SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-૧૦ પ્રાપ્ત કરે છે તે પર્યાય જ કાળ છે. તે પર્યાયના વિષયમાં સર્વ દ્રવ્યમાં વર્તતા વર્તનારૂપ પર્યાયવા વિષયમાં, અનાદિકાલીન દ્રવ્યઉપચારનું અનુસરણ કરીને કાળદ્રવ્ય કહેવાય છે. આથી જ અનંત દ્રવ્યોના વર્તનાપર્યાયમાં દ્રવ્યનો ઉપચાર કરીને કાળને દ્રવ્ય કહેવાય છે આથી જ, પર્યાયના લક્ષણમાં દ્રવ્યનો અભેદ કરવાથી=સર્વ દ્રવ્યમાં વર્તતા વર્તનાપર્યાયમાં દ્રવ્યનો અભેદ કરવાથી, અનંત કાળદ્રવ્યની ભાલ-અનંત કાળદ્રવ્યનું કથન ઉત્તરાધ્યયનમાં છે. તથા ૪ સૂત્ર—અને તે રીતે સૂત્ર છેઃઉત્તરાધ્યયનનું સૂત્ર છે – “ધો ધબ્બો મા વ્યંધર્મ, અધર્મ અને આકાશ દ્રવ્ય વિક્રમાદિયં એક એક આહિત છે કથિત છે. શાનો પુત્રનંતવો કાળ, પુદ્ગલ અને જીવો, તાળ વ્યાણ અનંત દ્રવ્યો (કહેવાયા) છે.” (ઉત્તરાધ્યયનસૂત્ર, અધ્યયન-૨૮, સૂત્ર-૮) પતલુપની =આનું ઉપજીવ્યઆનું અનુસરણ કરીને, અન્યત્રાળુ=અન્યત્ર પણ કહેવાયું છે – ઘર્માથર્નાવાશાવકધર્મ, અધર્મ અને આકાશ એકેક મનાય છે. અત: પર ત્રિવમન=આનાથી પર એવી ત્રિક અનંત છે ધર્માદિથી પર એવી ત્રિક અનંત છે. (પ્રશમરતિ પ્રકરણ, શ્લોક-૨૧૪) તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. તે માટે=જીવાદિ દ્રવ્યના વર્તના પર્યાયમાં દ્રવ્યનો અભેદ કરીને કાળદ્રવ્યને ઉત્તરાધ્યયનમાં અનંત કહેલ છે તે માટે, જીવ અને અજીવદ્રવ્ય, જે અનંત છે તેના વર્તનાપર્યાય ભણી જ=વર્તનાપર્યાયને આશ્રયીને જ, કાળદ્રવ્ય સૂત્રમાં અનંત કહ્યા જાણવા. ૧૦/૧૦ના ભાવાર્થ : જગતમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણ એકેક દ્રવ્ય છે, જ્યારે પુદ્ગલ અને જીવ અનંત દ્રવ્ય છે. વળી, તે સર્વ દ્રવ્યો પ્રતિક્ષણ એક અવસ્થામાંથી સદશ કે વિસદશ એવી બીજી અવસ્થામાં જાય છે તેથી તે સર્વ દ્રવ્યમાં પ્રતિક્ષણ પરિવર્તનશીલતારૂપ વર્તનાપર્યાય છે તે કાળ છે. સર્વ દ્રવ્યોમાં વર્તતા વર્તનાપર્યાયમાં અનાદિકાળથી દ્રવ્યનો ઉપચાર કરીને શાસ્ત્રમાં કાળને દ્રવ્ય કહેલ છે; કેમ કે જગતમાં થતાં કાર્યો પ્રત્યે જેમ અન્ય કારણ છે તેમ કાળ પણ કારણ છે અને કાળનું કારણ બતાવવું હોય તો કાળની નિષ્પત્તિને અનુકૂળ અન્ય દ્રવ્યોથી ભિન્ન કાળદ્રવ્ય છે તે બતાવવા અર્થે જ ઉપચારથી કાળને દ્રવ્ય કહેલ છે. તેથી ફલિત થાય કે, પ્રતિનિયત કાર્ય પ્રત્યે કારણસામગ્રીના બળથી પ્રયત્ન કરનાર પુરુષ યત્ન કરે છે તોપણ બીજી ક્ષણમાં તે પ્રતિનિયત કાર્ય થતું નથી, કાંઈક વિલંબથી થાય છે. જેમ ઘટનો અર્થી ઘટના ઉપાદાનકારણરૂપ અને નિમિત્તકારણરૂપ સામગ્રીને ગ્રહણ કરીને યત્ન કરે છે ત્યારે તે યત્નની બીજી ક્ષણમાં જ ઘટરૂપ કાર્ય થતું નથી પરંતુ કાંઈક વિલંબથી ઘટરૂપ કાર્ય થાય છે. તે બતાવવા માટે ઘટપ્રાપ્તિ સુધી માટીમાં વર્તતી પ્રતિક્ષણની વર્તનાની સંખ્યાને ગ્રહણ કરીને એટલા કાળ પછી ઘટ થાય છે તેમ કહેવાય છે. તેથી ઘટનિષ્પત્તિ પ્રત્યે કાળ પણ કારણ છે, માત્ર અન્ય કારણો નથી. તેથી ઘટની પ્રાપ્તિ
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy