________________
૧૩૮
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-/ ઢાળ-૧૩ | ગાથારસ ગંધ, સ્પર્શ ઘટમાં અન્તર્નિગીર્ણિત છે અર્થાત્ દોડય' એ પ્રકારના કથનમાં આધારત્વધર્મમાં અંતર્ભાવ કરીને ગ્રહણ કરેલ છે. તેથી ‘આ ઘટ છે એમ કહેવામાં આવે ત્યારે રૂપ, રસ, ગંધ, સ્પર્શના આધારવરૂપ એકસ્વભાવની પ્રતીતિ થાય છે તે વખતે રૂપ, રસ, ગંધ, સ્પર્શ આધારત્વથી અપૃથગુરૂપે ભાસે છે. માટે ઘટમાં આધારવરૂપ એકસ્વભાવ છે.
વળી, ઢાળ-૧૧ની ગાથા-૧૦ માં કહેલ કે ગુણ-ગુણી, પર્યાય-પર્યાયી આદિની જે અભેદવૃત્તિ છે તેને કારણે તે લક્ષણવાળા પદાર્થમાં અભેદસ્વભાવ જાણવો. જેમ “નીલ ઘટ” એમ કહેવામાં આવે ત્યારે “નીલ” ગુણ અને “ઘટ' પર્યાય વચ્ચે અભેદવૃત્તિની પ્રતીતિ થાય છે તેથી નીલઘટમાં અભેદસ્વભાવ પ્રતીત થાય છે. તેને સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે કે નીલ વિશેષણરૂપ વિષય અને નીલmટરૂપ વિષયી તે બંનેનું વિવિક્તપણાથી ગ્રહણ થાય છે; કેમ કે નીલરૂપવાળા ઘટને નીલઘટ કહેવાય.
નીલગુણ અને નીલગુણનો આધાર ઘટ છે છતાં ઘટની સાથે તે નીલ રૂ૫ અભેદથી રહેલું છે, પરંતુ ઘટ-પટની જેમ પૃથ નથી માટે નીલ રૂપ અને ઘટની વચ્ચે અભેદસ્વભાવનું ગ્રહણ છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે, “આ ઘટ છે' એવું કહેવામાં આવે ત્યારે રૂપ, રસ, ગંધ, સ્પર્શ એ સર્વનો પૃથગુ ઉલ્લેખ થતો નથી. તેથી તે સર્વ ધર્મોના આધાર સ્વરૂપ ઘટના એકસ્વભાવની પ્રતીતિ થાય છે. અને
જ્યારે “નીલ ઘટ' એમ કહેવામાં આવે ત્યારે ઘટનું રૂપ “નીલ” શબ્દથી ગ્રહણ છે છતાં ઘટમાં વર્તતું નીલ રૂપ ઘટમાં અભેદથી રહે છે તેથી અભેદસ્વભાવની પ્રાપ્તિ થાય છે.
અહીં પ્રશ્ન થાય કે, એકસ્વભાવ અને અભેદસ્વભાવ એમ બે પ્રકારે ભેદ કેમ કર્યા ? તેથી કહે છે –
સારોપ અને સાધ્યવસાન એ બે લક્ષણારૂપ સ્વભાવ છે. તેમાં સારોપલક્ષણામાં અભેદસ્વભાવની પ્રાપ્તિ થાય છે. જેમ વીર ભગવાનની પ્રતિમાને જોઈને કહેવાય છે કે, “આ વીર ભગવાનની પ્રતિમા છે.' ત્યાં=પ્રતિમામાં, વીર ભગવાનનો અભેદ કરવામાં આવે છે તે સારોપલક્ષણા છે અર્થાતુ પ્રતિમામાં વિર ભગવાનનો આરોપ કરવારૂપ અભેદ અધ્યવસાન છે. વીર ભગવાનની પ્રતિમાને જોઈને “આ વર ભગવાન છે' એ પ્રકારે સાધ્યવસાનલક્ષણા પ્રવર્તે છે તે વખતે “આ વીર ભગવાનની પ્રતિમા છે' એમ ઉપસ્થિતિ થતી નથી પરંતુ સાક્ષાત્ વીર ભગવાન છે એ પ્રકારની ઉપસ્થિતિ કરીને પોતે તેમની ભક્તિ કરે છે એવા અધ્યવસાયને યોગી કરે છે. જેમ સાક્ષાત્ વિર ભગવાનને જોઈને શ્રેણિક મહારાજા તેમની ઉપાસના કરતા હતા તેમ સાધ્યવસાનલક્ષણાથી અભેદ ઉપાસના કરતા યોગી પ્રતિમાની સન્મુખ બેસીને સાક્ષાત્ વીર ભગવાનની ઉપાસના કરવા તુલ્ય ફળને પ્રાપ્ત કરી શકે છે.
આ પ્રકારે સારોપ અને સાધ્યવસાનરૂપ જે અધ્યવસાયનો નિરૂઢાર્થ શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે તે અર્થ બતાવનારો આ એકસ્વભાવરૂપ એક પ્રકાર છે એવી પ્રતીતિ થાય છે. તેથી એકસ્વભાવમાં સાધ્યવસાનલક્ષણાની પ્રતીતિ થાય છે અને અભેદસ્વભાવમાં સારોપલક્ષણાની પ્રતીતિ થાય છે.
આ રીતે એકસ્વભાવ અને અભેદસ્વભાવ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કર્યો. ટબામાં સ્વભાવના આઠમા પ્રકારનું કથન અહીં સમાપ્ત થાય છે તે બતાવવા માટે અહીં અંતમાં ‘દે’ નંબર આપેલ છે.