SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૭ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ / દુહા / ગાથા-૫ ત્તિ ૩૫દ્દેશ તિર્થ એ પ્રમાણે ઉપદેશરહસ્યમાં આ અર્થનો સંગ્રહ છે=ગાથામાં કહેલા અર્થતો સંગ્રહ છે. ઉપદેશપદાદિ ગ્રંથ જતાં જ્ઞાન જ પ્રધાન છે એ પ્રમાણે અર્થ છે. દુહા-પા. ભાવાર્થ જેઓ કર્મક્ષયના અર્થી છે અને કર્મક્ષય માટે તપ, જપ, સ્વાધ્યાય, આદિ ક્રિયાઓ કરે છે અને કાંઈક માર્ગાનુસારી પ્રજ્ઞા છે તેઓ મન, વચન અને કાયાને ક્રિયામાં સમ્યફ પ્રવર્તાવે છે; છતાં જે ભગવાનના શાસનના પરમાર્થને જાણવામાં મધ્યસ્થતાપૂર્વક શક્તિઅનુસાર યત્ન કરતા નથી, તેઓને તે તે ક્રિયા દ્વારા ભોગાદિને અનુકૂળ પ્રવૃત્તિનો ત્યાગ હોવાથી કંઈક કર્મનો ક્ષય થાય તોપણ આત્મામાં આધાર કરાયેલા કષાયોના સંસ્કારોને ક્ષીણ કરે તેવો જ્ઞાનનો ઉપયોગ સૂક્ષ્મ બોધના અભાવને કારણે પ્રવર્તતો નથી. તેથી અનાદિ કાળથી આત્મામાં સ્થિર થયેલા કષાયોના સંસ્કારોનું બીજ ક્ષીણ થતું નથી, માટે સામગ્રીને પામીને ફરીથી તે સંગની શક્તિ ઉલ્લસિત થાય છે તેથી સંસારનો અંત પ્રાપ્ત થતો નથી. જેમ દેડકાનું ચૂર્ણ થવાથી દેડકાનો ઉપદ્રવ દૂર થાય છે પરંતુ દેડકાના ચૂર્ણ સાથે વરસાદના પાણીનો સંગ થતાં ફરી દેડકા ઉત્પન્ન થાય છે તેમ ક્રિયાકાળમાં શુભક્રિયાના બળથી કંઈક સંગની શક્તિ ક્ષીણ થયેલી, તેથી ભોગાદિને અનુકૂળ ચિત્ત કંઈક મંદ થાય છે; છતાં તે ક્રિયાથી પ્રાપ્ત થયેલા પુણ્યના બળથી ભોગસામગ્રી મળે છે ત્યારે જેમ વરસાદના સંગથી ચૂર્ણમાંથી દેડકા ઉત્પન્ન થાય છે, તેમ વરસાદના પાણીતુલ્ય ભોગસામગ્રીના સંગથી ક્ષીણ થયેલી સંગની શક્તિ ફરી બળવાન થાય છે, જેથી સંગશક્તિજન્ય ક્લેશોનો પ્રવાહ બંધ થતો નથી. વળી, જેઓ જ્ઞાનયોગકૃત ક્લેશનો નાશ કરે છે તેઓ યોગમાર્ગની સર્વ ભૂમિકાનાં રહસ્યોનો સંક્ષેપથી કે વિસ્તારથી બોધ કરીને મોક્ષ પ્રત્યે સાક્ષાત્ કારણભૂત યોગનિરોધ સાથે પ્રતિસંધાન કરીને સ્વભૂમિકાનુસાર યોગમાર્ગને સેવીને સંગશક્તિનો ક્ષય કરે છે, તેથી જે જે અંશથી જ્ઞાનકૃત ક્લેશનો નાશ થાય છે તે તે અંશથી ક્લેશનો સર્વથા ઉચ્છેદ થાય છે અને તે ઉચ્છેદ ઉત્તર ઉત્તરના ક્લેશનો ઉચ્છેદ કરીને યોગનિરોધમાં વિશ્રાંત થાય તેવો અત્યંત શક્તિવાળો હોવાથી જેમ મંડુકના ચૂર્ણને બાળીને રાખ કરવામાં આવે, તેમાંથી ક્યારેય ફરીથી મંડુક થાય નહીં, તેમ તે મહાત્માએ જે ક્લેશનાશ કર્યો છે તે ક્લેશ ફરીથી ઉત્પન્ન થતો નથી, પરંતુ અધિક અધિક ક્લેશનાશ પ્રત્યે તે જીવને ઉત્સાહિત કરીને પૂર્વ પૂર્વનો ક્લેશનો નાશ તેને અધિક અધિક ક્લેશનાશ કરવાની સતત પ્રેરણા કરે છે. જેમ કોઈની પાસે કંઈક અંશથી ધન પ્રાપ્ત થાય, તે ધનની પ્રાપ્તિ અધિક અધિક ધનની પ્રાપ્તિ માટે પ્રેરણા કરે છે, તેમ ક્લેશના નાશથી પ્રાપ્ત થતું સમાધિનું સુખ ઉત્તર ઉત્તરના સમાધિના સુખની પ્રાપ્તિ માટે પ્રેરણા કરે છે. આવો ક્લેશનાથ ભગવાનની આજ્ઞાના પાલનથી થાય છે. ભગવાનની આજ્ઞા સ્વશક્તિ અનુસાર અપ્રમાદભાવથી ઉચિત બોધ કરીને શક્તિ અનુસાર અનુષ્ઠાન સેવનથી સ્થિર રુચિપૂર્વક ગુણની વૃદ્ધિ થાય તે રીતે અનુષ્ઠાનસેવનની છે. દુહા-પા
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy