SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યગણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧ | ગાથા-૨૦ ટબાર્થ - વર્ણ, ગંધ, રસ, સ્પશદિક ગુણથી પુદગલ દ્રવ્યનો અન્ય દ્રવ્યથી ભેદ લઈએ=ભેદ જાણીએ અને જીવદ્રવ્ય સહજ ચેતના ગુણવાળું છે, તે લક્ષણથી જ સર્વ અચેતન દ્રવ્યથી ધમસ્તિકાયાદિ સર્વ અચેતન દ્રવ્યથી, ભિન્ન છે. વ્યવહારથી વ્યવહારનયને આશ્રયીતે, સંસારી જીવો રૂપ અને વેદનવાળા છે સંસારી જીવો રૂપવાળા અને શાતા-અશાતારૂપ સુખ-દુખના વેદનસહિત છે પરંતુ નિશ્ચયથી શુદ્ધ દ્રવ્યને જોનાર નિશ્ચયની દૃષ્ટિથી, રૂપરહિત=સંસારી જીવો રૂપરહિત છે, અને વેદરહિત છે=મોહના પરિણામરૂપ કે શાતા-અશાતાના વેદનારહિત છે. અને તેમાં “ઉત્તરથી સાક્ષી બતાવે છે–નિશ્ચયનયથી આત્મા રૂપરહિત અને વેદરહિત છે તેમાં 'સાક્ષી બતાવે છે – રસમવયં અરસ, અરૂપ, અગંધ, વ્રત્ત વેળાપુ=અવ્યક્ત અર્થાત્ મોહાદિ ભાવોથી અવ્યક્ત એવી ચેતનાગુણવાળું, અસદું નથી પણ નાગ=અશબ્દસ્વરૂપ (અ) અલિંગથી ગ્રહણ થાય તેવું (જીવદ્રવ્ય) જાણ. નીવદિસંતાનં=(વળી, તે) જીવ અનિર્દિષ્ટ સંસ્થાનવાળું છે-અનિયત સંસ્થાનવાળું છે અર્થાત્ “અનિયંસ્થ' સંસ્થાનવાળું છે. (સમયસાર મૂળ ગાથા-૪૯) I/૧૦/૨૦|| ભાવાર્થ :પુદ્ગલ દ્રવ્યનો અન્ય દ્રવ્યથી કઈ રીતે ભેદ છે? તે બતાવતાં કહે છે “વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, વળી, પુરણ-ગલન આદિ ગુણો વડે કરીને પુદ્ગલદ્રવ્ય અન્ય દ્રવ્યો કરતાં જુદું પ્રાપ્ત થાય છે.” તેથી પાંચ ઇન્દ્રિયોથી ગ્રહણ થતા ભાવોનો આધાર પુદ્ગલદ્રવ્ય છે તેમ નક્કી થાય છે. જ્યારે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો અરૂપી હોવાથી વર્ણ, ગંધાદિ ભાવોથી રહિત છે. વળી, જીવદ્રવ્યમાં સહજ ચેતના ગુણ છે કોઈનાથી જન્ય નથી પરંતુ અનાદિ સહજ સિદ્ધ ચેતનાવાળું જીવદ્રવ્ય છે, તેથી તે સર્વ અચેતન દ્રવ્યોથી ભિન્ન છે. વળી, તે જીવદ્રવ્યથી જીવનું શરીર પણ ભિન્ન છે. આમ છતાં વ્યવહારનયથી તે દેહ સાથે સંબંધવાળું હોવાથી રૂપવાળું પણ છે અને વેદવાળું પણ છે=મોહાદિ ભાવોનું વેદન કરનારું હોવાથી અશુદ્ધ નિશ્ચયનયથી વેદવાળું પણ છે. વળી, સંસારી જીવો શુદ્ધ નિશ્ચયનયથી શરીરથી ભિન્ન છે અને કર્મથી તિરોહિત સ્વરૂપવાળા હોવા છતાં પોતાના મૂળ સ્વરૂપમાં રહેલા છે, તેથી રૂપરહિત છે અને મોહના વેદન વગરના છે. સંસારી જીવો નિશ્ચયનયથી રૂપરહિત છે અને વેદનારહિત છે તેમાં સાક્ષી આપે છે – જીવદ્રવ્ય અરસવાળું છે રસ વગરનું છે, અરૂપ છે=રૂપ વગરનું છે, અગંધ છેeગંધ વગરનું છે. વળી, કોઈ ઇન્દ્રિયથી કે મનથી ગ્રહણ થાય તેવું નથી, માટે અવ્યક્ત છે; કેમ કે કેવળજ્ઞાનનો વિષય છે. જો કે, સંસારી જીવોને પણ પોતાનું જ્ઞાન સ્વસંવેદનરૂપ છે તોપણ પોતાનામાં રહેલું અને જ્ઞાનાવરણીયકર્મથી આવરાયેલું કેવળજ્ઞાન કોઈ છદ્મસ્થ જીવ વ્યક્તરૂપે જોઈ શકતો નથી તેથી નિશ્ચયનયને અભિમત એવું આત્માનું સ્વરૂપ છદ્મસ્થને અવ્યક્ત છે.
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy