________________
૧૦૦
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧ ગાથા-૧૧-૧૨ તથાભવ્યતા સ્વીકારી આથી જ, આત્મા ક્યારેય પણ પુદ્ગલરૂપ થતો નથી કે ધર્માસ્તિકાયાદિરૂપ થતો નથી; કેમ કે જેમ આત્મા સંસારીઅવસ્થામાં તે તે ભવોમાં તે તે ભાવરૂપે થાય છે તેમ કોઈક વખતે ધર્માસ્તિકાયાદિરૂપે થાય કે પુદ્ગલરૂપે થાય તેવી તથાભવ્યતા આત્મામાં નથી. માટે તથાભવ્યતાને કારણે જ આત્માનો પુદ્ગલરૂપે થવાનો કે ધર્માસ્તિકાયાદિરૂપ થવાનો અતિપ્રસંગ આવતો નથી, કેમ કે આત્મામાં તે તે પ્રકારના કોઈ સહકારીના સમવધાનથી પુદ્ગલરૂપે થવાની કે ધર્માસ્તિકાયાદિરૂપ થવાની શક્તિ નથી. આથી જ આત્મા ક્યારેય પુદ્ગલરૂપે કે ધર્માસ્તિકાયાદિરૂપે થતો નથી. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ.સા.ના વચનમાં જે “આત્માદિ શબ્દ છે તેમાં આદિ’ શબ્દથી ધર્માસ્તિકાયાદિ અન્ય ચાર દ્રવ્યોનું ગ્રહણ છે તેથી તેમની પણ તથાભવ્યતા તેવી જ છે કે તેઓ ક્યારેય અન્ય દ્રવ્યરૂપ બને નહીં અર્થાતુ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો જીવરૂપે ન બને. તેથી દરેક દ્રવ્યમાં રહેલી તથાભવ્યતાને કારણે જ અન્ય દ્રવ્યરૂપે થવાનો અતિપ્રસંગ આવતો નથી.
આથી એ ફલિત થયું કે, આત્માદિ દ્રવ્યો ધર્માસ્તિકાયાદિરૂપ થવાના અભવ્યત્વસ્વભાવગર્ભ આત્મામાં થનારાં તે તે કાર્યો અર્થે હેતુ છે અર્થાત્ આત્મામાં જે જે ભાવો થાય છે તે તે ભાવોમાં આત્મદ્રવ્ય હેતુ છે. આથી આત્મદ્રવ્ય મનુષ્ય, દેવ આદિ ભાવરૂપે થાય છે તેમ ક્યારેય ધર્માસ્તિકાય કે પુગલાસ્તિકાય આદિરૂપે થતું નથી. I૧૧/૧૧ાા અવતરણિકા:
અત્યાર સુધી ધમસ્તિકાયાદિ પાંચે દ્રવ્યોના દસ સ્વભાવો બતાવ્યા. હવે અવશેષ અગિયારમો સ્વભાવ બતાવે છે –
પરમભાવ પારિણામિકભાવ, પ્રધાનતાઈ લીજ જા. એ વિણ મુખ્યરૂપ કિમ દ્રવ્યઈ, પ્રસિદ્ધ રીતિ દીજઈ જી? એ સામાન્ય સ્વભાવ ઈગ્યારહ, સકલ દ્રવ્યનઈ ધારો જી, આગમ અર્થ વિચારીનઈ જગિ, સુનસવાદ વિસ્તારો જી. II૧૧/૧૨
ગાથાર્થ
પરમભાવ એ પારિણામિકભાવ છે. તેને પ્રધાનતાથી લેવો જોઈએ. એ વગર=પરમભાવ ન સ્વીકારવામાં આવે તો, દ્રવ્યનું પ્રસિદ્ધ એવું મુખ્યરૂપ કઈ રીતે દેવાય ? અર્થાત્ કઈ રીતે બોલાવાય ?
એ સામાન્ય ૧૧ સ્વભાવ અત્યાર સુધી વર્ણન કર્યા એ સામાન્ય ૧૧ સ્વભાવ, સર્વ દ્રવ્યને વિષે ધારો. આગમના અર્થને વિચારીને જગતમાં સુજસના વાદને વિસ્તારો. ૧૧/૧ર/