SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૫ | ગાથા-૧૦-૧૧ ઊલટી છે, તે માટે હે ભવ્ય પ્રાણી છે ધર્માથી જીવો ! તમે જ્ઞાનપક્ષ દઢ આદરો. જે માટે=ભવ્યજીવને જ્ઞાનપક્ષ આદરવા યોગ્ય છે તે માટે, હમણાં=પ્રસ્તુત ઢાળમાં, જ્ઞાનપક્ષનો દઢ અધિકાર છે. કેમ જ્ઞાનપક્ષનો દઢ અધિકાર છે ? તેથી કહે છે – “પઢમં ના તમો તથા"=“પ્રથમ જ્ઞાન પછી દયા.” (દશવૈકાલિકસૂત્ર ષડજીવલિકાયઅધ્યયન, સૂત્ર-૧૦) રૂતિ વાના—એ પ્રમાણે વચન છે=દશવૈકાલિકસૂત્રનું વચન છે. માટે ભવિ પ્રાણીએ=મોક્ષમાં જવાના અર્થી જીવોએ, જ્ઞાન આદરવું જોઈએ. ૧૫/૧૦|| ભાવાર્થ : જેઓ ભગવાનના વચનથી અત્યંત ભાવિત છે અને ભગવાનના વચનના યથાર્થ અર્થને જાણનારા છે એવા ગીતાર્થો હંમેશાં વીતરાગનું વચન કઈ રીતે વીતરાગતાનું કારણ બનશે ? તેના પરમાર્થને જાણીને તે વચનાનુસાર સ્વયં સર્વ પ્રવૃત્તિઓ કરે છે. તેથી ભગવાનના વચનથી ભાવિત હોવાને કારણે સર્વ જીવો પ્રત્યે આત્મતુલ્ય બુદ્ધિવાળા છે. માટે સ્વયં ભગવાનના વચનના બળથી સતત વીતરાગ થવાના ઉદ્યમવાળા છે અને યોગ્ય જીવોને તેમની ભૂમિકા અનુસાર ઉચિત ઉપાય બતાવે છે. આવા જ્ઞાની જે કાંઈ કહે તે સર્વ મોક્ષને અનુકૂળ ઉચિત દિશા બતાવનાર વચન છે, તેથી ક્વચિત્ પોતાને એ વચન પ્રીતિકર ન જણાય તોપણ અમૃતની જેમ તેમના વચનનું પાન કરવું જોઈએ. આથી જ શાસ્ત્રમાં કહ્યું કે ગીતાર્થના વચનથી હલાહલ વિષ પણ પીવું જોઈએ; કેમ કે કોઈક એવા જીવને સંયમથી ભ્રષ્ટ થઈને દુર્ગતિમાં જતો અટકાવવા અર્થે ગીતાર્થ ગુરુને જણાય કે, આ મહાત્મા અત્યારે વિષભક્ષણ કરશે તો પણ તેના સંયમના રક્ષણ અર્થે કરાયેલું તે વિષભક્ષણ તેના કલ્યાણનું કારણ બનશે, પરંતુ જો વિષભક્ષણ ન કરે અને સંયમથી ભ્રષ્ટ થાય તો જીવીને પણ દુર્ગતિને પ્રાપ્ત કરશે. આથી તે ગીતાર્થ ગુરુ હલાહલ ઝેર પીવાનું કહે તે પણ તે સાધુ માટે અનર્થની બહુ પરંપરાના પાતથી રક્ષણનું કારણ હોવાથી અમૃત સમાન છે. જેઓ જ્ઞાની ગીતાર્થ નથી તેઓ સ્થૂલથી પોતાને પ્રીતિ કરે તેવું વચન કહે તોપણ તેમના વચનથી પ્રવૃત્તિ કરવાથી અકલ્યાણની પરંપરાની પ્રાપ્તિ દ્વારા ભવ્ય પ્રાણીનો વિનાશ થાય છે. માટે ભવ્ય પ્રાણીએ=ધર્મ સેવીને સંસારથી નિસ્તારના અર્થી જીવોએ, જ્ઞાનપક્ષનો દઢ આદર કરવો જોઈએ. માટે જ પ્રસ્તુત ઢાળમાં જ્ઞાનપક્ષનો જ દઢ અધિકાર બતાવેલ છે. વળી, દશવૈકાલિકમાં કહ્યું છે કે “પ્રથમ જ્ઞાન, ત્યારપછી દયા.” અર્થાત્ જ્ઞાનીના વચન વગરની ચારિત્રાચારની પાલનરૂપ ક્રિયા પણ નિષ્ફળ છે; કેમ કે સંસારના ઉચ્છેદનું કારણ નથી. માટે મોક્ષના અર્થી જીવે શક્તિ અનુસાર જ્ઞાનનો જ આદર કરવો જોઈએ. વળી, જ્ઞાની અને અજ્ઞાનીનો ભેદ કરીને સુજ્ઞાનીનો નિર્ણય કરીને તેનું જ અનુસરણ કરવું જોઈએ, જેથી કલ્યાણ અર્થે કરાયેલી પ્રવૃત્તિ ક્યારેય નિષ્ફળ ન જાય. II૧પ/૧ના અવતરણિકા: વળી, કેટલાક મહાત્માઓ સંસારના ઉચ્છેદના અર્થી છે તેથી સંયમ ગ્રહણ કરીને શાસ્ત્રો
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy