત્મા ધ્યેય છે અને હું તેમનું ધ્યાન કરીને તત્સદશ થાઉં” એ પ્રકારનો યોગીઓનો વ્યવહાર થાય નહીં. વળી, શાસ્ત્રના પારગામી એવા ગુરુ પાસે શિષ્યભાવથી શાસ્ત્રઅધ્યયન કરીને જે મહાત્માઓ સંસારનો ઉચ્છેદ ક૨વા અર્થે યત્ન કરે છે તેઓના ગુરુ-શિષ્યભાવ પણ નિરર્થક થાય. જો આમ સ્વીકારીએ તો, સંસારી જીવોનાં કલ્યાણ અર્થે જે સર્વ શાસ્ત્રવ્યવહાર પ્રવર્તે છે તે નિરર્થક સિદ્ધ થાય. માટે માનવું જોઈએ કે સંસારી આત્મા સર્વથા ચેતન સ્વભાવવાળો નથી. આથી જ કર્મોની સાથે કથંચિત એકત્વભાવને પામેલી સંસારી જીવની ચેતના રાગાદિ વિકારો કરે છે, માટે એ વિકારોના કારણીભૂત કર્મથી અવરુદ્ધ કંઈક અચેતન સ્વભાવ પણ સંસારી જીવોમાં છે. તેથી ચેતનાના વિકારને કરનાર એવાં કર્મોથી અવરુદ્ધ અચેતન સ્વભાવને દૂર કરવા અર્થે ૫રમાત્મા ધ્યેય છે અને તેનું યોગીઓ ધ્યાન કરે છે તેમ માનવું જોઈએ. વળી, શાસ્ત્રના પારગામી ગુરુઓ ચેતનાના વિકારને દૂર કરવાના રહસ્યને જાણનારા છે અને તેમના શિષ્યભાવને પ્રાપ્ત કરીને તેમના અવલંબનથી ચેતનાના વિકારને દૂર કરવા અર્થે સાધકો શિષ્યભાવ સ્વીકારે છે તેમ
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૦૭
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૨ | ગાથા-૨ માનવું જોઈએ. વળી, ચેતના ઉપર થતા અચેતનતાના વ્યવહારને દૂર કરવા અર્થે જ સર્વ શાસ્ત્રવ્યવહાર છે તેમ માનવું જોઈએ, પરંતુ એકાંત શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિને ગ્રહણ કરીને ચેતના ઉપર દેખાતા સ્પષ્ટ કર્મના વિકારનો અપલાપ કરવો જોઈએ નહીં.
અહીં એકાંત શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિવાળો પુરુષ કહે કે, સંસારી જીવો પરમાર્થથી તો શુદ્ધ જ છે, તેથી સિદ્ધસદશ જ છે, માટે સંસારી જીવોમાં સર્વથા ચેતન સ્વભાવ જ છે, ફક્ત એક જ ક્ષેત્રમાં અણુ-તણુની જેમ કર્યદ્રવ્યો રહેલાં હોવાથી પોતે કર્મથી લેપાયેલા છે તેવા ભ્રમને કારણે સંસારી જીવોમાં અજ્ઞાનકૃત અવિદ્યા વર્તે છે. આ અવિદ્યાની નિવૃત્તિ અર્થે જ સર્વ શાસ્ત્રવ્યવહાર છે માટે સંસારી જીવોમાં અચેતન સ્વભાવ સ્વીકારવો એ ઉચિત નથી. તેના નિવારણ માટે ગ્રંથકારશ્રી કહે છે –
જો આત્મા સંસારીઅવસ્થામાં સર્વથા શુદ્ધ જ હોય તો, અવિદ્યાની નિવૃત્તિથી પણ એનો શો ઉપકાર થાય ? અર્થાત્ કોઈ ઉપકાર થાય નહીં અને શુદ્ધ આત્માને જો અવિદ્યાની નિવૃત્તિથી કોઈ ઉપકાર થતો ન હોય તો તે અવિદ્યાની નિવૃત્તિ અર્થે પણ સર્વ શાસ્ત્રવ્યવહાર નિરર્થક છે તેમ જ માનવું પડે. જો આમ સ્વીકારીએ તો સર્વ યોગીઓની યોગમાર્ગની પ્રવૃત્તિ સર્વથા નિરર્થક ચેષ્ટારૂપ સિદ્ધ થાય; કેમ કે જે ચેષ્ટાથી પોતાને કોઈ ફળની પ્રાપ્તિ થતી ન હોય તેવી પ્રવૃત્તિ કોઈ બુદ્ધિમાન પુરુષ કરે નહીં. માટે વિચારકોની યોગપ્રવૃત્તિ જોઈને પણ અવશ્ય માનવું જોઈએ કે સંસારી જીવો સર્વથા શુદ્ધ નથી, તેથી કર્મજનિત ચેતનાનો વિકાર તેઓમાં વર્તે છે. આથી “લવણ વગરની રાબ છે” એવો જે બોધ થાય છે એ રીતે “અચેતન આત્મા છે' એમ પણ કથંચિત્ કહેવું જોઈએ. જેમ રાબમાં મીઠું અલ્પ પ્રમાણમાં કોઈથી નંખાયું હોય ત્યારે રાબ પીનાર પુરુષ કહે કે મીઠા વગરની રાબ છે. તે સ્થાનમાં પ્રમાણોપેત મીઠાથી કંઈક અલ્પ મીઠું છે તેને સામે રાખીને ‘લવણ વગરની રાબ છે એમ કહેવાય છે તેમ સંસારી જીવોમાં સ્પષ્ટ ચેતના હોવા છતાં કર્મના વિકારોને પામે તેવો અચેતન અંશ પણ છે, તે અંશને સામે રાખીને તેમનામાં ચેતનાનો અભાવ છે એમ પણ સ્વીકારવું જોઈએ. - અહીં વિશેષ એ છે કે, કેવળજ્ઞાનની અપેક્ષાએ ચૌદ પૂર્વધર મહાત્મામાં પણ ઘણી અલ્પ ચેતના છે અને ચૌદપૂર્વી સિવાયના સામાન્ય સંસારી જીવોમાં તો અત્યંત અજ્ઞાનતા વર્તે છે, જ્ઞાનઅંશ અત્યંત અલ્પ છે, તે અપેક્ષાએ તે ચેતનાનો અંશ અત્યંત અલ્પ છે, અચેતન અંશ જ અધિક છે, પરંતુ તે પ્રકારની વિવેક્ષાથી અહીં આત્માનો અચેતન સ્વભાવ સ્વીકારેલ નથી. સંસારી જીવોમાં સ્પષ્ટ જ્ઞાનપરિણામ દેખાય છે તે અંશથી તેનો ચેતન સ્વભાવ છે. આ ચેતન સ્વભાવ કર્મબંધનું કારણ નથી, છતાં અચેતન એવા કર્મમલના સંશ્લેષને કારણે ચેતનામાં જે વિકાસ થઈ રહ્યા છે તે વિકારઅંશને સામે રાખીને “અચેતન એવા કર્મનો કંઈક સ્વભાવ ચેતનમાં વર્તે છે તે અર્થને સામે રાખીને “અચેતન આત્મા છે' એમ પણ કથંચિતુ કહેવાય છે. જેમ “મીઠાવાળી પણ રાબ'ને અલ્પ મીઠું હોવાને કારણે “મીઠા વગરની” કહેવાય છે તેમ અલ્પચેતનવાળા આત્માને કથંચિત્ ચેતન વગરનો પણ કહેવાય છે તેથી “અચેતન આત્મા છે' એમ કહેવાય છે. ll૧૨/સા
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૦૮
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-૩ અવતરણિકા :
પૂર્વમાં આત્મામાં ચેતન સ્વભાવ અને અચેતન સ્વભાવ છે તેમ યુક્તિથી સ્થાપન કર્યું. હવે જીવમાં મૂર્ત સ્વભાવ અને અમૂર્ત સ્વભાવ છે તેનું સ્થાપન કરે છે – ગાથા -. - જી હો મૂર્તભાવ મૂરતિ ધરાઈ, લાલા ઉલટ અમૂર્ત સ્વભાવ;
જી હો મૂર્તતા ન જીવનઈ, લાલા તો સંસાર અભાવ. ચતુo I/૧૨/all ગાથાર્થ :
મૂર્તિને ધારણ કરે તે મૂર્તભાવ. ઉલટ મૂર્તિને ધારણ ન કરે તે, અમૂર્તસ્વભાવ (સંસારી જીવને) છે. જીવને મૂર્તતા ન હોય તો સંસારનો અભાવ પ્રાપ્ત થાય. ll૧૨/3II ટબો : - - મૂર્તિ કo રૂપ, રસ, ગંધ, સ્પર્શાદિ, સર્વિશ તે જેહથી ધરિઈ, તે મૂર્તિ સ્વભાવ, તેહથી વિપરીત તે અમૂર્તસ્વભાવ. જો જીવનઈ કથંચિત મૂર્તતા સ્વભાવ નહીં, તો શરીરાદિ સંબંધ વિના ગત્યન્તરસંક્રમ વિના સંસારનો અભાવ થાઈં. ૧૨/૩ ટબાર્થ :
મૂર્તિ કહેતાં રૂપ, રસ, ગંધ, સ્પશદિ ભાવોનો સન્નિવેશ તે જેનાથી ધારણ થાય તે મૂર્તસ્વભાવ, તેનાથી વિપરીત તે અમૂર્ત સ્વભાવ સંસારી જીવતો છે. જો જીવને કથંચિત મૂર્તતા સ્વભાવ નથી તો શરીરાદિના સંબંધ વગર અને ગત્યતરના સંક્રમ વગર સંસારનો અભાવ થાય, I/૧૨/૩ ભાવાર્થ -
સંસારી જીવો માત્ર આત્મદ્રવ્ય નથી પરંતુ દારિક આદિ દેહ, કાર્મણ દેહ અને તેજસ દેહ સાથે કથંચિત્ એકમેકભાવને પામેલ જેવદ્રવ્ય છે. તેથી સંસારી જીવોનો દેહ રૂપ, રસ, ગંધ, સ્પર્ધાદિયુક્ત પુદ્ગલોના સંનિવેશવાળો છે. આવો સંનિવેશ જીવ જેનાથી ધારણ કરે છે તે મૂર્તસ્વભાવ છે અર્થાત્ આત્મામાં મૂર્તસ્વભાવ વિદ્યમાન હોવાને કારણે રૂપ, રસ, ગંધ, સ્પર્શાદિ સંનિવેશવાળો સંસારી જીવ દેખાય છે.
વળી, રૂપાદિ સંનિવેશના અભાવવાળો જીવનો જે સ્વભાવ છે તે અમૂર્તસ્વભાવ છે. આશય એ છે કે દેહ સાથે આત્માનો કથંચિત્ અભેદ છે, તે અપેક્ષાએ તેમાં મૂર્તસ્વભાવ છે તોપણ, સૂક્ષ્મ દૃષ્ટિથી જોવામાં આવે તો તે દેહ આત્મદ્રવ્ય બનતો નથી, તેથી શરીરાદિ પુલો સાથે અણુ-તણની જેમ મળેલા આત્મપ્રદેશો પોતાના મૂળરૂપે અમૂર્તસ્વભાવે જ વિદ્યમાન છે. આ પ્રકારની સૂક્ષ્મ દૃષ્ટિથી જોવાથી સંસારી જીવમાં અમૂર્તસ્વભાવ દેખાય છે.
Page #136
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૨ / ગાથા-૩-૪.
૧૦૯ જો સંસારી જીવોમાં કથંચિતુ મૂર્તસ્વભાવ ન સ્વીકારવામાં આવે તો સંસારી જીવોનો આત્મા શરીરાદિ સાથે સંબંધવાળો નથી એમ માનવું પડે અર્થાત્ ઔદારિક આદિ શરીર સાથે સંબંધવાળો નથી, કાર્મણશરીર સાથે સંબંધવાળો નથી અને તેજસશરીર સાથે સંબંધવાળો નથી તેમ માનવું પડે. જો આમ માનીએ તો સંસારી જીવ દારિક આદિ શરીરનો ત્યાગ કરીને જે ગત્યન્તરમાં સંક્રમણ પામે છે તે પણ પામી શકે નહીં; કેમ કે ગત્યન્તરમાં સંક્રમણનું કારણ જે કાર્યણશરીર છે તેની સાથે સંબંધ નહીં હોવાથી તે જીવ ગત્યન્તરમાં સંક્રમણ પામે નહીં અને તેમ સ્વીકારીએ તો ચારગતિના પરિભ્રમણરૂપ જે સંસાર દેખાય છે તેનો અભાવ પ્રાપ્ત થાય. માટે દેખાતા સંસારના સભાવના બળથી માનવું જોઈએ કે સંસારી જીવમાં કથંચિત્ મૂર્તસ્વભાવ છે. I/૧૨/૩ અવતરણિકા -
સંસારી જીવમાં મૂર્તસ્વભાવની સિદ્ધિ કર્યા પછી અમૂર્તસ્વભાવ પણ છે, તે બતાવવા અર્થે કહે
છે –
ગાથા :
જી હો અમૂર્તતા વિણ સર્વથા, લાલા મોક્ષ ઘઈ નહીં તાસ; - જી હો એક પ્રદેશ સ્વભાવતા, લાલા અખંડ બંધ નિવાસ. ચતુ II૧૨/૪ ગાથાર્થ -
. સર્વથા અમૂર્તતા વગર=સંસારી જીવમાં સર્વથા અમૂર્તતા વગર, તાસ તેને, મોક્ષ ઘટે નહીં. એકપ્રદેશ સ્વભાવતા=સંસારી જીવમાં એકપ્રદેશ સ્વભાવતા, એ અખંડ બંધ નિવાસ છે=અખંડ બંધનું ભાજનપણું છે. II૧૨/૪ો. ટબો :-
. અનઈ જો લોકદષ્ટવ્યવહારઈ મૂર્ત સ્વભાવ જ આત્માનઈ માનિઈ, તો મૂર્તિ, તે હેતુસહસઈ પણિ અમૂર્ત ન હોઈ, તિવારÒ મોક્ષ ન ઘટઈં. તે માટÒ, મૂર્તત્વસંવલિત જીવનઈં પણિ અંતરંગ અમૂર્તસ્વભાવ માન.
એકપ્રદેશ સ્વભાવ તે, તે કહિઈ, જે એકત્વપરિણતિ અખંડાકાર બંધ કo સન્નિવેશ, તેહર્તા નિવાસ=ભાજનપણું. ૧૨/જા ટબાઈ -
અને જો લોકદષ્ટિના વ્યવહારથી આત્માને મૂર્તસ્વભાવ જ માનીએ=એકાંત મૂર્તસ્વભાવ જ માનીએ, તો મૂર્ત એવો તે આત્મા હજારો હેતુથી પણ અમૂર્ત થાય નહીં. તિવારઈ તેથી, મોક્ષ ઘટે નહીં=સંસારી જીવતો ક્યારેય મોક્ષ થાય નહીં. તે માટે સંસારી જીવ મુક્ત થાય છે તેની સંગતિ માટે,
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૧૦
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૨| ગાથા-૪-૫
મૂર્તત્વસંવલિત જીવનો પણ અંતરંગ અમૂર્તસ્વભાવ માનવો.
એકપ્રદેશ સ્વભાવ છે, તે કહીએ જે, એકત્વ પરિણત અખંડાકાર બંધ કહેતાં સંધિવેશ=અખંડ આત્મપ્રદેશોનો સંધિવેશ, તેનો નિવાસ–ભાજનપણું છે. I/૧૨/૪ ભાવાર્થ :
સંસારી જીવોનો દેહ સાથે કથંચિત્ એકત્વભાવ છે તેથી લોકવ્યવહારની દૃષ્ટિથી આત્માને મૂર્તસ્વભાવ છે તેમ પ્રાપ્ત થાય અને જો આત્માનો એકાંત મૂર્તસ્વભાવ માનીએ તો હજારો હેતુઓથી પણ તે આત્મા અમૂર્ત થઈ શકે નહીં. જેમ પુદ્ગલ દ્રવ્યનો મૂર્તસ્વભાવ છે તે સર્વથા મૂર્તસ્વભાવ છે તેથી પુદ્ગલ ક્યારેય પણ સર્વથા અમૂર્તરૂપે થઈ શકે નહીં તેમ સર્વથા મૂર્તસ્વભાવવાળો આત્મા સ્વીકારીએ તો ભગવાને બતાવેલા યોગમાર્ગને સેવીને સિદ્ધ અવસ્થામાં અમૂર્ત આત્મા પ્રગટ થાય છે તે થઈ શકે નહીં. માટે સંસારીઅવસ્થામાં પણ આત્મપ્રદેશોનો સ્વભાવ અમૂર્તસ્વભાવ છે; પરંતુ આત્મા કર્મથી આવૃત હોવાથી દેહના સંબંધને કારણે મૂર્તસ્વભાવવાળો જણાય છે. તે વખતે પણ આત્મામાં અમૂર્તસ્વભાવ વિદ્યમાન છે માટે સંસારી જીવમાં મૂર્તત્વસંવલિત અંતરંગ અમૂર્તસ્વભાવ માનવો જોઈએ અર્થાત્ દેહ અને જીવ ઉભયરૂપે આત્માને જોવાથી આત્મા મૂર્તસ્વભાવરૂપ જણાય છે અને તે વખતે જ કર્મોથી અને દેહથી ભિન્ન એવા આત્મપ્રદેશોને જોનારી દૃષ્ટિથી વિચારીએ તો આત્મામાં વર્તતો અમૂર્તસ્વભાવ પણ દેખાય છે. માટે વ્યવહારનયને ગૌણ કરીને નિશ્ચયનયની દૃષ્ટિથી વિચારીએ તો મૂર્તત્વસંવલિત અમૂર્તસ્વભાવવાળો આત્મા માનવો જોઈએ.
વળી, આત્માનો એકપ્રદેશ સ્વભાવ છે તે ગાથાના ઉત્તરાર્ધથી સ્પષ્ટ કરે છે –
વસ્તુતઃ દરેક આત્માઓ અસંખ્યાત પ્રદેશવાળા છે તોપણ દરેક આત્મપ્રદેશો અખંડ એકાકાર બંધપૂર્વક રહેનારા છે; પરંતુ ક્યારેય છૂટા પડતા નથી. તેથી આત્મા અખંડ એકદ્રવ્ય હોવાને કારણે એકપ્રદેશ સ્વભાવવાળો છે.
આશય એ છે કે આત્માના અસંખ્યાત પ્રદેશો કલ્પનાથી વિભાગ કરાયેલા છે; કેમ કે એક પરમાણુની અવગાહના પ્રમાણ એકપ્રદેશ છે તેવી કલ્પના કર્યા પછી આત્મદ્રવ્ય કેટલા પ્રદેશવાળો છે ? તેને સામે રાખીને આત્માના અસંખ્યાત પ્રદેશ કહેવામાં આવે છે, પરંતુ જેમ સ્કંધમાંથી પરમાણુઓ છૂટા પડે છે તેમ આત્મદ્રવ્યના ખંડો થઈને કોઈ ભાગો છૂટા પડતા નથી. તેથી આત્મા અખંડ એકદ્રવ્ય છે એ અપેક્ષાએ એકપ્રદેશસ્વભાવવાળો છે. ll૧૨/૪ અવતરણિકા -
પૂર્વગાથાના ઉત્તરાર્ધમાં આત્માનો એક પ્રદેશ સ્વભાવ બતાવ્યો. હવે અપેક્ષાએ આત્માનો અનેક પ્રદેશ સ્વભાવ છે તે બતાવે છે –
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૧૧
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૨ | ગાથા-૫ ગાથા :
જી હો અનેક પ્રદેશ સ્વભાવતા, લાલા ભિન્ન પ્રદેશ સવભાવ;
જી હો જો નહીં એક પ્રદેશતા, લાલા ભેદ હુઈ બહુભાવ. ચતુ. ll૧૨/પો ગાથાર્થ :
ભિન્ન પ્રદેશવભાવથી=ભિન્ન પ્રદેશ સ્વભાવની કલ્પનાથી, અનેકપ્રદેશ સ્વભાવતા છે આત્મામાં અને પ્રદેશ સ્વભાવતા છે.
જો એકપ્રદેશતા નથી આત્માની એકપ્રદેશતા નથી, તો ભેદ થવાને કારણે એક આત્માના જ અનેક ભેદો થવાને કારણે, બહુ ભાવ થાય=એક આત્માને આશ્રયીને “ઘણા આત્મા છે” એ પ્રકારનો ભાવ પ્રાપ્ત થાય. I/૧૨/પI બો :
અનેક પ્રદેશ સ્વભાવ તે કહિઈ, જે ભિન્ન પ્રદેશયોગઈ તથા ભિન્નપ્રદેશકલ્પનાઈ અનેક પ્રદેશવ્યવહારર્યાશ્યપણું.
જો એક પ્રદેશ સ્વભાવ ન હોઈ ત, અસંખ્યાત પ્રદેશાદિગઈં બહુ વચન પ્રવૃતિ-“એક ધર્માસ્તિકાય” એ વ્યવહાર ન હોઈ. “ઘણા ધર્માસ્તિકાથ” ઇત્યાદિક થયું ઈઈ. ll૧૨/પા ટબાર્થ :
અને પ્રદેશસ્વભાવ તે કહેવાય છે જે ભિન્ન પ્રદેશના યોગથી તે પ્રકારના ભિન્ન પ્રદેશની કલ્પનાથી= પરમાણુની અવગાહનાને આશ્રયીને કરાયેલી કલ્પનાના બળથી ભિન્નપ્રદેશની કલ્પનાથી, અનેક પ્રદેશવ્યવહારોગ્યપણું થાય=એક આત્મામાં અનેક પ્રદેશનો વ્યવહાર થાય. - આ રીતે એપ્રદેશસ્વભાવ અને અનેકપ્રદેશસ્વભાવ બતાવ્યા પછી આત્માનો એકપ્રદેશસ્વભાવ સ્વીકારવાની યુક્તિ બતાવે છે –
જો એકપ્રદેશસ્વભાવ ન હોય-આત્માનો એકપ્રદેશ સ્વભાવ ન હોય, તો અસંખ્યાત પ્રદેશાદિના યોગથી બહુવચનની પ્રવૃત્તિ થવાને કારણે એક આત્મામાં ઘણા આત્મારૂપ બહુવચનની પ્રવૃત્તિ થવાને કારણે, “એક ધમસ્તિકાય' એ વ્યવહાર ન થાય=એક ધમસ્તિકાય છે તેમ “એક આત્મા છે' એવો વ્યવહાર ન થાય, પરંતુ ઘણા ધર્માસ્તિકાય' ઇત્યાદિ થવું જોઈએ=ધમસ્તિકાયને આશ્રયીને અસંખ્યાત પ્રદેશની દષ્ટિથી ઘણા ધમસ્તિકાય એ પ્રકારના વ્યવહારની જેમ ઘણા આત્મા' એ પ્રકારનો વ્યવહાર થવો જોઈએ. ૧૨/૫
Page #139
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૨ | ગાથા-૫-૬
ભાવાર્થ:
આત્મા એક અખંડ દ્રવ્ય હોવા છતાં આત્મારૂપ અખંડ દ્રવ્ય કદથી અણુપરિમાણ નથી એવો બોધ કરાવવા અર્થે અને અણુપરિમાણ નથી તો કેટલા પરિમાણવાળો છે ? એવો સ્પષ્ટ નિર્ણય કરાવવા અર્થે પરમાણુની અવગાહના તુલ્ય એક પ્રદેશની કલ્પના કરી. વળી આવા પ્રદેશો એક અખંડ આત્મદ્રવ્યમાં કેટલા પ્રાપ્ત થાય છે ? તેનો બોધ કરાવવા અર્થે વ્યવહારનય એક અખંડ એવા આત્મદ્રવ્યમાં પણ ભિન્ન પ્રદેશની કલ્પના કરીને આત્માના અનેક પ્રદેશ સ્વીકારે છે, જેથી બોધ થાય કે આત્મા પરમાણુ જેટલા કદવાળો નથી, પરંતુ તેનાથી અસંખ્યાતગુણા કદવાળો છે. આ રીતે આત્માનો એકપ્રદેશસ્વભાવ અને અનેકપ્રદેશસ્વભાવ સ્વીકારવાથી પ્રદેશને આશ્રયીને આત્માના પૂર્ણ સ્વરૂપનો બોધ થાય છે; કેમ કે વ્યવહારનયથી એક આત્મા અસંખ્યાત પ્રદેશસ્વભાવવાળો છે અને નિશ્ચયનયથી એક આત્મા એકપ્રદેશસ્વભાવવાળો છે, તેથી આત્મા એક. અનેક સ્વભાવવાળો છે.
હવે આત્માને એક દેશસ્વભાવ સ્વીકારવાની યુક્તિ બતાવે છે
જો આત્માને એકપ્રદેશસ્વભાવ ન હોય તો અસંખ્યાત પ્રદેશાદિના યોગથી બહુવચનની પ્રવૃત્તિ થાય. તેથી એક આત્માને સામે રાખીને પણ ‘ઘણા આત્માઓ છે' એમ કહેવાનો પ્રસંગ આવે.
આ કથનને ધર્માસ્તિકાયના દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે.
ધર્માસ્તિકાય એક જ દ્રવ્ય છે, આત્માની જેમ અનેક દ્રવ્યો નથી; છતાં જો ધર્માસ્તિકાયમાં એકપ્રદેશસ્વભાવ ન સ્વીકારવામાં આવે તો ધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશોને આશ્રયીને ‘એક ધર્માસ્તિકાય છે’ એવો વ્યવહાર ન થઈ શકે; પરંતુ ‘ઘણા ધર્માસ્તિકાય છે' એ પ્રકારનો વ્યવહાર થવો જોઈએ. જેમ ‘ઘણા ધર્માસ્તિકાય’ જગતમાં નથી પરંતુ એક જ ધર્માસ્તિકાય છે એવો બોધ કરાવવા માટે ધર્માસ્તિકાયને અખંડ દ્રવ્યરૂપે ગ્રહણ કરીને એકપ્રદેશસ્વભાવ ધર્માસ્તિકાયનો સ્વીકારવો જોઈએ તેમ એક આત્માને પણ અખંડ દ્રવ્યરૂપે ગ્રહણ કરીને એકપ્રદેશસ્વભાવવાળો સ્વીકારવો જોઈએ. ૧૨/૫૫
૧૧૨
અવતરણિકા :
હવે વસ્તુનો અનેકપ્રદેશસ્વભાવ સ્વીકારવાની યુક્તિ દેખાડે છે -
ગાથા ઃ
જી હો કિમ સકંપ નિઃકંપતા ? લાલા જો ન અનેક પ્રદેશ;
જી હો અણુસંગતિ પણિ કિમ ઘટઈં, લાલા દેશ-સકલ આદેશ ?
ચતુ॰ ||૧૨/૬ા
ગાથાર્થ ઃ
જો અનેકપ્રદેશ ન હોય તો સકંપ-નિષ્લેપતા કેમ થાય ?=એક વસ્તુમાં એક દેશમાં સકંપતા
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૧૩
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૨ / ગાથા-૬ અને અન્ય દેશમાં નિષ્કપતા કેમ થાય, વળી, સકલ આદેશના દેશમાં અણુ સંગતિ પણ કેમ ઘટે?=અખંડ મોટા દ્રવ્યરૂપ સકલ આદેશના એક દેશમાં અણુની સંગતિ પણ કેમ ઘટે? અર્થાત્ અનેકપ્રદેશસ્વભાવ સ્વીકારવાથી ઘટે. ll૧૨/કા. બો -
જે અનેક પ્રદેશ સ્વભાવ દ્રવ્યનઈં ન કહિઈ, તો ઘટાદિક અવયવી દેશથી સકંપ, દેશથી નિષ્કપ દેખિઈ છઈ, તે કિમ મિલઈ?“અવયવ કંપઈં પણિ અવયવી નિષ્ફમ્પ.” ઈમ કહિઈ, તો રત્નતિ એ પ્રયોગ કિમ થાઈ? દેશવૃત્તિકંપનો જિમ પરંપરા સંબંધ છઈ, તિમ દેશવૃતિકંપાભાવનો પણિ પરંપરા સંબંધ છઈ. તે માટેિ, “દેશથી ચલઈ છઈ, દેશથી નથી ચલત.” એ અખ્ખલિત વ્યવહારઈં અનેક પ્રદેશ સ્વભાવ માનવેં.
તથા અનેક પ્રદેશસ્વભાવ ન માનિઈં, તો આકાશાદિદ્રવ્યÉ, અણુસંગતિ કહિતાં પરમાણુસંયોગ, તે કિમ ઘટઈ? I/૧૨/કાઈ ટબાર્થ :
જો અનેક પ્રદેશ સ્વભાવ દ્રવ્યને ન સ્વીકારીએ તો, ઘટાદિક અવયવી દેશથી સકંપ અને દેશથી નિષ્કપ દેખાય છે ઘટાદિ દ્રવ્યનો કોઈક દેશ ઢીલો પડ્યો હોય ત્યારે તે દેશને હલાવવાથી તે દેશ કંપતો દેખાય છે અને અન્ય દેશ લિન્કંપ દેખાય છે, તે કેમ મળે ?=કેમ સંગત થાય ? અર્થાત્ અનેકપ્રદેશસ્વભાવ સ્વીકાર્યા વગર સંગત થાય નહીં. અહીં તૈયાયિક કહે કે “અવયવ કંપે છે=ઘટનો એક અવયવ કંપે છે, પણ અવયવી એવો ઘટ લિન્કંપ છે માટે અનેક પ્રદેશસ્વભાવ ઘટના નથી” તો ગ્રંથકારશ્રી કહે છે – “પતિ આ ઘટ હાલે છે એ પ્રયોગ કેમ થાય ? અર્થાત્ થઈ શકે નહીં, કેમ કે દેશવૃત્તિકંપનો જેમ પરંપરાએ સંબંધ છે=ઘટની સાથે સંબંધ છે, તેમ દેશવૃત્તિકંપાભાવનો પણ પરંપરાએ સંબંધ છે=હાલતા ઘટના અવયવ સાથે સંબંધ છે, તે માટે “દેશથી હાલે છે=ઘડો દેશથી હાલે છે, દેશથી હાલતો નથી” એ અખ્ખલિત વ્યવહારને કારણે અનેક પ્રદેશ સ્વભાવ માનવો=ઘટનો અનેકપ્રદેશસ્વભાવ માનવો.
અને અનેક પ્રદેશ સ્વભાવ ન માનીએ, તો આકાશાદિદ્રવ્યની=આકાશાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને જીવદ્રવ્યની, અણુસંગતિ કહેતાં પરમાણુનો સંયોગ, તે કેમ ઘટે ? અર્થાત્ પરમાણુનો સંયોગ આકાશાદિના એક દેશમાં હોવાથી અને તે જ આકાશાદિ દ્રવ્યના અન્ય દેશોમાં તે પરમાણુનો સંયોગ નહીં હોવાથી આકાશાદિતો અનેક પ્રદેશ સ્વભાવ માનવો જોઈએ. I૧૨/૬
ભાવાર્થ :
દેખાતા ઘટાદિ પદાર્થોમાં અને નહીં દેખાતા આકાશાસ્તિકાયમાં, ધર્માસ્તિકાયમાં, અધર્માસ્તિકાયમાં તથા જીવાસ્તિકાયના પ્રત્યેક આત્મામાં અનેકપ્રદેશસ્વભાવ છે તે બતાવવા અર્થે કહે છે –
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૧૪
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૨ / ગાથા-૬ જો દેખાતી ઘટાદિ વસ્તુમાં અનેકપ્રદેશ સ્વભાવ ન સ્વીકારીએ તો કોઈક ઘટનો અવયવ કોઈક સ્થાને કંઈક શિથિલ થયો હોય ત્યારે તે ઘટનો તે અવયવ હલાવવામાં આવે તો કંપતો દેખાય છે અને તે ઘટનો બીજો ભાગ સ્થિર દેખાય છે. તેથી નક્કી થાય કે, ઘટ નામનું અખંડ દ્રવ્ય છે અને તેના અનેકપ્રદેશો છે; માટે તેના કેટલાક પ્રદેશો કંપે છે અર્થાત્ હાથથી હલાવવાથી કંપતા દેખાય છે અને તેના કેટલાક પ્રદેશો નિષ્કપ દેખાય છે.
આ રીતે ઘટરૂપ દ્રવ્યમાં અનેકપ્રદેશસ્વભાવ ગ્રંથકારશ્રીએ યુક્તિથી બતાવ્યો. ત્યાં તૈયાયિક કહે કે ઘટ દ્રવ્યમાં અનેક અવયવો છે અને તે અવયવો કરતાં અવયવી એવો ઘટ જુદો છે, તેથી જે અવયવ કાંપે છે, તે અવયવ સકંપ છે અને તે ઘટના અન્ય અવયવો નિષ્કપ છે તેમ તે સર્વ અવયવોમાં રહેલ અવયવી એવો ઘટ પણ નિષ્કપ છે. માટે ઘટ એક અખંડ દ્રવ્ય છે, તેથી ઘટનો એકપ્રદેશસ્વભાવ જ છે, અનેક પ્રદેશ સ્વભાવ નથી” આ પ્રકારે તૈયાયિક કહે તો ગ્રંથકારશ્રી કહે છે –
ઘટના કંપતા અવય ને હલાવીને લોકમાં વ્યવહાર થાય છે કે “આ ઘડો હાલે છે=કંપે છે” એ પ્રયોગ કઈ રીતે સંગત થાય ? અર્થાત્ ઘટના અનેકપ્રદેશ સ્વીકારીએ તો જ સંગત થાય; કેમ કે તે ઘડો એક દેશમાં હાલે છે, બીજા દેશમાં હાલતો નથી માટે અવયવીરૂપ ઘટ નિષ્કપ છે તેમ કહી શકાય નહીં, પરંતુ ઘટના અનેક દેશો છે તેમાંથી એક દેશ હાલે છે અને બીજા દેશો હાલતા નથી તેમ કહી શકાય. માટે ઘટના અનેકપ્રદેશસ્વભાવ સ્વીકારવો જોઈએ.
વળી, ઘટનો એક દેશ હાલે છે અને બીજો દેશ હાલતો નથી તે સ્થાપન કરવા ગ્રંથકારશ્રી નૈયાયિકને યુક્તિ આપે છે –
ઘડાનો એક દેશ જે હાલી રહ્યો છે, તેમાં રહેલા કંપનો જેમ પરંપરા સંબંધ આખા ઘટમાં છે માટે “ઘટ હાલે છે' તેમ કહેવાય છે, તે રીતે તે ઘટના અન્ય દેશ, જે સ્થિર છે તેમાં વર્તતા કંપનો અભાવ છે, તે પણ પરંપરા સંબંધથી હાલતા દેશમાં છે તેથી “આખો ઘટ નિષ્કપ છે” તેમ પણ કહેવાય છે. માટે ઘડો “એક દેશથી હાલે છે અને એક દેશથી હાલતો નથી” એ અસ્મલિત વ્યવહારને કારણે તે ઘટનો અનેક પ્રદેશ સ્વભાવ માનવો જોઈએ.
અહીં કહ્યું કે, દેશવૃત્તિકંપનો પરંપરા સંબંધ ઘટના અન્ય ભાગોમાં છે. તેથી એ પ્રાપ્ત થાય છે, જે દેશ કંપે છે તેની સાથે નજીકનો દેશ સાક્ષાત્ સંબંધવાળો છે, એ રીતે કંપતા દેશની સાથે પરંપરા સંબંધ ઘટના નિષ્કપ એવા અન્ય દેશનો છે, તેથી અખંડ એવો એક ઘટ છે અને તેના અનેક દેશો છે. માટે “દેશથી હાલે છે અને દેશથી હાલતો નથી” એ પ્રમાણે અસ્મલિત વ્યવહાર લોકમાં થાય છે. તેથી ઘટના અનેકપ્રદેશસ્વભાવ માનવો જોઈએ.
વળી, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પ્રત્યેક જીવ અખંડ દ્રવ્ય છે છતાં એમાં અનેકપ્રદેશસ્વભાવ ન માનો તો તે દ્રવ્યની સાથે પરમાણુનો સંયોગ કેમ ઘટી શકે ? અર્થાત્ તે અખંડ દ્રવ્યના એક દેશમાં પરમાણુનો સંયોગ થાય છે અને અન્ય દેશમાં તે પરમાણુનો સંયોગ થતો નથી, તેથી તે
Page #142
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૨ | ગાથા-૬-૭
૧૧૫
પરમાણુપ્રમાણ એવા પ્રદેશો આકાશાદિ દ્રવ્યના અનેક છે. માટે અનુભવ અનુસાર અખંડ એવા આકાશાદિ દ્રવ્યમાં પણ અનેકપ્રદેશસ્વભાવ માનવો જોઈએ. આ રીતે આત્મામાં પણ અનેકપ્રદેશસ્વભાવ છે તેની સંગતિ થાય છે. II૧૨/૬
અવતરણિકા :
એહ જ યુક્તિ વિસ્તારી દેખાડઈ છઈ
અવતરણિકાર્ય :
-
એ જ યુક્તિ=અખંડ દ્રવ્યમાં અનેક પ્રદેશસ્વભાવ છે તેમ ગાથાના ઉત્તરાર્ધમાં યુક્તિથી બતાવેલ એ જ યુક્તિ, વિસ્તારીને દેખાડે છે
ગાથા:
-
જી હો દેશ, સકલભેદર્દી દ્વિધા, લાલા દીઠી જગમાં વૃત્તિ;
જી હો પ્રત્યેકઈં દૂષણ તિહાં, લાલા બોલઈ ‘સમ્મતિવૃત્તિ'. ચતુ॰ ||૧૨/૭ના ગાથાર્થઃ
દેશ અને સકલના ભેદથી બે પ્રકારની જગતમાં વૃત્તિ જોવાયેલી છે=એક પદાર્થમાં અન્ય પદાર્થની વૃત્તિ જગતમાં જોવાઈ છે. તિહાં=દેશ અને સર્વની વૃત્તિમાંથી, પ્રત્યેકના દૂષણ ‘સમ્મતિવૃત્તિ’ બોલઈ=‘સમ્મતિ”ની વૃત્તિમાં કહેવાયા છે અર્થાત્ અખંડ દ્રવ્યમાં અનેકપ્રદેશસ્વભાવ ન સ્વીકારવામાં આવે તો દેશ અને સર્વ - એ બંનેમાં દોષ છે એમ ‘સમ્મતિતર્ક પ્રકરણ'ની ટીકામાં કહેલ છે. ||૧૨/૭||
ટબો ઃ
એક વૃત્તિ દેશથી છઈ, જિમ કુંડઈં બંદર; નઈં બીજી સર્વથી છઈ, જિમ સમાનવસ્ત્રયની. તિહાં પ્રત્યેકઈં દૂષણ સમ્મતિવૃત્તિ બોલઈ છઈ. પરમાણુનઈં આકાશાદિકઈં દેશવૃત્તિ માંનતાં આકાશાદિકના પ્રદેશ અનિચ્છતાં પણિ આવઈં, અનઈં સર્વોવૃત્તિ માંનતા પરમાણુ આકાશાદિ પ્રમાણ થઈ જાઈ. ઉભયાભાવઈ તો પરમાણનઈં અવૃત્તિપણું જ થાઈ.
“યાદિોષામાવસ્ય સામાન્યામાવનિયતત્વાત્” જ્ઞાતિ । ||૧૨/૭||
ટબાર્થ:
એક વૃત્તિ દેશથી છે=એક પદાર્થમાં અન્ય પદાર્થની વૃત્તિ દેશથી છે. જેમ કુંડમાં બદર=બોર, એક દેશમાં રહે છે અને બીજી=બીજી વૃત્તિ, સર્વથી છે. જેમ સમાન વસ્ત્રદ્વયની વૃત્તિ સર્વથી છે. તેમાં=બે
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૧૬
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ / ઢાળ-૧૨ / ગાથા-૭ વૃત્તિમાં, પ્રત્યેકને આશ્રયીને=દેશથી વૃત્તિને આશ્રયીને અને સર્વથી વૃત્તિને આશ્રયી, દૂષણ અખંડ દ્રવ્યમાં અનેક પ્રદેશ સ્વભાવ ન સ્વીકારવામાં આવે તો દૂષણ, સમ્મત્તિવૃત્તિ' કહે છે.
તે પ્રત્યેકમાં દૂષણ સ્પષ્ટ કરે છે –
પરમાણુને આકાશાદિના દેશમાં વૃત્તિ માનવામાં આવે તો આકાશાદિના પ્રદેશ ન ઇચ્છતાં પણ આવે છે=આકાશના પ્રદેશો નથી એમ સ્વીકારવા છતાં આકાશના અનેક પ્રદેશોની પ્રાપ્તિ થાય છે. અને આકાશના પ્રદેશો નથી એમ સ્વીકારવા અર્થે એમ કહેવામાં આવે કે પરમાણુ આકાશાદિના દેશમાં વૃતિ નથી પરંતુ સર્વતો વૃત્તિ છે, તો આવું માનતાં પરમાણુ આકાશાદિપ્રમાણ થઈ જાય.
અહીં પૂર્વપક્ષી કહે કે “આકાશમાં પરમાણુની દેશથી પણ વૃત્તિ નથી અને સર્વથી પણ વૃત્તિ નથી અને આકાશાદિ અખંડ દ્રવ્ય હોવાથી અનેકપ્રદેશ સ્વભાવ નથી, તેના નિરાકરણ અર્થે ગ્રંથકારશ્રી કહે છે –
ઉભયના અભાવમાં આકાશમાં પરમાણુની દેશથી અને સર્વથી વૃત્તિના અભાવમાં, તો પરમાણુનું અવૃત્તિપણું જ પ્રાપ્ત થાય.
કેમ અવૃત્તિપણું પ્રાપ્ત થાય ? તેમાં યુક્તિ કહે છે –
“યાવિશેષામાવયાવદ્ધિશેષના અભાવનું, સામાન્યામાવનિયતત્વા–સામાન્યતા અભાવનું નિયતપણું છે અર્થાત્ દેશવૃત્તિ અને સર્વવૃત્તિરૂપ થાવદ્ધિશેષના અભાવનું વનિસામાન્યના અભાવ સાથે નિયતપણું છે.” રૂ=િઈત્યાદિ=ઈત્યાદિથી અન્ય યુક્તિઓનો સંગ્રહ છે. I૧૨/શા ભાવાર્થ :
આકાશાદિ દ્રવ્યોનો અનેક પ્રદેશ સ્વભાવ છે તે સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે –
એક દ્રવ્યમાં અન્ય દ્રવ્યની વૃત્તિ બે પ્રકારે પ્રાપ્ત થાય છે : દેશથી અથવા સર્વથી. જેમ મોટા કુંડામાં બોર પડેલું હોય તો તે કુંડાના એક દેશમાં બોર વર્તે છે, આખા કુંડામાં બોર વર્તતું નથી, તેથી કુંડાના એક દેશમાં બોરની વૃત્તિ છે. વળી, બીજી વૃત્તિ સર્વથી છે. જેમ બે સમાન વસ્ત્ર હોય, તેમાં એક વસ્ત્ર ઉપર બીજું વસ્ત્ર મૂકવામાં આવે તો નીચેના વસ્ત્ર ઉપર, ઉપરનું વસ્ત્ર સર્વથી વૃત્તિ છે; કેમ કે નીચેના વસ્ત્રના પૂર્ણ ભાગને સ્પર્શીને ઉપરનું વસ્ત્ર રહેલું છે, માટે સર્વથી વૃત્તિ છે. આ રીતે દેશથી અને સર્વથી એક પદાર્થમાં બીજા પદાર્થની વૃત્તિ થઈ શકે તેમ બતાવીને આકાશાદિ દ્રવ્યનો અનેક પ્રદેશ સ્વભાવ ન માનીએ તો દેશથી વૃત્તિને અને સર્વથી વૃત્તિને આશ્રયીને દૂષણની પ્રાપ્તિ છે એમ સમ્મતિતર્કપ્રકરણ'ની ટીકામાં કહ્યું છે.
કઈ રીતે બંને વિકલ્પમાં દૂષણ છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
જો પરમાણુને આકાશાદિના એક દેશમાં વૃત્તિ માનવામાં આવે અને આકાશાદિનો અનેક પ્રદેશસ્વભાવ ન સ્વીકારવામાં આવે તો પણ આકાશાદિના અનેક પ્રદેશોની પ્રાપ્તિ થાય છે, કેમ કે આકાશાદિના જો અનેક પ્રદેશો ન હોય તો, પરમાણુ આકાશના એક દેશમાં રહી શકે નહીં, પરંતુ સંપૂર્ણ આકાશને વ્યાપીને રહે પરમાણુ આકાશાદિના એક પ્રદેશમાં રહેલો છે તે અનુભવસિદ્ધ છે. જ્યારે અખંડ એવા આકાશાદિ દ્રવ્યના
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૧૭
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૨ | ગાથા-૭-૮ પરમાણુના કદની અપેક્ષાએ અનેક દેશો છે માટે આકાશાદિના અનેક પ્રદેશો છે એમ માનવું જોઈએ. જો પરમાણુ આકાશના એક દેશમાં વૃત્તિ નથી પરંતુ સંપૂર્ણ આકાશમાં વૃત્તિ છે એમ સ્વીકારવામાં આવે તો આકાશના અનેક પ્રદેશો નથી એમ સિદ્ધ થાય, પરંતુ પરમાણુ આકાશાદિપ્રમાણ છે એમ સ્વીકારવું પડે; કેમ કે સંપૂર્ણ આકાશાદિમાં પરમાણ રહેલો છે માટે પરમાણુ આકાશાદિના જેટલા જ કદવાળો છે.
અહીં પૂર્વપક્ષી કહે કે આકાશ અખંડ દ્રવ્ય છે અને તેના અનેક પ્રદેશો નથી તથા પરમાણુ આકાશમાં દેશથી પણ રહેતો નથી અને પરમાણુ આકાશમાં સર્વથી પણ રહેતો નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે –
જો આમ સ્વીકારવામાં આવે તો પરમાણુમાં અવૃત્તિપણું જ પ્રાપ્ત થાય અને દરેક દ્રવ્ય અન્ય દ્રવ્યમાં વૃત્તિ છે એ અનુભવસિદ્ધ વ્યવહાર છે માટે પરમાણુનું અવૃત્તિપણું સ્વીકારી શકાય નહીં.
પરમાણુની આકાશમાં બે પ્રકારે વૃત્તિ નથી તેમ સ્વીકારવાથી પરમાણુમાં અવૃત્તિપણાની કેમ પ્રાપ્તિ છે ? તેમાં યુક્તિ બતાવે છે –
યાવદ્ધિશેષનો અભાવ હોય ત્યાં સામાન્યનો પણ અભાવ પ્રાપ્ત થાય. જેમ આંબાનું વૃક્ષ નથી, લીમડાનું વૃક્ષ નથી એવાં સર્વ વૃક્ષોનો અભાવ હોય તો વૃક્ષસામાન્યનો અભાવ પ્રાપ્ત થાય, તેમ બે પ્રકારની વૃત્તિથી અતિરિક્ત ત્રીજા પ્રકારની વૃત્તિ નહીં હોવાને કારણે દેશથી અને સર્વથી પરમાણુની આકાશાદિમાં વૃત્તિ નથી એમ કહેવામાં આવે તો વૃત્તિસામાન્યનો અભાવ પ્રાપ્ત થાય, માટે પરમાણુને અવૃત્તિ સ્વીકારવાની આપત્તિ આવે, જ્યારે પરમાણુની આકાશાદિમાં વૃત્તિ છે એ અનુભવ સિદ્ધ છે. તેના બળથી નક્કી થાય છે, આકાશાદિ અખંડ દ્રવ્યો હોવા છતાં પરમાણુના કદપ્રમાણ અનેક પ્રદેશસ્વભાવવાળા છે. I૧૨/ળા અવતરણિકા -
હવે જીવના વિભાવસ્વભાવને બતાવે છે –
ગાથા :
જી હો ભાવ સ્વભાવહ અન્યથા, લાલા છઈ વિભાવ વડ વ્યાધિ; જી હો એ વિણ ન ઘટઈ જીવનઈ, લાલા અનિયત કર્મ ઉપાધિ.
ચતુo II૧૨/૮ ગાથાર્ચ -
ભાવસ્વભાવથી અન્યથા વિભાવસ્વભાવ છે, જે વડવ્યાધિ જેવો છે-મોટી વ્યાધિ જેવો છે. એ વગર=વિભાવસ્વભાવ માવ્યા વિના, જીવને અનિયત કર્મ ઉપાધિ ઘટે નહીં. II૧ર/૮. ટબો:
સ્વભાવથી જે અન્યથાભાવ, તે વિભાવસ્વભાવ કહિઈ. તે મહા વ્યાધિ રૂપ છઈ.
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૧૮
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૨ | ગાથા-૮ એ વિભાવસ્વભાવ માન્યા વિના જીવન, અનિયત કહતાં નાના દેશકાલાદિવિપાકી કર્મ ઉપાધિ ન લાગો જોઈઈ.
“૩ાધિસમ્બન્ધયોયતા ત્તિ વિમાવસ્વમાવઃ ।" ||૧૨/૮ના
ટબાર્થ:
સ્વભાવથી જે અન્યથાભાવ, તે વિભાવસ્વભાવ કહેવાય. તે મહાવ્યાધિરૂપ છે. જીવનો આ વિભાવસ્વભાવ માન્યા વગર અનિયત કહેતાં નાના દેશકાલાદિ વિપાકી એવું કર્મ ઉપાધિ ન લાગો જોઈઈ=જીવને કર્મ ઉપાધિ લાગવી જોઈએ નહીં.
વિભાવસ્વભાવ શું છે ? તે સ્પષ્ટ કરે છે –
‘કપાધિસમ્બન્ધયોયતા ત્તિ વિમાવસ્વમાવઃ=ઉપાધિસંબંધની યોગ્યતા જ વિભાવસ્વભાવ છે=કર્મરૂપ ઉપાધિના સંબંધની યોગ્યતા એ જ જીવનો વિભાવસ્વભાવ છે. ૧૨/૮
ભાવાર્થ:
જીવદ્રવ્યનો જે વાસ્તવિક સ્વભાવ છે તે વાસ્તવિક સ્વભાવથી અન્યથા ભાવ=વિપરીત ભાવ, વિભાવસ્વભાવ કહેવાય, જે મહાવ્યાધિસ્વરૂપ છે.
આશય એ છે કે, જીવદ્રવ્યનો કોઈ અન્ય દ્રવ્ય સાથે સંશ્લેષ પામવાનો સ્વભાવ નથી. તેથી જો જીવદ્રવ્યમાં તે સ્વભાવ વિદ્યમાન હોય તો જીવદ્રવ્ય કોઈની સાથે સંશ્લેષ પામે નહીં; તેમ છતાં અનાદિકાળથી જીવમાં જીવના અસંશ્લેષસ્વભાવથી વિપરીત સંશ્લેષસ્વભાવ વર્તે છે. આ સંશ્લેષસ્વભાવ પણ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગસ્વરૂપ પાંચ ભૂમિકામાં વર્તે છે, જે જીવનો વિભાવસ્વભાવ છે આ વિભાવસ્વભાવ જીવ માટે મહાવ્યાધિરૂપ છે. જેમ સંસારી જીવોના દેહમાં ધાતુના વિપર્યાસને કારણે વ્યાધિ ઉત્પન્ન થાય છે તેમ આત્માની અસંશ્લેષસ્વભાવરૂપ ભાવધાતુ છે, તે મિથ્યાત્વ આદિ પરિણામરૂપે પરિણમન પામે છે તેથી વ્યાધિરૂપ છે, તેના કારણે જ સંસારી જીવો સદા પીડિત છે. માટે શરીરમાં થતી સર્વ વ્યાધિ કરતાં આત્મામાં વર્તતી વિભાવરૂપ પરિણતિ મહાવ્યાધિ છે.
આ રીતે વિભાવસ્વભાવનું સ્વરૂપ સ્પષ્ટ કર્યા પછી આત્માનો વિભાવસ્વભાવ માનવા માટે અનુભવ અનુસાર યુક્તિ બતાવે છે –
જો આત્માનો વિભાવસ્વભાવ ન માનીએ તો જીવમાં અનિયત એવાં કર્મોની ઉપાધિ લાગવી જોઈએ નહીં અર્થાત્ જુદા જુદા દેશ, જુદા જુદા કાળ અને જુદા જુદા ભાવમાં ફળને આપનારી કર્મરૂપ ઉપાધિ લાગવી જોઈએ નહીં; કેમ કે કર્મરૂપ ઉપાધિ સાથે સંબંધની જીવની જે યોગ્યતા છે, તે જ વિભાવસ્વભાવ છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે, સંસારીઅવસ્થામાં જીવને ઔદારિક આદિ શરીર સાથે સંબંધ વર્તે છે અને કાર્મણશ૨ી૨ સાથે સંબંધ વર્તે છે, તેમાં ઔદારિકશરીરના સંબંધનું કારણ કાર્યણશ૨ી૨ છે. કાર્યણશ૨ી૨ સાથે કથંચિત્ એકત્વ ભાવને પામેલ જીવદ્રવ્ય છે, તેથી કર્મ એ જીવનો ઔપાધિક ભાવ છે=આગંતુક ભાવ
Page #146
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૨ | ગાથા-૮-૯
૧૧૯
છે. કર્મ જીવને જુદા જુદા દેશ, જુદા જુદા કાળ અને જુદા જુદા ભાવમાં વિપાકને આપીને જાય છે અને જીવમાં વિભાવસ્વભાવ વિદ્યમાન હોવાને કારણે નવું નવું કર્મ બંધાય છે. કર્મરૂપ ઉપાધિ જીવને જે પ્રાપ્ત થઈ છે તેનું કારણ જીવમાં વર્તતો વિભાવસ્વભાવ છે, જે જીવના અસંશ્લેષસ્વભાવથી વિપરીત સંશ્લેષસ્વભાવરૂપ જ છે. આ સંશ્લેષ અતિ ગાઢ વર્તે છે જે મિથ્યાત્વના પરિણામરૂપ છે. આ સંશ્લેષ ઘણો ઓછો થાય છે ત્યારે જીવમાંથી મિથ્યાત્વ જાય છે. તેથી જીવને અવશિષ્ટ રહેલ સંશ્લેષ અસાર જણાય છે તોપણ અવિરતિના પરિણામરૂપે વર્તે છે. વળી, ઘણો સંશ્લેષ ઓછો થાય છે ત્યારે અવિરતિ જાય છે ત્યારબાદ અવશિષ્ટ રહેલ સંશ્લેષ પ્રમાદના પરિણામરૂપ છે. વળી, આ પ્રમાદ આપાદક સંશ્લેષ ઓછો થાય છે ત્યારે પ્રમાદ જાય છે અને જીવ નિર્વિકલ્પદશામાં વર્તે છે. આ વખતે સંશ્લેષ અતિ નષ્ટપ્રાયઃ દશામાં છે, છતાં કોઈક કષાયના પરિણામ સ્વરૂપ તે સંશ્લેષ છે. જ્યારે કષાયનો નાશ થાય છે ત્યારે ભાવથી સંશ્લેષનો પરિણામ જાય છે તોપણ, પુદ્ગલમાં પ્રવૃત્તિરૂપ યોગની પ્રવૃત્તિસ્વરૂપ અત્યંત અલ્પ સંશ્લેષ છે અને યોગનિરોધ કાળે જીવનું વીર્ય સર્વથા સંશ્લેષ વગરનું થાય છે. તેથી કર્મરૂપ ઉપાધિના સંબંધની યોગ્યતા નાશ પામે છે જે વિભાવસ્વભાવના અભાવવાળી જીવની અવસ્થા છે. યોગનિરોધકાળમાં જીવમાં વિભાવસ્વભાવ નહીં હોવાથી કર્મરૂપ કાંઈક ઉપાધિ છે જેથી સંસારીઅવસ્થામાં છે તોપણ કર્મબંધના કારણનો સર્વથા અભાવ હોવાથી અવશિષ્ટ કર્મો નાશ પામે છે ત્યારે જીવ કમરહિત શુદ્ધ આત્મદ્રવ્ય બને છે. II૧૨/૮ અવતરણિકા -
પૂર્વગાથામાં જીવનો વિભાવસ્વભાવ બતાવ્યો. હવે સંસારી જીવમાં જ્યારે વિભાવસ્વભાવ વર્તે છે ત્યારે શુદ્ધ સ્વભાવ પણ વિદ્યમાન છે અને અશુદ્ધ સ્વભાવ પણ વિદ્યમાન છે તે બતાવવા અર્થે કહે છે – ગાથા :
જી હો શુદ્ધભાવ કેવલપણું, લાલા ઉપાધિકજ અશુદ્ધ; જી હો વિણ શુદ્ધતા, ન મુક્તિ છઈ, લાલા લેપ ન, વિગર અશુદ્ધ.
ચતુo I૧૨/લા ગાથાર્થ -
શુદ્ધ સ્વભાવ કેવલપણું છે અને ઉપાધિથી થનારું અશુદ્ધ=મલિનસ્વભાવ છે. શુદ્ધતા વગર સંસારી જીવમાં શુદ્ધતા ન હોય તો, મુક્તિ નથી. અશુદ્ધ સ્વભાવ વગર સંસારીઅવસ્થામાં અશુદ્ધ સ્વભાવ વગર, લેપ નથી કર્મનો લેપ નથી. ll૧ર/ ટબો:
કેવલપણું કo ઉપાધિભાવરહિતાન્તર્ભાવપરિણત, તે શુદ્ધસ્વભાવ. ઉપાધિજનિત બહિર્ભાવપરિણમન યોગ્યતા તે અશુદ્ધ સ્વભાવ છઈ. જે શુદ્ધ સ્વભાવ ન માનિઈ તો
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૨૦.
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૨ | ગાથા-૯ મુક્તિ ન ઘટઈ. જો અશુદ્ધસ્વભાવ ન માનિઈ, તો કર્મનો લેપ ન ઘટઈ. અત વ“શુદ્ધ સ્વભાવનઈ કદાપિ અશુદ્ધતા ન હોઈ, અશુદ્ધસ્વભાવનઈ પછઈ પણિ શુદ્ધતા ન હોઈ એ વેવાજ્યાદિ મત નિરાકરિઉં. ઉભય સ્વભાવ માનિઈ, કઈ દૂષણ ન હુઈ, તે વતી. ૧૨/૯ ટબાર્થ :
કેવલપણું કહેતાં ઉપાધિના ભાવથી રહિતઃકર્મરૂપ ઉપાધિના કારણભૂત ભાવથી રહિત, અંતરંગ ભાવપરિણત તે શુદ્ધસ્વભાવ છે. ઉપાધિજનિત બહિર્ભાવ કર્મરૂપ ઉપાધિથી જવિત એવો જે બહિર્ભાવ=મનુષ્ય-તિર્યંચ આદિ ભવોમાં તે તે ભાવોની પ્રાપ્તિરૂપ બહિર્ભાવ, તેના પરિણમનની યોગ્યતા એ અશુદ્ધ સ્વભાવ છે.
જો સંસારી આત્મામાં શુદ્ધ સ્વભાવ ન માનીએ તો મુક્તિ ઘટે નહીં. જો સંસારી આત્મામાં અશુદ્ધ સ્વભાવ ન માનીએ તો કર્મનો લેપ ન થાય.
ગત પર્વ આથી જ=જીવમાં શુદ્ધ સ્વભાવ પણ છે અને અશુદ્ધ સ્વભાવ પણ છે આથી જ, શુદ્ધસ્વભાવને ક્યારેય પણ અશુદ્ધતા ન થાય અને અશુદ્ધ સ્વભાવને પાછળથી પણ ક્યારેય શુદ્ધતા ન થાય, એ પ્રકારનો વેદાભ્યાદિનો મત નિરાકરણ કરાયોકએ પ્રકારના વેદાન્તી આદિ મતનું નિરાકરણ કરાયું. ઉભયસ્વભાવ માનીએ તો કોઈ દૂષણ ન થાય=શુદ્ધ સ્વભાવ અને અશુદ્ધ સ્વભાવ - ઉભય સ્વભાવ માનીએ તો કોઈ દૂષણ ન થાય. તે વતી તેના દ્વારા વેદાન્તી મતનું નિરાકરણ કરાયું, એમ અવય છે. ૧૨/૯ો. ભાવાર્થ :- સૂક્ષ્મ બુદ્ધિથી જોવામાં આવે તો સંસારીઅવસ્થાવાળા આત્મામાં કર્મવાળી અવસ્થામાં પણ આત્માનું પોતાના ભાવો સાથે જે તાદાભ્યપણું છે તે નાશ પામ્યું નથી, ફક્ત કર્મની ઉપાધિને કારણે તે શુદ્ધસ્વભાવ તિરોધાન થયેલ છે. જેમ કોઈ વસ્તુ ઉપર અન્ય વસ્ત્રાદિનું આચ્છાદન કરવામાં આવે તો, તે વસ્તુનું સ્વરૂપ તે વસ્ત્રમાં રહેલું જ છે, તેમ કર્મના આવરણને કારણે આત્માનું મૂળભૂત સ્વરૂપ વ્યક્ત થતું નથી તોપણ અંતરંગ ભાવની પરિણતિરૂપ આત્માનું મૂળભૂત સ્વરૂપ આત્મામાં વિદ્યમાન છે. તે બતાવવા માટે ગ્રંથકારશ્રી કહે છે –
કર્મની ઉપાધિના ભાવથી રહિત જીવના અંતરંગ ભાવની પરિણતિ સ્વરૂપ જે કેવલપણું છે આત્માનું પોતાના ભાવની સાથે એકત્વપણું છે, તે શુદ્ધસ્વભાવ છે.
આ રીતે સૂક્ષ્મ અવલોકન કરનાર નિશ્ચયનયની દૃષ્ટિથી આત્માના શુદ્ધ સ્વભાવને બતાવ્યા પછી વ્યવહારનયની દૃષ્ટિથી કર્મની સાથે એકત્વભાવ થવાને કારણે આત્મામાં જે અશુદ્ધ સ્વભાવ દેખાય છે તેનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં કહે છે –
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૨૧
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨/ ઢાળ-૧૨ / ગાથા-૯
કર્મની ઉપાધિથી જનિત અને બહિર્ભાવરૂપ નર-નારકાદિ ભાવરૂપે પરિણમન પામવાની યોગ્યતા અને તેને અનુકૂળ કર્મબંધને અનુકૂળ પરિણતિની યોગ્યતા સંસારી જીવોમાં વર્તે છે, તે અશુદ્ધ સ્વભાવ છે. તેથી એ પ્રાપ્ત થાય કે કર્મની સાથે આત્મા એકત્વભાવને પામેલો છે અને તેવા એકત્વભાવને કારણે જ નરનારકાદિ ભાવરૂપે પરિણમન પામવાની યોગ્યતા અને તે તે પ્રકારનાં કર્મ બાંધવાની યોગ્યતા જીવમાં વર્તે છે. તે યોગ્યતા જ જીવનો અશુદ્ધ સ્વભાવ છે. આ રીતે સંસારીઅવસ્થામાં નિશ્ચયનયની દૃષ્ટિથી અને વ્યવહારનયની દૃષ્ટિથી શુદ્ધ અને અશુદ્ધ બંને સ્વભાવ છે એમ બતાવ્યા પછી સંસારીઅવસ્થામાં કેવલ અશુદ્ધ સ્વભાવ સ્વીકારવામાં આવે અને શુદ્ધ સ્વભાવ ન સ્વીકારવામાં આવે તો શું દોષ પ્રાપ્ત થાય ? તે બતાવે છે –
જો આત્મામાં કર્મની ઉપાધિને કારણે શુદ્ધ સ્વભાવ નાશ પામ્યો હોય અને અશુદ્ધ સ્વભાવ જ માત્ર અવશેષ હોય તો કર્મના નાશથી પણ મુક્તિ ઘટે નહીં, કેમ કે શુદ્ધ સ્વભાવ નાશ થયેલ હોવાથી કર્મના નાશથી પણ શુદ્ધ સ્વભાવ પ્રગટ થઈ શકે નહીં. માટે સંસારીઅવસ્થામાં શુદ્ધ સ્વભાવ વિદ્યમાન જ છે, ફક્ત કર્મના આવરણને કારણે તિરોહિત છે, તેમ માનવું જોઈએ.
અહીં પ્રશ્ન થાય કે, સંસારી આત્મામાં શુદ્ધ સ્વભાવ હોય તો તેનો વિરોધી એવો અશુદ્ધ સ્વભાવ કઈ રીતે રહી શકે ? અર્થાત્ રહી શકે નહીં. તેના સમાધાનરૂપે ગ્રંથકારશ્રી કહે છે –
વ્યવહારનયની દૃષ્ટિથી કર્મ સાથે કથંચિત્ એકત્વભાવ હોવાને કારણે આત્માનો અશુદ્ધ સ્વભાવ પણ માનવો જોઈએ. જો આત્માનો અશુદ્ધ સ્વભાવ ન માનીએ તો સંસારી આત્માને જે નવાં નવાં કર્મોનો લેપ થાય છે તે ઘટે નહીં અને નવાં નવાં કર્મોનો લેપ ઘટે નહીં તો મનુષ્યાદિ ભવોની પ્રાપ્તિરૂપ પ્રત્યક્ષથી દેખાતો સંસાર ઘટે નહીં. માટે આત્મામાં સૂક્ષ્મ દૃષ્ટિથી શુદ્ધ સ્વભાવ છે અને સ્થૂલદષ્ટિથી અશુદ્ધ સ્વભાવ છે એમ સ્વીકારવું જોઈએ. આથી જ=આત્મામાં શુદ્ધ સ્વભાવને ન માનીએ તો મુક્તિ ઘટે નહીં અને અશુદ્ધ સ્વભાવ ન માનીએ તો કર્મનો લેપ ઘટે નહીં આથી જ, વેદાન્ત આદિ મતો કહે છે કે શુદ્ધ સ્વભાવ ક્યારેય અશુદ્ધતાને પામે નહીં અને અશુદ્ધ સ્વભાવ પાછળથી પણ શુદ્ધતાને પામે નહીં. તેનું ગ્રંથકારશ્રી નિરાકરણ કરે છે –
સિદ્ધમાં વર્તતો શુદ્ધસ્વભાવ ક્યારેય અશુદ્ધતાને પામતો નથી, જ્યારે સંસારીઅવસ્થામાં શુદ્ધ સ્વભાવ શક્તિરૂપે રહેલો છે, વ્યક્તિરૂપે નથી માટે શક્તિરૂપે શુદ્ધ સ્વભાવ હોવા છતાં વ્યક્તિરૂપે સંસારી જીવોમાં અશુદ્ધતાને સ્વીકારવામાં બાધ નથી. સંસારીઅવસ્થામાં અશુદ્ધ સ્વભાવ વ્યક્તિરૂપે વિદ્યમાન હોવા છતાં કર્મના નાશને અનુકૂળ ઉચિત પ્રવૃત્તિ કરવાથી અશુદ્ધ સ્વભાવ નાશ પામે તો શક્તિરૂપે રહેલ શુદ્ધ સ્વભાવ પ્રગટ થાય છે અને શુદ્ધ સ્વભાવ પ્રગટ થયા પછી ક્યારેય પણ તેનો નાશ થતો નથી. તેથી સંસારી જીવો યોગમાર્ગની સાધના કરીને મુક્ત થાય છે, જે સર્વ દર્શનકારો સ્વીકારે છે, તેની સંગતિ કરવા માટે ઉભયસ્વભાવ માનીએ તો કોઈ દૂષણ પ્રાપ્ત થાય નહીં.
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૨૨
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૨ ગાથા-૯-૧૦ અહીં વિશેષ એ છે કે, દૂધ અને પાણી મિશ્ર થાય છે ત્યારે દૂધ પાણીરૂપે થતું નથી અને પાણી દૂધરૂપે થતું નથી, તેથી દૂધ-પાણી મિશ્રઅવસ્થામાં પણ સૂક્ષ્મ દૃષ્ટિએ દૂધ પોતાના દૂધસ્વરૂપે જ છે તેમ દેખાય છે. તે રીતે કર્મ સાથે મિશ્રિત એવી સંસારીઅવસ્થામાં જીવ સૂક્ષ્મ દૃષ્ટિએ શુદ્ધ સ્વભાવવાળો જ દેખાય છે. વળી, દૂધ અને પાણી મિશ્ર હોય ત્યારે વ્યવહાર દૃષ્ટિથી દૂધ ચોખ્યું નથી તેમ દેખાય છે તે રીતે, વ્યવહાર દૃષ્ટિથી આત્મા રાગાદિ પરિણતિરૂપ અશુદ્ધસ્વભાવવાળો છે તેમ દેખાય છે. હંસ જેમ દૂધ-પાણીને પૃથફ કરી શકે છે તેમ વિવેકસંપન્ન યોગી પોતાની વિવેકદૃષ્ટિથી આત્માને કર્મથી પૃથક કરે ત્યારે કેવળ શુદ્ધસ્વભાવવાળો આત્મા મુક્ત અવસ્થાને પ્રાપ્ત કરે છે. ll૧૨/વા અવતરણિકા -
હવે જીવનો નિયમિત એકસ્વભાવ અને ઉપચરિત સ્વભાવ બતાવે છે –
ગાથા :
જી હો નિયમિત એક સ્વભાવ જે, લાલા ઉપચરિઈ પરઠાણ; જી હો તે ઉપચરિત સ્વભાવ છઈ, લાલા એ વિણ કિમ પરનાણ?
ચતુo ll૧૨/૧૦ના ગાથાર્થ :
જે નિયમિત=એકસ્થાનમાં નિયમિત, તે એકસ્વભાવ છે. પર સ્થાનમાં ઉપચારીએ તે ઉપચરિત સ્વભાવ છે. એ વગર=ઉપચરિત સ્વભાવ વગર, કિમ પરનાણ?પર એવા ઘટ-પટ આદિનું જ્ઞાન કેમ થાય ? અર્થાત્ થાય નહીં. I/૧૨/૧૦|| ટબો:
નિયમિત એકરસ્થાનિ નિર્દારિઉં જે એક સ્વભાવ, પર સ્થાનકિ ઉપચરિઈ તે ઉપચરિત સ્વભાવ હોઈ. તે ઉપચરિત સ્વભાવ ન માનિઈ, “સ્વ-પરવ્યવસાયિજ્ઞાનવંત આત્મા” કિમ કહિશું? તે માટઇં, જ્ઞાનનઈં સ્વવિષયત્વ, અનુપચરિત છઈ, પણિ પરવિષયત્વ, તે પરાપેક્ષાઈ પ્રતીયમાનપણઈ તથા પરનિરૂપિતસંબંધ પણઈ ઉપચરિત છઈ. ૧૨/૧૦ ટબાર્થ :
નિયમિત એકસ્થાનમાં નિર્ધાર્યુિં તે એકસ્વભાવ છે=ઘટતું જ્ઞાન કરનાર પુરુષ પોતાના આત્મામાં પોતાના જ્ઞાનને જાણે છે તેથી આત્મારૂપ એકસ્થાનમાં ‘મને ઘટતું જ્ઞાન છે એ પ્રમાણે જે નિર્ધાર્યું છે તે નિયમિત એકસ્વભાવ છે. પરસ્થાનકે ઉપચરિયું તે ઉપચરિત સ્વભાવ થાય=ઘટતું જ્ઞાન કરનાર પુરુષ “આત્માથી પર એવા ઘટમાં મારું જ્ઞાન છે" અર્થાત્ ઘટવિષયક જ્ઞાન હોય ત્યારે “મારું
Page #150
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૨ | ગાથા-૧૦-૧૧
૧૨૩ જ્ઞાન ઘટમાં છે” એ રીતે ઉપચરે તે ઉપચરિત સ્વભાવ કહેવાય. જો તે ઉપચરિત સ્વભાવ ન માનીએ તો='ઘટમાં મારું જ્ઞાન છે' તેને ઉપચરિત સ્વભાવ ન માનીએ તો, “સ્વ-પરવ્યવસાયિજ્ઞાનવાળો આત્મા” છે એમ કેમ કહી શકાય ? અર્થાત્ કહી શકાય નહીં.
તે માટે જ્ઞાનનો સ્વવિષયત્વ તો અનુપચરિત છે=ઘટતું જ્ઞાન થાય છે ત્યારે તે જ્ઞાન સ્વસંવેદનરૂપ પ્રતીત થાય છે તે સ્વરૂપે તો અનુપચરિત છે, પરંતુ પરવિષયત્વ=ઘટજ્ઞાનના વિષયરૂપ પરવિષયત્વ, તે પરની અપેક્ષાએ પ્રતીયમાનપણે છે અને પરનિરૂપિતસંબંધપણે ઉપચરિત છે=પોતાના આત્માથી પર એવા ઘટ નિરૂપિત સંબંધપણું જ્ઞાનમાં છે તે સંબંધથી ઉપચરિત છે. ૧૨/૧૦|| ભાવાર્થ :
આત્મા બાહ્યપદાર્થવિષયક જ્ઞાન કરે છે ત્યારે તેના જ્ઞાનનો વિષય જેમ બાહ્ય પદાર્થ છે તેમ તે જ્ઞાન પણ તેને સ્વસંવેદિત છે. આથી જ “આ ઘટ છે' તેવો બોધ કરે છે ત્યારે ઘટનું પણ જ્ઞાન પોતાને છે તેવી તેને પ્રતીતિ વર્તે છે અને પુરોવર્તી ઘટ છે તેવી પણ તેને પ્રતીતિ વર્તે છે. આથી જ સ્યાદ્વાદના મતે સ્વપરવ્યવસાયી જ્ઞાનવાળો આત્મા છે. તેથી એ ફલિત થાય કે ઘટના જ્ઞાનકાળમાં ઘટનું જ્ઞાન પોતાને સંવેદન થાય છે તે એક સ્થાનમાં નિર્ધારિત એવો નિયમિત એકસ્વભાવ છે અર્થાત્ આત્મારૂપ એકસ્થાનમાં નિર્ધારણ કરાયેલો એવો નિયમિત એકસ્વભાવ છે. તે વખતે જે બાહ્ય ઘટની પ્રતીતિ થાય છે ત્યાં પોતાનું જ્ઞાન ઘટમાં છે તેવી પ્રતીતિ છે. તેથી ઘટના જ્ઞાનનો વિષય પર છે તે ઘટરૂપ પરની અપેક્ષાએ “આ ઘટ છે એ પ્રકારનું પ્રતીયમાન જ્ઞાન પરની અપેક્ષાએ હોવાથી પરનિરૂપિત સંબંધપણાથી ઉપચરિત છે; કેમ કે તે જ્ઞાન ઘટ સાથે સંબંધિત છે. વસ્તુતઃ તે જ્ઞાન ઘટમાં રહેતું નથી, આત્મામાં રહે છે, તોપણ તે જ્ઞાન ઘટમાં છે તેમ ઉપચાર કરાય છે. ll૧૨/૧ળી અવતરણિકા :
ગાથા-૧૦માં બે સ્વભાવ બતાવ્યા. તેમાંથી પૂર્વગાથામાં બીજો ઉપચરિત સ્વભાવ બતાવ્યો. હવે તે ઉપચરિત સ્વભાવને દષ્ટાંતથી બતાવે છે – ગાથા :
જી હો કર્મ-સહજ બિ ભેદ તે, લાલા મૂર્ત અચેતનભાવ; જી હો પ્રથમ જીવનિ સિદ્ધનઈ, લાલા અપર પરજ્ઞસ્વભાવ.
ચતુo ll૧૨/૧૧ ગાથાર્થ :
તે=ઉપચરિત સ્વભાવ, કર્મ અને સહજ બિ ભેદ=બે ભેદ છે. જીવને સંસારી જીવને, મૂર્ત અને અચેતનભાવ, પ્રથમ કર્મજ ઉપચરિત સ્વભાવ, છે સિદ્ધને અપર સહજ ઉપચરિત સ્વભાવ, છે, તે પરાસ્વભાવ છે. ll૧૨/૧૧
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૨૪
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૨ | ગાથા-૧૧
ટબો:
તે ઉપચરિત સ્વભાવ ૨ પ્રકારે છઈ, એક-કર્મજનિત, એક-સ્વભાવજનિત. તિહાં પુદગલ સંબંધઈ જીવનઈં મૂર્તિપણું અનઈ અચેતનપણું જે કહીઈં છઈ, તિહાં ‘જીર્વાદી:' એ રીતિ ઉપચાર થઈ, તે કર્મજનિત થઈ તે માટિં, તે કર્મજ ઉપયરિત સ્વભાવ છઈ. તે જીવને અપર કહતાં-બી, જે સહજ ઉપચરિતસ્વભાવ, તે સિદ્ધનઈ પરાપણું, તિહાં કોઈ કર્મોપાધિ કઈ નહીં.
तदुक्तमाचारसूत्रे -
મમ્મર વવહારો વિન્નડું, મુજ સવાઈ નાતિ” રિ II (આચારાંગસૂત્ર, અધ્યયન-૩, સૂત્ર-૧૧૦) I/૧૨/૧૧ ટબાર્ચ -
તેaઉપચરિત સ્વભાવ, બે પ્રકારે છે : એક-કર્મજલિત, એક-સ્વભાવજલિત. તેમાં=બે પ્રકારના ઉપચરિત સ્વભાવમાં, પુદગલ સંબંધથી જીવને મૂર્તપણું અને અચેતનપણું જે કહેવાય છે ત્યાં “ગૌવહીક" એ રીતે ઉપચાર છે=ગાય જડ એવા ગાડાને વહન કરનાર છે તેથી વાહીક એવા ગાડા સ્વરૂપ ગાય છે તેમ ઉપચાર કરાય છે. તે રીતે જીવ પણ મૂર્ત એવા પુદ્ગલને વહન કરનાર છે અથવા અચેતન એવા પુદ્ગલને વહન કરનાર છે તેથી મૂર્ત છે અથવા અચેતન છે એમ ઉપચારથી કહેવાય છે માટે જીવમાં મૂર્તપણું અથવા અચેતનપણું ઉપચારથી છે.
આ પ્રકારનો અર્થ “ગૌવહીક” શબ્દથી જણાય છે અને તે=જીવનું મૂર્તપણું અને અચેતનપણું તે, કર્મજલિત છે. તે માટે કર્યજનિત છે તે માટે, તે કર્મજ ઉપચરિત સ્વભાવ છે અર્થાત્ સંસારી જીવનું મૂર્તપણું અને અચેતનપણું એ કર્મજ ઉપચરિત સ્વભાવ છે. તે જીવને અપર કહેતાં બીજો, જે સહજ ઉપચરિત સ્વભાવ, તે સિદ્ધને છે.
કઈ રીતે છે? તેથી કહે છે – પરજ્ઞાણું છે. તેથી સહજ ઉપચરિત સ્વભાવ છે. પરજ્ઞપણામાં કેમ સહજ ઉપચરિતપણું છે ? તેથી કહે છે – તિહાં પરજ્ઞપણામાં, સિદ્ધના જીવોને કોઈ કર્મોપાધિ છે નહીં=નથી. તકુજં ગવારસૂત્રકતે આચારાંગસૂત્રમાં કહેવાયું છે –
નવેમ્મ વવહારો જ વિન્ગ–અકર્મવાળા જીવોને વ્યવહાર વિદ્યમાન નથી. મુખT 3વાદી નાત્તિ કર્મથી ઉપાધિ થાય છે. (આચારાંગસૂત્ર અધ્યયન-૩, સૂત્ર-૧૧૦)
ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. ૧૨/૧૧
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૨૫
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૨ | ગાથા-૧૧ ભાવાર્થ
પૂર્વગાથામાં કહ્યું કે જીવનો ઉપચરિત સ્વભાવ છે. તેથી હવે તે ઉપચરિત સ્વભાવ પણ બે પ્રકારનો છે. તે સ્પષ્ટ કરે છે – (૧) કર્મજનિત ઉપચરિત સ્વભાવ, (૨) સહજ સ્વભાવજનિત ઉપચરિત સ્વભાવ.
(૧) સંસારી જીવમાં કર્મ વિદ્યમાન છે અને તે કર્મને કારણે સંસારી જીવો મૂર્તરૂપે ચક્ષુ આદિથી ગ્રહણ થાય છે, તેને સામે રાખીને સંસારી જીવને મૂર્તસ્વભાવ છે એમ કહેવાય છે.
વસ્તુતઃ સંસારીઅવસ્થામાં પણ દૂધ-પાણીની જેમ કર્મ અને આત્મા રહેલા છે તેથી દૂધ દૂધ છે, પાણી નથી અને પાણી પાણી છે, દૂધ નથી; તેમ અરૂપી આત્મા અરૂપી છે, રૂપી નથી અને રૂપી શરીર રૂપી છે અર્થાત્ મૂર્તિ છે, અરૂપી નથી અથવા અચેતન શરીર અચેતન છે, ચેતન નથી અને ચેતન આત્મા ચેતન જ છે, અચેતન નથી; છતાં શરીર સાથે કથંચિત્ એકત્વને પામેલ સંસારી આત્માને મૂર્ત કહેવાય છે, તે મૂર્ત એવા કર્મના ભાવને આત્મામાં ઉપચાર કરીને કહેવાય છે. વળી, સંસારી આત્માને અચેતન કહેવાય છે તે પણ અચેતન એવા શરીરના ધર્મનો ઉપચાર કરીને કહેવાય છે. તેથી આત્માનો મૂર્તસ્વભાવ કે અચેતન સ્વભાવ એ કર્મભનિત ઉપચરિત સ્વભાવ છે.
(૨) વળી, સિદ્ધના જીવો કર્મરહિત છે. સિદ્ધના જીવોમાં કેવળજ્ઞાન વિદ્યમાન છે. કેવળજ્ઞાન સર્વ દ્રવ્યોનું અને સર્વ પર્યાયોનું પ્રકાશન કરનાર છે, તેથી સિદ્ધમાં વર્તતું કેવળજ્ઞાન સિદ્ધના જીવોને સ્વસંવેદિત છે તેમ પોતાના આત્માથી ભિન્ન એવા જગતવર્તી પદાર્થોનું તેઓને જ્ઞાન થાય છે તેથી જગતવર્તી પદાર્થોમાં સિદ્ધનું જ્ઞાન વર્તે છે તેમ ઉપચારથી કહેવાય છે. વાસ્તવિક રીતે સિદ્ધનું જ્ઞાન સિદ્ધના આત્મામાં વર્તે છે તોપણ તે જ્ઞાનનો વિષય બાહ્ય પદાર્થો છે માટે બાહ્ય પદાર્થોમાં સિદ્ધનું કેવળજ્ઞાન વર્તે છે તે કર્મઉપાધિથી જનિત નથી પરંતુ સ્વભાવજનિત છે; કેમ કે સિદ્ધના કેવળજ્ઞાનનો તેવો જ સ્વભાવ છે કે શેયમાં તેમનું જ્ઞાન વર્તે.
વળી, સિદ્ધનું પરજ્ઞપણું સહજ ઉપચરિત સ્વભાવ છે; કેમ કે સિદ્ધના જીવોમાં કર્મની ઉપાધિ નથી માટે કર્મની ઉપાધિથી ઉપચરિત સ્વભાવ સિદ્ધમાં સંગત થાય નહીં.
કેમ સિદ્ધના જીવોને કર્મની ઉપાધિ નથી ? તેમાં આચારાંગસૂત્રની સાક્ષી આપે છે –
અકર્મવાળા જીવને વ્યવહાર થતો નથી=ઉપચરિત વ્યવહાર થતો નથી=“આ જીવ મૂર્તિ છે અથવા આ જીવ અચેતન છે” એ પ્રકારનો વ્યવહાર થતો નથી.
અહીં પ્રશ્ન થાય કે સંસારી જીવોમાં ઉપચરિત વ્યવહાર થાય છે તેમ સિદ્ધના જીવોમાં ઉપચરિત વ્યવહાર કેમ થતો નથી ? તેથી કહે છે –
કર્મથી ઉપાધિ થાય છેઃકર્મથી આત્મા ઉપાધિવાળો બને છે, તેથી કર્મરૂપ ઉપાધિને કારણે સંસારી જીવોમાં મૂર્તિપણાનો કે અચેતનપણાનો વ્યવહાર થાય છે અને સિદ્ધના જીવોમાં કર્મ નહીં હોવાથી કમરૂપ ઉપાધિને આશ્રયીને મૂર્તપણાનો કે અચેતનપણાનો વ્યવહાર થતો નથી. જો કે સિદ્ધના જીવો જે આકાશપ્રદેશ ઉપર રહેલા છે તે આકાશપ્રદેશ ઉપર અનંતા મૂર્ત એવા પુદ્ગલો રહેલા છે તોપણ કર્મરૂપ ઉપાધિથી રહિત
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૦૬
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨/ ઢાળ-૧૨ / ગાથા-૧૧, ૧૨-૧૩ હોવાથી એક ક્ષેત્રમાં રહેલા પુદ્ગલદ્રવ્યને ગ્રહણ કરીને સિદ્ધના જીવોમાં મૂર્તિપણાનો કે અચેતનપણાનો વ્યવહાર થતો નથી. ૧૨/૧૧ના અવતરણિકા :
પ્રસ્તુત ઢાળમાં દસ વિશેષ સ્વભાવો બતાવ્યા અને પૂર્વની ઢાળમાં અગિયાર સામાન્ય સ્વભાવ બતાવ્યા. હવે તે સર્વનું છએ દ્રવ્યોમાં થોજન કરવા માટે બે ગાથાથી તેનો ફલિતાર્થ બતાવે છે – ગાથા :- ,
જી હો દસઈ વિશેષ સ્વભાવ એ, લાલા સબ ઈકવીસ સંભાલિ; જી હો સવિહું પુદ્ગલ-જીવનઈ, લાલા પન્નર ભેદ છૐ કાલિ.
ચતુo ll૧૨/૧રી ગાથાર્થ :
એ દસ વિશેષસ્વભાવ છે. સબ=બધા, ઈકવીસ સંભાલિકએકવીસ સ્વભાવ જાણીએ. સવિહું=સર્વ, પુદગલને અને જીવને છે. પંદર ભેદ=સ્વભાવ, કાળને છે. II૧૨/૧૨ા. રબો -
એ દસઈ વિશેષસ્વભાવ, નિયતદ્રવ્યવૃત્તિ માટ6. એ મળે પૂર્વોક્ત ૧૧. સામાન્ય સ્વભાવ ભલિઈ, તિવારઈ સર્વ મિલીનઈં એકવીસ સ્વભાવ થાઈ. પુદગલ-જીવનશૈ એ ૨૧. સ્વભાવ હોઈ. તથા કાલદ્રવ્યનઈં વિષઈં ૧૫ સ્વભાવ હોઈ, ૨૧ માંહિથી ૬ કાઢિૐ તિવારÚ. ll૧૨/૧૨ ટબાર્થ:
એ દસ=પ્રસ્તુત ઢાળમાં બતાવ્યા એ દસ, વિશેષ સ્વભાવ છે. કેમ વિશેષસ્વભાવ છે ? તે બતાવવા અર્થે કહે છે –
નિયતદ્રવ્યવૃત્તિ છે માટે વિશેષ સ્વભાવ છે=સર્વ દ્રવ્યોમાં વૃત્તિ નથી પરંતુ કેટલાંક નિયત દ્રવ્યોમાં માત્ર વૃત્તિ છે માટે વિશેષ સ્વભાવ છે. એ મધ્ય=દસ વિશેષસ્વભાવ મળે, પૂર્વોક્ત ૧૧=પૂર્વની ઢાળમાં કહેલાં ૧૧, સામાન્ય સ્વભાવ ભેલિઈ ભેળવીએ, તિવારઈ=ત્યારે, સર્વ મિલીનઈં=સર્વ મળીને, એકવીસ સ્વભાવ થાય. પુગલને અને જીવને તે એકવીસ સ્વભાવ હોય છે. કાલદ્રવ્યને વિષે પંદર સ્વભાવ હોય છે.
કઈ રીતે પંદર સ્વભાવ હોય છે ? તેથી કહે છે – એકવીસમાંથી છ કાઢીએ તે વખતે પંદર સ્વભાવ થાય. II૧૨/૧રા ગાથા-૧૨ અને ગાથા-૧૩નો ભાવાર્થ એકસાથે લીધેલ છે.
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૨૭
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૨| ગાથા-૧૨-૧૩ અવતરણિકા -
તે કિમ કઈ? તે કહઈ છઈ – અવતરણિતાર્થ -
તે કેમ છે ? એકવીસમાંથી છ કાઢીને કાળને પંદર સ્વભાવ કેમ છે ? તે કહે છે –
ગાથા -
જી હો બહુ પ્રદેશ, ચિત, મૂર્તતા, લાલા વિભાગ શુદ્ધ, અશુદ્ધ; જી હો ટાલી આદિમ સંજુઆ, લાલા સોલ ધરમ મુખ બુદ્ધ.
ચતુo I૧૨/૧૩ ગાથાર્થ :
બહુ પ્રદેશ, ચિતઃચેતન સ્વભાવ, મૂર્તતા=મૂર્તસ્વભાવ, વિભાગ=વિભાગસ્વભાવ, શુદ્ધ= શુદ્ધ સ્વભાવ, અશુદ્ધ અશુદ્ધસ્વભાવ, ટાલીએ=એ છ સ્વભાવ ટાળીને ગણતાં, કાળને પંદર સ્વભાવ થાય. આદિમ સંજુઆ=બહુ પ્રદેશસ્વભાવરૂપ પ્રથમ સ્વભાવથી યુક્ત, સોળ સ્વભાવ ધરમ મુખ=ધર્માસ્તિકાય વગેરેને, બુદ્ધ=જાણવા. ll૧૨/૧૩ ટબો:
બહુપ્રદેશ કહતાં-અને પ્રદેશ સ્વભાવ ૧.ચિત્ ક ચેતનસ્વભાવ ૨.મૂર્તિત્વસ્વભાવ ૩. વિભાગસ્વભાવ ૪. શુદ્ધસ્વભાવ ૫. અશુદ્ધસ્વભાવ ૬. એ ક કાઢિહૈં, તિવારઈ કાલનઈં ૧૫ સ્વભાવ થાઈં. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાયનઈ, આદિમ કહતાં અને પ્રદેશ સ્વભાવ સંયુક્ત કરિશું, બીજા પ ટાલિઈ, તિવારઈ ૧૬ સ્વભાવ થાઈં.
एकविंशतिभावाः स्युर्जीवपुद्गलयोर्मताः ।
અલીનાં ખોદશ ૦, રાત્રે પલાશ મૃત: શાશા ||૧૨/૧૩ ટબાર્થ :
બહુપ્રદેશ કહેતાં અનેક પ્રદેશ સ્વભાવ, ચિત્ કહેતાં=ચેતનસ્વભાવ, મૂર્તત્વસ્વભાવ, વિભાગસ્વભાવ, શુદ્ધસ્વભાવ, અશુદ્ધસ્વભાવ, એ છ કાઢિએ=એકવીસ સ્વભાવમાંથી આ છ સ્વભાવ કાઢીએ, તિવારÚ=તે વખતે, કાળને પંદર સ્વભાવ થાય. ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાયને આદિમ કહેતાં અનેકપ્રદેશસ્વભાવ=પ્રસ્તુત ગાથામાં બતાવેલ છ સ્વભાવમાંથી પ્રથમતો એક “અનેકપ્રદેશસ્વભાવ.” તેને સંયુક્ત કરીએ અને બીજા પાંચ ટાળીએ તિવાર–તે વખતે, સોળ સ્વભાવ થાય.
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૨૮
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૨ / ગાથા-૧૨-૧૩ હવાતિમાલા યુÍવપુકાનોર્મતા =એકવીસ સ્વભાવ જીવતા અને પુદ્ગલના મહાયા છે. થતીનાં છોડશ સુત્રધર્માદિના સોળ સ્વભાવ છે. રાત્રે પશ્વત સ્મૃતા =કાળના પંદર સ્વભાવ મનાયા છે. III II૧૨/૧૩ ભાવાર્થ :
પ્રસ્તુત ઢાળમાં બતાવેલા દસ વિશેષ સ્વભાવ છે; કેમ કે આ દસ સ્વભાવો છએ દ્રવ્યોમાં વર્તતા નથી પરંતુ નિયત એવાં કેટલાંક દ્રવ્યમાં વર્તે છે માટે વિશેષ સ્વભાવ છે અને પૂર્વની ઢાળમાં બતાવેલા અગિયાર સ્વભાવો એ દ્રવ્યોમાં વર્તે છે માટે સામાન્ય સ્વભાવ છે. આ સામાન્ય અને વિશેષ સ્વભાવને ભેગા કરવામાં આવે તો કુલ એકવીસ સ્વભાવ થાય છે. આ એકવીસ સ્વભાવો દરેક પુદ્ગલદ્રવ્યમાં અને દરેક જીવદ્રવ્યમાં અવશ્ય પ્રાપ્ત થાય છે. તે આ રીતે –
સર્વ પુદ્ગલને અને સર્વ જીવને એકવીસ સ્વભાવ છે. પુદ્ગલદ્રવ્ય ચેતન સાથે સંબંધિત થાય છે ત્યારે તેને ચેતન સ્વભાવની પ્રાપ્તિ થાય છે. વળી, પુદ્ગલદ્રવ્યને અમૂર્ત એવા આત્મા સાથે સંબંધ થાય છે, છતાં તેમાં પ્રત્યક્ષથી મૂર્તતા દેખાતી હોવાથી, તેને આશ્રયીને પુદ્ગલને અમૂર્તસ્વભાવ કહી શકાય નહીં, પરંતુ જે પુદ્ગલ પરમાણુઓ કે જે સ્કંધો સૂક્ષ્મ પરિણામવાળા છે તે પરોક્ષ છે તેથી સદ્ભુત વ્યવહારનયથી તેને અમૂર્ત કહેવાય છે. જે વર્તમાનમાં મૂર્તિપરિણામવાળા સ્કંધો છે તે પણ ભૂતકાળમાં પરમાણુ આદિરૂપે હતા અને ભવિષ્યમાં પરમાણુ આદિરૂપ થશે તેને આશ્રયીને અસભૂત વ્યવહારનય તે સર્વ પુગલોનો અમૂર્તસ્વભાવ સ્વીકારે છે. વળી, પુદ્ગલના સ્કંધોનો વિભાગ થાય છે અને પુદ્ગલનો જીવ સાથે પણ વિભાગ થાય છે તેથી પુદ્ગલનો વિભાગ સ્વભાવ છે. વળી, પુદ્ગલ જ્યારે જીવ સાથે કથંચિત્ એકમેક ભાવને પામે છે ત્યારે પુદ્ગલમાં અશુદ્ધ સ્વભાવની પ્રાપ્તિ થાય છે અને જીવથી પૃથફ થાય છે ત્યારે શુદ્ધ સ્વભાવની પ્રાપ્તિ થાય છે. તે રીતે સંસારી જીવોમાં એકવીસ સ્વભાવોની પ્રાપ્તિ છે.
વળી, સિદ્ધના જીવોમાં અનેકપ્રદેશસ્વભાવ હોવા છતાં અને ચેતન સ્વભાવ હોવા છતાં અચેતનસ્વભાવ સિદ્ધના જીવોમાં નથી તોપણ સિદ્ધના જીવોને પોતાની પૂર્વની સંસારીઅવસ્થાનું જ્ઞાન છે, તે જ્ઞાનના વિષયભૂત પોતાનો આત્મા પણ અચેતનસ્વભાવરૂપે સિદ્ધના જીવોને પ્રતીત થાય છે. તેથી વર્તમાનની અવસ્થાની અપેક્ષાએ સિદ્ધના જીવો પોતે ચેતનસ્વભાવવાળા હોવા છતાં પોતાના જ્ઞાનના વિષયભૂત પૂર્વની અવસ્થાની અપેક્ષાએ સિદ્ધના જીવો પણ અચેતનસ્વભાવવાળા છે. જ્યારે સંસારી જીવો મૂળભૂત રીતે ચેતનસ્વભાવવાળા છે, તેમ છતાં પુગલના સંયોગને કારણે વર્તમાનમાં પણ અચેતનસ્વભાવવાળા છે. વળી, સંસારી જીવો કર્મના સંયોગવાળા છે તેથી મૂર્તિત્વસ્વભાવવાળા છે તેમ સિદ્ધના જીવો કર્મના સંયોગવાળા નહીં હોવાથી મૂર્તત્વસ્વભાવવાળા નથી, તોપણ પોતાના જ્ઞાનના વિષયભૂત પોતાની પૂર્વની સંસારીઅવસ્થાને આશ્રયીને મૂર્તત્વસ્વભાવવાળા છે.
Page #156
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૨ | ગાથા-૧૨-૧૩, ૧૪
૧૨૯
વળી, સંસારી જીવો કર્મથી અને દેહથી વિભાગ પામે છે તેથી વર્તમાનમાં વિભાગસ્વભાવવાળા-છે તે રીતે સિદ્ધના જીવોનો દેહની સાથે વર્તમાનમાં વિભાગ થતો નથી તોપણ સિદ્ધના જીવના જ્ઞાનના વિષયભૂત પોતાની પૂર્વની સંસારીઅવસ્થાને આશ્રયીને સિદ્ધના જીવો વિભાગસ્વભાવવાળા છે.
વળી, સંસારી જીવો કર્મવાળી અવસ્થામાં છે તેથી અશુદ્ધ સ્વભાવવાળા છે તોપણ કર્મરહિત એવા શુદ્ધ આત્માનો સ્વભાવ શક્તિરૂપે છે તેથી શુદ્ધ સ્વભાવવાળા છે. સિદ્ધના જીવોમાં વર્તમાનમાં અશુદ્ધ સ્વભાવ નથી પરંતુ માત્ર શુદ્ધ સ્વભાવ છે તોપણ પોતાના જ્ઞાનના વિષયભૂત પોતાની પૂર્વની સંસારીઅવસ્થાને આશ્રયીને અશુદ્ધ સ્વભાવ છે.
આ રીતે દરેક પુદ્ગલોમાં તથા સંસારી અને મુક્ત દરેક જીવોમાં એકવીસ સ્વભાવોની પ્રાપ્તિ છે; કેમ કે પુદ્ગલદ્રવ્ય પર્યાયરૂપે અનિત્ય હોવા છતાં દ્રવ્યરૂપે નિત્ય છે તેમ સિદ્ધના જીવો પણ પર્યાયરૂપે અનિત્ય હોવા છતાં દ્રવ્યરૂપે નિત્ય છે. અર્થાત્ મુક્ત અવસ્થામાં જે જીવદ્રવ્ય છે તે જ દ્રવ્ય સંસારીઅવસ્થામાં પણ હતું, તેથી પોતાના દ્રવ્યની સર્વ અવસ્થાઓ સિદ્ધના જીવોના જ્ઞાનનો વિષય બને છે અને તે જ જ્ઞાનના વિષયભૂત પૂર્વની અવસ્થાને આશ્રયીને વિચારીએ તો સિદ્ધના જીવોને મૂર્તત્વ આદિ સ્વભાવ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. અમે આ સર્વ કથન ‘સમ્મતિતપ્રરત્ન'ની પ્રથમ કાંડની ગાથા-૪૮ને આધારે કરેલ છે.
આ એકવીસ સ્વભાવમાંથી છ સ્વભાવ કાળદ્રવ્યને પ્રાપ્ત થતા નથી; કેમ કે કાળદ્રવ્ય અસ્તિકાય નથી માટે અનેકપ્રદેશસ્વભાવ નથી, ચેતન નથી માટે ચેતનસ્વભાવ નથી, પુદ્ગલની જેમ મૂર્તદ્રવ્ય નથી માટે મૂર્તસ્વભાવ નથી. વળી, કાળદ્રવ્ય એકસમયપ્રમાણ છે તેથી વિભાગસ્વભાવ નથી. કાળ ઉપચારથી દ્રવ્ય છે તેથી તેને શુદ્ધ સ્વભાવ કે અશુદ્ધ સ્વભાવ નથી. આમ આ છ સ્વભાવ એકવીસ સ્વભાવમાંથી ઓછા કરવાથી કાળદ્રવ્યને પંદર સ્વભાવ પ્રાપ્ત થાય છે.
વળી, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણ દ્રવ્યોમાં અનેકપ્રદેશસ્વભાવ છે પરંતુ ચેતનસ્વભાવ, મૂર્તત્વસ્વભાવ, વિભાગસ્વભાવ, શુદ્ધસ્વભાવ અને અશુદ્ધસ્વભાવ એ પાંચ સ્વભાવ નથી. તે આ રીતે
ધર્માસ્તિકાયાદિ અચેતનદ્રવ્યો છે તેથી ચેતન સ્વભાવ નથી. વળી, ત્રણે દ્રવ્યો અમૂર્ત છે તેથી મૂર્તત્વસ્વભાવ નથી. વળી, આ ત્રણે દ્રવ્યો અખંડ એકદ્રવ્ય છે તેથી વિભાગસ્વભાવ નથી. વળી, શુદ્ધ સ્વભાવ કે અશુદ્ધ સ્વભાવ પણ આ ત્રણે દ્રવ્યોને નથી; કેમ કે આ ત્રણે દ્રવ્યો અન્ય દ્રવ્ય સાથે મિશ્ર થઈને અશુદ્ધ બનતાં નથી તેથી અશુદ્ધ સ્વભાવ નથી અને અશુદ્ધ સ્વભાવ નહીં હોવાથી અશુદ્ધિને દૂર કરીને શુદ્ધ થવાનો સ્વભાવ પણ નથી તેથી શુદ્ધ સ્વભાવ નથી. આ રીતે એકવીસ સ્વભાવમાંથી પાંચ સ્વભાવ ઓછા કરવાથી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયને સોળ સ્વભાવની પ્રાપ્તિ છે. II૧૨/૧૨-૧૩/ અવતરણિકા :
ઢાળ-૧૧ની ગાથા-પથી અંત સુધી અને ઢાળ-૧૨માં છ દ્રવ્યોના એકવીસ સ્વભાવોનું સ્વરૂપ
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૩૦
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૨ | ગાથા-૧૪ બતાવ્યું. હવે તેનો બોધ કરવા માટે વિશેષથી શું કરવું જોઈએ ? જેથી તે સર્વ સ્વભાવોનો જિતવચનાનુસાર પારમાર્થિક બોધ થાય, તે બતાવવા અર્થે કહે છે –
ગાથા -
જી હો પ્રમાણ-નયનઈં અધિગમ, લાલા જાણી એહ સ્વભાવ; જી હો મુનસવિબુધ જનસંગતિ, લાલા ધરો ચિત્તિ શુભ ભાવ.
ચતુo ll૧૨/૧૪ ગાથાર્થ -
એહ સ્વભાવ=પૂર્વમાં વર્ણન કર્યું એ એકવીસ સ્વભાવ, પ્રમાણનયનઈ અધિગમઈ=પ્રમાણ અને નયના બોધથી, જાણીને સુજસ વિબુધજન=સુંદર યશવાળા એવા પંડિતજન, તેની સંગતિ કરી એકવીસ સ્વભાવની સંગતિ કરી, ચિત્તમાં શુભ ભાવ ધરો. II૧૨/૧૪ll ટબો:
એ ૨૧ સ્વભાવ, પ્રમાણ-નયનઈં અધિગમઈ કહતાં જ્ઞાનઈં જાણીનઈં, સુજસ શોભન અનુયોગ પરિજ્ઞાન-યશવંત, જે વિબુધપંડિત, તેહની સંગતિ કરી, સર્વ શંકા દોષ ટાલી, ચિતમાંહિ શુભ ભાવ ધર. /૧૨/૧૪ ટબાર્થ :
એ એકવીસ સ્વભાવ=ઢાળ-૧૧ની ગાથા-પથી અંત સુધી અને ઢાળ-૧૨માં વર્ણન કર્યું એ એકવીસ સ્વભાવ, પ્રમાણ અને નયના અધિગમ કહેતાં જ્ઞાનથી જાણીને સુજસ=શોભન અનુયોગનું પરિજ્ઞાન-તેના થશવાળા, જે વિબુધ પંડિત છે તેઓએ તેવી-એકવીસ સ્વભાવની, સંગતિ કરી= પ્રમાણમયથી સંગતિ કરી, સર્વ શંકાદોષ ટાળી=સર્વજ્ઞનું વચન, અનુભવ અને યુક્તિ અનુસાર યથાર્થ જાણીને જિતવચનમાં સર્વ શંકાના દોષને ટાળીને, ચિત્તમાં શુભ ભાવ ધરો=ભગવાનનું આ જ વચન તત્વને બતાવનાર છે એ પ્રકારે અનુભવ અને યુક્તિ અનુસાર વિચારીને શુભ ભાવ ધારણ કરો. I/૧૨/૧૪મા ભાવાર્થ -
ઢાળ-૧૧ની પાંચમી ગાથાથી માંડીને અંત સુધી અને ઢાળ-૧૨માં અત્યાર સુધી છ દ્રવ્યોના જે એકવીસ સ્વભાવો બતાવ્યા, તે એકવીસ સ્વભાવોનો પણ બોધ પ્રમાણ અને નયથી કરવો જોઈએ. જેમ, જીવનો ચેતન સ્વભાવ કયો નય કેવા પ્રકારે સ્વીકારે છે ? તેના વિષયમાં દરેક નયનું જુદું જુદું વક્તવ્ય પ્રાપ્ત થાય, તેનો બોધ કરીને અને પ્રમાણથી પણ તેનો બોધ કરીને તે સ્વભાવની સૂક્ષ્મ વિચારણા કરવી જોઈએ.
Page #158
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ગાથા-૧૪/ ઢાળ-૧૧-૧૨નું યોજનનું સ્વરૂપ
૧૩૧
જેમ શબ્દાદિ ત્રણ નયો સર્વ જીવોને સમ્યગ્દષ્ટિ સ્વીકારે છે, વ્યવહારનય સમ્યક્ત્વ જેણે ઉચરાવ્યું હોય અને સમ્યક્ત્વના આચારો જેઓ સેવતા હોય તેને સમ્યગ્દષ્ટિ સ્વીકારે છે જ્યારે નિશ્ચયનય અપ્રમત્ત મુનિને સમ્યક્ત્વ સ્વીકારે છે તે રીતે ચેતન સ્વભાવના વિષયમાં પણ જુદા જુદા નયોનું જુદું જુદું વક્તવ્ય પ્રાપ્ત થાય અને પ્રમાણનું વક્તવ્ય સર્વનયના સમૂહરૂપ એકવાક્ય પ્રાપ્ત થાય. એ રીતે એકવીસ સ્વભાવવિષયક નય-પ્રમાણથી બોધ કરીને સુંદર અનુયોગના પરિક્ષાનથી યશવાળા બનેલા વિબુધ પુરુષે તે એકવીસ સ્વભાવોની સંગતિ છએ દ્રવ્યોમાં સર્વ નયદૃષ્ટિથી તથા પ્રમાણથી જાણવા યત્ન ક૨વો જોઈએ. જેથી સ્વઅનુભવ અનુસા૨ સર્વ નયોની દૃષ્ટિથી અને પ્રમાણરૂપ સમૂહવાક્યથી છએ દ્રવ્યોમાં વર્તતા એકવીસ સ્વભાવવિષયક સર્વ શંકા દૂર થાય અને ચિત્તમાં સર્વજ્ઞનાં વચન કઈ રીતે છ દ્રવ્યોના સ્વરૂપને બતાવે છે ? તે રીતે તેના સ્વીકારવિષયક મેરુ જેવો નિષ્મકંપ બોધ થાય, તેવો શુભ ભાવ ચિત્તમાં ધારણ કરો, જેથી સર્વ કલ્યાણની પરંપરાની પ્રાપ્તિ થાય. II૧૨/૧૪ll
પૂર્વ ઢાળ અને પ્રસ્તુત ઢાળના આત્મકલ્યાણ અર્થે યોજનનું સ્વરૂપ :
છ દ્રવ્યોની વિચારણાથી જેમ ક્ષપકશ્રેણીને અનુકૂળ વીર્ય સંચિત થાય છે અને ક્ષપકશ્રેણીનું પ્રબળ કારણ બને એવું નિર્મળ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે એમ છ દ્રવ્યોની વિચારણા માટે તેના અંગભૂત ગુણોની વિચારણા પણ આવશ્યક છે, તેથી દિગંબર પ્રક્રિયા અનુસાર ગુણના ભેદો પ્રસ્તુત ઢાળમાં બતાવેલ છે.
જેઓ તે ભેદોનું સ્વરૂપ પ્રસ્તુત ઢાળના બળથી યથાર્થ જાણશે, સ્યાદ્વાદ અનુસાર દ્રવ્યમાં વર્તતા તે તે ગુણોથી તે છએ દ્રવ્યો કઈ રીતે પૃથક્ છે ? તેનું યથાર્થ જ્ઞાન ક૨શે અને દિગંબરનાં વચનો માટે, “પરનાં વચન છે” એવો વિભાગ કર્યા વગર દિગંબરનાં પણ વચનો સ્યાદ્વાદની મર્યાદાનુસાર કઈ રીતે યુક્તિયુક્ત છે ? અને અજ્ઞાનતાને કારણે તેઓનાં અમુક વચનો કઈ રીતે સ્યાદ્વાદ વચનાનુસાર નથી ? તેનો યથાર્થ બોધ ક૨વામાં યત્ન ક૨શે; વળી તૈયાયિકનાં વચનો પણ એકાંતવાદથી ગ્રસ્ત હોવા છતાં તે તે નયદૃષ્ટિથી કઈ રીતે સંગત છે ? અને એકાંતવાદની દૃષ્ટિ હોવાથી કઈ રીતે અસંગત છે ? તેના યથાર્થ ૫૨માર્થને જાણીને પદાર્થના વાસ્તવિક સ્વરૂપને જોવાની નિર્મળ પ્રજ્ઞા પ્રસ્તુત ઢાળના ભાવનથી જેઓ વિકસાવશે તેમને સમ્યક્ત્વ પ્રાપ્ત થશે અને પ્રાપ્ત થયેલું હશે તો નિર્મળ-નિર્મળતર થશે તથા સ્યાદ્વાદના બોધમાં કંઈક વિપર્યાસ હશે તો પ્રસ્તુત ઢાળના ભાવનથી તે વિપર્યાસ દૂર થશે. માટે કોઈપણ દર્શન પ્રત્યે પક્ષપાત કર્યા વગર અનુભવ અનુસાર તત્ત્વ જોવા માટે સર્વજ્ઞનાં વચનોથી યત્ન કરવામાં આવશે તો એકાંતવાદરૂપ સમ્યક્ત્વના અનાચારો નાશ પામશે અને અનેકાંતવાદરૂપ સમ્યક્ત્વના આચારો સ્થિર થશે, જેથી કલ્યાણની પરંપરાની પ્રાપ્તિ થશે. માટે ઢાળ-૧૧ અને ઢાળ-૧૨માં કહેલા સર્વ પદાર્થોનો નયતથાપ્રમાણથી અધિગમ ક૨વા માટે સમ્યગ્ યત્ન કરવો જોઈએ.
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૩૨
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ / ઢાળ-૧૩/ ગાથા-૧
ઢાળ-૧૩
અવતરણિકા:
હવઈ સ્વભાવનો અધિગમ નાઈ કરી દેખાડઈ થઈ – અવતરણિતાર્થ -
હવે સ્વભાવનો અધિગમ વયથી કરી બતાવે છે – ભાવાર્થ -
પૂર્વની ઢાળની અંતિમ ગાથામાં કહ્યું કે એકવીસ સ્વભાવનો પ્રમાણ અને નયથી બોધ કરવો જોઈએ. તેથી હવે તે સ્વભાવોનો બોધ નયથી કઈ રીતે થઈ શકે ? તે ગ્રંથકારશ્રી બતાવે છે – અવતરણિકા :
અતિ સ્વભાવ અને નાસિસ્વભાવ કયા વયની દૃષ્ટિથી છે? તે સ્પષ્ટ કરતાં કહે છે – ગાથા :
સ્વદ્રવ્યાદિકગ્રાહકઈ રે, અતિસ્વભાવ વખાણિ; - પરદ્રવ્યાદિકગ્રાહકઈ રે, નાસ્વિભાવ મનિ આણિઓ રે.
ચતુર વિચારિઇ. એ આંચલી. ll૧૩/૧ ગાથાર્થ -
સ્વદ્રવ્યાદિક ગ્રાહકનયથી (દ્રવ્યાર્થિકનયથી) અસ્તિત્વભાવ વખાણીએ. પરદ્રવ્યાદિકગ્રાહક નયથી (દ્રવ્યાર્થિકનયથી) નાસ્તિસ્વભાવ મનમાં આણીઓ. ચતુર પદાર્થને જોવામાં ચતુર, વિચારીએ=જિનવચનાનુસાર વિચારીએ. ll૧૩/૧ ટબો:
અસ્તિસ્વભાવ દ્રવ્યનો છઈ, તે સ્વફ્ટવ્યાદિગ્રાહક દ્રવાર્દિકનાઈ વખાણીએ. ૧. નાસ્તિસ્વભાવ છઈ, તે પરઢવાદિગ્રાહક વ્યાર્થિકનઈં. ૨. ૩ –
સર્વમસ્તિ સ્વરૂપેળ, પરરૂપેળ નાસ્તિ ૫ ” I૧૩/૧/
બાર્થ:
અસ્તિસ્વભાવ દ્રવ્યનો છે તે સ્વદ્રવ્યાદિ ગ્રાહક દ્રવ્યાર્થિકનયથી વખાણીએ=સ્વીકારીએ. તાતિસ્વભાવ છે તે પરદ્રવ્યાદિક ગ્રાહક દ્રવ્યાર્થિકનયથી છે. ૩ ચ=અને કહેવાયું છે –
સર્વગતિ સ્વરૂપેન=સર્વ વસ્તુ સ્વરૂપથી છે, પરરૂપેણ નાસ્તિ અને પરરૂપથી નથી. ૧૩/૧
Page #160
--------------------------------------------------------------------------
________________
૧88
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨/ ઢાળ-૧૩ | ગાથા-૧-૨ ભાવાર્થ -
દરેક વસ્તુ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવની અપેક્ષાએ અસ્તિત્વ ધરાવે છે. સ્વદ્રવ્યાદિને જોનાર દ્રવ્યાર્થિકનય પદાર્થમાં અસ્તિસ્વભાવનો બોધ કરાવે છે. અહીં “અસ્તિ' શબ્દથી સત્તાનો બોધ થાય છે, તેથી સત્તાને સ્વીકારનાર દ્રવ્યાર્થિકનયનું ગ્રહણ કરેલ છે. દરેક પદાર્થમાં સત્તા છે માટે તેમાં અસ્તિસ્વભાવ છે પરંતુ તે પદાર્થની સત્તા પોતાના દ્રવ્યરૂપે છે. જેમ જીવની સત્તા પોતાના દ્રવ્યરૂપે છે, અન્ય દ્રવ્યરૂપે નથી; સ્વક્ષેત્રમાં છે, અન્યક્ષેત્રમાં નથી; સ્વકાળમાં છે, અન્યકાળમાં નથી અને પોતાનામાં જે ભાવો વર્તે છે તે ભાવોથી પોતાની સત્તા છે, અન્યભાવથી પોતાની સત્તા નથી.
વળી, દરેક પદાર્થમાં નાસ્તિસ્વભાવ પણ છે. તે નાસ્તિસ્વભાવ પરદ્રવ્યાદિકને ગ્રહણ કરનાર દ્રવ્યાર્થિકનયથી છે. નાસ્તિ કહેતાં સત્તાનો અભાવ પ્રાપ્ત થાય છે પર્યાયનો અભાવ પ્રાપ્ત થતો નથી. તેથી દ્રવ્યાર્થિકનયથી નાસ્તિસ્વભાવનો સ્વીકાર છે દરેક દ્રવ્ય બીજા દ્રવ્યની અપેક્ષાએ નથી. તેવી પ્રતીતિ થાય છે, તેથી પરદ્રવ્યની અપેક્ષાએ નાસ્તિસ્વભાવ પ્રતીત થાય છે. વળી તે દ્રવ્ય પરક્ષેત્રમાં નથી, તેથી પરક્ષેત્રની અપેક્ષાએ નાસ્તિસ્વભાવ પ્રતીત થાય છે. પરના કાળમાં નથી=પોતાના અસ્તિત્વ સિવાયના કાળમાં નથી, તેથી પરકાળની અપેક્ષાએ નાસ્તિસ્વભાવ પ્રતીત થાય છે અને પરના ભાવ સ્વરૂપે નથી તેથી પરના ભાવની અપેક્ષાએ નાસ્તિસ્વભાવ પ્રતીત થાય છે. ll૧૩/ના. અવતરણિકા:
હવે નિત્ય સ્વભાવ અને અનિત્ય સ્વભાવ કથા નયથી છે ? તે બતાવે છે – ગાથા :
ઉત્પાદ-વ્યયગૌણતા રે, સત્તાગ્રાહક નિત્ય
કોઈક પર્યાયાર્થિકઈ રે, જાણો સ્વભાવ અનિત્યો રે. ચતુળ ૧૩/શા ગાથાર્થ -
ઉત્પાદ-વ્યયની ગૌણતા એ સત્તાનો ગ્રાહક સત્તાનો ગ્રાહક દ્રવ્યાથિકનય, નિત્ય-નિત્યસ્વભાવ કહે છે. કોઈક પર્યાયાર્થિકઈ=કોઈક પર્યાયાર્થિકનયથી, અનિત્ય સ્વભાવ જાણો. II૧૩/ચા. બો -
ઉત્પાદબથગીણcઈ સતાગ્રાહક દ્રવ્યાર્થિકનઈં નિત્ય સ્વભાવ કહિૐ ૩. કોઈક પર્યાયાર્થિકનથ ઉત્પાદ, વ્યય, ગ્રાહક હોઈ, તેણઈ કરી અનિત્યસ્વભાવ જાણ. ૪. JI૧૩/૨
Page #161
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ–૧૩ | ગાથા-૨-૩
ઉત્પાદવ્યયના ગૌણત્વથી સત્તાગ્રાહક દ્રવ્યાર્થિકનયથી નિત્ય સ્વભાવ કહેવાય છે. ૩. કોઈક પર્યાયાર્થિકતય ઉત્પાદવ્યય ગ્રાહક હોઈ, તેણઈં=તેનાથી, અનિત્ય સ્વભાવ જાણવો. ૪. ૧૩/૨/ ભાવાર્થ :
૧૩૪
ટબાર્થઃ
વસ્તુને જોનારી દૃષ્ટિ પણ પદાર્થમાં વર્તતા ઉત્પાદવ્યયને ગૌણ કરીને પદાર્થમાં રહેલી ત્રિકાળવર્તી સત્તાને ગ્રહણ કરવા માટે વ્યાપારવાળી થાય છે તે દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિ છે; કેમ કે દ્રવ્ય ત્રિકાળવર્તી હોય છે અને તેને જોનારી દષ્ટિથી પદાર્થમાં નિત્યસ્વભાવ છે તેમ કહેવાય છે.
વળી, વસ્તુમાં વર્તતા પર્યાયને જોનારી દૃષ્ટિથી વસ્તુમાં વર્તતા તે તે પર્યાયો દેખાય છે તેમ કોઈક પર્યાયાર્થિકનયની દૃષ્ટિ પર્યાયોના બોધને છોડીને પદાર્થોમાં વર્તતા ઉત્પાદ-વ્યયને ગ્રહણ કરે છે, તેથી કોઈક પર્યાયાર્થિકનય ઉત્પાદવ્યયનો ગ્રાહક છે, તે પર્યાયાર્થિકનયની દૃષ્ટિથી પદાર્થમાં અનિત્ય સ્વભાવ છે તેમ જાણવું. II૧૩/૨
અવતરણિકા :
હવે એકસ્વભાવ અને અનેકસ્વભાવ કયા નયથી છે ? તે બતાવે છે
ગાથા =
-
ગાથાર્થ ઃ
ભેદકલ્પના રહિતથી એકસ્વભાવ ધારો. અન્વયદ્રવ્યાર્થિનયથી દ્રવ્ય અનેક સ્વભાવવાળું છે. ||૧૩/૩/I
ટબો ઃ
ટબાર્થ
ભેદકલ્પનારહિતથી રે, ધારો એકસ્વભાવ;
અન્વયદ્રવ્યાર્થિકનયઈં રે, અનેક દ્રવ્ય સ્વભાવો રે. ચતુ॰ ll૧૩/૩/
ભેદકલ્પનાનિરપેક્ષ શુદ્ધ વ્યાર્થિકનઈ એકસ્વભાવ જાણો. ૫. અન્વયઢવ્યાર્થિકનયઈં અનેકસ્વભાવ. ૬.
“જાલાન્વયે સત્તાપ્રાઇજો વેશાન્વયે ચાનવપ્રાદો નથઃ પ્રવર્તતે ।" ||૧૩/૩||
:
ભેદકલ્પનાનિરપેક્ષ શુદ્ધદ્રવ્યાર્થિકતયથી એકસ્વભાવ જાણો=દ્રવ્યમાં એકસ્વભાવ જાણો. ૫. અન્વય દ્રવ્યાર્થિકતયથી અનેક સ્વભાવદ્રવ્યમાં અનેકસ્વભાવ જાણવો.
વ્હાલાન્વયે સત્તાપ્રાદો નથઃ પ્રવર્તતે=કાલાન્વયમાં સત્તાગ્રાહકનય પ્રવર્તે છે. અર્થાત્ સત્તાગ્રાહક
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૩૫
દ્રવ્યગુચનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૩| ગાથા-૩-૪ દ્રવ્યાર્થિકતય પ્રવર્તે છે. રેશાન્ત ચાન્દ્ર (નવા પ્રવર્તત =અને દેશાવયમાં અન્વયગ્રાહકનય પ્રવર્તે છે અર્થાત્ એક દેશમાં વર્તતા અનેક સ્વભાવો વચ્ચે અવયને ગ્રહણ કરનારો દ્રવ્યાર્થિકનય પ્રવર્તે છે. II૧૩/૩ ભાવાર્થ -
વસ્તુને જોતી વખતે તે વસ્તુમાં વર્તતા સહભાવી ધર્મોના ભેદની કલ્પનાથી નિરપેક્ષ શુદ્ધદ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી વસ્તુને જોવામાં આવે ત્યારે દ્રવ્યમાં એકસ્વભાવની પ્રાપ્તિ થાય છે. જેમ ઘટમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ આદિ સહભાવી ધર્મો વિદ્યમાન છે, તેનો આધાર ઘટ છે, તે વખતે ઘટમાં વર્તતા રૂપ, રસ, ગંધ, સ્પર્શ આદિ ભાવોના ભેદની કલ્પનાથી નિરપેક્ષ તે સર્વ ભાવોના આધારરૂપ ઘટને જોવા માટે પ્રવર્તતી શુદ્ધદ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી તેમાં આધારવરૂપ એકસ્વભાવની પ્રાપ્તિ થાય છે.
અહીં ‘શુદ્ધદ્રવ્યાર્થિકનય એમ કહેવાથી એ પ્રાપ્ત થાય કે, ઘટમાં વર્તતા રૂપ, રસ, ગંધ, સ્પર્શ આદિને જોનારી દૃષ્ટિ શુદ્ધ નથી; પરંતુ પર્યાયથી આક્રાંત હોવાને કારણે અશુદ્ધદ્રવ્યાર્થિકનયની દૃષ્ટિ છે, જ્યારે ઘટમાં આધારવરૂપ એક ધર્મને જોનારી દૃષ્ટિ શુદ્ધદ્રવ્યાર્થિકનયની દૃષ્ટિ છે.
વળી, દ્રવ્યમાં અન્વય દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી અનેક સ્વભાવની પ્રાપ્તિ છે. જેમ, માટી પડેલી હોય તે વખતે તે માટીમાંથી જે જે કાર્યો થઈ શકે તેની પ્રતીતિ થતી હોય, તે સર્વ સ્વભાવ તે માટીમાં છે અને આ સર્વ સ્વભાવમાં એકઅન્વયે એવું માટી દ્રવ્ય છે. તેથી અનેક સ્વભાવમાં અન્વયને પામતાં એવા માટીરૂપ દ્રવ્યને જોનારી નયની દૃષ્ટિથી માટીમાં સ્થાસ, કોશ, કુશૂલ આદિ અનેકરૂપે થવાના સ્વભાવની પ્રતીતિ થાય છે, માટે અન્વય દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી દ્રવ્યમાં અનેક સ્વભાવ વર્તે છે.
અહીં “અન્વયદ્રવ્યાર્થિકનય” કહેવાથી કોઈને જિજ્ઞાસા જાગે કે દ્રવ્યમાં વર્તતો કાળનો પણ અન્વય છે અને દેશનો પણ અન્વય છે, તેથી પ્રસ્તુતમાં કયો અન્વય ગ્રહણ કરવાનો છે? તે સ્પષ્ટ કરતાં કહે છે –
કાળ અન્વયમાં સત્તાનું ગ્રહણ થાય છે. જેમ દ્રવ્ય ત્રણે કાળમાં વર્તે છે એ દૃષ્ટિથી જોવામાં આવે ત્યારે દ્રવ્યની ત્રણે કાળમાં સત્તા છે તેવો બોધ થાય છે અને દેશના અન્વયમાં એક દ્રવ્યમાં વર્તતા અનેક સ્વભાવ વચ્ચે વર્તમાનમાં એક દ્રવ્ય અનુગત છે તેવી પ્રતીતિ થાય છે. તેથી માટીરૂપ એક વસ્તુમાં વર્તમાનમાં જ તેમાં અનેકરૂપે થવાનો સ્વભાવ છે, તે સર્વ સ્વભાવ વચ્ચે અનુગત એવું માટી દ્રવ્ય છે તેની પ્રતીતિ થાય છે. તેથી દેશઅન્વયગ્રાહક દ્રવ્યાર્થિકનયથી દ્રવ્યમાં અનેક સ્વભાવની પ્રતીતિ થાય છે. II૧૩/aI અવતરણિકા -
હવે ભેદસ્વભાવ અને અભેદસ્વભાવ કયા નયથી છે? તે બતાવે છે – ગાથા -
સદભૂતવ્યવહારથી રે, ગુણગુણ્યાદિક ભેદ; ભેદ કલ્પના રહિતથી રે, જાણો તાસ અભેદો રે. ચતુo ll૧૩/જના
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૩૬
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ટાળ-૧૩ | ગાથા-૪
ગાથાર્થ -
સદ્ભુત વ્યવહારનયથી ગુણ-ગુણી આદિકના ભેદથી ભેદસ્વભાવ છે. ભેદકાના રહિતથી તેનો અભેદ જાણો=ગુણ-ગુણીનો અભેદસ્વભાવ જાણવો. II૧૩/૪ રબો -
સદભૂત વ્યવહારનયથી ગુણ-ગુણી, પર્યાય-પર્યાયી ભેદ સ્વભાવ ૭. ભેદકલ્પના રહિત શુદ્ધ વ્યાર્થિકનથી અર્બદ સ્વભાવ. ૮.
यत्र कल्प्यमानस्यान्तर्निगीर्णत्वेन ग्रहः, तत्रेकस्वभावः, यथा 'घटोऽयम्' इति । यत्र विषयविषयिणोविक्त्येन ग्रहः, तत्राभेदस्वभावः, यथा-'नीलो घटः' इति । सारोपसाध्यवसानयोनिरूढत्वार्थमयं प्रकारभेदः ८ । प्रयोजनवत्यौ तु ते यदृच्छानिमित्तकत्वेन, न स्वभावभेदसाधके, इति પરમાર્થા I/૧૩/૪ બાર્થ -
સદ્ભુત વ્યવહારનયથી ગુણ-ગુણીનો ભેદસ્વભાવ છે અને પર્યાય-પર્યાયીનો ભેદસ્વભાવ છે. ૭. ભેદકલ્પનાથી રહિત શુદ્ધવ્યાર્થિકનયની દૃષ્ટિથી અભેદસ્વભાવ છે=ગુણ-ગુણીનો અને પર્યાયપર્યાયીનો અભેદસ્વભાવ છે. ૮.
પ્રસ્તુત ગાથામાં ભેદસ્વભાવ અને અભેદસ્વભાવનું વર્ણન કર્યું અને ગાથા-૩માં એકસ્વભાવ અને અનેક સ્વભાવનું વર્ણન કર્યું તેથી વિચારકને પ્રશ્ન થાય કે, એકસ્વભાવ અને અભેદસ્વભાવ એ બંને વચ્ચે શો ભેદ છે ? તેને સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે –
=જ્યાં=જે વિચારણામાં, માનસ્થાન્તનિત્વે પ્રદ=કષ્યમાન એવા ધર્મોનું અત્તર્લિગીર્ણપણાથી ગ્રહણ છે, તત્ર=ત્યાં, વિસ્વ માવ =એકસ્વભાવ છે. અથા=જે પ્રમાણે, “દોડ રૂત્તિ=આ ઘટ છે એ પ્રમાણે, યત્ર=જ્યાં=જે વિચારણામાં, વિષયવિષયવૈવિવરેન ગ્રહ =વિષય અને વિષયના વિવિક્તપણાથી ગ્રહણ છે=વિષયીરૂપ એવા ઘટમાં રહેલા ધર્મરૂપ વિષય અને વિષયીનો વિવિક્તપણાથી ગ્રહણ છે, તત્ર=હ્યાં, મેદસ્વમાવા=અભેદસ્વભાવ છે. યથા=જે પ્રમાણે, નીના પટઃ' રૂત્તિ=લીલ ઘટ છે એ પ્રમાણે.
અહીં પ્રશ્ન થાય કે એકસ્વભાવ અને અભેદસ્વભાવ વચ્ચે આ પ્રકારે ભેદની પ્રાપ્તિ કઈ રીતે થાય છે ? તેથી કહે છે –
સારોપાધ્યવસાનવો =સારોપ અને સાધ્યવસાનમાં, નિ:હત્વાર્થ નિરૂઢપણા માટે, આ પ્રકારખે=આ પ્રકારભેદ છે=એકસ્વભાવમાં સાધ્યવસાનનું નિરૂઢાર્થપણું છે અને અભેદસ્વભાવમાં સારોપ અધ્યવસાનનું નિરૂઢાર્થપણું છે એ પ્રકારે એકસ્વભાવ અને અભેદસ્વભાવ એ બેનો પ્રકારભેદ છે.
Page #164
--------------------------------------------------------------------------
________________
દવ્યગણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૩ | ગાથા-૪
૧૭.
આ કથન આઠમા સ્વભાવ સાથે સંકળાયેલું છે તે બતાવવા માટે ‘૮' લખેલ છે.
અહીં પ્રશ્ન થાય કે, સારોપ અને સાધ્યવસાન જેમ એકસ્વભાવ અને અભેદસ્વભાવ માટે ઉપયોગી છે તેમ ભગવાનની ભક્તિ કરવા માટે પણ ઉપયોગી છે. તે સ્થાનમાં સારોપ અને સાધ્યવસાનનો ભેદસ્વભાવભેદનો સાધક નથી તે બતાવવા અર્થે કહે છે –
પ્રોનનવત્યો તુ તે=વળી, પ્રયોજનવાળી એવી તે બે=ભગવાનની સાથે અભેદબુદ્ધિ કરીને નિર્જરાના પ્રયોજનવાળી એવી સારોપ અને સાધ્યવસાનરૂપ લક્ષણા, છાનિમિત્તત્ત્વન= થઇચ્છાનિમિત્તકપણું હોવાને કારણે=ભક્તિ કરનારની પોતાની ઇચ્છાના નિમિત્તને કારણે થનારી હોવાથી, સ્વભાવપેસાબ=સ્વભાવભેદની સાધક નથી=એકસ્વભાવ અને અભેદસ્વભાવરૂપ સ્વભાવભેદની સાધક નથી. રૂત્તિ પરમાર્થ =એ પ્રમાણે પરમાર્થ છે=સારોપ અને સાધ્યવસાનલક્ષણામાં ભેદ છે અર્થાત ભિન્ન ભિન્ન સ્થાને યોજાયેલી છે. ૧૩/૪ ભાવાર્થ :
સભૂત વ્યવહારનય પદાર્થમાં વાસ્તવિક જે વસ્તુ વિદ્યમાન હોય તેને જોનાર દૃષ્ટિ છે, માટે સભૂત છે અને વ્યવહાર કરવા માટે ભેદની આવશ્યકતા રહેતી હોય છે, આથી જ જે સત્ છે તે દ્રવ્ય અને પર્યાય છે એમ વ્યવહારનય ભેદ કરે છે; કેમ કે ભેદ કર્યા વગર લોકવ્યવહાર પ્રવર્તી શકે નહીં. આથી જ સત્ એવી વસ્તુના “આ ઘટ છે”, “આ પટ છે” ઇત્યાદિ વ્યવહાર પ્રવર્તે છે. વસ્તુને જોવામાં આવે ત્યારે વસ્તુ ગુણવાળી છે તેથી વસ્તુમાં ગુણ છે. માટે વિદ્યમાન એવા ગુણ અને ગુણીનો ભેદ કરીને સદ્ભુત વ્યવહારનય કથન કરે છે. તેથી સદ્ભુત વ્યવહારનયથી ગુણ-ગુણીનો ભેદસ્વભાવ છે.
વળી, વસ્તુને જોવામાં આવે ત્યારે તે વસ્તુમાં વર્તતા પર્યાયો જોવામાં આવે છે. આ પર્યાયોનો આધાર એવી વસ્તુ પર્યાયી છે અને તે બંને પર્યાય-પર્યાયીરૂપ ભૂતનો ભેદ કરીને સદભૂત વ્યવહારનય કથન કરે છે. તેથી સભૂત વ્યવહારનયથી પર્યાય-પર્યાયીનો ભેદસ્વભાવ પ્રાપ્ત થાય છે. - દરેક વસ્તુ દ્રવ્ય-પર્યાયરૂપ છે અને ગુણ-ગુણીરૂપ છે છતાં તેના ભેદની કલ્પનાથી રહિત એવા શુદ્ધદ્રવ્યાર્થિકનયથી વસ્તુને જોવામાં આવે ત્યારે તે દ્રવ્યરૂપ વસ્તુમાં વર્તતા ગુણોનો તે દ્રવ્યથી અભેદ પ્રતીત થાય છે. તેથી ભેદકલ્પના રહિત એવા શુદ્ધદ્રવ્યાર્થિકનયથી અભેદસ્વભાવની પ્રાપ્તિ થાય છે અને દ્રવ્યને જોનારી દૃષ્ટિ ભેદકલ્પનાવાળી નથી માટે શુદ્ધ દ્રવ્યને જોનારી દૃષ્ટિ છે તેથી શુદ્ધદ્રવ્યાર્થિકનયથી અભેદની પ્રાપ્તિ છે તેમ કહેલ છે.
ગાથા-૩માં એકસ્વભાવ અને અનેક સ્વભાવ કઈ નયદૃષ્ટિથી છે ? તે બતાવ્યું અને ગાથા-૪માં ભેદસ્વભાવ અને અભેદસ્વભાવ કઈ નયદૃષ્ટિથી છે ? તે બતાવ્યું. ત્યાં વિચારકને જિજ્ઞાસા થાય કે એકસ્વભાવ અને અભેદસ્વભાવ એ બે વચ્ચે શો ભેદ છે? તેથી તેની સ્પષ્ટતા કરવા અર્થે કહે છે –
ઢાળ-૧૧ની ગાથા-૯માં એકસ્વભાવ શું છે ? તે બતાવતાં કહેલ કે રૂપ, રસ, ગંધ, સ્પર્શનો આધાર ઘટ છે, તેથી ઘટમાં આધારસ્વરૂપ એકસ્વભાવ છે તેમ પ્રાપ્ત થાય અને તે ઘટમાં આધારરૂપે કલ્પાતા રૂપ,
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૩૮
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-/ ઢાળ-૧૩ | ગાથારસ ગંધ, સ્પર્શ ઘટમાં અન્તર્નિગીર્ણિત છે અર્થાત્ દોડય' એ પ્રકારના કથનમાં આધારત્વધર્મમાં અંતર્ભાવ કરીને ગ્રહણ કરેલ છે. તેથી ‘આ ઘટ છે એમ કહેવામાં આવે ત્યારે રૂપ, રસ, ગંધ, સ્પર્શના આધારવરૂપ એકસ્વભાવની પ્રતીતિ થાય છે તે વખતે રૂપ, રસ, ગંધ, સ્પર્શ આધારત્વથી અપૃથગુરૂપે ભાસે છે. માટે ઘટમાં આધારવરૂપ એકસ્વભાવ છે.
વળી, ઢાળ-૧૧ની ગાથા-૧૦ માં કહેલ કે ગુણ-ગુણી, પર્યાય-પર્યાયી આદિની જે અભેદવૃત્તિ છે તેને કારણે તે લક્ષણવાળા પદાર્થમાં અભેદસ્વભાવ જાણવો. જેમ “નીલ ઘટ” એમ કહેવામાં આવે ત્યારે “નીલ” ગુણ અને “ઘટ' પર્યાય વચ્ચે અભેદવૃત્તિની પ્રતીતિ થાય છે તેથી નીલઘટમાં અભેદસ્વભાવ પ્રતીત થાય છે. તેને સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે કે નીલ વિશેષણરૂપ વિષય અને નીલmટરૂપ વિષયી તે બંનેનું વિવિક્તપણાથી ગ્રહણ થાય છે; કેમ કે નીલરૂપવાળા ઘટને નીલઘટ કહેવાય.
નીલગુણ અને નીલગુણનો આધાર ઘટ છે છતાં ઘટની સાથે તે નીલ રૂ૫ અભેદથી રહેલું છે, પરંતુ ઘટ-પટની જેમ પૃથ નથી માટે નીલ રૂપ અને ઘટની વચ્ચે અભેદસ્વભાવનું ગ્રહણ છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે, “આ ઘટ છે' એવું કહેવામાં આવે ત્યારે રૂપ, રસ, ગંધ, સ્પર્શ એ સર્વનો પૃથગુ ઉલ્લેખ થતો નથી. તેથી તે સર્વ ધર્મોના આધાર સ્વરૂપ ઘટના એકસ્વભાવની પ્રતીતિ થાય છે. અને
જ્યારે “નીલ ઘટ' એમ કહેવામાં આવે ત્યારે ઘટનું રૂપ “નીલ” શબ્દથી ગ્રહણ છે છતાં ઘટમાં વર્તતું નીલ રૂપ ઘટમાં અભેદથી રહે છે તેથી અભેદસ્વભાવની પ્રાપ્તિ થાય છે.
અહીં પ્રશ્ન થાય કે, એકસ્વભાવ અને અભેદસ્વભાવ એમ બે પ્રકારે ભેદ કેમ કર્યા ? તેથી કહે છે –
સારોપ અને સાધ્યવસાન એ બે લક્ષણારૂપ સ્વભાવ છે. તેમાં સારોપલક્ષણામાં અભેદસ્વભાવની પ્રાપ્તિ થાય છે. જેમ વીર ભગવાનની પ્રતિમાને જોઈને કહેવાય છે કે, “આ વીર ભગવાનની પ્રતિમા છે.' ત્યાં=પ્રતિમામાં, વીર ભગવાનનો અભેદ કરવામાં આવે છે તે સારોપલક્ષણા છે અર્થાતુ પ્રતિમામાં વિર ભગવાનનો આરોપ કરવારૂપ અભેદ અધ્યવસાન છે. વીર ભગવાનની પ્રતિમાને જોઈને “આ વર ભગવાન છે' એ પ્રકારે સાધ્યવસાનલક્ષણા પ્રવર્તે છે તે વખતે “આ વીર ભગવાનની પ્રતિમા છે' એમ ઉપસ્થિતિ થતી નથી પરંતુ સાક્ષાત્ વીર ભગવાન છે એ પ્રકારની ઉપસ્થિતિ કરીને પોતે તેમની ભક્તિ કરે છે એવા અધ્યવસાયને યોગી કરે છે. જેમ સાક્ષાત્ વિર ભગવાનને જોઈને શ્રેણિક મહારાજા તેમની ઉપાસના કરતા હતા તેમ સાધ્યવસાનલક્ષણાથી અભેદ ઉપાસના કરતા યોગી પ્રતિમાની સન્મુખ બેસીને સાક્ષાત્ વીર ભગવાનની ઉપાસના કરવા તુલ્ય ફળને પ્રાપ્ત કરી શકે છે.
આ પ્રકારે સારોપ અને સાધ્યવસાનરૂપ જે અધ્યવસાયનો નિરૂઢાર્થ શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે તે અર્થ બતાવનારો આ એકસ્વભાવરૂપ એક પ્રકાર છે એવી પ્રતીતિ થાય છે. તેથી એકસ્વભાવમાં સાધ્યવસાનલક્ષણાની પ્રતીતિ થાય છે અને અભેદસ્વભાવમાં સારોપલક્ષણાની પ્રતીતિ થાય છે.
આ રીતે એકસ્વભાવ અને અભેદસ્વભાવ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કર્યો. ટબામાં સ્વભાવના આઠમા પ્રકારનું કથન અહીં સમાપ્ત થાય છે તે બતાવવા માટે અહીં અંતમાં ‘દે’ નંબર આપેલ છે.
Page #166
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૩ | ગાથા-૪-૫
૧૩૯ વળી, એકસ્વભાવ અને અભેદસ્વભાવ જેમ સાધ્યવસાન અને સારોપલક્ષણાથી પ્રાપ્ત થાય છે તેમ યોગીઓ ભગવાનની ભક્તિના પ્રયોજનથી ભગવાનની પ્રતિમામાં ભગવાનનું આરોપણ કરે છે ત્યારે પણ પોતાની શક્તિ અનુસાર સારોપઅધ્યવસાનથી ભગવાનની ઉપસ્થિતિ કરે છે અને સાધ્યવસાનલક્ષણાથી પણ ભગવાનની ઉપસ્થિતિ કરે છે, તે સ્થાનમાં એકસ્વભાવ અને અભેદસ્વભાવના ભેદની સાધક સારોપ અધ્યવસાન લક્ષણા અને સાધ્યવસાનલક્ષણા નથી એ પ્રકારનો પરમાર્થ છે.
કેમ એ સ્થાનમાં સારોપલક્ષણા અને સાધ્યવસાનલક્ષણા સ્વભાવભેદની સાધક નથી ?=એકસ્વભાવ અને અભેદસ્વભાવરૂપ સ્વભાવભેદની સાધક નથી ? તેમાં હેતુ કહે છે –
સારોપલક્ષણા અને સાધ્યવસાનલક્ષણા ભગવાનની ભક્તિમાં યદ્દચ્છા નિમિત્તક છે માટે સ્વભાવભેદની સાધક નથી.
આશય એ છે કે, સાધક આત્મા તીર્થકરોના વિરહકાળમાં તીર્થંકર પ્રત્યે ભક્તિની વૃદ્ધિ કરવા અર્થે જિનપ્રતિમાની પૂજા કરે છે ત્યારે પ્રતિમાને જોઈને બુદ્ધિ કરે છે કે “જે વીર ભગવાને આ તીર્થની સ્થાપના કરી છે તે પરમગુરુની આ પ્રતિમા છે', તે વખતે પ્રતિમામાં વિર ભગવાનના સ્વરૂપનું આરોપણ કરે છે અને તે આરોપણ કરીને ભગવાનની ભક્તિ કરવાથી જે વીર ભગવાને તીર્થની સ્થાપના કરી તે વિર ભગવાનની હું ભક્તિ કરું છું એવી બુદ્ધિ થાય છે. તેથી તે ભક્તિ અનુસાર નિર્જરાની પ્રાપ્તિ થાય છે.
વળી, કોઈક યોગીને સારોપ અધ્યવસાન દ્વારા ભક્તિ કરતાં કરતાં ભાવનો પ્રકર્ષ થાય તો “આ વીર ભગવાનની પ્રતિમા છે' તેવી ઉપસ્થિતિ તિરોધાન થાય છે અને સાધ્યવસાનલક્ષણાથી “આ સાક્ષાત્ વિર ભગવાન છે તેવી ઉપસ્થિતિ થાય છે, તેથી “સાક્ષાત્ વિર ભગવાનની સન્મુખ બેસીને તેમની ભક્તિ કરું છું એ પ્રકારની ઉપસ્થિતિ થાય છે. તે વખતે સારોપલક્ષણા કરતાં સાધ્યવસાનલક્ષણાથી જે વીર ભગવાનની ઉપસ્થિતિ થાય છે તેમાં વીતરાગ પ્રત્યે ભક્તિના ભાવનો પ્રકર્ષ હોવાથી ઘણી નિર્જરા થાય છે, તેથી નિર્જરાના પ્રયોજનવાળી સારોપ ભક્તિ છે અને સાધ્યવસાન ભક્તિ છે. આ ભક્તિ કરનારને યદચ્છાનિમિત્તથી પ્રવર્તે છે; કેમ કે ભક્તિ કરનારને પ્રથમ ભૂમિકામાં મૂર્તિમાં ભગવાનનું આરોપણ કરીને ભક્તિનો પરિણામ ઉલ્લસિત થઈ શકે છે પરંતુ વિર ભગવાનની મૂર્તિ જોવાથી “સાક્ષાત્ વીર ભગવાનને હું જોઉં છું' તે પ્રકારની ઉપસ્થિતિ થઈ શકતી નથી, જ્યારે સાક્ષાત્ ભગવાનને જોઈને “આ ભગવાન છે' તેમ ઉપસ્થિતિ થાય છે. સંપન્ન ભૂમિકાવાળા યોગી પ્રતિમાને જોઈને પણ “આ સાક્ષાત્ વીર ભગવાન છે તે રૂપે ઉપસ્થિતિ કરી શકે છે. તે વખતે સાધ્યવસાનલક્ષણાથી પ્રતિમામાં ભગવાનની ઉપસ્થિતિ કરીને તે યોગી ભગવાનની ભક્તિમાં તન્મય થવા યદચ્છાથી પ્રવૃત્તિ કરે છે તેથી સારોપ અને સાધ્યવસાનલક્ષણા ભક્તિના પ્રયોજનવાળી હોવાથી સ્વભાવભેદની સાધક નથી એ પ્રકારનો પરમાર્થ છે. ll૧૩/૪ અવતરણિકા -
હવે ભવ્ય-અભવ્ય સ્વભાવ અને ચેતન સ્વભાવ કયા નયથી છે? તે બતાવે છે –
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૪૦
ગાથા =
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ ઢાળ-૧૩ ગાથા-૫
પરમભાવ ગ્રાહકનયઈં રે, ભવ્ય-અભવ્યપરિણામ;
શુદ્ધ અશુદ્ધહ તેહથી રે, ચેતન આત્મારામો રે. ચતુ૦ ૧૩/પા
ગાથાર્થઃ
પરમભાવગ્રાહક્નયથી ભવ્ય-અભવ્ય પરિણામ છે=ભવ્ય અને અભવ્ય સ્વભાવ છે. શુદ્ધ અશુદ્ધહ=શુદ્ધાશુદ્ધપણે સંમુગ્ધ જે પરમભાવગ્રાહકનય, તેહથી આત્મારામને ચેતનસ્વભાવ કહીએ. II૧૩/૫II
ટબો ઃ
ભવ્ય સ્વભાવ અનઈં અભવ્ય સ્વભાવ એ -૨ પરમભાવગ્રાહકનયઈં જાણવા. ભવ્યતાસ્વભાવ નિરૂપિત છઈ. અભવ્યતા ઉત્પન્ન સ્વભાવની તથા પરભાવની સાધારણ છઈ. તે માર્ટિ, ઈંહાં અસ્તિ-નાસ્તિ સ્વભાવની પરિઈં સ્વ-પરદ્રાદિગ્રાહક નથ ૨ પ્રવૃત્તિ ન હોઈ. શુદ્ધાશુદ્ધપણઈ સંમુગ્ધ (સંબદ્ધ) જે પરમભાવગ્રાહકનથ તેણઈ કરી, આત્મારામનઈં ચેતન સ્વભાવ કહિઈં. ।।૧૩/પા
ટબાર્થ ઃ
ભવ્ય સ્વભાવ અને અભવ્ય સ્વભાવ એ બે સ્વભાવ પરમભાવગ્રાહકનયથી જાણવા. ભવ્યતાસ્વભાવ નિરૂપિત છે=દરેક દ્રવ્યમાં જે જે કાર્યો થાય છે તે તે કાર્યોથી નિરૂપિત ભવ્યતાસ્વભાવ છે.
અભવ્યતા=અભવ્યતાસ્વભાવ, ઉત્પન્ન સ્વભાવની છે=જીવમાં અજીવરૂપે ઉત્પન્ન થવાના સ્વભાવની અભવ્યતા છે તેમ દરેક દ્રવ્યોમાં અન્ય દ્રવ્યોરૂપે ઉત્પન્ન થવાના સ્વભાવની અભવ્યતા છે, અને પરભાવની સાધારણ છે=અભવ્યતા પરભાવની સાધારણ છે. જેમ જીવમાં અજીવની અભવ્યતા છે અને અજીવમાં જીવતી અભવ્યતા છે તેથી અભવ્યતા પરભાવની સાધારણ છે અર્થાત્ બે દ્રવ્યો વચ્ચે સાધારણ છે, તે માટે=ભવ્યતાસ્વભાવ નિરૂપિત છે અને અભવ્યતાસ્વભાવ બે પ્રકારનો કહ્યો તે માટે, ઈંહાં=ભવ્ય-અભવ્યસ્વભાવમાં, અસ્તિ-નાસ્તિસ્વભાવની જેમ સ્વપરદ્રવ્યાદિગ્રાહકનય=સ્વદ્રવ્યાદિગ્રાહકનય અને પરદ્રવ્યાદિગ્રાહકનય એમ, બેની પ્રવૃત્તિ ન થાય.
આ રીતે ભવ્ય-અભવ્ય સ્વભાવ બતાવ્યા પછી આત્માનો ચેતન સ્વભાવ કયા નયની અપેક્ષાએ છે ? તે બતાવવા અર્થે કહે છે
શુદ્ધાશુદ્ધપણાથી સંબદ્ધ જે પરમભાવગ્રાહકનય, તેણે કરી તેને આશ્રયીને, આત્મારામનો=સંસારી આત્માનો અને મુક્ત આત્માનો, ચેતન સ્વભાવ કહીએ. ।।૧૩/૫
Page #168
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૩ | ગાથા-પ
૧૪૧
ભાવાર્થ :
પૂર્વમાં વર્ણન કરાયેલા ભવ્ય-અભવ્યસ્વભાવ પરમભાવગ્રાહકનયથી છે; કેમ કે દરેક પદાર્થોમાં વર્તતો પોતાનો જે પરમભાવ જે પ્રકૃષ્ટભાવ, તેને ગ્રહણ કરનાર જે નય, તે દૃષ્ટિથી વિચારીએ તો દરેક પદાર્થોમાં કોઈક રીતે થવાનો સ્વભાવ છે અને કોઈક રીતે નહીં થવાનો સ્વભાવ છે. જે દ્રવ્યમાં જે રૂપે થવાનો સ્વભાવ છે, તે ભવ્યતાસ્વભાવ છે અને તે નિરૂપિત છે; કેમ કે જે દ્રવ્ય જે રૂપે થાય છે તેનાથી નિરૂપિત એવી ભવ્યતા તે દ્રવ્યમાં છે.
જેમ માટીમાંથી ઘડો થાય છે તેથી ઘટનિરૂપિત ભવ્યતા માટીમાં છે, પટનિરૂપિત ભવ્યતા માટીમાં નથી, તેમ ધર્માસ્તિકાયદ્રવ્ય જીવન અને પુદ્ગલને ગતિમાં સહાયક થવારૂપ સ્વભાવવાળું છે તેથી તે પ્રકારની ભવ્યતા તેનામાં છે. જે વખતે તે જેને ગતિમાં સહાયક થાય છે તેની ગતિની સહાયકતાનિરૂપિત ભવ્યતા પૂર્વમાં ધર્માસ્તિકાયમાં હતી, તેથી તેની ગતિની સહાયકતારૂપ કાર્યથી નિરૂપિત ભવ્યતાસ્વભાવ ધર્માસ્તિકાયમાં પૂર્વમાં પ્રાપ્ત થાય છે.
જીવદ્રવ્ય પણ સંસારમાં જે જે ભાવરૂપે થાય છે તે તે ભાવોથી નિરૂપિત ભવ્યતા તે જીવમાં છે. આથી જ મરુદેવા માતા અત્યંત સ્થાવરમાંથી નીકળીને સિદ્ધિને પામ્યાં, તે પ્રકારની ભવ્યતા તેમનામાં હતી, પરંતુ નરક-દેવાદિ ભાવરૂપે થવાની ભવ્યતા નિશ્ચયનયની દૃષ્ટિથી તેમનામાં ન હતી, માટે તે ભાવોથી નિરૂપિત ભવ્યતા નહીં હોવાને કારણે તે પ્રકારનું કાર્ય થયું નહીં. આમ જે જે દ્રવ્યમાં જે જે પ્રકારની ભવ્યતા છે કે તે પ્રકારે તે તે દ્રવ્ય પરિણમન પામે છે.
વળી, જે વસ્તુનો જે રૂપે નહીં થવાનો સ્વભાવ છે તે અભવ્યતાસ્વભાવ છે. જેમ, જીવદ્રવ્યનો પુદ્ગલદ્રવ્યરૂપે નહીં થવાનો સ્વભાવ છે, માટે જીવમાં પુદ્ગલરૂપે થવાની અભવ્યતા છે. આ રીતે દરેક દ્રવ્યોમાં અન્ય દ્રવ્યરૂપે નહીં થવાનો સ્વભાવ છે તેથી તે પ્રકારની અભવ્યતા દરેક દ્રવ્યોમાં છે. આથી જ, સંસારી જીવમાં જેમ કર્મ સાથે સંબંધ થવાનો સ્વભાવ છે, તેથી સંસારી જીવોમાં તે પ્રકારની ભવ્યતા છે તેમ ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોમાં કર્મ સાથે સંબંધ થવાનો સ્વભાવ નથી, તેથી ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોમાં તે પ્રકારની અભવ્યતા છે.
વળી, અભવ્યતાસ્વભાવ ઉત્પન્નસ્વભાવવિષયક છે. જેમ જીવ અજીવરૂપે ઉત્પન્ન થતો નથી, તેથી જીવમાં અજીવરૂપે ઉત્પન્ન સ્વભાવની અભવ્યતા છે.
વળી, આ અભવ્યતા પરભાવની સાધારણ છે અર્થાત્ જેમ જીવમાં અજીવરૂપે ઉત્પન્ન થવાની અભવ્યતા છે, તેમ અજીવમાં પણ જીવરૂપે ઉત્પન્ન થવાની અભવ્યતા છે, તેથી પરભાવની સાધારણ છે. માટે જેમ ભવ્યતા નિરૂપિત છે પરંતુ પરભાવની સાધારણ નથી, તેવી અભવ્યતા નથી, પરંતુ અભવ્યતા પરભાવની સાધારણ છે. આથી જ, દરેક દ્રવ્યો પરસ્પર એકબીજારૂપે થવાના સ્વભાવવાળાં નથી માટે તે રીતે દરેક દ્રવ્યોમાં પરસ્પર સાધારણ અભવ્યતા છે. આથી જ, બે જીવદ્રવ્યો પણ એકબીજારૂપે થવાના સ્વભાવવાળાં નથી, તેથી વિવક્ષિત જીવની અન્ય જીવરૂપે થવાની અભવ્યતા છે અને અન્ય જીવની પણ
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૪૨
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ / ઢાળ-૧૩ | ગાથા-પ-૬ વિવલિત જીવરૂપે થવાની અભવ્યતા છે. આથી જ સંસારમાં સ્નેહસંબંધથી પરસ્પર આત્મીયતા બુદ્ધિ ધારણ કરનારા જીવો પણ પોતાના સ્નેહના વિષયભૂત અન્ય દ્રવ્યરૂપે થવાના સ્વભાવવાળા નથી. તેથી સ્નેહથી કોઈની સાથે સંબંધવાળા હોવા છતાં પોતાનો આત્મા ક્યારેય તે સ્નેહીજનરૂપે પરિણમન પામે તેવા સ્વભાવવાળો નથી, તેથી તે સ્વરૂપે થવાની પોતાની અભિવ્યતા છે. સંસારી જીવો કર્મની સાથે અને દેહની સાથે કથંચિત્ એકમેકભાવે હોવા છતાં જીવનો કર્મરૂપે કે દેહરૂપે થવાનો અભવ્ય સ્વભાવ જ છે. દેહનો અને કર્મનો પણ જીવરૂપે થવાનો અભવ્ય સ્વભાવ છે આથી અભવ્યતા પરભાવની સાધારણ છે. તે માટે ભવ્યતાસ્વભાવ નિરૂપિત છે અને અભવ્યતાસ્વભાવ ઉત્પન્ન સ્વભાવની છે તેમ જ પરભાવની સાધારણ છે તે માટે, પરમગ્રાહકનયની દૃષ્ટિમાં જે ભવ્યતાસ્વભાવ છે અને જે અભવ્યતાસ્વભાવ છે એમાં અસ્તિ-નાસ્તિસ્વભાવની જેમ સ્વપદ્રવ્યાદિ ગ્રાહકનય બંનેની પ્રવૃત્તિ નથી.
આશય એ છે કે દરેક દ્રવ્યો સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર આદિ ગ્રાહકનયની દૃષ્ટિથી અસ્તિસ્વભાવવાળાં છે, કેમ કે સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર આદિ દૃષ્ટિથી વસ્તુને જોવામાં આવે ત્યારે તે સ્વરૂપે વસ્તુ છે તે પ્રકારની પ્રતીતિ થાય છે અને પરદ્રવ્ય, પરક્ષેત્રાદિ ગ્રાહકનયથી નાસ્તિસ્વભાવવાળાં છે; કેમ કે પરદ્રવ્ય, પરક્ષેત્ર આદિ ગ્રાહકનયની દૃષ્ટિથી વસ્તુને જોવામાં આવે ત્યારે તે વસ્તુ નથી એમ જ પ્રતીત થાય છે. જેમ વિવક્ષિત જીવ અન્ય જીવને ગ્રહણ કરનારી દૃષ્ટિથી નથી એમ પ્રતીત થાય છે, તે પ્રકારે ભવ્યતાસ્વભાવની અને અભવ્યતાસ્વભાવની પ્રવૃત્તિ નથી; કેમ કે દરેક દ્રવ્યો સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર આદિ દૃષ્ટિથી અસ્તિત્વ ધરાવે છે પરંતુ ભવ્યતાસ્વભાવ ધરાવતાં નથી, પણ જે સ્વરૂપે થવાનો સ્વભાવ છે તેનો ભવ્યતાસ્વભાવ ધારણ કરે છે. દરેક દ્રવ્યો પદ્રવ્યાદિને જોનારી દૃષ્ટિથી નાસ્તિરૂપે પ્રતીત થાય છે પરંતુ પરદ્રવ્યાદિને જોનારી દૃષ્ટિથી અભવ્યતાની પ્રતીત થતાં નથી તેથી પરદ્રવ્યરૂપે નહીં થવાના સ્વભાવની પ્રતીતિ થાય છે તે અભવ્યતાસ્વભાવ છે.
આ રીતે ભવ્ય-અભવ્ય સ્વભાવ બતાવ્યા પછી આત્માનો ચેતન સ્વભાવ કયા નયની દૃષ્ટિથી છે? તે બતાવે છે –
આત્માના શુદ્ધ સ્વરૂપ કે અશુદ્ધ સ્વરૂપના વિભાગ કર્યા વગર શુદ્ધ અને અશુદ્ધ બંનેમાં સામાન્યરૂપે વર્તતો આત્મદ્રવ્યનો જે પરમભાવ, તેને જોનારી દૃષ્ટિ, તે દૃષ્ટિથી વિચારીએ તો આત્માનો ચેતન સ્વભાવ છે એમ કહેવાય છે. આથી જ સંસારી જીવો કર્મથી અશુદ્ધ હોવા છતાં કર્મથી અશુદ્ધ એવા આત્માનો પરમભાવ ચેતન સ્વભાવ છે એમ ગ્રહણ થાય છે. સિદ્ધના આત્માઓ કર્મથી રહિત હોવાથી શુદ્ધ છે પરમભાવને જોનારી દૃષ્ટિથી વિચારીએ તો તેમાં પણ ચેતન સ્વભાવ દેખાય છે, માટે સંસારી જીવોમાં અને સિદ્ધના જીવોમાં જીવના પરમભાવને જોનારી દૃષ્ટિ જીવના ચેતન સ્વભાવને બતાવે છે. ll૧૩/પી અવતરણિકા :
પૂર્વની ગાથાના ઉત્તરાર્ધમાં શુદ્ધાશુદ્ધ વિભાગ વગરના પરમભાવગ્રાહકનયની દૃષ્ટિથી આત્માનો ચેતન સ્વભાવ છે તેમ બતાવ્યું. હવે ચેતન સ્વભાવ અન્ય નયદષ્ટિથી કોનો છે? તે બતાવીને તેનો પરમભાવગ્રાહકનયની દૃષ્ટિથી અચેતન સ્વભાવ છે. તે બતાવે છે –
Page #170
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૩ | ગાયા
* ૧૪૩
ગાથા -
અસદભૂતવ્યવહારથી રે, ચેતન કર્મ, નો-કર્મ
પરમભાવગ્રાહકન ઈ રે, તેહ અચેતન ધર્મો રે. ચતુળ ૧૩/કા ગાથાર્થ :
અસભૂતવ્યવહારથી કર્મ અને નોકર્મ ચેતન છેઃચેતન સ્વભાવ છે, પરમભાવગ્રાહકનયથી તે કર્મ અને નોકર્મ, અચેતન ધર્મ છે. ll૧૩/૬ રબો :
અસદુભૂત વ્યવહારનાથી કર્મ-જ્ઞાનાવરણાદિક, નોકર્મ-મન-વચન-કાયા, પણિ ચેતન કહિઈ, ચેતનસંયોગકૃત પર્યાય તિહાં જઈ, તે માટઈં. ‘ફ શરીરનાવર નાનાતિ' રૂતિવ્યવહારોડ ડવ મતિ, “વૃતં વતિ તિવત્ પરમભાવગ્રાહકનઈં તે-કર્મ, નોકર્મ
અર્ચતન સ્વભાવ કહિઈ, જિમ ધૃત અનુણ સ્વભાવ. ll૧૩/કા ટબાર્થ:
અસભૂત વ્યવહારનયથી જ્ઞાનાવરણીય આદિ રૂપ કર્મ અને મન, વચન, કાયારૂપ નોકર્મ પણ ચેતન કહેવાય છે; કેમ કે ચેતનના સંયોગકૃત પર્યાય તેમાં=કર્મમાં અને નોકર્મમાં, છે, તે માટે ચેતન કહેવાય છે, એમ અવય છે. “‘આ શરીર આવશ્યકને જાણે છે'=પોતાનું શરીર પોતાને માટે આવશ્યકને જાણે છે, ઈત્યાદિ વ્યવહાર આથી જ થાય છે. “ધી બાળે છે' એની જેમ આ વ્યવહાર થાય છે.”
તે કર્મ અને વોકર્મ પરમભાવગ્રાહકનયની દૃષ્ટિથી અચેતન સ્વભાવ કહેવાય. જેમ ઘીનો અનુષ્ણ સ્વભાવ કહેવાય. I૧૩/૬ ભાવાર્થ :
વ્યવહાર જીવ અને કર્મનો અભેદ કરે છે, તેથી તેને બતાવનાર નય વ્યવહારનય છે. કર્મમાં અને નોકર્મમાં જીવના ચેતનસ્વભાવનું આરોપણ અસભૂત છે. તેથી તેને સ્વીકારનાર વ્યવહારનય અસદ્દભૂત વ્યવહારનય છે. તેથી એ પ્રાપ્ત થાય કે વ્યવહારનયથી કર્મના અને નોકર્મના અભેદની પ્રાપ્તિ થાય છે અને અસભૂતને જોનાર દૃષ્ટિથી ચેતન ધર્મનો ત્યાં ઉપચાર થાય છે. તેથી અસદ્ભુત વ્યવહારનયથી જ્ઞાનાવરણીયાદિ કર્મોનો ચેતને સ્વભાવ છે અને મન, વચન, કાયાનો પણ ચેતન સ્વભાવ છે; કેમ કે ચેતનના સંયોગકૃત પર્યાય એમાં પ્રાપ્ત થાય છે. જેમ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી જીવનું જ્ઞાન આવૃત થાય છે તેમ કંઈક અંશથી જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી તેમાં ચેતના દેખાય છે. જેમ ચેતનના સંયોગકૃત ક્ષયોપશમભાવવાળો જ્ઞાનઅંશ જ્ઞાનાવરણીયકર્મમાં દેખાય છે તેમ વેદનીયાદિ કર્મોમાં પણ દેખાય છે. આથી શાતાdદનકાળમાં
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૪૪
દ્રવ્યગુણપર્યાયનો રસ ભાગ-૨ | ઢાળ-૧૩ | ગાથા-૬-૭ જે શાતાનું વેદના થાય છે કે અશાતાdદનકાળમાં જે અશાતાનું વદન થાય છે તે વેદનરૂપ પર્યાય વેદનીયકર્મમાં છે, જે ચેતનના સંયોગકૃત છે. જેમ “ઘી બાળે છે તે પ્રયોગમાં અગ્નિના સંયોગકૃત ઘીમાં દાહકપર્યાય દેખાય છે તેમ વેદનીયકર્મમાં ચેતનના સંયોગકૃત સુખનું વેદન કે દુઃખનું વદન દેખાય છે.
આ કથનને જ અનુભવથી સ્પષ્ટ કરતાં કહે છે –
આ શરીર આવશ્યકને જાણે છે.' ઇત્યાદિ વ્યવહાર પણ અસભૂત વ્યવહારનયની દૃષ્ટિથી નોકર્મરૂપ શરીરમાં થાય છે; કેમ કે પોતાનું શરીર “મને ભૂખ લાગી છે, માટે ખાવું આવશ્યક છે.” એ પ્રકારનો બોધ કરે છે. હું થાકેલો છું, માટે મારે સૂવું આવશ્યક છે. એ પ્રકારે શરીર જાણે છે. વસ્તુતઃ શરીર જડ છે, તેને જ્ઞાન થાય નહીં, પરંતુ ચેતનના સંયોગકૃત પર્યાય શરીરમાં વિદ્યમાન છે, તેથી “શરીર જાણે છે એ પ્રકારનો વ્યવહાર થાય છે. જેમ અગ્નિના સંયોગ વગરનું ઘી હોય તેને આશ્રયીને અસદ્ભુત વ્યવહારનય “ધી બાળે છે” એમ કહેતો નથી તેમ જીવ વગરનું શરીર હોય તે શરીરને આશ્રયીને અસભૂત વ્યવહારનય “શરીર જાણે છે એમ કહેતો નથી; પરંતુ ઘીની સાથે અગ્નિનો સંયોગ હોય ત્યારે અસદ્ભુત વ્યવહારનય “ધી બાળે છે એમ કહે છે તેજ રીતે જીવની સાથે શરીરનો સંયોગ હોય ત્યારે શરીર જાણે છે એ પ્રકારનું કથન અસદ્દભૂત વ્યવહારનય કરે છે.
આ રીતે અસભૂત વ્યવહારનયથી કર્મ અને નોકર્મ ચેતન છે તેમ બતાવ્યા પછી તે કર્મ અને નોકર્મ પરમભાવગ્રાહકનયથી કેવા કહેવાય છે ? તે બતાવે છે –
પરમભાવગ્રાહકનય એટલે પદાર્થનો જે મુખ્ય ભાવ હોય તેને ગ્રહણ કરનાર નયની દૃષ્ટિ. આ નયની દૃષ્ટિથી વિચારીએ તો જ્ઞાનાવરણીય આદિ કર્મો આત્માની સાથે અણુ-તણુની જેમ એકમેક થયાં હોય તોપણ તે જ્ઞાનાવરણીય આદિ કર્મો પુદ્ગલ હોવાથી જડ છે. જેમ જડ એવા પુદ્ગલના પરમભાવને ગ્રહણ કરવાની નયદૃષ્ટિ કર્મના અચેતન સ્વભાવને બતાવે છે, તેમ મન, વચન, કાયાના પુદ્ગલોરૂપ નોકર્મ પણ આત્માની સાથે અણુ-તણની જેમ વણાયેલાં હોય તોપણ પુદ્ગલાત્મક હોવાથી પરમભાવગ્રાહકનયની દૃષ્ટિ તેના અચેતન સ્વભાવને જ બતાવે છે. જેમ અગ્નિના સાંનિધ્યવાળું ઉષ્ણ પણ ઘી હોય છતાં ઘીના પરમભાવને જોનારી દૃષ્ટિથી વિચારીએ તો ઘીનો અનુણ સ્વભાવ જ પ્રતીત થાય છે. II૧૩/કા અવતરણિકા :
ગાથા-૬માં અસબૂત વ્યવહારનયથી કર્મલા અને દેહાદિના પુદ્ગલોને ચેતન કહ્યા. હવે અસત વ્યવહારનયથી જીવને શું કહી શકાય ? તે સ્પષ્ટ કરવા કહે છે –
ગાથા :
અસભૂતવ્યવહારથી રે, જીવ અચેતન ધર્મ; પરમભાવગ્રાહકનયઈ રે, મૂરત કર્મ, નોકર્મ રે. ચતુo II૧૩/ના
Page #172
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૩ | ગાથા-૭
૧૪૫
ગાથાર્થ :
અસભૂત વ્યવહારનયથી જીવ અચેતન ધર્મવાળો છે. પરમભાવગ્રાહકનયથી કર્મ અને નોકર્મ મૂર્તિ છે. ll૧૩/છા ટબો -
અસદભૂત વ્યવહારનયથી જીવ અચેતનસ્વભાવ કહિઈ. ગત વ-“દોડ, વેતનોડવ” ઈત્યાદિ વ્યવહાર છઈ. __एतेन 'मां न जानामि' 'इति प्रतीत्या विलक्षणाज्ञानसिद्धिर्वेदान्तिनामपास्ताऽसद्भूतव्यवहारनयग्राह्यणाचेतनस्वभावेनैव तदुपपत्तेः ।'
પરમભાવગ્રાહકનાઈ કર્મ-નોકર્મનઈં મૂર્તસ્વભાવ કહિઈં. ૧૩/૭માં ટબાર્થ :
અસદભૂત વ્યવહારનયથી જીવ અચેતનસ્વભાવવાળો કહેવાય છે. આથી જ કોઈ પુરુષમાં જડતા જોઈને આ જડ છે, “આ અચેતન છે ઈત્યાદિ વ્યવહાર થાય છે.
આના દ્વારા અસદ્દભૂતવ્યવહારનયથી જીવતો અચેતન સ્વભાવ સ્વીકાર્યો એના દ્વારા, “હું મને જાણતો નથી” એ પ્રકારની પ્રતીતિ હોવાને કારણે વેદાન્તીઓની વિલક્ષણ અજ્ઞાનની સિદ્ધિ અપાત થાય છે; કેમ કે અસદ્દભૂતવ્યવહારનયથી ગ્રાહ્ય એવા અચેતન સ્વભાવ વડે જ તેની ઉપપત્તિ છે.
પરમભાવગ્રાહકનયની દૃષ્ટિ અકર્મ અને નોકર્મનો મૂર્તસ્વભાવ કહેવાય છે. ૧૩/૭ ભાવાર્થ :
અસદ્ભુત વ્યવહારનયની દૃષ્ટિથી જીવના સ્વરૂપને જોવામાં આવે ત્યારે જીવનો કર્મની સાથે અભેદ પ્રતીત થાય છે અને જડ એવાં કર્મોનો અચેતન સ્વભાવ પણ જીવમાં પ્રતીત થાય છે. તેથી જીવને અચેતન સ્વભાવવાળો અસભૂતવ્યવહારનય સ્વીકારે છે. આથી જ કોઈક જીવમાં કોઈક દૃષ્ટિથી મંદબુદ્ધિ દેખાય છે ત્યારે આ જડ છે', “આ અચેતન છે એ પ્રકારનો વ્યવહાર થાય છે.
વળી, વેદાન્ત મત કહે છે કે આત્માનું વાસ્તવિક સ્વરૂપ જે છે તેનું સંસારી જીવોને જ્ઞાન નથી, તેથી સંસારી જીવોને પ્રતીતિ છે કે “હું મને જાણતો નથી આથી જ સંસારી જીવો યોગીને પૃચ્છા કરે છે કે “મારું વાસ્તવિક સ્વરૂપ શું છે? અહીં હું મને જાણતો નથી' એવી પ્રતીતિના બળથી સંસારી જીવમાં વિલક્ષણ કોટિના અજ્ઞાનની સિદ્ધિ છે અર્થાત્ પોતાના સ્વરૂપને ન જાણી શકે એવા પ્રકારના અજ્ઞાનની સિદ્ધિ છે એમ વેદાન્તી કહે છે. તે મતનું પ્રસ્તુત કથનથી નિરાકરણ થાય છે; કેમ કે અસભૂત વ્યવહારનયથી ગ્રાહ્ય એવા અચેતન સ્વભાવથી જ આત્માને પોતાના સ્વરૂપનું અજ્ઞાન વર્તે છે.
આશય એ છે કે આત્માના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન કેવલીને જ છે, છદ્મસ્થ જીવોને બારમા
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૪૬
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ / ઢાળ-૧૩ / ગાથા-૭-૮ ગુણસ્થાનક સુધી પણ અરૂપી આત્મા દેખાતો નથી. તેથી હું મારા આત્માને જાણતો નથી” એવી પ્રતીતિ બધા છદ્મસ્થ જીવોને છે અને શ્રુતજ્ઞાનના બળથી સામાન્યથી પોતાનો આત્મા અરૂપી છે તેનું જ્ઞાન થઈ રહ્યું છે. આ સામાન્ય જ્ઞાન વિશેષજ્ઞાનની જિજ્ઞાસા ઉત્પન્ન કરે છે, તેથી યોગી પુરુષો આત્માના પારમાર્થિક સ્વરૂપને જાણવા માટે યત્ન કરે છે. આત્માના પારમાર્થિક સ્વરૂપનો બોધ કરીને વિશ્રાંત થાય તેવી જિજ્ઞાસા ક્ષપકશ્રેણીમાં પ્રગટે છે, તેથી ફલિત થાય કે ક્ષપકશ્રેણીમાં પણ આત્માનું અજ્ઞાન વર્તે છે. પરમાર્થથી જોઈએ તો આત્મા જ્ઞાન સ્વરૂપ જ છે છતાં વ્યવહારનયની દૃષ્ટિથી આત્મા કર્મની સાથે એકમેક થયેલો હોવાથી કથંચિત્ દેહ અને કર્મ સ્વરૂપ પ્રતીત થાય છે. કર્મકૃત જે જડ સ્વભાવ આત્મામાં વર્તે છે તેને જોનારી નયષ્ટિ તે અસદ્ભુત વ્યવહારનયની દૃષ્ટિ છે. આ નદૃષ્ટિથી આત્માનો અચેતન સ્વભાવ છે, માટે સંસારી જીવોને હું મને જાણતો નથી' એવી પ્રતીતિ થાય છે, તેથી સંસારી આત્મામાં વિલક્ષણ અજ્ઞાન છે તેમ માનવાની આવશ્યક્તા નથી, પરંતુ ઉપચારથી જ આત્મામાં અજ્ઞાનતાની પ્રતીતિ છે, તેમ માનવું જોઈએ. વેદાન્તીઓ આત્મામાં વિલક્ષણ અજ્ઞાન સ્વીકારે છે તે સંગત નથી; કેમ કે આત્મામાં વિલક્ષણ અજ્ઞાન હોય તો તે આત્માનું સ્વરૂપ હોવાથી તે સ્વરૂપનો ક્યારેય નાશ થાય નહીં. વસ્તુતઃ સંસારી આત્મામાં પણ પૂર્ણજ્ઞાન વિદ્યમાન છે; ફક્ત કર્મના સંયોગને કારણે તે જ્ઞાન અવરુદ્ધ છે, તેથી જડ સ્વભાવની પ્રતીતિ થાય છે, માટે આત્મામાં વિલક્ષણ અજ્ઞાન સ્વીકારવું ઉચિત નથી.
આ રીતે અસભૂત વ્યવહારનયની દૃષ્ટિથી આત્માના અચેતન સ્વભાવની સંગતિ બતાવ્યા પછી અચેતન એવા આત્મા સાથે લાગેલાં કર્મો અને અચેતન એવા આત્મા સાથે સંબંધિત એવા મન, વચન, કાયારૂપ નોકર્મ, તેનો પણ મૂર્તસ્વભાવ પરમભાવગ્રાહકનય બતાવે છે. પરમભાવગ્રાહકનય જેમ કર્મ, નોકર્મમાં અચેતન સ્વભાવ બતાવે છે તેમ મૂર્તસ્વભાવ પણ બતાવે છે; કેમ કે કર્મપુદ્ગલો અને મન, વચન, કાયાના પગલો જેમ અચેતન છે તેમ મૂર્તસ્વભાવવાળા પણ છે, તેથી કર્મ-નોકર્મના મુખ્ય ભાવને ગ્રહણ કરનારી દૃષ્ટિ તે બંને ધર્મોને બતાવે છે. આથી જ ગાથા-૯માં પરમભાવગ્રાહકનયની દૃષ્ટિથી કર્મનોકર્મનો અચેતન ધર્મ બતાવેલ અને પ્રસ્તુત ગાથામાં તેનો મૂર્તસ્વભાવ બતાવેલ છે. ll૧૩/ના અવતરણિકા -
જીવને મૂર્ત કયા નયથી કહી શકાય? અને પુદગલ સિવાય અન્ય દ્રવ્યને કયા નયથી અમૂર્ત કહી શકાય ? તે બતાવે છે –
ગાથા :
અસદભૂત વ્યવહારથી રે, જીવ મૂર્ત પણિ હોઈ;
પરમનઈ પુદગલ વિના રે, દ્રવ્ય અમૂર્ત તૂ જોયો રે. ચતુo I૧૩/૮ ગાથાર્થ -
અસદ્ભુત વ્યવહારનયથી જીવ મૂર્ત પણ કહેવાય. પરમનયથી=પરભાવગ્રાહકનયથી, પુદ્ગલ વિના દ્રવ્ય-પુગલ સિવાયના અન્ય સર્વ દ્રવ્યને, અમૂર્ત તું જોયો તું અમૂર્ત જે. ૧૩/૮
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૪૭,
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨/ ઢાળ-૧૩ | ગાથા-૮-૯ ટબો:
અસદભૂતવ્યવહારનયથી જીવનઈં મૂર્તસ્વભાવ પણિ કહિઈં. ગત વ “યમાત્મા ટૂથ, સમુમાત્માનં પથામ” એ વ્યવહાર કઈં. એ સ્વભાવે જ “ો વ પદ્મપ્રમવાસુપૂજ્યો” ઇત્યાદિ વચન છઈ. પરમભાવગ્રાહકનથઈ, પુદ્ગલ દ્રવ્ય વિના, બીજ સર્વ દ્રવ્યનઈ અમૂર્તસ્વભાવ કહિઈ. ૧૩/૮ ટબાર્ચ -
અસદ્ભુત વ્યવહારનયથી જીવને મૂર્તસ્વભાવ કહેવાય છે. આથી જ આ આત્મા દેખાય છે આ આત્માને હું જોઉં છું એ વ્યવહાર થાય છે. એ સ્વભાવે જ એ મૂર્ત સ્વભાવથી જ, પદ્મપ્રભસ્વામી અને વાસુપૂજ્ય સ્વામી રક્ત છે' ઇત્યાદિ વચન છે. પરમભાવગ્રાહકનયથી પુદ્ગલ દ્રવ્ય વગર બીજાં સર્વ દ્રવ્યને અમૂર્તસ્વભાવ કહેવાય. II૧૩/૮ ભાવાર્થ :
વ્યવહારનય જીવ અને કર્મનો અભેદ કરે છે અને અસભૂત વ્યવહારનય જીવ સાથે વર્તતા કર્મના મૂર્તસ્વભાવનો જીવમાં ઉપચાર કરે છે. તેથી અસદ્ભુત વ્યવહારનય જીવને મૂર્તસ્વભાવ પણ કહે છે અર્થાત્ જીવમાં વર્તતા જ્ઞાનાદિ ભાવોને આશ્રયીને જીવનો અમૂર્તસ્વભાવ તો કહે છે પરંતુ પુદ્ગલના સંબંધથી મૂર્તસ્વભાવ પણ કહે છે. આથી જ અસભૂત વ્યવહારનયથી જ “આ આત્મા દેખાય છે” “આ આત્મા હું જોઉં છું' એ વ્યવહાર વર્તે છે; કેમ કે ચેષ્ટા જોઈને દેહવાળા આત્માને જ્યારે પોતે જુએ છે ત્યારે વ્યવહાર થાય છે કે “આ આત્માને હું જોઉં છું” અથવા ચેષ્ટાને જોઈને “આ આત્મા દેખાય છે એ પ્રકારનો વ્યવહાર થાય છે. અસદ્ભુત વ્યવહારનયથી આત્માનો મૂર્તસ્વભાવ હોવાને કારણે જ “શ્રી પદ્મપ્રભસ્વામી અને શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન રક્ત વર્ણવાળા છે' ઇત્યાદિ શાસ્ત્રવચન છે. વળી, પદાર્થમાં વર્તતા પદાર્થના પરમભાવને જોનારી નયદૃષ્ટિથી વિચારીએ તો પુગલ સિવાયનાં સર્વ દ્રવ્યોમાં અમૂર્તસ્વભાવ દેખાય છે, તેથી ધર્માસ્તિકાય આદિ બધાં દ્રવ્યોને અમૂર્ત કહેવાય છે. ll૧૩/૮ અવતરણિકા -
ગાથા-૮માં અસદ્દભૂત વ્યવહારનયથી જીવમાં મૂર્તસ્વભાવ છે' એમ બતાવ્યું. તેથી કોઈને શંકા થાય કે જેમ દેહના સંબંધથી જીવમાં મૂર્તપણાનો ઉપચાર થાય છે તેમ જીવના સંબંધથી પુગલમાં પણ અમૂર્તસ્વભાવનો ઉપચાર કરીને પુગલનો અમૂર્તસ્વભાવ કહી શકાશે. તે શંકાના નિવારણ અર્થે કહે છે –
ગાથા:
ઉપચારઈ પણિ પુદ્ગલિં રે, નહીં અમૂર્ત સ્વભાવ; ઉપચરિઈ અનુગમવશિ રે, વ્યવહારિઈ જે ભાવો રે. ચતુ. ll૧૩/લા
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૪૮
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ / ઢાળ-૧૩ / ગાથા-૯ ગાથાર્થ :
ઉપચારથી પણ પુગલમાં અમૂર્તસ્વભાવ નથી. ઉપચારથી પણ પુદ્ગલમાં અમૂર્તસ્વભાવ કેમ નથી? તેથી કહે છે -
અનુગામના વશથી જે ભાવો=જે ભાવો પ્રતીત થાય, વ્યવહારથી તે ભાવોનો ઉપચાર થાય, (માટે પુદ્ગલમાં અમૂર્તસ્વભાવ નથી એમ અન્વય છે.) II૧૩/૯ll ટબો :
ચેતનસંયોગઈં દેહાદિકનઈં વિષઈં જિમ ચેતનત્વ ઉપચરિઈ છઈ, તિમ અમૂર્તત્વ ઉપયરતા નથી. તે માટિ, અસભૂતવ્યવહારથી પણિ પુદગલનઈ અમૂર્ત સ્વભાવ ના કહિઈં.
“પ્રત્યાદિષઈ અમૂર્તત્વ તિહાં કિમ ન ઉપયરિ?” તે ઉપર કહઈ છઈ –
અનુગમવાિં એક સંબંધ દોષઈ, જેહ સ્વભાવ વ્યવહરિશું તે ઉપચરિઈ, પણિ સર્વ ધર્મનો ઉપચાર ન હોઈ.
तथा च
आरोपे सति निमित्तानुसरणम्, न तु 'निमित्तमरुरीकृत्यारोपः' इति न्यायोऽत्राश्रयणीयः, इति માવડા ૧૩/૯ો. ટબાર્થ :
ચેતનના સંયોગથી દેહાદિકને વિષે જેમ ચેતતત્વનો ઉપચાર છે, તેમ અમૂર્તત્વ ઉપચરતા નથી=દેહમાં અમૂર્તત્વનો ઉપચાર થતો નથી. તે માટે દેહમાં અમૂર્તત્વ ઉપચાર થતો નથી તે માટે, અસભૂતવ્યવહારથી પણ પુદ્ગલને જીવતા સંબંધરૂપ દેહના પુદ્ગલને, અમૂર્તસ્વભાવ ન કહેવાય.
પ્રત્યાસતિના દોષથી'=ગલની સાથે અમૂર્ત એવા જીવતા સંબંધરૂપ દોષથી, ત્યાં=જીવ સાથે સંબંધવાળા દેહમાં, અમૂર્તત્વ કેમ ન ઉપચારાય ? તે ઉપર કહે છે–તે શંકા ઉપર કહે છે –
અનુગામના વશ=એક સંબંધના દોષથી=વસ્તુ સાથે અર્થાત્ શરીર સાથે જીવના એક સંબંધના દોષથી, જે સ્વભાવ વ્યવહાર થાય= જે સ્વભાવ છે એ પ્રકારની લોકવ્યવહારમાં પ્રતીતિ થાય, તે ઉપચરિયે તેનો ઉપચાર થઈ શકે; પણ સર્વ ધર્મનો ઉપચાર ન થાય=અપ્રતીતિના વિષયભૂત ધર્મનો ઉપચાર ન થાય. (આથી દેહમાં અપ્રતીતિના વિષયભૂત અમૂર્તસ્વભાવનો ઉપચાર ન થાય માટે પુદ્ગલનો અમૂર્તસ્વભાવ ન કહેવાય.)
તથા ર=અને તે રીતે =અનુગમતા વશથી જે સ્વભાવનો વ્યવહાર થાય તેનો ઉપચાર થાય પરંતુ અન્ય ધર્મનો ઉપચાર ન થાય તે રીતે, આરોપે સતિ નિમિત્તાનુસરળzઆરોપ હોતે છતે નિમિત્તનું
Page #176
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૩ | ગાથા-૯-૧૦
૧૪૯ અનુસરણ છે=જીવમાં મૂર્તત્વનો આરોપ હોતે છતે આરોપના નિમિત્તનું અનુસરણ છે, ન તુ નિમિત્તમુરુરી ત્યારોપ =પરંતુ લિમિતને આશ્રયીને આરોપ નથી શરીરની સાથે આરોપના નિમિત્ત એવા જીવનો સંબંધ છે તેને આશ્રયીને દેહમાં અમૂર્તત્વનો આરોપ નથી. તિ ચા =એ પ્રકારનો વ્યાય, સત્ર=અહીં-પુદ્ગલનો અમૂર્ત સ્વભાવ નથી એમ સ્વીકારવામાં, ગાશ્રય =આશ્રયણીય છે, રૂક્તિ ભાવ એ પ્રકારનો ભાવ છે. I૧૩/૯ ભાવાર્થ:
અસભૂત વ્યવહારનયથી જીવમાં મૂર્તસ્વભાવ સ્વીકાર્યો તેમ અસભૂત વ્યવહારનયથી જીવ સાથે સંબંધવાળા દેહમાં જીવના અમૂર્તસ્વભાવનો ઉપચાર કરીને પણ શરીરનો અમૂર્તસ્વભાવ કહી શકાય નહીં.
કેમ કહી શકાય નહીં ? તેમાં યુક્તિ બતાવે છે –
અનુગામના વશથી જે ભાવોનો વ્યવહાર થતો હોય તેનો ઉપચાર થઈ શકે. જેમ દેહના અનુગામના વશથી “આ આત્મા રૂપવાળો છે એ પ્રકારનો વ્યવહાર થાય છે, માટે આત્મામાં મૂર્તસ્વભાવનો ઉપચાર થઈ શકે; પરંતુ દેહ સાથે જીવનો સંબંધ હોવા છતાં દેહને જોઈને અરૂપીધર્મનો અનુગમ દેહમાં થતો નથી. તેથી “આ દેહ અરૂપી છે એ પ્રકારના વ્યવહારમાં પ્રત્યક્ષબાધા થાય છે; કેમ કે ચક્ષુઇન્દ્રિયથી ગ્રાહ્ય હોય તેને અરૂપી કહી શકાય નહીં અને ચક્ષુઇન્દ્રિયથી દેહનું સાક્ષાત્ ગ્રહણ થતું હોવાથી દેહમાં આત્માના અમૂર્તસ્વભાવનો અનુગમ થતો નથી, તેથી ‘દેહ અમૂર્ત છે એ પ્રકારનો વ્યવહાર થતો નથી માટે પુદ્ગલનો અમૂર્તસ્વભાવ કહી શકાય નહીં.
વળી, તેમાં યુક્તિ બતાવતાં કહે છે કે આરોપ હોતે છતે નિમિત્તનું અનુસરણ કરાય છે. જેમ જીવમાં આ રૂપાળો છે', “આ કાળો છે” એ પ્રકારનો આરોપ થતો હોવાથી તે આરોપનું અનુસરણ કરાય છે ત્યારે જણાય છે કે “દેહના નિમિત્તે આ જીવ રૂપાળો છે'. તેથી તે પ્રતીતિની સંગતિ કયા નયથી થાય છે ? તેની વિચારણા કરાય છે અને કહેવાય છે કે અસદ્ભુત વ્યવહારનયથી “જીવ રૂપવાળો છે; પરંતુ શરીરની સાથે જીવના સંબંધ માત્રના નિમિત્તને આશ્રયીને શરીરમાં જીવના અરૂપી ધર્મનો આરોપ થતો નથી એ પ્રકારની યુક્તિ પુદ્ગલના અમૂર્તસ્વભાવને નહીં સ્વીકારવા માટે આશ્રય કરવી જોઈએ. ll૧૩/લા અવતરણિકા :
ગાથા-૯ના ઉત્તરાર્ધમાં કહ્યું કે અમને વશ જે ભાવોનો વ્યવહાર થાય તેનો ઉપચાર થાય છે તે વચનને સમ્મતિતક પ્રકરણના વચનથી સ્પષ્ટ કરવા અર્થે કહે છે – ગાથા :
એ ભાવિ “સંમતિ' ભણિઉં રે, અનુગત અર્થ અસેસ; જલ-પય જિમ નવિ વિભાજિઈ રે, યાવત અંત્ય વિસેસો રે.
ચતુo II૧૩/૧ના
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૫૦
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૩ | ગાથા-૧૦
ગાથાર્થઃ
એ ભાવે=અનુગમને વશ ઉપચારનો વ્યવહાર થાય છે એ ભાવે, ‘સમ્મતિ’ ગ્રંથમાં કહ્યું છે. શું કહ્યું છે ? તે બતાવે છે
--
જલ-પય જિમ=પાણી-દૂધની જેમ, નવિ વિભજઈં=જ્યાં સુધી વિભાગ ન કરાય ત્યાં સુધી, અનુગત અર્થ અસેસ છે=જીવ અને પુદ્ગલરૂપ અર્થ પરસ્પર અનુગત છે અર્થાત્ અત્યંત સંબંધ છે.
ક્યાં સુધી અત્યંત સંબંધ છે ? તેથી કહે છે
જ્યાં સુધી અંત્યવિશેષ છે (ત્યાં સુધી અત્યંત સંબંધ છે, એમ અન્વય છે.). ।।૧૩/૧૦/I ટબો ઃ
એ ભાવિ=એ અભિપ્રાયઈં, સમ્મતિગ્રંથમાંહિ કહિઉં છઈં, જે અનુગત=અત્યંત સંબદ્ધ, અશેષ કહિતાં-સર્વ અર્થ, જલ-૫ય જિમ=ખીર-નીર પર્સિ, વિભજિઈ નહીં=પૃથક્ કરિઈં નહી, કિહાંતાંઈ ? અંત્ય વિશેષતાઈ-અંત્ય વિશેષ-શુદ્ધ પુદ્ગલ જીવ લક્ષણઈં વિભજિઈં. યથા
'
“औदारिकादिवर्गणानिष्पन्नाच्छरीरादेर्ज्ञानघनासंख्येयप्रदेश आत्मा भिन्नः” इति । अत्र गाथा
अन्नुन्नाणुगयाणं ‘इमं व तं व' त्ति विभयणमजुत्तं ।
નહ યુદ્ધપાળિયાળું ખાવંત વિસેસપન્નાયા ।।૨.૪૭।। કૃતિ ||૧૩/૧૦||
ટબાર્થ ઃ
એ ભાવથી=એ અભિપ્રાયથી=અનુગમને વશ ઉપચારનો વ્યવહાર થાય છે એ અભિપ્રાયથી, ‘સમ્મતિ’ ગ્રંથમાં કહ્યું છે. જે=જે વસ્તુ, અનુગત=અત્યંત સંબદ્ધ છે, (તે) વસ્તુ અશેષ કહેતાં સર્વ અર્થ પાણી-દૂધની જેમ દૂધ-પાણીની પરિં, વિભજન કરાય નહીં=પૃથક્ કરાય નહીં.
ક્યાં સુધી પૃથક્ કરાય નહીં ? તેથી કહે છે
-
અંત્યવિશેષતા સુધી પૃથક્ કરાય નહીંઅંત્યવિશેષ અર્થાત્ શુદ્ધ પુદ્દગલના અને શુદ્ધ જીવના લક્ષણનો વિભાગ થાય. (ત્યાં સુધી પૃથક્ કરાય નહીં.)
યથા=જે પ્રમાણે –
“ઓવારિવિવર્માળાનિષ્પના∞રીરાવેર્રાનધનાસંધ્યેયપ્રવેશ માત્મા મિન્નઃ”=“ઔારિકાદિ વર્ગણાથી નિષ્પન્ન એવા શરીરાદિથી જ્ઞાનના ઘનસ્વરૂપ અને અસંખ્યપ્રદેશવાળો આત્મા ભિન્ન છે.” ‘કૃતિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે.
અત્ર ગાથા=અહીં ગાથા=‘સમ્મતિ’ની ગાથા આ પ્રમાણે છે
—
Page #178
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨/ ઢાળ-૧૩, ગાથા-૧૦
૧૫૧ મનુનાણુયાગં અન્યોન્ય અનુગતનું અન્યોન્ય અનુગત એવા જીવ અને પુદ્ગલોનું, ‘મંa '=આ અને તે=આ જીવ છે અને તે પુદ્ગલો છે', ત્તિ વિષયમનુત્ત એ પ્રમાણેનું વિભાજન અયુક્ત છે. નદ=જે પ્રમાણે, યુદ્ધપાળિયા-દૂધ-પાણીનું અન્યોન્ય અનુગત એવા દૂધ અને પાણીનું, (આ અને તે=આ દૂધ છે અને તે પાણી છે એ પ્રમાણેનું વિભાજન અયુક્ત છે.)
ક્યાં સુધી વિભજન અયુક્ત છે ? તેથી કહે છે –
જાવંત વિલેપન્નાયા=જ્યાં સુધી વિશેષ પર્યાયો પ્રાપ્ત થાય=જ્યાં સુધી જીવના અને પુદ્ગલના પરસ્પર મિશ્રણ વગરના વિશેષ પર્યાયો પ્રાપ્ત થાય. (ત્યાં સુધી વિભજન અયુક્ત છે. એમ અન્વય છે.) (સમ્મતિતર્ક પ્રકરણ કાંડ૧, ગાથા-૪૭)
ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. II૧૩/૧ ભાવાર્થ :
ગાથા-૯માં કહ્યું કે અનુગમને વશ જ ઉપચારનો વ્યવહાર થાય છે, તેને દઢ કરવા અર્થે “સમ્મતિતર્ક પ્રકરણ'નું વચન બતાવે છે –
“સમ્મતિમાં કહ્યું છે કે જેમ દૂધ અને પાણી મિશ્ર હોય ત્યારે આ દૂધ છે અને આ પાણી છે એ પ્રકારે વિભજન અયુક્ત છે તેમ સંસારી જીવના ઔદારિકશરીરથી અને કાર્મણશરીરથી પોતાનો આત્મા પૃથફ પ્રતીત થતો નથી. જ્ઞાનાવરણીય આદિ કર્મોના ઉદયને કારણે માત્ર જ્ઞાનસ્વરૂપ આત્મા છપ્રસ્થને દેખાતો નથી, પરંતુ પોતાનો આત્મા સંસારી જીવોને મતિજ્ઞાનસ્વરૂપે અનુભવાય છે. કોઈ છમસ્થ જીવો કર્મથી પૃથગુરૂપે કેવલ શુદ્ધ આત્માને જોઈ શકતા નથી. આથી જ ઘણાં કર્મોનો ક્ષય કરીને બારમા ગુણસ્થાનકે પહોંચેલા વીતરાગ પરમાત્મા પણ “આ અરૂપી આત્મા છે અને આ કર્મ છે એ રીતે પૃથર્ જોઈ શકતા નથી, પરંતુ કર્મથી પૃથ એવા શુદ્ધ આત્માને જોવા માટે દઢ વ્યાપારયુક્ત મતિજ્ઞાનના ઉપયોગવાળા હોય છે. આ મતિજ્ઞાનનો ઉપયોગ ચાર પ્રકારના જ્ઞાનના પ્રકર્ષના ઉત્તર ભાવિ એવા વિશેષ પ્રકારના બોધસ્વરૂપ છે, છતાં કર્મોથી પૃથગુ એવી અરૂપી ચેતનાને જોવા માટે તે મહાત્મા સમર્થ નથી તેથી “આ મારો અરૂપી આત્મા છે અને આ કર્મો છે એ પ્રકારનો વિભાગ તે મહાત્મા કરી શકતા નથી. જે વખતે કેવળજ્ઞાન થાય છે ત્યારે રૂપી એવાં કર્મો અને અરૂપી એવો આત્મા સર્વથા પૃથગુ નહીં હોવા છતાં જ્ઞાનના ઉપયોગથી “આ આત્મા છે અને આ કર્મ છે” એ પ્રકારનો વિભાગ તે મહાત્મા કરી શકે છે. તેથી શુદ્ધ પુદ્ગલના અંત્યવિશેષનો અને અરૂપી એવા આત્માના અંત્યવિશેષનો ભેદ કેવળજ્ઞાનના બળથી તેઓ કરી શકે છે. કેવળજ્ઞાનની પૂર્વે આ પ્રકારનો વિભાગ જ્ઞાનથી પણ જણાતો નથી માટે જીવની સાથે કર્મનો અત્યંત સંબંધ હોવાથી જીવમાં પુદ્ગલદ્રવ્યનો ઉપચાર થાય છે. આથી બારમા ગુણસ્થાનકે પણ જે અંશથી કર્મના ઉદયકૃત જ્ઞાન આવરાયેલું છે તેના કારણે તે મહાત્મામાં જેટલા અંશથી જડતા છે તેટલા અંશથી પુદ્ગલના ધર્મનો તે મહાત્મામાં ઉપચાર થાય છે, તેથી તે મહાત્માને તેટલા અંશથી અચેતન કહી શકાય. વળી, જ્યાં સુધી દેહનો સંબંધ છે ત્યાં સુધી સયોગી કેવલીને કે ચૌદમા ગુણસ્થાનકે રહેલા અયોગી કેવલીને પણ પુદ્ગલના ધર્મનું આરોપણ કરીને અસભૂત વ્યવહારનયથી મૂર્ત કહી શકાય.
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૫૦
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૩ | ગાથા-૧૦-૧૧ ટબામાં કહ્યું કે અંત્યવિશેષ સુધી શુદ્ધ પુગલનો અને શુદ્ધ જીવનો વિભાગ થઈ શકે નહીં. તેમાં સાક્ષી આપતાં બતાવે છે કે, ઔદારિક વર્ગણાથી ઉત્પન્ન થયેલું ઔદારિકશરીર, કાર્મણ વર્ગણાથી ઉત્પન્ન થયેલું કામણશરીર અને જ્ઞાનાવરણીય આદિ કર્મના ઉદયથી નિષ્પન્ન થયેલું અજ્ઞાન, તેનાથી પૃથગુ એવા જ્ઞાનઘન અને અસંખ્યય પ્રદેશવાળો આત્મા ભિન્ન છે. આ પ્રકારે શબ્દની મર્યાદાથી સામાન્ય બોધ કરનારને પણ શ્રતથી બોધ થાય છે, પરંતુ જ્યારે જીવ મુક્ત બને છે ત્યારે આ સર્વ ભાવોથી પૃથગુ એવા જ્ઞાનઘન અને અસંખ્યય પ્રદેશવાળો આત્મા સ્પષ્ટ ભિન્ન પ્રાપ્ત થાય છે, પરંતુ જીવ જ્યાં સુધી મુક્ત નથી ત્યાં સુધી મિશ્રનો વ્યવહાર છે, તેથી પુદ્ગલના મૂર્ત ધર્મનો ઉપચાર આત્મામાં થઈ શકે છે.
અહીં વિશેષ એ છે કે, સિદ્ધના જીવો જે આકાશપ્રદેશ ઉપર રહેલા છે, તે જ આકાશપ્રદેશ ઉપર અનંતી કાર્મણ વર્ગણાઓ આદિ પુદ્ગલની વર્ગણાઓ રહેલી છે, તોપણ સિદ્ધના જીવોમાં પુદ્ગલની મૂર્તતાનો ઉપચાર કરી શકાય નહીં; કેમ કે તેમની અરૂપી ચેતના પુદ્ગલ સાથે એકમેક ભાવવાળી નથી, ફક્ત તે ક્ષેત્રના અવસ્થાનરૂપ તેમના આત્માનો અને પુદ્ગલનો સંબંધ છે. ll૧૩/૧ના અવતરણિકા -
ઈમ કહતાં-“મૂર્તતા જી-પુગલઢબે વિભાજક અંત્ય વિશેષ છઈ, -તેહનો ઉપચાર આત્મઢબઈ કિમ હોઈ ? અનઈ જે તે વિશેષ નહીં , અવ્યવ્યાનુગમઈં અમૂર્તતાર્તા ઉપચાર યુગલઢથઈં કિમ ન હોઈ ?” એવી શંકા કોઈકનઈં હોઈ છઈ, તે ટાલવાનઈં કહઈ છઈ – અવતરણિકાર્ય :
એમ કહેતાં=સમ્મતિમાં કહ્યું કે વાવત્ અંત્યવિશેષતા સુધી દૂધ-પાણીની જેમ જીવ-પુદ્ગલનો વિભાગ થઈ શકે નહીં એમ કહેતાં, મૂર્તતા જો પુદ્ગલદ્રવ્યનો વિભાજક અંત્યવિશેષ છે તો તેનો ઉપચાર–આત્મા મોક્ષમાં જાય છે ત્યારે પુગલદ્રવ્ય છૂટું પડે છે તેથી છૂટા પડેલા તે પુદ્ગલદ્રવ્યમાં માત્ર મૂર્તતા પ્રાપ્ત થાય છે તેટલા માત્રથી પુદ્ગલ દ્રવ્યની મૂર્તતાનો ઉપચાર, આત્મદ્રવ્યમાં કઈ રીતે થઈ શકે? અર્થાત્ થઈ શકે નહીં. અને જો તે વિશેષ નથી આત્મા મોક્ષમાં જાય છે ત્યારે છૂટા પડેલા પુદ્ગલમાં મૂર્તતા છે એટલા માત્રથી સંસારી જીવમાં પગલદ્રવ્યની મૂર્તતારૂપ ધર્મનો ઉપચાર થાય છે તે પ્રકારનો વિશેષ નથી, તો અન્યોચ અનુગામને કારણે=સંસારી જીવોમાં મૂર્ત એવા પુદ્ગલ અને અમૂર્ત એવી ચેતના એ બેના અન્યોન્ય અનુગામને કારણે, અમૂર્તતાનો ઉપચાર પુદ્ગલદ્રવ્યમાં કેમ ન થાય? અર્થાત્ જેમ અન્યોન્ય અનુગામને કારણે પગલદ્રવ્યની મૂર્તતાનો ઉપચાર જીવમાં થઈ શકે છે તેમ પુગલદ્રવ્યમાં પણ જીવની અમૂર્તતાનો ઉપચાર થવો જોઈએ. એવી શંકા કોઈને થઈ શકે છે, તેને ટાળવા માટે કહે છે – ગાથા :
અનભિભૂત જિહાં મૂર્તતા રે, અમૂર્તતા તિહાં નાંહિ; જિહાં અભિભૂત અમૂર્તતા રે, મૂર્તિ અનંત્ય તે માહિં રે. ચતુo ll૧૩/૧૧ાા
Page #180
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૩ | ગાથા-૧૧
ગાથાર્થઃ
૧૫૩
જ્યાં=જીવના શરીરમાં, મૂર્તતા અનભિભૂત છે ત્યાં અમૂર્તતા નથી. જ્યાં=શરીરધારી જીવમાં, અમૂર્તતા અભિભૂત છે, તે માંહિ=તે જીવમાં, મૂર્તિ=મૂર્તતા, અનંત્ય છે=અનુગમજનિત સાધારણ ધર્મરૂપ છે. II૧૩/૧૧||
ટોઃ
જિહાં, પુદ્ગલદ્રવ્યઈ મૂર્તતા અભિભૂત નથી, કિંતુ ઉદ્ભૂત છઈ, તિહાં, અમૂર્તતા સ્વભાવ ન હોઈં. તે માર્ટિ-અમૂર્તતા અપુદ્ગલ દ્રવ્યનો અંત્ય વિશેષ. અનઈં જિહાં, આત્મદ્રવ્યઈં કર્મદોષઈ અમૂર્તતા અભિભૂત છઈ, તિહાં, મૂર્તતા અનંત્ય અનુગમજનિત સાધારણ ધર્મરૂપ હોઈ. તથા ચ
अन्योऽन्यानुगमाविशेषेऽपि क्वचिदेव किञ्चित् केनचित् कथञ्चिदनुभूयते इति यथागमવ્યવહારમાશ્રયળીયમ્ । ||૧૩/૧૧||
ટબાર્થઃ
જિહાં=જીવના શરીરમાં, પુદ્ગલદ્રવ્યની મૂર્તતા અભિભૂત નથી=શરીર સાથે સંબંધવાળા જીવદ્રવ્યની અમૂર્તતાથી પુદ્ગલદ્રવ્યની મૂર્તતા અભિભૂત નથી, પરંતુ ઉદ્ભુત છે અર્થાત્ ઇન્દ્રિયોથી સ્પષ્ટ દેખાઈ રહી છે માટે ઉદ્ભુત છે, તિહાં=જીવ સાથે સંબંધવાળા શરીરમાં, અમૂર્તતા સ્વભાવ ન હોય. તે માટે= શરીર સાથે સંબંધવાળા પુદ્ગલમાં મૂર્તસ્વભાવ ઉદ્ભૂત હોવાને કારણે અમૂર્તતા સ્વભાવ કહેવાતો નથી તે માટે, અમૂર્તતા અપુદ્ગલદ્રવ્યનો=પુદ્ગલદ્રવ્ય સિવાયના અન્ય દ્રવ્યનો, અંત્યવિશેષ છે=શરીરધારી જીવમાં અનંત્ય એવા અનુગમજનિત મૂર્તતા છે તેવી અમૂર્તતા નથી પરંતુ અંત્યવિશેષ છે અર્થાત્ દેહથી પૃથક્ જીવ થાય ત્યારે તે અમૂર્તતા જીવમાં છે તેમ સર્વ અપુદ્ગલદ્રવ્યોમાં પણ અંત્યવિશેષ અમૂર્તતા છે, અને જ્યાં=શરીરધારી જીવમાં, કર્મદોષથી અમૂર્તતા અભિભૂત છે ત્યાં મૂર્તતા અનંત્ય=અંત્ય નહીં એવી, અનુગમજનિત=જીવ અને પુદ્ગલના અનુગમજનિત, સાધારણ ધર્મરૂપ થાય છે. (તેથી શરીરધારી જીવને મૂર્ત કહેવાય છે.)
તથા ર=અને તે રીતે=પુદ્ગલ દ્રવ્યમાં અમૂર્તતાનો ઉપચાર ન થઈ શકે અને જીવદ્રવ્યમાં મૂર્તતાનો ઉપચાર થઈ શકે તેમ યુક્તિથી સ્થાપન કર્યું તે રીતે, કહે છે
અન્વોડન્યાનુળમાવિશેષેપિ=અન્યોન્ય અનુગમનો અવિશેષ હોવા છતાં પણ=દેહધારી જીવમાં જીવનો અને પુદ્ગલનો પરસ્પર અનુગમ સમાન હોવા છતાં પણ, વેિવ ક્વચિત્ જ=કોઈક વસ્તુમાં જ=જીવરૂપ વસ્તુમાં જ, નિશ્ચિ=કાંઈક, જૈનચિ=કોઈકના વડે=કોઈક વિચારક પુરુષ વડે, ચિત્—કોઈક અપેક્ષાથી=પુદ્ગલની મૂર્તતાને કારણે જીવની અમૂર્તતા અભિભૂત થયેલી છે એ
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૫૪
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૩/ ગાથા-૧૧ અપેક્ષાથી અનુભૂયતે શરીરધારી જીવમાં મૂર્તતા અનુભવાય છે. કૃત્તિ એ પ્રમાણે યથારીનવ્યવહારzજે પ્રમાણે આગમનો વ્યવહાર છે તે પ્રમાણે), આશ્રય આશ્રયણીય છે. ll૧૩/૧૧ના ભાવાર્થ -
અવતરણિકામાં શંકા કરી કે “સમ્મતિ'ના વચનાનુસાર યુગલદ્રવ્યનો વિભાજક અંત્યવિશેષ મૂર્તતા છે અને આત્મા સાથે પુદ્ગલ દ્રવ્ય એકમેક થયેલું છે. આત્મા મોક્ષમાં જાય છે ત્યારે છુટા પડેલા તે પુદ્ગલમાં મૂર્તતા માત્ર છે એટલા માત્રથી આત્મદ્રવ્યમાં તેનો ઉપચાર કેમ થઈ શકે ? અર્થાત્ થઈ શકે નહીં.
વળી, જો એમ કહેવામાં આવે કે, “પગલદ્રવ્યનો વિભાજક અંત્યવિશેષ મૂર્તતા હોવા છતાં પુદ્ગલ દ્રવ્ય અને આત્મદ્રવ્ય સંસારીઅવસ્થામાં કથંચિત્ એકત્વને પામેલાં છે, માટે તે અવસ્થામાં તે પુદ્ગલદ્રવ્યનો વિભાજક અંત્યવિશેષ હોવા છતાં પણ આત્માની સાથે તે મૂર્તતા અન્યોન્યના અનુગામને કારણે સંલગ્ન છે, તેથી આત્મામાં પુદ્ગલદ્રવ્યની મૂર્તતાનો ઉપચાર થઈ શકે છે તો શંકાકારશ્રી પ્રશ્ન કરે છે કે, જેમ સંસારી જીવ અને પુદ્ગલ દ્રવ્ય બંનેનો અન્યોન્ય અનુગમ છે, તેથી પુગલદ્રવ્યની મૂર્તતાનો ઉપચાર દેહની સાથે એકત્વભાવને પામેલા આત્મામાં થઈ શકે છે, તેમ પુદ્ગલદ્રવ્યની સાથે આત્મદ્રવ્યનો અન્યોન્ય અનુગમ હોવાને કારણે આત્મદ્રવ્યની અમૂર્તતાનો ઉપચાર પુદ્ગલદ્રવ્યમાં થવો જોઈએ અર્થાત્ જો પુદ્ગલદ્રવ્યની મૂર્તતાનો આત્મદ્રવ્યમાં ઉપચાર થઈ શકે છે તો આત્મદ્રવ્યની અમૂર્તતાનો ઉપચાર પણ પુદ્ગલદ્રવ્યમાં થવો જોઈએ. આ પ્રકારની શંકાનું નિવારણ કરતાં કહે છે –
દેહધારી જીવના શરીરરૂપ પુદ્ગલમાં જે મૂર્તતા છે તે અમૂર્ત એવા જીવ સાથે સંબંધ થવાને કારણે અભિભૂત થતી નથી, પરંતુ અમૂર્ત એવા જીવન સાથે સંબંધવાળી મૂર્તતા ઉભૂત છે=પ્રત્યક્ષથી દેખાય છે. તેથી જીવના સંબંધને આશ્રયીને જીવના શરીરમાં અમૂર્તતા સ્વભાવ છે તેમ કહી શકાય નહીં; કેમ કે પ્રત્યક્ષથી મૂર્તસ્વભાવ દેખાતો હોય ત્યાં અમૂર્તસ્વભાવ કહી શકાય નહીં. જીવમાં વર્તતી અમૂર્તતા પુદ્ગલની મૂર્તતાનો અભિભવ કરવા સમર્થ બનતી નથી, તેથી નક્કી થાય છે કે, અમૂર્તતા પુદ્ગલદ્રવ્યનો ધર્મ નથી, પરંતુ પુદ્ગલથી અન્ય એવા અપુદ્ગલદ્રવ્યનો અંત્યવિશેષ છે; કેમ કે મૂર્તતા પુદ્ગલદ્રવ્યનો જ ધર્મ છે અન્ય દ્રવ્યનો નહીં; એટલું જ નહીં પણ, અમૂર્ત એવા આત્મા સાથે સંબંધ થવા છતાં અભિભૂત ન થાય તેવો પુદ્ગલનો ધર્મ છે. તેથી જે પુદ્ગલ નથી તેમાં મૂર્તતા ધર્મ નથી તેમ ફલિત થાય. માટે અપુદ્ગલદ્રવ્યનો અંત્યવિશેષ અમૂર્તતા જ છે. આથી જ=આત્માનો પણ અંત્યવિશેષ અમૂર્તતા ધર્મ જ છે ફક્ત કર્યદોષને કારણે અમૂર્તતા અભિભૂત થયેલી છે. આથી જ, આત્માનો અંત્યવિશેષ અમૂર્તસ્વભાવ હોવા છતાં અનંત્ય અનુગજનિત એવા સાધારણ ધર્મરૂપ મૂર્તતા પણ સંસારી આત્માનો સ્વભાવ છે તેમ કહેવાય છે.
આશય એ છે કે, આત્માનો અંત્યવિશેષ ધર્મ અમૂર્તતા છે=પુદ્ગલથી આત્મા છૂટો પડે છે ત્યારે પ્રગટ થાય તેવો અંત્ય ધર્મ અમૂર્તતા છે, વળી તે અમૂર્તતા અન્યોન્ય અનુગમરહિત આત્માનો અસાધારણ ધર્મ છે. પુગલ સાથે સંસારી આત્મા એકમેક થયેલો હોવાને કારણે કર્મ અને આત્માનો અન્યોન્ય અનુગજનિત
Page #182
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૩ | ગાથા-૧૧-૧૨
૧૫૫ સાધારણ ધર્મ મૂર્તતા છે અર્થાત્ પુદ્ગલ અને આત્મા ઉભયનો સાધારણ ધર્મ મૂર્તતા છે, તેથી અનંત્ય અનુગજનિત એવા સાધારણ ધર્મરૂપ મૂર્તતા સંસારી આત્માનો સ્વભાવ છે. આ કથનને યુક્તિથી સ્પષ્ટ કરે છે –
સંસારી જીવનો દેહ સાથે અન્યોન્ય અનુગમ સમાન છે છતાં આત્મામાં જ અમૂર્તતાનો અનુભવ થાય છે, પુદ્ગલમાં અમૂર્તતાનો અનુભવ થતો નથી તેથી કિંચિત્ કોઈ એકનો જ, અનુગમ થાય છે મૂર્તતાનો જ અનુગમ થાય છે, પરંતુ અમૂર્તતાનો અનુગમ થતો નથી. કોઈકના વડે જ અનુગમ થાય છે=વિચારક પુરુષ વડે જ આત્મામાં મૂર્તતાનો અનુભવ થાય છે, પરંતુ અવિચારકને તો માત્ર શરીર દેખાય છે અને શરીર અંતર્ગત આત્મામાં અન્યોન્ય અનુગામને કારણે મૂર્તતા દેખાતી નથી. વળી, વિચારકને પણ કથંચિતું જ મૂર્તતા દેખાય છે=આત્મામાં સર્વથા મૂર્તતા દેખાતી નથી પરંતુ કથંચિત્ જ મૂર્તતા દેખાય છે; કેમ કે પુદ્ગલના અનુગામને કારણે જ અમૂર્તતા અભિભૂત થઈ છે, માટે મૂર્તતા છે પરંતુ પરમાર્થથી તો આત્મા અમૂર્ત છે તેમ અનુભવાય છે. તેથી જે પ્રમાણે આત્મામાં મૂર્તતાનો ઉપચાર કરવાનો આગમનો વ્યવહાર છે અને શરીરમાં અમૂર્તતાનો આગમનો વ્યવહાર નથી એ પ્રમાણે જ આશ્રયણ કરવું જોઈએ. ll૧૩/૧૧|| અવતરણિકા -
ગાથા-૧૧માં સ્થાપન કર્યું કે, આત્મા સાથે સંબંધ હોવા છતાં પુલમાં અમૂર્તસ્વભાવનો વ્યવહાર ઉપચારથી પણ થઈ શકે નહીં. ઢાળ-૧રની ગાથા-૧રમાં કહેલ કે પુદ્ગલને અને જીવને એકવીસ સ્વભાવ થાય છે તે પ્રમાણે સ્વીકારીએ તો પુદ્ગલમાં પણ અમૂર્તસ્વભાવ સ્વીકારવો પડે, તો જ પુદગલમાં એકવીસ સ્વભાવ સંગત થાય. આ કથન સાથે ગાથા-૧૧નો વિરોધ દેખાય છે. તેના પરિહાર અર્થે કહે છે – ગાથા -
પુદગલનઈં ઈકવીસમો રે, ઈમ તો ભાવ વિલુપ્ત;
તેણિ અસભૂત નઈં રે, પરોક્ષ અણુએ અમુત્તો રે. ચતુ9 II૧૩/૧ણા ગાથાર્થ :
ઈમ તો ગાથા-૧૧માં કહ્યું એ રીતે તો, પુગલને એકવીસમો ભાવ=અમૂર્તસ્વભાવ વિલુપ્ત થાય. તેણિકતે દોષને ટાળવા અર્થે, અસદ્ભુત વ્યવહારનયથી પરોક્ષ અણુમાં અમૂર્તસ્વભાવ કહેવો જોઈએ. ll૧૩/૧શા ટબો:
ઉપચાર પણિ અમૂર્ત સ્વભાવ પૂગલન ન હોઈ ઈમ કહતાં તો એકવીસમી ભાવ ર્કોપાઈ, તિવારઈં-“પ્રવિત્તિખાવાઃ યુÍવપુયોર્કતા: ” એ વચન વાઘાતથી અપસિદ્ધાંત થાઈ. તે ટાલવાનઈ કાજિ અસદભૂતવ્યવહારનઈં પરોક્ષ જે પુદ્ગલ
Page #183
--------------------------------------------------------------------------
________________
૧પ૬
દ્રવ્યગણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૩ | ગાથા-૧૨
પરમાણ છ, તેહનઈ અમૂર્ત કહિઈ.
व्यावहारिकप्रत्यक्षागोचरत्वममूर्त्तत्वं परमाणौ भाक्तं स्वीक्रियते इत्यर्थः। 13/१२|| બાર્થ :
ઉપચારથી પણ અમૂર્ત સ્વભાવ પદગલને ન થાય” એમ કહેતાં તો એકવીસમો ભાવ લોપાયઢાળ-૧૨ની ગાથા-૧રમાં કહ્યું કે જીવને અને પુદ્ગલને એકવીસ સ્વભાવ છે તેમાંથી એકવીસમો ભાવ પુગલમાં લોપાય, તિવારઈ=ઢાળ-૧રની ગાથા-૧૩ના ટબામાં ઉદ્ધરણની ગાથા બતાવી તે પ્રમાણે, વિરાતિપાવા: ચુર્નાવપુયોર્મતા =એકવીસ ભાવો છે, (જે) જીવન અને પુદ્ગલના મનાયા છે.' એ વચનનો વ્યાઘાત થવાથી અપસિદ્ધાંત થાય. તે ટાળવાનઈ કાર્જિકતે વચનનો વ્યાઘાત ટાળવા માટે, અસભૂત વ્યવહારનયથી પરોક્ષ જે પુગલ પરમાણુઓ છે તેને અમૂર્ત કહેવાય અમૂર્તસ્વભાવ છે તેમ કહેવાય.
વ્યાવહારિવપ્રસારિરત્વમમૂર્વ વ્યાવહારિક એવું પ્રત્યક્ષના અગોચરપણારૂપ અમૂર્તપણું, પરમાળો= પરમાણુમાં, મા=ગૌણ, સ્વીજિયતે સ્વીકારાય છે. ત્યર્થ એ પ્રકારનો અર્થ છે. ૧૩/૧૨ાા. ભાવાર્થ :
શરીરધારી જીવો પ્રત્યક્ષથી રૂપ દેખાય છે તેથી અમૂર્ત એવા આત્માના સંબંધને આશ્રયીને પ્રત્યક્ષથી દેખાતા દેહને અમૂર્ત કહી શકાય નહીં; કેમ કે પ્રત્યક્ષબાધા છે અને જો તેમ સ્વીકારીએ તો “જીવના અને પુદ્ગલના એકવીસ ભાવો મનાયા છે” એ વચનનો વ્યાઘાત થાય; કેમ કે પુદ્ગલમાં અમૂર્તસ્વભાવ ઉપચારથી પણ સ્વીકારીએ તો જ પુદ્ગલમાં એકવીસ સ્વભાવ સંગત થાય. જેમ, સિદ્ધના જીવો કર્મરહિત છે તેથી તેમનામાં મૂર્તસ્વભાવ નથી તોપણ પૂર્વના દેહ સાથેના સંબંધકાલીન ભાવોને આશ્રયીને મૂર્તસ્વભાવ સિદ્ધના જીવોનો છે તેમ સંગત થાય છે પરંતુ પુદ્ગલમાં કોઈ રીતે અમૂર્ત સ્વભાવ ન સ્વીકારવામાં આવે તો, પુદ્ગલમાં એકવીસ ભાવોના સ્વીકારના કથનમાં વિરોધ આવે. તે ટાળવા માટે અસભૂત વ્યવહારનયથી “જે પુદ્ગલ પરમાણુઓ અર્થાત્ પરમાણુ-રાણુક કે અનંત પરમાણુના સ્કંધો, વ્યવહારથી પ્રત્યક્ષ નથી, તે સર્વમાં અમૂર્તસ્વભાવ કહેવો જોઈએ.”
કેમ અસદ્દભૂત વ્યવહારનયથી ઇન્દ્રિય અગોચર એવા પરમાણુ આદિમાં અમૂર્તસ્વભાવ કહેવો જોઈએ? તેમાં યુક્તિ બતાવે છે –
પ્રત્યક્ષનું અગોચરપણું તે જ વ્યાવહારિક અમૂર્તપણું છે અને તેવું અમૂર્તપણું ગૌણ અમૂર્તપણું છે. વળી, ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોમાં વર્તતું અમૂર્તપણું મુખ્ય અમૂર્તપણું છે તેથી ચક્ષુથી જેનું ગ્રહણ કોઈ રીતે થઈ શકે તેમ નથી તેવા સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોના શરીરરૂપ સૂક્ષ્મ સ્કંધો કે પરમાણુના સ્કંધોમાં વ્યાવહારિક પ્રત્યક્ષ અગોચરપણું છે માટે અસભૂત વ્યવહારનય તેઓને અમૂર્ત કહે છે. નિશ્ચયનય તો સર્વપુદ્ગલો રૂપવાળા હોવાથી સર્વ પુદ્ગલોને મૂર્તસ્વભાવવાળા જ કહે છે. ll૧૩/૧ાા
Page #184
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨/ ઢાળ-૧૩/ ગાથા-૧૩
૧૫૭ અવતરણિકા -
હવે એકપ્રદેશ સ્વભાવ કયા નયથી, કોને છે ? તે સ્પષ્ટ કરવા કહે છે – ગાથા :
કાલ-પુદગલાગૃતણો રે, એક પ્રદેશ સ્વભાવ;
પરમનયઈ પરદ્રવ્યનઈ રે, ભેદકલપના અભાવો રે. ચતુ II૧૩/૧૩ ગાથાર્થ :
કાલાણુને અને પગલાણુને પરમનયથી=પરમભાવગ્રાહકનયથી, એકપ્રદેશ સ્વભાવ છે. પરદ્રવ્યને કાલાણુથી અને પરમાણૂથી અન્ય દ્રવ્યને, ભેદકલ્પનાના અભાવવાળા શુદ્ધદ્રવ્યાર્થિકનયથી (એકપ્રદેશ સ્વભાવ છે, એમ અન્વય છે.) II૧૩/૧૩ ટબો:
કાલાણુનઈ તથા પુદગલાણનઈ પરમભાવગ્રાહકનઈં એક પ્રદેશ સ્વભાવ કહિથઈ. પરદ્રવ્યનઈ-એ ૨ ટાલી બીજાં દ્રવ્યનઈ, ભેદકલ્પનારહિત, શુદ્ધદ્રવ્યાર્થિકઈં એક પ્રદેશ
સ્વભાવ કહિ. ll૧૩/૧૩ ટબાર્થ :
કાલાણુને અને પુગલાણને પરમભાવગ્રાહકનયથી એકપ્રદેશ સ્વભાવ કહેવાય. પરદ્રવ્ય=એ બે ટાળીને બીજા ધમસ્તિકાયાદિ અને પગલાસ્તિકાય એ સર્વ દ્રવ્યને, ભેદકલ્પનારહિત એવા શુદ્ધવ્યાર્થિકનયથી એકપ્રદેશ સ્વભાવ કહેવાય. ૧૩/૧૩ ભાવાર્થ :
કાલાણુ વર્તમાન સમયરૂપ છે તેથી એક સમયસ્વરૂપ જ છે, માટે કાલાણુના પરમભાવને જોનારી દૃષ્ટિથી વિચારવામાં આવે તો તેનો પરમભાવ એકપ્રદેશ સ્વભાવ છે; કેમ કે કાલાણુમાં અનંતપ્રદેશો નથી. વળી જગતમાં જે પુદ્ગલો અણુરૂપે વર્તમાનમાં વિદ્યમાન છે તે અણુના પરમભાવને જોનારી દૃષ્ટિથી વિચારીએ તો તે સર્વ પરમાણુઓ પણ એકપ્રદેશાત્મક હોવાથી એકપ્રદેશ સ્વભાવવાળા છે. તે સિવાયના અન્ય સર્વ દ્રવ્યોનો પરભાવગ્રાહકનયની દૃષ્ટિથી વિચાર કરીએ તો એકપ્રદેશ સ્વભાવ કહી શકાય નહીં; કેમ કે તે દ્રવ્યો અનેકપ્રદેશ સ્વભાવવાળા છે
વળી, કાલાણુને અને પુદ્ગલાણુને છોડીને જે સર્વ દ્રવ્યો છે તે સર્વ દ્રવ્યોને અખંડરૂપે સ્વીકારીએ ત્યારે તેના પ્રદેશોના ભેદની કલ્પના થતી નથી, પરંતુ શુદ્ધ દ્રવ્યરૂપે તે અખંડ એક દ્રવ્ય દેખાય છે. તેથી ભેદકલ્પનારહિત શુદ્ધ દ્રવ્યને જોનારી દૃષ્ટિથી એક જીવને આશ્રયીને એકપ્રદેશ સ્વભાવ છે. સર્વ જીવોમાંથી પ્રત્યેક જીવ અખંડ એકદ્રવ્યરૂપ હોવાથી તેમાંથી પ્રત્યેકનો એકપ્રદેશ સ્વભાવ છે. વળી, જે છૂટા
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૫૮
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨/ ઢાળ-૧૩ | ગાથા-૧૩-૧૪ પરમાણુઓ નથી પરંતુ કરણુક, ચણકાદિ સ્કંધરૂપે વર્તે છે, યાવતુ અનંત અણુના સ્કંધો વર્તે છે, તે સ્કંધોમાં વર્તતા પરમાણુઓને આશ્રયીને ભેદકલ્પના કર્યા વગર શુદ્ધ દ્રવ્યને જોનારી દૃષ્ટિથી જોવામાં આવે તો તે દરેક સ્કંધો અખંડ એક શુદ્ધ દ્રવ્ય હોવાથી એકપ્રદેશ સ્વભાવવાળા કહેવાય.
તે રીતે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય પણ તેના પ્રદેશના ભેદની કલ્પના વગર શુદ્ધદ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી વિચારવામાં આવે તો તે સર્વ દ્રવ્યો એકપ્રદેશ સ્વભાવવાળાં છે. ll૧૩/૧૩ અવતરણિકા:
હવે અનેક પ્રદેશ સ્વભાવ કયા નયથી છે? તે બતાવે છે – ગાથા :
ભેદકલ્પનાયુતનચંઈ રે, અનેક પ્રદેશ સ્વભાવ;
અણુ વિન પુદ્ગલ અણુતણો રે, ઉપચારઈ તેહ ભાવો રે. ચતુo I૧૩/૧૪ ગાથાર્થ -
ભેદકલ્પનાયુક્ત નયથી=અશુદ્ધદ્રવ્યાર્થિકનયથી, અણુ વિન અણુ વગર, સર્વ દ્રવ્યને અનેકપ્રદેશ સ્વભાવ છે અને પુદગલના અણુતણો=અણુનો, ઉપચારથી તેહ ભાવો અનેક પ્રદેશ સ્વભાવ છે. ll૧૩/૧૪ll ટબો :
ભેદકલ્પનાસાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિકનાઈ, અણ કઇ પરમાણ વિના સર્વ દ્રવ્યન અર્નક પ્રદેશ સ્વભાવ કહિઈં. અનઈં પુદ્ગલ પરમાણુનઈં અનેક પ્રદેશ થાવાની થોગ્યતા છઠું, તે માટઈં ઉપચાર અનેક પ્રદેશસ્વભાવ કહિઈં. કાલાણમાંહિ તે ઉપચાર કારણ નથી, તે માટઇં, તેહનઈ સર્વથા એ સ્વભાવ નહીં. ll૧૩/૧૪ ટબાર્થ -
ભેદકલ્પનાસાપેક્ષ અશુદ્ધદ્ધવ્યાર્થિકનયથી, અણુ કહેતાં પરમાણુ, વિના સર્વ દ્રવ્યને અનેક પ્રદેશ સ્વભાવ કહેવાય છે અને પુદ્ગલના પરમાણુને અનેક પ્રદેશ થવાની યોગ્યતા છે, તે માટે ઉપચારથી અનેક પ્રદેશ સ્વભાવ કહેવાય. કાલાણુમાં તે ઉપચારનું કારણ નથી તે માટે તેને=કાલાણુને, સર્વથા એ સ્વભાવ નહીં અનેક પ્રદેશ સ્વભાવ નથી. II૧૩/૧૪ ભાવાર્થ
ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો અખંડ હોવાથી અખંડ દ્રવ્યરૂપે જ દ્રવ્યાર્થિકનયથી દેખાય છે છતાં પરમાણુ તુલ્ય અવગાહનવાળા અંશને ગ્રહણ કરીને તે દ્રવ્યમાં ભેદની કલ્પના કરવામાં આવે અને તે કલ્પનાની અપેક્ષાથી દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિનો ઉપયોગ મૂકવામાં આવે ત્યારે તે દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિ અશુદ્ધદ્રવ્યાર્થિકનયની
Page #186
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૩ | ગાથા-૧૪-૧૫
૧૫૯ દૃષ્ટિ બને છે અર્થાતુ પર્યાયાર્થિકનયથી આક્રાંત બને છે માટે અશુદ્ધ બને છે, કેમ કે દ્રવ્યાર્થિકનય અભેદને બતાવનાર છે અને પર્યાયાર્થિકનય ભેદને બતાવનાર છે, તેથી ભેદકલ્પનાસાપેક્ષ દ્રવ્યાર્થિકનયનો ઉપયોગ
જ્યારે પ્રવર્તે છે ત્યારે પર્યાયાર્થિકનયથી આક્રાંત હોવાને કારણે તે અશુદ્ધદ્રવ્યાર્થિકનય કહેવાય છે. આ નયની દૃષ્ટિથી પરમાણુને છોડીને ધર્માસ્તિકાયાદિ સર્વ દ્રવ્યોને, સર્વ પુદ્ગલ સ્કંધોને કે સર્વ જીવોને અનેકપ્રદેશ સ્વભાવ કહેવાય છે.
વળી, પુદ્ગલના પરમાણુઓમાં સાક્ષાત્ અનેક પ્રદેશ વિદ્યમાન નથી તોપણ તે પરમાણુઓ જ્યારે સ્કંધરૂપે બને છે ત્યારે તે સ્કંધમાં અનેક પ્રદેશો પ્રાપ્ત થાય છે. તેથી અનેક પ્રદેશના સ્કંધરૂપે બનવાની યોગ્યતા પરમાણમાં હોવાથી ઉપચારથી પરમાણમાં અનેક પ્રદેશ સ્વભાવ કહી શકાય અને કાલાણુમાં અનેકપ્રદેશ થવાનો સ્વભાવ નથી માટે કાલાણમાં ઉપચારથી પણ અનેક પ્રદેશ સ્વભાવ કહી શકાય નહીં.
આ સર્વ કથનથી એ ફલિત થાય કે પરમાણુ સિવાયનાં સર્વ દ્રવ્યોને ભેદકલ્પનાવાળા એવા અશુદ્ધદ્રવ્યાર્થિકનયથી ઉપચારરહિત અનેકપ્રદેશ સ્વભાવ કહી શકાય અને ભેદકલ્પનાવાળા એવા અશુદ્ધદ્રવ્યાર્થિકનયથી પરમાણુને ઉપચારથી અનેક પ્રદેશ સ્વભાવ કહી શકાય અને ભેદકલ્પનાવાળા એવા અશુદ્ધદ્રવ્યાર્થિકનયથી ઉપચારથી કે ઉપચાર વગર કાલાણુને અનેકપ્રદેશ સ્વભાવ કહી શકાય નહીં. ll૧૩/૧૪ અવતરણિકા :
હવે વિભાવસ્વભાવ, શુદ્ધ સ્વભાવ અને અશુદ્ધ સ્વભાવ કયા નયથી છે ? તે બતાવે છે –
ગાથા :
શુદ્ધાશુદ્ધ દ્રવ્યાર્થિકઈં રે, જાણિ વિભાવસ્વભાવ; શુદ્ધઈ શુદ્ધ સ્વભાવ છઈ રે, અશુદ્ધઈ અશુદ્ધ સ્વભાવો રે.
ચતુo ll૧૩/૧પણા ગાથાર્થ -
શુદ્ધાશુદ્ધદ્રવ્યાર્થિન્દ્રયથી વિભાવસ્વભાવ જાણવો. શુદ્ધ ઈં=શુદ્ધવ્યાર્થિક્નયથી, શુદ્ધ સ્વભાવ છે. અશુદ્ધઈ અશુદ્ધદ્રવ્યાર્થિકનયથી, અશુદ્ધ સ્વભાવ છે. II૧૩/૧પો ટબો :
શુદ્ધાશુદ્ધ દ્રવ્યાર્થિકનઈં સંમુગ્ધઈ વિભાવસ્વભાવ છઈ. શુદ્ધ દ્રવ્યાર્થિકન ઈં શુદ્ધ સ્વભાવ, અશુદ્ધ દ્રવાર્થિકનઈં અશુદ્ધ સ્વભાવ જાણજ્વ. I/૧૩/૧પા. ટબાર્ચ -
શુદ્ધાશુદ્ધવ્યાર્થિકનયથી સંમુગ્ધપણાથી=ચેતન-અચેતનના ભાવોના વિભાગ વગર સંમુગ્ધપણાથી,
Page #187
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૩ | ગાથા-૧૫-૧૬
વિભાવસ્વભાવ આત્માનો છે. શુદ્ધદ્રવ્યાર્થિકતયથી શુદ્ધ સ્વભાવ છે, અશુદ્ધદ્રવ્યાર્થિકનયથી અશુદ્ધ સ્વભાવ જાણવો. ।।૧૩/૧૫/
ભાવાર્થ
૧૬૦
:
શુદ્ધ-અશુદ્ધ ઉભયથી મિશ્ર એવા દ્રવ્યને જોનારી દૃષ્ટિથી પદાર્થને જોવામાં આવે ત્યારે કર્મથી મિશ્ર એવા સંસારી જીવની ઉપસ્થિતિ થાય છે અને તેવા જીવને જોવામાં ઉપયુક્ત દૃષ્ટિથી વસ્તુને જોવામાં આવે તો આત્માનો જ્ઞાનરૂપ શુદ્ધભાવ અને કર્મજનિત ક્રોધાદિ પરિણતિરૂપ અશુદ્ધ ભાવ આત્મામાં દેખાય છે. વસ્તુતઃ તે ક્રોધાદિ પરિણતિમાં આત્મદ્રવ્યનો શુદ્ધ એવા જ્ઞાનનો અંશ છે અને ક્રોધાદિરૂપ અશુદ્ધ એવો વિકારનો અંશ છે. તે બે અંશનો વિભાગ કર્યા વગર સંયુક્તપણે જોવામાં આવે ત્યારે આત્માનો વિભાવસ્વભાવ છે તેમ પ્રતીત થાય છે.
વળી, શુદ્ધદ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી વસ્તુને જોવામાં આવે ત્યારે જેમ દૂધ અને પાણી મિશ્ર હોવા છતાં સૂક્ષ્મ દૃષ્ટિથી જોનારનું પાણીથી પૃથગ્ દૂધનો અંશ જણાય છે તેમ કર્મથી મિશ્ર આત્મા હોવા છતાં જોનારને કર્મથી પૃથક્ એવું જ્ઞાનમય આત્મદ્રવ્ય દેખાય છે અને તે આત્મદ્રવ્ય બુદ્ધિરૂપી ચક્ષુથી મોહથી અનાકુળ અને અક્રિય સ્વભાવવાળું દેખાય છે. આથી જ સિદ્ધના જીવો સંપૂર્ણ મોહથી અનાકુળ અને સંપૂર્ણ ક્રિયાથી રહિત નિયત આકાશપ્રદેશ ઉપર સ્વસ્થતાથી સદા માટે સ્થિર રહેલા છે તેમ દેખાય છે. વળી, યોગીને વર્તમાનમાં પોતાનો આત્મા મોહથી આકુળ હોવા છતાં અને સ્પષ્ટ રીતે ક્રિયાવાળો હોવા છતાં શુદ્ધદ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી સર્વથા મોહથી અનાકુળ અને સર્વથા અક્રિય, જ્ઞાનમય દેખાય છે. જેટલા જેટલા અંશથી શુદ્ધ સ્વભાવને અભિમુખ પોતાનો ભાવ પ્રગટ થાય છે તેટલો તેટલો અંશ શુદ્ધદ્રવ્યાર્થિકનયથી આવિર્ભાવરૂપે દેખાય છે, અને જેટલો અંશ આવિર્ભૂત નથી તે અંશ પણ પોતાના શુદ્ધ આત્મામાં વિદ્યમાન છે, તેમ શુદ્ધદ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી જોનારને દેખાય છે. આથી જ શુદ્ધદ્રવ્યાર્થિકનયથી શુદ્ધ આત્માને જોવામાં તન્મય થયેલા મહાત્મા ક્ષપકશ્રેણીને પ્રાપ્ત કરીને કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે.
વળી, અશુદ્ધદ્રવ્યાર્થિકનયથી આત્માનો અશુદ્ધ સ્વભાવ દેખાય છે અર્થાત્ ‘હું દેહવાળો છું,' ‘હું કર્મવાળો છું’ ‘હું સંપત્તિવાળો છું' ઇત્યાદિ અશુદ્ધ સ્વભાવ દેખાય છે. II૧૩/૧પા
અવતરણિકા :
હવે ઉપચરિત સ્વભાવ કયા નયથી છે ? તે બતાવીને ઢાળનું નિગમન કરે છે
ગાથા ઃ
અસદ્ભૂત વ્યવહારથી રે, છઈં ઉપચરિત સ્વભાવ; એ સ્વભાવ નય યોજના રે, કીજŪ મનિ ધરિ ભાવો રે.
ચતુ॰ ||૧૩/૧૬॥
Page #188
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨/ ઢાળ-૧૩ | ગાથા-૧૬-૧૭
૧૬૧ ગાથાર્થ -
અસભૂત વ્યવહારનયથી ઉપચરિત સ્વભાવ છે. એ=પ્રસ્તુત ઢાળમાં અત્યાર સુધી વર્ણન કર્યું એ, સ્વભાવમાં નયયોજના મનમાં ધારણ કરીને ભાવન કરો. I૧૩/૧૦
ટબો:
અસદભૂત વ્યવહારનયથી ઉપયરિત સ્વભાવ. એ ભાવ ચિતમાંહિં ધરી સ્વભાવનયયોજના કીજÚ. ll૧૩/૧ ટબાર્થ :
અસદ્ભુત વ્યવહારનયથી ઉપચરિત સ્વભાવ છે. એ ભાવ=અત્યાર સુધી પ્રસ્તુત ઢાળમાં વર્ણન કર્યું એ ભાવને, ચિતમાં ધારણ કરીને સ્વભાવમાં લયયોજના કરવી જોઈએ. ૧૩/૧ઠ્ઠા ભાવાર્થ:
નિશ્ચયનય બે દ્રવ્યોના પરસ્પર સંબંધને સ્વીકારીને દેખાતા સ્વભાવને સ્વભાવરૂપે સ્વીકારતો નથી; પરંતુ વ્યવહારનય બે દ્રવ્યોના પરસ્પર સંબંધથી દેખાતા સ્વભાવને સ્વભાવરૂપે સ્વીકારે છે. વળી, ઉપચરિત સ્વભાવને સદ્ભુત વ્યવહારનય સ્વીકારતો નથી જ્યારે અસભૂત વ્યવહારનય સ્વીકારે છે. આત્મામાં કર્મને કારણે થયેલી અજ્ઞાનતા વ્યવહારનય સ્વીકારે છે પરંતુ તે અજ્ઞાનતા ઉપચરિત નથી; કેમ કે સંસારી જીવમાં પ્રત્યક્ષથી દેખાય છે જ્યારે શરીરમાં રહેલા રૂપને ગ્રહણ કરીને આત્માને મૂર્ત કહેવામાં આવે ત્યારે અસદભૂત વ્યવહારનય પુદ્ગલના મૂર્ત ધર્મનો આત્મામાં ઉપચાર કરે છે.
આ રીતે ઉપચરિત સ્વભાવ કયા નયથી છે ? તે બતાવ્યા પછી આખી ઢાળનું નિગમન કરતાં કહે છે
પ્રસ્તુત ઢાળમાં ગ્રંથકારશ્રીએ સ્વભાવમાં જે નયની યોજના કરી તેને મનમાં ધારણ કરીને તેનાથી આત્માને ભાવિત કરવો જોઈએ, જેથી પદાર્થની વ્યવસ્થામાં નયદૃષ્ટિઓ કઈ રીતે પદાર્થના સ્વરૂપને બતાવે છે? તેને જોનારી નિર્મળ સ્યાદ્વાદની દૃષ્ટિથી જ પદાર્થને જોનારી માર્ગાનુસારી દૃષ્ટિ પ્રવર્તે. વળી, ઉચિત સ્થાને ઉચિત નયને યોજીને જે સમ્યજ્ઞાન થાય છે તે સમ્યજ્ઞાન આત્માને અંતરંગ માર્ગાનુસારી બોધ કરાવીને અવશ્ય વીતરાગતાનું કારણ બને છે, માટે સ્વભાવમાં નયયોજનાની સર્વ દૃષ્ટિઓનું સૂક્ષ્મ બુદ્ધિથી ભાવન કરવું જોઈએ. ૧૩/૧છા અવતરણિકા -
એ દિગંબર પ્રક્રિયા કિહાં કિહાં સ્વસમાઈ પણિ ઉપસ્કૃત કરી છઈ, એહમાંહિં ચિત્ય છઈ, તે દેખાડઈ થઈ –
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૬૨
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૩ | ગાથા-૧૭
અવતરણિકાર્થ :
આ દિગંબર પ્રક્રિયા ક્યાંક ક્યાંક સ્વસમયને પણ ઉપસ્કૃત કરે છે એમાં જે ચિંત્ય છે, તે દેખાડે
છે
ગાથા:
અનુપચરિત નિજ ભાવ જે રે, તે તો ગુણ કહવાય;
ઈક દ્રવ્યાશ્રિત ગુણ કહિયા રે, ઉભયાશ્રિત ૫જ્જાયો રે. ચતુ॰ ||૧૩/૧૭ll
ગાથાર્થઃ
અનુપચરિત પોતાનો જે ભાવ=દ્રવ્યની સાથે સદા રહેનારો હોવાથી અનુપચરિત એવો દ્રવ્યનો જે ભાવ, તો ગુણ કહેવાય.
અનુપચરિત એવો દ્રવ્યનો ભાવ ગુણ કેમ કહેવાય ? તેથી કહે છે
એક દ્રવ્યાશ્રિત ગુણ કહેવાય છે. ઉભયાશ્રિત=દ્રવ્ય અને ગુણ ઉભયાશ્રિત પર્યાય કહેવાય છે. ||૧૩/૧૭II
ટબો ઃ
સ્વભાવ તે-ગુણપર્યાયથી ભિન્ન ન વિવર્ષિઈ, જે માર્ટિ, જે અનુપચરિત ભાવ, તે ગુણ જ, ઉપચરિત તે પર્યાય જ. ગત વ-એક દ્રવ્યાશ્રિત-ગુણ, ઉભયાશ્રિત-પર્યાય કહિયા,
तथोक्तम्-उत्तराध्ययनेषु
“गुणाणमासओ दव्वं एगदव्वस्सिआ गुणा ।
लक्खणं पज्जवाणं तु उभओ अस्सिआ भवे || १ || ” (उत्तराध्ययनसूत्र, अध्ययन- २८, सूत्र - ५ ) “यदि च 'स्वद्रव्यादिग्राहकेणास्तिस्वभावः परद्रव्यादिग्राहकेण नास्तिस्वभावः' इत्यभ्युपगम्यते, तदोभयोरपि द्रव्यार्थिकविषयत्वात्, सप्तभङ्ग्यामाद्यद्वितीययोर्भङ्गयोर्द्रव्यार्थिकपर्यायार्थिकाश्रयणे પ્રક્રિયા મચેત” હત્યાઘત્ર વદુ વિચારળીયમ્ ॥ ||૧૩/૧૭||
ટબાર્થ ઃ
સ્વભાવ તે ગુણપર્યાયથી ભિન્ન છે એમ વિવક્ષા કરવી જોઈએ નહીં=દિગંબર પક્ષવાળા જેમ ગુણના ભેદો અને પર્યાયના ભેદો કહ્યા પછી સ્વભાવના પણ ભેદો કહે છે તે સ્વભાવ ગુણપર્યાયથી ભિન્ન છે એમ વિવક્ષા કરવી જોઈએ નહીં. જે માટે=જે કારણથી, જે અનુપચરિત ભાવ તે ગુણ જ
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૬૩
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨/ ઢાળ-૧૩/ ગાથા-૧૭ છે અને ઉપચરિત ભાવ તે પર્યાય જ છે. (માટે ગુણ-પર્યાયથી ભિન્ન એવા સ્વભાવની વિવક્ષા કરવી જોઈએ નહીં.)
આથી જ=વસ્તુનો અનુપચરિત ભાવ તે ગુણ છે અને ઉપચરિત ભાવ તે પર્યાય છે આથી જ, એક દ્રવ્યાશ્રિત તે ગુણ કહેવાયા છે અને ઉભયાશ્રિત દ્રવ્ય અને ગુણ ઉભયાશ્રિત, તે પર્યાય કહેવાયા છે.
ક્યાં કહેવાયા છે ? તેથી કહે છે – તથોર-૩ત્તરાધ્યયનેy=ઉત્તરાધ્યયનમાં તે પ્રમાણે કહેવાયું છે –
TUTOમાસનો ધ્વં ગુણોનો આશ્રય દ્રવ્ય છે. વ્યક્સિગા પુના=એકદ્રવ્યાશ્રિત ગુણો છે. પwવા સ્નgi તુ ૩મો ક્ષમા =વળી પર્યાયનું લક્ષણ ઉભયાશ્રિત થાય દ્રવ્ય અને ગુણ ઉભયાશ્રિત પર્યાયો થાય. ll૧l (ઉત્તરાધ્યયનસૂત્ર, અધ્યયન-૨૮, સૂત્ર-૫)
પૂર્વમાં એકવીસ સ્વભાવો બતાવ્યા. તેમાં સ્વદ્રવ્યાદિગ્રાહકથી અસ્તિસ્વભાવ અને પારદ્રવ્યાદિગ્રાહકથી નાસ્તિસ્વભાવ છે, એમ દિગંબરની પ્રક્રિયા અનુસાર બતાવેલ. હવે તે પ્રકારે અસ્તિસ્વભાવ અને નાસ્તિસ્વભાવ સ્વીકારવાથી ભગવાનના શાસનની સપ્તભંગી પ્રક્રિયાનો લોપ થવાનો પ્રસંગ આવે તે બતાવવા અર્થે કહે
દિ ર=અને જો, વ્યાધિશ્રદાજ્ઞિસ્વભાવ =સ્વદ્રવ્યાદિગ્રાહકથી અસ્તિસ્વભાવ છે, પર વ્યાદિગ્રાહor નાસ્તિ સ્વભાવ=પરવ્યાદિગ્રાહકથી નાસ્તિસ્વભાવ છે, મ્યુપાવે એમ સ્વીકારવામાં આવે, તમોરપિતો ઉભયનું પણ અસ્તિત્વ અને નાસ્તિત્વ ઉભયનું પણ, દ્રવ્યર્થ વિષયત્વા= દ્રવ્યાર્થિક વિષયપણું હોવાના કારણે, સતિમામાદ્યદિતી થર્મો =સપ્તભંગીના પ્રથમના અને બીજા ભાંગાતા, દ્રવ્યાર્થિવ પર્યાર્થિવાકય દ્રવ્યાર્થિકતા અને પર્યાયાર્થિકના આશ્રયણવિષયક=દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક ઉભયના આશ્રયણવિષયક, પ્રક્રિયા=પ્રક્રિયા સપ્તભંગીના સ્વીકારરૂપ સપ્તભંગીની પ્રક્રિયા, મોત=ભાંગે. રૂચારિત્રએ વગેરે, શત્ર=અહીં અર્થાત્ સ્વભાવના ભેદોના સ્વીકારમાં, વહુ વિવારીય=ઘણું વિચારણીય છે. ll૧૩/૧૭ ભાવાર્થ -
દિગંબરોએ ગુણના ભેદો બતાવ્યા છે તે પ્રમાણે ગ્રંથકારશ્રીએ પણ ગુણના ભેદોનું વર્ણન પૂર્વમાં કર્યું; કેમ કે ગ્રંથકારશ્રીએ પૂર્વમાં દ્રવ્ય-ગુણ-પર્યાયનું વર્ણન કરવાની પ્રતિજ્ઞા કરી છે, તેથી દિગંબરની પ્રક્રિયા અનુસાર સ્વને પણ સંમત એવા ગુણોના ભેદોનું વર્ણન ઢાળ-૧૧ની ગાથા-૧થી ૪ સુધી કર્યું. ત્યારપછી દિગંબર પ્રક્રિયા અનુસાર સ્વભાવના ભેદનું વર્ણન ઢાળ-૧૧ના શેષ ભાગમાં અને ઢાળ-૧૨માં બતાવ્યું.
પ્રસ્તુત તેરમી ઢાળમાં દ્રવ્યના ભેદોનું વર્ણન કર્યા પછી ગુણના ભેદોનું વર્ણન બતાવ્યું અને પર્યાયના ભેદોનું વર્ણન હવે પછી કરશે, જેનાથી દ્રવ્ય-ગુણ-પર્યાયના સ્વરૂપનો બોધ થાય.
Page #191
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ–૧૩ | ગાથા-૧૭ ગુણના ભેદના વર્ણન પછી દિગંબરો સ્વભાવના ભેદો કઈ રીતે પાડે છે ? તે ઢાળ-૧૧ની ગાથા-૫માં બતાવીને અત્યાર સુધી તેમની પ્રક્રિયા અનુસાર સ્વભાવના ભેદો ગ્રંથકારશ્રીએ બતાવ્યા. હવે ‘ગુણના ભેદથી અને પર્યાયના ભેદથી સ્વભાવના ભેદો જુદા કહેવા જોઈએ નહીં' એમ સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે દિગંબરો કહે છે એમ સ્વીકા૨વાથી દ્રવ્ય, ગુણ, સ્વભાવ અને પર્યાય એમ ચાર વસ્તુની પ્રાપ્તિ થાય. માટે દિગંબરોએ પાડેલા સ્વભાવના ભેદોનો ગુણ-પર્યાયમાં જ અંતર્ભાવ કરવો જોઈએ.
સ્વભાવના ભેદોનો ગુણ-પર્યાયમાં જ અંતર્ભાવ કેમ કરવો જોઈએ ? તેથી બતાવે છે –
સ્વભાવનો અર્થ થાય કે ‘પોતાનો ભાવ’. પદાર્થનો જે અનુપરિત ભાવ છે તે ગુણ છે અર્થાત્ પદાર્થમાં સ્વભાવભૂત જે ભાવ પદાર્થ સાથે સદા ૨હેનારો હોય તે ગુણ કહેવાય. આથી જ યાવદ્રવ્યભાવી= પદાર્થમાં સદા રહેનારો જે ભાવ હોય તે, ગુણ છે એ પ્રમાણે ગુણનું લક્ષણ પૂર્વમાં કર્યું. વળી, પદાર્થમાં સદા ન રહેનારો અને ક્યારેક પ્રાપ્ત થનારો ભાવ તે પદાર્થનો ઉપચરિત ભાવ છે તેને પર્યાય કહેવાય. આથી જ અયાવત્-દ્રવ્યભાવી=પદાર્થમાં સદા ન રહેનારો ભાવ, પર્યાય છે. તેથી ‘વસ્તુનો જે અનુપચરિત સ્વભાવ છે તે ગુણ છે અને વસ્તુનો જે ઉપચરિત સ્વભાવ છે તે પર્યાય છે' એ પ્રકારનો અર્થ પ્રાપ્ત થાય છે. માટે ગુણના ભેદો બતાવ્યા પછી સ્વભાવના ભેદો બતાવવા ઉચિત નથી; પરંતુ ગુણના ભેદો અને પર્યાયના ભેદોમાં જ તેનો અંતર્ભાવ કરવો ઉચિત છે.
૧૬૪
વસ્તુનો અનુપચરિત ભાવ એ ગુણ છે અને ઉપચરિત ભાવ એ પર્યાય છે આથી જ ઉત્તરાધ્યયનસૂત્રમાં ‘દ્રવ્યને આશ્રિત ગુણ છે અને દ્રવ્ય-ગુણ ઉભયને આશ્રિત પર્યાય છે' એમ કહેલ છે. તેથી એ પ્રાપ્ત થાય કે, દ્રવ્યની સાથે સદા રહેનાર ગુણ છે. ગુણ દ્રવ્યથી પૃથક્ પ્રાપ્ત થતો નથી, તેથી ગુણ દ્રવ્યને આશ્રિત છે અને ગુણથી યુક્ત એવું જે દ્રવ્ય છે તે પ્રતિક્ષણ તે તે ભાવરૂપે પરિણમન પામે છે. તેથી દ્રવ્ય અને ગુણ ઉભયાશ્રિત પર્યાય છે. જેમ જીવ જ્ઞાનગુણવાળો છે તેથી જીવદ્રવ્ય અને જ્ઞાનગુણ ઉભયાશ્રિત પ્રતિક્ષણ જે નવું નવું જ્ઞાન થાય છે તે પર્યાય છે, માટે પર્યાય ઉભયાશ્રિત છે અને સદા રહેનારો નથી માટે ઉપરિત ભાવ છે તથા ગુણ તે તે દ્રવ્યમાં સદા રહેનારો ભાવ છે માટે અનુપરિત ભાવ છે. આ કથનને સામે રાખીને જ ઉત્તરાધ્યયનસૂત્રમાં ગુણનું લક્ષણ બતાવતાં કહ્યું કે ‘ગુણોનો આશ્રય દ્રવ્ય છે અને એક દ્રવ્યને આશ્રિત ઘણા ગુણો છે' તથા પર્યાયનું લક્ષણ બતાવતાં કહ્યું કે ‘પર્યાયોનો આશ્રય દ્રવ્ય અને ગુણ છે.’
અહીં વિશેષ એ છે કે, ઢાળ-૨ની ગાથા-૧૧માં ગ્રંથકારશ્રીએ ‘સમ્મતિ’ની સાક્ષીથી કહ્યું કે, ‘દ્રવ્ય અને પર્યાયથી અતિરિક્ત ગુણ નથી’. દિગંબરો દ્રવ્યના પર્યાયો અને ગુણના પર્યાયો સ્વીકારીને ગુણને પર્યાયથી સ્વતંત્ર માને છે, તેનું નિરાકરણ કરતાં ઢાળ-૨ની ગાથા-૧૧ના ટબામાં કહેલ કે ‘ઉપચરિત ગાય દૂઝે નહીં તેમ ઉપચરિત ગુણની શક્તિ વસ્તુમાં નથી' તેમ કહીને દ્રવ્ય અને પર્યાય બે જ વસ્તુ છે, આથી જ ભગવાનના શાસનમાં દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનય એમ બે નય છે, ગુણાસ્તિકનય નથી એમ ઢાળબે ૨ની ગાથા-૧૨માં સ્થાપિત કરેલ. એ વચનથી ગુણ ઉપચરિત છે અને પર્યાય અનુપચરિત છે એમ સિદ્ધ
Page #192
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૩/ ગાથા-૧૭
૧૫ થાય, જ્યારે અહીં કહ્યું કે અનુપચરિત ભાવ એ ગુણ છે અને ઉપચરિત ભાવ એ પર્યાય છે તેથી સ્થૂળથી એ વચનથી વિરોધ જણાય. વસ્તુત: વિવક્ષાભેદથી બંને વચનોમાં વિરોધ નથી, તે આ રીતે –
ભગવાનની દેશના દ્રવ્યાસ્તિકનયથી અને પર્યાયાસ્તિકનયથી છે. તેથી પદાર્થ દ્રવ્ય અને પર્યાયસ્વરૂપ જ છે પરંતુ પર્યાયથી અતિરિક્ત ગુણ નથી, ફક્ત અન્ય અન્ય વસ્તુથી તે વસ્તુનો ભેદ બતાવવા ગુણનો બોધ આવશ્યક છે. તેથી પર્યાયથી ગુણ પૃથગુ નહીં હોવા છતાં પર્યાયથી ગુણનો પૃથગુ ઉપચાર કરીને ઢાળરમાં ગુણને સ્વીકારેલ છે. જેમ આત્મા દ્રવ્ય છે અને તે આત્મદ્રવ્ય પ્રતિક્ષણ તે તે જ્ઞાનાદિ ભાવરૂપે પરિણમન પામે છે. આ બે વસ્તુથી અન્ય કોઈ જ્ઞાનગુણ નથી; પરંતુ જ્ઞાનની પરિણતિની ધારારૂપ પર્યાયમાં એકપણાનો ઉપચાર કરીને પર્યાયથી પૃથફરૂપે જ્ઞાનગુણ બતાવેલ છે, જેનાથી “જીવનો જ્ઞાનગુણ છે આથી તે જડ કરતાં જુદો છે તેવો બોધ થઈ શકે છે. તેથી તે સ્થાનને આશ્રયીને પર્યાય અને દ્રવ્ય બન્ને વસ્તુ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. પર્યાયના સમુદાયમાં જ ગુણનો ઉપચાર છે તેથી ગુણ ઉપચરિત છે અને પર્યાય અનુપચરિત છે એમ કહેલ છે.
વળી, પ્રસ્તુત ગાથામાં ગુણપર્યાયથી સ્વભાવનો ભેદ નથી તે બતાવવા માટે “આત્મામાં સદા રહેનારો ભાવ તે આત્માનો અનુપચરિત ભાવ છે” લખ્યું અને આ રીતે સર્વત્ર બતાવવા માટે વસ્તુમાં સદા રહેનારા ભાવોને અનુપચરિત ભાવ કહીને ગુણરૂપે કહેલ છે. વળી, વસ્તુમાં પર્યાય પ્રતિક્ષણ પરિવર્તન પામે છે અને તે તે ગુણવાળી વસ્તુમાં પ્રતિક્ષણ પર્યાયાંતર પામનાર ભાવને ગ્રહણ કરીને કહેલ કે ગુણથી યુક્ત એવા દ્રવ્યને આશ્રિત પર્યાય છે. “પર્યાય સતત પ્રાપ્ત થતા નથી માટે વસ્તુનો ઉપચરિત ભાવ છે અને વસ્તુનો ગુણરૂપ ભાવ સદા રહેનારો હોવાથી અનુપચરિત ભાવ છે એ પ્રકારે ભિન્ન વિવક્ષા કરીને ગુણપર્યાયના ભેદોમાં સ્વભાવના ભેદોનો અંતર્ભાવ છે એમ ગ્રંથકારશ્રીએ કહેલું છે, માટે ઢાળ-રના કથન સાથે પ્રસ્તુત ગાથાના કથનનો કોઈ વિરોધ નથી.
વળી, પર્યાયથી ગુણનો ભેદ કરવાથી એક દ્રવ્ય કરતાં અન્ય દ્રવ્યને ગુણના ભેદથી પૃથર્ગ બતાવી શકાય છે, માટે પદાર્થની વિચારણામાં દ્રવ્ય-પર્યાયથી અતિરિક્ત ગુણની વિવક્ષા કરવી ઉચિત છે. જ્યારે ગુણ અને પર્યાય એ બન્નેમાં જ સર્વ પ્રકારના સ્વભાવો અતંર્ભાવ પામતા હોય અને તે સ્વભાવને ભિન્ન બતાવવાથી કોઈ પ્રયોજનની સિદ્ધિ થતી ન હોય ત્યારે ગુણના ભેદો અને પર્યાયના ભેદોથી પૃથક સ્વભાવના ભેદો કહેવાથી કોઈ પ્રયોજનની સિદ્ધિ નથી. માટે ગુણપર્યાયથી ભિન્ન સ્વભાવભેદ કહેવા જોઈએ નહીં એ પ્રકારનો ગ્રંથકારશ્રીનો આશય છે.
વળી, સપ્તભંગીમાં સર્વત્ર પ્રતિપક્ષ બે નયો દ્વારા જ સપ્તભંગી કરાય છે પરંતુ દિગંબરોએ સ્વદ્રવ્યાદિગ્રાહકપણાથી વસ્તુમાં અસ્તિસ્વભાવ છે અને પરદ્રવ્યાદિગ્રાહકપણાથી વસ્તુમાં નાસ્તિસ્વભાવ છે તેમ કહ્યું તે પ્રમાણે ઉભય સ્વભાવવાળો એક જ દ્રવ્યાસ્તિકનય પ્રાપ્ત થાય છે; કેમ કે કોઈક વિવક્ષિત દ્રવ્યમાં અસ્તિસ્વભાવ પણ છે અને નાસ્તિસ્વભાવ પણ છે, તેને આશ્રયીને “સ્યાતું અસ્તિ” અને “સ્માતુ
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૬૬
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૩ | ગાથા-૧૭ નાસ્તિ’ વિકલ્પ દ્વારા સપ્તભંગી કરવામાં આવે તો એક દ્રવ્યાસ્તિકનયને આશ્રયીને જ સપ્તભંગી છે એમ સ્વીકા૨વાની આપત્તિ આવે; જ્યારે ભગવાનના શાસનમાં સર્વત્ર દ્રવ્યાસ્તિકનયથી અને પર્યાયાસ્તિકનયથી સપ્તભંગી થાય છે અર્થાત્ સ્વપ્રતિપક્ષનયથી સપ્તભંગી થાય છે પરંતુ એક નયથી સપ્તભંગી થતી નથી. અન્ય રીતે સપ્તભંગી કરવામાં આવે તો શબ્દોની જાળરૂપ તે સપ્તભંગી બને, પરંતુ પરિપૂર્ણ અર્થના બોધના પ્રયોજનથી સર્વત્ર સપ્તભંગી કરાય છે તે માર્ગના વિલોપની આપત્તિ આવે, તે આ રીતે –
સપ્તભંગી સત્-અસત્ની, નિત્ય-અનિત્યની, ભેદ-અભેદની, અસ્તિ-નાસ્તિની, એક-અનેકની કરાય છે, તે સર્વ સ્થાનમાં દ્રવ્યાસ્તિકનય-પર્યાયાસ્તિકનયરૂપ ઉભયનું આશ્રયણ કરાય છે. જેમ, દ્રવ્યરૂપે વસ્તુ ત્રિકાળવર્તી છે માટે સત્ છે અને પર્યાયરૂપે વસ્તુ પ્રતિક્ષણ નાશવંત છે માટે અસત્ છે. તેથી દ્રવ્યાસ્તિકનયથી વસ્તુ સત્ છે અને પર્યાયાસ્તિકનયથી વસ્તુ અસત્ છે તેમ કહેવામાં આવે ત્યારે સરૂપે સર્વ દ્રવ્યોની ઉપસ્થિતિ થાય છે અને પર્યાયરૂપે પ્રતિક્ષણ નશ્વરભાવની ઉપસ્થિતિ થાય છે. જેમ કેવલીને કેવળજ્ઞાનમાં સર્વ દ્રવ્યો અને સર્વ પર્યાયોનો સ્પષ્ટ બોધ છે તેવો જ સંગ્રહાત્મક બોધ ‘દ્રવ્યાસ્તિકનયથી સત્ત્તું અને પર્યાયાસ્તિકનયથી અસત્’નું જ્ઞાન થવાથી યથાર્થ બોધ કરનાર સમ્યગ્દષ્ટિને જિનવચનાનુસાર સર્વ દ્રવ્યોનો અને સર્વ પર્યાયોનો પરિપૂર્ણ રીતે થાય છે. આથી જ જેમ ‘સવ્વયં સમ્મત્ત' એ વચનથી સર્વ દ્રવ્યના અને સર્વ પર્યાયના વિષયવાળું સમ્યક્ત્વ છે એમ કહેલ છે તેમ સત્-અસત્ આદિમાંથી કોઈ પણ એક પ્રકારની સપ્તભંગીનો યથાર્થ બોધ ક૨ના૨ને સર્વ દ્રવ્યવિષયક અને સર્વ પર્યાયવિષયક જિનવચનાનુસાર યથાર્થ બોધ થાય છે. તેથી સંક્ષેપથી સર્વ દ્રવ્યોનો અને સર્વ પર્યાયોનો બોધ કરનાર પ્રાજ્ઞને એક સપ્તભંગીનું જ્ઞાન સમ્યક્ત્વની પ્રાપ્તિનું કારણ બને છે; કેમ કે સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાય જે પ્રકારે ભગવાને કહ્યા છે તે પ્રકારે જ સંગ્રહરૂપે એક સપ્તભંગીથી તે મહાત્માને બોધ થાય છે અને બોધ હંમેશાં સમ્યગ્ હોય તો પ્રવૃત્તિ સમ્યગ્ જ થાય, જેનાથી એકાંતે હિતમાં પ્રવૃત્તિ અને અહિતથી નિવૃત્તિ થાય છે. વળી, જો દિગંબર પ્રક્રિયા અનુસાર માત્ર દ્રવ્યાસ્તિકનયને જ ગ્રહણ કરીને વસ્તુમાં અસ્તિ-નાસ્તિ સ્વીકારવામાં આવે તો માત્ર દ્રવ્યાસ્તિકનયના જ બે વિકલ્પોની પ્રાપ્તિ થાય, જેનાથી કલ્પાયેલી સપ્તભંગી દ્વા૨ા વસ્તુનો પૂર્ણ બોધ થઈ શકે નહીં અને જે સપ્તભંગી વસ્તુના પૂર્ણ બોધનું કારણ ન હોય તે સમ્યક્ત્વની પ્રાપ્તિનું પણ કારણ બને નહીં; તેથી જૈનશાસનની સપ્તભંગીની પ્રક્રિયાના વિલોપનું કારણ સ્વભાવના વિભાગમાં કરાયેલા અસ્તિનાસ્તિસ્વભાવથી થાય છે.
વળી, કેટલીક વખત એક વસ્તુનો પરિપૂર્ણ બોધ કરવા અર્થે પણ સપ્તભંગીનો આશ્રય કરાય છે. જેમ, પોતાના આત્માનો નિત્યાનિત્યરૂપે બોધ ક૨વા અર્થે સપ્તભંગીનો આશ્રય કરાય છે, તે વખતે પોતાનો આત્મા ત્રિકાળવર્તી છે તેવો બોધ દ્રવ્યાર્થિકનયથી કરાય છે અને પોતાનો આત્મા ક્ષણિક છે તેવો બોધ પર્યાયાર્થિકનયથી કરાય છે અને તેને આશ્રયીને નિત્યાનિત્યની સપ્તભંગી થાય છે. તેમાં જગતવર્તી સર્વ દ્રવ્યોનો અને સર્વ પર્યાયોનો બોધ થતો નથી; તોપણ દ્રવ્યાર્થિકનયને અને પર્યાયાર્થિકનયને આશ્રયીને
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૬૭
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૩] ગાથા-૧૭-૧૮ પોતાના આત્માનો નિત્યાનિત્યરૂપે પૂર્ણરૂપે બોધ થાય છે.
વળી, શરીર સાથે ભેદભેદની સપ્તભંગી કરાય છે ત્યારે પણ વ્યવહારનયથી પોતાના શરીર સાથે અભેદ છે અને નિશ્ચયનયથી પોતાના શરીર સાથે ભેદ છે તેને આશ્રયીને તે સ્થાનમાં પણ પ્રતિપક્ષનયપૂર્વક સપ્તભંગી થાય છે; કેમ કે વ્યવહારનયથી શરીર સાથે આત્માનો અભેદસ્વીકાર્યા પછી નિશ્ચયનયથી શરીર સાથે આત્માનો ભેદસ્વીકારાય છે; પરંતુ એક નયને આશ્રયીને ક્યાંય સપ્તભંગી કરાતી નથી.
વળી, કોઈક સ્થાને કોઈપણ દ્રવ્ય સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવથી છે અને પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવથી નથી' એ પ્રકારનું અવલંબન લઈને અસ્તિ-નાસ્તિની સપ્તભંગી કરાય છે ત્યારે પણ સ્વદ્રવ્યને જોનારી દૃષ્ટિ અને સ્વથી ભિન્ન એવા પરદ્રવ્યને જોનારી દૃષ્ટિ એવી બે દૃષ્ટિઓ પ્રવર્તે છે તેથી સ્વપ્રતિપક્ષનયરૂપ તે બે દૃષ્ટિઓથી સપ્તભંગી પ્રાપ્ત થાય છે. તેથી ભાવાભાવ સ્વરૂપે તે દ્રવ્યનો પૂર્ણ બોધ થાય છે અર્થાત્ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવથી તે વસ્તુ છે અને પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવથી તે વસ્તુ નથી. તેથી સ્વદ્રવ્યાદિને જોનારી અને પારદ્રવ્યાદિને જોનારી બે નયરૂપ બે દૃષ્ટિઓ છે જ્યારે દિગંબર પ્રક્રિયા અનુસાર એક જ વસ્તુને સ્વદ્રવ્યાદિગ્રાહકત્વરૂપે અસ્તિસ્વભાવ અને પરદ્રવ્યાદિગ્રાહકવરૂપે નાસ્તિસ્વભાવ પ્રાપ્ત થાય છે તેથી એક જ દ્રવ્યમાં માત્ર દ્રવ્યને જોનારી દૃષ્ટિથી અસ્તિ-નાસ્તિની સપ્તભંગી સ્વીકારવાની આપત્તિ આવે, જેમાં સ્વપ્રતિપક્ષનયનું આશ્રયણ નથી પરંતુ એક નયનું આશ્રયણ છે માટે સર્વજ્ઞએ બતાવેલી પ્રક્રિયાનો ભંગ થાય.
આનાથી એ ફલિત થાય કે કોઈપણ એક વસ્તુને પરિપૂર્ણ રીતે જોવા માટે સપ્તભંગી કરાતી હોય કે જગતની સર્વ વસ્તુનો બોધ કરવા માટે સપ્તભંગી કરાતી હોય, તોપણ સર્વત્ર સ્વપ્રતિપક્ષનયથી જ સપ્તભંગી થાય છે, કોઈ એક જ નયને આશ્રયીને સપ્તભંગી થતી નથી. માટે ગુણપર્યાયથી પૃથએવા સ્વભાવની કલ્પના ઉચિત નથી; કારણ એ કથનમાં અનેક પ્રકારની આપત્તિઓ આવે છે, માટે ગ્રંથકારશ્રી કહે છે કે આ કથનમાં ઘણું વિચારણીય છે. ll૧૩/૧૭ના અવતરણિકા -
પ્રસ્તુત ઢાળનું નિગમન કરે છે –
ગાથા :
સ્વભાવ ભેદસહિત કહિયા રે, ઈમ એ ગુણહ પ્રકાર; હવઈ ભય પક્ઝાયના રે, સુણિહૈં સુના ભંડારો રે. ચતુ II૧૩/૧૮
ગાથાર્થ :
સ્વભાવ ભેદસહિત એમ=પૂર્વમાં વર્ણન કર્યું એમ, ગુણના પ્રકાર કહ્યા. હવે સુજસના ભંડાર એવા શ્રોતા પુરુષો પર્યાયના ભેદ સાંભળો. ll૧૩/૧૮
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૬૮
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૩, ગાથા-૧૮ | યોજનનું સ્વરૂપ ટબો:
ઈમ, એ સ્વભાવભેદ સહિત ગુણના પ્રકાર કહિયા. હવઈ પર્યાયના ભેદ સાંભલ, સુયશના ભંડાર એહવા શ્રોતા પુરુષ. I૧૩/૧૮ બાર્થ :
આ પ્રમાણે=ઢાળ-૧૨ અને ૧૩માં કહ્યું એ પ્રમાણે, સ્વભાવ ભેદસહિત ગુણના પ્રકાર કહ્યા. હવે સુયશના ભંડાર એવા શ્રોતા પુરુષો પર્યાયના ભેદ સાંભળો. ll૧૩/૧૮ ભાવાર્થ:
જે શ્રોતા પુરુષો ભગવાનના વચનથી અત્યંત ભાવિત મતિવાળા છે, જિનવચનાનુસાર તત્ત્વને સાંભળીને સ્વઅનુભવ અને યુક્તિ અનુસાર તેને જોડવા માટે યત્ન કરનારા છે તથા સમ્યગુ બોધ કરીને તે ભાવોથી આત્માને ભાવિત કરનારા છે તેવા શ્રોતાઓ સુયશના ભંડાર છે. તેવા શ્રોતાઓ સતિની પરંપરા દ્વારા અવશ્ય અલ્પકાળમાં સંસારનો અંત કરશે. વળી, તેવા શ્રોતાઓને ગ્રંથકારશ્રી કહે છે કે અત્યાર સુધી દિગંબર પ્રક્રિયા અનુસાર સ્વભાવભેદ સહિત ગુણના પ્રકારો ગ્રંથકારશ્રીએ સ્પષ્ટ કર્યા અને તેમાં જે વિચારણીય વસ્તુ છે તેનો પણ સ્પષ્ટ બોધ કરાવ્યો, જેના બળથી જિનવચનાનુસાર ગુણના પ્રકારોનો યથાર્થ બોધ શ્રોતાઓએ ર્યો. હવે તે શ્રોતાઓને પર્યાયના ભેદનો બોધ કરાવવા અર્થે કહે છે-હવે પછીની ઢાળમાં તમે પર્યાયના ભેદને સાંભળો જેથી દ્રવ્ય, ગુણ અને પર્યાયનો યથાર્થ બોધ કરીને આત્મકલ્યાણની પ્રાપ્તિ કરી શકો.” II૧૩/૧૮
કે પ્રસ્તુત ઢાળના આત્મકલ્યાણના પ્રયોજન અર્થે યોજનનું સ્વરૂપ -
eી
| દિગંબરો દ્રવ્ય-ગુણ-પર્યાયથી અતિરિક્ત સ્વભાવના ભેદો જે પ્રમાણે કરે છે તે ગ્રંથકારશ્રીએ પૂર્વની ઢાળમાં બતાવ્યા. તે સર્વ સ્વભાવના ભેદોમાંથી કઈ નદૃષ્ટિથી ક્યો સ્વભાવ પ્રાપ્ત થાય છે ? તેનું યોજન પ્રસ્તુત ઢાળમાં કરેલ છે, જેનાથી પદાર્થમાં વર્તતા સ્વભાવને તે તે નયદૃષ્ટિથી જોવાને અનુકૂળ સૂક્ષ્મ બોધ થાય છે અને નયનો સૂક્ષ્મ બોધ ઉચિત સ્થાને ઉચિત રીતે કરવાથી પદાર્થના વાસ્તવિક સ્વરૂપને જોનારી સૂક્ષ્મ પ્રજ્ઞા પ્રવર્તે છે. પદાર્થના વાસ્તવિક સ્વરૂપને જોનારી સૂક્ષ્મ પ્રજ્ઞાથી જ દ્રવ્ય-ગુણ-પર્યાયના સ્વરૂપને જોવા માટે જેમ જેમ સૂક્ષ્મતાથી યત્ન કરાય છે તેમ તેમ દ્રવ્ય-ગુણ-પર્યાયના પરમાર્થને જોવાની ક્ષપકશ્રેણીને અનુકૂળ એવી સૂક્ષ્મ પ્રજ્ઞા પ્રગટ થાય છે. તેથી પ્રસ્તુત ઢાળમાં બતાવેલ સ્વભાવને જોવાની નયદૃષ્ટિ ક્ષપકશ્રેણીના પ્રથમ પાયાને અનુકૂળ જે સૂક્ષ્મ બોધ આવશ્યક છે તેના આવારક કર્મોના ક્ષયોપશમમાં પ્રબળ કારણ છે. અહીં દ્રવ્ય-ગુણ-પર્યાયથી અતિરિક્ત સ્વભાવને દિગંબરો કહે છે તે પરમાર્થથી ગુણપર્યાયમાં જ અંતર્ભાવ પામે છે, તેથી પદાર્થના વિભાગની મર્યાદાના અજ્ઞાનકૃત તેટલી ન્યૂનતા દિગંબરના તે કથનથી
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૬૯
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૩નું યોજનનું સ્વરૂપ પ્રાપ્ત થાય છે. કલ્યાણનો અર્થી પદાર્થને માત્ર શબ્દથી વિચારવાની પ્રકૃતિનો ત્યાગ કરીને અનુભવ અનુસાર પદાર્થને જોવામાં યત્ન કરે તો દ્રવ્ય અને પર્યાય - બે જ વસ્તુની પ્રાપ્તિ છે, તેથી સૂક્ષ્મ પ્રજ્ઞાથી દરેક પદાર્થો દ્રવ્ય-પર્યાયસ્વરૂપે કઈ રીતે છે ?, તેમાં નયદૃષ્ટિ કઈ રીતે પ્રવર્તે છે ? અને દ્રવ્ય-પર્યાયથી ગુણ પૃથગુ નહીં હોવા છતાં ગુણને પૃથફ કહેવાનું જે પ્રયોજન છે તેનો યથાર્થ બોધ કરીને તે અનુસાર જ દ્રવ્યગુણ-પર્યાયનું ચિંતવન કરવું જોઈએ, જેથી દ્રવ્ય-ગુણ-પર્યાયના ચિંતનથી પ્રગટ થનાર ક્ષપકશ્રેણીને અનુકૂળ નિર્મળબોધ પ્રાપ્ત થાય, જે ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને ક્ષપકશ્રેણીનું કારણ થશે. વળી, સ્વભાવ પૃથગુ નહીં હોવા છતાં દિગંબરોએ સ્વભાવના જે ભેદો બતાવ્યા છે અને તેમાં જે નયોનું યોજન કર્યું છે તે નયો અનુસાર તેમ જ છે, તેનો સૂક્ષ્મ પ્રજ્ઞાથી વિચાર કરવો જોઈએ. આથી જ ગ્રંથકારશ્રીએ તેનું વિસ્તારથી વર્ણન કર્યું છે અને જે સ્થાનમાં સૂક્ષ્મ પ્રજ્ઞાના અભાવને કારણે ગુણપર્યાયથી સ્વભાવનો વિભાગ ઉચિત નહીં હોવા છતાં સ્વભાવનો પૃથક વિભાગ દિગંબરોએ કર્યો છે તેનો ત્યાગ કરીને સ્વભાવભેદોનો ગુણપર્યાયમાં જ અંતર્ભાવ કરીને ચિંતવન કરવામાં આવે તો, વસ્તુના વાસ્તવિક સ્વરૂપ અનુસાર પદાર્થનું અવલોકન કરવાની નિર્મળ પ્રજ્ઞા પ્રગટે છે. આ નિર્મળ પ્રજ્ઞા જ કોઈ દર્શનના પક્ષપાત વગર તત્ત્વને સ્પર્શનારી બને તો સૂક્ષ્મ બોધપૂર્વકના માધ્યશ્મભાવની વૃદ્ધિથી ક્ષપકશ્રેણીનું કારણ બને છે.
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૭૦
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૪ | ગાથા-૧-૨
ઢાળ-૧૪ છે
પૂર્વની ઢાળ સાથેનું જોડાણ -
ગ્રંથકારશ્રીએ પૂર્વની ઢાળોમાં દ્રવ્યના ભેદો બતાવ્યા. ત્યારપછી ગુણના ભેદો બતાવ્યા. તે ગુણના ભેદો બતાવ્યા પછી તેની સાથે સંલગ્ન કરીને સ્વભાવના ભેદો દિગંબર જે બતાવે છે તે પ્રમાણે પૂર્વની ૧૨મી અને ૧૩મી ઢાળમાં બતાવ્યા. વળી પ્રસ્તુત ગ્રંથનું જે મુખ્ય પ્રયોજન છે કે “દ્રવ્યગુણપર્યાયનો બોધ કરાવવો' - તે પ્રયોજન સિદ્ધ થાય, તેથી હવે પર્યાયના ભેદો બતાવે છે – ગાથા :
સુણો ભેદ પજાયના, તે દોઈ પ્રકાર; વ્યંજન, અર્થ વિભેદથી, સંખેપઈ સાર. શ્રી જિનવાણી આદરો. I/૧૪/૧૫
ગાથાર્થ :
પર્યાયના ભેદ સાંભળો. તે બે પ્રકારના છે : વ્યંજન અને અર્થના વિભેદથીeભેદથી, સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે. શ્રી જિનવાણી આદરો. II૧૪/૧૫
ટબો:
હવઈ, પર્યાયના ભેદ સાંભર્યાં. તે-પર્યાય સંક્ષેપઈ-૨ પ્રકારÒ હોઈ. એક-વ્યંજન પર્યાય, બીજ-અર્થ પર્યાય સંક્ષેપઈ કહ્યા. ll૧૪/૧૫ ટબાર્થ :
હવે પર્યાયના ભેદ સાંભળો. તે પર્યાય સંક્ષેપથી બે પ્રકારના છે : (૧) વ્યંજનપર્યાય, (૨) અર્થપર્યાય, સંક્ષેપથી કહ્યા છે=સંક્ષેપથી બે પ્રકારે કહ્યા છે. II૧૪/૧TI ભાવાર્થ
પર્યાયના સંક્ષેપથી બે ભેદો છે: (૧) વ્યંજનપર્યાય, (૨) અર્થપર્યાય. જે પર્યાય દીર્ઘકાળ સુધી વર્તતો હોય અને તે પર્યાય દ્વારા તે વસ્તુનો બોધ થતો હોય તે વ્યંજનપર્યાય છે. સામાન્યથી જે પર્યાય વર્તમાનમાં દેખાતો હોય તે અર્થપર્યાય છે. આ પ્રકારે સંક્ષેપથી પર્યાયના બે ભેદો કહ્યા છે, જે ભગવાનની વાણી સમાન છે માટે તેને સ્વીકારો, જેથી સુખની પ્રાપ્તિ થાય. ll૧૪/૧ અવતરણિકા -
હવે વ્યંજનપર્યાય અને અર્થપર્યાયવું લક્ષણ બતાવે છે –
Page #198
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૪/ ગાથા-૨
૧૭૧
ગાથા :
અનુગત કાલકલિત કહિયો, વ્યંજન પર્યાય; વર્તમાન સૂષિમ તિહાં, અત્થહ પજાય. શ્રી જિન૦ ૧૪/ચા
ગાથાર્થ :
અનુગત કાલકલિત ઘણા કાળ સુધી રહેનારો. વ્યંજનપર્યાય કહ્યો છે. તેમાં સૂક્ષ્મ એવો વર્તમાનકાળસ્પર્શી અર્થપર્યાય કહ્યો છે. ll૧૪/રા ટબો:
જે-જેહ ત્રિકાલસ્પર્શી પર્યાય, ર્તસ્નેહનો વ્યંજનપર્યાય કહિઈ, જિમ, ઘટાદિકનઈ મૃદાદિ પર્યાય. તેહમાં-સૂમ વર્તમાનકાલવર્તી અર્થપર્યાય. જિમ, ઘટનઈ તાત્મણવર્તી પર્યાય. ll૧૪/રા ટબાર્થ :
જે, જેનો ત્રિકાલસ્પર્શી પર્યાય, તે તેનો વ્યંજનપર્યાય કહેવાય. જેમ ઘટાદિને મૃદાદિ ત્રણ કાળમાં સ્પર્શના પર્યાય છે તેથી વ્યંજનપર્યાય છે. તેમાંeઘટાદિમાં, સૂક્ષ્મ એવો વર્તમાનકાળવર્તી અર્થપર્યાય છે. જેમ ઘટતો તત્ક્ષણવર્તી પર્યાય. I૧૪/રા ભાવાર્થ
વસ્તુમાં જે પર્યાય ત્રણ કાળમાં સ્પર્શતો હોય તે વ્યંજનપર્યાય કહેવાય છે. જેમ મનુષ્ય મનુષ્યરૂપે જન્મ છે, તેનો મનુષ્યપર્યાય જન્મથી માંડીને મૃત્યુ સુધી સ્પર્શે છે અને તેના દ્વારા “આ મનુષ્ય છે એ પ્રકારે અભિવ્યક્ત થાય છે તેથી તે વ્યંજનપર્યાય છે.
વળી, વર્તમાનક્ષણવર્તી વસ્તુમાં જે પર્યાય વર્તતો હોય તે પર્યાય તે પદાર્થરૂપ અર્થના સ્વરૂપને બતાવનાર છે માટે અર્થપર્યાય છે. જેમ મનુષ્ય વર્તમાન ક્ષણે જે અવસ્થામાં વિદ્યમાન હોય તે અવસ્થાને બતાવનાર ભાવ તે અર્થપર્યાય છે.
વળી, ગ્રંથકારશ્રી ઘટાદિ દ્રવ્યમાં વર્તમાનપર્યાય અને અર્થપર્યાય સ્પષ્ટ કરતાં કહે છે –
ઘટ ઉત્પત્તિથી માંડીને નાશ ન પામે ત્યાં સુધી તેમાં મૃત્ની પ્રતીતિ થાય છે તેથી મૃદુ “મૃદુ’ એ પ્રકારે ઘટના નાશકાળ સુધી પ્રતીત થનારો પર્યાય છે, માટે મૃદુ એ ઘટનો વ્યંજનપર્યાય છે.
વળી, ઘટ ઉત્પન્ન થયા પછી પ્રથમ શ્યામ હોય, પછી રક્ત થાય, વળી ક્યારેક ખંડિત થાય, તે સર્વ અવસ્થામાં જે વખતે ઘટની જે અવસ્થા હોય તે વખતે તે ઘટમાં વર્તતી અવસ્થા તે ઘટનો અર્થપર્યાય છે. આથી જ વર્તમાનમાં ખંડિત થયેલો ઘટ હોય તો વર્તમાનક્ષણવર્તી જે પર્યાય છે તે પર્યાય તે ઘટનો અર્થપર્યાય કહેવાય છે. II૧૪/ગા
Page #199
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૪ | ગાથા-૨-૩
અવતરણિકા :
પૂર્વમાં પર્યાયના બે ભેદો કહ્યા. હવે તે બન્ને પર્યાયોના પણ બે-બે ભેદો બે રીતે છે, તે બતાવવા અર્થે કહે છે
ગાથાઃ
૧૭૨
-
દ્રવ્ય-ગુણઈં બિહું ભેદ તે, વલી શુદ્ધ, અશુદ્ધ;
શુદ્ધ દ્રવ્યવ્યંજન તિહાં, ચેતનનઈં સિદ્ધ. શ્રી જિન૦ ||૧૪/૩/
ગાથાર્થ ઃ
તે=ભંજનપર્યાય અને અર્થપર્યાય-પ્રત્યેક, દ્રવ્ય અને ગુણ ભેદથી બે પ્રકારના ભેદવાળો છે. વળી, શુદ્ધ અને અશુદ્ધના ભેદથી (બે પ્રકારના ભેદવાળો છે.) તિહાં=પર્યાયના આઠ ભેદોમાં, શુદ્ધ દ્રવ્યયંજન (પર્યાય) ચેતનને ચેતનદ્રવ્યનો, સિદ્ધ=સિદ્ધપર્યાય છે. ।।૧૪/૩/I
ટબો ઃ
તે પ્રત્યેકઈં-૨ પ્રકારÜ હુઈ. એક દ્રવ્યપર્યાય, ગુણપર્યાય-ઈમ ભેદથી. તે વલી શુદ્ધ, અશુદ્ધ ભેદથી ૨ પ્રકારે હોઈ. તિહાં-શુદ્ધદ્રવ્ય વ્યંજનપર્યાય કહિઈં, ચેતન-ટ્રનેં સિદ્ધપર્યાય જાણો, કેવલભાવથી. ।।૧૪/૩||
ટબાર્થ :
તે પ્રત્યેકગાથા-૧માં કહેલ તે વ્યંજનપર્યાય અને અર્થપર્યાય-પ્રત્યેક, બે પ્રકારે થાય.
કયા બે પ્રકારે થાય ? તે સ્પષ્ટ કરે છે
—
(૧) દ્રવ્યનો પર્યાય અને (૨) ગુણનો પર્યાય - એમ ભેદથી બે પ્રકારે થાય. તે વળી=અત્યાર સુધી પ્રાપ્ત થયેલા તે ચારે પર્યાયો વળી, શુદ્ધ-અશુદ્ધ ભેદથી બે પ્રકારે થાય. તિહાં=તેમાં=પૂર્વમાં બતાવેલા આઠ પ્રકારના ભેદમાં, શુદ્ધદ્રવ્ય વ્યંજનપર્યાય કહેવાય છે. ચેતનદ્રવ્યને સિદ્ધપર્યાય કેવલભાવથી જાણવો=અન્ય દ્રવ્યના સંયોગ વગરના આત્માના કેવળભાવથી જાણવો. ।।૧૪/૩।।
ભાવાર્થ: :
પૂર્વગાથામાં પદાર્થના વ્યંજનપર્યાય અને અર્થપર્યાય બતાવ્યા. હવે તે પ્રત્યેક દ્રવ્ય અને ગુણના ભેદથી બે પ્રકારે છે અર્થાત્ (૧) દ્રવ્યવ્યંજનપર્યાય અને દ્રવ્યઅર્થપર્યાય, (૨) ગુણવ્યંજનપર્યાય અને (૩) ગુણઅર્થપર્યાય એમ ચાર (૪) ભેદોની પ્રાપ્તિ થાય છે. વળી, તે ચારેય પર્યાયના ભેદો શુદ્ધ અને અશુદ્ધના ભેદથી બે બે પ્રકારે થાય છે, તેથી શુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય, અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય, શુદ્ધગુણવ્યંજનપર્યાય, અશુદ્ધગુણવ્યંજનપર્યાય, શુદ્ધદ્રવ્યઅર્થપર્યાય, અશુદ્ધદ્રવ્યઅર્થપર્યાય, શુદ્ધગુણઅર્થપર્યાય અને અશુદ્ધગુણઅર્થપર્યાય એમ કુલ
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૭૩
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૪ | ગાથા-૩-૪ આઠ ભેદોની પ્રાપ્તિ થાય છે.
આ આઠ ભેદોને જ બતાવવા અર્થે શુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય બતાવે છે –
ચેતનદ્રવ્યનો સિદ્ધ પર્યાય છે, તે જીવ કમરહિત હોવાથી કેવળ જીવ છે. એને કારણે જીવ શુદ્ધ છે. આ શુદ્ધ જીવરૂપ દ્રવ્યને વ્યંજન કરનાર=વ્યક્ત કરનાર, એવો વ્યંજન પર્યાય છે; કેમ કે સિદ્ધપર્યાયની પ્રાપ્તિથી માંડીને સદા રહેનારો છે. આ સિદ્ધપર્યાય ત્રણ કાળને સ્પર્શનારો હોવાથી વ્યંજનપર્યાય છે, જીવદ્રવ્યનો પર્યાય હોવાથી દ્રવ્યનો ભંજનપર્યાય છે અને શુદ્ધદ્રવ્યનો પર્યાય હોવાથી શુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય છે.
પ્રસ્તુત ગાથામાં પર્યાયના આઠ ભેદો બતાવ્યા. તેમાં દ્રવ્યપર્યાય અને ગુણપર્યાય એમ બે ભેદ વ્યંજનપર્યાયના અને અર્થપર્યાયના કર્યા; પરંતુ શ્વેતાંબર પ્રક્રિયા અનુસાર દ્રવ્યના પર્યાયો છે અને ગુણના પર્યાયો નથી. “ગુણના પર્યાયો છે” એમ દિગંબર કહે છે, તેનું ગ્રંથકારશ્રીએ સ્વયે પૂર્વમાં નિરાકરણ કરેલ છે; છતાં દિગંબર પ્રક્રિયા અનુસાર પર્યાયના ભેદોના વર્ણનનો પ્રારંભ કર્યો હોવાથી તેઓ જે રીતે દ્રવ્યપર્યાય અને ગુણપર્યાય સ્વીકારે છે તે રીતે જ પ્રસ્તુત ઢાળમાં પ્રથમ બતાવેલ છે. આગળમાં સ્વયં ગ્રંથકારશ્રી કહેશે કે ગુણપર્યાય કલ્પિત છે, વાસ્તવિક નથી, ફક્ત અજ્ઞાની એવા દિગંબરનો તે મત છે.ll૧૪/all અવતરણિકા -
ગાથા-૩માં પર્યાયના આઠ ભેદમાંથી ચેતતદ્રવ્યને આશ્રયીને શુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય બતાવ્યો. હવે અશુદ્ધવ્યવ્યંજનપર્યાય, શુદ્ધગુણવ્યંજનપર્યાય અને અશુદ્ધગુણવ્યંજનપર્યાય બતાવે છે –
ગાથા :
અશુદ્ધ દ્રવ્યવ્યંજન બહુ, મનુજાદિક ભેદ;
ગુણથી વ્યંજન ઈમ દ્વિધા, કેવલ મઈ ભેદ. શ્રી જિન. ll૧૪/ ગાથાર્થ :
અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય મનુષ્યાદિક બહુ ભેજવાળો છે. ગુણથી વ્યંજન ગુણને આશ્રયીને વ્યંજન, એમ=જે રીતે દ્રવ્યવ્યંજનપર્યાય બે પ્રકારનો છે એ રીતે, બે પ્રકારનો છે.
કઈ રીતે બે પ્રકારનો છે ? તે બતાવે છે -
કેવળ અને મતિના ભેદથી બે પ્રકારનો છે. ll૧૪/૪TI. ટબો :
અશુદ્ધદ્રવ્યભંજનપર્યાય-મનુષ્ય, દેવ, નાટક, તિર્થગાદિ-બહુ ભેદ જાણવા. જે માર્ટિતે દ્રવ્યભેદ પુદ્ગલ સંગજનિત છઈ. ઈમ-શુદ્ધ ગુણવ્યંજન પર્યાય-કેવલજ્ઞાનાદિરૂપ. અશુદ્ધ ગુણવ્યંજનપર્યાય-મતિ જ્ઞાનાદિરૂપ જાણવા. ૧૪/૪lી.
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૭૪
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨/ ઢાળ-૧૪ | ગાથા-૪-૫ ટબાર્થ:
અશુદ્ધવ્યવ્યંજનપર્યાય અશુદ્ધવ્યના વ્યંજનપર્યાયો મનુષ્ય, દેવ, તારક, તિર્યંચાદિ-ઘણા ભેદો જાણવા. જે માટે અશુદ્ધ દ્રવ્યના ઘણા ભેદો કેમ છે? તેથી કહે છે જે માટે, તે દ્રવ્યના ભેદ પુગલના સંયોગજનિત છે માટે અનેક ભેદો છે એમ=જેમ દ્રવ્યતા વ્યંજનપર્યાયો બે પ્રકારના છે એમ, શુદ્ધગુણવ્યંજનપર્યાય કેવલજ્ઞાનાદિરૂપ છે અને અશુદ્ધગુણવ્યંજનપર્યાય મતિજ્ઞાનાદિરૂપ જાણવા. II૧૪/૪ ભાવાર્થ -
અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય જીવના મનુષ્ય, દેવ, નારક, તિર્યંચાદિ બહુ ભેજવાળા જાણવા; કેમ કે જીવદ્રવ્ય કર્મના અને દેહના પુદ્ગલોથી મિશ્રિત છે આથી અશુદ્ધ છે. અશુદ્ધ એવા જીવદ્રવ્યનો જન્મથી માંડીને મૃત્યુ સુધી જે મનુષ્યપર્યાય છે તે ત્રણ કાળને સ્પર્શનાર હોવાથી, તે જીવને મનુષ્યરૂપે વ્યક્ત કરનાર વ્યંજનપર્યાય છે. આ રીતે સંસારી જીવોના દરેક ભવોના પર્યાયો તે અશુદ્ધદ્રવ્યભંજનપર્યાયરૂપ જાણવા.
વળી, શુદ્ધગુણવ્યંજનપર્યાય કેવળજ્ઞાનાદિરૂપ છે; કેમ કે કેવળજ્ઞાન જીવનો શુદ્ધગુણ છે અર્થાત્ કર્મજન્ય નથી અને શુદ્ધ આત્માનો ગુણ છે તેથી શુદ્ધગુણ છે. વળી, કેવળજ્ઞાન પ્રગટ થયા પછી શાશ્વત રહે છે, તેથી ત્રણ કાળને સ્પર્શનારો છે. માટે વ્યંજનપર્યાય છે.
વળી, અશુદ્ધગુણવ્યંજનપર્યાય મતિજ્ઞાનાદિક જાણવા; કેમ કે કર્મના ક્ષયોપશમથી મતિજ્ઞાનાદિ ગુણો પ્રગટે છે, તેથી જીવના અશુદ્ધગુણો છે. વળી, ત્રણ કાળને સ્પર્શનારા હોવાથી વ્યંજનપર્યાય છે, જ્ઞાનગુણના પર્યાય હોવાથી મતિજ્ઞાનાદિ ગુણપર્યાય છે. તે અશુદ્ધ જ્ઞાનગુણના પર્યાય હોવાથી અશુદ્ધગુણવ્યંજનપર્યાય છે. મતિજ્ઞાનાદિમાં “આદિ' પદથી શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાનનું ગ્રહણ છે, તે સર્વ અશુદ્ધગુણવ્યંજનપર્યાય જાણવા. ll૧૪/૪ અવતરણિકા :
પૂર્વમાં દ્રવ્યતા વ્યંજનપર્યાયના અને ગુણના વ્યંજનપર્યાયના ભેદો બતાવ્યા. હવે અર્થપર્યાયતા ભેદો બતાવવા અર્થ કહે છે –
ગાથા :
ઋજુસૂવાદેશઈ કરી, ક્ષણપરિણત એહ;
કહો અર્થપજાય એ, અત્યંતર જેહ. શ્રી જિન II૧૪/પા ગાથાર્થ -
ઋજુસૂત્રાદેશથી જુસૂત્રનયની દષ્ટિથી, ક્ષણપરિણત એહ કરી=વસ્તુને આશ્રયીને, એ અર્થપર્યાય કહો, જે અત્યંતર છે. ll૧૪/પI
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૭૫
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૪ | ગાથા-૫ ટબો:
ઈમ-જુસૂત્રાદેશઈ ક્ષણપરિણત જે અત્યંતર પર્યાય, ર્ત-શુદ્ધાર્થપર્યાય. અનઈંજે જેહથી અલ્પકાલવર્તી પર્યાય તે-તેહથી અલ્પત્વ વિવક્ષાઈ-અશુદ્ધ અર્થપર્યાય કહવા. ll૧૪/પાઈ ટબાર્થ -
એમ=જે પ્રમાણે પૂર્વમાં વ્યંજનપર્યાય બતાવ્યો એમ, ઋજુસૂત્રાદેશથી=ઋજુસૂત્રનયની દૃષ્ટિથી, ક્ષણ પરિણત જે અત્યંતર પર્યાય તે શુદ્ધઅર્થપર્યાય છે=કર્મરહિત શુદ્ધ આત્માનો પ્રતિક્ષણ વર્તતો કેવળજ્ઞાનરૂપ જે અત્યંતર પર્યાય તે શુદ્ધઅર્થપર્યાય છે. અને જે જેહથી અલ્પકાળવર્તી પર્યાય છે તે અત્યંતર પર્યાયથી ભવસ્થકેવળજ્ઞાનનો જે અલ્પકાળવર્તી પ્રતિક્ષણનો કેવળજ્ઞાનપર્યાય છે તે, તેનાથી અલ્પત્ય વિવક્ષાએ=સિદ્ધ અવસ્થામાં વર્તતા પ્રતિક્ષણના કેવળજ્ઞાનપર્યાયની અપેક્ષાએ ભવસ્થકેવળજ્ઞાનમાં જે અલ્પત્વ છે તે વિવક્ષાએ, અશુદ્ધઅર્થપર્યાય કહે=ભવસ્થકેવળજ્ઞાનનો પ્રતિક્ષણનો જે અલ્પકાળવર્તી પર્યાય છે તે અશુદ્ધઅર્થપર્યાય કહેવો. II૧૪/પા ભાવાર્થ :
ગાથા-રમાં ગ્રંથકારશ્રીએ કહેલ કે સૂક્ષ્મ વર્તમાનકાળવર્તી અર્થપર્યાય છે. જેમ ઘટમાં તે તે ક્ષણવર્તી પર્યાય છે, તે રીતે આત્માનો શુદ્ધઅર્થપર્યાય શું છે? તે બતાવતાં પ્રસ્તુત ગાથામાં કહેલ છે કે સર્વકર્મરહિત થયેલા સિદ્ધના જીવમાં જીવની પરિણતિરૂપ જે અત્યંતર પર્યાય પ્રતિક્ષણ વર્તે છે તે કેવળજ્ઞાનના પ્રતિક્ષણના ઉપયોગરૂપ છે અને ઋજુસૂત્રનયની દૃષ્ટિથી ક્ષણપરિણતિરૂપ કેવળજ્ઞાન આત્માનો શુદ્ધઅર્થપર્યાય છે.
વળી, જીવ કર્મમુક્ત થાય છે તેની પૂર્વે કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે તે કેવળજ્ઞાન કર્મના ક્ષયથી થયેલું હોવાને કારણે, જો કે આત્માનો શુદ્ધગુણ છે તોપણ, ભવસ્થકેવળજ્ઞાન આત્માનો અશુદ્ધઅર્થપર્યાય છે અને સિદ્ધ0કેવળજ્ઞાન આત્માનો શુદ્ધ પર્યાય છે. વળી, ભવસ્થકેવળજ્ઞાનને ઋજુસૂત્રનયથી જોવામાં આવે તો પ્રતિક્ષણ વ્યવસ્થકેવળજ્ઞાન પણ અન્ય અન્ય પરિણામરૂપે થાય છે તેથી ક્ષણવર્તી એવું ભવસ્થકેવળજ્ઞાન આત્માનો અશુદ્ધઅર્થપર્યાય છે; કેમ કે સિદ્ધ0કેવળજ્ઞાનની અપેક્ષાએ અલ્પકાળ રહેનારું ભવસ્થકેવળજ્ઞાન છે, તેને અલ્પકાળ રહેવાનું મુખ્ય કારણ કર્મવાળી અવસ્થા છે, તેથી તે ભવસ્થકેવળજ્ઞાનરૂપ પ્રતિક્ષણનો પર્યાય અશુદ્ધઅર્થપર્યાય કહેવાય છે.
આ પ્રકારનો અર્થ ગ્રંથકારશ્રીના દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસ ઉપર સ્વરચિત જે છૂટા બોલો છે તેમાં કહેલ “અર્થપર્યાય ઋજુસૂત્રાદેશથી છે અને તે ભવસ્થ તથા સિદ્ધસ્થરૂપ છે તેનાથી નક્કી થાય છે; કેમ કે ઋજુસૂત્રાદેશ ક્ષણપરિણતિને સ્વીકારનાર છે તેથી અર્થપર્યાય છે એમ નક્કી થાય છે ભવસ્થકેવળજ્ઞાન અલ્પકાળવર્તી છે તેથી અશુદ્ધઅર્થપર્યાય છે તેમ નક્કી થાય છે અને સિદ્ધસ્થકેવળજ્ઞાન દીર્ઘકાલીન છે તથા જીવના અત્યંતર પરિણામરૂપ છે તેથી શુદ્ધઅર્થપર્યાય છે એમ નક્કી થાય છે. II૧૪/પા.
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૭૬
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૪ | ગાથા-૬ અવતરણિકા :
ઈહાં વૃદ્ધવચન સમ્મતિ દેખાડઈ છૐ – અવતરણિતાર્થ -
અહીં વૃદ્ધવચનની સમ્મતિ દેખાડે છે – ભાવાર્થ :
ગાથા-રમાં વ્યંજનપર્યાયનું અને અર્થપર્યાયનું લક્ષણ બતાવ્યું. ત્યારપછી ગાથા-૩ અને ૪માં વ્યંજનપર્યાયના ચાર ભેદો બતાવ્યા તથા ગાથા-પમાં અર્થપર્યાયના બે ભેદો બતાવ્યા. હવે ગાથા-રમાં કહેલ વ્યંજનપર્યાયના અને અર્થપર્યાયના લક્ષણમાં વૃદ્ધવચનની સમ્મતિ જ્ઞાની પુરુષ એવા શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મ.સા.ની સમ્મતિ, બતાવે છે – ગાથા -
પુરુષશબ્દ જિમ પુરુષનઈ, વ્યંજનપર્યાય;
સતિગ્રંથિં અર્થથી, બાલાદિ કહાય. શ્રી જિન II૧૪/કા . ગાથાર્થ -
“સમ્મતિ' ગ્રંથમાં પુરુષ શબ્દ જેમ પુરુષનો વ્યંજનપર્યાય અને અર્થથી અર્થપર્યાયથી, બાલાદિ કહ્યા છે. I૧૪/કા રબો - - જિન-પુરુષશબ્દવાઓ, જે-જન્માદિ મરણકાલપર્યત એક અનુગત પર્યાય, તે પુરુષનો વ્યંજનપર્યાય, સમ્મતિગ્રંથઈ કહિ થઈ. તથા બાલ-તરુણાદિપર્યાય, તે-અર્થપર્યાય કહિયા. તિમ સર્વત્ર ફલાવી લેવું. ગત્ર થા –
'पुरिसम्मि पुरिससद्दो जम्माईमरणकालपज्जतो ।
તસ્ય ૩ વાતામા, પન્નવયેય વહુવિચપ્પા' 18.રૂરી I/૧૪/ ટબાર્થ -
જેમ પુરુષ' શબ્દ વાગ્ય=જે જન્મથી માંડીને મરણફાળપર્યત એક અનુગત પર્યાય, તે પુરુષનો વ્યંજલપર્યાય છે. એ પ્રમાણે “સમ્મતિ' ગ્રંથમાં કહ્યું છે. તથા બાલ-તરુણાદિ પર્યાય, તે અર્થપર્યાય કહ્યા છે. તેમ=જેમ પુરુષમાં વ્યંજનપર્યાય અને અર્થપર્યાય બતાવ્યા તેમ, સર્વત્ર=સર્વ દ્રવ્યોમાં, ફલાવી લેવું વ્યંજલપર્યાય અને અર્થપર્યાય યોજન કરવું.
ગન્નાથા=અહીં ગાથા છે=ભંજલપર્યાય અને અર્થપર્યાયના લક્ષણ બતાવતાર ‘સમ્મતિની ગાથા છે –
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૭૭
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૪/ ગાથા-૬-૭
પુર=પુરુષમાં, “પુરિસદ્દો = પુરુષ' શબ્દ, નમ્બારું રખાનપળંતોત્રજન્મથી માંડીને મરણકાળપયત છે. તસ ૩=વળી તેના=પુરુષના, વાત્રામાં પળેપેયા=બાલાદિ પર્યાયોના ભેદો, વહુવિIMા=બહુવિકલ્પવાળા છે–પ્રતિક્ષણને આશ્રયીને અનેક ભેદોવાળા છે. (સમ્મતિતર્ક પ્રકરણ, પ્રથમ કાંડ, ગાથા-૩૨) ૧૪/૬ ભાવાર્થ :
ગાથા-રમાં ઘટાદિ દ્રવ્યને આશ્રયીને વ્યંજનપર્યાય અને અર્થપર્યાય બતાવેલ. હવે “સમ્મતિ' ગ્રંથાનુસાર પુરુષ' શબ્દને આશ્રયીને વ્યંજનપર્યાય અને અર્થપર્યાય બતાવે છે. જે ગાથા-૨ અનુસાર જ છે છતાં જ્ઞાની એવા “સમ્મતિ'કારના વચનથી તેને દઢ કરવા અર્થે કહે છે –
“કોઈ પુરુષ જન્મે છે ત્યારથી માંડીને મરણ સુધી ‘પુરુષ” શબ્દવાચ્ય બને છે તેથી તે જીવને વ્યક્ત કરનાર એવો વ્યંજનપર્યાય પુરુષ-પુરુષ એ પ્રકારનો શબ્દ બને છે. તેથી તે શબ્દવાચ્ય એવો જીવનો જે પર્યાય ત્રણકાળમાં સ્પર્શનાર હોવાથી અર્થાત્ જન્મથી માંડીને મરણકાળ સુધી સ્પર્શનાર હોવાથી, પુરુષનો વ્યંજનપર્યાય કહેવાય છે એમ “સમ્મતિમાં કહ્યું છે.
“વળી, તે પુરુષમાં પ્રતિક્ષણ બાલાદિ પર્યાયો અનેક વિકલ્પવાળા છે તે અર્થપર્યાય છે, તેથી બાલાવસ્થામાં પણ પ્રતિક્ષણના પર્યાયોને અવલંબીને વર્તમાનક્ષણનો જે પર્યાય તેમાં વિદ્યમાન છે તે પર્યાયને આશ્રયીને તે અર્થપર્યાય કહેવાય છે. તેથી અર્થપર્યાયથી વર્તમાનક્ષણનો જ પર્યાય ભાવન થાય છે; કેમ કે વર્તમાનમાં તે અર્થ તે સ્વરૂપે વિદ્યમાન છે માટે અર્થપર્યાય છે.” એમ “સમ્મતિ'માં કહ્યું છે. ll૧૪/કા અવતરણિકા -
કેવલજ્ઞાનાદિક શુદ્ધગણવ્યંજનપથ જ હોઈ, તિહાં અર્થપર્યાય નથી.” એહવીકોઈક વિમાની શંકા ટાલઈ જઈ – અવતરણિકાર્ય :
“કેવળજ્ઞાનાદિ શુદ્ધગુણવ્યંજનપર્યાય જ છે, ત્યાં અર્થપર્યાય નથી” - એવી કોઈક દિગંબર આભાસની શંકાને ટાળે છે – ભાવાર્થ
ગ્રંથકારશ્રીએ દિગંબર મતાનુસાર વ્યંજનપર્યાયના અને અર્થપર્યાયના ભેદો બતાવ્યા અને તેના મતાનુસાર જ શૂદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય અને અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય બતાવ્યા, ત્યારપછી શુદ્ધ ગુણવ્યંજનપર્યાય અને અશુદ્ધગુણવંજનપર્યાય બતાવ્યા, ત્યારપછી દિગંબરોએ શુદ્ધ દ્રવ્યઅર્થપર્યાય અને અશુદ્ધ દ્રવ્યઅર્થપર્યાય બતાવ્યા, પરંતુ શુદ્ધગુણઅર્થપર્યાય કે અશુદ્ધગુણઅર્થપર્યાયનો વિભાગ ગ્રહણ કરેલ નથી. આથી ગ્રંથકારશ્રીએ પણ પૂર્વે ગાથા-૪માં જે શુદ્ધ ગુણવ્યંજનપર્યાય અને અશુદ્ધગુણવ્યંજનપર્યાય બતાવ્યા, ત્યાં શુદ્ધગુણઅર્થપર્યાય અને અશુદ્ધગુણઅર્થપર્યાય બતાવ્યા નથી.
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૭૮
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૪ | ગાથા-૭ વળી, દિગંબરો જે રીતે વ્યંજનપર્યાય અને અર્થપર્યાય કહે છે તે પોતાને સંમત છે તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રીએ ગાથા-૬માં “સમ્મતિ'ની સાક્ષી આપી.
હવે, જે રીતે દિગંબરો કેવળજ્ઞાનમાં શુદ્ધ ગુણવ્યંજનપર્યાય સ્વીકારે છે તે રીતે કેવળજ્ઞાનનો શુદ્ધગુણઅર્થપર્યાય સ્વીકારવો જોઈએ અને મતિજ્ઞાનાદિરૂપ અશુદ્ધગુણવ્યંજનપર્યાય સ્વીકારે છે તે રીતે મતિજ્ઞાનના પણ પ્રતિક્ષણના પર્યાયને આશ્રયીને અશુદ્ધગુણઅર્થપર્યાય સ્વીકારવો જોઈએ. તે બતાવવા અર્થે કહે છે –
ગાથા -
પગુણહાણી-વુષ્ટિથી, જિમ અગુરુલધુત્ત;
નવ નવ તિમ ખિણ ભેદથી, કેવલપણિ વૃત્ત. શ્રી જિન. ll૧૪/ના ગાથાર્થ :
પગુણહાનિવૃદ્ધિથી જેમ અગુરુલઘુપણું છે તેમ ક્ષણના ભેદથી નવું નવું કેવળજ્ઞાન પણ દેખાડ્યું છે. I૧૪/ના ટબો:
“પાપહાનિવૃદ્ધિનાપુરનયુવા સૂમાર્થપયાઃ” એ જિમ કહિઉં છઈ, તિમ ક્ષણભેદથી કેવલજ્ઞાનપર્યાય પણિ ભિન્ન ભિન્ન દેખાડ્યા છઈ. “ઢમસમયસનોવિત્યવત્તનાને અપઢAસમયસનોમવત્યવત્તનછે.” ચાવવાના ર્ત માર્ટિ-જુસૂત્રાદેશઈ શુદ્ધગુણના પણિ અર્થપર્યાય માનવા. ll૧૪/૭ ટબાર્ચ -
“પશુપનિવૃદ્ધિનક્ષ/મુમનયુપર્યાય સૂાર્થપર્યાયઃ”=“પગુણહાનિવૃદ્ધિલક્ષણ અગુરુલઘુપર્યાયોરૂપ સૂક્ષ્મ અર્થપર્યાયો” એ જેમ કહ્યા છે=કેવળીમાં કહ્યા છે, તેમ ક્ષણભેદથી કેવળજ્ઞાતપર્યાય પણ ભિન્ન ભિન્ન દેખાડ્યા છે; કેમ કે “પઢમસમયસનોમવત્થવનાને"=પ્રથમસમયના સયોગીનું ભવસ્થકેવળજ્ઞાન,
પઢમસમયસનોમવત્યવત્તના=અપ્રથમસમયના સયોગીનું ભવસ્થકેવળજ્ઞાન.” રૂત્યવિષના—ઈત્યાદિ વચન છે. તે માટે ઋજુસૂત્રઆદેશથીશુદ્ધગુણના પણ અર્થપર્યાય માનવા. ૧૪/છા ભાવાર્થ -
સિદ્ધ અવસ્થામાં પગુણની હાનિ-વૃદ્ધિરૂપ અગુરુલઘુઆત્મક સૂક્ષ્મ અર્થપર્યાયો કેવલીગમ્ય તરીકે શાસ્ત્ર સ્વીકાર્યા છે તેથી “દરેક સિદ્ધના આત્મામાં પ્રતિક્ષણ સૂક્ષ્મ અગરુલઘુપર્યાયોરૂપ શુદ્ધગુણઅર્થપર્યાય છે અને તે સતત છ સ્થાનથી હાનિ-વૃદ્ધિ પામી રહ્યા છે જેને શબ્દોથી બતાવી શકાતાં નથી, તે કેવળીગમ્ય છે” એમ શાસ્ત્રમાં કહ્યું છે.
Page #206
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૪ | ગાથા-૭-૮
ક્ષણના ભેદથી કેવળજ્ઞાનપર્યાય ભિન્ન ભિન્ન દેખાડ્યા છે તેથી ઋજુસૂત્રનયના આદેશથી શુદ્ધગુણના અર્થપર્યાય દિગંબરોએ માનવા જોઈએ. જેમ શુદ્ધગુણના વ્યંજનપર્યાય ગાથા-૪માં કહ્યું તેમ દિગંબર માને છે, તે રીતે શુદ્ધ ગુણના અર્થપર્યાય પણ દિગંબરે સ્વીકારવા જોઈએ. જો કે ગુણપર્યાય જ ગ્રંથકારશ્રીને સંમત નથી તેથી સ્વયં તેનું આગળ નિરાક૨ણ ક૨શે; છતાં “જે પ્રક્રિયા અનુસાર શુદ્ધગુણવ્યંજનપર્યાય કેવળજ્ઞાનાદિરૂપ દિગંબરો સ્વીકારે છે અને અશુદ્ધગુણવ્યંજનપર્યાય મતિજ્ઞાનાદિરૂપ દિગંબર સ્વીકારે છે તે રીતે પ્રતિક્ષણના કેવળજ્ઞાનને સ્વીકારીને શુદ્ધગુણના અર્થપર્યાય પણ દિગંબરોએ સ્વીકારવા જોઈએ” એમ ગ્રંથકારશ્રી કહે છે. આથી જ ભવસ્થકેવળજ્ઞાનના પ્રથમ સમયનું સયોગી ભવસ્થકેવળજ્ઞાન અને અપ્રથમ સમયનું સયોગી ભવસ્થકેવળજ્ઞાન એમ બે પ્રકારો શાસ્ત્રમાં સ્વીકારેલ છે, તેથી ક્ષણ-ક્ષણને આશ્રયીને પણ થતા અર્થપર્યાયનો દિગંબરોએ સ્વીકા૨ ક૨વો જોઈએ. II૧૪/૭॥
૧૭૯
અવતરણિકા :
ગાથા-૩ અને ૪માં શુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય અને અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય, શુદ્ધગુણવ્યંજનપર્યાય અને અશુદ્ધ ગુણવ્યંજનપર્યાય એ ચાર ભેદો જીવદ્રવ્યને આશ્રયીને બતાવેલા છે. હવે તે જ ચાર ભેદો પુદ્ગલદ્રવ્યને આશ્રયીને બતાવે છે -
ગાથા:
શુદ્ધ દ્રવ્ય વ્યંજન અણુ, પુદ્ગલ પર્યાય;
અશુદ્ધ ચણુકાદિક ગુણા, નિજગુણ પજ્જાય. શ્રી જિન॰ ll૧૪/૮॥
ગાથાર્થ ઃ
શુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય પુદ્ગલનો અણુ છે. ચણુકાદિ અશુદ્ધ=પુદ્ગલદ્રવ્યના અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય છે. ગુણા=પુદ્ગલના શુદ્ધગુણવ્યંજનપર્યાય અને અશુદ્ધગુણવ્યંજનપર્યાય, નિજગુણ પર્યાય છે=નિજ નિજ ગુણ આશ્રિત પર્યાય જાણવા=શુદ્ધ એવા પરમાણુને આશ્રિત ગુણ તે શુદ્ધગુણવ્યંજનપર્યાય જાણવા અને અશુદ્ધ એવા ચણુકાદિને આશ્રિત ગુણ તે અશુદ્ધગુણવ્યંજનપર્યાય જાણવા. ૧૪/૮
ટબો ઃ
પુદ્ગલદ્રવ્યનો શુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય, અણુ ક૦ પરમાણુઓ જાણવો. તે પરમાણુનો કહિઈં નાશ નથી તે ભણી. ચણકાદિક દ્રવ્ય તે-પુદ્ગલદ્રવ્યના અશુદ્વવ્યંજનપર્યાય. સંયોગજનિત છઈ તે માર્ટિ. ઈમ-ગુણા કહતાં-પુદ્ગલદ્રવ્યના શુદ્ધગુણવ્યંજનપર્યાય, અશુદ્ધગુણવ્યંજનપર્યાય, તે-નિજ નિજ ગુણાશ્રિત જાણવા. પરમાણુનો ગુણ તેશુદ્ધગુણવ્યંજનપર્યાય, દ્વિપ્રદેશાદિકનો ગુણ તે-અશુદ્ધગુણવ્યંજનપર્યાય કહિઈં. ||૧૪/૮૫
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૮૦
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૪ ગાથા ૮
ટબાર્થ ઃ
પુદ્ગલદ્રવ્યનો શુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય, અણુ કહેતાં પરમાણુ જાણવો. તે પરમાણુનો ક્યારેય નાશ થતો નથી તે કારણે (શુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય છે.) ત્યણુકાદિક દ્રવ્ય તે પુદ્ગલદ્રવ્યના અશુદ્ધવ્યંજનપર્યાય છે, સંયોગથી થયેલા છે તે માટે (અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય છે, એમ અન્વય છે; કેમ કે નાશ પામે છે.)
એમ=શુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય અને અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય બતાવ્યા એમ, ગુણા કહેતાં પુદ્ગલદ્રવ્યના શુદ્ધગુણવ્યંજનપર્યાય અને અશુદ્ધગુણવ્યંજનપર્યાય તે નિજ નિજ ગુણ આશ્રિત જાણવા. નિજ નિજ ગુણ આશ્રિત કહેવાથી શું પ્રાપ્ત થાય છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે –
પરમાણુનો ગુણ તે શુદ્ધગુણવ્યંજનપર્યાય અને બે પ્રદેશાદિક સ્કંધોનો ગુણ તે અશુદ્ધગુણવ્યંજનપર્યાય કહેવાય. ।।૧૪/૮૦
ભાવાર્થ:
દિગંબર પ્રક્રિયા અનુસાર પ્રસ્તુત ગાથામાં પુદ્ગલદ્રવ્યને આશ્રયીને (૧) શુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય, (૨) અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય, (૩) શુદ્ધગુણવ્યંજનપર્યાય અને (૪) અશુદ્ધગુણવ્યંજનપર્યાય - એમ ચાર ભેદો બતાવેલ છે.
(૧) શુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય :- ૫૨માણુ ક્યારેય નાશ પામતો નથી તેથી પરમાણુ શુદ્ધ દ્રવ્ય છે; કેમ કે ‘જે ધ્રુવ હોય તે દ્રવ્ય કહેવાય’ એ પ્રકારનું દ્રવ્યનું લક્ષણ ૫૨માણુમાં સંગત છે માટે પરમાણુ શુદ્ધ દ્રવ્ય છે. પરમાણુમાં અણુભાવ ત્રિકાળવર્તી છે, તેથી તેને વ્યંજન કરનાર પર્યાય છે. જેમ પુરુષરૂપ જીવમાં ‘પુરુષ' શબ્દવાચ્ય પર્યાય ત્રણ કાળને સ્પર્શનાર છે માટે પુરુષ વ્યંજનપર્યાય છે તેમ પરમાણુમાં ‘અણુ’ શબ્દવાચ્ય પર્યાય ત્રિકાળવર્તી છે માટે પુદ્ગલદ્રવ્યનો શુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય ‘અણુ’ જાણવો.
(૨) અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય :- વળી, હ્રચણુકાદિ સંયોગ પામે છે અને વિયોગ થાય છે તેથી સદા રહેનારા ભાવો નથી, તોપણ દ્રચણુકાદિ પર્યાય પુદ્ગલમાં ઘણો કાળ પ્રાપ્ત થાય છે, તેથી પુરુષની જેમ ત્રિકાળવર્તી છે, અને ચણુકાદિ ભાવો નાશ પામનાર હોવાથી અશુદ્ધ દ્રવ્ય છે, તેથી પુદ્ગલદ્રવ્યનો અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય ‘દ્વચણુકાદિ’ છે.
(૩) શુદ્ધગુણવ્યંજનપર્યાય :- ૫૨માણુ શુદ્ધ દ્રવ્ય છે; કેમ કે નાશ પામતો નથી તેથી પરમાણુમાં વર્તતો ગુણ અર્થાત્ રૂપ, ૨સાદિ ગુણો તે પુદ્ગલદ્રવ્યના શુદ્ધગુણવ્યંજનપર્યાય છે.
(૪) અશુદ્ધગુણવ્યંજનપર્યાય :- દ્વિપ્રદેશાદિ સ્કંધો અશુદ્ધ છે તેથી તેમના રૂપ, રસાદિ ગુણો તે અશુદ્ધગુણવ્યંજનપર્યાય છે; કેમ કે તે ગુણો પણ ત્રણ કાળમાં પ્રાપ્ત થાય છે માટે વ્યંજન છે, રૂપાદિ ગુણો છે માટે ગુણવ્યંજનપર્યાય છે અને હચણુકાદિ અશુદ્ધ છે માટે અશુદ્ધગુણવ્યંજનપર્યાય છે. II૧૪/૮ના
Page #208
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૪ | ગાથા-૯
૧૮૧
અવતરણિકા :
દિગંબરો ધમસ્તિકાયાદિ દ્રવ્યોમાં શુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય માને છે; પરંતુ અર્થપર્યાય માનતા નથી તે ઉચિત નથી, તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – ગાથા :
સૂક્ષ્મ અર્થ પર્યાય તે, ધર્માદિક એમ;
નિજારપ્રત્યયથી લહો, છાંડી હઠ પ્રેમ. શ્રી જિન- II૧૪/લા ગાથાર્થ :
એમ=ધર્માસ્તિકાયાદિષ્મા શુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય માને છો એમ, ધર્માદિના તે સૂક્ષ્મ અર્થપર્યાય હઠનો પ્રેમ છાંડી, નિજારપ્રત્યયથી લહો. II૧૪/૯TI. ટબો:
ધર્માસ્તિકાયાદિકના શુદ્ધદ્રવ્યભંજનપર્યાય જ છઈ એહર્તા જે હઠ કરશું કહ્યું, તેહનઈ કહિઈં જે- સૂત્રાદેશઈ કરી-ક્ષણપરિણતિરૂપ અર્થપર્યાય પણિ કેવલજ્ઞાનાદિકની પરિ હઠ છાંડીનઈં તિહાં કિમ નથી માનતા? If૧૪/૯// ટબાર્થ :
“ધમસ્તિકાયાદિકના શુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય જ છે” એવો જે હેકરે છે=એવો દિગંબરો જે હઠ કરે છે, તેને ગ્રંથકારશ્રી કહે છે –
ઋજુસૂત્રના આદેશથી=ઋજુસૂત્રનયની દષ્ટિએ કરી, ક્ષણપરિણતિરૂપ અર્થપર્યાય પણ કેવળજ્ઞાનાદિની જેમ, હઠ છાંડીને, ત્યાં ધર્માસ્તિકાયાદિમાં, કેમ નથી માનતા? અર્થાત્ ધર્માસ્તિકાયાદિમાં અર્થપર્યાય પણ માનવો જોઈએ. I૧૪/૯ ભાવાર્થ :
દિગંબરો કેવળજ્ઞાનમાં શુદ્ધ ગુણઅર્થપર્યાય નથી પરંતુ શુદ્ધગુણવ્યંજનપર્યાય જ છે એમ માને છે; કેમ કે કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી ક્યારેય નાશ પામતું નથી. તેને ગ્રંથકારશ્રીએ ગાથા-૭માં યુક્તિથી બતાવ્યું કે, કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી સદા રહે છે એ અપેક્ષાએ કેવળજ્ઞાનમાં શુદ્ધગુણવ્યંજનપર્યાય છે, તોપણ ઋજુસૂત્રનયની દૃષ્ટિથી કેવળજ્ઞાનના પણ પ્રતિક્ષણના પર્યાયને આશ્રયીને શુદ્ધ અર્થપર્યાય માનવો જોઈએ. હવે ગાથા-૯માં ગ્રંથકારશ્રી કહે છે કે જેમ ગાથા-૭માં બતાવ્યા મુજબ કેવળજ્ઞાનના શુદ્ધ અર્થગુણપર્યાય દિગંબરોએ માનવા જોઈએ તેમ ધર્માસ્તિકાયાદિના પણ શુદ્ધ દ્રવ્યઅર્થપર્યાય માનવા જોઈએ.
વાસ્તવિક રીતે દિગંબરો ધર્માસ્તિકાયનો ગતિસહાયક ધર્મ જોઈને કહે છે કે “ધર્માસ્તિકાયમાં ત્રિકાળવર્તી ગતિસહાયક પર્યાય છે તે વ્યંજનપર્યાય છે.” ધર્માસ્તિકાયનો ગુણ પુલની જેમ પરસ્પર મિશ્ર થતો નથી
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૮૨
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૪ | ગાથા-૯-૧૦ કે જીવ અને પુદ્ગલની જેમ પરસ્પર મિશ્ર થતો નથી તેથી તે શુદ્ધ દ્રવ્ય છે. શુદ્ધ દ્રવ્ય એવા ધર્માસ્તિકાયનો ગતિસહાયક ગુણ ત્રિકાળવર્તી હોવાથી તે વ્યંજનપર્યાય છે તેમ દિગંબરો માને છે, પરંતુ શુદ્ધ દ્રવ્યરૂપ ધર્માસ્તિકાયાદિના અર્થપર્યાયને સ્વીકારતા નથી; કેમ કે પુરુષમાં પ્રતિક્ષણ પરિવર્તન પામતા બાલાદિ ભાવારૂપ જે અર્થપર્યાયો દેખાય છે તેવા અર્થપર્યાય ધર્માસ્તિકાયમાં દિગંબરોને દેખાતા નથી. તેથી જેમ કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી તેને નિત્ય સ્વીકારીને કેવળજ્ઞાનમાં શુદ્ધગુણઅર્થપર્યાય સ્વીકારતા નથી તેમ ધર્માસ્તિકાયમાં પણ પ્રતિક્ષણ થનારો પરિણામ નહીં દેખાવાથી શુદ્ધદ્રવ્યઅર્થપર્યાયને માનતા નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે –
આ પ્રકારની હઠનો ત્યાગ કરીને ઋજુસૂત્રનયની દૃષ્ટિથી ધર્માસ્તિકાયાદિ દ્રવ્યમાં પણ પ્રતિક્ષણની પરિણતિરૂપ શુદ્ધદ્રવ્યઅર્થપર્યાય દિગંબરોએ સ્વીકારવા જોઈએ. ll૧૪/લા અવતરણિકા -
ર્ત ધર્માસ્તિકાથાદિકમાંહિ અપેક્ષાઈ અશુદ્ધપર્યાય પણિ હોઈ, નહીં તો પરમાણુપર્વતવિશ્રામ પુદ્ગલદ્રવ્યઈ પણિ ન હઈ”, એહવઈ અભિપ્રાથઈં કહઈ છઈ – અવતરણિયાર્થ:
‘તે ધમસ્તિકાયાદિમાં અપેક્ષાએ અશુદ્ધપર્યાય પણ છે અર્થાત્ જે ધર્માસ્તિકાયાદિમાં શુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય અને શુદ્ધ દ્રવ્યઅર્થપર્યાય છે એમ ગાથા-૯માં કહ્યું તેમ ધર્માસ્તિકાયાદિમાં અપેક્ષાએ અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય પણ છે, નહીં તો ધમસ્તિકાયાદિમાં અશુદ્ધપર્યાય માનવામાં ન આવે તો, પરમાણુપર્યત વિશ્રામ પામનાર પુદ્ગલ દ્રવ્યમાં પણ ત થાય=અશુદ્ધપર્યાય ન થાય', એવા પ્રકારના અભિપ્રાયથી કહે છે – ભાવાર્થ
દિગંબરો જીવ અને પુદ્ગલ બેયમાં અશુદ્ધ પર્યાય સ્વીકારે છે; કેમ કે જીવ જ્યારે કર્મ-પગલાદિની સાથે એકમેક થાય છે ત્યારે અશુદ્ધપર્યાયની પ્રાપ્તિ થાય છે અને પરમાણુમાંથી જ્યારે સ્કંધ બને છે ત્યારે એકમેક થયેલા સ્કંધોમાં અશુદ્ધપર્યાયની પ્રાપ્તિ થાય છે; પરંતુ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એક જ ક્ષેત્રમાં રહેલા હોવા છતાં તેમનો મિશ્રભાવ થતો નથી, જેમ સિદ્ધશિલા પર રહેલા સિદ્ધના જીવોનો તે ક્ષેત્રમાં રહેલાં કર્મો સાથે મિશ્રભાવ થતો નથી. માટે દિગંબરો ધર્માસ્તિકાયાદિ ત્રણ દ્રવ્યોના અશુદ્ધપર્યાય સ્વીકારતા નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે –
“ધર્માસ્તિકાયાદિમાં અપેક્ષાએ અશુદ્ધપર્યાય પણ સ્વીકારવો જોઈએ અને જો ધર્માસ્તિકાયાદિમાં અશુદ્ધપર્યાય દિગંબરો ન સ્વીકારે તો પરમાણુપર્યત વિશ્રામ પામનારા પુદ્ગલદ્રવ્યમાં પણ અશુદ્ધપર્યાય નથી એમ માનવું જોઈએ.’ આ પ્રકારના અભિપ્રાયથી ગાથામાં કહે છે –
Page #210
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૪ | ગાથા-૧૦
૧૮૩
ગાથા :
જિમ આકૃતિ ધર્માદિની, વ્યંજન જઈ શુદ્ધ;
લોક દ્રવ્ય સંયોગથી, સિમ જાણિ અશુદ્ધ. શ્રી જિન II૧૪/૧ના ગાથાર્થ :
જિમ ધર્માસ્તિકાયાદિની આકૃતિ શુદ્ધભંજન છે શુદ્ધ દ્રવ્યનો વ્યંજનપર્યાય છે, તેમ=જેમ શુદ્ધદ્રવ્યભંજનપર્યાય માવ્યો તેમ, લોકદ્રવ્યના સંયોગથી=લોકદ્રવ્યવર્તી અન્ય દ્રવ્યોના સંયોગથી, અશુદ્ધ જાણીએ અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય જાણવો. ll૧૪/૧oll ટબો :
જિમ ધર્માસ્તિકાયાદિકની આકૃતિ લોકાકાશમાન સંસ્થાનસ્તા(તથા) શુદ્ધદ્રવ્યભંજનપર્યાય કહિઈ, પરનિરપેક્ષપણા માટઈ, તિમ-લોકવર્તિ દ્રવ્ય સંગરૂપ અશુદ્ધદ્રવ્યવ્યંજનપથ પણિ તેહનો પરાપેક્ષપણઈ કહતાં અનેકાંત વિરોધ નથી. II૧૪/૧૦થી ટબાર્થ -
જેમ ધમસ્તિકાયાદિકની આકૃતિ લોકાકાશપ્રમાણ સંસ્થાનતયા=સંસ્થાનપણાથી, શુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય કહેવાય.
કેમ શુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય કહેવાય ? તેથી કહે છે –
પરનિરપેક્ષપણું છે માટે (શુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય કહેવાય.) તેમ લોકવર્તી દ્રવ્યના સંયોગરૂપ=અન્ય દ્રવ્યના સંયોગરૂપ, અશુદ્ધવ્યવ્યંજનપર્યાય પણ તેનો=ધર્માસ્તિકાયાદિનો, પરની અપેક્ષાપણાથી કહેતાં અનેકાંતનો વિરોધ નથી. II૧૪/૧૦|| ભાવાર્થ :
દ્રવ્યનો જે ત્રણ કાળને સ્પર્શનારો પર્યાય છે તે વ્યંજનપર્યાય છે તે નિયમ અનુસાર ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોની આકૃતિ જે લોકાકાશપ્રમાણ સંસ્થાનવાળી છે, તે સદા તે સ્વરૂપે જ રહે છે. તેથી ધર્માસ્તિકાયાદિ શુદ્ધદ્રવ્યનું લોકાકાશપ્રમાણવાળું જે સંસ્થાન છે તે શુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય છે, કેમ કે શુદ્ધદ્રવ્ય એવા ધર્માસ્તિકાયાદિને વ્યક્ત કરનાર એવો પર્યાય તેની આકૃતિ છે.
ધર્માસ્તિકાયાદિની આકૃતિ શુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય કેમ છે ? તેથી કહે છે –
બીજા દ્રવ્યની અપેક્ષાએ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યની આકૃતિ નથી, તેથી પરનિરપેક્ષપણું હોવાથી ધર્માસ્તિકાયાદિની આકૃતિ શુદ્ધદ્રવ્યનો વ્યંજનપર્યાય છે.
વળી, ધર્માસ્તિકાયાદિ દ્રવ્યને લોકવર્તી અન્ય દ્રવ્યોનો સંયોગ છે અને તે સંયોગરૂપ અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય પણ સ્વીકારવો જોઈએ; કેમ કે બીજા દ્રવ્યની અપેક્ષાએ ધર્માસ્તિકાયાદિને તેવી અવસ્થાની પ્રાપ્તિ થાય છે.
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૮૪
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ / ઢાળ-૧૪ / ગાથા-૧૦-૧૧ જેમ જીવદ્રવ્યને શરીરદ્રવ્યની અપેક્ષાએ મનુષ્યપર્યાયની પ્રાપ્તિ થાય છે જે અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય છે, તેમ ધર્માસ્તિકાયાદિને પણ લોકમાં વર્તતાં અન્ય દ્રવ્યોનો સંયોગ છે તે અપેક્ષાએ અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય સ્વીકારવામાં અનેકાંતનો વિરોધ નથી; કેમ કે અનેકાંતવાદ વસ્તુને યથાર્થ જોવા માટે પ્રવૃત્ત છે અને પદાર્થને યથાર્થ જોવાથી જે પ્રકારે અનુભવ અનુસાર પદાર્થ દેખાય છે તે પ્રકારે અનેકાંતવાદ તેનો સ્વીકાર કરે છે. આથી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ઉત્તર ઉત્તરના સમ્યગ્દર્શનની પ્રાપ્તિનું કારણ હોવાથી મોક્ષમાર્ગની પ્રાપ્તિનું કારણ હોવા છતાં કોઈક જીવને પ્રાપ્ત થયેલા સમ્યગ્દર્શન આદિ જ ઉત્તરમાં પ્રમાદનું કારણ બને તો સંસારનું કારણ પણ બને છે એમ સ્યાદ્વાદી સ્વીકારે છે; કેમ કે સમ્યજ્ઞાન પણ અહંકારની ઉત્પત્તિ દ્વારા સંસારનું કારણ બને છે તેમ અનુભવ અનુસાર સ્યાદ્વાદી સ્વીકારે છે. આ રીતે જીવનો કર્મની સાથે જેવો સંયોગ છે તેવો વિશેષ સંયોગ નહીં હોવા છતાં ધર્માસ્તિકાયાદિના ક્ષેત્રમાં જ રહેલાં અન્ય દ્રવ્યોની સાથે તે ક્ષેત્રની અવગાહનારૂપ સંબંધ ધર્માસ્તિકાયાદિનો છે તે દૃષ્ટિથી પરના સંયોગને ગ્રહણ કરીને ધર્માસ્તિકાયાદિનો અશુદ્ધદ્રવ્યભંજનપર્યાય સ્વીકારવામાં કોઈ દોષ નથી. II૧૪/૧ના અવતરણિકા -
આકૃતિ તે પર્યાય હુસ્થઈ, સંયોગ પર્યાય નહીં હોઈ, એવી આશંકા ટાલઈ છઈ – અવતરણિકાર્ય :
આકૃતિ તે પયય થઈ શકે, સંયોગ પર્યાય થાય નહીં એવી આશંકા ટાળે છે – ભાવાર્થ :
ગાથા-૧૦માં કહેલ કે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યને લોકવર્તી દ્રવ્યના સંયોગરૂપ અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય પણ સ્વીકારવામાં અનેકાંતનો વિરોધ નથી. ત્યાં કોઈકને શંકા થાય કે, “ધર્માસ્તિકાયાદિની આકૃતિ તે ધર્માસ્તિકાયાદિનો પર્યાય થઈ શકે; પરંતુ ધર્માસ્તિકાયાદિ સાથે અન્ય દ્રવ્યનો સંયોગ થાય છે તે સંયોગ તે ધર્માસ્તિકાયાદિનો પર્યાય થઈ શકે નહીં, માટે અન્ય દ્રવ્યનો સંયોગ અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય છે એમ કહેવું ઉચિત નથી.' આ પ્રકારની આશંકા ટાળે છે –
ગાથા :
સંયોગઈ આકૃતિ પરિ, પwય કહવાય;
ઉત્તરધ્યયનઈ ભાષિ, લક્ષણ પજાય. શ્રી જિનI/૧૪/૧૧ાા ગાથાર્થ:
આકૃતિની જેમ સંયોગ પર્યાય કહેવાય. “ઉત્તરાધ્યયનસૂત્રમાં પર્યાયનાં લક્ષણ પર્યાયના લક્ષણરૂપે સંયોગ, ભાખ્યાં છે કહ્યાં છે. ll૧૪/૧૧||
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૮૫
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨/ ઢાળ-૧૪| ગાથા-૧૧-૧૨ ટબો:
સંયોગ પણિ આકૃતિની પરિ પર્યાય કહેવાઈ છઈ, જે માર્ટિ-પર્યાયનાં લક્ષણભેદરૂપ ઉતરાધ્યયનઈ એ રીતિ કહિયાં છઈ. ll૧૪/૧૧// ટબાર્થ :
સંયોગ પણ આકૃતિની જેમ પર્યાય કહેવાય છે. કેમ સંયોગ પણ આકૃતિની જેમ પર્યાય કહેવાય છે? તેથી કહે છે –
જે માટે પર્યાયનાં ભેદરૂપે લક્ષણ ‘ઉત્તરાધ્યયનમાં એ રીતે કહ્યાં છે=જે રીતે આકૃતિને પર્યાય કહ્યા છે, એ રીતે સંયોગને પણ પર્યાય કહ્યા છે. II૧૪/૧૧II ભાવાર્થ :
વસ્તુને દ્રવ્ય અને પર્યાયસ્વરૂપ સ્યાદ્વાદ સ્વીકારે છે તેથી ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય છે અને તેની આકૃતિ એ તેનો પર્યાય છે, પ્રતિક્ષણ તેમાં થતાં પરિવર્તનો પણ પર્યાય છે અને અન્યનો સંયોગ પણ તેનો પર્યાય છે; કેમ કે પર્યાયથી જ વસ્તુ અન્ય કરતાં જુદી જણાય છે. જેમ આત્મા પોતાના જ્ઞાનગુણને કારણે જડ કરતાં જુદો જણાય છે તેથી જ્ઞાનગુણ એ જીવનો પર્યાય છે અને જીવદ્રવ્ય છે, તેમ ધર્માસ્તિકાય આદિ દ્રવ્ય પણ તેની આકૃતિથી જણાય છે તેથી તે આકૃતિ તેનો પર્યાય છે અને અન્યના સંયોગસ્વરૂપે પણ ધર્માસ્તિકાયાદિ જણાય છે, માટે અન્યનો સંયોગ પણ તેનો પર્યાય છે. ll૧૪/૧૧ાા અવતરણિકા :
‘ઉત્તરાધ્યયનમાં કહેલા પર્યાયના લક્ષણને બતાવે છે –
ગાથા -
એકત પૃથક્ત તિમ વલી, સંખ્યા સંકાણિ;
વલિ સંયોગ વિભાગ એ, મનમાં તૂ આણિ. II૧૪/૧શા શ્રી જિન ગાથાર્થ -
એકત્વ, પૃથક્વ વળી તેમ સંખ્યા, સંસ્થાન, વળી સંયોગ, વિભાગ એ=પર્યાયનું લક્ષણ છે એ, મનમાં તું આણ. II૧૪/૧ણા રબો -
તેહ જ વર્ણવીને કહે છે – उत्तराध्ययन गाथाएगत्तं च पुहत्तं च, संखा संठाणमेव य । સંનો ય વિમા ય, પન્નવા તુ નg III (૩ત્તરાધ્યયન, મ.-૨૮, સૂટ-૨૩)
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૮૬
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨/ ઢાળ-૧૪ / ગાથા-૧૨ ‘એગત', એ ગાથાર્થનું મનમાંહે આણિ, અર્થરૂપે કરીને ધાર, જિમ મન સંદેહ દૂરિ ટલે. I/૧૪/૧ ટબાર્થ -
તે જ વર્ણવીને કહે છે=ગાથામાં કહ્યું તે જ વર્ણવીને કહે છે='ઉત્તરાધ્યયનની સાક્ષીથી કહે છે. ‘ઉત્તરાધ્યયનની ગાથા –
ત્તિ ઘ=એકત્વ, પુદત્ત ઘ=પૃથક્વ, સં સંતાળમેવ =સંખ્યા અને સંસ્થાન, સંનો જ વિમા IT =સંયોગ અને વિભાગ, પન્નવાને તુ નવquizવળી, પર્યાયોનું લક્ષણ છે. (ઉત્તરાધ્યયન, અ.-૨૮, સૂત્ર-૧૩)
એકત્વ' એ ગાથાર્થનું ગાથાનો અર્થ, મનમાંહે આણિ=અર્થરૂપે કરીને મનમાં, ધારો. જેમ મનસંદેહ દૂર ટળે=સંયોગ એ પર્યાયનું લક્ષણ છે એમ સ્વીકારવામાં મનનો સંદેહ દૂર ટળે. ll૧૪/૧૨ાા ભાવાર્થ
કેટલાક દર્શનકારો વસ્તુની આકૃતિને પર્યાય સ્વીકારે છે; પરંતુ અન્ય દ્રવ્યોની સાથે એક ક્ષેત્રમાં અવગાહનરૂપ સંયોગને અથવા અવ્યવધાનથી ઉત્તરમાં રહેવાસ્વરૂપ સંયોગને વસ્તુનો પર્યાય સ્વીકારતા નથી. તેઓના મતાનુસાર ધર્માસ્તિકાયાદિની આકૃતિ શુદ્ધદ્રવ્યભંજનપર્યાય થઈ શકે; પરંતુ લોકવર્તી અન્ય દ્રવ્યના સંયોગરૂપ અશુદ્ધદ્રવ્યભંજનપર્યાય થઈ શકે નહીં. તે માન્યતાનું નિરાકરણ કરવા અર્થે ગ્રંથકારશ્રી ઉત્તરાધ્યયનની સાક્ષી આપીને કહે છે કે “પદાર્થમાં રહેલું એકત્વ પણ પદાર્થનો પર્યાય છે, પદાર્થમાં રહેલું અન્ય દ્રવ્યથી પૃથફપણું પણ પર્યાય છે, પદાર્થમાં વર્તતી એકત્વ સંખ્યા પણ પદાર્થનો પર્યાય છે અને અપેક્ષાબુદ્ધિથી જન્ય બે આદિ સંખ્યા પણ પદાર્થનો પર્યાય છે, જેમ “આ એક છે” અને “આ એક છે માટે આ બે છે' એવી જે બુદ્ધિ થાય છે ત્યારે તે બંને પદાર્થોમાં ધિત્વધર્મ અપેક્ષાબુદ્ધિથી જન્ય છે, તે પણ પદાર્થનો પર્યાય છે. આ રીતે દ્વિત્વ આદિ સંખ્યા પણ પદાર્થના પર્યાય છે. વળી, પુદ્ગલમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ – એ જેમ પર્યાયો છે તેમ રૂપાદિ ચાર ભાવોની સંખ્યાની પ્રતીતિ થાય છે તે સંખ્યા પણ પદાર્થનો પર્યાય છે, તેથી જે વસ્તુમાં જેટલા ધર્મો ભાવરૂપે વર્તતા હોય તેની વાચક સંખ્યા પણ પદાર્થનો પર્યાય કહેવાય છે. વળી, પદાર્થોની પ્રતિનિયત આકૃતિ એ પણ પદાર્થનો પર્યાય છે. આથી જ ધર્માસ્તિકાયાદિની આકૃતિ એ ધર્માસ્તિકાયાદિનો પર્યાય છે. વળી, અન્ય પદાર્થનો એક ક્ષેત્રમાં અવગાહનરૂપ સંયોગ એ પણ સંયોગવાળી બંને વસ્તુનો પર્યાય છે. વળી, કોઈ પુદ્ગલ કોઈ અન્ય પુદ્ગલ સાથે અવ્યવધાનથી રહેતું હોય પરંતુ એક ક્ષેત્રમાં ન રહેલું હોય તોપણ “આ બે પુગલોનો સંયોગ છે' - એ પ્રકારની પ્રતીતિ પણ પ્રામાણિક હોવાથી તે બે પુદ્ગલોના પર્યાયો છે. વળી, ધનાદિનો સંયોગ સાક્ષાત્ સ્પર્શાત્મક ન હોય તોપણ પ્રામાણિક વ્યવહારથી પ્રતીત થાય છે. માટે જેનું ધન હોય તે ધનના સંયોગની અને પાછળથી તેનો વિભાગ થાય ત્યારે તેના વિભાગની પ્રતીતિ થાય છે તે વિભાગ પણ જે વસ્તુઓનો વિભાગ થયો છે તે સર્વ વસ્તુઓનો પર્યાય છે. આથી જ સિદ્ધના જીવોનો સર્વ કર્મોથી વિભાગ થાય છે ત્યારે તે પૂર્વનાં કર્મોનો | વિભાગ પણ તેઓનો પર્યાય છે. તે જ રીતે જે જે જીવોનાં જે જે કર્મો ઉદયમાં આવીને જીવથી પૃથક થાય
Page #214
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૪/ ગાથા-૧૨-૧૩
૧૮૭ છે તે કર્મોનો વિભાગ પણ તે જીવનો અને કર્મનો પર્યાય છે.
આ સર્વ અર્થાત્ એકતાદિ સર્વ, પર્યાયોનું લક્ષણ છે એમ મનમાં લાવવું જોઈએ, જેથી મનમાં સંદેહ ટળે. II૧૪/૧ણા અવતરણિકા -
ગાથા-૧૦માં સંયોગને અશુદ્ધવ્યવ્યંજનપર્યાય કહેલ. ત્યાં કોઈકને શંકા થાય છે પરના સંયોગથી થનારો પર્યાય ઉપચારથી થઈ શકે; પરંતુ અશુદ્ધદ્રવ્યથંજલપર્યાય થઈ શકે નહીં. તેના નિરાકરણ માટે કહે છે –
ગાથા :
ઉપચારી ન અશુદ્ધ તે, જો પરસંયોગ;
અસદ્ભૂત મનુજાદિકા, તો ન અશુદ્ધ જોગ. શ્રી જિન. ll૧૪/૧૩ ગાથાર્થ -
જો પરસંયોગ ઉપચારી ઉપચારથી પર્યાય છે, (તેથી) તે અશુદ્ધ પર્યાય નથી તો, અસભૂત એવો મનુષ્ય આદિ પર્યાય જીવદ્રવ્યનો મનુષ્ય આદિ પર્યાય, અશુદ્ધનો યોગ ન કહેવાય જેવદ્રવ્યનો મનુષ્યાદિ અશુદ્ધ પર્યાય ન કહેવાય. II૧૪/૧૩ રબો :
હવઈ, જો ઈમ કહસ્યો જે-“ધર્માસ્તિકાયાદિકને પરદ્વવ્યસંયોગ છઈ, તે-ઉપચરિત પર્યાય કહિઈં, પણિ અશુદ્ધપર્યાય ન કહિઈ, દ્રવ્યાવ્યથા– હેતુનર્દી વિષઈં જ અશુદ્ધત્વ વ્યવહાર કઈ”તે વતી, તો મનુજદિપર્યાય પણિ અશુદ્ધ ન કહો, અસદ્દભૂત વ્યવહારનયગ્રાહ્ય માટઈં અસદભૂત કહ પણિ અશુદ્ધ ન કહ એ પરમાર્થ. ll૧૪/૧૩માં બાર્થ :
હવે જો એમ કહેશો દિગંબર મતવાળા એમ કહે, જે–ધમસ્તિકાયાદિને પરદ્રવ્યનો સંયોગ છે તે=પદ્રવ્યનો સંયોગ, ઉપચરિત પર્યાય કહેવાય, પરંતુ અશુદ્ધ પર્યાય ન કહેવાય ધર્માસ્તિકાયાદિને અશુદ્ધ પર્યાય ન કહેવાય.
કેમ અશુદ્ધ પર્યાય ન કહેવાય ? તેમાં મુક્તિ આપે છે –
દ્રવ્યના અન્યથાપણાના હેતુના વિષયમાં જકજીવદ્રવ્ય કર્મ સાથે સંયોગ પામે છે ત્યારે જે રીતે નર-નારકાદિ ભાવોને પામે છે તે પ્રકારના અન્યથાપણાના હેતુના વિષયમાં જ, અશુદ્ધત્વનો વ્યવહાર છે – તે વતી-તેથી (ધર્માસ્તિકાયાદિનો પરદ્રવ્ય સાથેનો સંયોગ અશુદ્ધ પર્યાય ન કહેવાય, એમ અવય છે.)
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૮૮
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૪| ગાથા-૧૩ તો=આ પ્રમાણે કોઈ શંકા કરે તો, ગ્રંથકારશ્રી કહે છે –
મનુષ્યાદિ પર્યાય પણ અશુદ્ધ ન કહેવો જોઈએ=જીવદ્રવ્યના મનુષ્યાદિ પર્યાયો પણ અશુદ્ધ ન કહેવા જોઈએ (અ) મનુષ્યાદિ જેવદ્રવ્યના અશુદ્ધ પર્યાય છે એમ દિગંબરોને પણ સંમત છે માટે ધર્માસ્તિકાયાદિના પરદ્રવ્ય સાથેના સંયોગને પણ દિગંબરોએ અશુદ્ધ પર્યાય સ્વીકારવા જોઈએ.
અહીં પ્રશ્ન થાય કે, મનુષ્યાદિ પર્યાયો તો અન્યથાપણાના હેતુ છે તેથી અશુદ્ધ પર્યાય સ્વીકારી શકાશે. તેના નિરાકરણ માટે ગાથામાં મનુષ્યાદિના વિશેષણરૂપે “અસદ્ભૂત' મૂકેલ છે, તેનું તાત્પર્ય ટબામાં સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
અસદ્ભુત વ્યવહારનયથી ગ્રાહ્ય છે=મનુષ્યાદિ પર્યાયો અસદ્દભૂત વ્યવહારનયથી ગ્રાહ્ય છે. માટે અસદ્દભૂત કહો પણ અશુદ્ધ ન કહો=મનુષ્યાદિ પર્યાયને અસદ્દભૂત કહી શકાય પણ અશુદ્ધ ન કહી શકાય, એ પરમાર્થ છે. I૧૪/૧૩મા ભાવાર્થ -
દિગંબર મતાનુસાર ધર્માસ્તિકાયાદિને પરદ્રવ્યનો સંયોગ છે - તે ધર્માસ્તિકાયાદિનો ઉપચરિત પર્યાય છે; કેમ કે એક ક્ષેત્રના સંસર્ગથી તે દ્રવ્યો સંયોગવાળાં છે; છતાં ધર્માસ્તિકાયાદિને અધર્માસ્તિકાય સાથે જે સંયોગ છે તે ધર્માસ્તિકાયાદિનો અશુદ્ધ પર્યાય કહી શકાય નહીં.
ધર્માસ્તિકાયને અધર્માસ્તિકાય સાથે જે સંયોગ છે તેને ધર્માસ્તિકાયનો અશુદ્ધ પર્યાય કેમ કહી શકાય નહીં ? તેથી કહે છે –
જેમ જીવદ્રવ્ય સાથે કર્યદ્રવ્યનો સંયોગ થવાથી જીવ નર-નારકાદિરૂપે અન્યથાભાવને પામે છે તેમ ધર્માસ્તિકાય દ્રવ્યને અધર્માસ્તિકાયનો સંયોગ થવા માત્રથી ધર્માસ્તિકાય દ્રવ્યમાં કોઈ અન્યથાભાવ પ્રાપ્ત થતો નથી, તેથી ધર્માસ્તિકાયને અધર્માસ્તિકાયનો સંયોગ છે તેને અશુદ્ધ પર્યાય કહી શકાય નહીં. માટે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોમાં જીવદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્યની જેમ અશુદ્ધ પર્યાયની પ્રાપ્તિ નથી એ પ્રકારે દિગંબરોનો આશય છે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
દિગંબરોએ આત્માના મનુષ્યાદિ પર્યાયોને પણ અશુદ્ધ પર્યાય કહેવા જોઈએ નહીં.
દિગંબરો આત્માના મનુષ્યાદિ પર્યાયને અશુદ્ધ પર્યાય સ્વીકારે છે. તેઓ કહે છે કે કર્મબંધ એ આત્માનો અન્યથાભાવ છે, માટે મનુષ્યાદિને જીવદ્રવ્યનો અશુદ્ધ પર્યાય કહી શકશે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
અસદ્ભુત વ્યવહારનયથી મનુષ્યપર્યાય ગ્રાહ્ય છે માટે દિગંબરોએ મનુષ્યપર્યાયને અસદ્ભુતપર્યાય કહેવો જોઈએ; પરંતુ અશુદ્ધ પર્યાય કહેવો જોઈએ નહીં.
આશય એ છે કે, નિશ્ચયનયની દૃષ્ટિથી આત્મા પોતાના ભાવોમાં જ રહે છે અને મનુષ્ય શરીર આદિ
Page #216
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભારા, ઢાળ-૧૪ | ગાથા-૧૩-૧૪
૧૮૯ પુદ્ગલના ભાવો પુદ્ગલમાં રહે છે. તેથી એક ક્ષેત્રમાં રહેલા મનુષ્યશરીર આદિ પુદ્ગલના ભાવો અને આત્મામાં વર્તતા આત્માના ભાવો બેય સ્વતંત્ર છે માટે મનુષ્યાદિ પર્યાય આત્માનો અશુદ્ધ પર્યાય કહી શકાય નહીં. અસદ્દભૂત વ્યવહારનય આત્મા સાથે મનુષ્યભાવરૂપે પામેલા પુદ્ગલોનો કથંચિત્ એકત્વભાવ સ્વીકારે છે, તેથી અદ્ભુત વ્યવહારનયથી આત્માનો મનુષ્યપર્યાય ગ્રહણ થાય છે. માટે મનુષ્યપર્યાયને દિગંબરોએ અસભૂત કહેવો જોઈએ પરંતુ અશુદ્ધ કહેવો જોઈએ નહીં. જો અસભૂત વ્યવહારનયથી ગ્રાહ્ય એવા મનુષ્યપર્યાયને એકક્ષેત્રમાં આત્મપ્રદેશો સાથે અણુ-તણુની જેમ રહેલા મનુષ્ય શરીરના પુગલોને જોઈને દિગંબરો મનુષ્યપર્યાયને અશુદ્ધ પર્યાય કહે, તો તે રીતે ધર્માસ્તિકાયની સાથે એક ક્ષેત્રમાં રહેલા અધર્માસ્તિકાયના સંયોગને ગ્રહણ કરીને અધર્માસ્તિકાયનો સંયોગ ધર્માસ્તિકાયનો અશુદ્ધ પર્યાય છે, એમ પણ સ્વીકારવું જોઈએ.
આ રીતે અધર્માસ્તિકાયાદિ દ્રવ્યોનો પણ અન્ય અન્ય દ્રવ્યની સાથેનો સંયોગ ગ્રહણ કરીને તે તે દ્રવ્યના અશુદ્ધ પર્યાયો દિગંબરોએ સ્વીકારવા જોઈએ. ll૧૪/૧૩ અવતારણિકા -
દ્વિતંતુકાદિ પર્યાયની પરિ એકદ્રવ્યજનકાવાવસંઘાતનઈં જ અશુદ્ધ દ્રવ્યંજનપર્યાયપણું જ કહતાં રૂડું લાગઈ, “તસ્મા અપેક્ષાનપેક્ષાાં શુદ્ધ શુદ્ધાનેન્તિવ્યાપકત્વમેવ શ્રેયઃ” તેહ જ દેખાડઈ થઈ – અવતરણિકા -
બે તંતુકાદિ પર્યાયની જેમ=બે-ત્રણ-ચાર આદિ તંતુઓ ભેગા થઈને સ્કંધ બનતા હોય તેની જેમ, એકદ્રવ્યજનક અવયવના સંઘાતને અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાયપણું જ કહેતાં રૂડું લાગે છે. તેથી ધર્માસ્તિકાય અને અધમસ્તિકાયનો સંયોગ એકદ્રવ્યજનક અવયવસંઘાતરૂપ નથી માટે તેને અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાયપણું કહેવું એ સુંદર જણાતું નથી' એ પ્રકારનો દિગંબરનો આશય છે.) તે વાતને સ્વીકારીને “તાથી ગ્રંથકારશ્રી કહે છે –
ત —તે કારણથી=એકદ્રવ્યજનક અવયવના સંઘાતને જ અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાયપણું કહેવું ઉચિત છે તે કારણથી, અપેક્ષાનપેક્ષા=અપેક્ષા-અપેક્ષા દ્વારા, શુદ્ધ શુદ્ધાનેરાવ્યા ત્વમેવ શ્રેયઃ=શુદ્ધાશુદ્ધ અનેકાંતનું વ્યાપકપણું જ શ્રેય છે =કોઈક અપેક્ષાએ સર્વ દ્રવ્યો શુદ્ધ છે અને કોઈક અપેક્ષાએ સર્વ દ્રવ્યો અશુદ્ધ છે એ અપેક્ષાએ શુદ્ધાશુદ્ધરૂપ અનેકાંત સર્વ દ્રવ્યોમાં વ્યાપક છે, માત્ર જીવ-પુદ્ગલમાં જ શુદ્ધાશુદ્ધપણું છે અને અન્ય દ્રવ્યમાં નથી તેમ માનવું શ્રેય નથી પરંતુ સર્વ દ્રવ્યમાં શુદ્ધાશુદ્ધપણું છે તેમ માનવું શ્રેય છે.” તે જ ગાથામાં દેખાડે છે – ભાવાર્થ -
બે તાંતણાઓ સ્વતંત્ર પડેલા હોય ત્યારે તે તાંતણાઓમાં અંશુદ્ધ પર્યાય નથી પરંતુ બે તંતુ આદિ પટની
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૯૦
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૪| ગાથા-૧૪ જેમ ગૂંથાઈને રહેલા હોય ત્યારે તે બે આદિ તાંતણાઓમાં અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાયપણું પ્રાપ્ત થાય છે; કેમ કે તે બે તાંતણા પરસ્પર એકપણાથી પ્રતિબદ્ધ હોવાને કારણે અશુદ્ધ દ્રવ્ય છે અને તે દ્વિતંતુકાદિ પર્યાય ત્રણ કાળને સ્પર્શનાર હોવાથી અશુદ્ધદ્રવ્યભંજનપર્યાય છે; તેની જેમ સંસારી જીવરૂપ એકદ્રવ્યજનક એવા કર્મો, મનુષ્યાદિ દેહ અને જીવદ્રવ્ય - તેના સંઘાતને અશુદ્ધદ્રવ્યભંજનપર્યાયપણું કહેવામાં આવે તો રૂડું લાગે અથવા ઘણા પુદ્ગલોના સમુદાયથી બનેલ ગૃહ આદિ એક દ્રવ્યમાં પણ અશુદ્ધદ્રવ્યભંજનપર્યાયપણું કહીએ તો રૂડું લાગે; પરંતુ ધર્માસ્તિકાયની સાથે અધર્માસ્તિકાયનો સંયોગ છે તે એકદ્રવ્યજનક અવયવના સંઘાતરૂપ નથી. માટે ધર્માસ્તિકાયની સાથેના અધર્માસ્તિકાયના સંયોગને ધર્માસ્તિકાયના અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાયરૂપે કહેવું તે સંગત જણાતું નથી, તેમ દિગંબર કહે, તો તેનો સ્વીકાર કરીને ગ્રંથકારશ્રી કહે છે –
જો તે સુંદર જણાતું ન હોય તો, અપેક્ષા-અનપેક્ષા દ્વારા અશુદ્ધ પર્યાયનો જે અનેકાંત છે તે સર્વ દ્રવ્યોમાં વ્યાપક છે તેમ માનવું જોઈએ, અન્યથા એકાંતવાદના સ્વીકારની આપત્તિ આવે. હવે કઈ રીતે સર્વ દ્રવ્યમાં શુદ્ધાશુદ્ધ પર્યાયની પ્રાપ્તિ છે ? તે ગ્રંથકારશ્રી પ્રસ્તુત ગાથામાં બતાવે છે – ગાથા :
ધર્માદિક પરપwયઈ, વિસમાઈ એમ;
અશુદ્ધતા અવિશેષથી, જિઅ-પુદ્ગલિ જેમ. શ્રી જિન II૧૪/૧૪ ગાથાર્થ -
એમ અવતરણિકામાં કહ્યું એમ, પરપર્યાયથી ધર્માદિકની અશુદ્ધતા અવિશેષ હોવાને કારણે વિસમાઈ=વિલક્ષણતા (જાણવી), જેમ જીવ અને પુદ્ગલ=જેમ જીવના અને પુગલના સંયોગથી અશુદ્ધતા છે તેમ ઘટાદિના સંયોગથી ધર્માદિની અશુદ્ધતા અવિશેષ છે. II૧૪/૧૪ ટબો:
ધર્માદિકનઈ પરપર્યાય સ્વપર્યાયથી વિષમાઈ-વિલક્ષણતા ઈમ જાણવી. જે માર્ટિ-પરાપેક્ષાઈ અશુદ્ધતાનો વિશેષ નથી, જિમ-જીવદ્રવ્ય, પુદ્ગલદ્રવ્યનઈં વિષઈં. I/૧૪/૧૪ ટબાર્થ
ઈમએમઅવતરણિકામાં કહ્યું કે અપેક્ષા-અપેક્ષા દ્વારા શુદ્ધાશુદ્ધ અનેકાંતવ્યાપકપણું શ્રેય છે એમ, ધર્માસ્તિકાયાદિને પરપર્યાયને આશ્રયીને=ઘટાદિના સંયોગરૂપ પરપર્યાયને આશ્રયીને, સ્વપર્યાયથી=ધમસ્તિકાયાદિના પોતાના વર્તતા પરિણામરૂપ સ્વપર્યાયથી, વિષમતા=વિલક્ષણતા, જાણવી.
જે માટે, પરની અપેક્ષાએ અશુદ્ધતાનો વિશેષ નથી=પટમાં તંતુઓના સંયોગથી જેમ અશુદ્ધ
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૧
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૪/ ગાથા-૧૪ પર્યાય થાય છે તેમ ધમસ્તિકાયાદિમાં ઘટાદિના સંયોગથી અશુદ્ધ પર્યાય થાય છે તેથી પરની અપેક્ષાએ અશુદ્ધતાનો ભેદ નથી,
કેમ અશુદ્ધતાનો ભેદ નથી ? તેમાં દૃષ્ટાંત બતાવે છે –
જેમ જીવદ્રવ્યને પુદ્ગલદ્રવ્યને વિષે પુદ્ગલદ્રવ્યરૂપ પરની અપેક્ષાએ અશુદ્ધતા છે તેમ ધમસ્તિકાયાદિને ઘટાદિના સંયોગરૂપ પરની અપેક્ષાએ અશુદ્ધતા છે તેથી અશુદ્ધતાનો ભેદ નથી. I૧૪/૧૪ ભાવાર્થ
અવતરણિકામાં કહ્યું કે, બે તંતકાદિ અનેક દ્રવ્યો ભેગા થઈને એક દ્રવ્ય બનતું હોય ત્યારે અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાયપણું કહેવું ઉચિત ગણાય. તે રીતે વિચારીએ તો જીવનો દેહની સાથે કે કર્મની સાથે જે એકમેક ભાવ છે તેને આશ્રયીને જીવનો દેહરૂપ પર્યાય અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય કહી શકાય; પરંતુ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનો સંયોગ છે અથવા ધર્માસ્તિકાયને ગતિવાળા જીવ-પુદ્ગલ સાથે સંયોગ છે તે સંયોગ એકદ્રવ્યજનક અવયવના સંઘાતરૂપ નથી તોપણ પરની અપેક્ષાએ જે પર્યાય હોય તે અશુદ્ધ પર્યાય અને પરની અપેક્ષા વગર જે પર્યાય હોય તે શુદ્ધ પર્યાય એ પ્રમાણે સ્વીકારવામાં આવે તો સર્વ દ્રવ્યોમાં શુદ્ધાશુદ્ધ પર્યાયની પ્રાપ્તિરૂપ અનેકાંતનું વ્યાપકપણે પ્રાપ્ત થાય. અનેકાંત સર્વત્ર વ્યાપક છે એ જ જૈન સિદ્ધાંત છે, તેથી ધર્માસ્તિકાયાદિમાં શુદ્ધાશુદ્ધ પર્યાયનું વ્યાપકપણે સ્વીકારવા માટે કહેવું જોઈએ કે ધર્માસ્તિકાયાદિના સ્વપરિણામ તે સ્વપર્યાય છે અને ધર્માસ્તિકાયનો અધર્માસ્તિકાય સાથે કે ઘટાદિ સાથે જે સંયોગ છે તે સંયોગ પરપર્યાય છે. સ્વપર્યાયથી પરપર્યાયની વિલક્ષણતા એ છે કે જેમાં પરની અપેક્ષા હોય તે પરપર્યાય કહેવાય અને જેમાં પરની અપેક્ષા ન હોય તે સ્વપર્યાય કહેવાય. તેથી ધર્માસ્તિકાયમાં વર્તતો પોતાનો પરિણામ તે તેનો સ્વપર્યાય છે અને ધર્માસ્તિકાયમાં વર્તતો અન્યના સંયોગરૂપ પર્યાય તે પરપર્યાય છે. જો આમ સ્વીકારીએ તો જેમાં પરની અપેક્ષા હોય તે અશુદ્ધ પર્યાય છે અને બે તંતુકાદિમાં પણ પરની અપેક્ષા છે તેથી તે પણ અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય છે. આ રીતે એકદ્રવ્યના જનક એવા અવયવના સંઘાતરૂપ ગૃહ આદિમાં પણ પરની અપેક્ષા છે અને ધર્માસ્તિકાયની સાથે અન્ય દ્રવ્યનો સંયોગ છે ત્યાં પણ પરની અપેક્ષા છે. પરની અપેક્ષાએ અશુદ્ધતા સર્વત્ર સમાન છે માટે સર્વત્ર અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય છે; કેમ કે અશુદ્ધતાનો કોઈ ભેદ નથી. જેમ જીવદ્રવ્યને દેહરૂપ પુદ્ગલ દ્રવ્યને આશ્રયીને થયેલા મનુષ્યાદિ પર્યાયમાં પરની અપેક્ષાએ અશુદ્ધતા છે તેમ ધર્માસ્તિકાયાદિને પણ અન્ય દ્રવ્યના સંયોગમાં પરની અપેક્ષાએ અશુદ્ધતા છે. તેથી દરેક દ્રવ્યમાં વર્તતા પોતાના પર્યાયોમાં પરની અપેક્ષા નથી અને પરની અપેક્ષાએ થનારા પર્યાયોમાં પરની અપેક્ષા છે. આમ પરની અપેક્ષાવાળા પર્યાયો અશુદ્ધ પર્યાય છે અને પરની અપેક્ષા વગર તે તે દ્રવ્યમાં વર્તતા પર્યાય શુદ્ધ પર્યાય છે તેમ સ્વીકારીએ તો શુદ્ધાદ્ધનું વ્યાપકપણે સર્વ દ્રવ્યમાં પ્રાપ્ત થાય છે, પરંતુ દિગંબર માને છે તેમ માનીએ
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૯૨
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૪ | ગાથા-૧૫-૧૬ તો જીવ અને પુદ્ગલમાં અશુદ્ધ પર્યાયની પ્રાપ્તિ થાય અને ધર્માસ્તિકાયમાં અશુદ્ધ પર્યાયની પ્રાપ્તિ થાય નહીં, જેથી એકાંતવાદ સ્વીકારવાની આપત્તિ આવે છે. II૧૪/૧૪ll અવતરણિકા -
હવઈ પ્રકારાન્તરઈ ચતુર્વિધ પર્યાય નય હું કહિયા, તે દેખાડઈ છઈ – અવતરણિકાર્ય :
હવે બીજા પ્રકારે ચાર પ્રકારના પર્યાય નયચક્રમાં કહ્યા છે=દિગંબરના “નયચક્ર' ગ્રંથમાં કહ્યા છે, તે દેખાડે છે –
ગાથા -
ઈમ જ સજાતિ-વિજાતિથી, દ્રવ્યઈ પજાય;
ગુણઈ સ્વભાવ-વિભાવથી, એ ચ્યાર કહાઈ. શ્રી જિન II૧૪/૧પો ગાથાર્થ :
ઈમ જ=પૂર્વમાં પર્યાયના વિભાગ પાડ્યા એમ જ, દ્રવ્યના પર્યાય સજાતિથી અને વિજાતિથી અને ગુણના પર્યાય સ્વભાવથી અને વિભાવથી એ ચાર કહેવાય=એ ચાર પ્રકારના પર્યાયના ભેદ કહેવાય. ll૧૪/૧૫ll
રબો :
ઈમ સજાતીયવ્યપર્યાય, વિજાતીયદ્રવ્યપર્યાય, સ્વભાવગુણપર્યાય, વિભાવગુણપર્યાય ૪ ભેદ પર્યાયના કહવા. ૧૪/૧પા ટબાર્થ :
એમ=પૂર્વમાં પર્યાયના ભેદો બતાવ્યા એમ, સજાતીયદ્રવ્યના પર્યાય, વિજાતીયદ્રવ્યના પર્યાય, સ્વભાવગુણપર્યાય અને વિભાવગુણપર્યાય એ પ્રકારે ચાર ભેદ પર્યાયના કહેવા. ll૧૪/૧૫ ભાવાર્થ
પૂર્વમાં શુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય, અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય, શુદ્ધગુણવ્યંજનપર્યાય, અશુદ્ધગુણવ્યંજનપર્યાય, શુદ્ધઅર્થપર્યાય અને અશુદ્ધઅર્થપર્યાય એમ પર્યાયના ભેદ બતાવ્યા. હવે ‘નયચક્રમાં અન્ય પ્રકારે પર્યાયના ચાર ભેદ કહ્યા છે તે બતાવતાં કહે છે –
સજાતીયદ્રવ્યપર્યાય, વિજાતીયદ્રવ્યપર્યાય, સ્વભાવગુણપર્યાય અને વિભાવગુણપર્યાય એ ચાર પ્રકારના પર્યાયના ભેદ “નયચક્ર'માં કહ્યા છે I૧૪/૧પણા
Page #220
--------------------------------------------------------------------------
________________
૧૯૩
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૪ | ગાથા-૧૬ અવતરણિકા -
ઉદાહરણ દેખાડઈ છૐ – અવતરણિકાર્ય -
ઉદાહરણ દેખાડે છે–ચાર પ્રકારના ભેદના ઉદાહરણ ક્રમસર દેખાડે છે – ગાથા :
દ્વચક્ષુક, મનુજ, કેવલ વળી, મતિમુખ દિäત;
એ પ્રાયિક જેણિ દ્રવ્યથી, અપજજવ સંત. શ્રી જિન II૧૪/૧ાા ગાથાર્થ :
ત્યણુકકલ્યણુક એ સજાતીયદ્રવ્યપર્યાય છે. મનુજ-મનુષ્યાદિ એ વિજાતીયદ્રવ્યપર્યાય છે. કેવલ કેવળજ્ઞાન એ સ્વભાવગુણપર્યાય છે. વળી, મતિમુખ=મતિ પ્રમુખ=મતિજ્ઞાનાદિક એ વિભાવગુણપર્યાય છે. દિäત=એ ચાર પર્યાયના દષ્ટાંત છે. એ ચાર ભેદ, પ્રાયિક છે=બહુલતાએ છે. જેણિ=જે કારણથી, દ્રવ્યથી અણુપર્યાય સંતકવિધમાન છે જે પાંચમો ભેદ છે. ll૧૪/૧છો. ટબો:
દ્વચણક કo કિર્દશિકાદિ સ્કન્ધ-તે સજાતીયદ્રવ્યપર્યાય કહિઈ, ૨ મિલી એક દ્રવ્ય ઉપનું તે માર્ટિ.
મનુજાદિપર્યાય-તે વિજાતીયદ્રવ્યપર્યાયમાંહિ, ૨ મિલી પરસ્પર ભિનાતીય દ્રવ્યપર્યાય ઊપનો, તે વતી.
કેવલજ્ઞાન-તે સ્વભાવગુણપર્યાય, કર્મરહિતપણામાટઈ. મતિજ્ઞાનાદિક-તે વિભાવગુણપર્યાય, કર્મપરતંત્રપણામાર્ટિ.
એ ચાર ભેદ પણિ પ્રાયિક જાણવા જે માટઈ-પરમાણુરૂપ દ્રવ્યપર્યાય, તે-એ ચારમાંહિ ન અંતર્ભવઈ. પર્યાયપણું તેહનઈં વિભાગજત શાન્નેિ કહિઉં છઈ.
तदुक्तम् सम्मतौ - अणुदुअणुएहिं दव्वे आरद्धे “तिअणुयं"ति तस्स ववएसो ।
તત્તો ન પુખ વિમત્તો, ગળુ ત્તિ નામો પૂ રોફ રૂ.૩૨il (સતિત પ્રવર, શાં-૩, માથા૩૬) ફત્યાદિ ૧૪/૧કા ટબાર્થ:
ત્યણુક ક૭ દ્વિપ્રદેશાદિક સ્કંધો, તે સજાતીયદ્રવ્યપર્યાય કહેવાય=સજાતીય એવા પુદગલોના
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૯૪
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૧૪ | ગાથા-૧૬ સંયોગથી થયેલા પુગલદ્રવ્યના પર્યાય કહેવાય; કેમ કે ૨ મિલી=બે પુદ્ગલદ્રવ્યો મળીને, એક દ્રવ્ય ઉપવૅ=ઉત્પન્ન થયું છે. તે માટે–તે માટે સજાતીયદ્રવ્યપર્યાય કહેવાય છે.
મનુજાદિપર્યાય=મનુષ્યાદિ પર્યાય, તે વિજાતીયદ્રવ્યપર્યાય કહેવાય છે. ('માંહિ શબ્દને સ્થાને કહિઈ' ઉચિત લાગે છે તેથી એ પ્રમાણે અર્થ કર્યો છે.)
કેમ મનુષ્યાદિ વિજાતીયદ્રવ્યપર્યાય છે? તેથી કહે છે –
બે મિલી=બે મળી, પરસ્પર ભિન્તજાતીયદ્રવ્યનો પર્યાય ઉત્પન્ન થયો છે, તે વતીeતે માટે, મનુષ્યાદિ પર્યાય વિજાતીયદ્રવ્યપર્યાય છે.
કેવલજ્ઞાન તે સ્વભાવગુણપર્યાય છે=જીવતા સ્વભાવરૂપ ગુણપર્યાય છે, કેમ કે કર્મરહિતપણા માટે. મતિજ્ઞાનાદિક તે વિભાવગુણપર્યાય છે; કેમ કે કર્મ પરતંત્રપણા માટે.
એ ચાર ભેદ પગ=ગાથા-૧૫માં બતાવેલા અને ગાથા-૧૬ના પૂર્વાર્ધમાં બતાવેલા દાંતવાળા ચાર ભેદ પણ, પ્રાયિક જાણવા. જે માટે પરમાણુરૂપ દ્રવ્યપર્યાય તે એ ચારમાં અંતર્ભાવ પામતો નથી. તેને પર્યાયપણું પરમાણુનું પર્યાયપણું, વિભાગજાત=વિભાગથી થયેલું, શાસ્ત્રમાં કહ્યું છે.
તલુન્ સમતોત્રસમ્મતિમાં તે= પરમાણુમાં પર્યાયપણું છે તે, કહેવાયું છે –
અમુકુનગુહિં=અણુ-દ્ધયણથી, રાત્રે આરદ્ધ=દ્રવ્ય આરબ્ધ થયે છતે, “તિમજુતિ તસ વવસો='ચણક એ પ્રમાણે તેનો વ્યપદેશ થાય છે. તો અને તેનાથી=aણુકથી, પુખ વિપત્તો ફરી વિભક્ત, ગળુ ત્તિ નામો અબૂ હોદૃ અણુ એ પ્રમાણે થયેલો અણુ કહેવાય છે. (સમ્મતિતર્ક પ્રકરણ, કાંડ-૩, ગાથા-૩૯)
ચારિથી સમ્મતિ જેવા અન્ય પાઠોનો સંગ્રહ ગ્રહણ કરાય છે. ૧૪/૧૬ ભાવાર્થ - - દિગંબર મતાનુસાર “નયચક્રને અવલંબીને ગાથા-૧૫માં પર્યાયના ચાર ભેદો બતાવ્યા. તેનાં ક્રમસર દૃષ્ટાંતો બતાવે છે –
(૧) સજાતીયદ્રવ્યપર્યાય - કચણુકાદિ સ્કંધો એ સજાતીયદ્રવ્યપર્યાય છે અર્થાતુ પુદ્ગલરૂપ સજાતીયદ્રવ્ય એકઠા થઈને ચણકાદિ પર્યાયોની પ્રાપ્તિ થાય છે માટે સજાતીયદ્રવ્યપર્યાય છે; કેમ કે સજાતીય એવા પુદ્ગલો મળીને એક દ્રવ્ય ઉત્પન્ન થાય તે દ્રવ્યમાં જે પર્યાયની પ્રાપ્તિ થાય તે સજાતીયદ્રવ્યપર્યાય કહેવાય છે અર્થાત્ સજાતીય એવા પુદ્ગલો એકઠા થઈને જે સ્કંધ બન્યો તે સ્કંધમાં વર્તતા હયણુકરૂપ પરિણામ કે વ્યણુકરૂપ પરિણામ તે સ્કંધનો પર્યાય છે. આમ સજાતીયદ્રવ્યથી ઉત્પન્ન થયેલો કચણુક ઢિપ્રદેશાદિક પર્યાય હોવાથી તેને સજાતીયદ્રવ્યપર્યાય કહેવાય છે.
(૨) વિજાતીયદ્રવ્યપર્યાય -મનુષ્યાદિ પર્યાય એ વિજાતીયદ્રવ્યપર્યાય છે સંસારી આત્મા અને પુગલ એ રૂપ વિજાતીયદ્રવ્યોના સંયોગથી ઉત્પન્ન થયેલા સંસારી જીવમાં મનુષ્યાદિ પર્યાયની પ્રાપ્તિ થાય છે
Page #222
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૪/ ગાથા-૧૬-૧૭
૧લ્પ પરસ્પર ભિન્ન જાતિવાળાં બે દ્રવ્યોના સંયોગથી ઉત્પન્ન થયેલો મનુષ્ય પર્યાય છે, માટે વિજાતીયદ્રવ્યપર્યાય છે. અહીં આદિ પદથી દેવ, નારક, તિર્યંચાદિ પર્યાયનું ગ્રહણ છે.
(૩) સ્વભાવગુણપર્યાય - કેવળજ્ઞાનપર્યાય એ સ્વભાવગુણપર્યાય છે, કેમ કે કેવળજ્ઞાન એ જીવનો સ્વભાવ છે અને કેવળજ્ઞાનરૂપ જીવનો જે ગુણ છે તે પ્રતિક્ષણ શેયના જ્ઞાનને કારણે અન્ય અન્યરૂપે પરિણમન પામે છે, તેથી પર્યાય છે.
કેવલજ્ઞાન જીવનો સ્વભાવગુણપર્યાય કેમ છે? તેથી કહે છે –
જીવ જ્ઞાનાવરણીય કર્મરહિત થાય છે ત્યારે કેવળજ્ઞાન ગુણ પ્રગટે છે. તે ગુણ પ્રતિક્ષણ શેયના પરિણામને અનુરૂપ નવા નવા પર્યાયરૂપે થાય છે, તેથી જીવના સ્વભાવરૂપ ગુણનો પર્યાય છે
(૪) વિભાવગુણપર્યાય - મતિજ્ઞાનાદિ પર્યાય વિભાવગુણપર્યાય છે અર્થાત્ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન એ વિભાવગુણપર્યાય છે, કેમ કે મતિજ્ઞાનાદિ ચાર તે જીવના વિભાવગુણો છે. તે ગુણ પ્રતિક્ષણ તે તે બોધરૂપે પરિણમન પામે છે, તેથી તે પરિણમન પામતા પર્યાયો વિભાવગુણરૂપ મતિજ્ઞાનાદિના પર્યાયો છે.
તે જીવના વિભાવગુણપર્યાય કેમ છે? તેથી કહે છે –
કર્મના પાતંત્ર્યથી ઉત્પન્ન થનાર છે અર્થાત્ જીવનો કેવળજ્ઞાનગુણ એ કેવળજ્ઞાનાવરણીય કર્મથી આવૃત થયો, છતાં કાંઈક ઝાંખો પ્રકાશ વિદ્યમાન છે, તેના આવારક મતિજ્ઞાનાવરણીયાદિ ચાર પ્રકારનાં કર્યો છે અને તે કર્મોના ક્ષયોપશમને કારણે જીવમાં મતિજ્ઞાનાદિ ગુણો પ્રગટે છે. તેથી કર્મના ક્ષયોપશમ અને આત્માના જ્ઞાનગુણથી પ્રગટ થયેલ મતિજ્ઞાનાદિ ગુણો છે, માટે જીવના વિભાવગુણો છે.
નયચક્ર અનુસાર ગ્રંથકારશ્રીએ આ જે ચાર ભેદો બતાવ્યા તે પણ પ્રાયિક જાણવા; કેમ કે પરમાણુરૂપ દ્રવ્યનો પર્યાય આ ચાર ભેદમાં અંતર્ભાવ પામતો નથી. શાસ્ત્રમાં વિભાગથી થયેલ પરમાણુનું પર્યાયપણું કહેલ છે, તેથી તે ચાર ભેદોથી અતિરિક્ત પરમાણુરૂપ દ્રવ્યપર્યાય પણ સ્વીકારવો જોઈએ; કેમ કે જગતવર્તી સ્કંધોમાંથી પરમાણુ છૂટા પડે છે ત્યારે તેમાં પરમાણુઅવસ્થા ઉત્પન્ન થાય છે, માટે પરમાણુરૂપ જે પુદ્ગલદ્રવ્ય છે તેની પરમાણુરૂપ અવસ્થા છે તેનો પર્યાય છે. ll૧૪/૧૧ાા અવતરણિકા -
ગાથા-૧૫ અને ૧૬માં ગ્રંથકારશ્રીએ ‘નયચક્ર'ના વચનાનુસાર પર્યાયના ચાર ભેદો બતાવ્યા. તે ભેદમાં દ્રવ્યના પર્યાય અને ગુણના પર્યાયને ગ્રહણ કરીને દિગંબર કથન કરે છે. વસ્તુતઃ પર્યાયથી અતિરિક્ત ગુણ નથી પરંતુ દ્રવ્ય અને પર્યાય બે જ વસ્તુ છે. તેથી પરમાર્થથી સજાતીયદ્રવ્યપર્યાય, વિજાતીયદ્રવ્યપર્યાય અને પરમાણુરૂપ દ્રવ્યપર્યાય એમ ત્રણ જ ભેદ પ્રાપ્ત થઈ શકે. પરંતુ સ્વભાવગુણપર્યાય અને વિભાવગુણપર્યાય, જે દિગંબર દેવસેન કહે છે તે ઉચિત નથી, તે બતાવવા અર્થે કહે છે –
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૯૬
ગાથા:
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૪ ગાથા ૧૭
ગુણવિકાર પજ્જવ કહી, દ્રવ્યાદિ કહેત; સ્યું જાણĚ મનમાંહિ તે, વેવસેન મહંત. શ્રી જિન૦ ||૧૪/૧૭|
ગાથાર્થઃ
ગુણના વિકાર પર્યાય છે એમ કહીને દ્રવ્યાદિને કહેતો=દ્રવ્યપર્યાય અને ગુણપર્યાય એમ કહેતો, તે દેવસેન મહંત મનમાં શું જાણે છે ? અર્થાત્ કાંઈ જાણતો નથી. ।।૧૪/૧૭।।
ટબો =
“મુળવિવારા: પર્યાયા:” ઈમ કહીનઈં, તેહના ભેદનઈં અધિકારÜ-તે પર્યાય દ્વિભેદદ્રવ્યપર્યાય, ગુણપર્યાય’ ઈત્યાદિક કહો નવધર્તા વિયંવર દેવસેન મનમાંહિ સ્સું જાણઈ છઈ ? અર્થાત્ કાંઈ જાણતો નથી, પૂર્વાપર વિરુદ્ધ ભાષણથી. તે માર્ટિ-દ્રવ્યપર્યાય જ કહવા, પણિ-ગુણપર્યાય જુદો ન કહો. એ પરમાર્થ. II૧૪/૧૭||
ટબાર્થ:
“તુળવિારા: પર્યાયઃ”=ગુણના વિકારો પર્યાય છે, એમ કહીને તેના ભેદને અધિકારે=પર્યાયના ભેદના કથનના અવસરે, તે પર્યાય બે ભેદવાળા છે. દ્રવ્યપર્યાય અને ગુણપર્યાય ઇત્યાદિ કહેતો ‘નયચક્ર’ના કર્તા દિગંબર દેવસેન મનમાં શું જાણે છે ?=સ્યાદ્વાદની મર્યાદાને કાંઈ જાણતો નથી; કેમ કે પૂર્વાપર વિરુદ્ધ ભાષણથી કાંઈ જાણતો નથી=“ગુણના વિકારો પર્યાય છે” એમ કહ્યા પછી પર્યાયોના બે ભેદ બતાવતાં દ્રવ્યપર્યાય અને ગુણપર્યાય એમ કહે છે. તેથી દ્રવ્યનો વિકાર અને ગુણનો વિકાર પર્યાયો છે એ પ્રમાણે પૂર્વ અપર વિરુદ્ધ બોલે છે માટે કાંઈ જાણતો નથી. તે માટે=દેવસેનનું વચન અસંબદ્ધ છે તે માટે, દ્રવ્યપર્યાય જ કહેવા પણ ગુણપર્યાય જુદો ન કહેવો, એ પરમાર્થ છે. ।।૧૪/૧૭। ભાવાર્થ:
દેવસેન નામના દિગંબર મુનિએ પર્યાયનું લક્ષણ કર્યું કે ‘ગુણના વિકારો છે એ પર્યાયો છે' તેથી એ પ્રાપ્ત થાય કે “દરેક પદાર્થોનો પોતાનો જે વિશેષ સ્વભાવ છે તે, જે જે વિકારરૂપે પરિણમન પામે છે, તે પર્યાયો છે.” જેમ આત્મા જ્ઞાનગુણવાળો છે, તે જ્ઞાનગુણ ક્યારેક મતિજ્ઞાન, ક્યારેક શ્રુતજ્ઞાન, ક્યારેક અન્યજ્ઞાનરૂપે પરિણમન પામે છે, તે જ્ઞાનગુણના પ્રતિક્ષણ થતા ભિન્ન ભિન્ન ભાવો એ પર્યાયો છે. આ પ્રકારનું પર્યાયનું લક્ષણ શ્વેતાંબર સંપ્રદાયને પણ સ્વીકૃત છે; કેમ કે દરેક દ્રવ્યો અન્ય દ્રવ્યોથી ભિન્ન કોઈ ગુણથી થાય છે. ગુણ સતત એક સ્વરૂપવાળો નથી પરંતુ તે તે ભાવરૂપે પરિણમન પામતા તે દ્રવ્યનું સ્વરૂપ છે, જે પર્યાય છે. શાસ્ત્રવચન, યુક્તિ અને અનુભવ અનુસાર ગુણના વિકાર પર્યાયસ્વરૂપે દેખાય છે. આ પ્રમાણે પર્યાયનું યથાર્થ લક્ષણ કર્યા પછી તે દિગંબર મુનિ દેવસેન પર્યાયના બે ભેદો કરે છે :
Page #224
--------------------------------------------------------------------------
________________
૧૯૭
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૪ | ગાથા-૧૭-૧૮ દ્રવ્યપર્યાય અને ગુણપર્યાય. તે કથન તેનું પરસ્પર વિરોધી છે; કેમ કે ગુણના વિકારરૂપ જ પર્યાય હોય તો દ્રવ્યમાં વર્તતા ગુણના વિકારરૂપ પર્યાય પ્રાપ્ત થાય; પરંતુ દ્રવ્યપર્યાયથી પૃથક્ ગુણપર્યાયરૂપ પર્યાયનો બીજો ભેદ પ્રાપ્ત થાય નહીં. માટે તે દેવસેન મુનિ વસ્તુને યથાર્થ જોનારી દૃષ્ટિવાળા નહીં હોવાથી અનુભવ અનુસાર સ્યાદ્વાદને જોતા નથી, માટે કાંઈ જાણનારા નથી. આથી જ ગુણના વિકારોને પર્યાય કહ્યા પછી તે ફરી ગુણના પર્યાયો કહે છે જે વિરુદ્ધ ભાષણસ્વરૂપ છે. માટે દ્રવ્યના પર્યાય જ કહેવા જોઈએ અને ગુણના પર્યાય જુદા કહેવા જોઈએ નહીં, એ પ્રકારની સ્યાદ્વાદની મર્યાદાનો પરમાર્થ છે. ll૧૪/૧૭ના અવતરણિકા -
ગ્રંથકારશ્રીએ અત્યાર સુધીની ઢાળોમાં દ્રવ્ય, ગુણ અને પર્યાયનું સ્વરૂપ લક્ષણાદિથી બતાવ્યું, તે સર્વ કથનનું નિગમન કરતાં કહે છે –
ગાથા :
ઈમ દ્રવ્યાદિક પરખિઆ, રાખી ગુઆણ;
ઉવેખી બહુ તનુમતિ, અવગણિ અજાણ. શ્રી જિનI/૧૪/૧૮ાા ગાથાર્થ -
ઈમ આ પ્રમાણે=ઢાળ-૨થી અત્યાર સુધી વર્ણન કર્યું એ પ્રમાણે, દ્રવ્યાદિકને પરખ્યા= ગ્રંથકારશ્રીએ પરીક્ષા કરી.
કઈ રીતે પરીક્ષા કરી ? તેથી કહે છે –
ગુરુઆણને રાખીને, બહુ તનુમતિની ઉપેક્ષા કરીને (અને) અજાણને અવગણીને (દ્રવ્યાદિકની પરીક્ષા કરી છે એમ અન્વય છે.) II૧૪/૧૮ ટબો :
ઈમ, દ્રવ્ય-ગુણ-પર્યાય પરખ્યા, સ્વરૂપ-લક્ષણ-ભેદાદિકઈ કરી. ગુરુઆણ કo પરંપરાની આજ્ઞા રાખીનઈં, ઘણા તનુમતિ જે-તુચ્છ બુદ્ધિના ધણી, તેહનઈં ઊખીનઈં, અજાણ-જે કદાગ્રહી, તેહનઈં અવગણીનઈં-નિરાકરીનઈં. ll૧૪/૧૮. ટબાર્થ :
આમ=ઢાળ-રથી અત્યાર સુધી વર્ણન કર્યું એમ, દ્રવ્ય-ગુણ-પર્યાયને સ્વરૂપ, લક્ષણ ભેદાદિકથી કરીને પખ્યા=પરીક્ષા કરી. ગુરુઆણ કહેતાં–ગુરુની પરંપરાની આજ્ઞાને રાખીને પરીક્ષા કરી. ઘણા તકુમતિ=જે તુચ્છ બુદ્ધિના ધણી, તેમની ઉપેક્ષા કરીને, અજાણ-જે કદાગ્રહી, તેને અવગણીને=નિરાકરીને, દ્રવ્યગુણપર્યાયની પરીક્ષા કરી છે, એમ અત્રય છે.) NI૧૪/૧૮
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૯૮
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૪/ ગાથા-૧૮-૧૯ ભાવાર્થ :
ગ્રંથકારશ્રીએ પ્રથમ ઢાળમાં કહ્યું કે દ્રવ્ય-ગુણ-પર્યાયના ચિંતવનથી ક્ષપકશ્રેણીની પ્રાપ્તિ થાય છે, જેનાથી સંસારનો ઉચ્છેદ થાય છે માટે સંસારના ઉચ્છેદના અર્થીને ઉપકારક થાય તે અર્થે દ્રવ્ય-ગુણપર્યાયનું હું નિરૂપણ કરીશ. આ રીતે ગ્રંથકારશ્રીએ પ્રતિજ્ઞા કર્યા પછી બીજી ઢાળથી માંડીને અત્યાર સુધી દ્રવ્ય-ગુણ-પર્યાયનું સ્વરૂપ શું છે ? તેનાં લક્ષણો શું છે ? તેનો ભેદ કઈ અપેક્ષાએ છે ? તેનો અભેદ કઈ અપેક્ષાએ છે ? તેના ભેદભેદાદિક કઈ અપેક્ષાએ છે? તે સર્વ કહ્યા પછી તુચ્છ બુદ્ધિના ધણી એવા દિગંબર તેના વિષયમાં શું કહે છે ? તે બતાવીને ગુરુપરંપરાની આજ્ઞાને સામે રાખીને તેઓનાં જે એકાંત વચનો છે તેનું સામાન્યથી કથન કરીને તેમનાં જે વચનો શાસ્ત્રથી અને અનુભવથી વિરુદ્ધ છે તે બતાવીને, તેઓના કથનની ઉપેક્ષા કરી છે. વળી, જે અજાણ સ્વમતમાં કદાગ્રહવાળા છે, તેમના કહેલા પદાર્થો કઈ રીતે અનુભવ અને યુક્તિથી વિરુદ્ધ છે? તે બતાવીને તેનું નિરાકરણ કર્યું છે; જેથી યોગ્ય જીવોને સ્યાદ્વાદના મતાનુસાર દ્રવ્ય-ગુણ-પર્યાયનો યથાર્થ બોધ થાય. વળી જેઓ અલ્પ બુદ્ધિને કારણે કોઈક પદાર્થમાં સ્કૂલના પામ્યા છે તેથી તે પદાર્થને સમજી શક્યા નથી, માટે તેમની ગ્રંથકારશ્રીએ ઉપેક્ષા કરી છે અને કહ્યું છે કે પદાર્થ આ પ્રમાણે નથી, આ પ્રમાણે છે જેથી તેઓને યથાર્થ બોધ થાય. જેઓ કદાગ્રહને વશ યુક્તિથી અને અનુભવથી વિરુદ્ધ સ્વપદાર્થને સ્વીકારવામાં આગ્રહવાળા છે તેઓનાં તે કથનો યુક્તિથી અને અનુભવથી વિરુદ્ધ છે. આમ બતાવીને યોગ્ય જીવોને ઉન્માર્ગની રુચિ ન થાય તે રીતે તેઓના રક્ષણ અર્થે ગ્રંથકારશ્રીએ યત્ન કર્યો છે. માટે મધ્યસ્થપણાથી ગ્રંથકારશ્રીનાં વચનો સર્વજ્ઞના વચનાનુસાર છે કે નહીં ? તેને જાણવામાં યત્ન કરવો જોઈએ, જેથી કલ્યાણની પ્રાપ્તિ થાય. ll૧૪/૧૮ના અવતરણિકા:
દ્રવ્યગુણપર્યાયના વર્ણનના સમાપ્તિકાળમાં તેનું નિગમન કર્યા પછી અત્યાર સુધી વર્ણન કરાયેલું દ્રવ્ય-ગુણ-પર્યાયનું સ્વરૂપ કઈ રીતે કલ્યાણની પરંપરાનું કારણ છે તે બતાવવા અર્થે કહે
છે –
ગાથા :
જે દિન દિન ઈમ ભાવસ્થઈ, દ્રવ્યાદિ વિચાર;
તે લહસ્થઈ નસ સંપદા, સુખ સઘલાં સાર. શ્રી જિન II૧૪/૧લા ગાથાર્થ :
જે=જે જીવ, દિવસે દિવસે પ્રતિદિન, આ પ્રમાણે=અત્યાર સુધી વર્ણન કર્યું એ પ્રકારે, દ્રવ્યાદિકનો વિચાર ભાવશેeતેનાથી આત્માને ભાવિત કરશે, તે મહાત્મા યશની સંપદાને (અને) સઘલાં સુખના સારને પ્રાપ્ત કરશે. ll૧૪/૧૯ll
Page #226
--------------------------------------------------------------------------
________________
૧૯
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૪| ગાથા-૧૯ | યોજનનું સ્વરૂપ ટબો:
જેહ એ અર્થ દિન દિન પ્રતિ દ્રવ્ય-ગુણ-પર્યાય વિચારરૂપ ભાવસ્થઈ, તે વશની સંપદા પ્રતિ પામસ્થઈ, તથા સઘલાં સુખ પ્રતિ પામસ્યઈ નિશ્ચયે. ૧૪/૧૯ll ટબાર્થ :
જે=જે પુરુષ, દિવસે દિવસે–પ્રતિદિવસે, દ્રવ્ય-ગુણ-પર્યાય વિચારરૂપ એ અર્થ ભાવશે–તેનાથી આત્માને અત્યંત ભાવિત કરશે, તે પુરુષ યશની સંપદાને પામશે અને સઘળાં સુખ પ્રતિ વિશે પામશ=સર્વ પ્રકારનાં શ્રેષ્ઠ સુખોને નક્કી પામશે. I૧૪/૧૯iા ભાવાર્થ
અનુભવ અનુસાર દ્રવ્ય-ગુણ-પર્યાયનું સ્વરૂપ જેઓ નિર્મળ દૃષ્ટિથી જોઈને પદાર્થને તે સ્વરૂપે પુનઃ પુનઃ વિચાર કરીને ભાવન કરશે, તેઓ સ્યાદ્વાદની મર્યાદાથી પદાર્થને જોડવાની સમ્યક પ્રજ્ઞાને પામશે અને જેઓને સ્યાદ્વાદની મર્યાદા અનુસાર જ પદાર્થ યથાર્થ ભાસે છે, તેઓને સર્વજ્ઞના વચનાનુસાર યથાર્થ બોધ હંમેશાં હિતાર્થે પ્રવૃત્તિ કરાવીને કલ્યાણની પરંપરાને પ્રાપ્ત કરાવશે. તેથી તે મહાત્મા દરેક ભવમાં સુંદર ભવોની પ્રાપ્તિ દ્વારા યશને પ્રાપ્ત કરશે અને જ્યાં સુધી સંસારવર્તી હશે ત્યાં સુધી સઘળાં શ્રેષ્ઠ કોટિનાં સુખને પામીને ગ્રંથકારશ્રીએ પ્રથમ ઢાળમાં કહ્યું તેમ ક્ષપકશ્રેણીને પ્રાપ્ત કરીને મોક્ષસુખને પામશે; કેમ કે સ્યાદ્વાદની મર્યાદાથી થયેલો યથાર્થ બોધ યથાર્થ રુચિ ઉત્પન્ન કરાવીને અવશ્ય હિતાનુકૂળ પ્રવૃત્તિ કરાવશે, જેથી સર્વકલ્યાણની પ્રાપ્તિ થશે. ll૧૪/૧લા
કે
પ્રસ્તુત ઢાળનું આત્મકલ્યાણમાં યોજના :| દિગંબર મતાનુસાર પર્યાયના બે ભેદ બતાવ્યા છે : (૧) વ્યંજનપર્યાય અને (૨) અર્થપર્યાય. ગ્રંથકારશ્રીએ દિગંબરનાં વચનોને સમ્મતિની સાક્ષીથી સમર્થન કર્યા છે છતાં કેવળજ્ઞાનના શુદ્ધગુણવ્યંજનપર્યાય દિગંબરો સ્વીકારે છે અને અર્થપર્યાય દિગંબરો સ્વીકારતા નથી, એટલા અંશમાં પદાર્થને જોવાની તેમની દૃષ્ટિમાં ન્યૂનતા છે. ઋજુસૂત્રનયની દૃષ્ટિથી ગુણના પણ અર્થપર્યાય દિગંબરે માનવા જોઈએ, તેનું સમર્થન આગમવચનથી ગ્રંથકારશ્રીએ કરેલ છે. જેથી દિગંબરોએ કહેલા પદાર્થ પ્રત્યે પક્ષપાત વગર તેઓ દ્વારા કહેવાયેલા યથાર્થ પદાર્થને ઉચિત રીતે સ્વીકારીને શુદ્ધ દ્રવ્યના અર્થપર્યાય પણ જે તેઓએ સ્વીકાર્યા છે તે સર્વ પદાર્થોનું સૂક્ષ્મતાથી ભાવન કરવામાં આવે તો અનુભવ અનુસાર છએ દ્રવ્યોમાં શુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય, શુદ્ધગુણવ્યંજનપર્યાય, શુદ્ધઅર્થપર્યાય, અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય, અશુદ્ધગુણવ્યંજનપર્યાય અને અશુદ્ધઅર્થપર્યાયનો યથાર્થ બોધ થાય છે. આ રીતે જ છ દ્રવ્યના સૂક્ષ્મ ભાવોનું અવલોકન કરવાથી અનુભવ અનુસાર દ્રવ્યાનુયોગનો સૂક્ષ્મ બોધ થાય છે.
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૦૦
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨/ ઢાળ-૧૪ | યોજનનું સ્વરૂપ દિગંબરોએ નયચક્રમાં અન્ય પ્રકારથી ચાર પ્રકારના પર્યાયોને કહ્યા છે : (૧) સજાતીયદ્રવ્યપર્યાય, (૨) વિજાતીયદ્રવ્યપર્યાય, (૩) સ્વભાવગુણપર્યાય અને (૪) વિભાવગુણપર્યાય. તેમાં પણ પરમાણુરૂપ દ્રવ્યપર્યાયનો સંગ્રહ થતો નથી, તેથી તેને પૃથફ સ્વીકારીને આ પાંચે ભેદોની વિચારણા કરવાથી સૂક્ષ્મ બોધ થાય છે.
વળી, દિગંબરો ગુણના વિકારો પર્યાય છે તેમ કહીને દ્રવ્યના પર્યાયો અને ગુણના પર્યાયો બતાવે છે, તે પદાર્થને વાસ્તવિક જોવાની તેવા પ્રકારની મતિની નિર્મળતાના અભાવને કારણે જ પરસ્પર વિરોધી વચન દેવસેન નામના સાધુએ કરેલ છે. તેની યુક્તિ ગ્રંથકારશ્રીએ આપેલ છે. તે પ્રમાણે તેનો યથાર્થ બોધ કરીને જે મહાત્મા જેમ જેમ અનુભવ અનુસાર વસ્તુનું ચિંતવન કરવા યત્ન કરશે તેમ તેમ જ્ઞાનાવરણીય કર્મના વિગમનથી વસ્તુના વાસ્તવિક સ્વરૂપને જોનારી નિર્મળ બુદ્ધિને પ્રાપ્ત કરશે, જે નિર્મળ બુદ્ધિ ક્ષપકશ્રેણીને અનુકૂળ બળસંચયનું જ કારણ બનશે. આથી જ ભાવચરિત્રને પ્રાપ્ત કર્યા પછી પણ કૃતધર્મની વૃદ્ધિ અર્થે ‘ધમુત્તર વૃદ્ધ' એ પ્રકારે “પુવરવરવીવફ્ટ' સૂત્રમાં કહેલ છે, તે દ્રવ્યાનુયોગની સૂક્ષ્મબુદ્ધિની વૃદ્ધિ અર્થે જ કહેલ છે. જે મહાત્મા આ રીતે અત્યાર સુધી વર્ણન કર્યા પ્રમાણે દ્રવ્યાનુયોગના પદાર્થોનું મનમાં ભાવન કરશે અને અનુભવ અનુસાર તેના રહસ્યને જાણવા યત્ન કરશે તે મહાત્મા સદ્ગતિની પરંપરા દ્વારા અલ્પકાળમાં પૂર્ણ સુખમય મોક્ષની પ્રાપ્તિ કરશે.
Page #228
--------------------------------------------------------------------------
________________
વ્યગણપર્યાયનો રાસ ભાગ- ૨ | હ | ગાથા-૧
૨૦૧
- દુહા
પૂર્વની ઢાળ સાથેનું જોડાણ -
દ્રવ્ય, ગુણ અને પર્યાયનું વર્ણન કરવાની ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગ્રંથના પ્રારંભમાં પ્રતિજ્ઞા કરેલી. તેની પૂર્ણાહુતિ થતાં હવે તે દ્રવ્ય-ગુણ-પર્યાયનું ચિંતવન આત્મકલ્યાણમાં કઈ રીતે ઉપકારક છે ? તેનું ભાવન કરવા અર્થે અંતે તેના ઉપર દુહા બતાવે છે –
ગાથા -
ગુરુ-શ્રુત-અનુભવબલથકી, કવિઓ દ્રવ્યાનુયોગ;
એહ સાર જિનવચનનું, એહ પરમપદભોગ. દુહા-૧|| ગાથાર્થ -
ગુરુ, શ્રત અને અનુભવના બળથી દ્રવ્યાનુયોગ કહેવાયો. જિનવચનનું એ=દ્રવ્યાનુયોગ, સાર છે. એe=દ્રવ્યનો અનુયોગ, પરમપદનો ભોગ છે અર્થાત્ પરમપદના ભોગનું કારણ હોવાથી કાર્યમાં કારણનો ઉપચાર કરીને પરમપદનો ભોગ કહ્યો છે. દૂહા-ના ટબો :
ગુરુ કે ગુરુઉપદેશ, શ્રુત-શાસ્ત્રાભ્યાસ, અનુભવબલ-સામર્થગ, તેહથી એ દ્રવ્યાનુયોગ કહિ. એ સર્વ જિનવચનનું સાર થઈ. એ જ પરમપદ કહિઈ-મોક્ષ, તેહ ભોગ છઈ. જે માર્ટિ-એ દ્રવ્યાદિ વિચારઈ શુક્લધ્યાનસંપદાઈ મોક્ષ પાસિંઈ. દુિહા-૧| ટબાર્થ :
ગુરુ કહેતાં ગુરુઉપદેશ, શ્રત કહેતાં શાસ્ત્રનો અભ્યાસ અને અનુભવબળ કહેતાં સામર્થ્યયોગ= શ્રુતના બળથી પ્રગટ થયેલ અનુભવજ્ઞાન સ્વરૂપ સામર્થયોગ અર્થાત અનુભવને અનુકૂળ સામર્થ્યયોગ, તેહથી આ ગુણને આશ્રયીને, દ્રવ્યાનુયોગ કહેવાયોદ્રવ્યગુણપર્યાયનું સ્વરૂપ કહેવાયું. એ સર્વ જિનવચનનું સાર છે=જિનવચતનું રહસ્ય છે. એ જ દ્રવ્યાનુયોગ જ, પરમપદ કહીએ=મોક્ષ કહીએ, તેનો ભોગ છે–તેનો વિલાસ છે. જે માટે=જે કારણથી, એ દ્રવ્યાદિ વિચારે=ગ્રંથકારશ્રીએ વર્ણન કર્યું એ દ્રવ્ય-ગુણ-પર્યાયના વિચારે, શુક્લધ્યાનની સંપદાથી=શુક્લધ્યાનને અનુકૂળ શક્તિનો સંચય થવાથી, મોક્ષ પામીએ=મોક્ષસુખની પ્રાપ્તિ થાય. દૂહા-ના
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૦૨
ભાવાર્થ :
ગ્રંથકારશ્રીએ પ્રથમ ઢાળમાં દ્રવ્ય-ગુણ-પર્યાયનું માહાત્મ્ય બતાવ્યું અને બીજી ઢાળથી માંડીને અત્યાર સુધી કંઈક વિસ્તારથી દ્રવ્ય, ગુણ અને પર્યાયનું સ્વરૂપ બતાવ્યું એ સર્વ, ગુરુના ઉપદેશથી અર્થાત્ પૂર્વાચાર્યોના સદુપદેશથી, શ્રુતઅભ્યાસથી અર્થાત્ સર્વજ્ઞકથિત આગમના અભ્યાસથી અને તે બંનેના બળથી પોતાને ઉત્પન્ન થયેલ નિર્મળ કોટિના અનુભવને સ્પર્શનારી મતિના બળથી તે દ્રવ્યનો અનુયોગ ગ્રંથકારશ્રીએ કહ્યો છે. ગ્રંથકારશ્રીએ અત્યાર સુધી જે વર્ણન કર્યું છે તે સર્વ સર્વજ્ઞના વચનનો સાર છે; કેમ કે સર્વજ્ઞએ ઉત્પાદવ્યયધ્રૌવ્યરૂપ ત્રિપદી આપીને સર્વ નયથી જે દ્વાદશાંગી આપી છે તે દ્રવ્ય-ગુણ-પર્યાયને બતાવનાર છે. વળી દ્રવ્ય અને પર્યાય જ અપેક્ષાએ દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ છે. આ દ્રવ્ય-ગુણ-પર્યાય જ કંઈક વિશેષ સ્વરૂપે ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત રાસમાં બતાવ્યા છે, જે જિનવચનના સારરૂપ છે. વળી, આ દ્રવ્યનો અનુયોગ જે ગ્રંથકારશ્રીએ કહ્યો છે તે પરમપદરૂપ મોક્ષનો ભોગ છે; કેમ કે મોક્ષપ્રાપ્તિનું પ્રબળ કારણ જે શુક્લધ્યાન છે તે દ્રવ્યાદિના ચિંતવનથી પ્રગટે છે અને તેના દ્વારા સર્વ કર્મોનો નાશ કરીને મહાત્મા મોક્ષને પ્રાપ્ત કરે છે. તેથી મોક્ષના કારણમાં મોક્ષનો ઉપચાર કરીને દ્રવ્યાનુયોગનું ભાવન એ મોક્ષના ભોગ સ્વરૂપ છે તેમ બતાવીને ગ્રંથકારશ્રીએ દ્રવ્યાનુયોગની મહત્તાને જ સ્પષ્ટ કરેલ છે. IIદુહા-૧॥
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ / દુહા | ગાથા-૧-૨
અવતરણિકા :
પૂર્વમાં દ્રવ્યાનુયોગ જિનવચનનો સાર છે ઇત્યાદિ કહીને તેનું મહત્વ બતાવ્યું. હવે દ્રવ્યાનુયોગમાં રત થઈ શકે તેવા જીવો કોણ છે ? તે બતાવીને પણ તેનું માહાત્મ્ય બતાવે છે
ગાથા:
ગાથાર્થ
મધ્યમ કિરિયારત હુઈં, બાલક માનઈં લિંગ; ષોડશ ભાષિઉં ધરઈં, ઉત્તમ જ્ઞાન સુરંગ. IIદુહા-સા
=
મધ્યમબુદ્ધિવાળા જીવો ક્રિયારત થાય છે. બાળક=બાળજીવો, લિંગને માને છે=બાહ્ય સાધુનો વેશ અને સાધુની સ્થૂળ આચારની ક્રિયાને ધર્મ માને છે. વળી, ઉત્તમ પુરુષો જ્ઞાનસુરંગની ધુરાને ધારણ કરે છે એ પ્રમાણે ‘ષોડશક’માં કહ્યું છે. IIદુહા-૨।।
ટબો :
એહ દ્રવ્યાનુયોગમાંહિ જે રંગ ધરઈં, તેહજ પંડિત કહિઈં.” એહવું અભિયુક્ત સાખિ સમર્થઈ છઈ. ષોડશવચન વેલમ્
बालः पश्यति लिङ्गं मध्यमबुद्धिर्विचारयति वृत्तम् ।
આગમતત્ત્વ તુ બુધઃ પરીક્ષતે સર્વવત્સેન ।।।। (પોકશજ-૨, શ્લો-૨) [[દુહા-૨||
-
Page #230
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨) દુહા | ગાથા-૨-૩
૨૦૩
ટબાર્થ :
આ દ્રવ્યાનુયોગમાં જે રંગ ધારણ કરે છે દ્રવ્યાનુયોગના પદાર્થોને તે રીતે ભાવન કરીને વીતરાગભાવને અનુકૂળ મહાબળ સંચય કરે છે, તેહ જ પંડિત કહેવાય.” એહવું અભિયુક્ત સાક્ષીથી= પૂર્વાચાર્યોની સાક્ષીથી, સમર્થન કરે છે.
પોડવિવ વેદ – અને ષોડશકવચન આ છે – વા: પશ્યતિ નિ=બાળજીવો લિગને જુએ છે સ્થૂળ ત્યાગની ક્રિયાને જુએ છે. મધ્યમવૃદ્ધિર્વિવારતિ વૃત્ત= મધ્યમબુદ્ધિ વૃત્તનો વિચાર કરે છે શાસ્ત્રના વચનાનુસાર સાધુની આચરણા યથાર્થ કરવાનો વિચાર કરે છે. ગામતરૂં તુ વધ: પરીક્ષિતે સર્વત્નન=વળી, બુધ પુરુષ સર્વ યત્નથી આગમતત્વની પરીક્ષા કરે છે. II૧il (ષોડશક-૧, શ્લોક-૨) દુહા-રા ભાવાર્થ:
સંસારમાં ધર્મને અભિમુખ થયેલા જીવો અને ધર્મમાં યત્ન કરવાની વૃત્તિથી ધર્મને જાણવાના અર્થી જીવો ત્રણ પ્રકારના હોય છે : (૧) બાલજીવ, (૨) મધ્યમજીવ અને (૩) બુધજીવ. બાળજીવો મોક્ષને અભિમુખ તત્ત્વજિજ્ઞાસાથી યત્ન કરે છે છતાં પોતાની બાળબુદ્ધિ અનુસાર બાહ્ય વેશ અને સંયમના ત્યાગના આચારો સેવીને ધર્મ કરવાની બુદ્ધિવાળા હોય છે.
વળી, મધ્યમ જીવોને કંઈક સૂક્ષ્મપ્રજ્ઞા છે. તેથી શાસ્ત્રમાં બતાવેલી ઉત્સર્ગમાર્ગની ક્રિયાઓમાં તેઓ રત રહે છે=શાસ્ત્રમાં જે રીતે ક્રિયા બતાવી છે તે ક્રિયા તે રીતે કરવાથી જ હિત થાય છે તે બુદ્ધિને ધારણ કરીને ધર્મ કરવામાં રત રહે છે.
વળી, ઉત્તમ પુરુષો જગતની પદાર્થવ્યવસ્થા કઈ રીતે છે ? તેનું યથાર્થ જ્ઞાન કરીને કયું આગમતત્ત્વ જગતની વ્યવસ્થા કષછેદતાપશુદ્ધ કહે છે ? તેનો નિર્ણય કરીને કષછેદતા પશુદ્ધ એવા ધર્મથી, સંયમથી પોતાનું હિત થાય છે તેવી બુદ્ધિ ધારણ કરે છે. આવા મહાત્માઓ શાસ્ત્રનો અભ્યાસ કરીને અસંગપરિણામના એક કારણભૂત દ્રવ્યાનુયોગને સ્પષ્ટ કરનારા એવા જ્ઞાનયોગમાં રત રહે છે. તેથી જ્ઞાનયોગને ઉપષ્ટભક એવી સંયમની ક્રિયાઓ તેઓ સ્વશક્તિ અનુસાર અવશ્ય કરે છે, તોપણ પ્રધાનરૂપે તો જિનશાસનના સારભૂત દ્રવ્યાનુયોગમાં જ તેઓનું ચિત્ત રહે છે; કેમ કે આગમતત્ત્વનો સાર દ્રવ્યાનુયોગ છે. દુહા-રા અવતરણિકા -
પૂર્વની ગાથામાં કહ્યું કે, ઉત્તમ પુરુષો જ્ઞાનયોગનું અવલંબન લેનારા છે અને તે જ્ઞાનયોગસ્વરૂપ જ દ્રવ્યગુણપર્યાયનો રાસ છે. હવે જ્ઞાનયોગના મર્મને જાણનારા ઉત્તમ પુરુષોની ક્રિયા અને જ્ઞાનવગરના જીવોની ક્રિયા વચ્ચેનો ભેદ બતાવવા અર્થે જ્ઞાનરહિત ક્રિયા કરનારા અને ક્રિયારહિત જ્ઞાનવાળા જીવોનો ભેદ બતાવે છે – ગાથા -...
નાણરહિત જે શુભ ક્રિયા, ક્રિચારહિત શુભ નાણ; યોગષ્ટિસમુચ્ચય કહિઉં, અંતર ખજુઆ-ભાણ. liદુહા-કા
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૦૪
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | દુહા | ગાથા-૩ ગાથાર્થ :
જ્ઞાનરહિત જે શુભ ક્રિયા સામાયિકાદિ શુભ અનુષ્ઠાન, દિક્યારહિત શુભ જ્ઞાન સામાયિકાદિ ક્રિયારહિત યોગમાર્ગના મર્મને બતાવનાર દ્રવ્યાનુયોગના હાર્દને સ્પર્શનાર શુભ ફાન, ખજુઆ= આગિયો, અને ભાણ સૂર્ય, જેટલું અંતર તે બંને વચ્ચેનું અંતર, યોગદષ્ટિસમુચ્ચયમાં કહ્યું છે. દુહા-all બો -
જ્ઞાનરહિત જે શુભ ક્રિયા, ક્રિયારહિત શુભ જ્ઞાન, યોવૃષ્ટિસમુખ્યામાં ગ્રંથનઈ વિષઈ કહિઉં છઈ, -આંતરઉં જેતલઉં-ખજુઆ અનઈં ભાણ કહિઈ સૂર્ય. I/દુહા-૩ ટબાર્થ -
જ્ઞાનરહિત જે શુભ ક્રિયા દેશવિરતિ-સર્વવિરતિનાં સર્વ અનુષ્ઠાનો, ક્રિયારહિત શુભજ્ઞાન= તપત્યાગાદિ અનુષ્ઠાનો રહિત શાસ્ત્રના મર્મને સ્પર્શનારું શુભજ્ઞાન, યોગદષ્ટિસમુચ્ચયમાં “યોગદષ્ટિસમુચ્ચય” ગ્રંથમાં જેટલું ખજુઆ=આગિયો અને ભાણ સૂર્ય, વચ્ચેનું અંતરું છે, તેટલું આંતરું કહ્યું છે. આદુહા-૩ ભાવાર્થ :
જેઓ આત્મકલ્યાણના અર્થી છે. તેઓને સામાન્યથી બોધ હોય છે કે જેમ ખાવાની ભોગાદિની ક્રિયાથી જેમ કર્મ બંધાય છે તેમ તપત્યાગાદિ ધર્માનુષ્ઠાનોથી કર્મનિર્જરા થાય છે. વસ્તુતઃ ખાવાની ક્રિયાથી કે ભોગાદિની ક્રિયાથી કર્મ બંધાતાં નથી, પરંતુ તે તે ક્રિયાકાળમાં વર્તતા તે તે બાહ્ય પદાર્થો સાથે સંશ્લેષને અનુરૂપ કર્મ બંધાય છે. તેથી જે ભોગાદિ ક્રિયામાં જેટલો સંશ્લેષ અતિશય અને સંશ્લેષવર્તી વિપર્યાસ અતિશય, તે પ્રમાણે અતિશયિત કર્મ બંધાય છે. જેઓને યોગમાર્ગનાં રહસ્યોને સ્પર્શે તેવો સૂક્ષ્મબોધ થયો છે, તેઓ દ્રવ્યાનુયોગના ચિંતવનથી કે યોગમાર્ગના રહસ્યને પ્રદર્શિત કરતા સૂક્ષ્મ ભાવોથી જે જે અંશથી આત્માની અસંગ પરિણતિને સ્પર્શે તેવા જ્ઞાનના ઉપયોગને પ્રાપ્ત કરે છે તે તે અંશથી તે મહાત્મા યોગમાર્ગની પ્રાપ્તિના કારણભૂત પુણ્યનું અર્જન કરે છે અને યોગમાર્ગની પ્રાપ્તિને અનુરૂપ ક્ષયોપશમનાં બાધક કર્મોની નિર્જરા કરીને ક્ષયોપશમભાવોના સંસ્કારોનું આધાર કરે છે. તેથી દ્રવ્યાનુયોગનાં કે યોગમાર્ગનાં રહસ્યોને જાણનારા યોગી ઉચિત બાહ્ય ક્રિયા ન કરે તો પણ તેઓ જે પુણ્યબંધ અને કર્મનિર્જરા કરે છે તે સૂર્યના પ્રકાશતુલ્ય વિપુલમાત્રામાં છે અને જેઓ માત્ર બાહ્ય ક્રિયા કરીને સંતોષ માને છે તેઓ તે શુભ ક્રિયા કરીને જે પુણ્યબંધ કે કર્મનિર્જરા કરે છે તે આગિયા જેવી છે અર્થાત્ સૂર્યના તેજ આગળ જેમ આગિયાનું તેજ અલ્પ છે તેમ ક્રિયારહિત જ્ઞાનવાળાની નિર્જરા અને પુણ્યબંધ કરતાં, જ્ઞાનરહિત ક્રિયા કરનારાનાં નિર્જરા અને પુણ્યબંધ અતિ અલ્પમાત્રામાં છે. દુહા-૩
Page #232
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગણપર્યાયનો રાસ ભાગ- ૨ | દુહા | ગાથા-૪
૨૦૫
અવતરણિકા :
સૂર્ય અને ખજુઆના અંતરને જ જ્ઞાન-ક્રિયા સાથે ભોજન કરીને સ્પષ્ટ કરે છે – ગાથા :
ખજૂઆસમી ક્રિયા કહી, નાણા ભાણ સમ જોઈ;
કલિયુગ એહ પટંતરો, વિરલા બૂઝઈ કોઈ. દુહા-જા ગાથાર્થ -
ખજૂઆ જેવી ક્રિયા કહી છે. ભાણસમ=સૂર્યસમાન, જ્ઞાન જોઈ=દેખાય છે. એહ પટંતર=એ પ્રકારનો વિભાગ, કલિયુગમાં કોઈ વિરલા બુઝઈં=જાણે છે. આદુહા- રબો -
तात्त्विकः पक्षपातश्च भावशून्या च या क्रिया । अनयोरन्तरं ज्ञेयं भानुखद्योतयोरिव ।।१।। (श्लोक-२२३) इत्यादि योगदृष्टिसमुच्चये ।।
કલિયુગમાંહે પરંતર હોઈ, વિરલા કોઈ જાણે-બુદ્ધિવંત પ્રાણી જ જાણઈ, નિવૃદ્ધિ નૈવ નાનાતિ તિ પરમાર્થ દુિહા- ટબાર્થ -
તાત્ત્વિ: પક્ષપાતડ્વ=તાત્વિક પક્ષપાત, ભાવશૂન્ય ૨ યા મિયા=ભાવશૂન્ય એવી જે ક્રિયા, નરન્તરં=એ બેનું અંતર, માનુdદ્યોતયોરિવ સૂર્ય અને ખજુઆ જેવું, યં=જાણવું. (શ્લોક-૨૨૩). ફરિ ચષ્ટિસમુચ્ચ=ઈત્યાદિ કથન યોગદષ્ટિસમુચ્ચયમાં છે.
કલિયુગમાં પટંતર હોય=ભેદ હોય=જ્ઞાન અને ક્રિયાનો ભેદ હોય, (તો) કોઈ વિરલા જાણે=બુદ્ધિમાન પ્રાણી જ જાણે. નિવૃદ્ધિ નૈવ નાના િરિ પરમાર્થ =નિબુદ્ધિવાળો પુરુષ જાણતો જ નથી એ પ્રમાણે પરમાર્થ છે. દૂહા-જા ભાવાર્થ
યોગદૃષ્ટિસમુચ્ચયમાં કહ્યું છે કે, જેઓ દ્રવ્યાનુયોગના સમ્યફ પર્યાલોચનથી દરેક દ્રવ્યનું પારમાર્થિક સ્વરૂપ અને વિકૃત સ્વરૂપ યથાર્થ જાણે છે અને તેના કારણે જીવના પારમાર્થિક સ્વરૂપને સ્પર્શે એવા યોગમાર્ગના મર્મને જાણે છે તેઓ યોગમાર્ગની ક્રિયાઓ અને યોગમાર્ગનાં વચનો કઈ રીતે અંતરંગ ચક્રને ગતિમાન કરાવીને વીતરાગતુલ્ય થવાનું કારણ છે? તેના રહસ્યને જાણે છે અને અંતરંગ ચક્રને ગતિમાન કરાવવા અર્થે ક્રિયા કઈ રીતે ઉપષ્ટભક છે ? તેના પણ પરમાર્થને જાણે છે. આવા જીવોને તાત્ત્વિક જ્ઞાન અને તાત્ત્વિક જ્ઞાનને ઉપષ્ટભક એવી ક્રિયાઓ પ્રત્યે બદ્ધરાગ થાય છે, છતાં કોઈક નિમિત્તને કારણે કે
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૦૬
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨/ દુહા | ગાથા-૪-૫ પ્રમાદાદિને કારણે ક્રિયામાં અવ્યાપારવાળા હોય અને તાત્ત્વિક જ્ઞાન પ્રત્યેની રુચિના બળથી સદા તેમાં યત્ન કરનારા હોય તેઓની જ્ઞાનની પરિણતિ કલ્યાણના ક્ષેત્રમાં સૂર્ય તુલ્ય છે પરંતુ જેઓ તત્ત્વને જાણવા પ્રત્યે ઉપેક્ષાવાળા હોવા છતાં તપત્યાગાદિ ક્રિયાઓમાં રુચિવાળા છે તેઓની ક્રિયા કલ્યાણના ક્ષેત્રમાં આગિયા તુલ્ય છે. આ રીતનો તે બેનો ભેદ કલિકાળમાં વિરલા જીવો જ જાણે છે; કેમ કે બહુલતાએ જીવોને બાહ્ય તે તે પ્રકારના આચારમાં જ ધર્મબુદ્ધિ થાય છે; પરંતુ ધર્મના પરમાર્થને જાણવામાં તે પ્રકારની બુદ્ધિ સર્વકાળમાં વિરલાને જ પ્રાપ્ત થાય છે. વિશેષથી કલિકાળમાં કાળદોષને કારણે એ પ્રકારના બોધની પ્રાપ્તિ દુર્લભ છે. દુહા-જા અવતરણિકા -
પૂર્વમાં ‘યોગદષ્ટિસમુચ્ચય' ગ્રંથના બળથી ક્રિયા અને જ્ઞાન વચ્ચેનો ભેદ બતાવ્યો. હવે અન્ય ગ્રંથની સાક્ષીથી ક્રિયાકૃત કર્મક્ષય અને જ્ઞાનકૃત કર્મક્ષય વચ્ચેનો ભેદ બતાવે છે –
ગાથા :
ક્રિયામાત્રવૃત કર્મખય, દદુરગુન સમાન;
ગ્યાન કિઉપદેશપતિ, તાસ છાર સમ જાન. liદુહા-પા ગાથાર્થ :
ક્રિયામાકકૃત કાયિક-વાચિક-માનસિક ઉપયોગયુક્ત ક્રિયામાત્રકૃત, કર્મક્ષય દસૂર્ણ સમાન છે–દેડકાના ચૂર્ણ સમાન છે. જ્ઞાનથી કરાયેલો (કર્મક્ષય) ઉપદેશપદમાં, તેના=દર્દૂરચૂર્ણના, છાર રાખ, સમ=સમાન, જાણવો. llદુહા-પી. ટબો :
"मंडुक्कचुण्णकप्पो किरिआजणिओ खओ किलेसाणं । तद्दवचुण्णकप्पो नाणकओ तं च आणाए ।।१।।" इति उपदेशरहस्ये (गाथा-७) एतदर्थसंग्रहः ।
ઉપદેશપદાદિ ગ્રંથ જતાં, જ્ઞાન પ્રવ પ્રથાનમાર્થ દુહા-પા ટબાર્થ -
યંદુવેલુuળકો-મંડુકચૂર્ણ જેવો, રિમાનનો ઉો વિસાક્રિયાજનિત લેશોનો ક્ષય છે. તદુકપુખો તેના બળેલા ચૂર્ણ જેવો-મંડુકના બળેલા ચૂર્ણ જેવો, નાળકો જ્ઞાનકૃત (ક્લેશનો ક્ષય છે.) તે અને તે=બળેલા ચૂર્ણ જેવો ક્લેશનો નાશ, માન=આજ્ઞાથી છે-મૃતવચનના તત્વને સ્પર્શનારી ઉચિત ક્રિયાથી છે.” III (ઉપદેશરહસ્ય, ગાથા-૭)
Page #234
--------------------------------------------------------------------------
________________
૨૦૭
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ / દુહા / ગાથા-૫
ત્તિ ૩૫દ્દેશ તિર્થ એ પ્રમાણે ઉપદેશરહસ્યમાં આ અર્થનો સંગ્રહ છે=ગાથામાં કહેલા અર્થતો સંગ્રહ છે.
ઉપદેશપદાદિ ગ્રંથ જતાં જ્ઞાન જ પ્રધાન છે એ પ્રમાણે અર્થ છે. દુહા-પા. ભાવાર્થ
જેઓ કર્મક્ષયના અર્થી છે અને કર્મક્ષય માટે તપ, જપ, સ્વાધ્યાય, આદિ ક્રિયાઓ કરે છે અને કાંઈક માર્ગાનુસારી પ્રજ્ઞા છે તેઓ મન, વચન અને કાયાને ક્રિયામાં સમ્યફ પ્રવર્તાવે છે; છતાં જે ભગવાનના શાસનના પરમાર્થને જાણવામાં મધ્યસ્થતાપૂર્વક શક્તિઅનુસાર યત્ન કરતા નથી, તેઓને તે તે ક્રિયા દ્વારા ભોગાદિને અનુકૂળ પ્રવૃત્તિનો ત્યાગ હોવાથી કંઈક કર્મનો ક્ષય થાય તોપણ આત્મામાં આધાર કરાયેલા કષાયોના સંસ્કારોને ક્ષીણ કરે તેવો જ્ઞાનનો ઉપયોગ સૂક્ષ્મ બોધના અભાવને કારણે પ્રવર્તતો નથી. તેથી અનાદિ કાળથી આત્મામાં સ્થિર થયેલા કષાયોના સંસ્કારોનું બીજ ક્ષીણ થતું નથી, માટે સામગ્રીને પામીને ફરીથી તે સંગની શક્તિ ઉલ્લસિત થાય છે તેથી સંસારનો અંત પ્રાપ્ત થતો નથી.
જેમ દેડકાનું ચૂર્ણ થવાથી દેડકાનો ઉપદ્રવ દૂર થાય છે પરંતુ દેડકાના ચૂર્ણ સાથે વરસાદના પાણીનો સંગ થતાં ફરી દેડકા ઉત્પન્ન થાય છે તેમ ક્રિયાકાળમાં શુભક્રિયાના બળથી કંઈક સંગની શક્તિ ક્ષીણ થયેલી, તેથી ભોગાદિને અનુકૂળ ચિત્ત કંઈક મંદ થાય છે; છતાં તે ક્રિયાથી પ્રાપ્ત થયેલા પુણ્યના બળથી ભોગસામગ્રી મળે છે ત્યારે જેમ વરસાદના સંગથી ચૂર્ણમાંથી દેડકા ઉત્પન્ન થાય છે, તેમ વરસાદના પાણીતુલ્ય ભોગસામગ્રીના સંગથી ક્ષીણ થયેલી સંગની શક્તિ ફરી બળવાન થાય છે, જેથી સંગશક્તિજન્ય ક્લેશોનો પ્રવાહ બંધ થતો નથી.
વળી, જેઓ જ્ઞાનયોગકૃત ક્લેશનો નાશ કરે છે તેઓ યોગમાર્ગની સર્વ ભૂમિકાનાં રહસ્યોનો સંક્ષેપથી કે વિસ્તારથી બોધ કરીને મોક્ષ પ્રત્યે સાક્ષાત્ કારણભૂત યોગનિરોધ સાથે પ્રતિસંધાન કરીને સ્વભૂમિકાનુસાર યોગમાર્ગને સેવીને સંગશક્તિનો ક્ષય કરે છે, તેથી જે જે અંશથી જ્ઞાનકૃત ક્લેશનો નાશ થાય છે તે તે અંશથી ક્લેશનો સર્વથા ઉચ્છેદ થાય છે અને તે ઉચ્છેદ ઉત્તર ઉત્તરના ક્લેશનો ઉચ્છેદ કરીને યોગનિરોધમાં વિશ્રાંત થાય તેવો અત્યંત શક્તિવાળો હોવાથી જેમ મંડુકના ચૂર્ણને બાળીને રાખ કરવામાં આવે, તેમાંથી
ક્યારેય ફરીથી મંડુક થાય નહીં, તેમ તે મહાત્માએ જે ક્લેશનાશ કર્યો છે તે ક્લેશ ફરીથી ઉત્પન્ન થતો નથી, પરંતુ અધિક અધિક ક્લેશનાશ પ્રત્યે તે જીવને ઉત્સાહિત કરીને પૂર્વ પૂર્વનો ક્લેશનો નાશ તેને અધિક અધિક ક્લેશનાશ કરવાની સતત પ્રેરણા કરે છે.
જેમ કોઈની પાસે કંઈક અંશથી ધન પ્રાપ્ત થાય, તે ધનની પ્રાપ્તિ અધિક અધિક ધનની પ્રાપ્તિ માટે પ્રેરણા કરે છે, તેમ ક્લેશના નાશથી પ્રાપ્ત થતું સમાધિનું સુખ ઉત્તર ઉત્તરના સમાધિના સુખની પ્રાપ્તિ માટે પ્રેરણા કરે છે. આવો ક્લેશનાથ ભગવાનની આજ્ઞાના પાલનથી થાય છે. ભગવાનની આજ્ઞા સ્વશક્તિ અનુસાર અપ્રમાદભાવથી ઉચિત બોધ કરીને શક્તિ અનુસાર અનુષ્ઠાન સેવનથી સ્થિર રુચિપૂર્વક ગુણની વૃદ્ધિ થાય તે રીતે અનુષ્ઠાનસેવનની છે. દુહા-પા
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૦૮
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | દુહા / ગાથા-૬
અવતરણિકા -
વળી, કિયા કરતાં સમ્યજ્ઞાન અધિક છે, તે બતાવવા અર્થે સમ્યજ્ઞાનમાં અકરણનિયમની પ્રાપ્તિ કઈ રીતે છે? અને તે અપ્રતિપાતીગુણ કઈ અપેક્ષાએ છે? તે બતાવવા અર્થે કહે છે –
ગાથા :
મિથ્યાત્વાદિક કર્મથિતિ, અકરણ નિયમઈ ભાવિ;
અપ્રતિપાતી ગ્યાનગુણ, મહાનિસીહ સાખિ. liદુહા-કા ગાથાર્થ -
મિથ્યાત્વાદિકની કર્મસ્થિતિ (જ્ઞાનગુણને કારણે) અકરણ નિયમભાવિ થાય છે. “મહાનિશીથ”ની સાક્ષીએ જ્ઞાનગુણ અપ્રતિપાતી છે. liદુહા-છા
ટબો:
જ્ઞાન, તે-સમ્યગદર્શન સહિત જ આવઈ. તે પામ્યા પછી મિથ્યાત્વમાંહિં આવશું તો પણિ કોડાર્કોડિ ૧ ઉપરાંત કર્મબંધ જીવ ન કરશું. “વંધે ન વોત્તડું વિત્તિ વનતિ એ અભિપ્રાયઈ-નંદિષણનઈં અધિકારઈં – મનસીઈં જ્ઞાનગુણઈ અપ્રતિપાતી કહિઓ છઈ.
उत्तराध्ययनेष्वप्युक्तम् - सूई जहा ससुत्ता, ण णस्सई कयवरम्मि पडियावि ।
जीवो तहा ससुत्तो, ण णस्सइ गओवि संसारे ।।१।। (उत्तराध्यननसूत्र, अध्ययन-२९, आलापक૧૨, શાંતિસૂરિ ટીવ) દુહા-છા રબાઈ -
જ્ઞાન તે સમગ્રદર્શન સહિત જ આવે. તે પામ્યા પછી જીવ મિથ્યાત્વમાં આવે તો પણ એક કોટાકોટિ ઉપરાંત કર્મબંધ કરે નહીં.
કેમ એક કોટાકોટિ ઉપરાંત કર્મબંધ તે જીવ ન કરે? તેમાં હેતુ કહે છે –
“વંધેળ ન વોનઃ વિ”=“બંધથી ક્યારેય પણ ઉલ્લંઘન કરતો નથી ગ્રંથિભેદકાલીન કર્મસ્થિતિનું ક્યારેય પણ ઉલ્લંઘન કરતો નથી,” ત્તિ વષના—એ પ્રકારનું વચન છે. એ અભિપ્રાયથી જ્ઞાનગુણને કારણે મિથ્યાત્વાદિ કર્મોની સ્થિતિ અકરણનિયમભાવિ થાય છે એ અભિપ્રાયથી, “દિષણના અધિકારમાં મહાનિશીથમાં જ્ઞાનગુણને અપ્રતિપાતી કહ્યો છે.
ઉત્તરાધ્યયનેaણુ—ઉત્તરાધ્યયનમાં પણ કહ્યું છે–ઉત્તરાધ્યયનના ૨૯મા અધ્યયનના ૧૮મા આલાવાની ટીકામાં પણ કહ્યું છે કે જ્ઞાનગુણ અપ્રતિપાતી છે.
Page #236
--------------------------------------------------------------------------
________________
૨૦૯
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | દુહા | ગાથા-૬-૭
નહી સૂરું સસુરા=જે પ્રમાણે સૂત્રથી=દોરાથી પરોવાયેલી સોય, સ્સિ યવરAિ ડિવિ-કચરામાં પડેલી (સોયો પણ નાશ પામતી નથી=શીધ્ર પ્રાપ્ત થાય છે, તહીં નીવવિ સસુત્તો=એ રીતે સસૂત્રવાળો જીવ પણ= ભગવાનના વચનના સમ્યજ્ઞાનથી પરોવાયેલો જીવ પણ, ન ગરૂડુ ગોવિ સંસારે સંસારમાં ગયેલો જીવ પણ નાશ પામતો નથી=શી જ જ્ઞાનગુણને પ્રાપ્ત કરે છે. ll૧u (ઉત્તરાધ્યયનસૂત્ર, અધ્યયન-૨૯, આલાવા-૫૯ શાંતિસૂરિ ટીકા) "દુહા-છા ભાવાર્થ
ગ્રંથકારશ્રીએ અત્યાર સુધી દ્રવ્ય-ગુણ-પર્યાયનું જે વર્ણન કર્યું તે વર્ણનને સુગુરુના મુખથી જેઓ યથાર્થ અવધારણ કરે છે તેઓને ભગવાનના વચનનું રહસ્ય પ્રાપ્ત થાય એવું સમ્યજ્ઞાન પ્રાપ્ત થાય છે. આવું સમ્યજ્ઞાન સમ્યગ્દર્શન સહિત જ આવે છે. આવું સમ્યક્તયુક્ત સમ્યજ્ઞાન પામ્યા પછી પ્રમાદને વશ કોઈ જીવ મિથ્યાત્વમાં જાય તો પણ તે એક બેડાકોડીથી વધારે કર્મ બાંધતો નથી; કેમ કે શાસ્ત્રમાં કહ્યું છે કે ગ્રંથિભેદને કરતો જીવ ગ્રંથિભેદકાળમાં જે કર્મની સ્થિતિની સત્તા છે તેને ઓળંગીને અધિક સ્થિતિ મિથ્યાત્વને પામે તોપણ બાંધે નહીં. ગ્રંથિભેદકાળમાં કર્મની સ્થિતિની સત્તા અવશ્ય અંતઃકોટાકોટિ જ છે, અધિક નથી, તેથી એક કોટાકોટિથી અધિક કર્મ ન બાંધે તેવા પાપના અકરણનિયમની પ્રાપ્તિ ગ્રંથિભેદથી જીવને પ્રાપ્ત થાય છે. તેથી એકવાર સમ્યક્ત પામ્યા પછી જીવ મિથ્યાત્વ પામીને ચાર ગતિમાં પરિભ્રમણ કરે, નરકે જાય, તોપણ એક કોટાકોટિથી અધિક પાપને અનુકૂળ સંશ્લેષ તે જીવને ક્યારેય ન થાય તેવા પાપના અકરણનિયમને તે જીવ પ્રાપ્ત કરે છે. આથી જ પૂર્વે મોહનીયકર્મની ૭૦ કોટાકોટિ બાંધવાની જે શક્તિ હતી તે સદા માટે અપ્રાપ્ય બને છે, માટે તે જીવ પાપના અકરણનિયમને તેટલા અંશથી પ્રાપ્ત કરે છે.
વળી, સમ્યક્ત પામતી વખતે જે જ્ઞાનગુણ પ્રગટ થાય છે તે જ્ઞાનગુણને “નંદિષણના અધિકારમાં મહાનિશીથસૂત્રમાં અપ્રતિપાતી કહ્યો છે. તેથી જે જીવો સમ્યક્ત પામ્યા પછી મિથ્યાત્વમાં જાય તોપણ જે સમ્યજ્ઞાન પ્રાપ્ત થયેલું છે તે સર્વથા નાશ પામતું નથી. આથી જ અલ્પકાળમાં ફરી તેની પ્રાપ્તિ થાય છે.
જેમ દોરા સાથે પરોવાયેલી સોય કચરામાં પડી ગઈ હોય તોપણ તે શીધ્ર મળી જાય છે તેમ ભગવાનના વચનના રહસ્યને પ્રાપ્ત કરે તેવું જ્ઞાન કોઈ જીવ પ્રાપ્ત કરે પછી દુર્ગતિ આદિમાં જાય તોપણ તે જીવનું જ્ઞાન નાશ પામતું નથી, પરંતુ અલ્પકાળમાં ફરી તે જ્ઞાનને પ્રાપ્ત કરે છે, તેથી જ્ઞાનગુણને અપ્રતિપાતી કહેલ છે. વળી, જ્ઞાનવગરની ક્રિયા અનંતી વખત કરી હોય છતાં ફરી તે ક્રિયાને પ્રાપ્ત કરે એવો નિયમ નથી તેથી ક્રિયા પ્રતિપાતી છે. માટે કલ્યાણના અર્થીએ પ્રસ્તુત ગ્રંથમાં વર્ણન કરાયેલા દ્રવ્યગુણ-પર્યાયના રહસ્યને જાણવા માટે અત્યંત યત્ન કરવો જોઈએ, જેથી સોયમાં પરોવાયેલા દોરાની જેમ પોતાનો આત્મા સૂત્રથી અનુવિદ્ધ બને. તેથી જેમ નંદિષણમુનિ સંયમથી પ્રતિપાત પામ્યા તોપણ જ્ઞાનગુણથી પ્રતિપાત પામ્યા નહીં તેમ પોતાનો આત્મા પણ જ્ઞાનગુણથી પ્રતિપાત પામે નહીં. દુહા-કા અવતરણિકા - -
હવે આગમમાં શ્રુતજ્ઞાનીને કેવલી સમાન કહ્યા છે તેમ બતાવીને પ્રસ્તુત ગ્રંથના મર્મને જાણનારા બહુશ્રુતો કેવળીની જેમ સન્માર્ગ બતાવનારા છે અને સ્વયં સમ્યજ્ઞાતવાળા હોવાથી સુખપૂર્વક સન્માર્ગમાં પ્રસ્થિત થઈ શકે છે, તે બતાવવા અર્થે કહે છે –
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૧૦
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨) દુહા | ગાથા-૭
ગાથા :
ગ્યાનવંતનઈ કેવલી, દ્રવ્યાદિક અહિનાણિ; વૃ૫ાથાના માર્ગમાં, સરિખા ભાખ્યા જાણિ. દુહા-ગાં ગાથાર્થ -
દ્રવ્યાદિકઅધિજ્ઞાની જ્ઞાનવંતને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને ઉચિત જોડીને ઉચિત પ્રવૃત્તિનો નિર્ણય કરી શકે એવા શ્રુતજ્ઞાનવાળા બહુશ્રુતને, કેવળી સરખા બૃહત્કલ્યગાથાના ભાગમાં ભાખ્યા જાણીને (જ્ઞાનમાં ઉધમ કરવો જોઈએ, એમ અન્વય છે.) દુહા-છા ટબો:
જ્ઞાનવંતને કેવળી સરિખ કહ્યો છઈ, “શ્રુતકેવળી ઈતિ. बृहत्क्ल्पगाथा चेम् - "किं गीयत्यो ? केवली चउविहे जाणणे य कहणे य । તુજો રાોિસે, ગંતવાસ વષ્નયા” III (વૃત્વસૂત્ર, જાથા-૨૬) તિ
કેવલી ને શ્રુતર્કવલી એ બે સરિખા કહિયા છઈ. દુહા-છા ટબાર્થ -
જ્ઞાનવંતને કેવળી સરિખો કહ્યો છે. “શ્રુતકેવળી” છે એથી કરીને વૃદ્ધત્વથા અને બૃહલ્પની આ ગાથા છે –
જિં જીત્યો (વર્ત) = ગીતાર્થ કેવલી છે? વાષ્યિ વસ્તી ચાર પ્રકારના (ગીતાર્થ) કેવલી (કહેવાયા છે.), નાળને ય ર =જાણવામાં અર્થાત્ બોધમાં અને કથનમાં, તુજો રાણો રાગ-દ્વેષના તુલ્યપણામાં, કાંતવાસ વMયા અને) અનંતકાયના વર્જનથી (એમ ચાર પ્રકારના ગીતાર્થને કેવલી કહેવાયા છે એમ અવય છે.)” III (બૃહત્કલ્પસૂત્ર, ગાથા-૯૬૧) (આ રીતે ચાર પ્રકારના કેવલી છે તેથી વર્તમાનમાં પણ જે પારમાર્થિક ગીતાર્થ છે તે કેવલી સદશ જ છે અને જે નામથી ગીતાર્થ છે તે, તે ચાર પ્રકારના ગીતાર્થમાં પ્રવેશ પામતા નથી.) દુહા-૭ ભાવાર્થ -
જેઓ ભગવાનના વચનના યથાર્થ તાત્પર્યને જાણીને સંયમના કંડકની વૃદ્ધિના ઉપાયભૂત સર્વ ઉચિત આચરણાઓને શ્રુતના બળથી યથાર્થ જાણી શકે છે તેવા ગીતાર્થો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના અધિજ્ઞાની છેઃ યથાર્થ જાણનારા છે, અને તેને અનુસાર કઈ ઉચિત પ્રવૃત્તિ કરવાથી કઈ ભૂમિકાવાળા મહાત્મા ઉત્તર ઉત્તરના ગુણસ્થાનકમાં જવા સમર્થ બનશે ? તેનો યથાર્થ નિર્ણય કરી શકે છે. તેથી જે આરાધક જીવોના જે પ્રકારના ચિત્તના ભાવો છે, તેને અનુરૂપ વર્તમાનનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનું યોજન કરીને કઈ રીતે કઈ
Page #238
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | દુહા | ગાથા-૭-૮
૨૧૧ પ્રવૃત્તિ કરવાથી હિત સાધી શકશે ? તેના પરમાર્થનો નિર્ણય કરી શકે છે. તેથી જેમ કેવળી પોતાના કેવળજ્ઞાનના બળથી યોગ્ય જીવોને સન્માર્ગમાં પ્રવર્તાવી શકે છે, તેમ જ્ઞાનવંત એવા ગીતાર્થો સ્વયં યોગમાર્ગમાં પ્રવર્તી શકે છે અને યોગ્ય જીવોને પ્રવર્તાવી શકે છે. માટે એવા યોગ્ય ગીતાર્થોને “બૃહત્કલ્પભાષ્યમાં કેવળી કહ્યા છે અર્થાત્ કેવળી અને શ્રુતકેવળી બંનેને સરખા કહ્યા છે; કેમ કે કેવળી પોતાના કેવળજ્ઞાનથી જેમ યોગ્ય જીવોને ઉચિત અનુશાસન આપીને ભૂમિકા અનુસાર ગુણસ્થાનકની વૃદ્ધિ કરાવી શકે છે તેમ ગીતાર્થ ગુરુ પોતાને શરણે આવેલા અને હિતના અર્થી યોગ્ય જીવોને સર્વજ્ઞના વચનાનુસાર માર્ગમાં પ્રવર્તાવીને તેઓના સંસારનો ઉચ્છેદ કરાવી શકે છે, માટે તેઓને કેવળી સરખા કહ્યા છે. અહીં બૃહત્કલ્પ ભાષ્યની ગાથા બતાવી છે તેનો અર્થ આ પ્રમાણે છે –
ગીતાર્થ એવા શ્રુતકેવળી ચાર પ્રકારના છેઃ (૧) જ્ઞાનની અપેક્ષાએ યથાર્થ જાણનારા છે. (૨) વળી, યથાર્થ જાણનારા છે, તેમ તેનું કથન કરનારા છે અર્થાત્ યોગ્ય જીવોને સન્માર્ગનો સૂક્ષ્મ બોધ કરાવે એવા સામર્થ્યવાળા છે. (૩) રાગ-દ્વેષમાં તુલ્ય પરિણામ રાખી શકે તેવા સૂક્ષ્મ બોધવાળા છે. (૪) વળી, ચોથા પ્રકારના શ્રુતકેવળી ગીતાર્થ અનંતકાય જીવોના વર્જનના ઉપાયવિષયક સૂક્ષ્મ બોધવાળા છે.
આથી એ ફલિત થાય છે, કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે શ્રુતનો અભ્યાસ અત્યંત ઉપકારક છે અને તેનો જ સૂક્ષ્મબોધ કરાવવા માટે ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસની રચના કરી છે. તેથી ગુરુગમથી જેઓ તેનો સૂક્ષ્મબોધ કરશે તેઓ પણ ભગવાનના વચનના રહસ્યને જાણીને ગીતાર્થની તુલ્ય ભૂમિકા અનુસાર અવસ્થાને પ્રાપ્ત કરશે. તેથી જે ગૃહસ્થોમાં પણ લબ્ધઅર્થવાળા અને ગરિષ્ઠઅર્થવાળા છે તેઓ ગીતાર્થોની જેમ ભગવાનના વચનની વ્યવસ્થાને જાણનારા થઈને સ્વયં પોતાના હિતને સાધી શકે છે અને યોગ્ય જીવોને કલ્યાણમિત્રના યોગસ્વરૂપ થઈને કલ્યાણનું કારણ બની શકે છે. માટે વિવેકીએ પ્રસ્તુત ગ્રંથના પરમાર્થને જાણવા યત્ન કરવો જોઈએ, એ પ્રકારનો પ્રસ્તુત ગાથાનો ધ્વનિ છે. આદુહા-છા અવતરણિકા:
જ્ઞાન જ જીવ માટે સર્વ પ્રકારે મહાકલ્યાણનું કારણ છે. તે બતાવવા માટે કહે છે – ગાથા :
નાણા પરમ ગુણ જીવનો, નાણ ભવન્નવપોત;
મિથ્યામતિતમ ભેદવા, નાણા મહા ઉધોત. દુહા-દા ગાથાર્થ :
જ્ઞાન તે જીવનો પરમગુણ છે. ભવરૂપી સમુદ્રમાં પોત=વહાણ, જ્ઞાન છે. મિથ્યામતિરૂપી અંધકારને ભેદવા જ્ઞાન મહા ઉધોત છે. દુહા-૮ll ટબો :
જ્ઞાન તે જીવન પરમગુણ છઈ, અપ્રતિપાતીપણા માટે. જ્ઞાન તે ભવાર્ણવમાં
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૧૨
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | દુહા | ગાથા-૮ ભવસમુદ્રમાં પોત=વહાણ, સમાન છઈ, તરણતારણ સમર્થ. મિથ્યાત્વમતિરૂપ જે તિમિર=અંધકાર, તેહને ભેદવાર્તે અર્થે જ્ઞાન તે મહાઉદ્યત છઈ, મોટા અજઆલા સરખો કહ્યો છે. દુહા-૮માં ટબાર્થ -
જ્ઞાન તે જીવનો પરમગુણ છે. કેમ પરમગુણ છે ? તેથી કહે છે – અપ્રતિપાતીપણા માટે. જ્ઞાન તે ભવાર્ણવમાં ભવરૂપી મહાસમુદ્રમાં, પોત વહાણ, સમાન છે. કેમ વહાણ સમાન છે ? તેથી કહે છે –
તરણતારણ સમર્થ છે=જ્ઞાની પોતે તરી શકે છે અને બીજાને તારવા માટે સમર્થ છે. મિથ્થામતિરૂપ જે તિમિર અંધકાર, તેને ભેદવાને અર્થે જ્ઞાન તે મહાઉદ્યોત છે=મોટા અજવાળા જેવો કહ્યો છે. I/દુહા-૮ાા ભાવાર્થ :
જે મહાત્મા જિનવચનાનુસાર જેટલું શ્રુતજ્ઞાન પ્રાપ્ત કરે છે તે શ્રુતજ્ઞાન તેના બોધને અનુરૂપ તેને મોહની અનાકુળ અવસ્થાને પ્રાપ્ત કરાવે છે. આ બોધ જ ઉત્તર ઉત્તરની અવસ્થાની પ્રાપ્તિ દ્વારા જીવને કેવળજ્ઞાનની પ્રાપ્તિનું કારણ બને છે. તેથી શ્રતથી પરિકર્મિત મતિ જ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને કેવળજ્ઞાનમાં વિશ્રાંત થાય છે. આ જ્ઞાનગુણ જીવનો અપ્રતિપાતી ગુણ છે.
કેમ અપ્રતિપાતી છે? તે ગ્રંથકારશ્રીએ ગાથા-૬માં “મહાનિશીથ'ની સાક્ષીથી સ્થાપના કરેલ છે અને ‘ઉત્તરાધ્યયન'ના વચનથી પણ સમર્થન કરેલ છે. તેથી કોઈક જીવ સમ્યફ શ્રુતજ્ઞાનથી પાત પામે તોપણ અલ્પકાળમાં અવશ્ય તે શ્રતને ફરીથી પામીને કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરે છે માટે જ્ઞાન અપ્રતિપાતી ગુણ છે; કેમ કે સમ્યક્તથી ભ્રષ્ટ થાય તો પણ જ્ઞાન સર્વથા નાશ પામતું નથી. આથી સામગ્રીને પામીને ફરી તે પ્રગટ થાય છે માટે તે અપ્રતિપાતી ગુણ છે.
વળી, સંસારી જીવો કર્મના સંયોગને કારણે ભવના સંયોગવાળા છે. ભવ ચાર ગતિઓના પરિભ્રમણરૂપ મહાસમુદ્ર છે. સમુદ્રમાં પડેલા જીવો જે રીતે કદર્થના પામે છે તેમ ભવસમુદ્રમાં પડેલા જીવો અનેક પ્રકારની કદર્થનાઓ પ્રાપ્ત કરે છે. આવા સમુદ્રથી તરવા માટે જિનવચનાનુસાર પ્રાપ્ત થયેલું જ્ઞાન વહાણ સમાન છે.
જેમ સમુદ્રમાં વહાણ સ્વયં તરે છે અને તેનો આશ્રય લેનારાને તારનાર બને છે, તેમ જ્ઞાની મહાત્મા સ્વયં જ્ઞાનના બળથી વીતરાગતાને અનુકૂળ ઉચિત યત્ન કરીને સુખપૂર્વક સંસારસમુદ્રથી તરી શકે છે અને આવા મહાત્માઓનો આશ્રય કરનારા જીવોને પણ તે મહાત્માનું જ્ઞાન તારવાને સમર્થ બને છે.
અનાદિકાળથી આત્મામાં પોતાના પારમાર્થિક સ્વરૂપના અજ્ઞાનરૂપ જે મિથ્યામતિ વર્તે છે તે અંધકારસ્વરૂપ છે. તેના કારણે જ દેહાદિથી અભિન્ન પોતાના અપારમાર્થિક સ્વરૂપને પારમાર્થિક સ્વરૂપરૂપે જાણીને
Page #240
--------------------------------------------------------------------------
________________
૨૧૩
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | દુહા | ગાથા-૮દુહાઓનું આત્મકલ્યાણ અર્થે યોજના દેહાદિથી જન્ય અપારમાર્થિક સુખને પ્રાપ્ત કરવા સંસારી જીવો યત્ન કરે છે. આ પ્રકારની મિથ્થામતિને કારણે જ સંસારની સર્વ કદર્થનાને તેઓ પ્રાપ્ત કરે છે. અનાદિકાળથી જીવમાં વર્તતી મિથ્થામતિરૂપ જે અંધકાર છે તેને ભેદવા માટે જિનવચનાનુસાર તત્ત્વને સ્પર્શનારું જ્ઞાન મહાઉદ્યોત જેવું છે અર્થાતુ મોટા અજવાળા જેવું છે. જેઓ પ્રસ્તુત દ્રવ્ય-ગુણ-પર્યાયના પરમાર્થને સ્પર્શી શકે તેવો સૂક્ષ્મબોધ પ્રાપ્ત કરે છે તેઓ ક્ષપકશ્રણને અનુકૂળ પૂર્વભૂમિકાને પ્રાપ્ત કરવા સમર્થ બને છે; કેમ કે પ્રથમ ઢાળમાં ગ્રંથકારશ્રીએ બતાવેલ છે કે ક્ષપકશ્રેણીની પ્રાપ્તિના પ્રબળ કારણમાં દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદ-અભેદનું ચિંતવન છે. તેથી જેઓ ક્ષપકશ્રેણીના પરિણામનો શાસ્ત્રવચનથી બોધ કરીને તેની પ્રાપ્તિને અનુકૂળ એવો સૂક્ષ્મબોધ થાય તે રીતે પ્રસ્તુત ગ્રંથનું અધ્યયન કરે તો અવશ્ય આત્મામાં વર્તતા અંધકારનો ભેદ કરીને મહાઉદ્યોતને સ્પર્શ, જેથી સુખપૂર્વક ક્ષપકશ્રેણીની ભૂમિકાને પ્રાપ્ત કરશે. માટે જ્ઞાનના પરમાર્થને જાણીને તે પરમાર્થને સ્પર્શે તે પ્રકારે બોધ કરાવવા માટે ગ્રંથકારશ્રીએ ઢાળના અંતે જ્ઞાનના માહાભ્યને બતાવનાર આ આઠ દુહાઓ બતાવેલ છે. દુહા-દા
પ્રસ્તુત દુહાઓનું આત્મકલ્યાણ અર્થે યોજન -
૯
મોક્ષમાર્ગ જ્ઞાનક્રિયારૂપ છે તેમાં સમ્યજ્ઞાનનું સ્થાન શું છે ? અને જ્ઞાનના સ્પર્શ વગરની ક્રિયાનું સ્થાન શું છે? તે બતાવવા અર્થે ચૌદમી ઢાળને અંતે ગ્રંથકારશ્રીએ આઠ દુહા રચેલ છે. જેનાથી બોધ થાય કે, સમ્યજ્ઞાનથી નિયંત્રિત ન હોય તેવી ભગવદ્ પૂજા, પ્રતિક્રમણ આદિ સર્વ ક્રિયાઓ કોઈ મહાત્મા કરતા હોય અને અન્ય કોઈ મહાત્મા એવી સર્વ ક્રિયા ન કરે છતાં જિનવર્ચનાનુસાર યથાર્થ જ્ઞાનથી આત્માને ભાવિત કરે તો ક્રિયારહિત એવું જ્ઞાન અને જ્ઞાનરહિત એવી ક્રિયા એ બે વચ્ચે સૂર્ય અને આગિયા જેટલું અંતર છે. તેથી જેઓ કોઈક રીતે પ્રમાદવાળા છે, ક્રિયામાં ઉલ્લસિત થતા નથી તોપણ દ્રવ્ય-ગુણ-પર્યાયના સૂક્ષ્મ પદાર્થો જે પ્રકારે ગ્રંથકારશ્રીએ કહ્યા છે તે પ્રકારે મધ્યસ્થતાપૂર્વક જાણશે અને તેનાથી આત્માને ભાવિત કરશે તો તે મહાત્મા પણ ક્રિયાની હીનતાને કારણે કંઈક બિથી પણ અલ્પકાળમાં અવશ્ય સંસારસાગરથી તરશે. જેઓ જ્ઞાન વગરની માત્ર ક્રિયાઓ કરે છે તેઓનો ખદ્યોત જેવો બોધ સંસારસાગરને તરવા માટે સમર્થ બને તેવો નથી પરંતુ જન્માંતરમાં તે બોધશક્તિ ક્ષીણ થશે. જેમ ચૂર્ણ થયેલા દેડકાઓ વરસાદની સામગ્રીને પામીને ફરી દેડકારૂપે ઉત્પન્ન થાય છે તેમ ક્રિયાના બળથી ભોગસામગ્રીને પામીને તેમાં લિપ્સાવાળા થઈને સંસારમાં પરિભ્રમણ કરશે.
જ્યારે જ્ઞાનયોગથી વાસિત થયેલા જીવો મધ્યસ્થતાપૂર્વક ભાવન કરાયેલા જ્ઞાનના સંસ્કારો જન્માંતરમાં પણ પામીને ફરી તત્ત્વની રુચિવાળા થશે જેથી ક્રમે કરીને અવશ્ય સંસારનો અંત કરશે. આથી જ જ્ઞાનને આત્માનો અપ્રતિપાતી ગુણ કહ્યો છે, મિથ્યાત્વરૂપી અંધકારને ભેદવા માટે મહાઉદ્યોત કહ્યો છે અને ભવસમુદ્રમાં તરવા માટે વહાણ સમાન કહ્યો છે.
Page #241
--------------------------------------------------------------------------
________________
૧૪
દ્રવ્યગણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૫ ગાથા-૧
- ટાળ-૧૫
અવતરણિકા -
હિવઈ આગલી ઢાલું જ્ઞાનાધિકાર દઢ કરાઈ છઈ, દષ્ટાંતે કરીને – અવતરણિયાર્થઃ
હવે આગલી ઢાળમાં દાંતથી જ્ઞાનઅધિકાર દઢ કરે છે – ભાવાર્થ :
હવે ઢાળ-૧૫માં ક્રિયાઅધિકાર અને જ્ઞાનઅધિકારમાં જ્ઞાનઅધિકાર જ મુખ્ય છે તે દઢ કરવા અર્થે દૃષ્ટાંત બતાવે છે; કેમ કે સંયમની સર્વ ક્રિયાઓ મોહના સ્પર્શ વગરના જ્ઞાનની નિષ્પત્તિ દ્વારા જ મોક્ષનું કારણ છે, તેથી જ્ઞાનઅધિકાર જ યોગમાર્ગમાં પ્રધાન અંગ છે. ગ્રંથકારશ્રીએ સ્યાદ્વાદના પારમાર્થિક બોધ અર્થે જ પ્રસ્તુત ગ્રંથની રચના કરેલ છે, તેવો નિર્ણય કરવા અર્થે કહે છે –
ગાથા :
નાણ સહિત જે આ મુનિવરા, કિરિયાવંત મહંતો રે; તે મૃગપતિ જિમ પાખરિઆ, તેહના ગુણનો ન અંતો રે.
શ્રી જિનશાસન સેવિઈ. આંકણી. II૧૫/૧૫ ગાથાર્થ -
જ્ઞાનથી યુક્ત જે મુનિવરા દિયાવંત છે તે મહંત છે. જેમ મૃગપતિ પાખરીયા (તે મહાપરાક્રમી) છે, તેના ગુણનો અંત નથી=ઘણા ગુણો છે. શ્રી જિનશાસન સેવીએ. ll૧૫/૧૫ ટબો :
જ્ઞાન સહિત જે મુનિવર-સાધ, ચારિત્રિયા-ક્રિયાપાત્ર છે. મહંત-તે મોટા ચિત્તના ધણી થઈ તે મૃગપતિ જિમ-સિહ અને પાખરિયા-તે જિન-મહા પરાક્રમી હોય, તેહના ગુણનો અંત નથી, પરમાર્થ-બહુ ગુણના ભાજન થઈ. તેહની પ્રશંસા કહી ન જાય, એ પરમાર્થ.
એહવા જ્ઞાનારાધક સુસાધુ જેહમાં છઈ, એહવું-શી જિનશાસન સેવીઈ, ભક્તિભાવપૂર્વક આવિર્ય. ૧૫/૧
Page #242
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨/ ઢાળ-૧૫ ગાથા-૧-૨
૦૧૫
ટબાર્થ :
જ્ઞાનસહિત જે મુનિ=સાધુ, ચારિત્રિયા છે=ક્રિયાપાત્ર છે, મહંત એવા તે મોટા ચિત્તના ધણી છે=મોહના ઉમૂલનને અનુકૂળ મહાપરાક્રમ ફોરવે તેવા મોટા ચિત્તના ધણી છે. જેમ મૃગપતિ–સિંહ, તે પાખરિયાતે જેમ મહાપરાક્રમી, હોય તેમ સાધુ મહાપરાક્રમી હોય એમ અત્રય છે. તેના ગુણો જ્ઞાનસહિત ક્રિયાવાળા મુનિના ગુણનો, અંત નથી, પરમાર્થે બહુ ગુણના ભાજન છે. તેની પ્રશંસા કહી ન શકાય, એ પરમાર્થ છે.
આવા જ્ઞાન આરાધક સુસાધુ જેમાં છે, એવું શ્રી જિનશાસન સેવીએ=ભક્તિભાવપૂર્વક આરાધીએ. II૧૫/૧/.
ભાવાર્થ
ગ્રંથકારશ્રીએ દ્રવ્યગુણપર્યાયનો રાસ અત્યાર સુધી કંઈક વિસ્તારથી બતાવ્યો. તેના પરમાર્થને જાણનારા મુનિ આત્માના શુદ્ધ દ્રવ્ય, શુદ્ધગુણ, શુદ્ધ પર્યાય શું છે ? તથા અશુદ્ધ દ્રવ્ય, અશુદ્ધગુણ અને અશુદ્ધ પર્યાય શું છે ? તેના પરમાર્થને જાણીને ધ્રુવ એવા પોતાના આત્માના અશુદ્ધ ભાવોનું ઉમૂલન કરવા અર્થે જિનવચનાનુસાર સંયમની સર્વ ક્રિયાઓ કરે છે તેવા મહાત્માઓ જ્ઞાનસહિત ચારિત્રની ક્રિયાવાળા છે. આવા મહાત્મા સર્વજ્ઞના વચનાનુસાર સંસારના પારમાર્થિક સ્વરૂપને જાણનારા છે. વળી, આત્માનું હિત શું છે ? અને આત્માનું અહિત શું છે ? તેને યથાર્થ જાણીને અહિતથી આત્માનું રક્ષણ કરીને હિતમાં દઢ ઉદ્યમવાળા છે. તેઓ પોતાનું ચિત્ત, જે જગતના ભાવો પ્રત્યે અત્યાર સુધી અનાદિના સંશ્લેષવાળું હતું, તેના ઉમૂલન અર્થે સતત પ્રવર્તે છે; તેથી મોટા ચિત્તના ધણી છે. વળી, જેમ મૃગપતિ અર્થાત્ સિંહ શત્રુના નાશ માટે મહાપરાક્રમી હોય છે તેમ આત્મામાં અનાદિથી સ્થિર થયેલ મોહધારારૂપ મહાશત્રના નાશ માટે તેવા મહાત્મા સદા મહાપરાક્રમ કરનારા હોય છે. તેવા મહાત્માઓના ગુણનો અંત નથી અર્થાત્ તે મહાત્માઓ ઘણા ગુણોના ભાજન છે; કેમ કે મહાપરાક્રમ ફોરવીને તેઓ જેમ જેમ મોહનો નાશ કરે છે તેમ તેમ નવા નવા ગુણોનો સંચય કરીને ઘણા ગુણોની સમૃદ્ધિને પામે છે. આવા મહાત્માના ગુણોની પ્રશંસા શબ્દોથી કરી શકાય તેમ નથી, એ પ્રકારનો પરમાર્થ છે.
આવા પ્રકારના ભગવાનના વચનરૂપ શ્રુતજ્ઞાનના આરાધક સુસાધુ જેમાં વર્તે છે એવા શ્રી જિનશાસનની સેવા કરવી જોઈએ અર્થાત્ ભક્તિભાવપૂર્વક આરાધના કરવી જોઈએ, જેથી સર્વ કલ્યાણની પરંપરાની પ્રાપ્તિ થાય. II૧પ/૧ અવતરણિકા -
જેઓ જિનશાસનના રહસ્યને જાણનારા છે તેવા સુસાધુઓ મહાપરાક્રમને ફોરવીને સંસારનો ઉચ્છેદ કરે છે, જેમનું સ્વરૂપ પૂર્વની ગાથામાં બતાવ્યું. હવે જે મહાત્માઓ સંસારથી ભય પામેલા છે તેથી પોતે જિનશાસનના રહસ્યને જાણતાં નહીં હોવાથી જિનશાસનના રહસ્યને જાણનારા જ્ઞાની પુરુષને પરતંત્ર થઈને સંસારના ઉચ્છેદમાં પરાક્રમ ફોરવી રહ્યા છે તેઓ પણ માર્ગમાં છે, તે બતાવવા અર્થે કહે છે –
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૧૬
ગાથા:
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૫ | ગાથા-૨
વશ નિરુપક્રમ કર્મનŪ, જે પણિ જ્ઞાનવિહીના રે;
તે પણિ મારગમાં કહિયા, જ્ઞાની ગુરુપદલીના રે. શ્રી જિન૦ ||૧૫/રા
ગાથાર્થઃ
નિરુપક્રમ કર્મના વશથી=ભગવાનના વચનના પરમાર્થને જાણવા માટે ઉત્કટ ઈચ્છા હોવા છતાં સ્વપરાક્રમથી જ્ઞાનાવરણીય કર્મ તૂટે નહીં એવા નિરુપક્રમ કર્મના વશથી, જે પણ સાધુ જ્ઞાનવિહીન છે, જ્ઞાની ગુરુના પદમાં લીન તે=તેમને, પણ માર્ગમાં કહ્યા છે. ૧૫/૨।।
ટોઃ
તાદ્દશ સત્ ક્રિયા-વસત્યાદિક દોષ સહિત છઈ, તે પણિ અજ્ઞાનક્રિયા સહિત છઈ. તાદ્દશ જૈન પ્રક્રિયાનો અવર્બાધ નથી પામ્યા, તે પણિ માર્ગમાંહે કહ્યા છઈ. સ્થા પરમાર્થે ? જ્ઞાની-તે જ્ઞાનવંત, જે ગુરુ, તેહના ચરણકમલને વિષે એકાંતે રક્ત પરિણામ છઈ, તે માટઈ, શ્રી જિનમાર્ગનેહિ જ સેવીયે. /૧૫/૨/
ટબાર્થઃ
તેવા પ્રકારની સત્ ક્રિયા=જિનવચનાનુસાર યથાર્થ બોધથી નિયંત્રિત મોહના ઉન્મૂલનનું કારણ બને તેવા પ્રકારની સત્ ક્રિયા, જેમાં નથી એવી વસતિ આદિ દોષ સહિત છે=સાધુની વસતિ આદિ દોષવાળી છે તેનો ઉપયોગ કરે છે, તે પણ અજ્ઞાનક્રિયા સહિત છે; કેમ કે તાદ્દશ જૈન પ્રક્રિયાનો અવબોધ નથી પામ્યા. (તેઓ માર્ગમાં નથી; પરંતુ નિરુપક્રમકર્મના વશે જેઓ જ્ઞાનવિહીન છે,) તે પણ માર્ગમાં કહ્યા છે. સ્યો પરમાર્થ છે ? અર્થાત્ જ્ઞાન નહીં હોવા છતાં તેઓ માર્ગમાં છે એમ કહ્યું તેનો શો પરમાર્થ છે ? તેથી કહે છે
-
જ્ઞાની તે જ્ઞાનવંત, જે ગુરુ, તેના ચરણકમલને વિશે એકાંતે રક્ત પરિણામ છે, તે માટે માર્ગમાં કહ્યા છે, એમ અન્વય છે.
શ્રી જિનમાર્ગને જ સેવીએ. ।।૧૫/૨ા
* મૂળ ટબામાં ‘તેઓ માર્ગમાં નથી પરંતુ નિરુપક્રમકર્મના વશે જેઓ જ્ઞાનવિહીન છે’ એ લખેલ નથી; પરંતુ અર્થથી અહીં આવશ્યક લાગે છે, તેથી ( )માં ઉમેરીને ટબાર્થ લખેલ છે.
ભાવાર્થ :
“સમ્યજ્ઞાનથી નિયંત્રિત સત્ ક્રિયા ગુણસ્થાનકની વૃદ્ધિનું કારણ છે એ પ્રકા૨નો માર્ગનો જેમને સૂક્ષ્મ બોધ છે તે મહાત્મા તેવી ક્રિયા સેવીને સમભાવના પરિણામની વૃદ્ધિ કરે છે; પરંતુ જે મહાત્માને ક્રિયા વિષયક તેવો સૂક્ષ્મ બોધ નથી, તેથી “ભગવાનનું શાસન ઉત્સર્ગ-અપવાદમય છે” તેમ માનીને નિર્દોષ વસતિ આદિની અપ્રાપ્તિમાં અપવાદનું આલંબન લઈને આચારો સેવે છે, તે સાધુઓ પણ અજ્ઞાનક્રિયાયુક્ત
Page #244
--------------------------------------------------------------------------
________________
૨૧૭
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૫ | ગાથા-૨-૩ છે અર્થાત્ કઈ રીતે ભગવાનનું શાસન ઉત્સર્ગ-અપવાદનું યોજન કરીને સમભાવના કંડકોની વૃદ્ધિનું કારણ છે ? તેના પરમાર્થનો બોધ નથી તેવી સ્વમતિ અનુસાર યોજન કરીને દોષોનું સેવન કરે છે. તેઓ અજ્ઞાનક્રિયા સહિત સાધ્વાચારની ક્રિયા કરે છે. આવા સાધુઓ તેવા પ્રકારની જૈન પ્રક્રિયાઓનો અવબોધ પામ્યા નથી અર્થાત્ જે પ્રકારની જૈન પ્રક્રિયા ઉત્સર્ગ-અપવાદના તથા ગુરુ-લાઘવના ઉચિત યોજનપૂર્વક સમભાવની વૃદ્ધિનું કારણ છે તેનો બોધ નથી, તેઓ માર્ગમાં નથી. નંદિષેણ મુનિ આદિની જેમ નિરુપક્રમ કર્મને વશ વિપરીત આચરણા કરનારા છે, તેઓને પણ માર્ગમાં કહ્યા છે; ફક્ત નંદિષેણ મુનિ ચારિત્રઆવારક નિરુપક્રમ કર્મવાળા હતા તેથી ચારિત્રના માર્ગમાં ન હતા, જ્યારે માપતુષ જેવા કેટલાક મહાત્માઓએ જ્ઞાનાવરણીય કર્મ નિરુપક્રમ બાંધેલ હતું પરંતુ નિરુપક્રમ ચારિત્ર મોહનીય કર્મવાળા ન હતા, તેઓને પણ રત્નત્રયીરૂપ માર્ગમાં કહ્યા છે.
કેમ તેઓને સમ્યજ્ઞાન નહીં હોવા છતાં રત્નત્રયીરૂપ માર્ગમાં કહ્યા છે ? તેથી કહે છે –
તેવા મહાત્માઓને જ્ઞાની જ્ઞાનવંત, જે ગુરુ, તેમના ચરણકમલને વિશે એકાંતે રક્તપરિણામ છે. તેથી તેઓના વચનાનુસાર સંયમની સર્વ બાહ્યક્રિયા કરે છે અને તે ક્રિયાનું દઢ અવલંબન લઈને જ્ઞાની ગુરુ વડે બતાવાયેલા મોહના ઉન્મેલનને અનુકૂળ અંતરંગ વ્યાપારમાં પણ યત્ન કરે છે. સતત મોહનું ઉમૂલન કરીને વીતરાગ થવા માટેનો તેમનો પ્રયત્ન વર્તે છે, તેથી જે જ્ઞાનીના જ્ઞાનગુણના બળથી જ્ઞાનહીન પણ માપતુષ જેવા મહાત્માઓ જ્ઞાનના ફળને પામે છે, તે જ્ઞાની ગુરુ વડે બતાવાયેલા જિનમાર્ગને જ સેવવો જોઈએ. તે જિનમાર્ગના પરમાર્થને બતાવવા અર્થે જ ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસની રચના કરી છે. માટે સર્વ ઉદ્યમથી તેના પરમાર્થને જાણીને તે વચનાનુસાર ઉચિત યત્ન કરીને જિનમાર્ગનું સેવન કરવું જોઈએ. II૧પ/ચા અવતરણિકા :
જ્ઞાનથી યુક્ત ઉચિત ક્રિયાવાળા મહાત્મા અને જ્ઞાનથી રહિત પણ સાધુ જ્ઞાનીને પરતંત્ર હોય તો કઈ રીતે સ્વહિત સાધી શકે છે ? તે બતાવ્યા પછી, સર્વ કલ્યાણમાં જ્ઞાન જ પ્રબળ કારણ છે જ્ઞાનરહિત ક્રિયા નહીં. તે બતાવવા અર્થે કહે છે –
ગાથા :
નાણરહિત હિત પરિહરી, અજ્ઞાન જ હઠરાતા રે;
કપટ ક્રિયા કરતા યતી, ન હુઈ નિજમતિમાતા રે. શ્રી જિન I૧૫/૩ ગાથાર્થ :
જ્ઞાનરહિત એવા સાધુ જેઓ હિતનો પરિહાર કરીને અજ્ઞાનથી હઠમાં રાતા=રત, છે, કપટ ક્રિયા કરતા એવા તે યતિ નિજમતિને વિશ=નિજમતરૂપ જૈનમતને વિશે, માતા ન હુઈ=પુષ્ટ થતા નથી. II૧૫/3II
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૧૮
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૫
ટબો ઃ
જે પ્રાણી જ્ઞાનરહિત છઈ-સ્વહિત દશા ચિંતન પરિહર્યો છે જેણે, અજ્ઞાનરૂપ જે હઠવાદ, તેહમાં-તે રાતા છઈ, એકાંતે સ્વાભિગૃહીત હઠવાદમાં રક્ત પરિણામી છઈ. બાહ્ય કપટ ક્રિયા કરીનેં અનેક લોકને રીઝવઈ, એહવા-જે થતિ-સાધુ, વેશધારીયા, ન હોઈ નિજમતને વિષે-તે જૈન મતનઈ વિષઈ, માતા ન હોઈ-પુષ્ટ ન હોઈ. ||૧૫/૩||
ગાથા-૩
ટબાર્થ ઃ
જે પ્રાણી જ્ઞાનરહિત છે=સ્વહિતની દશા ચિંતનનો પરિહાર કર્યો છે જેણે એવા પરિણામ છે જેને, અજ્ઞાનરૂપ જે હઠવાદ છે, તેમાં તેઓ રાતા છે=એકાંતે સ્વઅભિગૃહીત હઠવાદમાં રક્ત પરિણામવાળા છે, તેઓ બાહ્ય કપટ ક્રિયા કરીને અનેક લોકોને રીઝવે છે, એવા જે યતિ=સાધુ, વેશધારિયા, ન હોય નિજમતને વિશે અર્થાત્ તે જૈનમતને વિશે, માતા ન હોય અર્થાત્ પુષ્ટ ન હોય=જૈનમતને સેવીને જિનતુલ્ય થવાના યત્નવાળા ન થાય. II૧૫/૩/
ભાવાર્થ:
જેઓ સાધુવેશ લઈને કંઈક શાસ્ત્ર ભણ્યા છે પરંતુ સ્યાદ્વાદના પરમાર્થને સ્પર્શે તેવા જ્ઞાનથી વિકલ છે; છતાં ‘હું શાસ્ત્ર ભણ્યો છું' એમ માનીને સંયમની ક્રિયા માત્ર બાહ્ય આચરણાથી કરે છે, પરંતુ સ્યાદ્વાદનો મર્મસ્પર્શી બોધ નહીં હોવાથી સર્વજ્ઞનાં સર્વ વચનો અને સર્વ ક્રિયાઓ તત્ત્વને સ્પર્શીને જિનતુલ્ય થવા માટે કઈ રીતે માધ્યસ્થ્યભાવને ઉલ્લસિત કરે છે ? તેના પ૨માર્થને જેણે જાણ્યો નથી અને તેવા જાણનારા ગુરુને પરતંત્ર થવા પણ તત્પર નથી તથા સ્વમતિ અનુસાર સંયમની ક્રિયાઓના બાહ્ય આચારોને માત્ર જાણીને સંયમમાં યત્ન કરે છે, તેઓએ પોતાના હિતની દશાના ચિંતવનનો પરિહાર કર્યો છે. આથી જ અજ્ઞાનવાળા એવા પણ માતૃષ મુનિની જેમ જ્ઞાની ગુરુના વચનાનુસાર બહિરંગ અને અંતરંગ ઉદ્યમ કરવા તેઓ તત્પર થતા નથી; પરંતુ ખંડ ખંડ ભણીને “અમે હિત સાધી શકીએ છીએ” તે પ્રકારના અજ્ઞાનરૂપી હઠવાદમાં તેઓ રાતા છે. તેથી અંતરંગ પરિણામના દિશાશૂન્ય એકાંત સ્વઅભિગૃહીત હઠવાદમાં રક્ત પરિણામવાળા થઈને જે ક્રિયાથી વીતરાગતુલ્ય ભાવ ઉલ્લસિત થતા નથી તેવી બાહ્ય કપટ ક્રિયા કરીને અનેક લોકોને રીઝવે છે અર્થાત્ એવા મહાત્માઓ મહાતપસ્વી છે, મલિન વસ્ત્રો ધારણ કરનારા છે, નિઃસ્પૃહી છે ઇત્યાદિ તેઓની ક્રિયાથી ભાવિત થઈને અનેક લોકો તેમનાથી રીઝાય છે. વસ્તુતઃ જે બાહ્યક્રિયાઓથી મોહના ઉન્મૂલનને અનુકૂળ દિશાની સૂઝ મળતી નથી તેવી ક્રિયાથી તેઓ સંસારનો ઉચ્છેદ કરી શકે તેમ નથી, ફક્ત લોકોને રીઝવીને માન-સન્માન પ્રાપ્ત કરી શકે છે, એવા જે સાધુઓ વેશધારિયા છે, તેઓ જૈન મતમાં નથી=જૈન મતને સેવીને જિનતુલ્ય થવાનો યત્ન કરનાર નથી. તેથી તેવા સાધુઓથી જિનમત પુષ્ટ થતો નથી, માટે તેઓની અસાર ક્રિયા કલ્યાણનું કારણ નથી. II૧૫/૩॥
Page #246
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૫ | ગાથા-૪
અવતરણિકા -
જેઓ નિશ્ચયવ્યવહારસાપેક્ષ જિનવચનના પરમાર્થને જાણતા નથી તેવા સાધુ શરીરની બાહ્ય ક્રિયા કરીને હિત સાધતા નથી, તેમ પૂર્વ ગાથામાં કહ્યું. કેમ તેઓ હિત સાધી શકતા નથી ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે
ગાથા:
કપટ ન જાણઈ રે આપણું, પરનાં ગુહ્ય તે ખોલઈં રે; ગુણનિધિ ગુરુથકી બાહિરા, વિરુઉં નિજમુખિં બોલઈ રે.
૨૧૯
શ્રી જિન૦ ||૧૫/૪]]
ગાથાર્થઃ
આપણું અર્થાત્ પોતાનું કપટ જાણતા નથી=મોહના ઉન્મૂલનને અનુકૂળ યત્ન કરીને જિનતુલ્ય થવા માટે લેશ પણ યત્ન નહીં હોવા છતાં ‘હું ચારિત્ર પાળું છું’ એ પ્રકારે જાતને ઠગવારૂપ પોતાનું કપટ જાણતા નથી. પરનાં ગુહ્ય તે ખોલે છે=બીજા સાધુઓમાં જે ક્ષતિઓ છે તેને જોઈને તે ક્ષતિઓને પ્રકાશિત કરે છે. ગુણનિધિ ગુરુ થકી બાહિરા=ભાગ્યયોગે જિનવચનના તાત્પર્યને જાણનારા અને સન્માર્ગમાં પ્રવર્તાવનારા ગુરુ મળ્યા હોય તેવા ગુણનિધિ ગુરુ થકી દૂર રહીને, નિજમુખે વિરુó બોલે=“ તે ગુરુના દોષો કહેવાયોગ્ય નથી” એ પ્રકારનું વિપરીત થન નિજમુખથી બોલે છે. II૧૫/૪૧
ટોઃ
જે પ્રાણી પોતાની કપટદશાને જાણતા નથી, સ્થા પરમાર્થે ? અજ્ઞાનરૂપ પડલઈ કરીનેં, અને વલી, પરનાં ગુહ્યુ=પારકા અવર્ણવાદ, મુખથી બોલઈ છઈ, ગુણનિધિગુણનિધાન, એહવા-જે ગુરુ, તેહથી બાહિર રહીનેં, વિરુઓ તે-કહેવા યોગ્ય નહિ, એહવું નિજમુખથી બોલઈ છઈ, અસમંજસપણું ભાખે છે, તે પ્રાણીનઈં. ૧૫/૪।।
બાર્થ ઃ
જે પ્રાણી પોતાની કપટદશાને જાણતા નથી. કયા પરમાર્થને કારણે પોતાની કપટદશાને જાણતા નથી ? તેથી કહે છે
અજ્ઞાનરૂપ પડલે કરીને=પોતાની પ્રવૃત્તિ મોહના ઉન્મૂલનને અનુકૂળ છે કે નહીં ? તેના પરમાર્થને સ્પર્શે તેવા બાધક એવા પ્રબળ જ્ઞાનાવરણીય કર્મજન્ય અજ્ઞાનરૂપ પડલને કારણે, પોતાની કપટદશાને જાણતા નથી. અને વળી, પરનાં ગુહ્યુ=પારકા અવર્ણવાદ, મુખથી બોલે છે=‘કોઈકની પ્રવૃત્તિ ઉચિત નથી' તેમ સ્વબુદ્ધિથી જણાય ત્યારે શું ઉચિત ? અને શું અનુચિત ? તેનો વિચાર કર્યા વગર પારકા
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૨૦
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૫ | ગાથા-૪-૫ અવર્ણવાદ મુખથી બોલે છે. ગુણનિધિ ગુણના નિધાન, એવા જે ગુરુ જિનવચતના પરમાર્થને જાણીને એકાંતે સ્વપરના કલ્યાણમાં પ્રવર્તે એવા ગુણનિધિ ગુરુ, તેહથી બહાર રહીને–તેમનો ત્યાગ કરીને, વિરુઓ એવું નિજમુખથી બોલે છે="તે ગુરુ તો બહારથી દેખાય છે તેવા નથી, પરંતુ તેમના દોષ કહેવા યોગ્ય નથી” એવું નિજમુખથી બોલે છે તે પ્રાણી વાસ્તવિક વિચાર કર્યા વગર અસમંજસપણે ભાખે છે. ૧૫/૪ ભાવાર્થ :
કેટલાક મુનિઓ સંસારથી ભય પામેલા હોય છે, કલ્યાણના અર્થી હોય છે તો પણ તેમનામાં વિપર્યાસ આપાદક ગાઢ ક્લિષ્ટ કર્મો હોય છે. તેથી કલ્યાણના અર્થે સંયમ ગ્રહણ કર્યા પછી પણ પોતે મોહદશાનું ઉમૂલન કરીને વીતરાગ થવા માટે કેમ યત્ન કરવો ? તેનો કાંઈ બોધ નહીં હોવા છતાં શાસ્ત્રો કાંઈક ભણીને, કાંઈક સ્વમતિ અનુસાર યથાતથ જોડીને બાહ્ય ક્રિયાઓમાં રક્ત હોય છે અને પોતાની કપટદશાને જાણી શકતા નથી અર્થાતુ “કઈ રીતે હું સંસારનો ઉચ્છેદ કરીશ ?” તેની કોઈ દિશાસૂઝ નહીં હોવા છતાં “હું જાણું છું” એવી મતિથી પોતાના આત્માને ઠગીને અજ્ઞાનને વશ “અમે સંયમી છીએ” તેમ પોતાને માને છે. તે પ્રકારે પોતાના આત્માને ઠગવારૂપ કપટદશાને તેઓ જાણતા નથી.
વળી, સ્વમતિ અનુસાર પોતાની પ્રવૃત્તિને અનુરૂપ બીજાની પ્રવૃત્તિ ન દેખાય તો સ્વમુખેથી અવર્ણવાદ બોલે છે અને કહે છે કે “આ સાધુઓ જિનવચનાનુસાર પ્રવૃત્તિ કરતા નથી, માટે સુસાધુ નથી.” તેમ કહીને તેઓની નિંદા કરે છે.
વસ્તુતઃ વિવેકી પુરુષ કોઈની નિંદા કરે નહીં, ક્વચિત્ કોઈકના હિત અર્થે કાંઈક કહેવા જેવું જણાય તોપણ જે રીતે અન્યનું હિત થાય તેવું જ કથન કરે; પરંતુ પોતાની અસહિષ્ણુ પ્રકૃતિથી પારકા અવર્ણવાદ
ક્યારેય બોલે નહીં, જ્યારે ઉપર કહ્યા તેવા સાધુ તો તત્ત્વના અજ્ઞાનને કારણે અને પોતાની અસહિષ્ણુ પ્રકૃતિને કારણે પારકા અવર્ણવાદ બોલે છે.
વળી, ગુણના નિધાન એવા ગુરુ કોઈક રીતે પ્રાપ્ત થયા હોય તો પણ પોતાની રુચિ અનુસાર તેઓની પ્રવૃત્તિ ન જણાવાથી તેઓથી દૂર રહે છે અને લોકોમાં કહે છે કે “તે જ્ઞાની ગુરુ ઘણાં શાસ્ત્રો ભણ્યા છે તોપણ તેઓ કેવા છે ? તે કહેવા યોગ્ય નથી.” આ પ્રકારે લોકમાં અસમંજસ ભાખીને જિનવચનના સાર ઉપર ચાલનાર ગુણવાન ગુરુની નિંદા કરીને દુર્લભબોધિપણું બાંધે છે અને પોતાની તુચ્છ અને અસાર પ્રકૃતિને દઢ કરીને સંસારની વૃદ્ધિ કરે છે. II૧૫/૪ અવતારણિકા -
વળી, તે અજ્ઞાની બાહ્ય આચરણા કરનારા સાધુમાં પણ કેવા કેવા સાધુ હોઈ શકે છે ? અને તેઓની અજ્ઞાનજન્ય કેવી કેવી પ્રવૃત્તિઓ હોઈ શકે છે ? તે બતાવવા અર્થે કહે છે –
Page #248
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૫ / ગાથા-૫
૨૨૧
ગાથા :
બાહિર બકપરિ ચાલતાં, અંતર આકરી કાતી રે; તેહનઈ જેહ ભલા કહઈ, મતિ નવિ જાણઈ તે જાતી રે.
શ્રી જિન II૧૫/પા. ગાથાર્થ :
બહારથી બકની જેમ ચાલતા=ઈર્યાસમિતિ પાળીને ચાલતા, અંદરમાં આકરી કાઢી છે સુસાધુ દેખાવની માયારૂપ પરિણતિ છે, તેવા સાધુને જે ભલા કહે, મતિ=એવા સાધુને ભલા કહેનાર ગૃહસ્થની મતિ, તે જાતી નવિ જાણઈsઉન્માર્ગગામી એવી તે સાધુની જાતિને તે જાણતો નથી. I/૧૫/પી. ટબો:
જે બાહ્યવૃત્તિ બકની પર ચાલતા રહે છે. शनैर्मुञ्चति पादान् जीवानामनुकम्पया । पश्य लक्ष्मण ! पम्पायां बकः परमधार्मिकः ।।१।। इति वचनात् । सहवासीव जानाति सहजं सहवासिनाम् । मन्त्रं प्रच्छ्यसे राजन् येनाहं निष्कुलीकृतः ।।२।।
અને-અંતરંગમાં આકરી કાતી-માયારૂપ રાખું, તેહને-જે ભલા કહઈ છઈ, તે પણ-દુર્બદ્ધી જાણવા. પરિણ-તેહની મતિ, તેણે જાતી ન જાણી, મત વ-“નિવૃદ્ધિ પુરુષો ” રૂતિ ભાવ: f/૧૫/પા. ટબાર્થ :
જે=જે સાધુ, બાહ્યવૃત્તિથી બકની પરે ચાલતા રહે છે, કેમ કે શર્કર્ષ્યાતિ પાલા જ્ઞીવાનામનુષ્પયજીવોની અનુકંપાથી ધીમે ધીમે પગોને મૂકે છે જે સાધુ પગ મૂકે છે, તે કેવા છે ? તે બતાવતાં લક્ષ્મણને શ્રીરામ કહે છે પર૫ નર્મળ ! પhયાં હે લક્ષ્મણ ! પપ્પા નામના સરોવરમાં તું જો, વેશ: પરમધર્મ:=બગલો પરમ ધાર્મિક છે' ના તિ વયના એ પ્રકારનું વચન છે.
સહવાસીવ નાનાતિ સહનં દવાસિના=જેમ સહવાસી સહવાસીને સહજ જાણે છે. બન્ને પ્રચ્છી રાન= હે રાજન્ ! મંત્રને આશ્રયીને એકાંતને આશ્રયીને, (જો તારા વડે પૂછાય છે તો દેડકો કહે છે –), એનાદિં=જેના વડે અર્થાત્ પરમ ધાર્મિક એવા બગલા વડે હું, નિવૃત્નીવૃત =નિષ્ફલી =કુલરહિત કરાયો છું. ારા
અર્થાત્ સ્વજનો રહિત અને અંતરંગમાં માયારૂપ આકરી કાતી રાખે=જે સાધુ બાહ્યથી જીવદયા
Page #249
--------------------------------------------------------------------------
________________
૨
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨/ ઢાળ-૧૫ | ગાથા-૫ પાળે અને અંતરમાં આકરી માયા રાખે, તેને જે ભલા કહે છે, તે પણ દુબુદ્ધિ જાણવા. પણ તેમની મતિએ તેમને ભલા કહેનારા ગૃહસ્થોની બુદ્ધિએ, તેમની જાતિ જાણી નથી= આ કુસાધુ છે એ પ્રકારની તેમની જાતિને તેમણે જાણી નથી. ગત =આથી જ–તેવા ફસાધુની જાતિને જેઓએ ઓળખી નથી માટે ભલા માને છે તેવા પુરુષોને મતિહીન માનવા. આથી જ – “નિવૃદ્ધિ પુરુષો સેવા"=વિબુદ્ધિક પુરુષ જાણવો એવું માનનાર પુરુષને વિબુદ્ધિક જાણવો. તિ ભાવ:=એ પ્રમાણે ભાવ છે. I/૧૫/પા ભાવાર્થ
કેટલાક સાધુઓ ભગવાનના વચનના પરમાર્થને જાણનારા નથી, તેથી સંયમની બાહ્ય ક્રિયાઓ કઈ રીતે અસંગભાવ પ્રગટ કરીને વિરતિના પરિણામરૂપ સ્વાથ્યનું કારણ છે ? તેના પરમાર્થને જાણી શકતા નથી. તેઓ બાહ્યક્રિયાઓ કરીને હિત સાધવાના અર્થ છે અને બાહ્ય કોઈક ઉપયોગપૂર્વક સર્વ પ્રવૃત્તિઓ કરે છે. તેથી જે મહાત્માઓને અસંગભાવના ઉપાયરૂપે વિરતિની ક્રિયાઓ દેખાતી નથી, તેઓને તે ક્રિયાથી પોતે ત્યાગી છે, જગન્યૂજ્ય છે, તે પ્રકારના સંગનો જ પરિણામ વર્તે છે. તેથી જેમ બગલો માછલાને પકડવા અર્થે શાંત મુદ્રાથી સરોવરની અંદર ઊભો રહે છે અને તેની શાંત પ્રકૃતિને જોઈને સરોવરનાં માછલાં આદિ ત્યાં આવે છે જેમને તે ગ્રહણ કરે છે, તેમ બાહ્યદૃષ્ટિથી જોનારા સાધુઓ પોતાના બાહ્ય આચારોથી પૂજાય છે તેનો જ તેઓને મધુર આસ્વાદ છે, તેથી બગલાની જેમ લોકોને પોતાનામાં જયણાનો પરિણામ છે તેવું દેખાય તે રીતે નીચે જોઈને જીવોની અનુકંપાથી ધીમે ધીમે પગ મૂકે છે; પરંતુ પોતાના જ આત્માની તેઓને અનુકંપા નથી, તેથી લોકોના આદર-સત્કરને ઝીલવાની વૃત્તિ દ્વારા પોતાના ભાવપ્રાણોની હિંસા કરે છે. તેઓના ચિત્તમાં આકરી માયા વર્તે છે, તેથી લોકને રીઝવવામાં અને આત્માને ઠગવામાં જ તેઓનો માનસવ્યાપાર વર્તે છે. આવા સાધુને જે અન્ન લોકો બાહ્યત્યાગાદિ જોઈને ભલા કહે છે તે પણ દુર્બુદ્ધિવાળા છે; કેમ કે તેમની મતિ તેવા સાધુઓની જાતિને જાણી શકતી નથી અર્થાતુ કેવા સાધુઓ સંવેગરને ઝીલે છે ? અને કેવા સાધુઓ ઔદયિકભાવના તપત્યાગાદિ કરે છે ? તે પ્રકારના જાતિના ભેદને જાણી શકતા નથી અને સ્પષ્ટ લિંગોથી માનકષાયાદિયુક્ત બાહ્ય આચારો પાળનારા સાધુઓને તેઓ સુસાધુ કહે છે. આથી તેઓ નિબુદ્ધિવાળા પુરુષો છે. આમાં ગ્રંથકારશ્રી સાક્ષીપાઠ બતાવે છે, જેનો અર્થ આ પ્રમાણે છે –
વનવાસકાળમાં લક્ષ્મણને ઉદ્દેશીને શ્રીરામ કહે છે કે “જીવોની અનુકંપાથી આ બગલો ધીમે ધીમે પગોને મૂકીને જાય છે તેથી જણાય છે કે આ બગલો પરમ ધાર્મિક છે.” આ પ્રકારના શ્રીરામના વચનને સાંભળીને સરોવરમાં રહેલો દેડકો કહે છે કે “સહવાસીઓનું સહજ દુઃખ સહવાસી જ જાણી શકે, બીજો જાણી શકે નહીં.” આમ કહીને દેડકો શ્રી રામને પૂછે છે કે “હે રાજન ! મંત્રમાં પૂછે=મને કોઈ ખાનગીમાં પૂછે, તો હું કહું કે એ બગલા વડે હું નિષ્ફળ કરાયો છું અર્થાત્ મારા કુળનો બગલાએ ઉચ્છેદ કર્યો છે.
આ પ્રકારના ઉપદેશનાં વચનો દ્વારા એ બતાવવું છે કે કેમ તે બગલો પરમાર્થથી ધાર્મિક નથી તેમ જેઓ નીચે જોઈને જીવોની અનુકંપાથી ધીમે ધીમે પગ મૂકે છે છતાં ભગવાનના વચનના પરમાર્થને
Page #250
--------------------------------------------------------------------------
________________
૨૩૩
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨/ ઢાળ-૧૫/ ગાથા-પ-૬ જાણનારા નથી તેવા અજ્ઞાની જીવો તે ક્રિયાને કરીને પોતાના મોહના જ ભાવોને પુષ્ટ કરે છે. જેમ તે દેડકાનું દુઃખ એનો સહવાસી દેડકો જાણી શકે, તેમ આવા સાધુઓની સાથે જેઓ નિકટના પરિચિત હોય તેઓ જ જાણી શકે કે “આ સાધુ બાહ્ય તપત્યાગાદિ કરીને શિષ્ય પરિવારના અને માનખ્યાતિના અર્થી છે તેથી સાધુના કુળનો જ નાશ કરનારા છે; કેમ કે તેમના વચનનું અનુસરણ કરીને જેઓ ભાવિત થાય છે કે સંયમ ગ્રહણ કરે છે તેઓ વિનાશને પામે છે. માટે આ અજ્ઞાની સાધુઓ ભગવાનના શાસનનો ઉચ્છેદ કરનારા છે.
આમ બતાવીને ગ્રંથકારશ્રી એ સ્પષ્ટ કરે છે કે દ્રવ્ય, ગુણ અને પર્યાયનું અત્યાર સુધી જ વર્ણન કર્યું તેના સૂક્ષ્મ પરમાર્થને જાણીને જે ગીતાર્થ થશે તે નિર્ણય કરી શકશે કે પોતાનો આત્મા દ્રવ્યરૂપે નિત્ય છે અને પર્યાયરૂપે પ્રતિક્ષણ અન્ય અન્ય ભાવરૂપે થાય છે. વળી, આત્માના કલ્યાણને કરનારા કયા ભાવો છે ? અને આત્માના અકલ્યાણને કરનારા કયા ભાવો છે ? તેના પરમાર્થને જાણીને સંયમની સર્વ ઉચિત ક્રિયાઓને અંતરંગ મોહનાશનું કારણ બને તે રીતે યોજન કરીને પોતાનું હિત સાધશે અને અન્યને પણ હિત સાધવાનું પ્રબળ કારણ બનશે. જેઓ અજ્ઞાની છે અને જ્ઞાનીના વચનથી ચાલનારા નથી તથા સ્વમતિના ગર્વથી સ્વરુચિ અનુસાર ક્રિયાઓ કરનારા છે તે સર્વ પોતાનો વિનાશ કરશે. વળી તેમને જેઓ ભલા માને છે, તેઓ પણ તેમના દ્વારા પોતાનો વિનાશ કરશે. II૧૫/પા અવતરણિકા:
વળી એહ જ દઢઈ છઈ – અવતરણિકાર્ચ -
વળી, એ જ અજ્ઞાની જીવો સ્વપરનો વિનાશ કરે છે તેને જ, દઢ કરે છે – ગાથા :
બહુવિધ બાહ્ય ક્રિયા કરઈ, જ્ઞાનરહિત જેહ ટોલ રે; શત જિમ અંધ અદેખતા, તે તો પડિઆ છઈ ભોલઈ રે.
શ્રી જિન૦ ૧૫/ ગાથાર્થ :
જેમ અણદેખતા સો આંધળા ભેગા થાય છે તેમ જેઓ જ્ઞાનરહિત બહુવિધ બાહ્યક્યિા ટોળામાં કરે છે તે તો ભૂલા પડ્યા છે=આત્માના કલ્યાણના માર્ગમાં ભૂલા પડ્યા છે. II૧૫/
ટબો:
બહુવિધ-ઘણા પ્રકારની, બાહ્મક્રિયા કરાઈ છઈ, જ્ઞાનરહિત-જે અગીતાર્થ, તેહનેંટ્ઝલે-સંઘાર્ડ મીલીનઈં, તે, જિમ-શતઅંધ અણદેખતા જિમ મિલ્યા હોઈ, તે જિમ
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૨૪
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૫ | ગાથા-૬-૭ શભા ન પામઈ, તિમ-ર્ત તો ભલઈ પડ્યા છઈ, “ભાભાર્થસાધને કુરાતા:” રૂત્તિ પરમાર્થ: l/૧૫/ ટબાર્થ -
જ્ઞાનરહિત જે અગીતાર્થ બહુવિધ=ઘણા પ્રકારની, બાહ્મક્રિયા કરે છે, તેના ટોળે તે અગીતાર્થના ટોળા સંગાથે, મળે, તે=અગીતાર્થોનું ટોળું, જેમ નહીં જોતા સો આંધળા ભેગા થાય, તેઓ જેમ શોભા પામે નહીંsઉચિત માર્ગે પહોંચાડવાનું કાર્ય કરે તેવી શોભા પામે નહીં, તેમ તે તો=અગીતાર્થ સાધુઓનું ટોળું તો, ભોલઈ પડ્યા છf=ભૂલા પડ્યા છે, “ગાત્માર્થસાળને ગરાના =આત્માર્થસાધનમાં અકુશળ છે." રૂત્તિ પરમાર્થ =એ પ્રકારનો પરમાર્થ છે. ૧૫/૬ ભાવાર્થ :
જે સાધુઓ નિશ્ચય-વ્યવહારને ઉચિત સ્થાને જોડીને મોક્ષસાધક એવા નિશ્ચયના પરિણામનું કારણ બને તેવી બહુ પ્રકારની બાહ્યક્રયાના પરમાર્થને જાણવા સમર્થ નથી તેથી જ્ઞાનરહિત છે માટે અગીતાર્થ છે. આવા અગીતાર્થોનું ટોળું મળે તો પણ બાહ્યક્રિયાઓ કરીને મોક્ષમાર્ગમાં ગમનરૂપ શોભાને પામતું નથી.
જેમ અનેક પ્રકારના ગૂઢ માર્ગો જેમાં છે એવી અટવીમાં સો આંધળા ભેગા થઈને નક્કી કરે કે આ અટવીને આપણે પાર કરવી છે તેઓ ચક્ષુથી કાંઈ જોતા નહીં હોવાને કારણે ગૂઢ માર્ગવાળી અટવીમાંથી બહાર નીકળી શકે નહીં, તેમ સંસારરૂપી અટવી અનેક ગૂઢ માર્ગોથી આક્રાંત છે તેમાંથી બહાર નીકળવાનો માર્ગ સાક્ષાત્ કોઈ છદ્મસ્થ જોનાર નથી પરંતુ સર્વજ્ઞએ જ તેના ઉલ્લંઘનનો સૂક્ષ્મ માર્ગ કેવળજ્ઞાનરૂપી ચક્ષુથી જોયો છે. સર્વજ્ઞએ બતાવેલા તે માર્ગને શાસ્ત્રવચન, યુક્તિ અને અનુભવ અનુસાર જોઈને જેઓ ગીતાર્થ થયા છે તેઓ જ ઉચિત સ્થાને તે તે ઉચિત ક્રિયાઓનું યોજન કરીને અંતરંગ મોહધારાના ઉન્મેલનને અનુકૂળ વ્યાપાર કરવાના પરમાર્થને જોનારા છે. તેઓ સર્વજ્ઞના વચનથી નિયંત્રિત શ્રુતચક્ષુથી તે અટવીનું ઉલ્લંઘન કરી શકે છે; પરંતુ જેઓને તેવી શ્રુતચ પ્રાપ્ત થઈ નથી અને ટોળામાં મળીને બાહ્યક્રિયામાં રત છે તેઓ સંસારરૂપી અટવીના માર્ગમાં ભૂલા પડ્યા છે, તેથી આત્માના પરમાર્થને સાધવામાં અકુશળ છે, તેના કારણે બાહ્યક્રિયા કરીને પણ મોક્ષપથને સ્પર્શ કર્યા વગર મનુષ્યભવ વિફલ કરે છે. માટે કલ્યાણના અર્થીએ ગીતાર્થ ગુરુ પાસેથી દ્રવ્ય-ગુણ-પર્યાયના પરમાર્થને સ્પર્શે તેમ ઉચિત રીતે યોગમાર્ગના સેવનનું કારણ બને તે પ્રકારના રહસ્યને જાણવા યત્ન કરવો જોઈએ; જેથી પ્રસ્તુત ગ્રંથનું અધ્યયન પણ સફળ થાય; નહીંતર ખંડ ખંડ ભણીને પંડિત થયેલા પંડિતમૂર્ખની જેમ દૂરન્ત સંસારમાં ભટકવાનું આવે. ૧૫/કા અવતરણિકા:
વળી, જેઓ ભગવાનના શાસનના પરમાર્થને પામ્યા નથી તથા માત્ર બાહ્ય ક્રિયાઓ અને બાહ્ય અધ્યયનમાત્રમાં રત છે પરંતુ વીતરાગના વચનના રહસ્યને ઉચિત સ્થાને જોડવા માટે યત્ન કરનારા નથી, તેવા સાધુઓ મોક્ષપથમાં નથી. તે બતાવવા અર્થે કહે છે –
Page #252
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૫ | ગાથા-૭
૨૨૫
ગાથા :
નિજ ઉતકરષથી હરષિયા, નિજ અવગુણ નવિ દાખઈ રે; જ્ઞાનજલધિગુણ અવગણી, અવગુણલવ બહુ ભાષઈ રે.
શ્રી જિન II૧૫/૭માં
ગાથાર્થ :
પોતાના ઉત્કર્ષથી હરખે, પોતાના અવગુણ ન દેખાડે, જ્ઞાનજલધિના ગુણો=ગીતાર્થ સાધુના ગુણો, અવગણે. અવગુણલવ ઘણા ગુણવાળા સાઘુમાં અલા અવગુણ હોય, તેને બહુ બોલે (તેવા અજ્ઞાની સાધુઓ છે.) II૧૫/ગી. ટબો :
જે નિજ કો પોતાન, ઉત્કર્ષ-હઠવાદ, તેહથી હર્ષવંત છઈ, કિમ-તે “જે અચ્છે કહું છું તે ખરું; બીજ સર્વ ખોટું નિજ ક0 પતાના, અવગણ-દિવારહિતપણું, તે તો દાખતા પણિ નથી. જ્ઞાન રૂપ જે જલધિ ક0 સમુદ્ર, તે પ્રત્યે અવગણીને પ્રકર્ષે, જ્ઞાનવંતના અવગુણ, તદુરૂપ જે લવ, તે પ્રર્ત બહુ ભાખે છઈ. ll૧૫/૭માં ટબાર્થ -
જે નિજ કહેતાં પોતાનો=જે સાધુ પોતાનો, ઉત્કર્ષ=૭ઠવાદ, તેહથી હર્ષવંત છે, કેમ હર્ષવંત છે ? તે બતાવે છે –
‘જે અમે કહીએ છીએ, તે ખરું છે, બીજું સર્વ ખોટું છે એમ તેઓ કહે છે. નિજ કહેતાં પોતાના અવગુણ=મોહકાશને અનુકૂળ ક્રિયારહિતપણું, તે તો દેખાડતા પણ નથી. જ્ઞાનરૂપ જે જલધિ કહેતાં સમુદ્ર, અર્થાત જ્ઞાતવંત એવા ગીતાર્થ, તેના જે ગુણ, તે પ્રત્યે પ્રકર્ષથી અવગણીને અત્યંત અનાદર કરીને, જ્ઞાનવંતના અવગુણ, તે રૂપ જે લવ, તે પ્રત્યે બહુ ભાખે છે. ૧૫/૭ ભાવાર્થ
જે સાધુઓ નિશ્ચય સાપેક્ષ વ્યવહારની ક્રિયાઓને યોજવામાં કુશળ થયા નથી અને નિશ્ચયસાપેક્ષ સર્વ ઉચિત ક્રિયાઓ યોજવામાં સમર્થ એવા ગીતાર્થને પરતંત્ર થવામાં જેઓને પોતાનું ન્યૂનપણું જણાય છે તેઓને પોતે કઠોર બાહ્ય ક્રિયાઓ કરે છે તેથી ઉત્કર્ષવાળા છે એવો હઠવાદ છે. તેથી તેઓ વિચારે છે કે “આ મહાત્માઓ જ્ઞાન ભણે છે અને જ્ઞાનનું ફળ સંયમ છે, પરંતુ તેની કઠોર ક્રિયાઓ કરતા નથી અને માત્ર શાસ્ત્રો ભણીને પોતે ગીતાર્થ છે” એમ માને છે તેથી તેઓ કરતાં પોતે ઉત્કર્ષવાળા છે. આમ પોતાની જાત ઉપર હર્ષવાળા છે તેથી વિચારે છે કે “અમે જે કઠોર આચરણાઓ કરીએ છીએ, તે જ ખરું છે, બીજું સર્વ ખોટું છે”. આમ વિચારીને પોતાની ક્રિયાઓમાં મોહનાશને અનુકૂળ એવી ક્રિયાનું રહિતપણું છે તે તો
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૬
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૫ | ગાથા-૭-૮ કોઈને દેખાડતા નથી; કેમ કે હઠવાદ હોવાને કારણે પોતાની તુચ્છ મતિમાં પોતાને ઘણો બોધ છે તેવી મતિ છે, તેથી જ્ઞાનરૂપી સમુદ્રને પાર પામેલા એવા ગીતાર્થ પુરુષોની અવગણના કરીને તેવા જ્ઞાનવાન ગુરુના ક્યારેક પ્રમાદથી સ્કૂલના થઈ હોય એવા લવ પણ અવગુણને લોકો આગળ કહે છે. વસ્તુતઃ તેઓ વિચારતા નથી કે ભગવાનના વચનના પરમાર્થને પામેલા મહાત્માઓ હંમેશાં સંવેગવૃદ્ધિનું કારણ બને તેવી જ બાહ્ય આચરણા પોતાની શક્તિ અનુસાર કરે છે; પરંતુ હઠવાદથી પરિણામનિરપેક્ષ ક્રિયાઓ તેઓ કરતા નથી. આવા ગુરુના બળથી જ સંસારસમુદ્રને તરવો સુલભ છે. આવા સમર્થ થવા માટે દ્રવ્ય-ગુણ-પર્યાયનો મર્મસ્પર્શી બોધ આવશ્યક છે, માટે ગુણવાન ગુરુ પાસેથી તત્ત્વની પ્રાપ્તિ થાય તે રીતે પ્રસ્તુત ગ્રંથનો મર્મ જાણવા સદા ઉદ્યમ કરવો જોઈએ. ll૧૫/ અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે જ્ઞાનરહિત માત્ર ક્રિયામાં રત સાધુઓ માર્ગમાં નથી, તેથી તેવી અનુચિત પ્રવૃત્તિ કરે છે. આવા ધુઓ ક્યારેક સંયોગ અનુસાર ગુણવાનની પ્રશંસા કરે તો પણ તેઓ માર્ગમાં નથી. તે બતાવવા અર્થે કહે છે –
ગાથા :
ગુણપ્રિય આગઈ અણછૂટતા, જે ગુણ અભ્યસ્યો ભાષઈ રે;
તે પણિ અવગુણ પરિણમ, માયાશલ મનિ રાખઈ રે. શ્રી જિન I૧૫/૮ ગાથાર્થ :
ગુણપ્રિય આગળ=ગુણપ્રિય એવા અન્ય સાધુઓ કે શ્રાવક આગળ, અણછૂટતા=જે તેઓ આગળ મહાત્માના ગુણ ન ગાય તો પોતે સ્થાન પામે નહીં તેથી અણછૂટતા, અલ્પ જે ગુણ=જ્ઞાનવંત પુરુષોના જે અલ્પ ગુણ, તેને બોલે છે. તે પણ=મહાત્માના અ૫ ગુણોની પ્રશંસા પણ, માયાશલ્ય મનમાં રાખીને કરાયેલી હોવાથી અવગુણરૂપે પરિણમન પામે છે. ૧૫/૮ ટબો:
વલી, જે ગુણપ્રિય પ્રાણી છે, તે આર્ગે અણછૂટતા થકાં અવકાશ અણપામતાં, જે અલ્પસ્ય-થર્ષોઈક ગુણ ભાષણ કરેઈ જઈ, તે પણિ, તે હવઈ અવગુણરૂપ થઈને પરિણમઈ છઈ, જીર્ણ-માથાશલ્યરૂપ આત્મ પરિણામ રાખ્યો છઈ, તે પ્રાણીનઈં. I/૧૫/૮ ટબાર્થ :
વળી, જે ગુણપ્રિય પ્રાણી છે=જ્ઞાનવંત એવા ગીતાર્થના ગુણ પ્રત્યે પ્રીતિવાળા એવા સાધુ કે શ્રાવકો છે, તે આર્ગેeતેઓની પાસે, અણછૂટતા થકાં=અવકાશ અણપામતાં ગુણવંતના દોષને
Page #254
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૫ | ગાથા-૮-૯
૨૨૭ કહેવાનો અવકાશ આણપામતા, જે અલ્પસ્યો=થોડોક, ગુણ ભાષણ કરે છે, તે પણ= અલ્પગુણની પ્રશંસા પણ, તે અજ્ઞાની સાધુને અવગુણરૂપ થઈને પરિણમન પામે છે. જેણે કઠોર આચરણાવાળા જે સાધુએ, માયાશલ્યરૂપ આત્મપરિણામ રાખ્યો છે=ગુણપ્રિય જીવો આગળ પોતાનું સારું દેખાય એ રૂપ માયાશલ્યરૂપ પોતાનો પરિણામ રાખ્યો છે, તે પ્રાણીને (તે પ્રશંસા પણ અવગુણરૂપે પરિણમન પામે છે, તેમ અવય છે.) ૧૫/૮ ભાવાર્થ :
જે સાધુઓ આત્મકલ્યાણના અર્થી છે તેથી સંયમ ગ્રહણ કર્યું હોવા છતાં પોતાની અલ્પ મતિ માટે ઉત્કર્ષયુક્ત મતિ તરીકેના બોધવાળા છે, તેથી પોતાની મતિઅનુસાર બાહ્યક્રિયાના ઉત્કર્ષથી પોતે ઉત્કર્ષવાળા છે તેમ તેઓ માને છે અને જ્ઞાનવંત ગીતાર્થોની સંવેગપૂર્વકની દેશના તથા સંવેગપૂર્ણ આચરણાઓના મર્મને જાણી શકતા નથી, તેથી જ્ઞાનવંત ગીતાર્થના લવ જેટલા અવગુણ હોય તેને લોકો આગળ દેખાડે છે. આમ છતાં ગુણપ્રિય અન્ય સાધુઓ કે શ્રાવકો હોય, તેઓની આગળ જો પોતે જ્ઞાનવંત પુરુષોના ગુણો બોલે નહીં તો પોતે અનાદરપાત્ર બનતો હોય તેથી પોતાની બાહ્ય આચરણાઓથી આદરપાત્ર થવાના અર્થી એવા તેઓ ગુણપ્રિય વ્યક્તિ આગળ ગુણવાનના ગુણો કહ્યા વગર ચાલે તેમ નથી તેથી તેઓના થોડાક જ્ઞાનાદિ ગુણોની પ્રશંસા કરે છે, તો પણ તેને હૈયામાં તો તે જ્ઞાની ગીતાર્થો અલ્પમતિવાળા અને કઠોર આચારણા કરનારા પોતાના જેવી ક્રિયા કરનારા નહીં હોવાથી ગુણરહિત જ જણાય છે. તેથી ગુણપ્રિય લોકો આગળ પોતાનો માયાશલ્ય પરિણામ રાખીને જે ગુણવાનના ગુણોની પ્રશંસા કરે છે, તે પ્રશંસા પણ કષાયના પરિણામથી સંવલિત હોવાને કારણે અવગુણરૂપે પરિણમન પામે છે અર્થાતુ પોતાની કઠોર આચરણા તો અવગુણરૂપે પરિણમન પામે છે; પરંતુ ગુણવાનના ગુણોની પ્રશંસા પણ અવગુણરૂપે પરિણમન પામે છે. માટે અજ્ઞાની જીવો સંસારથી તરવા અસમર્થ છે તેમ ભાવન કરવું. ૧૫/૮ અવતરણિકા -
ગાથા-૩થી ૮ સુધી જ્ઞાનવગરના સાધુ કેવા છે? તેનું સ્વરૂપ બતાવ્યું. હવે તેવા સાધુનો પરિહાર કરવો જોઈએ, એ પ્રકારે ઉપદેશ આપતાં ગ્રંથકારશ્રી કહે છે –
ગાથા :
જ્ઞાનરહિત જેહ એહવા, જિનશાસન ધન ચોરાઈ રે;
તેહ શિથિલપરિ પરિહરુ, છાવારનઈ જોઈ રે. શ્રી જિન II૧૫/લા ગાથાર્થ - -
જેઓ જ્ઞાનરહિત એવા છે પૂર્વમાં વર્ણન કર્યું એવા છે, તેઓ જિનશાસનના ધનને ચોરે છે. તેવી શિથિલતાને હું 'છાયા'ના જોરથી અજીરાના વચનનોખળથી, પરિહરું છું. I૧૫) II
*,
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૨:
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૫ | ગાથા-૯
ટબો ઃ
એહવા જે જ્ઞાનરહિત પ્રાણી-અજ્ઞાનવંત પ્રાણી જે છઈં, તે જિનશાસનનું ધન
તે સત્ય ભાષણ, ક્રિયા વ્યવહારરૂપ, ચોરે છે.
गच्छाचारवचनं चेदम् -
अगीअत्थकुसीलेहिं, संगं तिविहेण वोसिरे ।
મુન્નમસ્લિમે વિષે, પરંમી તેળો નહીં ।।।। (પચ્છ વાર્પયન્ના, ગ-૪૮) રૂતિ વચનાત્ તે-શિથિલતાને પરિહરું છું, પછાચારને જોરે કરીને. II૧૫/૯/ ટબાર્થ :
એહવા જે જ્ઞાનરહિત પ્રાણી=અજ્ઞાનવંત જે પ્રાણી છે, તે જિનશાસનનું ધન=તે સત્ય ભાષણ અને સત્યક્રિયા વ્યવહારરૂપ ધન છે, તેને ચોરે છે. Tચ્છાચારવચન ચેમ્=અને ગચ્છાચારનું વચન આ છે .
અળોઅત્યસીહિં સંñ=અગીતાર્થ એવા કુશીલોની સાથે સંગને, તિવિહેળ વોસિરે=હું ત્રિવિધથી વોસિરાવું છું. નહા=જે પ્રમાણે, પદ્મમી તેળો વિષે=માર્ગમાં ચોર વિઘ્ન છે, મુલ્લુમસ્લિમે (તે પ્રમાણે) મોક્ષમાર્ગની મર્યાદામાં (વિઘ્ન છે=અગીતાર્થકુશીલ એવા સાધુઓ વિઘ્ન છે). ॥૧॥ (ગચ્છાચારપયજ્ઞા, ગાથા-૪૮)
'રૂતિ વચનાત્=એ પ્રમાણેનું વચન હોવાથી=આ પ્રમાણેનું ગચ્છાચારનું વચન હોવાથી, છાપારને જોરે કરીને, તે શિથિલતાને પરિહરું છું. ૧૫/૯૦
ભાવાર્થ:
ગાથા-૩થી ૮ સુધી કહ્યું એવા જ્ઞાનરહિત જે સાધુઓ છે તેઓ સ્થૂલ દૃષ્ટિથી આરાધક હોય તોપણ ભગવાનના વચનના ૫૨માર્થને જાણનારા નથી છતાં પોતે ભગવાનના વચનના પરમાર્થને જાણે છે તેમ માને છે, તેથી તેઓ ભગવાનના સત્યભાષણરૂપ ધનને ચોરે છે; કેમ કે તેમના વચન અનુસાર જે યથાતથા કથન છે તે ભગવાનનું વચન છે એવો લોકોને બોધ થાય છે. તેથી જૈન સંઘમાં યોગ્ય જીવોમાંથી સત્યભાષણરૂપ વચન નાશ પામે છે. વળી જિનવચનનિરપેક્ષ એવી ક્રિયા કરીને ‘આ ક્રિયા જિનવચનાનુસાર છે' તેવો લોકોમાં ભ્રમ પેદા કરે છે, તેથી તેઓ સત્યક્રિયારૂપ વ્યવહારને ચોરે છે.
‘છાપારપયન્ના'માં કહ્યું છે કે, ‘અગીતાર્થ એવા કુશીલ સાધુઓનો સંગ હું ત્રિવિધથી વોસિરાવું છું’, ત્યાં અગીતાર્થ હોવાથી સત્યભાષણરૂપ ધનને ચોરે છે તેમ ફલિત થાય છે અને કુશીલ હોવાથી ક્રિયાના વ્યવહારરૂપ ધનને તેઓ ચોરે છે તેમ ફલિત થાય છે. જેમ માર્ગમાં પ્રસ્થિત એવા પથિકને માટે ચોરો વિઘ્નરૂપ છે, તેમ ભગવાનના શાસનમાં જે મોક્ષમાર્ગ પ્રવર્તે છે તેમાં અગીતાર્થ એવા કુશીલ સાધુઓ વિઘ્નરૂપ છે. તેથી એ ફલિત થાય કે અગીતાર્થ એવા કુશીલ સાધુઓ જૈન સંઘમાં જેટલા વૃદ્ધિને પામે તેટલા અંશથી તેઓ મોક્ષમાર્ગમાં પ્રસ્થિત જીવોને લૂંટે છે; કેમ કે મોક્ષ અર્થે પ્રવૃત્ત એવા પણ તેઓ તેમના વચનથી
Page #256
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૫ | ગાથા-૯-૧૦
૨૨૯ ઉન્માર્ગમાં પ્રવૃત્ત બને છે, માટે “છીયાર'માં એવા શિથિલ સાધુઓને ત્રિવિધ વોસિરાવવાનું કહ્યું છે, તે વચનને અવલંબીને ગ્રંથકારશ્રી કહે છે કે “એવી શિથિલતાને હું પરિહરું છું.” આમ કહીને ગીતાર્થોનો શુદ્ધ માર્ગ જે જિનવચનાનુસાર છે તેના પ્રત્યેનો પોતાનો પક્ષપાત સ્થિર કરે છે. I/૧૫/લા અવતરણિકા -
ગાથા-૯માં ‘અજ્ઞાની સાધુને હું વોસિરાવું છું એ પ્રતિજ્ઞા કર્યા પછી હવે જ્ઞાતીનાં વચનો એકાંતે આદરણીય છે તેમ બતાવવા અર્થે કહે છે – ગાથા :
જ્ઞાનીવચન વિષ અમૃત છઈ, ઊલટી મૂરખવાણી રે;
આગમવચન એ આદરી, જ્ઞાન ગ્રહો ભવિ પ્રાણી રે. શ્રી જિન II૧૫/૧ના ગાથાર્થ -
જ્ઞાનીનું વચન વિષ અમૃત છે, મૂરખની વાણી ઊલટી=મૂરખની વાણી તેનાથી વિપરીત સુંદર પણ વિષ સમાન છે. એ આગમવચન આદરી=સ્વીકારીને, ભવિ પ્રાણી જ્ઞાન ગ્રહો=હે ભવ્ય પ્રાણી ! તમે જ્ઞાનને ગ્રહણ કરો જ્ઞાનપક્ષને જ દઢતાથી આદરણ કરો. I૧૫/૧૦|| ટબો -
गीयत्थस्स वयणेणं, विसं हालाहलं पिबे । (गच्छाचार पयन्ना, गाथा-४४ पूर्वार्ध) अगीयत्थस्स वयणेणं, अमियं पि न घुण्टए ।।१।। (गच्छाचार पयन्ना, गाथा-४६ पूर्वार्ध)
ઈત્યાદિ વચન શાસ્ત્રઈ છઇં, જ્ઞાની વચન તે અમૃત સમાન છઈ, મૂર્ણની વાણી તે વિપરીત પ્રરૂપણારૂપ ઉલટી છઈ. તે માર્ટિ-ભવ્ય પ્રાણી-ધર્માર્થી જ્ઞાનપક્ષ દૃઢ આદ. જે માર્ટિ-જ્ઞાનપક્ષનો હવણાં દેઢાધિકાર છઈ. “પઢમં ના તો ત્યા” (શિર્વાનિવ પદ્ગીનિવાય, અધ્યયન સૂત્ર-૨૦) કૃતિ વયનાન્ ભવિ પ્રાણી આદરવું જ્ઞાન. ll૧૫/૧૦|| ટબાર્થ :
ત્યસ્સ વયો-ગીતાર્થના વચનથી, દાસ્તાહનં વિસં =હલાહલ વિષ પીવું જોઈએ. (ગચ્છાચાર પયજ્ઞા, ગાથા-૪૪ પૂર્વાર્ધ) યસ્થ વયf=અગીતાર્થના વચનથી, મમય પિન =અમૃત પણ પીવું જોઈએ નહીં. II૧n (ગચ્છાચાર પયજ્ઞા, ગાથા-૪૬ પૂર્વાર્ધ)
ઈત્યાદિ વચન શાસ્ત્રમાં છે=આવા પણ પ્રકારનાં વચન શાસ્ત્રમાં છે. તેથી શું ફલિત થાય છે ? તે કહે છે –
જ્ઞાનીનું વચન તે અમૃત સમાન છે=અવશ્ય મોક્ષનું કારણ બને તેવું નિર્મળ છે. મૂર્ખની વાણી= અગીતાર્થ સાધુની વાણી, તે વિપરીત પ્રરૂપણારૂપ ઊલટી છે=સંસારમાં પરિભ્રમણરૂપ ઝેરતુલ્ય
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૩૦
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૫ | ગાથા-૧૦-૧૧ ઊલટી છે, તે માટે હે ભવ્ય પ્રાણી છે ધર્માથી જીવો ! તમે જ્ઞાનપક્ષ દઢ આદરો. જે માટે=ભવ્યજીવને જ્ઞાનપક્ષ આદરવા યોગ્ય છે તે માટે, હમણાં=પ્રસ્તુત ઢાળમાં, જ્ઞાનપક્ષનો દઢ અધિકાર છે.
કેમ જ્ઞાનપક્ષનો દઢ અધિકાર છે ? તેથી કહે છે – “પઢમં ના તમો તથા"=“પ્રથમ જ્ઞાન પછી દયા.” (દશવૈકાલિકસૂત્ર ષડજીવલિકાયઅધ્યયન, સૂત્ર-૧૦)
રૂતિ વાના—એ પ્રમાણે વચન છે=દશવૈકાલિકસૂત્રનું વચન છે. માટે ભવિ પ્રાણીએ=મોક્ષમાં જવાના અર્થી જીવોએ, જ્ઞાન આદરવું જોઈએ. ૧૫/૧૦|| ભાવાર્થ :
જેઓ ભગવાનના વચનથી અત્યંત ભાવિત છે અને ભગવાનના વચનના યથાર્થ અર્થને જાણનારા છે એવા ગીતાર્થો હંમેશાં વીતરાગનું વચન કઈ રીતે વીતરાગતાનું કારણ બનશે ? તેના પરમાર્થને જાણીને તે વચનાનુસાર સ્વયં સર્વ પ્રવૃત્તિઓ કરે છે. તેથી ભગવાનના વચનથી ભાવિત હોવાને કારણે સર્વ જીવો પ્રત્યે આત્મતુલ્ય બુદ્ધિવાળા છે. માટે સ્વયં ભગવાનના વચનના બળથી સતત વીતરાગ થવાના ઉદ્યમવાળા છે અને યોગ્ય જીવોને તેમની ભૂમિકા અનુસાર ઉચિત ઉપાય બતાવે છે. આવા જ્ઞાની જે કાંઈ કહે તે સર્વ મોક્ષને અનુકૂળ ઉચિત દિશા બતાવનાર વચન છે, તેથી ક્વચિત્ પોતાને એ વચન પ્રીતિકર ન જણાય તોપણ અમૃતની જેમ તેમના વચનનું પાન કરવું જોઈએ. આથી જ શાસ્ત્રમાં કહ્યું કે ગીતાર્થના વચનથી હલાહલ વિષ પણ પીવું જોઈએ; કેમ કે કોઈક એવા જીવને સંયમથી ભ્રષ્ટ થઈને દુર્ગતિમાં જતો અટકાવવા અર્થે ગીતાર્થ ગુરુને જણાય કે, આ મહાત્મા અત્યારે વિષભક્ષણ કરશે તો પણ તેના સંયમના રક્ષણ અર્થે કરાયેલું તે વિષભક્ષણ તેના કલ્યાણનું કારણ બનશે, પરંતુ જો વિષભક્ષણ ન કરે અને સંયમથી ભ્રષ્ટ થાય તો જીવીને પણ દુર્ગતિને પ્રાપ્ત કરશે. આથી તે ગીતાર્થ ગુરુ હલાહલ ઝેર પીવાનું કહે તે પણ તે સાધુ માટે અનર્થની બહુ પરંપરાના પાતથી રક્ષણનું કારણ હોવાથી અમૃત સમાન છે. જેઓ જ્ઞાની ગીતાર્થ નથી તેઓ સ્થૂલથી પોતાને પ્રીતિ કરે તેવું વચન કહે તોપણ તેમના વચનથી પ્રવૃત્તિ કરવાથી અકલ્યાણની પરંપરાની પ્રાપ્તિ દ્વારા ભવ્ય પ્રાણીનો વિનાશ થાય છે. માટે ભવ્ય પ્રાણીએ=ધર્મ સેવીને સંસારથી નિસ્તારના અર્થી જીવોએ, જ્ઞાનપક્ષનો દઢ આદર કરવો જોઈએ. માટે જ પ્રસ્તુત ઢાળમાં જ્ઞાનપક્ષનો જ દઢ અધિકાર બતાવેલ છે.
વળી, દશવૈકાલિકમાં કહ્યું છે કે “પ્રથમ જ્ઞાન, ત્યારપછી દયા.” અર્થાત્ જ્ઞાનીના વચન વગરની ચારિત્રાચારની પાલનરૂપ ક્રિયા પણ નિષ્ફળ છે; કેમ કે સંસારના ઉચ્છેદનું કારણ નથી. માટે મોક્ષના અર્થી જીવે શક્તિ અનુસાર જ્ઞાનનો જ આદર કરવો જોઈએ. વળી, જ્ઞાની અને અજ્ઞાનીનો ભેદ કરીને સુજ્ઞાનીનો નિર્ણય કરીને તેનું જ અનુસરણ કરવું જોઈએ, જેથી કલ્યાણ અર્થે કરાયેલી પ્રવૃત્તિ ક્યારેય નિષ્ફળ ન જાય. II૧પ/૧ના અવતરણિકા:
વળી, કેટલાક મહાત્માઓ સંસારના ઉચ્છેદના અર્થી છે તેથી સંયમ ગ્રહણ કરીને શાસ્ત્રો
Page #258
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ |ઢાળ-૧૫ | ગાથા-૧૧
૨૩૧ ભણ્યા છે અને શાસ્ત્રોના પારને પામ્યા છે તેથી જ્ઞાની છે, તોપણ દુર્લભ એવું સંયમ પાળવું તેઓને દુષ્કર જણાય છે; છતાં સંયમમાં રાગપૂર્વક ઉચિત ક્રિયા કરનારા છે, તેથી તેઓ પણ નિર્મળ કોટિના જ્ઞાનના બળથી સુખપૂર્વક સંસારને તરી શકે છે, માટે જ્ઞાનનો જ પક્ષ કરવો જોઈએ. તે બતાવવા અર્થે કહે છે –
ગાથા -
ચરણ-કરણગુણહીણડા, જ્ઞાનપ્રધાન આદરિઈ રે;
ઈમ કિરિયાગુણ અભ્યાસી, ઈચ્છાયોગથી તરિ રે. શ્રી જિન II૧૫/૧૧ ગાથાર્થ :
ચરણકરણગુણથી હીન જ્ઞાનપ્રધાન આદરનારા સાધુઓ આ પ્રકારે ચરણકરણગુણ પ્રગટે એ પ્રકારે, ક્રિયાગુણનો અભ્યાસ કરનારા ઈચ્છાયોગથી તરે છે શુદ્ધ ચરણકરણ કરવાની ઈચ્છાપૂર્વક સ્વ સામર્થ્ય અનુસાર અલિત પણ ક્રિયા કરીને સંસારથી તરે છે. ll૧૫/૧૧ાા ટબો:
જ્ઞાન ને ચરણ-તે ચારિત્ર, તેહના ગુણથી જે હીણા પ્રાણી છે, તેહને સંસારસમુદ્ર તર દુર્લભ છઈ, માટઈ જ જ્ઞાનનું પ્રધાનપણું આદરીશું. યતિ:
कर्तुमिच्छोः श्रुतार्थस्य, ज्ञानिनोऽपि प्रमादिनः । कालादिविकलो योगः, इच्छायोगः स उच्यते ।।१।। इतीच्छायोगलक्षणं ललितविस्तरादौ ।
ઈમ ક્રિયાનો જે ધોગ, તદ્રુપ જે ગુણ, તેનો અભ્યાસ કરીને ઈચ્છાયોર્ગ તરઈભવાર્ણવ પ્રતઈં. ૧૫/૧૧ી. ટબાર્ચ -
જ્ઞાન અને ચરણ ચારિત્ર, તેના ગુણથી જે હીન પ્રાણી છે, તેને સંસારસમુદ્ર તરવો દુર્લભ છે. માટે જ જ્ઞાનનું પ્રધાનપણું જેઓ આદરે છે અર્થાત્ ચારિત્ર સેવવામાં અસમર્થ હોવાને કારણે જ્ઞાન જ પ્રધાન આદરે છે. તા=જે કારણથી, (કહેવાયું છે.) –
કૃતાર્થસ્થ [મિછો =મૃતથી સાંભળેલા અર્થને કરવાની ઈચ્છાવાળા, જ્ઞાનિનોડપિ પ્રમાદ્દિન =જ્ઞાની પણ પ્રમાદીનો, નાિિવત્નો યોજ=કાલાદિથી વિકલ એવો જે યોગ, રૂછાયો: સ ૩તે તે ઈચ્છાયોગ કહેવાય છે. ||૧||
તીજીયોનલ નિતવિસ્તરતો=એ પ્રકારે “લલિતવિસ્તરા' આદિમાં ઈચ્છાયોગનું લક્ષણ છે.
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૩૨
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૫ | ગાથા-૧૧-૧૨ આ પ્રમાણે ક્રિયાનો જે યોગ-જ્ઞાનપ્રધાન આદરીને પ્રમાદી પણ સાધુનો કાલાદિથી વિકલ એવો જે ક્રિયાનો યોગ, તદ્રુપ જે ગુણ, તેના અભ્યાસ કરીને ઈચ્છાયોગથી તરે છે=ભવાર્ણવ ઈચ્છાયોગથી તરે છે. ll૧૫/૧૧] ભાવાર્થ :
કોઈ મહાત્મા સંસારસાગરથી તરવાના અર્થી હોય અને સંયમ ગ્રહણ કરેલું હોય છતાં જો શાતા-અશાતા પ્રત્યે સમભાવ, જીવન-મૃત્યુ પ્રત્યે સમભાવ, શત્રુ-મિત્ર પ્રત્યે સમભાવ રહે તે પ્રકારના ઉપયોગપૂર્વક નિગ્રંથભાવમાં જવા માટે સમર્થ ન થઈ શકે અર્થાત્ સર્વ ભાવો પ્રત્યે સ્નેહના સંબંધના ત્યાગરૂપ નિગ્રંથભાવ પ્રત્યે જવા માટે સમર્થ ન બની શકે તો પણ જો ભગવાનના શાસનના પરમાર્થને યથાર્થ જાણીને શ્રુતજ્ઞાન, ચિંતાજ્ઞાન તથા તે બેના ઉત્તરભાવી ભાવનાજ્ઞાનથી સંપન્ન થઈને જ્ઞાનપ્રધાનયોગને આદરનારા છે તોપણ અનાદિ ભવઅભ્યસ્ત પ્રમાદના કારણે સંયમની ક્રિયાઓના જે કાલાદિ અંગો છે તે શાતાના અર્થિતા નામના દોષને કારણે વિકલ સેવે છે, તેથી ચરણકરણગુણથી હીન છે. આમ છતાં જિનવચનનાં રહસ્યોને જાણનારા હોવાને કારણે ભગવાને કહેલી અંગસાકલ્યથી સેવાયેલી સંયમની સર્વ ક્રિયાઓ અંતરંગ સમભાવની વૃદ્ધિ દ્વારા વીતરાગતાનું કારણ છે તેવો સ્થિર નિર્ણય હોવાથી તેવી જ ક્રિયા કરવાની ઇચ્છાવાળા છે અર્થાત્ સર્વ અંગસાકલ્યથી તે ક્રિયા કરીને ચારિત્રના કંડકની વૃદ્ધિના અર્થી છે, તોપણ શાતા આદિના અર્થી હોવાને કારણે વિકલ ક્રિયા કરે છે. આવા મહાત્માનો ત્રુટિત એવો પણ ક્રિયાનો યોગ ઇચ્છાયોગરૂપ છે; કેમ કે શ્રુતઅનુસાર ક્રિયા કરવાની ઉત્કટ ઇચ્છાવાળા છે, છતાં અનાદિના અભ્યસ્ત પ્રમાદને કારણે સ્કૂલના પામનારા છે. આવા મહાત્માઓ ઇચ્છાયોગથી પણ ભવસમુદ્રને તરે છે. માટે જ્ઞાનમાં જ ઉદ્યમ કરવો જોઈએ; કેમ કે ત્રુટિત ક્રિયા હોવા છતાં સમ્યજ્ઞાન હોવાથી તે ત્રુટિત ક્રિયા પણ મોક્ષનું કારણ બને છે. જે ઓની પાસે સમ્યજ્ઞાન નથી તેઓ કદાચ બાહ્ય રીતે અંગસાકલ્યથી સર્વ ક્રિયાઓ કરે તોપણ શ્રતના તાત્પર્યને સ્પર્શીને તેમનો ઉપયોગ ક્રિયામાં નહીં વર્તતો હોવાથી તે ક્રિયાના બળથી તેઓ ભવસમુદ્રને તરવા સમર્થ નથી; કેમ કે તેઓમાં ક્રિયાયોગ પણ નથી અને ઇચ્છાયોગ પણ નથી. આમ માત્ર બાહ્ય ક્રિયાના બળથી કોઈ જીવો યોગમાર્ગના સેવન વગર સંસારસાગર તરી શકે નહીં. માટે જ્ઞાનમાં જે ઉદ્યમ કરવો જોઈએ; જેથી સુખપૂર્વક સંસારસાગરને તરી શકાય. આ પ્રકારનો ગ્રંથકારશ્રીનો આશય છે. II૧૫/૧૧થી અવતરણિકા :
ગાથા-૧૧માં બતાવ્યું કે ચારિત્રહીન એવા પણ જ્ઞાનપ્રધાનવાળા સંવિગ્સપાક્ષિક શાસ્ત્રાભ્યાસને કારણે ઇચ્છાયોગથી તરે છે. તેથી હવે શ્રાવક જ્ઞાન પ્રધાન છે અને મુનિને જ્ઞાન અને ક્રિયા બંને પ્રધાન છે, તે બતાવીને વિધિશુદ્ધ ક્રિયા કરવા અસમર્થને પણ તરવાનું કારણ જ્ઞાન છે, તે બતાવીને પ્રસ્તુત ઢાળના અધ્યયનથી બહુશ્રત થયેલાને સંસાર તરવો સુકર છે તે બતાવવા અર્થે કહે છે –
Page #260
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૫ | ગાથા-૧૨
૨33
ગાથા :
ચરણપતિત વલી શ્રાવકો, તનુધર્મા વલી જેહો રે;
તેહનઈ જ્ઞાન પ્રધાન છઈ, મુનિના બે ગુણ ગેહો રે. શ્રી જિન૧૫/૧શા ગાથાર્થ :
ચરણપતિત વળી શ્રાવક=ચાથિી રહિત એવો શ્રાવક, જે તનુધર્મવાળો છેકઅપ ધર્મવાળો છે, તેને જ્ઞાન પ્રધાન છેઃજિનવચનાનુસાર શક્તિના પ્રકર્ષથી જ્ઞાનમાં ઉધમ કરવો તે જ કલ્યાણનું કારણ છે. મુનિને બે ગુણના ગૃહો છે=બે ગુણો મુખ્ય છે. ll૧૫/૧૨ ટબો :
ચરણ પતિત-ચારિત્ર રહિત, એહર્તા શ્રાવક, વલી ર્ત તનુધર્મા હોઈં-લઘુ ધર્માભ્યાસી હોઈ, તેહને પણિ-જ્ઞાન તેહિજ-પ્રધાન છઈ, મુનિને તો-બેઉ-ચારિત્ર ક્રિયા સહિત અને જ્ઞાન એ બેઉ, પદાર્થ મુખ્ય છઈ.
અત્ર-વિશ્વનાથ - दंसणपक्खो सावय, चरित्तभट्टे य मंदधम्मे य । दसणचरित्तपक्खो, समणे परलोगकंखिम्मि ।।१।। (आवश्यकनियुक्ति, गाथा-११६५)
રૂતિ વીના જ્ઞાનપ્રધાનમદિરાય તિ ભાવ: ૧૫/૧૨ ટબાર્ચ -
ચારિત્રથી પતિત=ચારિત્રના પરિણામથી રહિત, એવા શ્રાવક વળી, તે તનુધમાં હોય=અલ્પ ધર્મના અભ્યાસી હોય, તેને પણ=અવિરતિવાળા શ્રાવકને પણ, જ્ઞાન તે જ પ્રધાન છે=જ્ઞાનના બળથી પ્રધાનરૂપે તેઓ સંસારસાગરથી તરે છે. મુનિને તો બેઉ=ચારિત્ર ક્રિયાસહિત અને જ્ઞાન એ બેઉ, પદાર્થ મુખ્ય છે. અત્ર=અહીં=શ્રાવકને જ્ઞાન પ્રધાન છે અને મુનિને ક્રિયા અને જ્ઞાન બેઉ પ્રધાન છે તેના વિષયમાં, ગાવથથા ="આવશ્યકસૂત્ર'ની ગાથા બતાવે છે –
ચરિત્તમ ર મંથન્ને =ચારિત્રભ્રષ્ટ અને મંદધર્મમાં, સવય વંસળવવો=શ્રાવક દર્શનપક્ષવાળો હોય =સમ્યગદર્શનના પક્ષવાળો હોય છે તેથી શક્તિના પ્રકર્ષથી જ્ઞાનના અભ્યાસમાં જ યત્ન કરવાવાળો હોય છે. પરોgિp સૉ=પરલોકકાંક્ષી એવા સાધુમાં, સંસારિત્તપમ =દર્શનચારિત્રપક્ષ છે-સમ્યજ્ઞાન અને સમ્યમ્ ચારિત્રમાં અતિશયથી યત્ન છે. I૧ (આવશ્યકલિથુક્તિ, ગાથા-૧૧૬૫)
રૂતિ વર્ષના—આ પ્રમાણેનું વચન હોવાથી, જ્ઞાનપ્રથાનત્વમાદરવ—જ્ઞાનનું પ્રધાનપણું આદરવું જોઈએ. તિ માટ=એ પ્રકારનો પ્રસ્તુત ગાથાનો ભાવ છે. II૧૫/૧રા
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૩૪
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ / ઢાળ-૧૫ ગાથા-૧૨-૧૩ ભાવાર્થ :
જે શ્રાવકો સંસારથી ભય પામેલા છે છતાં અવિરતિનો તીવ્ર ઉદય છે તેથી પાંચેય ઇન્દ્રિયોને સંવર કરીને સર્વવિરતિમાં ઉદ્યમ કરવાનું પોતાનું સામર્થ્ય ન હોવાથી ચારિત્રનું પાલન કરતા નથી તોપણ મોક્ષના અર્થી હોવાથી લઘુ ધર્મના અભ્યાસી છે અર્થાતુ પોતાની ભૂમિકા અનુસાર સલ્લાસ્ત્રોને ભણીને સર્વવિરતિની શક્તિનો સંચય થાય તે પ્રકારે ઉચિત અનુષ્ઠાન કરવાના અભ્યાસવાળા છે, તેમને પણ જ્ઞાન જ પ્રધાન છે. અર્થાત્ ભગવદ્ભક્તિ આદિ અનુષ્ઠાનો તો તેઓ આદરે છે તોપણ મુખ્યરૂપે નવું નવું શ્રત ભણવું, ભગવાનના વચનનાં રહસ્યોને જાણવાં અને તેનાથી પોતાના આત્માને વાસિત કરવું તે જ પ્રધાન છે; કેમ કે જ્ઞાનના અધ્યયનથી અને ભાવનથી જ વીતરાગના વચનાનુસાર પરિણતિ કરીને તેઓ સંસારનો ઉચ્છેદ કરવા સમર્થ બને છે.
વળી, મુનિ તો અત્યંત ધીરપુરુષ છે, તેથી સર્વ શક્તિથી જિનવચનના પરમાર્થને જાણે છે અને જિનવચનનું દૃઢ આલંબન લઈને અપ્રમાદથી સ્વભૂમિકા અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરે છે. તેથી તેવા મહાત્માઓને જ્ઞાન અને ચારિત્રની ક્રિયા બન્ને મુખ્ય છે; કેમ કે લઘુ ધર્મઅભ્યાસ કરતાં મહાબળના સંચયવાળા હોવાથી મુનિ ગુરુધર્મના અભ્યાસવાળા છે.
વળી, જેઓ જ્ઞાનનો અભ્યાસ કરતા નથી અને શક્તિ હોવા છતાં તેના પ્રત્યે પ્રમાદવાળા છે, તેઓ સાધુ હોય કે શ્રાવક હોય તોપણ પરમાર્થથી સંસારના પરિભ્રમણથી ભય પામેલા નથી. આથી જ કદાચ ધર્મનાં બાહ્ય અનુષ્ઠાનોને સેવે કે ચારિત્રની ક્રિયાઓ કરે છે, તોપણ લઘુ ધર્મઅભ્યાસીમાં પણ તેમનું સ્થાન નથી.
વળી, ગ્રંથકારશ્રી પોતાના કથનમાં “આવશ્યકસૂત્ર'ની ગાથાની સાક્ષી આપે છે. તે વચન પ્રમાણે ચારિત્રથી રહિત મંદ ધર્મવાળા શ્રાવકોને દર્શનપક્ષ હોય છે. આ દર્શનપક્ષ ભગવાનના વચનમાં ઉત્કટ રુચિરૂપ હોવાથી શક્તિના પ્રકર્ષથી જ્ઞાનમાં યત્ન કરાવે છે. પરલોકાકાંક્ષી એવા શ્રમણો દર્શન અને ચારિત્ર બંનેના પક્ષવાળા હોય છે. ભગવાનના વચનમાં સ્થિર રુચિ હોવાને કારણે જિનવચનના પરમાર્થને જાણવા માટે શક્તિના પ્રકર્ષથી યત્ન કરે છે અને ચારિત્રનો પક્ષપાત હોવાથી જિનવચનના બોધથી નિયંત્રિત ધર્મઅનુષ્ઠાનો સેવીને પ્રાપ્ત થયેલા મનુષ્યભવને સર્વ શક્તિથી સદા સંસારઉચ્છેદમાં પ્રવર્તાવે છે. માટે સાધુ સંસારના ઉચ્છેદના કારણ એવા શ્રુતજ્ઞાન અને ચારિત્રની આચરણા બંનેમાં પ્રધાનરૂપે પ્રયત્ન કરનારા છે.
આનાથી એ ફલિત થાય થાય છે કે સંસારના ઉચ્છેદના અત્યંત અર્થી એવા મંદધર્મી શ્રાવકને પણ જ્ઞાન પ્રધાન છે અને સંસારના ઉચ્છેદના અત્યંત અર્થી એવા સાધુને ક્રિયા સહિત ચારિત્ર અને જ્ઞાન બંને પ્રધાન છે, તેથી કલ્યાણના અર્થીએ જ્ઞાનનું પ્રધાનપણું જ આદરવું જોઈએ. II૧પ/૧ણા અવતરણિકા -
વળી, શાસ્ત્રવચનના બળથી જ જ્ઞાનની પ્રધાનતા મોક્ષમાર્ગમાં છે તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
Page #262
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૫ | ગાથા-૧૩
ગાથા =
૨૩૫
‘આવશ્ય’માંહિ ભાષિઉં, તિણિ ગહી જ્ઞાન પ્રધાનો રે;
આચરણાપથિ ચાલતાં, લહિઈં નસ બહુમાનો રે. શ્રી જિન૦ ||૧૫/૧૩/
ગાથાર્થ ઃ
‘આવશ્યક’માં કહ્યું છે, તેણે=‘આવશ્યક’ના વચને, જ્ઞાન પ્રધાન ગ્રહ્યું છે. આચરણા પથમાં ચાલતા યશ અને બહુમાન લઈએ. ૧૫/૧૩||
ટબો ઃ
આવશ્યસૂત્ર સૂત્રમાંહિ-કહીઉં છઈ-પ્રવચનદ્વારે પ્રરૂપ્યું છે, તેણે-ગ્રહ્યું જ્ઞાને પ્રધાનત્વપણું, “જ્ઞાનમેવ પર મોક્ષઃ” કૃતિ વચનાત્, આચરણા-પથ, તે-શુદ્ધ માર્ગો, તે આચરણા ક્રિયા વ્યવહારરૂપ માર્ગે ચાલતાં, લહીયે-પામીઈ, યશ અને બહુમાન ઈહલોકે-પરલોકે= સર્વથાનીકે, અનેક જ્ઞાનનો અભ્યાસક પ્રાણી સઘલેં પૂજાઈ.
यतः श्लोकः
विद्वत्त्वं च नृपत्त्वं च नैव तुल्यं कदाचन ।
स्वदेशे पूज्यते राजा विद्वान् सर्वत्र पूज्यते ।।१।।
वलीपलितकायेऽपि कर्तव्यः श्रुतसंग्रहः ।
ન તંત્ર ધનિનો યાન્તિ યત્ર યાન્તિ વહુશ્રુતાઃ ।।૨|| ||૧૫/૧૩||
ટબાર્થ ઃ
‘આવશ્યકસૂત્ર'માંહે કહ્યું છે=પ્રવચનદ્વારમાં પ્રરૂપ્યું છે. તેણે=‘આવશ્યકસૂત્ર'ના વચને, જ્ઞાનમાં પ્રધાનપણું ગ્રહ્યું છે; કેમ કે ‘જ્ઞાન જ પરં મોક્ષ છે' એ પ્રકારનું વચન છે. આચરણાપથ=સમ્યજ્ઞાનથી નિયંત્રિત આચરણાપથ, તે શુદ્ધ માર્ગ છે=જ્ઞાનપથ પૂર્ણ નથી પરંતુ જ્ઞાન અને જ્ઞાનથી નિયંત્રિત આચરણા-તે પૂર્ણ માર્ગ છે, માટે તે શુદ્ધ માર્ગ છે. તે આચરણા, ક્રિયાવ્યવહારરૂપ માર્ગે ચાલતા યશ અને બહુમાન આલોકમાં અને પરલોકમાં-સર્વસ્થાનકે લઈએપામીએ. અનેક જ્ઞાનનો અભ્યાસક=સર્વ પદાર્થો વિષયક જ્ઞાનનો જાણનાર, પ્રાણી સઘળે પૂજાય છે. યતઃ શ્લો:=જે કારણથી શ્લોક છે
વિદ્વત્ત્વ ૬ ગૃપત્ત્વ વ=વિદ્વાનપણું અને નૃપપણું, વાચન નૈવ તુi=ક્યારેય તુલ્ય નથી જ. રાના સ્વવેશે શૂન્યતે=રાજા સ્વદેશમાં પૂજાય છે. વિદ્વાન સર્વત્ર પૂન્યતે–વિદ્વાન સર્વત્ર પૂજાય છે. ૧
વસ્તીનિતાયેઽપિ=વલીપલિતકાયાવાળાએ પણ=કરચલીઓ પડેલી કાયાવાળા પુરુષે પણ, શ્રુતસંગ્રહ: ર્તવ્ય:=શ્રુતસંગ્રહ કરવો જોઈએ. તત્ર=ત્યાં=જે સ્થાનમાં મુંઝવણ થાય તેનું નિરાકરણ કરવામાં, નિનો ન યાન્તિ=ધનિકો જતા નથી, યંત્ર વહુશ્રુતાઃ યાન્તિ=જ્યાં બહુશ્રુતો જાય છે. ।।૨ા ||૧૫/૧૩
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૩૬
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૫ | ગાથા-૧૩ ભાવાર્થ
આવશ્યકસૂત્રમાં જ્ઞાનમાર્ગને પ્રધાને કહ્યો છે, કેમ કે સમ્યજ્ઞાનથી નિયંત્રિત ક્રિયા બને તે જ ક્રિયા મોક્ષનું કારણ બને છે. ક્વચિત્ કોઈક મહાત્મા ક્રિયામાં વિદ્ભકારી કર્મો બળવાન હોય તો સમ્યગુ ક્રિયા ન કરી શકે છતાં સમ્યજ્ઞાનમાં તે મહાત્મા યત્ન કરે તો સમ્યફરુચિ અતિશય થાય છે. તેથી તે મહાત્મામાં જે ભાવોથી અને જે ગુણોથી ષડૂ આવશ્યકની ક્રિયા કરવાની ભગવાને કહી છે તે ભાવોથી અને તે ગુણોથી ક્રિયા કરવાની રુચિ પ્રગટે છે. માટે સમ્યફ ક્રિયાના અભાવમાં પણ જ્ઞાનના બળથી તે મહાત્મા તે તે પ્રકારની ઉત્કટ રુચિ અનુસાર સંસારનો ઉચ્છેદ કરે છે. જે મહાત્માને આવશ્યકાદિ સૂત્રોનું સમ્યજ્ઞાન નથી, તેથી જે ગુણોથી અને જે ભાવોથી અરિહંત પરમાત્માએ ક્રિયાઓ કરવાની કહી છે તેનો યથાર્થ બોધ નથી તથા તે પ્રકારે જાણવાની જિજ્ઞાસા નથી, પરંતુ માત્ર લોક આચરણા અનુસાર ક્રિયાઓ કરે છે તેઓની તે ક્રિયા સમ્યજ્ઞાનથી નિયંત્રિત નહીં હોવાને કારણે ઇષ્ટ ફલપ્રાપક નથી. માટે “આવશ્યકસૂત્ર”માં “જ્ઞાન જ પર મોક્ષ છે” તેમ કહીને જ્ઞાનનું જ પ્રધાનપણું બતાવ્યું છે જેઓ જ્ઞાનના પરમાર્થને જાણનારા છે તથા પોતાની શક્તિને ગોપવ્યા વગર સ્વભૂમિકાનુસાર આચરણાપથમાં છે, તેઓ તે તે ક્રિયાઓ કરીને તે ક્રિયાથી જે ભાવો અને જે ગુણો નિષ્પન્ન કરવાના ભગવાને કહ્યા છે તે ભાવોને અને તે ગુણોને પ્રાપ્ત કરે છે. તેથી તેઓનો આચરણાપથ શુદ્ધ માર્ગ છે. આ માર્ગે ચાલીને તેઓ આલોકમાં અને પરલોકમાં યશ અને બહુમાનને પામે છે અર્થાત્ આ મહાત્માઓ જિનવચનાનુસાર ઉચિત પ્રવૃત્તિ કરીને પોતાનો મનુષ્યભવ સફળ થાય એ પ્રકારનો લોકમાં યશ પ્રાપ્ત કરે છે અને શિષ્ટ લોકો તેવા મહાત્મા પ્રત્યે બહુમાનવાળા થાય છે. વળી, તે મહાત્મા જેમ આલોકમાં યશ અને બહુમાન મેળવે છે તેમ પરલોકમાં પણ ઉત્તમ પ્રકૃતિવાળા થવાથી તે મહાત્મા સર્વત્ર યશ અને બહુમાનને પામે છે.
વળી, લોકમાં પણ કહેવાય છે કે અનેક જ્ઞાનનો અભ્યાસવાળો પુરુષ સઘળે પૂજાય છે. જે કારણથી કહેવાયું છે –
વિદ્વાનપણું અને રાજાપણું ક્યારેય તુલ્ય થાય નહીં, કેમ કે રાજા પોતાના દેશમાં જ પૂજાય છે, જ્યારે વિદ્વાન પોતાની વિદ્વત્તાને કારણે સર્વત્ર પૂજાય છે. માટે સર્વ કલ્યાણના અર્થી જીવોએ કરચલીઓ પડેલી કાયા વાળી અવસ્થામાં પણ શ્રતનો સંગ્રહ કરવો જોઈએ; કેમ કે ધનનો સંગ્રહ કરવાથી ધનિક પુરુષ જે આપત્તિનો ઉકેલ નથી કરી શકતો તે આપત્તિનું નિરાકરણ બહુશ્રુતો કરી શકે છે. આથી જ અનેક આપત્તિઓથી ભરેલા આ સંસારસમુદ્રનું ઉલ્લંઘન ધનથી કોઈ કરી શકતું નથીપરંતુ બહુશ્રુતો સંસારના પરમાર્થને જાણીને તેના ઉચ્છેદના ઉપાયોનો ઉચિત નિર્ણય કરીને બહુશ્રુતપણાના બળથી દુસ્તર એવા સંસારસમુદ્રને પણ સુખપૂર્વક કરી શકે છે. માટે કલ્યાણના અર્થીએ સંસારના વાસ્તવિક સ્વરૂપના નિર્ણય અર્થે પ્રસ્તુત ગ્રંથમાં બતાવેલ દ્રવ્ય-ગુણ-પર્યાયના પારમાર્થિક સ્વરૂપનું જ્ઞાન ગીતાર્થ પાસેથી કરીને બહુશ્રુત થવા ઉદ્યમ કરવો જોઈએ. I૧૫/૧૩
Page #264
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨/ ઢાળ-૧૬ / ગાથા-૧
૨૩૭
- ટાળ-૧૬
અવતરણિકા :
ગ્રંથકારશ્રીએ લોકભોગ્ય એવી પ્રાકૃત ભાષામાં પ્રસ્તુત ગ્રંથ કેમ રચ્યો? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
ગાથા :
આતમ અર્થિનઈ અર્થિ પ્રાકૃત વાણી, ઈમ એ મઈ કીધી હિચડઈ ઊલટ આણી; મિથ્યાષ્ટિનઈ એહમાં મતિ મુંઝાણી,
સમ્યગદષ્ટિને લાગે સાકરવાણી. II૧૬/૧TI ગાથાર્થ :
આત્માના અર્થીઓ માટે પ્રાકૃત વાણી છે એમ એ મારા વડે હૈયામાં ઊલટ આણીને=ઉત્સાહ આણીને, કરાઈ છે. એમાં=પ્રાકૃત ભાષામાં, મિથ્યાષ્ટિની મતિ મૂંઝાણી. સમ્યગદષ્ટિને સાકરવાણી લાગે=પ્રાકૃત ભાષામાં રચાયેલો પ્રસ્તુત ગ્રંથ સાકર જેવો લાગે. II૧૬/૧૫ ટબો -
હિર્વ-શિષ્ય પ્રશ્ન કરઈ કઈ-જે-“હે સ્વામી એહર્તા જ્ઞાનમાર્ગ દર્યો, તોપ્રાકૃત વાણી કિમ ગ્રન્થ કીધું ?
ગુરુ કહે છે – પ્રશ્નોત્તર પ્રત્યે –
આત્માર્થી-જે પ્રાણી જ્ઞાનરુચિ, ગત વમોક્ષાર્થિને અર્થિ-અર્થે એ મેં પ્રાકૃત વાણીઈં રચના કીધી છઈ, સખ્ય પ્રકારે બધાર્થે. યતઃ ચં–
गीर्वाणभाषासु विशेषबुद्धिस्तथापि भाषारसलम्पटोऽहम् । यथा सुराणाममृतं प्रधानं दिव्याङ्गनानामधरासवे रुचिः ।।१।।
पुनरपि
बालस्त्रीमन्दमूर्खाणां नृणां चारित्रकाङ्क्षिणाम् । અનુદાર્થ તત્ત્વ સિદ્ધાન્તઃ પ્રાકૃતઃ કૃતઃ IIRIT. प्रकृतिः संस्कृतम्, तस्माद् भवम् प्राकृतम्, इति व्युत्पत्तिः
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૩૮
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨/ ઢાળ-૧૬ | ગાથા-૧ મિથ્યાત્વી-તે અજ્ઞાની પ્રાણી, સમકિતદષ્ટિને એ સાકરવાણી-સાકર સમાન મિઠાસની દેણહારી, એહવી-વાણી થઈ.
મિથ્યાત્વી ર્ત-રોગ સહિત છઈ. તેહને-રગડારી, રુચિરંતન હિતકારી. II૧૬/૧ ટબાર્થ
હવે શિષ્ય પ્રશ્ન કરે છે, જે તે સ્વામી ! આવો જ્ઞાનમાર્ગ દૃઢ્યો છે, તો પ્રાકૃત વાણીથી= લોકભોગ્ય વાણીથી, કેમ ગ્રંથ કીધો? અર્થાત્ વિદ્વાનોની વાણી છોડીને લોકભોગ્ય વાણીમાં કેમ ગ્રંથ રચ્યો છે?
ગુરુ પ્રશ્નના ઉત્તર પ્રત્યે કહે છે –
આત્માર્થી=જે પ્રાણી જ્ઞાનરુચિવાળા છે આથી જ મોક્ષના અર્થી છે, તેમના અર્થે તેમના ઉપકાર અર્થે, આ મેં પ્રાકૃત વાણીથી રચના સામ્ પ્રકારે બોધ અર્થે કરી છે. યતઃ=જે કારણથી, ચં= કાવ્ય છે.
જીર્વાળHIષાણુ-ગીર્વાણભાષાઓમાં, વિશેષવૃદ્ધિતપ કરસનપટોડદહું વિશેષ બુદ્ધિવાળો છું તોપણ ભાષારસનો હું લમ્પટ છું, યથા=જે પ્રમાણે, સુરાસુરોને-દેવતાઓને, વિવ્યાનાનામપરાસવે અમૃતં પ્રધાન
=દિવ્યાંગનાઓના હોઠના ચુંબનમાં અમૃત પ્રધાન રુચિ છે. I/II પુનરપિકવળી પણ, વાનસ્ત્રીમદ્મૂર્ણાનાં નૃMાં વારિત્રવાક્ષિા ચારિત્રકાંક્ષી એવા બાળ-સ્ત્રી-મંદબુદ્ધિ અને મૂર્ખ મનુષ્યોનાં, અનુપ્રહાર્થ અનુગ્રહ અર્થે, તત્ત્વ=તત્વના જાણનારાઓ વડે, સિદ્ધાન્તઃ પ્રવૃતિઃ કૃત:=સિદ્ધાન્ત પ્રાકૃતમાં કરાયો છે. ll૧/l
પ્રવૃતિ સંસ્કૃતપ્રકૃતિ સંસ્કૃત છે, તમન્ ભવાતzતેનાથી થયેલ પ્રાકૃત છે, કૃત્તિ વ્યુત્પત્તિ =એ પ્રકારે વ્યુત્પત્તિ છે=પ્રાકૃત શબ્દની વ્યુત્પતિ છે.
મિથ્યાત્વી-તે અજ્ઞાની પ્રાણી છે તેથી આમાં=પ્રાકૃત ભાષામાં તેની મતિ મુંઝાણી.), સમકિતદષ્ટિને તે સાકરવાણી=પ્રાકૃત ભાષાની રચના સાકર સમાન મીઠાશને દેનારી એવી વાણી છે. મિથ્યાત્વી તે રોગ સહિત છે=વિપર્યાસરૂપ ોગસહિત છે, તેથી તેને રોગકારી છે–પ્રાકૃત વાણી રોગકારી છે. રુચિવંતતત્વમાં રુચિવાળા જીવોને, હિતકારી છે. ૧૬/૧ ભાવાર્થ -
ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગ્રંથ વર્તમાનમાં પ્રચલિત લોકભાષારૂપ પ્રાકૃત વાણીથી રડે છે. ત્યાં શિષ્યને પ્રશ્ન થયો કે ગંભીર તત્ત્વને બતાવનારો પ્રસ્તુત ગ્રંથ હોવાથી તેના ગાંભીર્યને બતાવવામાં ઉપયોગી એવી સંસ્કૃત ભાષામાં ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગ્રંથ કેમ ન રચ્યો ? કેમ કે ગંભીર ભાવોને બતાવનાર તત્ત્વ પ્રસ્તુત ગ્રંથમાં છે જેનું ગાંભીર્ય સંસ્કૃત ભાષામાં વિશેષ દીપે છે; છતાં એ ભાષાને છોડીને ગ્રંથકારશ્રીએ પ્રાકૃત ભાષા કેમ અપનાવી ? તેનો ઉત્તર ગાથાના પૂર્વાર્ધથી આપતાં કહે છે –
Page #266
--------------------------------------------------------------------------
________________
૨૩૯
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૬ | ગાથા-૧-૨
જે જીવો જ્ઞાનમાં રુચિવાળા છે આથી જ સમ્યજ્ઞાન મેળવીને મોક્ષ મેળવવાના અર્થી છે તેઓને પ્રાકૃત ભાષાથી સુખપૂર્વક બોધ થઈ શકે. તેથી તેઓને મોક્ષમાર્ગનો યથાર્થ બોધ કરાવવા અર્થે ગ્રંથકારશ્રીએ હૈયામાં ઉત્સાહ લાવીને પ્રાકૃત વાણીમાં રચના કરી છે.
વળી, લોકોના ઉપકાર માટે પ્રાકૃતવાણી ઉચિત છે તેમાં સાક્ષી બતાવતાં કાવ્ય બતાવે છે –
કોઈક કાવ્યના રચયિતા મહાત્મા કહે છે કે, “તોપણ ભાષારસમાં લંપટ એવો હું સંસ્કૃત ભાષામાં વિશેષ બુદ્ધિવાળો છું અર્થાતુ મેં પ્રાકૃત ભાષામાં રચના કરી છે તોપણ ભાષાના રસમાં લંપટ એવો હું સંસ્કૃત ભાષામાં વિશેષબુદ્ધિવાળો છું. જેમ દેવતાઓને દેવાંગનાઓના હોઠના ચુંબનમાં અમૃતના આસ્વાદતુલ્ય રુચિ વર્તે છે તેમ વિદ્વાનોને સંસ્કૃત ભાષામાં વિશેષ રુચિ હોય છે.”
વળી પણ કલ્યાણના અર્થી એવાં બાળ, સ્ત્રી, મંદ બુદ્ધિવાળા અને મૂર્ખ જીવોના અનુગ્રહ માટે તત્ત્વજ્ઞો વડે સિદ્ધાંત પ્રાકૃતમાં કરાયો છે અર્થાત્ તત્ત્વજ્ઞ જાણે છે કે અલ્પબુદ્ધિવાળા પણ જીવોને ઉપકાર કરવો હોય તો તેઓ જે ભાષાથી તત્ત્વને ગ્રહણ કરી શકે તે ભાષાથી તેઓને કહેવું જોઈએ જેથી તેઓને પણ માર્ગની પ્રાપ્તિ થાય.
અહીં પ્રશ્ન થાય કે, પ્રાકૃત ભાષા' શબ્દથી શું વાચ્ય છે? તેથી કહે છે –
પ્રકૃતિ એ સંસ્કૃત ભાષા છે. તેનાથી જ થયેલી લોકભોગ્ય એવી પ્રાકૃત ભાષા છે. તેથી લોકોમાં જે વપરાતી ભાષા હોય તે ભાષાથી ગંભીર ભાવોને બતાવવામાં આવે તો ભાષાના અસામર્થ્યવાળા બાળજીવો,
સ્ત્રી, મંદબુદ્ધિવાળા કે સૂક્ષ્મ પદાર્થને જાણવામાં મૂર્ખ હોવા છતાં કલ્યાણના અર્થી હોય તેઓનો ઉપકાર તેઓની ભાષામાં સરળતાથી થાય છે. માટે ગ્રંથકારશ્રીએ તે વખતે પ્રચલિત ગુજરાતી ભાષામાં પ્રસ્તુત ગ્રંથની રચના કરી છે. પ્રસ્તુત ગ્રંથને પ્રાકૃતવાણીમાં વાંચીને જે લોકો તેના પરમાર્થને જાણી શકે તેવી નિર્મળ દૃષ્ટિવાળા છે તેવા સમ્યગુદૃષ્ટિ જીવોને તો ગુજરાતી ભાષામાં રચાયેલ પ્રસ્તુત ગ્રંથ સાકર સમાન મીઠાશને દેનારો બને છે; કેમ કે પ્રસ્તુત ગ્રંથના પરમાર્થને જાણીને તેઓ વિચારે છે કે મહાત્માએ આપણી ભાષામાં પણ ભગવાનના પારમાર્થિક રહસ્યોને બતાવીને આપણા ઉપર ઉપકાર કર્યો છે. જેઓ મિથ્યાષ્ટિ છે તેઓ પ્રસ્તુત ગ્રંથના પરમાર્થને જાણવાને બદલે ગ્રંથકારશ્રીએ આ ગ્રંથં પ્રાકૃત ભાષામાં રચીને પોતાની હીનતા જ કરી છે તેમ બોલે છે; પરંતુ માર્ગાનુસારી નિર્મળ દૃષ્ટિથી તત્ત્વને જાણવા પ્રયત્ન કરતા નથી. તેથી દૃષ્ટિરાગવાળા એવા તેઓને પ્રસ્તુત ગ્રંથ પણ અરુચિને કરનાર થાય છે, તેથી તેઓમાં વર્તતા દૃષ્ટિરાગરૂ૫ રોગની વૃદ્ધિ થાય છે, જ્યારે તત્ત્વની રુચિવાળા જીવોને વિશેષ રુચિ થાય છે અને પ્રાકૃત ભાષા જોઈને વિશેષ હર્ષ થાય છે; કેમ કે પોતે સુખપૂર્વક તત્ત્વને જાણી શકે છે. II૧૧/૧૫ અવતરણિકા :
પ્રસ્તુત ગ્રંથ લોકભોગ્ય પ્રાકૃત ભાષામાં કેમ કરેલ છે ? તે બતાવ્યા પછી હવે પ્રસ્તુત ગ્રંથ કઈ રીતે ગ્રહણ કરવો જોઈએ ? અને કેવા જીવતે આપવો જોઈએ ? જેથી ગ્રહણની ક્રિયાથી અને આપવાની ક્રિયાથી એકાંત સ્વપરનું હિત થાય. તે બતાવવા અર્થે કહે છે –
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૪૦
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ / ઢાળ-૧૬, ગાથા-૨ ગાથા :
ગુરુ પાસઈ શીખી, અર્થ એહના જાણી, તેહનઈ એ દેજ્યો-જેહની મતિ નવિ કાણી; લઘુને નય દેતાં, હોઈ અર્થની હાણી,
યોવૃષ્ટિસમુચ્ચય એહવી રીતિ વખાણી. ૧૬/શા ગાથાર્થ :
ગુરુ પાસે શીખીને પ્રસ્તુત ગ્રંથના પારમાર્થિક અર્થને શીખીને, તેના અર્થને જાણીને=પ્રસ્તુત ગ્રંથના ગંભીર અર્થને યથાર્થ જાણીને, તેને એ દેજો તે વ્યક્તિને આ અર્થ આપજો, જેની મતિ કાણી નથી=ગંભીર અર્થને ધારણ કરવામાં સમર્થ છે પરંતુ અસમર્થ નથી, તેને આપજો. લઘુને= તુચ્છ જીવોને, નય દેતાં=પદાર્થને જોવાની જુદી જુદી દષ્ટિ દેતાં, અર્થની હાનિ થાય=૮ચ્છમતિવાળા જીવો સ્વમતિથી સ્વઅભિપ્રેત અર્થને ગ્રહણ કરીને પ્રસ્તુત ગ્રંથના અર્થની હાનિને કરે, એવી રીતિયોગ્યને આપવું જોઈએ એવી રીતિ, “યોગદષ્ટિસમુચ્ચય' ગ્રંથમાં વખાણી છે. I૧૬/રા. બો -
એટલા માટે-સદગુરુ પાર્સ-ગીતાર્થ સંર્ગ, એહના અર્થ સમજીને લેવા, જિમ ગુરુ અદત્ત એ દોષ ન લાગઈ. શુદ્ધ વાણી, તે ગુરુ સેવાઈ પ્રસન્ન થાઈ.
તેહને-તેહવા પ્રાણીનેં, એ શાસ્ત્રાર્થ આપ, જેહની મતિ કાણી-છિદ્રાળી, ન હોઈ, છિદ્ર સહિત જે પ્રાણી, તેહને સુત્રાર્થ ન દેવો. કાણું ભાજન, તે પાણીમાં રાખીઈ, તિહાં સુધી ભર્યું દિસઈ, પછે ખાલી થાઈ.
અને લઘને પણિ નથાર્થ દેતાં અર્થની હાણી થાઈ.
તે માટે, સુરુચિ જ્ઞાનાથિને જ દે, પણ મૂર્ખને ન જ દેઊં. એહવી રીત યોવૃષ્ટિસમુચ્ચયપ્રન્થ વખાણી છઈ-વર્ણવી છઈ, હરિભદ્રસૂરિજીયે. ll૧૬/ ટબાર્થ :
એટલા માટે=ભગવાનનું વચન અતિ ગંભીર છે તેથી યોગ્ય જીવો જ તેના પરમાર્થને જાણી શકે છે એટલા માટે, સદ્ગુરુ પાસે=ગીતાર્થના સંગે=પ્રસ્તુત ગ્રંથના પરમાર્થને જોવામાં સમર્થ એવા ગીતાર્થ પુરુષની પાસે, એના અર્થ સમજીને લેવા પ્રસ્તુત ગ્રંથના યથાર્થ અર્થને જાણીને ગ્રહણ કરવા. જેમ-જે પ્રમાણે, કરવાથી ગુરુઅદા એ દોષ ન લાગે. શુદ્ધ વાણી=ભગવાનનાં યથાર્થ વચનો, તે ગુરુસેવાથી પ્રસન્ન થાય=ગુરુગમથી યથાર્થ પ્રાપ્ત થાય.
Page #268
--------------------------------------------------------------------------
________________
૨૪૧
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૬ | ગાથા-૨
તેને તેવા જીવતે, આ શાસ્ત્રાર્થ આપવો=પ્રસ્તુત ગ્રંથનો અર્થ આપવો, જેની મતિ કાણી=છિદ્રાળી, નથી. છિદ્રસહિત જે પ્રાણી છે સૂત્રના ગંભીર ભાવોને છોડીને તુચ્છમતિથી ગ્રહણ કરે એવા જે પ્રાણી છે, તેને સૂત્રાર્થ આપવો નહીં. કાણું ભાજન તે પાણીમાં રાખીએ ત્યાં સુધી તેમાં પાણી દેખાય પછી ખાલી થાય. (તેમ કાણા ભાજન જેવા અયોગ્ય જીવો તત્વને સાંભળે ત્યારે આ સમજે છે' એવું જણાય; પરંતુ પાછળથી તે ભાવોને આત્મામાં સ્થિર કરતા નથી તેથી ખાલી થાય છે, માટે તેવાને સૂત્રાર્થ આપવાનો ગ્રંથકારશ્રી નિષેધ કરે છે.) અને લઘુને પણ તુચ્છ મતિવાળાને પણ, તયાર્થ દેતાં=ભગવાનના શાસનના તયોની દૃષ્ટિનો અર્થ દેતાં, અર્થની હાનિ થાય. તે માટે=કાણી મતિવાળા અને લઘુમતિવાળા જીવોને પ્રસ્તુત ગ્રંથ આપવો જોઈએ નહીં તે માટે, સુંદર રુચિવાળા= ભગવાનનું વચન એકાંતે નિરવદ્ય છે તેથી મારે તેના પરમાર્થને જાણવો જોઈએ એવી સુંદર રુચિવાળા, જ્ઞાનના અર્થી જીવોને જ દેવો=પ્રસ્તુત ગ્રંથ ભણાવવો; પરંતુ મૂર્ખતે ન જ દેવો જોઈએ એવી રીત યોગદષ્ટિસમુચ્ચય' ગ્રંથમાં વખાણી છે=શ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ વર્ણવી છે. ૧૬/રા ભાવાર્થ -
જે જીવો હળુકર્મી છે, સંસારથી ભય પામ્યા છે અને સંસારના વાસ્તવિક સ્વરૂપને જોવામાં નિર્મળ દૃષ્ટિવાળા છે તેથી સંસારથી તરવાના અત્યંત અર્થી થયા છે તેવા પણ જીવો સ્વમતિ અનુસાર પ્રસ્તુત ગ્રંથને ભણે અને ઉચિત સ્થાને તેનું યોજન કરી શકે નહીં તો વિપરીત બોધ કરીને આત્મહિત સાધી શકે નહીં. વળી, ગીતાર્થ ગુરુ વિદ્યમાન હોવા છતાં તેમની પાસે તેનો અર્થ ગ્રહણ ન કરવામાં આવે તો ગુરુઅદત્ત દોષ લાગે. તેથી ગ્રંથકારશ્રી કહે છે કે, જે ગીતાર્થ ગુરુ છે અને જિનવચનને શાસ્ત્રવચન, યુક્તિ અને અનુભવ અનુસાર યથાર્થ બતાવવા સમર્થ છે એવા ગુરુ પાસે પ્રસ્તુત ગ્રંથનો અર્થ લેવો જોઈએ તથા યથાર્થ અર્થનો
જ્યાં સુધી નિર્ણય ન થાય ત્યાં સુધી સમર્થ ગુરુની પાસે પૃચ્છા કરીને પણ અનુભવ અનુસાર તે અર્થને જાણવો જોઈએ, જેથી શાસ્ત્રવચન અને સ્વઅનુભવથી પણ તે પદાર્થ તેમ જ છે તેવો સ્થિર નિર્ણય થાય.
આ રીતે જેઓએ પ્રસ્તુત ગ્રંથ પ્રાપ્ત કર્યો છે તેઓએ પણ જીવની યોગ્યતાનો નિર્ણય કરીને તેમને જ આ ગ્રંથ આપવું જોઈએ, પરંતુ જે કોઈ અર્થ છે તે સર્વને આપવો જોઈએ નહીં.
કોને આપવો જોઈએ નહીં ? તેથી કહે છે –
જેઓની મતિ કાણી છે અને જેઓ લઘુ છે તે બે પ્રકારના જીવોને આ ગ્રંથ આપવો જોઈએ નહીં. જેમ કાણાવાળું ભાજન પાણીમાં રાખીએ ત્યાં સુધી ભરાયેલું દેખાય, ત્યારપછી તે ખાલી થઈ જાય છે; તેમ જ જીવો પ્રસ્તુત ગ્રંથ સાંભળે ત્યારે તે પ્રસ્તુત ગ્રંથના ભાવોથી ભરાયેલા જણાય પરંતુ તે ભાવોની ગંભીરતાને જાણીને આત્મકલ્યાણ માટે ઉપયોગી થાય તે રીતે આત્મામાં સ્થિર કરવા માટે યત્ન કરે નહીં તેવા કાણાભાજન જેવા જીવોને પ્રસ્તુત ગ્રંથ આપવો નહીં. વળી, જેઓની તુચ્છ મતિ છે તેઓને પ્રસ્તુત ગ્રંથમાં ભિન્ન ભિન્ન નયોની દૃષ્ટિ બતાવી છે તે આપવામાં આવે તો તે દૃષ્ટિઓને યથાતથ જોડીને અર્થની હાનિ કરે છે. તેથી જેઓની મતિ ગંભીર છે, માટે ગુરુ વડે પ્રાપ્ત તે તે નયદષ્ટિઓને તે તે ઉચિત રીતે અવધારણ
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૪૨
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૬ | ગાથા-૨-૩ કરે છે, તેથી કોઈ નયના અર્થની હાનિ થતી નથી, તેવા યોગ્ય જીવોને પ્રસ્તુત ગ્રંથ આપવો જોઈએ. આ પ્રકારની રીતિ શ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ “યોગદૃષ્ટિસમુચ્ચય” નામના ગ્રંથમાં વખાણી છે. માટે તે પ્રમાણે જ યોગ્ય જીવને પ્રસ્તુત ગ્રંથ આપજો. એ પ્રમાણે ગ્રંથકારશ્રી કહે છે. II૧૬/શા અવતરણિકા -
પ્રસ્તુત ગ્રંથ કઈ રીતે ગ્રહણ કરવો જોઈએ? અને કોને આપવો જોઈએ ? તે બતાવ્યા પછી પ્રસ્તુત ગ્રંથ સામાન્ય ગ્રંથ નથી પરંતુ સર્વ કલ્યાણની પરંપરાનું કારણ પણ છે, તેથી યોગ્યજીવને તેની ગંભીરતાનું ગ્રહણ થાય તે બતાવતાં કહે છે –
ગાથા :
સામાન્ય મ જાણો, એ તો જિન બ્રહ્માણી, ભલી પરિ સાંભલો તસ્વયણની ખાણી; એ શુભમતિ માતા, દુર્મતિવેલી-કૃપાણી,
એ શિવસુખસુરતરુફલરસસ્વાદનિસાણી. ૧૬/ ગાથાર્થ :
એ તો=આ ગ્રંથ તો, સામાન્ય જાણશો નહીં, કેમ કે જિન બ્રહ્માણી=ભગવાન વડે કહેવાયેલી બ્રાહ્મી લિપિ સ્વરૂપ ભગવાનની વાણી છે. ભલી પરિ સાંભલોવ્યથાર્થ તાત્પર્યનું ગ્રહણ થાય એ પ્રમાણે સાંભળો, તત્ત્વરત્નની ખાણ છે=આત્મામાં ઘણા ગુણોની નિષ્પત્તિ થાય તે રત્નોની ખાણ છે. એ=પ્રસ્તુત ગ્રંથનાં વચનો એ, શુભમતિની માતા=આત્મામાં સુંદર મતિ પ્રગટ કરે એવી માતા છે. દુર્મતિની વેલી માટે કૃપાણી છે અનાદિ કાળથી સ્થિર થયેલી સંસારની વૃદ્ધિના હેતુરૂપ એવી જે દુર્મતિરૂપ વેલી છે તેના છેદન કરવા માટે કુહાડી છે.
એ=પ્રસ્તુત ગ્રંથની વાણી, શિવના સુખ, એ રૂપ જે સુરતરુ કલ્પવૃક્ષ, તેના ફળના રસનો આસ્વાદ કરવાની નિશાની છે. ll૧૬/3II બો :
અને એનવાર્થ વ્યાખ્યાનને “સામાન્ય” એમ મ-જાણ. એ તો જિનપ્રણિત બ્રહ્માણી, યત –મજાવતા શ્રી ષમવેન ત્રાસ્યા સિવારે પવિરા, સા બ્રહ્મા' રૂત્યુચ્યતે |
ભલી પરિ સાંભલો-ધારો, તરૂપ જે રત્ન, તેહની એ ખાણી છઈ-ઉત્પતિ સ્થાનક છઈ. એ શુભમતિ-ભલી મતિ, તેહની માતા છઈ-રૂડી મતિની પ્રસવનહારી. દુરમતિ-મિથ્યાત્વાદિ, તદ્રુપ જે વેલી, તેહને છેદવાને કૃપાણીતુલ્ય છઈ.
Page #270
--------------------------------------------------------------------------
________________
૨૪૩
દ્રવ્યગણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૬ | ગાથા૩
એ શિવસુખ તે-મોક્ષસુખ, તદ્રુપ જે સુરત-કલ્પવૃક્ષ, તેહના જે-ફળ, તેહનો જે-સ્વાદ, તેહની-નિશાની છઈ, યાદગીરી છઈ મોક્ષસુખની. ૧૬/૩ બાર્થ :
અને એ નથાર્થના વ્યાખ્યાનનેદ્રવ્યગુણપર્યાયનું અત્યાર સુધી વર્ણન કર્યું જેમાં અનેક નયદષ્ટિઓ વણાયેલી છે તેના વ્યાખ્યાનને, સામાન્ય છે=આ ગ્રંથ સામાન્ય છે. એમ ન જાણો એમ જાણશો નહીં. એ તો આ ગ્રંથ તો, જિનપ્રણીત બ્રહ્માણી છે.
કેમ જિનપ્રણીત બ્રહ્માણી છે ? તેથી કહે છે –
જે કારણથી ભગવાનશ્રી ઋષભદેવે બ્રાહ્મીપુત્રીને જમણા હાથથી ઉપદેશ કરાયેલી તે છે-બ્રાહ્મી લિપિ છે. તે ‘બ્રહ્માણી' એ પ્રમાણે કહેવાય છે.
ભલી પરિ સાંભળોઃગ્રંથનું તાત્પર્ય ગ્રહણ થાય એ પ્રકારના ઉપયોગપૂર્વક ધારો, તો તત્વરૂપ જે રત્ન=આત્મામાં મોક્ષને અનુકૂળ ગુણસંપતિસ્વરૂપ જે રત્ન, તેની એ ખાણ છે= પ્રસ્તુત ગ્રંથ ઉત્પત્તિનું
સ્થાન છે. એ=પ્રસ્તુત વાણી, શુભમતિ=ભલી જે મતિ=મોહના ઉમૂલનનું કારણ બને એવી જે મતિ, તેની માતા છે; કેમ કે રૂડી મતિને પ્રસવનારી જન્મ આપનારી, આ વાણી છે.
વળી, દુરમતિ મિથ્યાત્વાદિરૂપ જે દુર્મતિ, તદ્રુપ જે વેલી, તેને છેદવા માટે કૃપાણીતુલ્ય કુહાડી જેવી છે.
એ=પ્રસ્તુત વાણી, શિવસુખ=તે મોક્ષસુખ, તદ્રુપ જે સુરતરુ કલ્પવૃક્ષ, તેનાં જે ફળ, તેનો જે સ્વાદ=કલ્પવૃક્ષના ફળનો જે સ્વાદ, તેની નિશાની છે મોક્ષસુખની યાદગીરી છે. ૧૬/મા. ભાવાર્થ :
ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગ્રંથ સ્વમતિથી ર નથી પરંતુ સર્વજ્ઞના વચનાનુસાર પદાર્થને જોનારી જે નયદૃષ્ટિ છે, તે નયદૃષ્ટિનો બોધ થાય તે રીતે પ્રસ્તુત ગ્રંથ રચ્યો છે. માટે સામાન્ય વક્તા કોઈ સુંદર કથન કરે તેના જેવો આ સામાન્ય ગ્રંથ છે તેમ જાણશો નહીં, પરંતુ સર્વ મોહનું ઉમૂલન કરીને જ્ઞાનાવરણીય કર્મનો નાશ કર્યો, તેથી તેઓને જગતનું યથાર્થ સ્વરૂપ સાક્ષાત્ કેવળજ્ઞાનમાં દેખાય છે અને કેવળજ્ઞાનમાં દેખાતા પદાર્થો યોગ્ય જીવોને કઈ રીતે હિતપ્રાપ્તિનું કારણ બને ? તેના પરમાર્થને બતાવે તેવી નયદૃષ્ટિથી શાસ્ત્રનું કથન કર્યું છે. તે શાસ્ત્ર અનુસાર પ્રસ્તુત ગ્રંથ છે માટે આ ગ્રંથને અન્યના ગ્રંથોની જેમ સામાન્ય ગ્રંથ જાણશો નહીં.
વળી, આ જિનપ્રણીત બ્રહ્માણી છે; કેમ કે ભગવાનશ્રી ઋષભદેવે બ્રાહ્મી અને સુંદરીરૂપ પોતાની બે પુત્રીઓમાંથી બ્રાહ્મીને દક્ષિણ હાથથી બ્રાહ્મી લિપિ શીખવાડેલ અને તે બ્રાહ્મી લિપિ બતાવીને તે બ્રાહ્મી લિપિ દ્વારા જ ભગવાને સર્વજ્ઞ થયા પછી જે મોક્ષમાર્ગ બતાવ્યો છે. આ મોક્ષમાર્ગને બતાવનાર પ્રસ્તુત ગ્રંથ છે; કેમ કે “ઉપન્નઈ વા વિગમેઈ વા ધુએઈ વા' એ ત્રણ પદો દ્વારા પોતાનો આત્મા ધ્રુવ છે, જે તે તે
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૪૪
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨] ઢાળ-૧૬ | ગાથા-૩ પર્યાયોરૂપે ઉત્પન્ન થાય છે અને પૂર્વ પૂર્વના પર્યાયોરૂપે નાશ પામે છે તેમ બતાવીને આત્મહિત માટે કયા પર્યાયને પ્રગટ કરવા અર્થે ઉદ્યમ કરવો જોઈએ ? અને કયા પર્યાયનો નાશ કરવા અર્થે યત્ન કરવો જોઈએ ? જેથી ઉપદ્રવવાળી અવસ્થાથી મુક્ત થઈને નિરુપદ્રવવાળી અવસ્થાની પ્રાપ્તિ થાય એ લક્ષ્યને સામે રાખીને જ ત્રિપદીમાંથી દ્વાદશાંગી ઉત્પન્ન થઈ છે. દ્વાદશાંગીના સારભૂત કરેમિ ભંતે' સૂત્ર છે; કેમ કે કરેમિ ભંતે સૂત્રના બળથી જ અનંતા જીવો પોતાના આત્માના શુદ્ધ દ્રવ્ય, શુદ્ધગુણો અને શુદ્ધ પર્યાયને પ્રાપ્ત કરીને મોક્ષસુખને પામ્યા. તેનો જ યથાર્થ બોધ કરવા માટે દ્રવ્ય-ગુણ-પર્યાયનું અનેક નયષ્ટિઓથી પ્રસ્તુત ગ્રંથમાં કથન કરેલ છે; તેથી પ્રસ્તુત ગ્રંથ એ જિનપ્રણીત બ્રહ્માણી છે.
આ ગ્રંથને ભલીપરિ સાંભળો તે તત્ત્વરત્નની ખાણ છે.” એમ ગ્રંથકારશ્રીએ કહ્યું તેથી એ પ્રાપ્ત થાય કે જે મહાત્મા સંસારને રૌદ્રરૂપે જાણે છે, સંસારની અવસ્થામાંથી મુક્ત થવાના અર્થી છે તેઓ તેના ઉપાયરૂપે આત્માના શુદ્ધગુણો અને શુદ્ધ પર્યાયોને પ્રગટ કરવાની આવશ્યકતા સમજે છે. તેને પ્રગટ કરવાના ઉપાયરૂપ સર્વ નયદૃષ્ટિઓ છે. પ્રસ્તુત ગ્રંથમાં બતાવેલી સર્વ નયદૃષ્ટિઓ કઈ રીતે આત્માની મધ્યસ્થ પરિણતિને અતિશય અતિશયતર કરીને ક્ષપકશ્રેણીનું કારણ છે ? તેવા પ્રકારનો બોધ થાય તે રીતે પ્રસ્તુત ગ્રંથને સાંભળવામાં આવે તો યોગમાર્ગને અનુકૂળ એવી જીવની પરિણતિરૂપ રત્ન, તસ્વરૂપ સમ્યજ્ઞાન, સમ્યગુદર્શન અને સમ્મચારિત્ર છે, તેની ખાણ=ઉત્પત્તિનું સ્થાન, પ્રસ્તુત ગ્રંથ છે. માટે દૃઢ અવધાનપૂર્વક સંસારના ઉચ્છેદનું કારણ બને તે પ્રકારના ભાવોની નિષ્પત્તિને અનુકૂળ ઉચિત દિશાનો બોધ થાય તે પ્રકારે પ્રસ્તુત ગ્રંથને જાણવા યત્ન કરવો જોઈએ. જેથી આત્મામાં ગુણરૂપી રત્નો પ્રગટ થાય. આ રત્નોના બળથી પોતાનો આત્મા ઉત્તર ઉત્તરના ભવોમાં સદ્ગતિઓની પરંપરા દ્વારા અંતે પૂર્ણ સુખમય એવી આત્માની મુક્ત અવસ્થાને પ્રાપ્ત કરે.
વળી, પ્રસ્તુત ગ્રંથ શુભમતિની માતા છે; કેમ કે જે મહાત્માને રૌદ્ર સંસારથી ઉદ્વેગ થયો છે તે મહાત્મામાં કંઈક શુભમતિ થઈ છે, તોપણ રૌદ્ર સંસારના ઉચ્છેદના કારણભૂત શુભમતિવિશેષ તેમને થઈ નથી, છતાં જો તે મહાત્મા દઢ અવધાનપૂર્વક પ્રસ્તુત ગ્રંથના પરમાર્થને જાણે તો રૌદ્ર એવા સંસારનો ઉચ્છેદ કરવા સમર્થ બને એવી શુભમતિ તે મહાત્માને પ્રગટે છે. તેથી યોગ્ય જીવમાં મોહનાશને અનુકૂળ એવી રમ્ય મતિ પ્રગટ કરનાર માતાતુલ્ય પ્રસ્તુત ગ્રંથ છે. જેમ માતા બાળકને પ્રસવન કરે છે તેમ પ્રસ્તુત ગ્રંથ તેવા મહાત્મામાં ઉત્તમ મતિને જન્મ આપે છે.
વળી, અનાદિ કાળથી આત્મામાં દુર્મતિ વર્તે છે તેથી શરીર સાથે અભેદ કરીને આત્માના પરમ શત્રુભૂત એવા શરીરને જ સંસારી જીવો પરમ મિત્ર ગણે છે અને તેના લાલનપાલન અર્થે સર્વ પાપો કરીને પોતાનું જ અહિત કરે છે. આત્મા સાથે શરીરનો અભેદ છે તેવી સ્થિર બુદ્ધિરૂપ મિથ્યાત્વ આદિની પરિણતિરૂપ જે દુર્મતિ છે તે જીવે અતિ સુઅભ્યસ્ત કરી છે, તેથી ઉપદેશાદિને સાંભળીને સંસારના ઉચ્છેદના અર્થી પણ જીવોને કોઈક એવાં નિમિત્ત પામીને દુર્મતિ ઉલ્લસિત થાય છે. આથી જ ચૌદ પૂર્વધરો પણ પ્રમાદને વશ થાય તો દુર્મતિના બળથી નિગોદમાં જાય છે. આવી દુર્મતિરૂપ વેલી, જે આત્મામાં સ્થિર થઈ છે, તે વેલીને છેદવા માટે કુહાડીતુલ્ય પ્રસ્તુત ગ્રંથની વાણી છે. માટે જે મહાત્મા પ્રસ્તુત ગ્રંથના રહસ્યને
Page #272
--------------------------------------------------------------------------
________________
૨૪૫
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૬ | ગાથા-૩-૪ સ્પષ્ટ અવધારણ કરીને અને પુનઃ પુનઃ ભાવન કરીને તે ભાવોને આત્મામાં સ્થિર કરશે તેઓની દુર્મતિરૂપ વેલડી તે રીતે છેદાશે કે જેથી જ્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ભવપ્રપંચમાં તે દુમતિરૂપ વેલડી ક્યારેય પ્રરોહને પામી શકે નહીં.
વળી, પ્રસ્તુત ગ્રંથની વાણી એ મોક્ષસુખ માટે કારણભૂત એવું જે કલ્પવૃક્ષનું ફળ છે તે ફળના રસના આસ્વાદની યાદગીરી આપે તેવી રમ્ય છે. આશય એ છે કે મોક્ષમાં મોહના ઉપદ્રવ વગરની, શરીરના ઉપદ્રવ વગરની અને બાહ્ય નિમિત્તના ઉપદ્રવ વગરની ચેતના છે તેથી સંપૂર્ણ ઉપદ્રવ વગરની પૂર્ણ સુખમય અવસ્થા છે, તે અવસ્થાને અનુકૂળ એવો મોહનો કંઈક અભાવ સંસારીઅવસ્થામાં પણ યોગીઓ જિનવાણીના ભાવનથી પ્રાપ્ત કરે છે. તેથી પ્રસ્તુત ગ્રંથરૂપ જિનવાણીનું જે મહાત્મા યથાર્થ ભાવન કરશે તે મહાત્માના આત્મામાં કષાયોનો કોલાહલ કંઈક અંશે શાંત થવાથી નિરાકુળ એવી ચેતનાનું કંઈક આસ્વાદન થશે, જેનાથી તે મહાત્માને મોક્ષસુખની યાદગીરી રહેશે અર્થાત્ આ વાણીથી મારા ચિત્તમાં જે શાંતરસ ઉત્પન્ન થયો છે અને જે સુખનું વદન થાય છે તેની પરાકાષ્ઠારૂપ જ મોક્ષસુખનું સ્વરૂપ છે એ પ્રકારે તે મહાત્માને સ્વઅનુભવથી જણાશે. II૧૬/૩ અવતરણિકા -
પ્રસ્તુત ગ્રંથના માહાભ્યને જ વિશેષરૂપે સ્પષ્ટ કરતાં કહે છે –
ગાથા :
એહનઈ સુપસાયઈં ઉભા જોડી પાણિ, સેવઈ નર-કિન્નર-વિધાધર-પવિપાણિ; એ અમિયર્દષ્ટિથી જેહની મતિ સિંચાણી,
તેમાંહિ ઉલ્લાસઈ સુરુચિ વેલી કરમાણી. ૧/૪ ગાથાર્થ : -
એહના સુપ્રસાદથી=ભગવાનની વાણીના સુપ્રસાદથી, નરચક્રવર્તી આદિ, કિન્નર-વ્યંતરાદિ, વિધાધરાદિક અને પવિપાણિ=ઈન્દ્ર પ્રમુખ, ઊભા રહીને હાથ જોડીને, સેવે છે=ભગવાનની વાણીની સેવા કરે છે. એ અમીયદષ્ટિથી=એ અમૃતદષ્ટિથી, જેહની=જે પુરુષની, મતિ સિંચાણી, તે માંહિ તેના હૃદયકમળમાં, કરમાયેલી સુરુચિવેલી ઉલ્લાસ પામે છે. ll૧૬/૪ll ટબો -
એહને સુપસાયઈએહના-વાણીના પ્રસાદથી ઊભા પાણિ જડી-હાથ જોડી સેવા કરે છે, સેવામાં ભક્તિવંત-નર તે-ચક્રવર્યાદિક, કિન્નર-તે-બંતરાદિ, વિદ્યાધરાદિક અને પવિપાણિ-ઈન્દ્રપ્રમુખ, કેઈ દેવતાની કોઠાન કોડી. એ અમૃતદષ્ટિથી જે-ભવ્ય પ્રાણી
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૪૬
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૬ | ગાથાબુદ્ધિવંતની મતિ સિયાણી, તે મતિ નવપલ્લવપણાને પામી, તેમાંહે-તેહના હૃદયકમળમાંહે ઉલ્લાસ પામી, ભલી રુચિરૂપ જે-વેલી આર્ગે-મિથ્યાત્વાદિ સંસર્ગ કરમાણી હુંતી, પણિ-શુદ્ધ નૈવાયિકી વાણી સાંભળીને ઉલ્લાસ પામીઈ કઈં. ૧૩/૪ ટબાર્થ -
એહના સુપ્રસાદથીeતે વાણીના પ્રસાદથી=પ્રસ્તુત ગ્રંથમાં દ્રવ્યાનુયોગના કથનરૂપ જે વાણી બતાવી તેના સુપ્રસાદથી, ઊભા રહીને, પાણિ જોડીને=હાથ જોડીને, સેવા કરે છે. કોણ સેવા કરે છે ? તે બતાવે છે –
સેવામાં ભક્તિવંત એવા નર-તે ચક્રવર્તી આદિ, કિન્નર-તે વ્યંતરાદિ, વિદ્યાધરાદિક અને પવિપાણિક ઇજ પ્રમુખ, કેટલાક દેવતાની કોડીની કોડી=ોડો ક્રોડો દેવતા. (એ સર્વે ભગવાનની વાણીની સેવા કરે છે એમ અત્રય છે.)
એ અમૃતદષ્ટિથી જે ભવ્ય પ્રાણીની=બુદ્ધિવંતની, મતિ સિંચાણી તે મતિ નવપલ્લવપણાને પામી, તે માંહે તે જીવના હદયકમળમાં, ઉલ્લાસ પામી=ઉલ્લાસ પામે છે.
શું ઉલ્લાસ પામે છે ? તેથી કહે છે –
ભલી રુચિરૂપ જે વેલી પૂર્વે મિથ્યાત્વાદિના સંસર્ગથી કરમાયેલી હતી તે વેલી ઉલ્લાસ પામે છે (એમ અવય છે.)
કઈ રીતે ઉલ્લાસ પામે છે ? તેથી કહે છે –
શુદ્ધ વૈયાયિકી વાણી સાંભળીને શુદ્ધ આત્માના પરમાર્થને બતાવનાર વ્યાયયુક્ત દષ્ટિવાળી ભગવાનની વાણી સાંભળીને, ઉલ્લાસ પામે છે. II૧૬/૪ ભાવાર્થ
ગ્રંથકારશ્રીએ પ્રથમ ઢાળમાં કહેલ કે દ્રવ્ય, ગુણ અને પર્યાયના ભેદના ચિતવનથી ક્ષપકશ્રેણીનો પ્રથમ પાયો પ્રાપ્ત થાય છે અને અભેદના ચિંતવનથી ક્ષપકશ્રેણીનો બીજો પાયો પ્રાપ્ત થાય છે. તેથી ક્ષપકશ્રેણીની પ્રાપ્તિ માટે આત્માના શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયનો યથાર્થ બોધ આવશ્યક છે અને તેના વર્ણન અર્થે જ દ્રવ્યગુણ-પર્યાય- સ્વરૂપ પ્રસ્તુત ગ્રંથ કંઈક વિસ્તારથી જિનવચનાનુસાર ગ્રંથકારશ્રીએ અત્યાર સુધી બતાવેલ છે. આ વાણી વિવેકી જનના ચિત્તને પ્રસાદ કરનારી છે. ભગવાનની તેવી વાણી પ્રત્યે જેઓનું ચિત્ત પ્રસન્ન થયું છે તેવા ભક્તિવંત ચક્રવર્તી આદિ મનુષ્ય, કિન્નર=વંતરાદિક દેવો, વિદ્યાધરાદિક અને ઇન્દ્ર વગેરે ક્રોડો દેવતાઓ હાથ જોડીને તેની સેવા કરે છે, કેમ કે મહાબુદ્ધિના નિધાન એવા દેવતાઓ અને ઇન્દ્રો પણ સ્વર્ગના સુખો ભોગવતા હોવા છતાં વારંવાર ધર્મવ્યવસાયસભામાં જઈને અત્યંત ભક્તિથી પુસ્તકરત્નોને વાંચે છે. તે પુસ્તકરત્નોના આવા ઉત્તમ દ્રવ્યાનુયોગના પદાર્થો છે, તે વાંચીને તેઓ હર્ષવંત થાય છે, એટલે
Page #274
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૬| ગાથા-૪-૫
૨૪૭ ઊભા થઈને હાથ જોડીને તે વાણી પ્રત્યે પોતાની ભક્તિને અભિવ્યક્ત કરે છે. વળી, પ્રસંગે પ્રસંગે તીર્થકરો આદિ મહાપુરુષોની વાણી પણ સાંભળે છે. તે વાણીરૂપ જ પ્રસ્તુત ગ્રંથ છે, તેથી પ્રસ્તુત ગ્રંથની વાણી ઇન્દ્રાદિક સર્વ મતિમાન જીવોથી પૂજાય છે.
વળી, અમૃતસમાન આ વાણીથી જે ભવ્ય જીવોની મતિ સિંચાય છે, તે જીવોમાં તત્ત્વની સુંદર રુચિરૂ૫ જે વેલી મિથ્યાત્વાદિને કારણે અર્થાત્ મિથ્યાત્વને કારણે કે પ્રમાદને કારણે, કરમાઈ ગયેલી હતી તે ફરી ઉલ્લસિત થાય છે.
આશય એ છે કે યોગ્ય જીવો સંસારના વાસ્તવિક સ્વરૂપને જોનારા બને છે ત્યારે તત્ત્વને જોનારી મતિ તેઓમાં પ્રગટે છે, છતાં એવા યોગ્ય જીવો પણ જ્યારે જ્યારે પ્રમાદવાળા હોય છે ત્યારે પ્રમાદના અભ્યાસને કારણે આત્મામાં તત્ત્વરુચિ વિદ્યમાન હોવા છતાં તત્ત્વરુચિરૂપ વેલી કાંઈક કરમાય છે. તેથી તે તત્ત્વરુચિને કારણે પરલોકની અને આત્માની ચિંતા કંઈક વિદ્યમાન હોવા છતાં સંસારનાં નિમિત્તોમાં ચિત્ત વારંવાર ક્લેશ પામે છે. આવા જીવો સૂક્ષ્મ બુદ્ધિપૂર્વક પ્રસ્તુત ગ્રંથનું અધ્યયન કરે ત્યારે દ્રવ્ય-ગુણ-પર્યાયનું પારમાર્થિક સ્વરૂપ તે મહાત્માના ચિત્તમાં યથાર્થ ભાસે છે, જેનાથી સંવેગ અત્યંત પ્રબળ બને છે, તેથી પ્રમાદભાવ નષ્ટ થાય છે અને જિનવચનથી સંચિત થયેલી તેમની મતિ થવાથી કરમાયેલી એવી ભલી રુચિરૂપ વેલી શુદ્ધ યુક્તિયુક્ત નયની વાણી સાંભળીને ઉલ્લાસને પામે છે અર્થાત્ આત્માના શુદ્ધ પારમાર્થિક સ્વરૂપને બતાવનાર ન્યાયયુક્ત તાત્પર્યને સ્પર્શનારી ભગવાનની વાણી સાંભળીને તે મહાત્માનું જીવવીર્ય આત્મહિત સાધવા માટે ઉલ્લસિત બને છે. I/૧૧ અવતરણિકા :
વળી, પ્રસ્તુત ગ્રંથમાં ગ્રંથકારશ્રીએ સર્વજ્ઞનાં વચનોને સંક્ષેપથી કહેલાં છે તોપણ વચનાનુષ્ઠાનની પ્રાપ્તિ દ્વારા પ્રસ્તુત ગ્રંથ પરમાત્માની સાથે સમાપતિનું પ્રબળ કારણ છે તે બતાવવા અર્થે કહે છે – ગાથા :
બહુ ભાવ એહના જાણઈ કેવલનાણી, સંખેવઈ એ તો ગુરુમુખથી કહાણી; એહથી સંભારી જિનગુણ શ્રેણિ સુહાણી,
વચનાનુષ્ઠાન સમાપત્તિ પરમાણી. ૧૭/પા ગાથાર્થ -
એહના દ્રવ્યગુણપર્યાયના, ઘણા ભાવો કેવળજ્ઞાની જાણે છે. એ તો ગુરુમુખથી મેં સાંભળેલી, સંક્ષેપથી એ કહેવાણી=મારા વડે કહેવાઈ છે. એકથી દ્રવ્યાનુયોગના ભાવનથી, જિનગણને સંભારીને શ્રેણિ સુહાણી ગુણસ્થાનકની વૃદ્ધિરૂપ શ્રેણીની પ્રાપ્તિ થાય છે. વચનાનુષ્ઠાને=
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૪૮
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૬ | ગાથા-પ ભગવાનના વચનાનુસાર દ્રવ્યગુણપર્યાયના ભાવનરૂપ વચનાનુષ્ઠાનથી, પરમાર્થને પ્રાપ્ત કરનારી સમાપતિ પ્રાપ્ત થાય છે. II૧૬/પII ટબો -
એહના બહુ-ભાવ છઈ, તે-કેવળજ્ઞાની, તેહિ જ એહના ભાવ સંપૂર્ણ જાણઈ; પણિ, સામાન્ય છદ્મસ્થ જીવ એહના ભાવ સંપૂર્ણ ન જાણઈ. તે માટઈ, સંક્ષેપથી એ મેં ગુરુમુખથી સાંભળી હતી, તેહવી-કહવાણી કહતાં-વચન વર્ગણાઈ આવી, તિમ કહઈ છઈ.
એહિ જ-દ્રવ્યાનુયોગ વિચારે-ક્રિયામાર્ગમાંહે પણિ-આદિ પ્રવર્તક ભગવંત ધ્યાને ભગવંત સમાપતિ હુઈ, તર્ણ કરી-ક્રિયા સાફલ્ય હઈ. ૩ -
अस्मिन् हदयस्थे सति हृदयस्थस्तत्त्वतो मुनीन्द्रः । इति हृदयस्थिते च तस्मिन् नियमात्सर्वार्थसिद्धिः ।।१।। चिन्तामणिः परोऽसौ तेनेयं भवति समरसापत्तिः । સૈવેદ યોનિમાતા નિર્વાત્તા વિષે:] પ્રો પારા (ષોડશવ-૨, નોવા-૨૪-૨૫) समापत्तिलक्षणं चेदम् - मणेरिवाभिजातस्य क्षीणवृत्तेरसंशयम् । तात्स्थ्यात्तदञ्जनत्त्वाच्च समापत्तिः प्रकीर्तिता ।।१।। (द्वात्रिंशद्वात्रिंशिका-२०, श्लोक-१०)
વચનાનુષ્ઠાનઈં સમાપતિપણી પ્રમાણ ચઢી. ૧૬/પા. ટબાર્થ:
એહના દ્રવ્યાનુયોગના, બહુ ભાવ છે, તે કેવળજ્ઞાની, તે જ એહના સંપૂર્ણ ભાવ જાણે=સર્વ દ્રવ્યોના ગુણ-પર્યાયોરૂપ સર્વ ભાવોને જાણે; પરંતુ સામાન્ય છદ્મસ્થ જીવ મેહતા ભાવદ્રવ્યગુણપર્યાયના ભાવો, જાણે નહીં તે માટે=છઘસ્થ સંપૂર્ણ ભાવો જાણે નહીં તે માટે, સંક્ષેપથી એ મેં ગુરુમુખથી સાંભળી હતી=ભગવાનના શાસનની પરંપરામાં આવેલા ઉત્તમ પુરુષોના મુખથી દ્રવ્ય-ગુણ-પર્યાયની એ વાણી ગ્રંથકારશ્રીએ સાંભળી હતી, તેવી કહવાણી કહેતાં વચનવર્ગણામાં આવે તેમ કહી છે અર્થાત્ ગુરુ દ્વારા સાંભળી ત્યારે બોધરૂપે આવેલી તેને જ હવે વચનરૂપે નિરૂપણ થાય તેમ ગ્રંથકારશ્રીએ કહી છે –
આ જ દ્રવ્યાનુયોગનો વિચાર કરાયે છતે, ક્રિયામાર્ગમાં પણ આદિ પ્રવર્તક એવા ભગવાનના ધ્યાનમાં ભગવાનની સમાપતિ થાય છે તેથી, ક્રિયાનું સાફલ્ય થાય છે. ૩ ઘ=અને કહેવાયું છે –
Page #276
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૬ | ગાથા-૫
૨૪૯ ગમિન્ હૃદયસ્થ સતિ આ હદયમાં હોતે છતે=ભગવાનનું વચન હદયમાં હોતે છતે, તત્ત્વત:=તત્વથી, મુનીન્દ્ર =મુનીન્દ્ર=ભગવાન, હૃદયસ્થ: કૃતિ હદયસ્થ છે એ પ્રમાણે, હવસ્થિત તમિ—અને તે હદયમાં હોતે છતે=ભગવાન હદયમાં હોતે છતે, નિયમત્સિર્વાર્થસિદ્ધ =નિયમથી સર્વ અર્થોની સિદ્ધિ છે. ર/૧૪
ભગવાન હૃદયમાં હોતે છતે બધા અર્થોની સિદ્ધિ કેમ છે ? તેથી કહે છે –
(જે કારણથી) ચિન્તામળિ: પરી=પ્રકૃષ્ટ ચિંતામણિ, સૌ=આ=ભગવાન છે. તેન=તેની સાથે=ભગવાનની સાથે, રૂલ્ય સમરસાત્તિ: ભવતિ આ સમરસ આપત્તિ થાય છે=ભગવાનના સ્મરણપૂર્વક કરાયેલી ક્રિયાઓથી ભગવાનની સાથે સમરસની આપત્તિ થાય છે. સૈવ=તે જ=સમરસની આપત્તિ જ, ફુ=અહીં=શાસ્ત્રમાં, યોનિમાતા યોગીની માતા, નિર્વાણપત્તા=નિર્વાણરૂપી ફળને દેનારી, વિષે:] પ્રોf=બુધો વડે) કહેવાઈ છે. ર/૧પા (ષોડશક-૨, શ્લોક-૧૪-૧૫).
સમારિનક્ષ અને સમાપતિનું લક્ષણ આ છે –
લીવૃત્તઃ મનાતસ્ય પરિવ=ક્ષીણવૃત્તિવાળા અભિજાત એવા મણિની જેમ=જેનો મળશય થયેલો એવા જાત્યવાન મણિની જેમ, સંશયઅસંશય, તાસ્થાશ્મનસ્વાગૅતાશ્યપણું હોવાથી અને તદ્અંજનપણું હોવાથી, સાત્તિ. પ્રીતિ=સમાપત્તિ કહેવાઈ છે. III (દ્વાáિશદ્ઠાવિંશિકા-૨૦, શ્લોક-૧૦)
વચનાનુષ્ઠાને સમાપતિપણાથી પ્રમાણ ચઢી=પ્રમાણ પ્રાપ્ત થાય છે. ૧૬/ ભાવાર્થ :
ગ્રંથકારશ્રીએ અત્યાર સુધી દ્રવ્ય-ગુણ-પર્યાયનું જે વર્ણન કર્યું તે દ્રવ્ય-ગુણ-પર્યાયના વર્ણનમાં જગતવર્તી છએ દ્રવ્યોમાં વર્તતા ગુણોનું અને પર્યાયોનું સંક્ષેપથી વર્ણન કર્યું છે, કેમ કે તે છએ દ્રવ્યોમાં વર્તતા ગુણોના અને પર્યાયોના ઘણા ભાવો છે તે પરિપૂર્ણ કેવળી જ જાણી શકે છે, પરંતુ સામાન્ય છદ્મસ્થ જીવો તે છએ દ્રવ્યોના ભાવો સંપૂર્ણ જાણી શકતા નથી, તેથી ગ્રંથકારશ્રીએ સંક્ષેપથી પ્રસ્તુત ગ્રંથમાં તે ભાવો કહ્યા છે.
ગ્રંથકારશ્રીએ કઈ રીતે તે ભાવો પ્રસ્તુત ગ્રંથમાં કહ્યા છે ? તે બતાવે છે –
શ્રી વીર ભગવાનની પરંપરામાં શ્રીસુધર્માસ્વામી આદિ જે ગુરુભગવંતો થયેલા છે તેઓના મુખથી તે વચનો ગ્રંથકારશ્રીએ સાંભળ્યાં છે અર્થાત્ તેઓના મુખથી જે વચનો પૂર્વાચાર્યોએ સાંભળ્યાં છે તે પ્રસ્તુત ગ્રંથમાં નિબદ્ધ કર્યા છે અને ગુરૂમુખેથી તેનું અધ્યયન કરીને તેના અર્થનો બોધ પ્રાપ્ત કર્યો છે. વળી, ગુરુમુખથી ગ્રંથકારશ્રીને જેવી વાણી પ્રાપ્ત થઈ છે તેવી વાણી વચનવર્ગણારૂપે ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગ્રંથમાં કહી છે. તેથી પ્રસ્તુત ગ્રંથના વચનમાં પોતાનું કહેલું કાંઈ જ નથી પરંતુ ગુરુમુખની પરંપરાથી પ્રાપ્ત થયેલા સુવિશુદ્ધ પદાર્થોનું જ કથન છે. આ સર્વ કથન છ દ્રવ્યવિષયક હોવાથી દ્રવ્યાનુયોગનું કથન છે.
વળી, જે મહાત્માઓ દ્રવ્યાનુયોગનો વિચાર કરે છે તેઓને આત્માના શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયનો યથાર્થ બોધ થાય છે તેના કારણે તેવા શુદ્ધ આત્માના પ્રગટીકરણ અર્થે ક્રિયાયોગમાં તેઓ પ્રવૃત્તિ કરે છે. વળી, તે દ્રવ્યાનુયોગ અને ક્રિયામાર્ગના આદિપ્રવર્તક તીર્થકરો છે તેથી તેઓના વચનાનુસાર ક્રિયા કરવાથી ભગવાનના વચનની પ્રાપ્તિ થાય છે. જેઓ ક્રિયાયોગને સેવીને પરમાત્મા સાથે સમાપત્તિ પ્રાપ્તિ કરે છે
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૫૦
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૬ | ગાથા-૫ તેઓની જ ક્રિયા સફળ છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે, દ્રવ્યાનુયોગના ચિંતવન માટે શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયનો બોધ આવશ્યક છે. વળી પરમાત્મતુલ્ય પોતાના આત્માને સંપન્ન કરવા અર્થે ભગવાને ક્રિયાયોગ બતાવેલ છે. જે મહાત્મા તે રીતે ક્રિયામાં યત્ન કરે છે તે જિનવચનાનુસાર ભગવાનની સાથે સમાપત્તિ પ્રાપ્તિ કરે છે અને જેઓ આવી ક્રિયા સેવીને ભગવાનની સાથે સમાપત્તિ પ્રાપ્તિ કરે છે તેઓની ક્રિયા સફળ થાય છે.
ક્રિયાના સેવનથી ભગવાનની સાથે કઈ રીતે સમાપત્તિ થાય છે ? તે બતાવવા અર્થે ષોડશકની બે ગાથા બતાવે છે –
જે મહાત્માઓ દ્રવ્યાનુયોગનો વિચાર કરનારા છે તેઓને આત્માના અશુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાય અરમ્યરૂપે ભાસે છે અને શુદ્ધ દ્રવ્ય, શુદ્ધગુણ અને શુદ્ધ પર્યાય એ આત્માની રમ્ય અવસ્થા છે તેમ દેખાય છે. તેની પ્રાપ્તિ અર્થે જ ભગવાને ચાર અનુયોગો કહ્યા છે, જેમાં શ્રેષ્ઠ એવો દ્રવ્યાનુયોગનો વિચાર છે, જેના બળથી આત્માનું પોતાનું શુદ્ધ સ્વરૂપ કેવું રમ્ય છે ? અને સંસારીઅવસ્થાવાળું અશુદ્ધ સ્વરૂપ કેવું વિડંબનાવાળું છે ? તેનો બોધ થાય છે તથા અશુદ્ધ એવા આત્માને શુદ્ધ કરવાનો ઉપાય ભગવાનનું વચન છે તેવો સ્થિર નિર્ણય થાય છે. તેથી પોતાની શક્તિ અનુસાર જે કોઈ ક્રિયા, અનુષ્ઠાન તે મહાત્મા સેવવા તત્પર થાય છે ત્યારે ભગવાને બતાવેલી આ ક્રિયા કઈ રીતે સેવીને જીવ ભગવાનતુલ્ય થાય છે? તેનું સ્મરણ કરે છે. તેથી તે વખતે તે મહાત્માના હદયમાં વીતરાગ થવાને અનુકૂળ ભગવાનનું વચન ઉપસ્થિત થાય છે. તે વિધિરૂપે ભગવાનનું વચન હદયમાં હોતે છતે ભગવાન તે મહાત્માના હદયમાં ઉપસ્થિત થાય છે; કેમ કે આ વિધિથી આ અનુષ્ઠાન સેવીને ભગવાનતુલ્ય થવાય છે તે પ્રકારે ભગવાને હ્યું છે તે પ્રકારનો બોધ હોવાથી વીતરાગ થવાને અનુકૂળ વ્યાપારરૂપ તે ક્રિયા હોવાથી લક્ષ્યરૂપે હૈયામાં વીતરાગ હોય છે.
જેમ વ્યાપાર કરનાર વેપારીના હૈયામાં લક્ષ્યરૂપે ધનપ્રાપ્તિ હોય છે તેમ તે મહાત્માના હૈયામાં ભગવાન સ્મૃતિરૂપે ઉપસ્થિત થાય છે. સદનુષ્ઠાનસેવનકાળમાં મુનીન્દ્ર એવા વીતરાગ જેના હૈયામાં હોય તેને નિયમથી આલોકના અને પરલોકના હિતને કરનારા એવા ધર્મ-અર્થ-કામરૂપ પુરુષાર્થની સિદ્ધિ છે; કેમ કે વીતરાગના ગુણોથી રંજિત થયેલું ચિત્ત તે તે ક્રિયાઓ દ્વારા વીતરાગ તરફ જનારું હોવાથી પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે, જેનાથી આલોકમાં અને પરલોકમાં સુંદર ભોગાદિ મળે છે તથા ભોગકાળમાં પણ વીતરાગના ગુણોથી વાસિત ચિત્ત હોવાને કારણે વીતરાગની પ્રાપ્તિનું કારણ બને તેવી ઉત્તમ સમાધિને જ તે મહાત્મા પ્રાપ્ત કરે છે. ષોડશકની પૂર્વની ગાથાના અંતે કહ્યું કે હૈયામાં મુનીન્દ્ર હોય તો બધા પ્રયોજનની સિદ્ધિ થાય છે.
હૈયામાં મુનીન્દ્ર હોય તો બધા પ્રયોજનની સિદ્ધિ કેમ થાય છે ? તેથી કહે છે –
ભગવાન પ્રકૃષ્ટ ચિંતામણિ છે તેથી જેમ સંસારમાં ચિંતામણિ રત્ન પ્રાપ્ત થાય તો સંસારનાં બધાં પ્રયોજનો સિદ્ધ થાય છે તેમ ભગવાન તે ચિંતામણિ કરતાં પણ પ્રકૃષ્ટ ચિંતામણિ છે તેથી વર્તમાનના ભવોના કે ઉત્તરના ભવોના - સર્વ ભવોના પ્રયોજનો સિદ્ધ કરે તેવા ચિંતામણિ ભગવાન છે.
Page #278
--------------------------------------------------------------------------
________________
૨૫૧
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૬ | ગાથા-૫-૧
વળી, આ રીતે ભગવાનને હૃદયમાં ઉપસ્થિત કરીને જેઓ સદનુષ્ઠાન સેવે છે તેઓને તે ક્રિયાથી પરમાત્માની સાથે ઉપયોગરૂપે એકતાની પ્રાપ્તિરૂપ સમરસની પ્રાપ્તિ થાય છે; કેમ કે ક્રિયાકાળમાં લક્ષ્યરૂપે • વીતરાગનું પ્રતિસંધાન છે અને બદ્ધલક્ષ્ય થઈને તે મહાત્મા ક્રિયા કરે છે. લક્ષ્યભૂત એવા પરમાત્માની સાથે
સમરસની પ્રાપ્તિ છે. આ સમરસની પ્રાપ્તિ અહીં=સંસારમાં, યોગીની માતા છે; કેમ કે તે ઉપયોગ દ્વારા જ તે મહાત્મા નિર્મળ-નિર્મળતર જ્ઞાન, દર્શન, ચારિત્રની પરિણતિવાળા બને છે. તેથી જેમ માતા પુત્રને જન્મ આપે છે તેમ પરમાત્માની સાથે સમરસની આપત્તિ વિશેષ પ્રકારના યોગી પુરુષને જન્મ આપે છે.
વળી, આ સમરસની આપત્તિ વિશિષ્ટ પ્રકારના યોગીને નિષ્પન્ન કરીને નિર્વાણ ફળને પ્રાપ્ત કરાવનારી કહી છે. પરમાત્માની સાથે થયેલ સમરસની આપત્તિ ઉત્તરોત્તર સુખની વૃદ્ધિ દ્વારા નિર્વાણ ફળને પ્રાપ્ત કરાવનારી છે તેથી સર્વ પ્રયોજનને સાધનારી છે.
અહીં પ્રશ્ન થાય કે, સદનુષ્ઠાન કરનારા મહાત્માને પરમાત્મા સાથે સમાપત્તિ થઈ છે કે નહીં ? તે કેવી રીતે નક્કી થાય ? તેથી ગ્રંથકારશ્રી સમાપત્તિનું લક્ષણ બતાવે છે –
જેમ ક્ષીણમલવાળું જાતિવાન મણિ હોય તે મણિની સન્મુખ જે વસ્તુ મૂકવામાં આવે તે વસ્તુના વર્ણવાળો તે મણિ થાય છે તેમ જે મહાત્માનાં ઘણાં કર્મો ક્ષીણ થયેલાં છે તેથી દ્રવ્ય-ગુણ-પર્યાયનું ભાવન કરવાથી તેનું ચિત્ત ઘણા પ્રકારની મોહધારાની ક્ષીણતાવાળું થયેલું છે, તેવા મહાત્મા જ્યારે પરમાત્મા થવાના અભિલાષથી પરમાત્માએ બતાવેલી ક્રિયાઓ સેવે છે ત્યારે તે ક્રિયા દ્વારા લક્ષ્યરૂપે જે પરમાત્મા છે તે, મહાત્માના ચિત્તમાં તદ્રસ્થ બને છે તે વખતે તે યોગીનું ચિત્ત પરમાત્માના ભાવોથી રંજિત થાય છે. જેમ કંઈક ક્ષીણ થયેલા જાતિવાન તે મણિની સન્મુખ રહેલી વસ્તુ મણિમાં રહેલી છે એમ ભાસે છે તથા તે મણિ તે વસ્તુથી રંજિત બને છે તેમ તે મહાત્માના ચિત્ત સન્મુખ લક્ષ્યરૂપે પરમાત્મા રહેલા છે, અને તે મહાત્માનું ચિત્ત પરમાત્માના વીતરાગતા આદિ ભાવોથી રંજિત છે, તેને પરમાત્મા સાથેની સમાપત્તિ કહેવાય છે.
જેઓ અનુષ્ઠાન દ્વારા સંશયરહિત એવી સમાપત્તિ પ્રાપ્ત કરે છે તે મહાત્માઓ અલ્પ કાળના અનુષ્ઠાનના સેવનથી પણ સર્વ પ્રયોજનોની સિદ્ધિ કરી શકે છે; કેમ કે વચનાનુષ્ઠાન સમાપત્તિથી જ પ્રમાણ બને છે. કોઈ મહાત્મા નમસ્કાર મહામંત્રાદિના જાપના પરમાર્થને જાણીને જ્યારે જિનવચનાનુસાર નમસ્કાર મંત્રનાં પદો હૈયાને સ્પર્શે તેવા પ્રણિધાનપૂર્વક જાપ કરે તો તે જાપ જિનવચનાનુસાર બને. જો તે જાપ જિનવચનાનુસાર બને તો તેને વચનાનુષ્ઠાન કહેવાય તથા જાપકાળમાં વચનાનુષ્ઠાન સમાપત્તિથી જ પ્રમાણ બને છે અર્થાત્ સફળ બને છે. ll૧૬/પII અવતરણિકા -
પ્રસ્તુત ગ્રંથમાં અત્યાર સુધી દ્રવ્ય-ગુણ-પર્યાયનું વર્ણન કર્યું. તે વર્ણન સાંભળીને જે મહાત્મા તેના પરમાર્થનો યથાર્થ બોધ કરીને તે પદાર્થોથી આત્માને અત્યંત ભાવિત કરે છે તેઓને દ્રવ્ય-ગુણપર્યાયના સૂક્ષ્મ બોધપૂર્વક તેના પારમાર્થિક ભાવોથી આત્મા વાસિત બને તેવી તત્વની રુચિ પ્રગટે છે, જેના બળથી તે મહાત્મા અલ્પકાળમાં મોક્ષને પામશે. તે બતાવવા અર્થે કહે છે –
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૫૨
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૬ | ગાથા
ગાથા :
એહથી સવિ જાઈ પાપશ્રેણિ ઉજાણી, ગુણશ્રેણિ ચઢતાં લહઈ મુગતિ પટરાણી; ઘનઘાતિ કર્મનઈ પીલઈ જિમ તિલ ઘાણી, -
નિરમલ ગુણ એહથી પામિઆ બહુ ભવિ પ્રાણી. ૧૬/કા ગાથાર્થ -
એહથી દ્રવ્યગુણપર્યાયના રાસના વર્ણનથી ભાવિત થયેલા ચિતથી, સવિ પાપશ્રેણી ઉજાણી જાઈ=બધી પાપશ્રેણી નાસી જાય. ગુણશ્રેણી ચઢતાં મુક્તિરૂપ પટ્ટરાણી પ્રાપ્ત કરીએ. ઘનઘાતિકર્મને પલીએ, જેમ ઘાણીમાં તલ પીલાય. ઘણા ભવિ પ્રાણી=ભવ્ય જીવો, એહથી=પ્રસ્તુત એવા ગ્રંથથી, નિર્મલ ગુણ પામે છે. ll૧૬/૬ll ટબો:
એહથી સર્વ જે-પાપની શ્રેણિ, તે ઉજાણી-નાઠી જાઈ. ગુણઐણિ ચઢતાં લહઈપામઈ, મુગતિ રૂપ પટરાણી-પૌં.
ઘનઘાતી સકલ કર્મને પીલે, જિમ ઘાણી તલ પીલાઈ, તિમ કર્મક્ષય થાઈ.
અનેક ક્ષાત્પાદિક નિર્મળ ગુણ પામઈ, ભવિ પ્રાણી-નિર્મળ વીતરાગ વચનનો આસ્થાવંત જે જીવ. f/૧૬/કા ટબાર્થ :
એહથી પ્રસ્તુત ગ્રંથના ભાવનથી, સર્વ જે પાપની શ્રેણી દ્રવ્યગુણપર્યાયના ભાવ કરતાં વિપરીત એવી આત્મામાં ઉત્પન્ન થયેલી પાપની પરિણતિ, તે ઉજાણી=નાસી જાય. ગુણશ્રેણી ચઢતા=પાપશ્રેણી તાસવાને કારણે ગુણશ્રેણી ચઢતાં, મુક્તિરૂપી પટ્ટરાણી પ્રત્યે પામીએ=મુક્તિની પ્રાપ્તિની ભૂમિકાને પ્રાપ્ત કરીએ. ઘનઘાતી સકલ કર્મને પીલે=પ્રસ્તુત ગ્રંથના ભાવતથી જીવમાં વર્તતાં સકલ ઘનઘાતિકર્મોને પીલીએ, જેમ ઘાણીમાં તલ પીલાય છે તેમ કર્મક્ષય થાય. ભવિ પ્રાણી=નિર્મળ એવા વીતરાગતા વચનનો આસ્થાવંત જે જીવ, તે અનેક ક્ષાત્યાદિક નિર્મળ ગુણને પામે=પ્રસ્તુત ગ્રંથના ભાવનથી નિર્મળ ગુણને પ્રાપ્ત કરે. I/૧૬/ ભાવાર્થ
જે મહાત્માઓ ભવથી વિરક્ત થયા છે અને ભવના ઉચ્છેદના અત્યંત અર્થી છે તથા જેમને ભવના ઉચ્છેદનું પ્રબળ કારણ શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયનું ભાવન છે તેવો બોધ છે; કેમ કે દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદના ચિંતવનથી ક્ષપકશ્રેણીનો પ્રથમ પાયો પ્રાપ્ત થાય છે. તેથી ક્ષપકશ્રેણીના અત્યંત અર્થી જીવો તેના ઉપાયભૂત
Page #280
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૬ | ગાથા-૬-૭
ચરણકરણાનુયોગ આદિ ચાર અનુયોગના પરમાર્થને જાણીને તે ચારે અનુયોગમાં અગ્રેસર એવા દ્રવ્યાનુયોગનો બોધ ક૨વા અર્થે પ્રસ્તુત ગ્રંથના સૂક્ષ્મ તાત્પર્યને જાણવા યત્ન કરે છે અને જાણીને સતત જે રીતે સર્વજ્ઞએ છએ દ્રવ્યોના ગુણતથાપર્યાયને બતાવ્યા છે તે સ્વરૂપે સદા ભાવન કરે છે તેનાથી તે મહાત્મામાં વર્તતી પાપશ્રેણી નાસી જાય છે; કેમ કે સંસારી જીવોએ જગતના વાસ્તવિક સ્વરૂપને જોવાને બદલે મોહથી જ જગતનું સ્વરૂપ અત્યાર સુધી જોયું છે અને તે રીતે જ તેનું ભાવન કરીને સ્થિર કર્યું છે. તેથી તે મોહથી કરાયેલા ભાવનથી વિરુદ્ધ છ દ્રવ્યો વિષયક યથાર્થ વિચારણા કરવાથી અને તે છ દ્રવ્યોનું યથાર્થ સ્વરૂપ જાણીને તે ભાવોથી આત્માને ભાવિત કરવાથી તે મોહધારાના સંસ્કારો દૂર થાય છે તથા મોહને વશ જે કર્મો બાંધેલાં હતાં તે પણ તેના વિરુદ્ધ ભાવોથી નાશ પામે છે. તેથી તે મહાત્મા પ્રસ્તુત ગ્રંથના ભાવનથી પ્રતિદિન ગુણશ્રેણીમાં ચડે છે અર્થાત્ જેમ જેમ મોહશક્તિ ક્ષીણ થાય છે તેમ તેમ આત્માની ગુણશક્તિની વૃદ્ધિ થાય છે તેથી ગુણશ્રેણીમાં ચડે છે અને તેના પ્રકર્ષને પામીને તે મહાત્મા મુક્તિરૂપી પટ્ટરાણીને પ્રાપ્ત ક૨શે અર્થાત્ શાશ્વત સુખને પ્રાપ્ત કરશે.
તે મહાત્મા ગુણશ્રેણીમાં ચડવાને કારણે મોક્ષસુખને કઈ રીતે પ્રાપ્ત ક૨શે ? તેથી કહે છે
-
૨૫૩
જેમ કોઈ ઘાણીમાં તલ પીલે તેમ તે મહાત્મા પ્રસ્તુત ગ્રંથના ભાવનથી ઘનઘાતિકર્મોને પીલે છે અર્થાત્ અનાદિ કાળથી આત્મામાં ઘન થયેલા એવા જ્ઞાનાવરણીયાદિ ચાર ઘાતિકર્મોને પીલે છે. તેથી વર્તમાનના ભવમાં સંઘયણના બળના અભાવે ક્ષપકશ્રેણી પામી શકે નહીં તોપણ ક્ષીણપ્રાયઃ ઘાતિકર્મોને કરીને તે મહાત્મા અલ્પ ભવમાં મોક્ષ પ્રાપ્ત કરશે.
તે મહાત્મા પ્રસ્તુત ગ્રંથના ભાવનના બળથી અલ્પ ભવમાં કઈ રીતે મોક્ષ પ્રાપ્ત કરશે ? તેથી કહે
છે
ઘણા ભવ્ય પ્રાણીઓ વીતરાગના વચન પ્રત્યેની આસ્થાવાળા છે. તેઓ વીતરાગના વચનાનુસાર પ્રસ્તુત ગ્રંથના રહસ્યને પામીને નિર્મળ ગુણને પામે છે અર્થાત્ ક્ષમા, માર્દવ આદિ મોહની અનાકુળતાની પરિણતિવાળા ઉત્તમ ગુણોને પ્રાપ્ત કરે છે, જેથી ઘનઘાતિકર્મો નાશ પામે છે. માટે સુખપૂર્વક અલ્પ ભવોમાં મોક્ષને પ્રાપ્ત કરશે. I॥૧૬/કા
ખલ જન જો એમાં દ્વેષ ધરઈં અભિમાણી, તોપણિ સજ્જનથી એહની ખ્યાતિ મચાણી;
અવતરણિકા :
પ્રસ્તુત ગ્રંથ મોક્ષનું સાક્ષાત્ કારણ બને તેવો છે તોપણ ખલજનો તેમાં દ્વેષ ધરનારા છે, છતાં સજ્જન પુરુષો પ્રસ્તુત ગ્રંથની ખ્યાતિને કરનારા થશે, માટે તેવા ઉત્તમ પુરુષોથી જ આ ગ્રંથ ઘણા જીવોના કલ્યાણનું કારણ બનશે. તે બતાવવા અર્થે કહે છે -
-
ગાથા:
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૫૪
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૬ | ગાથા-૭ ગુણમણિયણાયર જગિ ઉત્તમ ગુણઠાણી,
ના દિઈ ગુણિ સજ્જનનઈ સંઘ અનંત કલ્યાણી. I૧૬/ગા ગાથાર્થ -
જો ખલજન અભિમાની થઈને એમાં દ્વેષ ધરે=પ્રસ્તુત ગ્રંથના યથાર્થ પદાર્થોને પણ વિપરીત છે તેમ બતાવીને તેની હીનતા કરે, તોપણ સજ્જનથી એની=પ્રસ્તુત ગ્રંથની, ખ્યાતિ મચાણીeખ્યાતિ વિસ્તારને પામે છે. ભગવાનની વાણી ગુણમણિ રત્નાકર છે અને જગતમાં ઉત્તમ ગુણનું સ્થાન છે, ગુણીને સત્સંગતિક પ્રાણીને, યશને દેનારી છે, તે વાણી સજ્જનને અને અનંત કલ્યાણી સંઘને યશ દિઈ=અપાવે છે. ૧૬/૭ના ટબો :
ખલજન-તે-નીચ જન, એહમાં દ્વેષ ધરસ્પે. યતઃ રવર્તનક્ષમ્ – नौश्च खलजिह्वा च, प्रतिकूलविसर्पिणी । जनः प्रतारणायेव, दारुणा केन निर्मिता ? ।।१।। इति खललक्षणम् ।
જે અભિમાની છÉ, પોતાનું બોલ્યું મિથ્યાત્વાદિક મૂકતા નથી. તોપણિ સજ્જનની સંગતિથી એહ વાણીને ખ્યાતિ-તે પ્રસિદ્ધતાપણું, મચાણી-વિસ્તારપણાને પામે છે.
ગુણમણિ=ગુણરૂપ જે મણિ, તેહનો રત્નાકર તે-સમઢ, જગમાંહે તે ઉત્તમ ગુણ થાનક છે. ગુણિ જણ-જે સત્સંગતિક પ્રાણી, તેહને યશને દેણહારી, એહવી જે વાણી, તે સજ્જનના અને અનંત કલ્યાણી સંઘ મહારી થશા સુસૌભાગ્યની આપણહારી એહવી ભગવદ્ વાણી છઈ. ૧૬/૭માં ટબાર્થ -
ખલ જન તે નીચ જન, એમાં=પ્રસ્તુત ગ્રંથના પદાર્થોમાં, દ્વેષ ધરસ્ય. યતઃ રત્નક્ષજે કારણથી ખલનું લક્ષણ છે –
પ્રતિવર્ષની નેશ્વ=પ્રતિકૂળ ચાલનારી વાવ અને, વનસ્થા =બલની જીભ, નન: પ્રતારાવલોકને ઠગવા માટે જ, તારુ ન નિર્મિતા =કોના વડે દારુણ=દારુણ એવી ખલની જીભ, નિર્માણ કરાઈ છે? III
રૂતિ થાનક્ષાએ પ્રમાણે ખલનું લક્ષણ છે.
જે અભિમાની છે=કોઈનાં કરાયેલાં શાસ્ત્રોને પણ અન્યથા કરીને પોતાનાં મનસ્વી રીતે કરવાના અભિમાનવાળા છે, તેથી પોતાનું બોલ્યું મિથ્યાત્વાદિક મૂકતા નથી=પોતે વિપરીત કર્યું હોય
Page #282
--------------------------------------------------------------------------
________________
૨પપ
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૬ | ગાથા-૭ અને પ્રસ્તુત ગ્રંથ સાથે તેનો વિરોધ આવે ત્યારે પોતાનું સ્થાપન કરવાનો યત્ન કરે છે પરંતુ પોતાની મિથ્થામતિને છોડીને જિતવચનનું ગ્રહણ કરતા નથી, તોપણ =જિનવચનાનુસાર હોવા છતાં પ્રસ્તુત ગ્રંથ ખલના વચનથી ખ્યાતિ પામતો નથી તોપણ, સજ્જનની સંગતિથી એ વાણીને ખ્યાતિeતે પ્રસિદ્ધપણું, મચાણી=પ્રસ્તુત ગ્રંથની વાણી વિસ્તારપણાને પામે છે.
તેનાથી શું ફળ આવે છે ? તે બતાવે છે –
ગુણમણિ=ગુણરૂપ જે મણિ, તેનો રત્નાકર તે સમુદ્ર, જગમાંહે તે ઉત્તમ ગુણનું સ્થાનક છે, એમ પ્રસ્તુત ગ્રંથ સર્વજ્ઞતા વચનાનુસાર હોવાથી સમુદ્રતુલ્ય ઉત્તમ ગુણનું સ્થાનક છે. તેથી ગુણી જન, જે સત્સંગતિક પ્રાણી છે, તેને યશને દેનારી એવી જે વાણી છે=પ્રસ્તુત ગ્રંથની જે વાણી છે, તે સજ્જનને અને અનંત કલ્યાણી સંઘને મારી યશ-મોટો યશ, સુસૌભાગ્યની આપણહારી એવી ભગવાનની વાણી છે=પ્રસ્તુત ગ્રંથની વાણી ભગવાનની વાણી છે. I૧૬/૭ના ભાવાર્થ -
ગ્રંથકારશ્રીએ દ્રવ્યગુણપર્યાયનો રાસ સર્વજ્ઞનાં વચનોનું અને સર્વજ્ઞના વચનાનુસાર ચાલનારા સુવિહિત આચાર્યોનાં વચનોનું અવલંબન લઈને બનાવેલ છે; છતાં જેઓનો સ્વભાવ છે કે કોઈના પણ ગ્રંથની રચના સુવિશુદ્ધ હોય છતાં સ્વમતિકલ્પનાથી દોષોની કલ્પના કરીને તેમાં દ્વેષ ધારણ કરે તેવા જીવો પ્રસ્તુત ગ્રંથમાં પણ દોષોની કલ્પના કરીને દ્વેષ ધારણ કરશે. આવા ખેલ જીવો કેવા હોય છે ? તેનું લક્ષણ બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે –
જેમ ઇષ્ટ સ્થાનથી પ્રતિકૂળની જેમ ચાલનારી નાવ જીવને વિપરીત સ્થાનમાં પહોંચાડે છે તે ખલની જિહ્વા પણ તત્ત્વના માર્ગથી પ્રતિકૂળ ચાલનારી હોય છે. આવી પ્રતિકૂળ દારુણ જિહ્વા લોકોને ઠગવા માટે કોના વડે નિર્માણ કરાઈ છે? અર્થાત્ તે જીવમાં વર્તતા વિપર્યાય આધારિત દુષ્ટ કર્મોથી જ તે જીવની તેવી જિહ્વા થયેલી છે. આવા જીવોને પોતાની તુચ્છ મતિમાં અભિમાન હોય છે તેથી પોતાનું બોલાયેલું મિથ્યાત્વ મૂકતા નથી, પરંતુ આત્મકલ્યાણના પ્રબળ કારણભૂત એવા પણ આ ગ્રંથની હલના કરીને તેઓ ઘણા લોકોને પ્રસ્તુત ગ્રંથથી વિપરીત બુદ્ધિવાળા કરે છે. સજ્જન પુરુષો વસ્તુના યથાર્થ સ્વરૂપને જોનારા હોય છે, તેથી તેઓ પ્રસ્તુત ગ્રંથ જિનવચનાનુસાર છે કે નહીં તેની સુવિશુદ્ધ પરીક્ષા કરીને જો તેઓને પ્રસ્તુત ગ્રંથ સ્યાદ્વાદને જ સ્પષ્ટ અનુસરનાર છે અને સર્વજ્ઞનાં વચનો અનુસાર જ ચાવાદને જોડનાર છે તેવો નિર્ણય થાય તો તેઓના સંગથી પ્રસ્તુત ગ્રંથની વાણી વિસ્તારને પામે છે; કેમ કે સજ્જન પુરુષો જિનાગમમાંથી તે પ્રકારના ભાવોને કાઢવા સક્ષમ છે. આ ભાવોને જ યથાર્થ રીતે કાઢીને ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગ્રંથમાં નિબદ્ધ કર્યા છે તેવો સજ્જનોને નિર્ણય થવાથી તેઓ યોગ્ય જીવોને અવશ્ય પ્રસ્તુત ગ્રંથનું માહાભ્ય બતાવશે, જેથી પ્રસ્તુત ગ્રંથ વિસ્તારપણાને પામશે.
વળી, ગુણરૂપ જે મણિ છે, તેનો રત્નાકર અર્થાત્ સમુદ્ર, જે જગતમાં ઉત્તમ ગુણોનું સ્થાનક છે, તે જિનાગમ છે આવું સજ્જન પુરુષો જાણનારા છે. તેથી સત્પરુષોના સંગને કરનારા એવા ગુણીજન માટે
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૫૬
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૬ | ગાથા-૭ | યોજનાનું સ્વરૂપ પ્રસ્તુત ગ્રંથની વાણી યશને દેનારી થાય છે.
વળી, જે સજ્જન પુરુષો છે અને અનંત કલ્યાણી સંઘ છે, તેમને પણ સૌભાગ્યને આપનારી એવી પ્રસ્તુત ગ્રંથમાં આપેલી ભગવાનની વાણી છે.
આશય એ છે કે, ગુણવાન જીવો ગુણના અર્થ હોય છે તેથી વીતરાગના વચનાનુસાર શુદ્ધ પ્રરૂપણા જોઈને તેનાથી તેઓ આત્માને ભાવિત કરે છે. સજ્જન પુરુષો પણ “સર્વજ્ઞનાં વચનોસ્વરૂપ આ ગ્રંથ છે” તેમ જાણીને તેનાથી આત્માને ભાવિત કરે છે. ભગવાનના વચનમાં સ્થિર રુચિવાળા સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ સંઘ હંમેશાં તત્ત્વને જાણવાના અર્થી હોય છે તેથી તેઓને ક્યારેય પણ અંત ન પામે તેવું અનંત કલ્યાણ પ્રાપ્ત થાય છે. આવા અનંત કલ્યાણી સંઘમાં સ્થાન યોગ્ય જીવોને પ્રસ્તુત ગ્રંથની વાણી પામેલા સર્વજ્ઞના વચનના પરમાર્થને બતાવીને સન્માર્ગને દેનારી બનશે. જેનાથી ભાવિત થઈને તે ત્રણ પ્રકારના જીવો=ગુણીજનો, સજ્જનો અને અનંત કલ્યાણી સંઘમાં વર્તતા જીવો, પ્રસ્તુત ગ્રંથથી ભાવિત થઈને સદ્ગતિની પરંપરાને પ્રપ્ત કરશે. તેથી પ્રસ્તુત ગ્રંથ તેઓને મહાયશ દેનારો બનશે. II૧૬ના
કિ પ્રસ્તુત ઢાળમાં આત્મકલ્યાણમાં પ્રયોજન અર્થે યોજનનું સ્વરૂપ -
eી
ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગ્રંથ ગુજરાતી ભાષામાં રચેલ છે, જે પ્રાકૃત વાણી છે. તેથી કોઈક વિચારકને શંકા થાય કે સુસંસ્કૃત ભાષા સંસ્કૃતિ છે તેને છોડીને ગ્રંથકારશ્રીએ પ્રાકૃત ભાષામાં ગ્રંથ કેમ લખ્યો? તેની સ્પષ્ટતા કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે કે જેનાથી લોકને ઉપકાર થાય તેવી ભાષા પ્રાકૃત છે, તેથી ગ્રંથકારશ્રીએ યોગ્ય જીવોને સંસ્કૃત ભાષાનું જ્ઞાન ન હોય તોપણ ઉપકાર થાય તેને માટે પ્રસ્તુત ગ્રંથ પ્રાકૃત ભાષામાં રચેલ છે. વળી, કલ્યાણ અર્થે શું ઉપયોગી છે ?” તેના પરમાર્થનો વિચાર કરીને જે જીવ કલ્યાણના અર્થી હોય એવા યોગ્ય જીવોને જ પ્રસ્તુત ગ્રંથ આપવો જોઈએ તેમ ગ્રંથકારશ્રીએ સૂચન કરેલ છે; કેમ કે જેઓની મતિ તત્ત્વને અભિમુખ છે એવા જ જીવો પ્રસ્તુત ગ્રંથથી તત્ત્વને જાણીને હિત સાધી શકશે. વળી, જેઓની મતિ માત્ર વિદ્વાન થવાને અભિમુખ છે, તેઓ સ્થૂળથી પ્રસ્તુત ગ્રંથનું કાંઈક યોજન કરી શકશે; તોપણ પોતાના હિતમાં તેનું યોજન કરીને ક્ષપકશ્રેણીને અનુકૂળ બળસંચય થાય તે રીતે દ્રવ્યગુણ-પર્યાયનો બોધ કરી શકશે નહીં. આ પ્રકારનું સૂચન કરીને પ્રસ્તુત ગ્રંથનું અધ્યયન કરનારા યોગ્ય જીવોને હિતશિક્ષારૂપે કહ્યું છે કે પ્રસ્તુત ગ્રંથને માત્ર અધ્યયન કરવા અર્થે અધ્યયન કરશો નહીં તથા ઉપદેશકને પણ સૂચિત કર્યું છે કે પ્રસ્તુત ગ્રંથનો યોગ્ય જીવોને શબ્દમાત્રથી બોધ કરાવશો નહીં, પરંતુ જે રીતે યોગ્ય શ્રોતા પણ શુદ્ધ આત્માના દ્રવ્ય-ગુણ-પર્યાયને પ્રાપ્ત કરવા ઉલ્લસિત થાય એ રીતે ઉપદેશક બોધ કરાવવો જોઈએ અને શ્રોતાએ પણ ઉપદેશના શ્રવણકાળમાં આ ગ્રંથ કઈ રીતે શુદ્ધ આત્માને પ્રગટ કરવાનું પરંપરાએ કારણ બનશે ? તેનું આલોચન કરીને પ્રસ્તુત ગ્રંથને ગ્રહણ કરવા યત્ન કરવો જોઈએ.
Page #284
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૭ | ગાથા-૧
ઢાળ ૧૦
અવતરણિકા :
હિવઈં, આગલી ઢાલેં પરંપરાગત માર્ગની પ્રરૂપણા દ્વારે કોણે એ જોડ્યો ? કેહા આચાર્યની વારે? તે કહઈ છઈ -
-
અવતરણિકાર્ય :
હવે આગળની ઢાળમાં પરંપરાગત માર્ગની પ્રરૂપણા દ્વારે કોણે એ=પ્રસ્તુત ગ્રંથ, જોડ્યો છે ? કેવા આચાર્યના સમયમાં જોડ્યો છે ? તે કહે છે
ગાથા
-
ટબો ઃ
૨૫૭
તપાચ્છ નન્દન સુરતરુ, પ્રકટિઓ દીવિનય સૂરિદો;
સકલ સૂરિમાં જે સોભાગી, જિમ તારામાં ચંદો રે. હમચડી. II૧૭/૧/
ગાથાર્થ ઃ
તપગચ્છરૂપી નંદનવનમાં સુરતરુ=કલ્પવૃક્ષરૂપ, હીરવિજયસૂરીશ્વરજી પ્રગટ થયા. સકલ આચાર્યોમાં જે સોભાગી હતા, જેમ તારામાં ચંદ્ર (દેદીપ્યમાન છે.) ૧૭/૧।।
* દરેક ગાથા પૂર્ણ થતા ‘હમચડી’ શબ્દનો પ્રયોગ આંકણીરૂપે છે જેનો કોઈ સ્પષ્ટ અર્થ અત્રે અભિપ્રેત
નથી.
તપાÐરૂપ જે નન્તનવન, તે માંહે સુરતરુ સરિખો પ્રગટ્યો છે, શ્રી ક્ષીરવિનયસૂરીશ્વર. તે કેહવા છે ? સકલ સૂરીશ્વરમાં જે સોભાગી છે-સૌભાગ્યવંત છે.
‘સુમરીઓ સન્નનળો’ કૃતિ વચનાત્ ।
જિમ તારાના ગણમાં ચંદ્રમા શોભે, તિમ સકલ સાધુસમુદાયમાંહે દેદીપ્યમાન છે. માત્?
સૂરિમન્ત્રારાધાન્ । ||૧૭/૧||
બાર્થ:
તપગચ્છરૂપ જે નંદનવન, તેમાં સુરતરુ=કલ્પવૃક્ષ, જેવો પ્રગટ્યો છે.
Page #285
--------------------------------------------------------------------------
________________
રપ૮
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨/ ઢાળ-૧૭ | ગાથા-૧-૨ કોણ પ્રગટ્યો છે ? તેથી બતાવે છે – શ્રી હીરવિજયસૂરીશ્વરજી પ્રગટ્યા છે. તે કેવા છે ? તેથી કહે છે –
સકલ સૂરીશ્વરમાં જે સોભાગી છે=સૌભાગ્યવંત છે; કેમ કે ‘સુમ Tો સળનફો સુભગ માણસ સર્વ જનને ઈષ્ટ છે'. રૂતિ વયના–એ પ્રકારનું વચન છે.
જેમ તારાના ગણમાં ચંદ્રમા શોભે છે તેમ સકલ સાધુસમુદાયમાં દેદીપ્યમાન છે=શ્રી હીરવિજયસૂરીશ્વરજી દેદીપ્યમાન છે.
આ=કેમ દેદીપ્યમાન છે? તેથી કહે છે – સૂરિમનાર સ્વા–સૂરિમત્રના આરાધક હોવાથી, દેદીપ્યમાન છે. II૧૭/૧૫ ગાથા :
તાસ પાર્ટિ વિનયસેનસૂરીસર, જ્ઞાન રયણનો દરિયો; સાદ સભામાં જે જસ પામિયો, વિજયવંત ગુણ ભરિયો રે.
હમચડી. II૧૭/શા ગાથાર્થ :
તેમની પાટે શ્રી વિજયસેનસૂરીશ્વરજી જ્ઞાનરત્નના દરિયા થયા, જે સાહી સભામાં=બાદશાહની સભામાં, જસ પામિયા=વાદને જીતીને જશને પામ્યા, અને વિજયવંત થયા. ગુણ ભરિયો અનેક ગુણોથી ભરેલા થયા. ll૧૭/શા બો -
તાસ પાર્ટ તેહનો પટ્ટ પ્રભાકર શ્રી વિજયર્સનસૂરીશ્વર, આચાર્યની છત્રીશ છત્રીશીઇં વિરાજમાન, અનેક જ્ઞાનરૂપ, જે રત્ન, તેહનો અગાધ સમુદ્ર છે.
સાહિ, તે પાતસ્યાહ, તેહની સભામાંહે વાદવિવાદ કરતાં જપવાદ રૂપ જે જસ, તે પ્રત્યું પામ્ય-વિજયવંત છે, અનેક ગુર્ણ કરી ભર્યો છે. II૧૭/શા રબાઈ -
તાસ પાટે કહેતાં તેમની પાટે તેમના પટ્ટપ્રભાકર શ્રી વિજયસેનસૂરીશ્વર થયા, જેઓ આચાર્યની છત્રીશ છત્રીશીઓમાં બિરાજમાન, અનેક જ્ઞાનરૂપ જે રત્નના અગાધ સમુદ્ર છે.
સાહિ, તે બાદશાહ, તેની સભામાં વાદવિવાદ કરતાં, જયવાદરૂપ જે જશ, તે પ્રત્યે પામ્યા= વિજયવંત છે=વાદમાં વિજયવંત શ્રી વિજયસેનસૂરીશ્વરજી છે, અને અનેક ગુણે કરીને ભર્યા છે. II૧૭/૨ા.
Page #286
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૭ | ગાથા-૩-૪
૨પ૦
ગાથા :
તાસ પાટિ વિનોવેવ સૂરીસર, મહિમાવંત નિરીહો;
તાસ પાટિ વિનયસિંહ સૂરીસર, સકલ સૂરિમાં લીહો રે. હમચડી. II૧૭/aI ગાથાર્થ :
તેમની પાટે=શ્રી વિજયસેનસૂરિની પાટે, શ્રી વિજયદેવસૂરિ થયા, જેઓ મહિમાવંત અને નિરીહો=નિઃસ્પૃહી હતા. તેમની પાટે શ્રી વિજ્યદેવસૂરિની પાટે, શ્રી વિજયસિંહસૂરીશ્વર થયા. જેઓ સકલ સૂરિમાં લીહો હતા=સકલ સૂરિસમુદાયમાં મહપ્રવીણ હતા. ૧૭/૩ ટબો :
તાસપાટ ક0 તેહને પાટે શ્રી વિનયવસૂરીશ્વર થયા, અર્નક વિદ્યાનો ભાજન, વળી મહિમાવંત છે, નિરીહ-તે નિ:સ્પૃહી ર્જ છે.
તેહને પાટે આચાર્ય શ્રી વિનયસિંદસૂરીશ્વર થયા, પટ્ટપ્રભાવક સમાન, સકલ સૂરીશ્વરના સમુદાયમાંહે લીહવાલી છઈ, અનેક સિદ્ધાંત, તર્ક, જ્યતિ, ન્યાય પ્રમુખ ગ્રંથે મહા પ્રવીણ છે. ll૧૭/૩ ટબાર્થ :
તાસ પાટ કહેતાં તેમની પાટે શ્રી વિજયસેનસૂરિની પાટે, શ્રી વિજયદેવસૂરીશ્વર થયા, જેઓ અનેક વિદ્યાના ભાજન હતા. વળી, મહિમાવંત છે, વળી, જેઓ નિરીe=નિઃસ્પૃહી છે. તેમની પાટેક શ્રી વિજયદેવસૂરિની પાટે શ્રી વિજયસિંહસૂરિ થયા,
કેવા થયા ? તેથી કહે છે – પટ્ટપ્રભાવક સમાન થયા. કેમ પટ્ટપ્રભાવક સમાન થયા ? તેથી કહે છે –
સકલ સૂરીશ્વરના સમુદાયમાંહે લીહવાલી છે=અનેક સિદ્ધાંત, તર્ક, જ્યોતિષ, વ્યાય પ્રમુખ ગ્રંથોમાં મહાપ્રવીણ છે. II૧૭/૩ ગાથા :
તે ગુરુના ઉત્તમ ઉધમથી, ગીતારથ ગુણ વાધ્યો; તસ હિત સીખતeઈ અનુસારઈ, જ્ઞાનયોગ એ સાધ્યો રે.
હમચડી. II૧૭/૪
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૬૦
વ્યગણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૭ | ગાથા-૪
ગાથાર્થ :
તે ગુરુના ઉત્તમ ઉધમથી પૂર્વમાં વર્ણન કર્યું તે ગુરુના ઉત્તમ ઉદ્યમથી, ગીતાર્થગુણ વધ્યો. તેમના હિતશિક્ષાતણા અનુસારથી જ્ઞાનયોગ એ સાધ્યો ગ્રંથકારશ્રીએ પ્રાપ્ત કર્યો. II૧૭/૪મા. ટબો:
તે-જે શ્રી ગુરુ, તેહનો ઉત્તમ ઉદ્યમ-જે ભલો ઉદ્યમ, તેણે કરીનેં ગીતાર્થ ગુણ વાળો –
गीयं जानन्ति, इति गीतार्थाः, गीतं शास्त्राभ्यासलक्षणम्
તેહની જે હિતશિક્ષા, સ્નેહને અનુસારે, તેહની આજ્ઞા માફકપણું, તિર્ણ કરી એ જ્ઞાનથગ દ્રવ્યાનુયોગ-એ શાસ્ત્રાભ્યાસ, સાળો-સંપૂર્ણરૂપે થર્યો. ૧૭/૪ બાર્થ:
તે, જે શ્રી ગુરુ પૂર્વમાં વર્ણન કર્યું તે જે શ્રી ગુરુ, તેમનો ઉત્તમ ઉદ્યમ=જે ભલો ઉદ્યમ, તેણે કરીને ગીતાર્થ ગુણ વાધ્યો=ગ્રંથકારશ્રીમાં ગીતાર્થગુણ પ્રાપ્ત થયો.
“ગીતાર્થ શબ્દનું લક્ષણ સ્પષ્ટ કરે છે –
જીવંનાનિ, તિ તા=ગીતને જાણે તે ગીતાર્થો છે. જીત્ત શાસ્ત્રાભ્યાસનક્ષi=શાસ્ત્રાભ્યાસરૂપ ગીતને જાણે છે).
તેમની જે હિતશિક્ષા તે ઉત્તમ ગુરુની હિતશિક્ષા, તેમને અનુસાર અર્થાત્ તેમની આજ્ઞામાફકપણું, તેણે કરી તેમની આજ્ઞાનું અનુસરણ કરીને, એ જ્ઞાનયોગને દ્રવ્યાનુયોગ, એ સ્વરૂપ આ શાસ્ત્રાભ્યાસ સાધ્યો–સંપૂર્ણરૂપે થયો-ગ્રંથકારશ્રી વડે સંપૂર્ણ કરાયો. ૧૭/૪ના ભાવાર્થ -
ગાથા-૩માં બતાવેલ શ્રી વિજયસિંહસૂરિ ગુરુ, તેમના અત્યંત યત્નથી ગ્રંથકારશ્રીનો ગીતાર્થગુણ વધ્યો; કેમ કે ભગવાનના વચનનો બોધ કરાવ્યા પછી ગ્રંથકારશ્રીને કાશીમાં ભણાવીને તેમને એ રીતે નિપુણ કર્યા કે જેથી ભગવાનના શાસનના સૂક્ષ્મ પદાર્થોનો ગ્રંથકારશ્રીને બોધ થયો. તેથી તેમનો ગીતાર્થ ગુણ વધ્યો.
વળી, તે ગુરુની હિતશિક્ષાને અનુસારે જ ગ્રંથકારશ્રીએ દ્રવ્યાનુયોગરૂપ આ શાસ્ત્રગ્રંથ લખ્યો છે; કેમ કે ગ્રંથકારશ્રીના સૂક્ષ્મબોધને જોઈને તે ગુરુએ તેમને પ્રેરણા કરી કે તમારો બોધ ગ્રંથરૂપે કરો કે જેથી તે બોધ સ્થિર થાય અને અનેક જીવોના ઉપકારનું કારણ બને. આ પ્રકારની પ્રેરણાથી પ્રસ્તુત ગ્રંથ ગ્રંથકારશ્રી દ્વારા પૂર્ણ લખાયો છે. II૧૭/૪
Page #288
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૭ | ગાથા-૫
૨૬૧
ગાથા :
જસ ઉધમ ઉત્તમ મારગનો, ભલઈ ભાવથી લહઈ; જસ મહિમા મહીમાંહે વિદિતો, તસ ગુણ કેમ ન ગહિઈ રે.
હમચડી. II૧૭/પા. ગાથાર્થ :
ઉત્તમ માર્ગનો જે ઉધમ તે ભલા ભાવથી પામીએ શુદ્ધ અધ્યવસાયથી પામીએ. જેનો મહિમા, મહીમાંહે વિદિત છે=જે આચાર્યનો મહિમા પૃથ્વીમાં વિદિત છે અર્થાત્ જે મહાત્માએ ગ્રંથકારશ્રીને આવો શ્રેષ્ઠ માર્ગ પ્રાપ્ત કરાવ્યો એ પ્રકારનો મહિમા જગતમાં વિદિત છે, તેમના ગુણ કેમ ન ગાઈએ ? અર્થાત્ અવશ્ય ગાવા જોઈએ. I૧૭/પ. ટબો : -
જસ ઉદ્યમ-તે ઉત્તમ માર્ગનો જે ઉદ્યમ, તે કિમ પામિયે? ભલે ભાવ-તે શુદ્ધાષ્યવસાય રૂપ, તે લહિયે કહેતાં પામિયે.
જસ મહિમા-જેહનો મહિમા, તે મહીમાંહે-પૃથ્વીમાંહે વિદિ છે-પ્રસિદ્ધ છે. તસગુણતે તેહવા આચાર્ય જે સુગુરુ, તેહના ગુણ કેમ ન કહિયે? એતલે-અવશ્ય કહવાઈ જ. ઈતિ પરમાર્થ. ૧૭/પા. ટબાર્ચ -
જેનો ઉદ્યમeતે ઉત્તમ માર્ગનો જે ઉધમ, તે કઈ રીતે પામીએ ? ભલા ભાવશુદ્ધ અધ્યવસાયરૂપ શ્રેષ્ઠ ભાવ, તે લહીએ=ઉત્તમ માર્ગનો ઉધમ પામીએ. જેનો મહિમા, તે=ઉત્તમ માર્ગને પ્રાપ્ત કરાવે તેવો તે, મહિમા મહીમાંe=પૃથ્વીમાં, વિદિત છે–પ્રસિદ્ધ છે. તેમના ગુણ તે તેવા આચાર્યરૂપ જે સુગુરુ તેમના ગુણ, કેમ ન કહીએ ? એટલે અવશ્ય કહેવા જ જોઈએ, એ પરમાર્થ છે. ૧૭/પા. ભાવાર્થ
ભગવાનના શાસનના પરમાર્થની પ્રાપ્તિરૂપ ઉત્તમ માર્ગ કઈ રીતે પ્રાપ્ત થઈ શકે ? એ પ્રકારની જિજ્ઞાસામાં ગ્રંથકારશ્રી કહે છે –
શુદ્ધ અધ્યવસાયરૂપ ભલો ભાવ, તેનાથી તે ઉત્તમ માર્ગ પ્રાપ્ત થાય. જગતમાં વિદ્વાન તરીકે ખ્યાતિ પામવાનો અધ્યવસાય કે શિષ્યગણ અને પર્ષદા પ્રાપ્ત કરવાનો અધ્યવસાય અશુદ્ધ અધ્યવસાય છે; પરંતુ તેનાથી વિપરીત એવા ભગવાનના વચનના પરમાર્થને જાણીને તેનાથી આત્માને વાસિત કરવાનો અને ભગવાનના વચનનો ક્યાંય વિપરીત બોધ ન થાય એ પ્રકારની અત્યંત સાવધાનીપૂર્વક શાસ્ત્ર ભણવાનો જે શુદ્ધ અધ્યવસાય, તેરૂપ શુદ્ધ અધ્યવસાયથી, ઉત્તમ એવા માર્ગનો ઉદ્યમ પ્રાપ્ત થાય છે=મોહના
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૬૨
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૭ | ગાથા-૫-૬-૭ નાશપૂર્વક રત્નત્રયીની પરિણતિરૂપ મોક્ષમાર્ગનો ઉદ્યમ પ્રાપ્ત થાય છે. આવો ઉદ્યમ પ્રાપ્ત કરાવવામાં પ્રબળ કારણભૂત એવા આચાર્યરૂપ જે સુગુરુ તેમનો મહિમા પૃથ્વીમાં પ્રસિદ્ધ છે; કેમ કે તેમની કૃપાથી જ ગ્રંથકારશ્રીને ઉત્તમ માર્ગની પ્રાપ્તિ થઈ છે. આવા સુગુરુરૂપ જે આચાર્ય છે તેમના ગુણ ગ્રંથકારશ્રી કેમ ન કહે ? અર્થાત્ ગ્રંથકારશ્રીએ તેમના ગુણગાન અવશ્ય કહેવા જોઈએ. ll૧૭/પા. અવતરણિકા -
પૂર્વમાં શ્રી હીરવિજયસૂરિથી માંડીને શ્રી વિજયસિંહસૂરિ સુધીની પાટપરંપરા બતાવીને તે શ્રી વિજયસિંહસૂરિથી પોતાને શો લાભ થયો છે ? તે ગ્રંથકારશ્રીએ અત્યાર સુધી બતાવ્યું. હવે શ્રી હીરવિજયસૂરિથી માંડીને પોતાના ગુરુ સુધીની પાટપરંપરા બતાવતાં કહે છે – ગાથા :
શ્રી વાળવિનય વડ વાવ, હીરવિનય ગુરુ સીસો; ઉદયો જસ ગુણ સંતતિ ગાવઈ, સુર કિન્નર નિસદીસો રે.
હમચડી. II૧૭/કા ગાથાર્થ :
શ્રી હીરવિજયગુરુના શિષ્ય શ્રી કલ્યાણવિજય વડ વાચક ઉદયો ઉત્પન્ન થયા છે, જેના ગુણની સંતતિ સુર કિન્નર=દેવતાઓ, નિસદીસોત્રદિવસ-રાત, ગાય છે. ૧૭/. ટબો:
શ્રી કન્યાવિન નામ વડ વાચક-મહોપાધ્યાય બિરુદ પામ્યા છે. શ્રી હીરવિનયસૂરીશ્વરના શિષ્ય જે છે, ઉદય-જે ઉપના છે. જસ ગુણ સંતતિ-તે શ્રેણિ, ગાઈ છે. સુર કિલર પ્રમુખ નિસદીસ-રાત્રિદિવસ, ગુણસૈણિ સદા કાર્લ ગાય છે. ll૧૭/કા ટબાર્થ -
શ્રી કલ્યાણવિજય નામના વડવાચક–વાચકોમાં મુખ્ય, મહોપાધ્યાય બિરુદ પામ્યા છે, જે શ્રી હીરવિજયસૂરીશ્વરજીના શિષ્ય છે, ઉદયો=જે ઉત્પન્ન થયા છે. જેમના ગુણસંતતિ=ગુણની શ્રેણી ગાઈ છે. સુર કિલર વિગેરે લિસદીસાત્રિ-દિવસ, ગુણશ્રેણિ સદાકાળ ગાય છે. I૧૬
ગાથા :
ગુરુ શ્રી નાવિનય વડ પંડિત, તાસ સીસ સૌભાગી; મૃત વ્યાકરણાદિક, બહુ ગ્રંથિ, નિત્યઈ જસ મતિ લાગી રે.
હમચડી. II૧૭/ળા
Page #290
--------------------------------------------------------------------------
________________
૨૬૩
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૭ | ગાથા-૭-૮ ગાથાર્થ :
ગુરુ શ્રેષ્ઠ એવા, શ્રી લાભવિજય, વડ પંડિત હતા=શ્રી કલ્યાણવિજયના શિષ્ય શ્રી લાભવિજય મુખ્ય પંડિત હતા, તેમના શિષ્ય સોભાગી છે, શ્રત, વ્યાકરણાદિક બહુ ગ્રંથમાં નિત્ય જેમની મતિ લાગી છે. ll૧૭/ળા ટબો :
તેહના શિષ્ય ગુરુ શ્રી નાવિનય વડ પંડિત છે-પંડિતપર્ષદામાં મુખ્ય છે. તાસ શિષ્ય-તેહના શિષ્ય મહા સોભાગી છે. શ્રુત-વ્યાકરણાદિક બહુ ગ્રંથમાંહિ નિત્ય જેહની મતિ લાગી છઈ-એકાંતે વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા લક્ષણ પંચવિધ સઝાય ધ્યાન કરતા રહે છે. ll૧૭/૭માં ટબાર્થ -
તેમના શિષ્ય શ્રી હીરવિજયસૂરિના શિષ્ય એવા શ્રી કલ્યાણવિજયના શિષ્ય, ગુરુ શ્રેષ્ઠ એવા, શ્રી લાભવિજય વડ પંડિત છે પંડિતપર્ષદામાં મુખ્ય છે, તાસ શિષ્ય=તેમના શિષ્ય, મહાસોભાગી છે=શ્રી લાભવિજયના શિષ્ય મહાસોભાગી છે, જેમની મતિ શ્રત, વ્યાકરણાદિક બહુ ગ્રંથમાં નિત્ય લાગેલી છે=એકાંતે વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા લક્ષણ પાંચ પ્રકારના સ્વાધ્યાયનું ધ્યાન કરતા રહે છે. ૧૭/૭ ગાથા -
શ્રી ગુરુ નવિનય તસ સીસો, મહિમાવંત મહંતો;
શ્રી નવિનય વિવુધ ગુરુ ભ્રાતા, તાસ મહા ગુણવંતો રે. હમચડી. II૧૭/૮ ગાથાર્થ – *
ગુરુ શ્રી જીતવિજય તેમના શિષ્ય મહિમાવંત મહંત છે=મહાન મહિમાવાળા છે. શ્રી નયવિજય વિબુધ તેમના ગુરુ ભ્રાતા છે, જે મહાગુણવંત છે. II૧/૮ ટબો:
ગુરુ શ્રી નીતિના નામે તેહના શિષ્ય પરંપરા થયા, મહા મહિમાવંત છે, મહંત છે. “ज्ञानादिगुणोपेता महान्तः” इति वचनात् ।
શ્રી નવિન પંડિત તેહના ગુરુભ્રાતા-ગુરુભાઈ સંબંધે થયા. શિષ્યત્વ૧૭/૮
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૬૪
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ−૧૭ | ગાથા-૮-૯
ટબાર્થઃ
ગુરુ શ્રી જીતવિજય નામે તેમના=શ્રી લાભવિજયના, શિષ્ય પરંપરાએ થયા, મહા મહિમાવંત છે=તેઓ મહા મહિમાવંત છે, મહંત છે.
કેમ મહંત છે ? તેમાં યુક્તિ આપે છે –
“જ્ઞાનાવિમુળોપેતા મહાન્તઃ ”=‘જ્ઞાનાદિ ગુણોથી યુક્ત તે મહંત', રૂતિ વચનાત્=એ પ્રમાણે વચન છે તેથી. શ્રી નયવિજય પંડિત તેમના=ગુરુભ્રાતા=ગુરુભાઈ, સંબંધે થયા. ગુરુશિષ્યત્વાત્=એકગુરુશિષ્યપણાથી, (ગુરુભાઈ થયા.) ।।૧૭/૮।।
ગાથાઃ
જે ગુરુ સ્વ-પર-સમય-અભ્યાસઈ, બહુ ઉપાય કરી જાતી; સમ્યગ્દર્શન સુરુચિ સુરભિતા, મુઝ મતિ શુભ ગુણ વાસી રે.
હમચડી. II૧૭/તા
ગાથાર્થ ઃ
જે ગુરુએ=શ્રી નયવિજય ગુરુએ, સ્વસમય પરસમયના અભ્યાસ માટે બહુ ઉપાય કરી કાશીએ ભણાવ્યો=ગ્રંથકારશ્રીને કાશીમાં ભણાવ્યા. તેનાથી સમ્યગ્દર્શનરૂપ સુરુચિની સુરભિતાથી પોતાની મતિ શુભ ગુણથી વાસી=વાસિત થઈ. ।।૧૭/૯।।
ટબો ઃ
જેણે-ગુરુર્વે, સ્વસમય તે-જૈનશાસ્ત્ર, પરસમય તે-વેવાન્ત-ત પ્રમુખ, તેહના અભ્યાસાર્થ. બહુ ઉપાય કરીને હ્રાસીને સ્વશિષ્યને ભણવાને કાજે મૂક્યા. તિહાંાયવિશારદ’ એહવું બિરુદ પામ્યા. સમ્યગ્દર્શનની જે સ્વરુચિ, તદ્રુપ જે સુરભિતાસુગંધ, જસ સેવાપણું, તેણે મુઝ મતિ-મારી જે મતિ, શુભ ગુર્ણ કરીને વાસીઆસ્તિથ ગુણૅ કરી અંર્ગાઅંગ પ્રણમી, તેહની સ્વેચ્છા રુચિ રૂપેઈ છઈ. I[૧૭/૯।। ટબાર્થ: :
જેણે=જે ગુરુએ, સ્વસમય તે જૈનશાસ્ત્ર, પરસમય તે વેદાન્ત-તર્ક પ્રમુખ, તેના અભ્યાસાર્થે બહુ ઉપાય કરીને=ઘણા પ્રયત્નો કરીને, કાશીમાં પોતાના શિષ્યને ભણવાને માટે મૂક્યા. ત્યાં=કાશીમાં, “ન્યાયવિશારદ” એવું બિરુદ પામ્યા=શિષ્યને “ન્યાયવિશારદ” એવું બિરુદ મળ્યું.
તેણેતેથી=કાશીમાં ભણીને વિદ્વાન થયા તેથી, સમ્યગ્દર્શનની જે સ્વરુચિ, તે રૂપ જે સુરભિતા= સુગંધ, જેના સેવનથી, મારી મતિગ્રંથકારશ્રીની જે મતિ, શુભ ગુણે કરીને વાસી=આસ્તિક્ય ગુણે
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૫
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ટાળ-૧૭ | ગાથા-૯-૧૦ કરી અંગોઅંગ પરિણમી. તેહતી તેથી, સ્વેચ્છા રુચિરૂપે થઈકશાસ્ત્ર ભણવાની જે પોતાની ઈચ્છા હતી તે શાસ્ત્રના પરમાર્થને જાણીને શાસ્ત્રના પરમાર્થમાં રુચિરૂપે થઈ. II૧૭/૯ ભાવાર્થ -
ગ્રંથકારશ્રીના ગુરુ શ્રી નવિજયજી છે, તેમણે ઘણી મહેનત કરીને યોગ્ય સ્થાને ગ્રંથકારશ્રીને જૈન શાસ્ત્રો ભણાવ્યાં અને કાશીમાં ભણાવીને પરસમયમાં નિષ્ણાત બનાવ્યા. તેથી કાશીમાં ગ્રંથકારશ્રીને
ન્યાયવિશારદ” એવુ બિરુદ પ્રાપ્ત થયું. આ બિરુદ પણ સામાન્ય પંડિતો વડે અપાયેલું ન હતું, પરંતુ વિદ્વાનો દ્વારા તે બિરુદ અપાયું હતું. તે બિરુદ પામીને ગ્રંથકારશ્રી હર્ષવાળા થયા નથી; પરંતુ ગ્રંથકારશ્રીને સમ્યગ્દર્શનરૂપ જિનવચનાનુસાર જે રુચિ હતી તે સ્વસમય-પરસમયના અભ્યાસને કારણે સુરભિતાને પામી છે. તેથી ભગવાનના શાસનના સ્યાદ્વાદની મર્યાદામાં ગ્રંથકારશ્રીની મતિ મેરુની જેમ નિષ્પકંપ થઈ અને તેઓનો આસ્તિષ્પગુણ ઊંડાણને પામ્યો. તેથી ગ્રંથકારશ્રીને દીક્ષા ગ્રહણકાળમાં શાસ્ત્રના પરમાર્થને જાણવાની જે ઇચ્છા હતી તે ઇચ્છા શાસ્ત્રના પરમાર્થને જાણીને તે પરમાર્થમાં રુચિરૂપે પરિણમી. તેથી પૂર્વ કરતાં વિશુદ્ધ એવા સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ. ll૧૭/લા ગાથા :
જસ સેવા સુપસાયઈ સહજિં, ચિંતામણિ મેં લહિ8; તસ ગુણ ગાઈ શકું કિમ સઘલા? ગાવાનઈ ગહ ગહિઓ રે.
હમચડી. II૧૭/૧ના ગાથાર્થ :
જેમની સેવાના સુપસાયથી સહજ “ચિંતામણિ =અન્ય દર્શનનો “ચિંતામણિ' નામનો વ્યાયશાસ્ત્રનો ગ્રંથ, ગ્રંથકારશ્રીને પ્રાપ્ત થયો. તેમના સઘલા ગુણ=જે ગુરુના પસાયથી ગ્રંથ મળ્યો તેમના સઘલા ગુણ, કેમ ગાઈ શકું? ગાવાને માટે હું અતિ ગહગહિઓ છું. I૧૭/૧૦|| ટબો:
જસ ર્સવા-તેહની સેવારૂપ જે સુપ્રસાદ, તેણે કરીર્ન સહજમાંહે ચિંતાન-શિરોમણિ નામે મહા ચાવશાસ્ત્ર, તે લહ્યા-પાઓ, તસગુણ-તેહ જે મારા ગુરુ, તેહના સંપૂર્ણ ગુણ, એક જિલ્લાએ કરીને કિમ ગાઈ સકાઈ ? અને માહરું મન તો ગાવાને ગહગાહી રહ્યું છે, આતુર થયું છÚ. ll૧૭/૧૦// ટબાર્થ:
જેમની સેવા–તેમની સેવારૂપ, જે પ્રસાદ, તેણે કરીને સહજમાંહે “ચિંતામણિ-શિરોમણિ' નામે મહાત્યાયશાસ્ત્ર તે લહા=ો પાયો, તેના સંપૂર્ણ ગુણ તેવા જે મારા ગુરુ-તેમના જે સંપૂર્ણ ગુણ,
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૬૬
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૭| ગાથા-૧૦-૧૧ એક જિહવાએ કરીને કેમ ગાઈ શકાય ? અર્થાત ગાઈ શકતો નથી, અને મારું મન તો ગાવાને ગહગહી રહ્યું છે અર્થાત્ મારું મન તો તેમના ગુણ ગાવા માટે આતુર થયું છે. II૧/૧૦|| ભાવાર્થ -
કાશીમાં ભણતી વખતે ગ્રંથકારશ્રીને તત્ત્વોના વિશેષ સ્થાનભૂત “ચિંતામણિ-શિરોમણિ' નામનો ન્યાયશાસ્ત્રનો ગ્રંથ ગુરુના પ્રસાદથી પ્રાપ્ત થયો. તેથી તે ગ્રંથના બળથી ગ્રંથકારશ્રીને પદાર્થને જોવાની માર્ગાનુસારી સૂક્ષ્મ પ્રજ્ઞા અતિશય પ્રાપ્ત થયેલ, જેના બળથી શુદ્ધ યુક્તિપૂર્વક સ્યાદ્વાદના પરમાર્થને જાણવા માટે ગ્રંથકારશ્રી સમર્થ બન્યા. તે સર્વ ઉપકારનું કારણ ‘ચિંતામણિ' ગ્રંથની પ્રાપ્તિ છે. આ ગ્રંથની પ્રાપ્તિમાં જે ગુરુનો પ્રસાદ કારણ છે તેનું સ્મરણ કરીને ગ્રંથકારશ્રી કહે છે કે જે ગુરુના પ્રયત્નથી સૂક્ષ્મ તત્ત્વની પ્રાપ્તિનું કારણ તે ગ્રંથ મળ્યો, તેનો ઉપકાર શબ્દોથી કહી શકાય નહીં, ફક્ત ગુણોને ગાવાની ઇચ્છાથી જ ગ્રંથકારશ્રીને સંતોષ મેળવવો પડે તેમ છે. I૧૭/૧ના ગાથા :
તે ગુરુની ભગતિ શુભ શકતિ, વાણી એહ પ્રકાશી; કવિ નવિનય ભણઈ-“એ ભણિયો, દિન દિન બહુ અભ્યાસી રે.”
હમચડી. ૧૭/૧૧ાા ગાથાર્થ :
તે ગુરુની ભક્તિ, શુભ શક્તિ=આત્માની શક્તિ, તેનાથી એ વાણી પ્રકાશી=પ્રસ્તુત ગ્રંથની ચનારૂપ વાણી પ્રકાશી. કવિ જસવિજય ભણે છે કહે છે, દિવસે દિવસે બહુ અભ્યાસ કરીને એ ભણિયો દ્રવ્યગુણપર્યાયનો રાસ તમે ભણજો=આત્માના અર્થી એવા પ્રાણી ! તમે ભણજો. II૧૭/૧૧II. ટબો:
તે ગુરુની ભક્તિ-ગુરુ પ્રસન્નતા લક્ષણે શુભ ભક્તિ, તે આત્માની અનુભવ દશા, તેણે કરીને એહ વાણી દ્રવ્યાનુયોગરૂપ પ્રકાશી-પરૂપી, વચન દ્વારે કરીને. કવિ ભાષવિજw ભણઈ ક કહે છે, “એ ભણજ્ય, હે આત્માથિયો . પ્રાણિયો. એ ભણક્યો. દિન દિન-દિવર્સ દિવર્સ બહુ અભ્યાસ કરીને, ભણજ્ય-અતિ અભ્યાર્સ.” I/૧૭/૧૧// ટબાર્થ :
તે ગુરુની ભક્તિ=ગુરુની પ્રસન્નતારૂપ ભક્તિથી, શુભશક્તિ ગ્રંથકારશ્રીને પ્રાપ્ત થઈ. તે આત્માની અનુભવદશા છે અર્થાત્ સ્યાદ્વાદના મર્મને જાણવાને કારણે સ્વઅનુભવથી જે સ્યાદ્વાદના પદાર્થોનો
Page #294
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૭ | ગાથા-૧૧
૨૬૭ ગ્રંથકારશ્રીને અનુભવ થયો, તે રૂ૫ આત્માની અનુભવદશા છે, તેણે કરીને=ભ્યાદ્વાદના સૂક્ષ્મબોધરૂપ અનુભવથી, એહ વાણી=પ્રસ્તુત ગ્રંથરૂપ વાણી, દ્રવ્યાનુયોગરૂપે પ્રકાશીત્રગ્રંથકારશ્રીએ વચન દ્વારા કરીને પ્રરૂપણા કરી. કવિ શ્રી યશોવિજયજી' ભણે છે કહેતાં કહે છે, એ ભણm=હે આત્માર્થી પ્રાણીઓ ! આ દ્રવ્યાનુયોગરૂ૫ ગ્રંથ ભણજો, પ્રતિદિન બહુ અભ્યાસ કરીને=તેના હાર્દની પ્રાપ્તિ થાય તે રીતે બહુ અભ્યાસ કરીને, ભણજો. ૧૭/૧૧ાા ભાવાર્થ
ગ્રંથકારશ્રીએ ગુણવાન ગુરુની ભક્તિ કરવાનો ઉલ્લાસ કર્યો. આ ભક્તિ માત્ર આહારાદિ લાવી આપવાસ્વરૂપ નથી; પરંતુ ગુરુની પ્રસન્નતા વધે તેવી સર્વ ઉચિત પ્રવૃત્તિસ્વરૂપ છે. વળી, શિષ્ય જેમ જેમ ભગવાનના શાસનના પરમાર્થને પામીને અધિક અધિક સ્વહિત કરી શકે છે તેમ તેમ તે ગુણવાન ગુરુની પ્રસન્નતા વધે છે. તેથી શિષ્યની સ્વભૂમિકાનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિ એ જ ગુરુની પ્રસન્નતારૂપ ભક્તિ છે. આ ભક્તિને કારણે ગ્રંથકારશ્રીમાં શુભ શક્તિ પ્રગટી; કેમ કે ઉચિત પ્રવૃત્તિ કરીને ગ્રંથકારશ્રીએ ગુરુની ભક્તિ કરી તેનાથી આત્માની અનુભવદશારૂપ શક્તિ ગ્રંથકારશ્રીમાં પ્રગટ થઈ; કેમ કે ઉચિત પ્રવૃત્તિથી ક્ષીણ થયેલાં ઘાતિકર્મોને કારણે ગ્રંથકારશ્રીને દ્રવ્યાનુયોગના હાર્દને સ્પર્શે તેવી પરિણતિની પ્રાપ્તિ થઈ. તેનાથી= શાસ્ત્રવચન, યુક્તિ અને સ્વઅનુભવરૂપ શક્તિથી, ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગ્રંથની રચનારૂપ વાણીને વચનરૂપે પ્રગટ કરી છે. વળી, ગ્રંથકારશ્રીએ ક્ષપકશ્રેણીના હાર્દનું પ્રતિસંધાન થાય તે પ્રકારે દ્રવ્યાનુયોગના રહસ્યને પ્રાપ્ત કરીને તેના પ્રતિસંધાનનો યોગ્ય બોધ કરાવે તે પ્રકારે પ્રસ્તુત ગ્રંથ ભણ્યો છે. તેથી હિતશિક્ષા આપતાં તેઓશ્રી કહે છે કે “હે આત્માર્થી જીવો! તમે પણ તે ગ્રંથ પ્રતિદિન ઘણો અભ્યાસ કરીને તે રીતે ભણો કે જેથી અલ્પ ભવમાં ક્ષપકશ્રેણીને અનુકૂળ સૂક્ષ્મબોધ ઉલ્લસિત થાય. આ પ્રકારે પ્રસ્તુત ગ્રંથના હાર્દને પ્રાપ્ત કરો'. આ પ્રમાણે બતાવીને ગ્રંથકારશ્રીએ યોગ્ય જીવોને પ્રસ્તુત ગ્રંથ આપવો જોઈએ, અયોગ્ય જીવોને નહીં, તેમ પણ સૂચિત કર્યું છે; કેમ કે “આત્માર્થી પ્રાણીઓ ભણજો' તેમ કહેવાથી અન્ય જીવો ગ્રંથના અનધિકારી છે તેમ સૂચિત થાય છે. II૧૭/૧૧ાા
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૦૦૮
ગાથા:
ગાથાર્થ
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | કળશ
:
કળશ
ઈમ દ્રવ્ય-મુળ-પર્યાયે કરી, જેહ વાણી વિસ્તરી, ગતપાર ગુરુ સંસારસાગર, તરણતારણ વરતરી;
તે એહ ભાખી સુજનમધુકર રમણ સુરતરુ મંજરી, શ્રી નવિનય વિબુધ ચણસેવક, નવિનય બુધ જયકરી. IIII
ગાથા-૧
ગતપાર ગુરુ=સંસારના પારને પામેલા એવા ગુરુ, સંસારસાગરના તરણ અને તારણ માટે વર=શ્રેષ્ઠ, તરી=જહાજ તુલ્ય છે. (તેમની) જે વાણી આ રીતે=અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે, દ્રવ્ય-ગુણ-પર્યાય કરીને વિસ્તાર કરાઈ, તે-તે વાણી, જે ભાખીગ્રંથકારશ્રીએ કહી, તે સુજન=ભલા લોકોરૂપ, મધુકરના રમણ કરવા માટે સુરતરુની મંજરી સમાન છે. શ્રી નયવિજય વિબુધના ચરણસેવક જસવિજય=શ્રી યશોવિજયજી, બુધ, તેને જય કરનારી છે=યશ અને સૌભાગ્યને દેનારી છે. IIII
ટો ઃ
ઈમ દ્રવ્ય-ગુણ-પર્યાય કરીને જે વાણી-દ્રવ્યનું લક્ષણ, ગુણનું લક્ષણ અને પર્યાયનું લક્ષણ, તેણે કરીને જે વાણી વિસ્તારપર્ણ પામી છે, ગત પાર તે-પ્રાપ્ત પાર એહવા ગુરુ, તે-કહેવા છે ? સંસારરૂપ સાગર, તેહના-તરણતારણ વિષે, વર કહેતાં-પ્રધાન, તરી સમાન છઈ.
તરી એહવા નામ જિહાજો છઈ.
તેહ મેં ભાખી, તે કેહને અર્થે ? તે કહે છે-સુજન જે ભલા લોક સત્સંગતિ ૬૦ આત્માવ્યે ષટ્વવ્યના ઉપલક્ષણ ઓલખણહાર, તેહને રમણિક સુરતરુ-જે કલ્પવૃક્ષ, તેહની મંજરી સમાન છે.
શ્રી નવિનય પંડિત-શિષ્ય-ચરણ સેવક સમાન નવિનય બુધને જયકરી-જયકારણીજયની કરણહારી અવશ્ય જસ-સૌભાગ્યની દાતા છે, એહવી-“માવત્ વાળી વિર ખીયાત્” ફત્યાશીર્વાવવચનમ્ ||૧||
Page #296
--------------------------------------------------------------------------
________________
૨૬૯
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | કળશ ગાથા-૧ ટબાર્થ:
આ પ્રમાણે અત્યાર સુધી વર્ણન કર્યું એ પ્રમાણે, દ્રવ્ય-ગણ-પર્યાયે કરીને જે વાણી દ્રવ્યનું લક્ષણ, ગુણનું લક્ષણ અને પર્યાયનું લક્ષણ તેણે કરીને જે વાણી, વિસ્તારપણાને પામી છે=પ્રસ્તુત ગ્રંથમાં વિસ્તારપણાને પામી છે.
તે વાણી કોનાથી પ્રાપ્ત થઈ છે ? તે બતાવવા અર્થે કહે છે – ગતપાર તે પ્રાપ્તપાર એવા ગુરુ છે. તે ગુરુ કેવા છે? તેથી કહે છે –
સંસારરૂપ સાગર, તેનાથી તરણતારણના વિષયમાં=સ્વયં કરવામાં અને બીજાને તારવાના વિષયમાં, વર કહેતાં પ્રધાન, તરીeતાવ, સમાન છે. ‘તરી' એવું નામ જહાજનું છે.
આવા ગુરુ પાસેથી ગ્રંથકારશ્રીને જે વાણી પ્રાપ્ત થઈ છે, તે વાણીને અત્યાર સુધી ગ્રંથકારશ્રીએ વિસ્તારી છે માટે તે વાણી પણ યોગ્ય જીવને તરવાનું કારણ છે.
તે મેં ભાખી–ગ્રંથકારશ્રીએ ભાખી. તે વાણી તેના માટે ભાખી ? તે કહે છે –
સુજન =જે ભલા અર્થાત્ કલ્યાણના અર્થી લોકરૂપ, સત્સંગતિ=છ દ્રવ્યના ઉપલક્ષણથી આત્મદ્રવ્યના વિષયમાં ઓળખનાર તેમને રમણિક એવા સુરતરુ=જે કલ્પવૃક્ષ, તેની મંજરી સમાન છે અર્થાત્ ગ્રંથકારશ્રીની વાણી છ દ્રવ્યના વર્ણનથી આત્મદ્રવ્યને ઓળખે એવા સુજનોને માટે કલ્પવૃક્ષની મંજરી સમાન છે.
શ્રી નયવિજય પંડિતના શિષ્ય ચરણસેવક, સમાન એવા શ્રી જસવિજય બુધને જયકરી=જયને કરનારી જયની કરણહારી, અવશ્ય જસ અને સૌભાગ્યની દાતા છે. એવી મવદ્ વા વિર નીવાભગવાનની વાણી ચિર જય પામો. રૂચાવનએ પ્રકારે આશીર્વાદવચન છે. ભાવાર્થ
ભગવાનના શાસનમાં જે ઉત્તમ સુગુરુઓ થયા, તેમના ગ્રંથોને ભણીને ગ્રંથકારશ્રી બોધને પામ્યા. તે ગુરુ કેવા છે ? તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે –
તે ગુરુ સંસારસમુદ્રના પારને પામેલા છે અર્થાત્ (૧) જે સંસારનો પાર પામવાની તૈયારીમાં હોય તે સંસારને પાર પામેલા કહેવાય અને (૨) જે ગુરુ ભગવાનના વચનના સૂક્ષ્મ પરમાર્થને પામેલા છે તેથી સતત સંસારથી પાર પામવા માટે ઉદ્યમશીલ છે, માટે તે ગુરુ સંસારસાગરથી પાર પામેલા છે. વળી, તેઓ સ્વયં તરી રહ્યા છે અને યોગ્ય જીવોને સન્માર્ગ આપીને તારી રહ્યા છે, માટે પોતાના આત્મા માટે અને યોગ્ય જીવો માટે શ્રેષ્ઠ જહાજ સમાન છે. આથી જ તે મહાત્માઓએ
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૭૦
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ / કળશ | ગાથા-૧, કાવ્યમ્ / ગાથા-૧ આગમરૂપ સમુદ્રમાંથી ગહન અર્થોને ગ્રહણ કરીને પોતાના આત્માને ભાવિત કરવા માટે દ્રવ્ય-ગુણપર્યાયનું સ્વરૂપ અનેક રીતે બતાવેલું છે અને તેના ભાવનથી સ્વયં તરી રહ્યા છે તથા યોગ્ય જીવોને તારવા માટે ઉત્તમ ગ્રંથોની રચના કરી છે આવા ગુરુ શ્રેષ્ઠ જહાજ સમાન છે. તેમનાં શાસ્ત્રોથી ગ્રંથકારશ્રીને જે દ્રવ્ય-ગુણ-પર્યાયની વાણી પ્રાપ્ત થઈ છે તે ગ્રંથકારશ્રીએ અત્યાર સુધી વિસ્તારી છે, તેથી તે વાણી યોગ્ય જીવોને તરવાનું પ્રબળ કારણ છે એમ સૂચિત થાય છે.
ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગ્રંથમાં જે આ વાણી ભાખી છે તે કોના માટે કહી છે ? તેથી કહે છે –
જે સુજનરૂપી મધુકર છે અને સુરતની મંજરીમાં રમણ કરવાની પ્રકૃતિવાળા છે તેમના માટે આ વાણી ભાખી છે અર્થાત્ આત્મદ્રવ્યમાં છ દ્રવ્યોના બોધને જોડનારા છે તેવા ભલા લોકોને કલ્પવૃક્ષની મંજરી જેવી પ્રસ્તુત વાણી છે. જેમ ભમરાને માલતી આદિ પુષ્પોની મંજરીમાં તો રસ ઉત્પન્ન થાય છે; પરંતુ કલ્પવૃક્ષની મંજરીમાં અત્યંત રસ ઉત્પન્ન થાય છે, તેમ આત્મદ્રવ્યના પારમાર્થિક સ્વરૂપને જાણવાના અર્થી જીવોને ભગવાનનું શાસન કલ્પવૃક્ષ જેવું દેખાય છે; કેમ કે સર્વશ્રેષ્ઠ ફળને આપનાર છે અર્થાત્ સદ્ગતિની પરંપરા દ્વારા પૂર્ણ એવા મોક્ષસુખરૂપી ફળને આપનારા છે માટે કલ્પવૃક્ષ સમાન છે અને તેમાં રહેલી મંજરીતુલ્ય પ્રસ્તુત ગ્રંથ છે તેથી આત્માર્થી જીવોને મહાકલ્યાણનું કારણ છે.
આ પ્રકારે પ્રસ્તુત ગ્રંથ કોનાથી ઉદ્ભવ્યો ? કઈ રીતે ઉદ્ભવ્યો ? અને કેવા જીવોને ઉપકાર કરનાર છે ? તે બતાવ્યા પછી પોતાના ગુરુના ઉલ્લેખપૂર્વક આશીર્વચન કહે છે.
શ્રી નયવિજય પંડિત થયા, તેમના શિષ્ય શ્રી યશોવિજય થયા, જે ભગવાનના શાસનના રહસ્યને જાણનારા છે, તેઓને પ્રસ્તુત ગ્રંથની વાણી જયને કરનારી છે અર્થાત્ અવશ્ય સદ્ગતિઓની પરંપરાની પ્રાપ્તિરૂપ યશ અને સૌભાગ્યની પ્રાપ્તિ કરાવનારી છે. આવી વાણી ભગવાનની વાણી છે, તે ચિરકાળ જય પામો એ પ્રકારનાં આશીર્વચન છે અર્થાત્ તે પ્રકારની ઇચ્છાને અભિવ્યક્ત કરનાર છે. IIII
- કાવ્ય
ગાથા :
इयमुचितपदार्थोल्लापने श्रव्यशोभा बुधजनहितहेतुर्भावनापुष्पवाटी ।
अनुदिनमित एव ध्यानपुष्पैरुदारैर्भवतु चरणपूजा जैनवाग्देवतायाः ।।१।। અન્વયાર્થ:
વિતપદાર્થોત્સાપને=ઉચિત પદાર્થોના ઉલ્લાપનમાં=પ્રસ્તુત ગ્રંથમાં બતાવેલા દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ
Page #298
--------------------------------------------------------------------------
________________
૨૭૧
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ / કાવ્યમ / ગાથા-૧ ઉચિતપદાર્થોના ઉલ્લાપતમાં, રૂચ શ્રવ્યોમાં આ શ્રવ્યશોભા પદાર્થોના શ્રવણથી જે પદાર્થના નિર્ણયરૂપ શ્રવ્યની શોભા, ગુવાદિતદેતુઃ=બુધ જનના હિતનો હેતુ છે અર્થાત તેનો મર્મસ્પર્શી બોધ બુધ જનના હિતનો હેતુ છે. ભાવનાપુHવા=ભાવતારૂપી પુષ્પની વાટી છે–તે શ્રવ્ય પદાર્થોનો બોધ કર્યા પછી તેનાથી આત્માને ભાવિત કરવામાં આવે ત્યારે આત્મામાં ભાવનારૂપી પુષ્પોની વાડી ઉત્પન્ન થાય છે. ડૂત =આનાથી જન્નતે વાડીમાંથી જ પ્રાપ્ત થયેલા, ધ્યાનપુર્ણા =ઉદાર એવા ધ્યાનરૂપી પુષ્પો વડે, અનુવિનંઅનુદિન પ્રતિદિન, રૈનાન્ડેવતાયા: થરપૂના મવતું=જેનવાગેવતાના જિનવાણીરૂપી દેવતાના, ચરણની પૂજા થાઓ. ૧૫
ઇતિ શ્રી ઉપાધ્યાય શ્રી જસવિજયગણિ કૃત દ્રવ્યગુણપર્યાયનો રાસ સંપૂર્ણ. સંવત ૧૭૨૯ વર્ષે ભાદ્રવા વદ ૨ દિને લિખિ. સાહા-કપૂર સુત, સાહા સુરચંદ લિખાવિત. ભાવાર્થ
ગ્રંથકારશ્રીએ દ્રવ્ય-ગુણ-પર્યાયનો અત્યાર સુધી વિસ્તાર ર્યો તે ઉચિત પદાર્થોના ઉલ્લાપનરૂપ છે= ઉચિત પદાર્થોના કથનરૂપ છે, અને તેના કારણે યોગ્ય જીવોમાં તે પદાર્થોથી શ્રવ્ય ભાવો પ્રગટ થાય છે, જે આત્માના દ્રવ્ય-ગુણ-પર્યાયના યથાર્થ બોધસ્વરૂપ છે અર્થાત્ શાસ્ત્રવચન, યુક્તિ અને સ્વઅનુભવ અનુસાર દ્રવ્ય-ગુણ-પર્યાયના યથાર્થ નિર્ણયસ્વરૂપ છે. તે દ્રવ્ય-ગુણ-પર્યાયનો બોધ શ્રવણ કરનાર જીવમાં ઉત્તમ પરિણામ સ્વરૂપ હોવાથી શોભા સમાન છે. આ શ્રવ્ય પદાર્થની શોભા બુધપુરુષના હિતનો હેતુ થાય છે અર્થાત્ તે બોધ કરનાર જીવ સંસારનાં દ્રવ્યોની સુબદ્ધ વ્યવસ્થા કઈ રીતે પ્રવર્તી રહી છે ? તેના પરમાર્થને જાણીને હંમેશાં તે બોધ અનુસાર તે બુધપુરુષ હિતમાં પ્રવર્તે છે અને અહિતથી આત્માનું રક્ષણ કરે છે.
વળી, પ્રસ્તુત ગ્રંથ દ્વારા આત્મામાં શ્રવ્યની જે શોભા પ્રગટેલી તેનાથી તે બુધ પુરુષ આત્માને અત્યંત ભાવિત કરે ત્યારે તેના આત્મામાં અનેક ગુણો પ્રગટ કરે તેવા પુષ્પોની વાડી પ્રગટ થાય છે, તેથી તેનો આત્મા સુંદર બગીચા જેવી ગુણસમૃદ્ધિથી ખીલેલો બને છે. તે બગીચામાં ધ્યાનરૂપી શ્રેષ્ઠ પુષ્પો પ્રગટે છે અર્થાત્ તે દ્રવ્ય-ગુણ-પર્યાયના પદાર્થોથી અત્યંત ભાવિત થયા પછી તેનું આત્મદ્રવ્ય શુદ્ધ દ્રવ્ય, શુદ્ધગુણ અને શુદ્ધ પર્યાયને પ્રગટ કરવા માટે દઢ યત્ન કરાવે તેવા ધ્યાનરૂપી પુષ્પોવાળું બને છે. તે ધ્યાનરૂપી પુષ્પોથી ગ્રંથકારશ્રી અભિલાષા કરે છે કે ભગવાનની વાણીરૂપી દેવતાની ચરણપૂજા પ્રતિદિન થાઓ; જેથી ભગવાનની વાણી સાથે ધ્યાન દ્વારા તન્મયભાવને પામીને પોતાનો આત્મા ભગવાનના જેવો શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયવાળો બને.
આશય એ છે કે પૂજા તત્ ગુણને અવલંબીને તત્ તુલ્ય થવાને અનુકૂળ પ્રવૃત્તિરૂપ છે. ભગવાનની
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૭૨
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | કાવ્યમ્ | ગાથા-૧ વાણી વીતરાગતાના ઉપાયને બતાવનારી છે, તે ગુણથી ભગવાનની વાણીને જાણીને તેના ઉપાયપૂર્વક તેનાથી આત્માને ભાવિત ક૨વામાં આવે ત્યારે આત્મામાં વર્તતો ધ્યાનરૂપ શ્રેષ્ઠ પરિણામ તે વાણીના બતાવનારા તીર્થંકરતુલ્ય બનવા યત્ન કરે છે, તેથી ગ્રંથકારશ્રી ભાવના કરે છે કે “પ્રસ્તુત ગ્રંથના ભાવનથી પ્રગટ થયેલા ધ્યાનરૂપી પુષ્પો દ્વારા ભગવાનની પૂજા કરીને ભગવાનતુલ્ય થવા હું સમર્થ બનું.” આ પ્રકારની ઇચ્છા કરીને ભગવાનના વચનના બળથી ગ્રંથકારશ્રી ભગવાનતુલ્ય બનવાનો યત્ન કરે છે. IIII
***
સમાપ્ત
Page #300
--------------------------------------------------------------------------
________________ મિથ્યાત્વાદિક કર્મથિતિ, અકરણ નિયમઈં ભાવિ; આપતિપાતી ગ્યાનગુણ, મહાનિશીથહ સાખિ. મિથ્યાત્વાદિકની કર્મસ્થિતિ (જ્ઞાનગુણને કારણે). અકરણ નિયમભાવિ થાય છે. “મહાનિશીથ'ની સાક્ષીએ જ્ઞાનગુણ અપ્રતિપાતી છે. : પ્રકાશક : કાતાથી ‘મૃતદેવતા ભવન’, 5, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. ટેલિ./ફેક્સ : (079) 26604911, ફોન : ૩૨૪પ૭૪૧૦ E-mail : gitarthganga@yahoo.co.in, gitarthganga@gmail.com Visit us online : gitarthganga.wordpress.com